રશ્મિ સુથાર બ્લોગ
(1) નસીબનું લખેલું બધુજ સહન કરવું પડે કારણકે મુશ્કેલી વેચી શકાતી નથી અને શાંતિ ખરીદી શકાતી નથી. એના સામે કોઈનું ચાલે નહીં. એની મુશ્કેલીનો સામનો કરવો પડે. કોઈને દોષ આપી શકતા નથી
(2) વિચારો માં પરિવર્તનથી પણ પરિવર્તનથી પૂર્ણ જન્મ થાય છે
(3) દુનિયામાં ચાર સ્થાન એવા છે કે કદી ભરાતા નથી. માણસ નું મન , ઈચ્છાઓ, સમુદ્ર અને સ્મશાન ઈચ્છાઓ નો ઘડો......
(4) જેના હાથમાં સૃષ્ટિનું સર્જન કરવાની કળા છે, તેણે પોતાની ઉર્જા વધારવા માટે બહાર જોવાની જરૂર નથી, બસ પોતાની ભીતર રહેલા 'વિશ્વકર્મા' ને જગાડવાની જરૂર છે.
(5) ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત કુટુંબના વિશેષ મહત્વનું છે કુટુંબના માધ્યમથી પરિવારના બધા જ સભ્યો પરસ્પર સહયોગ થી આનંદીત જીવન સંભવ છે .
(6) જે કરે એ કરે અને જે કરાવે તે કરાવે તો તું કેમ ચિંતા કરે, એક શ્વાસ આપણા વશમાં નથી તો, એ જગાવે છે ને એ સુવડાવે છે ને એ જ કરાવે. જય વિશ્વકર્મા દાદા
(7) લાગણીઓમાં હંમેશા ભીનાશ જ હોય છે પણ જ્યારે તેને ગણિત સ્પર્શે એટલે એને બાષ્પીભવન થવાની પ્રક્રિયા શરૂઆત થઈ જાય છે.
(8) જ્યારે આપણા નસીબ રૂપી કપડાના ખિસ્સા ફાટેલા હોય ને સાહેબ.. ત્યારે જ આપણને ખબર પડે કે ક્યાં સંબંધની સિલાઈ મજબૂત છે. જય વિશ્વકર્મા
(9) ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે પણ, ભગવાન અને સત્યનો ભરોસો ક્યારેય ન છોડવો.
(10) સહનશક્તિ કરવું એ જીવનમાં ખૂબ જરૂરી છે, ક્યારેક તાકાત અને ક્યારેક જતું કરવું ખૂબ જ અઘરું છે જય વિશ્વકર્મા દાદા
(11) સવારની ચા ધીમે ધીમે પીએ તો સ્વાદ આવે એવું જીવન, ને ઉતાવળ થી પીએ તો બળી જઈએ આવો જીવન છે
(12) જીવનમાં તસ્વીર માં સાથે રહેવાથી માત્ર એક પળ યાદગાર બને છે જ્યારે તકલીફ માં સાથે રહેવાથી સમજવાથી જીવન યાદ ગાર બને છે જય વિશ્વકર્મા
(13) સહેજ ભીની ને સહેજ કોરી હોય છે,
લાગણી તો ચંચળ કોઈ છોરી હોય છે,
આભમાં રંગીન પતંગો તો સૌને મળે,
પણ નસીબદાર પાસે જ સ્નેહની દોરી હોય છે.
(14) અભિમાન વગરની વાણી,
હેત વગરનો પ્રેમ,
અપેક્ષા વગરની કાળજી અને સ્વાર્થ વગરનો સંબંધ.
એ જ સાચી જ પ્રાર્થના છે.
(15) સાચી દિશા અને સાચા સમયનું જ્ઞાન ના હોય ઉગતો સૂરજ પણ આપણને આથમતો દેખાય છે.
