Posts

Showing posts from March, 2026

પ્રજાપતિ ત્વષ્ટા પુત્રી કશેરુ

પ્રજાપતિ ત્વષ્ટા પુત્રી કશેરુ શોધ સંકલનકર્તા - મયુરકુમાર મિસ્ત્રી (મોડાસા) પૌરાણિક સાહિત્યમાં ત્વષ્ટાની પુત્રી તરીકે સૌથી વધુ જાણીતું નામ  સંજ્ઞા કે  રાંદલ જે સૂર્યની પત્ની છે. પણ આજે આપણે વાત કરીએ વિશ્વકર્મા ત્વષ્ટાની દિવ્ય પુત્રી વિશે જેનો ઉલ્લેખ વિશિષ્ટ પુરાણો અને પરંપરાઓમાં પ્રજાપતિ ત્વષ્ટાની પુત્રીનું નામ કશેરુ  જોવા મળે છે. તો આજે એના વિશે મહત્ત્વપૂર્ણ શોધ કરીને તમારા સમક્ષ રાખવાનો પ્રયત્ન કરું છું જે અત્યંત પ્રમાણિત અને આધારભૂત હશે. અમુક સ્થાનો પર કશેરુનો ઉલ્લેખ એક અત્યંત સુંદર કન્યા તરીકે થાય છે, જેનો સંબંધ શિલ્પકળા અને દૈવી વંશ સાથે છે.  ભૌગોલિક સંદર્ભ તરીકે નજર કરીએ તો  ભારતીય ભૂગોળ (પુરાણો મુજબ) માં ભારતવર્ષના નવ વિભાગોમાંનો એક વિભાગ ' કશેરુમાન ' તરીકે ઓળખાય છે, જેનું નામકરણ ઘણીવાર આ વંશાવલી સાથે જોડવામાં આવે છે. કશેરુ અને નરકાસુરનો સંબંધ -  પૌરાણિક કથાઓ અનુસાર, પ્રાગજ્યોતિષપુરના અસુર રાજા નરકાસુરે (જે પૃથ્વીનો પુત્ર 'ભૌમાસુર' કહેવાતો હતો) દેવતાઓ અને ઋષિ-મુનિઓની કન્યાઓનું અપહરણ કર્યું હતું. નરકાસુરે કુલ ૧૬,૧૦૦ કન્યાઓને કેદ કરી હતી. આ કન્યા...

મહર્ષિ અથર્વાવંશી સુધન્વા વિશ્વકર્મા

મહર્ષિ અથર્વાવંશી સુધન્વા વિશ્વકર્મા શોધ સંકલન - મયુરકુમાર મિસ્ત્રી (મોડાસા) મહર્ષિ અથર્વા બ્રહ્માના માનસ પુત્ર માનવામાં આવે છે. તેમણે અથર્વવેદનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, તેથી જ આ વેદનું નામ તેમના નામ પરથી પડ્યું છે. તેઓ પ્રથમ એવા ઋષિ હતા જેમણે અગ્નિ પ્રગટાવવાની વિધિ શોધી હતી. મહર્ષિ અથર્વાના પુત્રનું નામ ધિષ્ણુ હતું. પૌરાણિક સંદર્ભોમાં તેમને એક મહાન તપસ્વી અને વેદજ્ઞાતા તરીકે ઓળખવામાં આવે છે. તેઓ અંગિરા ઋષિના વંશ સાથે પણ ગાઢ સંબંધ ધરાવે છે. સુધન્વા વિશ્વકર્મા -  મહર્ષિ ધિષ્ણુના પુત્રનું નામ સુધન્વા હતું. વેદોમાં સુધન્વા અને તેમના ત્રણ પુત્રો - ઋભુ, વિભ્વા અને વાજ વિશે વિસ્તૃત વર્ણન જોવા મળે છે. તેઓ અત્યંત કુશળ શિલ્પકાર અને ધનુર્ધર હતા. મહર્ષિ અથર્વા અને ધિષ્ણુના વંશજ સુધન્વા એ માત્ર એક ઋષિ જ નહીં, પણ એક અદ્વિતીય કર્મયોગી શિલ્પી હતા. તેમનો ઉલ્લેખ ઋગ્વેદના અનેક મંડળોમાં ઋભુઓના પિતા તરીકે અને સ્વયં એક મહાન ધનુર્ધર તરીકે મળે છે. સુધન્વાની સિદ્ધિઓ મુખ્યત્વે ' સ્થપત્ય વેદ'  અને ' ધનુર્વેદ ' સાથે જોડાયેલી છે. સુધન્વાએ દેવતાઓના અશ્વો માટે ગતિશીલ અને આકાશમાં ઉડી શકે તેવા રથ...

ચક્રવર્તી સમ્રાટ ભૌવન વિશ્વકર્મા

ચક્રવર્તી સમ્રાટ ભૌવન વિશ્વકર્મા ભારતીય સનાતન ઇતિહાસના પૃષ્ઠોમાં એવા અનેક મહાપુરુષો થયા છે જેમણે પોતાના શૌર્યથી પૃથ્વી જીતી, પરંતુ ભગવાન વિશ્વકર્માના પુત્ર ભૌવન વિશ્વકર્મા નું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. તેઓ માત્ર એક અજેય યોદ્ધા જ નહોતા, પરંતુ સમસ્ત પૃથ્વીનું દાન કરનારા અદ્વિતીય દાનવીર અને આદર્શ રાજ્ય પ્રણાલીના સ્થાપક હતા. દેવશિલ્પી વિશ્વકર્મા સર્જનહાર છે, જ્યારે તેમના પુત્ર ભૌવન વિશ્વકર્માએ પૃથ્વી પર શાસન કરીને રાજ્ય પ્રણાલી સ્થાપી હતી. ભૌવન એટલે ભુવનનો પુત્ર. શાસ્ત્રોમાં ભગવાન વિશ્વકર્માનું એક નામ ભુવન પણ છે. ભૌવન વિશ્વકર્મા માત્ર દાનવીર નહોતા, પણ તેમણે રાજ્ય પ્રણાલી ના પાયા નાખ્યા હતા. તેમણે કલા, કૌશલ્ય અને વહીવટનો સમન્વય કર્યો હતો. તેમના સમયમાં વિશ્વકર્મા માત્ર એક નામ નહીં પણ એક પદવી અને પરંપરા બની હતી જેણે સમાજને સ્થાપત્ય અને વ્યવસ્થાના સૂત્રો આપ્યા. નિરુક્ત (વૈદિક વ્યાકરણનો ગ્રંથ) - યાસ્ક મુનિ -  સૌથી પ્રાચીન પ્રમાણ યાસ્ક મુનિના નિરુક્ત માં મળે છે, જે વેદોના અર્થ સમજવા માટેનો પાયાનો ગ્રંથ છે. ત્યાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે: "વિશ્વકર્મા ભૌવનઃ" (અર્થાત્: વિશ્...