Posts

Showing posts from February, 2026

વૈદિક હોળી - એક પ્રાચીન મનોવૈજ્ઞાનિક ઉત્સવ

Image
*વૈદિક હોળી - એક પ્રાચીન મનોવૈજ્ઞાનિક ઉત્સવ* *લેખક - મયુરકુમાર મિસ્ત્રી (મોડાસા)* આપણી ભારતીય સંસ્કૃતિમાં હોળી એ માત્ર રંગોનો તહેવાર નથી, પરંતુ તે પ્રકૃતિ, વિજ્ઞાન અને અદ્યાત્મનો એક અદભૂત સંગમ છે. આજના આધુનિક યુગમાં જ્યારે પ્રદૂષણ અને રાસાયણિક રંગોએ આ તહેવારનું સ્વરૂપ બદલી નાખ્યું છે, ત્યારે આપણા વેદો અને પુરાણોમાં વર્ણવેલી વૈદિક હોળીના મહત્વને સમજવું અત્યંત અનિવાર્ય છે. ભારતીય સંસ્કૃતિમાં હોળી માત્ર પૌરાણિક કથાનો ઉત્સવ નથી, પણ તે નવસસ્યેષ્ટિ યજ્ઞ છે. વેદકાળમાં જ્યારે નવો પાક તૈયાર થતો, ત્યારે તેનો પ્રથમ અંશ અગ્નિદેવને અર્પણ કરવામાં આવતો. આ પરંપરા આજે પણ હોળીના રૂપમાં જીવંત છે. મહાપર્વ હોળીનો ઉલ્લેખ અત્યંત પ્રાચીન છે. જૈમિની સૂત્ર અને કઠક ગૃહ્ય સૂત્ર જેવા પ્રાચીન ગ્રંથોમાં આ ઉત્સવનું વર્ણન મળે છે. શ્રીમદ્ ભાગવત પુરાણના સાતમા સ્કંધમાં ભક્ત પ્રહલાદ અને હિરણ્યકશ્યપની કથા દ્વારા અનિષ્ટ પર ઈષ્ટના વિજયનો પુરાવો મળે છે. આ ઉપરાંત, નારદ પુરાણ અને ભવિષ્ય પુરાણમાં પણ ફાગણી પૂર્ણિમાના દિવસે કરવામાં આવતી યજ્ઞવિધિનો ઉલ્લેખ છે, જેને હોલાકા તરીકે ઓળખવામાં આવતી હતી. હોલાકાનો અર્થ થાય છે વધા...

ભગવાન વિશ્વકર્મા દ્વારા માતા પાર્વતીના મહેલનું નિર્માણ

Image
ભગવાન વિશ્વકર્મા દ્વારા માતા પાર્વતીના મહેલનું નિર્માણ એક સમયની વાત છે, દેવી પાર્વતીનું મન ગુફાઓ અને કંદરાઓમાં રહેતા કંટાળી ગયું હતું. બે નાના બાળકો અને અનેક પ્રકારની અસુવિધાઓ. તેમણે ભગવાન શંકરને પોતાનું કષ્ટ જણાવ્યું અને વિનંતી કરી કે અન્ય દેવતાઓની જેમ આપણે પણ પોતાના માટે એક નાનકડો મહેલ બનાવવો જોઈએ. વિશ્વકર્માજી દ્વારા શિવલોકનું નિર્માણ શિલ્પશાસ્ત્રવિધાનેન યથાક્તં વિશ્વકર્મણા |  નિરિતં શિવલોકાખ્યં સર્વસૌખ્યપ્રદાયકમ્ ||  (બ્રહ્મમહાપુરાણ મધ્ય ભાગ અધ્યાય 34/1 થી 81) અર્થ - શિલ્પશાસ્ત્રના વિધાન મુજબ વિશ્વકર્માએ 'શિવલોક' નામના (કૈલાસ પર નિર્મિત નગરી) મહેલનું નિર્માણ કર્યું જે તમામ સુખો આપનારું હતું. ભોળા શંકરને તેમની વાત ગમી ગઈ. બ્રહ્માંડના સૌથી યોગ્ય વાસ્તુકાર દેવશિલ્પી ભગવાન વિશ્વકર્માની આરાધના કરીને તેમને આમંત્રિત કરવામાં આવ્યા. વિશ્વકર્માજીએ તેમના મનોવિચાર જાણીને પહેલા નકશો (માનચિત્ર) તૈયાર કર્યો અને પછી શુભ મુહૂર્તમાં ભૂમિપૂજન બાદ ખૂબ જ ઝડપથી કામ શરૂ થઈ ગયું. મહેલ આખરે શંકર-પાર્વતીનો હતો, એટલે કંઈ સામાન્ય તો હોવાનો નહોતો. એક વિશાળ મહેલ જે આખી નગરી જેવો હતો, જાણે ક...