(16) સારા માણસોની શોધવા જઈશું તો થાકી જઈશું, જો માણસમાં સારા ગુણ તેમ સારા પણ જોવા જશો તો ફાવી જશો
(17) થાય એટલું કામ કરીએ અને કરીએ એટલું કામ થાય! જેને સમજાય એને પ્રગતિ થાય જય વિશ્વકર્મા
(18) પાંચ કલાકની પાર્ટીમાં ક્યારેક મજા પણ ન આવે, પણ પાંચ સેકન્ડ હાથ પર બેઠેલું પતંગિયું દિલમાં રંગ ભરી જાય છે.
(19) જો ભમરો ફૂલ પાસે ન જતો હોય, તો ક્યાંક તો ફૂલની સુગંધમાં ખામી છે અથવા ભમરના પ્રેમમાં કોઈ ઉણપ છે.
જો સાચો પ્રેમ કે આકર્ષણ લાગ્યું હોત, તો તે વહેલી સવારના પ્રભાત જેવું નિર્મળ અને ચોક્કસ હોત.
(20) સબંધ અને ભરોસો બે મિત્ર છે,
સબંધ રાખો કે ના રાખો.
પણ ભરોસો જરૂર રાખજો,
જો ભરોસો હોય ત્યાં સંબંધ આપમેળે બની જાય છે.
(21) માણસ અને સંતોષ બન્ને એકલા હોય છે,
સફળતામાં દુનિયા તેની સાથે હોય છે,
જે લોકો તેના ભરોશે છે તે એક દિવસ ઇતિહાસ રચે છે.
(22) વિચારો સારા હોય તો બધું સારું દેખાય છે જય વિશ્વકર્મા
(23) છીએ એના કરતાં ઓછા દુઃખી થવાની કળા અને હોઈએ એના કરતાં, વધુ સુખી હોવાની અનુભૂતિ એટલે. "સ્વભાવનું મેનેજમેન્ટ".
(24) મુસાફર કાલે પણ હતો,
મુસાફર આજે પણ છું,
કાલે પોતાનાની શોધ માં હતો,
આજે પોતાની શોધ માં છું.
(25) સમય સારો હોય કે ખરાબ એતો વીતી જાય છે,પણ વાતો, વ્યવહાર ,વ્યક્તિ યાદ રહી જાય છે.
(26) લાગણી ના સંબંધ સાચવા હોય માળી બનવું પડે.
(27) મોરપિચ્છ મળે કે, વાંસળી મળે, કેમ ઝંખના ક્યાં એવી કરું કે બસ માધવ મળે.
(28) જેમની હાજરીનું વજન ના લાગે એમનું નામ સ્વજન.
(29) જીવન નદીના પ્રવાહ જેવું છે.
ક્યારેક-શાંત, ક્યારેક તોફાની પણ ક્યારેક અટકતું નથી.
દરેક સવાર એક નવો અનુભવ લઈને આવે છે .
(30) પીઠ હંમેશા મજબૂત રાખવી કેમ કે, શાબાશી અને દગો પીઠ પાછળ જ મળે છે..!
(31) દરેક સવાર એક નવી શરૂઆત લાવે છે માટે ગઈકાલની ચિંતા છોડી આજની લાગણી પર વિશ્ર્વાસ રાખો..!
એટલે કહેવાય છે કે.... પીઠ હંમેશા મજબૂત રાખવી કેમ કે, શાબાશી અને દગો પીઠ પાછળ જ મળે છે..!
(32) તમારો કિંમતી સમય તમારી સાથે વિતાવશે છે, સમય સાથે ચાલવાથી સમયને અનુકૂળ મળે છે
(33) નકારાત્મક વિચાર પંચર પડેલા ટાયર જેવો હોય છે, જ્યાં સુધી તેને બદલો નહીં ત્યાં સુધી તમે ક્યાંય પહોંચી શકતા નથી.
(34) વેલેન્ટાઈન સુવિચાર
પ્રેમ એ નજરનો સ્પર્શ છે,
જે શબ્દ વગર પણ બધું કહી જાય.
હૃદયને શાંતિ મળે જ્યાં,
એ જ સાચો પ્રેમનો સરનામો છે.
પ્રેમ ક્યારેય પૂર્ણ નથી હોતો,
તે દરરોજ થોડો વધુ સુંદર બને છે.સાચો પ્રેમ સમય નથી માગતો,
તે તો માત્ર સચ્ચાઈ માગે છે.
પ્રેમ એ યાદોમાં નહીં,
પણ દરેક પળમાં જીવાતી લાગણી છે.કોઈ ખાસ વ્યક્તિ સાથે શાંત રહી શકાય,
એ જ પ્રેમની સૌથી મીઠી ભાષા છે
(35) “શિવરાત્રી માત્ર ઉપવાસ નહીં, પણ અંદરના અહંકારને વિસર્જિત કરવાનો પવિત્ર અવસર છે.”
“મૌન મનમાં જયારે શિવનો સ્મરણ થાય, ત્યારે આત્મા શાંતિનો સાગર બની જાય.”
“શિવરાત્રી આપણને શીખવે છેવિનાશ પછી જ સર્જનનો સૂર્ય ઉગે છે.”
“શિવમાં સમર્પણ એટલે જીવનના દરેક ભયમાંથી મુક્તિ.”
“શિવરાત્રી એ આત્માને પ્રકાશિત કરવાની રાત છે, જ્યાં અંધકાર પણ ધ્યાનમાં વિલીન થઈ જાય.”
“જ્યારે મન શિવમય બને, ત્યારે જીવનનો દરેક ક્ષણ પ્રસાદ સમાન લાગે.”
“શિવરાત્રી આપણને યાદ અપાવે છે — સાચી શક્તિ શાંતિ અને સમતામાં વસે છે.”
“શિવનો માર્ગ કઠિન હોઈ શકે, પણ અંતે તે મુક્તિ સુધી પહોંચાડે છે.”
“ભક્તિ એ દીવો છે… અને શિવરાત્રી એ દીવાના પ્રકાશમાં આત્માને ઓળખવાનો પવિત્ર ક્ષણ. મહાશિવરાત્રી ની શુભકામનાઓ.
(36) લાગણી થી બંધાયેલા હોય એજ પાછા આવે છે ,એ પછી પક્ષી હોય કે મનુષ્ય હોય.
(37) એક વ્યક્તિ જે પોતાના નિયત્રણ કરી શકે ,તે બધું કરી શકે.
(38)
(1) સબંધોમાં આવતી કડવાશ
વાત કરીએ આજે સંબંધોમાં આવતી કડવાશ જેના મૂળિયાં પરિવાર અને સમાજ સાથે સંકળાયેલા છે. આપણે સહપરિવારમાં રહેતા નાના મોટા સભ્યોને લાગણીઓથી ભાવ અને લાગણીઓને બાંધીને સંતુલન શાંતિ ને અપેક્ષા રાખ્યા વગર રહીએ છીએ ત્યારે કંકાસ થતો નથી અને જ્યારે એના વિરુદ્ધમાં જાય તો વિકાર કે કંકાશ થવાની શક્યતા રહે છે. ભવિષ્યમાં ઘરમાં વડીલનું જોઈને નાના બાળકો શીખે છે. એક જ પરિવારમાં રહેનાર સદસ્યોની વચ્ચે થનાર પરસ્પરી સંવાદ મધુર અને શિષ્ટ હોવી જોઈએ કે કોઈ વાત વિવાદ વગર પરિવાર ના ભાઈચારાનો સંચાર થઈ શકતો નથી. સંતાનો માતા-પિતાના આજ્ઞાનું પાલન કરવાવાળા હોય, પતિ પત્ની શાંતિપૂર્વક મધુર વાણી બોલનાર હોય, બહેન બહેન એકબીજાની ઈર્ષા ન કરે, ભાઈ ભાઈ પરસ્પર દ્વેષ ન કરતા હોય, વાણી અને નમ્રતાથી તેમજ સહનશક્તિ પરિવારને કંકાશમાંથી ત્યારે જ બચાવી શકીએ છીએ. જે ઘરમાં લાગણીઓનું માન રાખવામાં આવે , તો તણાવ તેમજ માનસિક રીતે ધીમે ધીમે લાગે છે, પોતે સાબિત કરતા એકબીજાને સમજવાનો પ્રયત્ન કરશો તો સબંધો માં કડવાસ ઓછી થવા લાગશે. ઘરમાં પરિવારમાં સભ્યોની મનની વાત તેમજ લાગણીઓ સમજવાની પ્રયત્ન