ગદાધર વિષ્ણુ મંદિર શામળાજી

Image
ગદાધર વિષ્ણુ મંદિર શામળાજી લેખ સંકલન - મયુરકુમાર મિસ્ત્રી (મોડાસા) સમયના અનંત પ્રવાહમાં કેટલાય સામ્રાજ્યો ઉદય પામ્યા અને વિખેરાઈ ગયા, પરંતુ અરવલ્લીની પ્રાચીન ગિરિમાળાઓના હૃદયમાં પથરાયેલું ' ગદાધર ક્ષેત્ર ' આજે પણ પોતાની દિવ્યતા અને ભવ્યતાની સાક્ષી પૂરે છે. મેશ્વો નદીના ખળખળ વહેતા નીર અને વનરાજીની શીતળતા વચ્ચે ઉભેલું શામળાજીનું આ વિષ્ણુ મંદિર માત્ર પથ્થરોનું સ્થાપત્ય નથી, પરંતુ ગુજરાતની અસ્મિતા, સંસ્કૃતિ અને કલાની પરાકાષ્ઠાનો જીવંત દસ્તાવેજ છે. જ્યારે શિલ્પીની છીણી અને હથોડી પથ્થર સાથે સંવાદ કરે છે, ત્યારે કેવું અદભૂત સર્જન થઈ શકે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ પરિસરમાં જોવા મળે છે. પુરાતત્વીય દ્રષ્ટિએ 'દેવની મોરી'ના બૌદ્ધ સ્તૂપોથી માંડીને વૈષ્ણવ સંપ્રદાયના ભવ્ય મંદિરો સુધીનો ઈતિહાસ અહીંની માટીમાં દબાયેલો છે. લોકજીવનમાં જેને 'કાળિયો ઠાકોર' કહીને હૃદયમાં સ્થાન આપ્યું છે, તેવા ભગવાન શામળિયાનું આ ધામ ભક્તિ અને ઈતિહાસના સંગમતીર્થ તરીકે સદીઓથી ભારતના સાંસ્કૃતિક નકશા પર ઝળહળી રહ્યું છે. આ લેખ દ્વારા હું લેખક મયુરકુમાર મિસ્ત્રી સચોટ માહિતી સાથે આપણે આ પ્રાચીન તીર્...

રશ્મિ સુથાર બ્લોગ

(1) નસીબનું લખેલું બધુજ સહન કરવું પડે કારણકે મુશ્કેલી વેચી શકાતી નથી અને શાંતિ ખરીદી શકાતી નથી. એના સામે કોઈનું ચાલે નહીં. એની મુશ્કેલીનો સામનો કરવો પડે. કોઈને દોષ આપી શકતા નથી (2) વિચારો માં પરિવર્તનથી પણ પરિવર્તનથી પૂર્ણ જન્મ થાય છે (3) દુનિયામાં ચાર સ્થાન એવા છે કે કદી ભરાતા નથી. માણસ નું મન , ઈચ્છાઓ, સમુદ્ર અને સ્મશાન ઈચ્છાઓ નો ઘડો...... (4) જેના હાથમાં સૃષ્ટિનું સર્જન કરવાની કળા છે, તેણે પોતાની ઉર્જા વધારવા માટે બહાર જોવાની જરૂર નથી, બસ પોતાની ભીતર રહેલા 'વિશ્વકર્મા' ને જગાડવાની જરૂર છે. (5) ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત કુટુંબના વિશેષ મહત્વનું છે કુટુંબના માધ્યમથી પરિવારના બધા જ સભ્યો પરસ્પર સહયોગ થી આનંદીત જીવન સંભવ છે . (6) જે કરે એ કરે અને જે કરાવે તે કરાવે તો તું કેમ ચિંતા કરે, એક શ્વાસ આપણા વશમાં નથી તો, એ જગાવે છે ને એ સુવડાવે છે ને એ જ કરાવે. જય વિશ્વકર્મા દાદા (7) લાગણીઓમાં હંમેશા ભીનાશ જ હોય છે પણ જ્યારે તેને ગણિત સ્પર્શે એટલે એને  બાષ્પીભવન થવાની પ્રક્રિયા શરૂઆત થઈ જાય છે. (8) જ્યારે આપણા નસીબ રૂપી કપડાના ખિસ્સા ફાટેલા હોય ને સાહેબ.. ત્યારે જ આપણને ખબર પડે ...