કરવો જોઈએ. તેમની વાત સાંભળીને પછી જવાબ આપવો જોઈએ જેથી કરીને પરિવારમાં થતા તકરાર થતા નથી. સંબંધોમાં કડક શબ્દો કે એવા કોઈ શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ. જેથી કરીને કોઈને દુઃખ ન થાય, સામેવાળી વ્યક્તિની દુઃખ સમજવાની કોશિશ કરવી જોઈએ જેથી કરીને પરિવાર ઘર એક મંદિર બની જાય છે. સંબંધમાં મારું તારું કે ન કરવું જોઈએ બધું આપણું જ છે એમ સમજવું એમ સમજીને રહેશો તો ક્યારેય કંકાસ નહીં થાય, મોટે અવાજથી તેમજ અહંકાર ન કરવો જોઈએ. બને ત્યાં સુધી મદદ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેથી કરીને એકબીજાના સહકાર મળી શકે. વિશ્વના અનેક દેશોમાં જ્યાં પરિવારો વિખરાઈ ગયા છે ત્યાં પણ પરિવાર સસ્તા ને પુનર્જીવિત કરવાનો પ્રયાસ તેજ બની રહ્યો છે.
અંતે એટલું જરૂર કહીશ કે તમારા સંબંધો જો પોચી ધાતુની ચાવીના છે તો સામે જે સંબંધોનું તાળું પણ નમ્રતાની ધાતુથી બનેલ છે.
લેખિકા - રશ્મિ સુથાર
(2) પતંગ ઉત્સવની સમાજ પર અસર
પતંગ ઉત્સવ એટલે મકરસંક્રાંતિ અને હજુ એક બીજું નામ ઉત્તરાયણ જેનું નામ સાંભળીને દરેક પેઢીના યુવાનો ખૂબ ઉત્સાહ માં આવી જતાં હોય છે. પતંગ ઉત્સવ સમાજ માટે બહુ મહત્વનો તહેવાર છે. પતંગ ઉત્સવ સ્થાનિક રીતે નાના વેપારીઓને પર લાભકારક થાય છે. પતંગ, દોરા, ફીરકી, મીઠાઈ, ખાણી પીણી ના ધંધા પણ ખૂબ વધારે થાય છે, જેના કારણે રોજગાર સર્જાય છે, પણ તેની સાથે સાથે સમાજમાં જાગૃતતા પણ એટલી જ જરૂરી છે. જેમ કે પક્ષીઓની સુરક્ષા માટે સુરક્ષિત દોરાઓ ઉપયોગ અને અવાજ પ્રદૂષણ ન થાય તે બાબતે ધ્યાન રાખવું જોઈએ. તેમજ સમાજ દ્વારા જવાબદારી પૂર્વક ઉજવાયેલો પતંગ ઉત્સવ આનંદ સાથે સંસ્કાર પણ આપે છે. પતંગ ઉત્સવ સમાજમાં સંસ્કૃતિ અને એકતા આપે છે. પતંગ ઉત્સવ દરમિયાન પરિવારજનો સાથે સમય પસાર કરવાની પરંપરા મજબૂત બને છે. મોબાઇલ કે દૈનિક કામમાંથી મુક્તી મળે છે, જેથી કરીને એકબીજા સાથે સાચા અર્થમાં ઉતરાયણ જેવો પ્રસંગ હર્ષોલ્લાસથી માણી શકાય છે. તેમજ સલામતી પર્યાવરણ સંરક્ષણ અને માનવતા વિશે સમાજ વધુ જવાબદાર બને છે. માનસિક શાંતિ અને શારીરિક તાજગી માટે સમાજમાં સહનશીલતાની ફરજ અને ટીમવર્ક બન્ને જાગૃત બનાવે છે. સુરક્ષિત રીતે મેદાન નક્કી કરીને ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવાની સ્પર્ધા તેમજ આવા પ્રસંગ પ્રયોગોથી ઉતરાયણનો તહેવાર ભવ્ય બનાવે છે. પતંગ ઉત્સવ સમાજ માટે બહુ મહત્વનો તહેવાર છે.
સાથે એક અગત્યની વાત કરીએ તો સમાજના લોકો તેમજ પરિવારજનો જરૂરી મંદ લોકોને કપડાં, જમવાનું તેમજ પતંગ જેવી વસ્તુ આપે છે, તેમને ઘરે બેસાડીને જમાડીને દાન દક્ષિણા આપે છે, તેમને ખુશ કરે છે, તેમજ કપડા આપે છે, અને ઘરે બનાવેલા લાડુ, મમરા, ચીકી તેમજ અન્ય વસ્તુ આપીને દાન પુણ્ય કરે છે. એક ખાસ વાત કે પતંગ આપણને એક શીખ આપે છે કે પતંગ પકડવા કોઈ લાકડી કે લોખંડ પાઇપનો ઉપયોગ ન કરવો જોઈએ. જેથી કરીને તમને શારીરિક નુકસાન પહોંચે અને તકલીફ ઉભી થઈ શકે છે. તેમજ અમુક શોખીન લોકો દ્વારા ચાઈના દોરી તેમજ પાકી દોરી વાપરવાની સલાહ આપવામાં આવે છે પણ એ મોજ બીજા જીવ અને મનુષ્ય ને જીવલેણ સાબિત થાય છે. પતંગ પકડવાની ના પાડવામાં આવે છે એનું કારણ એજ છે કે પતંગ ઉત્સવ એ આજની યુવા પેઢી ને મોજ માટેનો તહેવાર છે પરંતુ તે ખરેખર ધાર્મિક દૃષ્ટિએ મંદિરમાં દાન તેમજ બ્રાહ્મણ દક્ષિણા આપવી અને ભગવાનના દર્શન માટેનો ખૂબ ઉત્તમ દિવસ કહેવાય છે.
પતંગ ઉત્સવની સાથે સાથે પક્ષીઓ માટેના પીવાના પાણીના કુંડા રાખવા જોઈએ. તેમજ ઇજા સમયે કામ આવી શકે તેવી દવા અને પાટા ની સગવડ કરવી જોઈએ. પક્ષીને દોરી તેના પગમાં તેમજ તેની પાંખોમાં ના ફસાય તેવી સલામતી માટે કાળજી રાખવી જોઈએ. પાણીના કુંડા રાખવા જોઈએ. ચકલાના દાણા નાખવા જોઈએ. જેથી કરીને તે હવામાં ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ના જાય અને પતંગની દોરીથી તેઓ સલામત એક જગ્યાએ જળવાઈ રહે. તેમજ ગાય , કુતરા તેમને પણ પગ અને શિંગડામાંથી દોરી ફસાય નહીં તે માટે લોકોને જાગૃત રહેવા અપીલ કરી કહેવું કે દોરી એક બાજુ ભેગી કરવી જેથી કરીને મૂંગા પ્રાણીઓને ઇજા ન થાય, તે દિવસે મૂંગા પ્રાણીઓને રોટલી તેમજ પક્ષીઓને ચણની સગવડ કરવી જોઈએ એ દિવસે ગરીબને જમવાનું તેમજ દાન પુણ્ય કરવું જોઈએ.
આ ઉત્સવ દ્વારા લોકો આનંદ, એકતા અને ઉત્સવ ઉમંગના લીધે પરિવાર મિત્રો અને પાડોશી મિત્રો સાથે મળીને પતંગ ચગાવવાથી સામાજિક સંબંધો મજબૂત બનાવે છે. અલગ અલગ વયના તેમજ અલગ અલગ જાતિના લોકો એક સમાન માનીને એક જૂથ પર ભેગા થાય છે, જેના કારણે મતભેદ રહેતો નથી. આ રીતે પતંગ ઉત્સવ સમાજના ભાવનાત્મક અને ભૌતિક સંબંધને મજબૂત કરે છે. જેના કારણે આવનારી પેઢી તેમજ નાના મોટા લોકો પતંગ ઉત્સવ મનાવી શકે છે.
-રશ્મિ સુથાર
(3) સબંધોમાં આવતી કડવાશ
વાત કરીએ આજે સંબંધોમાં આવતી કડવાશ જેના મૂળિયાં પરિવાર અને સમાજ સાથે સંકળાયેલા છે. આપણે સહપરિવારમાં રહેતા નાના મોટા સભ્યોને લાગણીઓથી ભાવ અને લાગણીઓને બાંધીને સંતુલન શાંતિ ને અપેક્ષા રાખ્યા વગર રહીએ છીએ ત્યારે કંકાસ થતો નથી અને જ્યારે એના વિરુદ્ધમાં જાય તો વિકાર કે કંકાશ થવાની શક્યતા રહે છે. ભવિષ્યમાં ઘરમાં વડીલનું જોઈને નાના બાળકો શીખે છે. એક જ પરિવારમાં રહેનાર સદસ્યોની વચ્ચે થનાર પરસ્પરી સંવાદ મધુર અને શિષ્ટ હોવી જોઈએ કે કોઈ વાત વિવાદ વગર પરિવાર ના ભાઈચારાનો સંચાર થઈ શકતો નથી. સંતાનો માતા-પિતાના આજ્ઞાનું પાલન કરવાવાળા હોય, પતિ પત્ની શાંતિપૂર્વક મધુર વાણી બોલનાર હોય, બહેન બહેન એકબીજાની ઈર્ષા ન કરે, ભાઈ ભાઈ પરસ્પર દ્વેષ ન કરતા હોય, વાણી અને નમ્રતાથી તેમજ સહનશક્તિ પરિવારને કંકાશમાંથી ત્યારે જ બચાવી શકીએ છીએ. જે ઘરમાં લાગણીઓનું માન રાખવામાં આવે , તો તણાવ તેમજ માનસિક રીતે ધીમે ધીમે લાગે છે, પોતે સાબિત કરતા એકબીજાને સમજવાનો પ્રયત્ન કરશો તો સબંધો માં કડવાસ ઓછી થવા લાગશે. ઘરમાં પરિવારમાં સભ્યોની મનની વાત તેમજ લાગણીઓ સમજવાની પ્રયત્ન કરવો જોઈએ. તેમની વાત સાંભળીને પછી જવાબ આપવો જોઈએ જેથી કરીને પરિવારમાં થતા તકરાર થતા નથી. સંબંધોમાં કડક શબ્દો કે એવા કોઈ શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ. જેથી કરીને કોઈને દુઃખ ન થાય, સામેવાળી વ્યક્તિની દુઃખ સમજવાની કોશિશ કરવી જોઈએ જેથી કરીને પરિવાર ઘર એક મંદિર બની જાય છે. સંબંધમાં મારું તારું કે ન કરવું જોઈએ બધું આપણું જ છે એમ સમજવું એમ સમજીને રહેશો તો ક્યારેય કંકાસ નહીં થાય, મોટે અવાજથી તેમજ અહંકાર ન કરવો જોઈએ. બને ત્યાં સુધી મદદ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેથી કરીને એકબીજાના સહકાર મળી શકે. વિશ્વના અનેક દેશોમાં જ્યાં પરિવારો વિખરાઈ ગયા છે ત્યાં પણ પરિવાર સસ્તા ને પુનર્જીવિત કરવાનો પ્રયાસ તેજ બની રહ્યો છે.
અંતે એટલું જરૂર કહીશ કે તમારા સંબંધો જો પોચી ધાતુની ચાવીના છે તો સામે જે સંબંધોનું તાળું પણ નમ્રતાની ધાતુથી બનેલ છે.
લેખિકા - રશ્મિ સુથાર
(4) ભક્તિ અને શક્તિ સ્ત્રી માં રહેલું દેવી તત્વ
સ્ત્રી સર્જનશક્તિ અને પાલન શક્તિ માટેની વાત શરૂઆત માં કરું તો સ્ત્રીની સર્જનશક્તિ પ્રકૃતિની સૌથી અદ્ભુત અને પવિત્ર શક્તિ ગણાય છે. સ્ત્રી માત્ર જીવનને જન્મ આપે છે એટલું જ નહીં જીવનને ઘડે પણ છે, પોસે છે અને સંસ્કારોથી સમૃદ્ધ બનાવે છે. એના હૃદયમાં કરુણા, ધીરજ અને પ્રેમ અખૂટ સાગર જેવું વસેલું હોય છે. તેની વિચારધારાના મૂલ્યો અને સ્વભાવને તે પોતે જ આકાર આપે છે. ધરતીના બીજને ફળદ્રુપ બનાવે તે રીતે જીવનને માનવતાથી ખીલવે છે. સ્ત્રી માત્ર માનવ નથી તે પ્રકૃતિનું જીવન સ્વરૂપ છે. તેના અંદર ભક્તિની શાંતિ અને શક્તિનો અજોડ સંગમ જોવા મળે છે. પવિત્ર અને માતૃત્વ જીવનની સૌથી મોટી ભેટ છે. બાળકને માત્ર જન્મ નહીં પરંતુ પ્રેમ સંસ્કાર અને સન્માન આપવું તેની તે પાલન શક્તિ છે. સ્ત્રીના હ્રદયમાં કરુણા ક્ષમા અને ત્યાગ વસે છે. આ તેને સામાન્ય માનવથી ઉચ્ચ સ્થાન આપે છે. માતા જેમ બાળકને પણ ખવડાવે જ નહીં, પ્રેમ અને સ્નેહ સંસ્કાર આપે છે તેમ સ્ત્રીની પાલન શક્તિ માણસ માટે સલામત ભાવનાઓ અને આત્મવિશ્વાસ તે પણ પરે છે. ઘર પરિવારમાં શક્તિ જાળવવી, મુશ્કેલીમાં ધીરજ રાખવી, તૂટતા સંબંધોને પ્રેમથી જોડવા અને નિરાશામાં આશાનો દીવો પ્રગટાવો આ બધી શક્તિ પાલનહારી શક્તિનું પ્રતીક છે. સ્ત્રી એ શક્તિ, કરુણા, ક્ષમા અને ધીરજથી ભરપૂર હોય સમાજને મમતા અને માનવની જીવંત રાખે છે. ભક્તિ સ્ત્રીને આંતરિક શક્તિ અને આધ્યાત્મિક ઊંચાઈ આપે છે. તેના હૃદયમાં હમેશ માટે કરુણા, ક્ષમા અને ત્યાગ વસે છે. આ ગુણો તેને સામાન્ય માનવીથી પણ ઉચ્ચ સ્થાન આપે છે. જેમ સરસ્વતી જ્ઞાનનું પ્રતીક, લક્ષ્મીજી સમૃદ્ધિનું પ્રતીક અને દુર્ગા શક્તિનું પ્રતીક છે. તેમ દરેક સ્ત્રીમાં આ ત્રણેય શક્તિનો સૂક્ષ્મ સૂક્ષ્મ રીતે વસવાટ પૂર્ણ હોય છે. એક માતા પોતાના બાળકને શરીરથી જન્મ આપે છે, પરંતુ તેને વિચારધારા, મૂલ્યો અને સ્વભાવને પણ તે જ આકાર આપે છે. સ્ત્રી સંપૂર્ણ રીતે જીવનને માનવતાથી ખીલાવે છે.
આધ્યામિક માર્ગે સ્ત્રી ની સહજ શાંતિ અને શક્તિની શોધ તરફ વાત કરીએ તો સ્ત્રી માં રહેલી ભક્તિ તેને સત્ય, ધર્મ અને સદાચારના માર્ગ પર અડગ રીતે ચાલવાની પ્રેરણા આપે છે, પરિવાર અને સમાજને બંનેને સકારાત્મક પરિવર્તન લાવે છે. સ્ત્રીમાં શક્તિનો એક અંશ એ છે, તેની સહનશક્તિ અને મુશ્કેલીની પરિસ્થિતિમાં પણ તે પાછળ પડતી નથી. પણ પોતાના હ્યદયની પરિસ્થિતિ સંભાળી લે છે. તેની અંદર રહેલી શક્તિ દુર્ગા સ્વરૂપે યાદ કરાવે છે. કોઈપણ સંજોગે તે ખોટું તેમજ અન્યાય સાથે ઉભી રહેવાની હિંમત રાખે છે.
આધ્યાત્મિક દ્રષ્ટિએ તેનું મન કરુણાભર અને શાંતિના ગુણો તેમજ લોકોના વચ્ચે પ્રેમ, સમજૂતી અને એકતા ફેલાવવાનું બળ આપે છે. તેનું માન ઘર સુધી નહીં પણ સમાજ નિર્માણમાં અગત્યની ભૂમિકા ભજવે છે.
સ્ત્રી માં નવું જીવન આપવાની ક્ષમતા એ સ્ત્રી માટે અગત્યનું પાસું છે. સ્ત્રીનું માતૃત્વ સૌથી મહાન શક્તિ ગણાય છે. જ્યારે બાળકને જન્મ આપવો તેમજ તેને સંભાળવું, સંસ્કાર આપવા અને જીવનની શરૂઆતમાં માર્ગદર્શન આપવું એ માતા બનીને નિભાવે છે. તેના પાલક સ્વભાવને દર્શાવે છે. તેમજ સ્ત્રીની અવિરત પ્રક્રિયાનો આધાર માત્ર શારીરિક પ્રક્રિયા નથી, તેમજ તેમાં ભાવના, સહનશક્તિ અને અપાર પ્રેમ સાથે જોડાયેલ છે, બાળકને માત્ર જન્મ જ નહીં પરંતુ પ્રેમ, સંસ્કાર અને સંભાળ આપવી એ પાલન શક્તિ છે. તેમજ બાળકના સાથે જોડાયેલ કોઈપણ પરિસ્થિતિને તે સામનો કરી શકે છે. એકમાંથી એક જીવ અને તેમાં થી બીજો જીવ આપવો એ કુદરતી રીતે સાચી વાત છે. પણ એ માતૃત્વ સ્ત્રીની મહાન શક્તિ ગણાય છે. તેથી ભગવાન પણ તેમને ઊંચુ સ્થાન આપેલ છે.
સ્ત્રી પોતાના અંતરમાં જીવનનું બીજ ધારણ કરે છે તેમજ તેને પ્રેમ સંભાળ અને સહનશક્તિ થી પહોંચે છે તે માતા નવ મહિના સુધી બાળકનું ફક્ત જતન નહીં, પણ આશા, લાગણી અને ભવિષ્યનું પણ લાલનપાલન કરે છે. તેમજ સહન કરીને હિંમત આપે છે. તે જાણે છે તેની પીડા પાછળ તેનું એક નવું જીવન શરૂ કરવાની આશા છુપાયેલી છે. સ્ત્રી પોતાના અંતરમાં જીવનનું ગીત ધારણ કરે છે. એ તો એક દેવી ચમત્કાર સમાન છે. તેમજ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે માતા અનસુયાને મહાન ગણીને તેમને પ્રણામ કર્યા હતા તેવા ગ્રંથોમાં પુરાવા છે.
મીરાબાઈ કૃષ્ણની પરમ ભક્ત હતી. મીરાબાઈની ભક્તિ જોઈને લોકો તેમની મશ્કરી કરતા ઉડાવતા છતાં પણ તેમને પોતાની ભક્તિ જરાય છોડી નહીં. એમના ભજનમાં પ્રેમ સમર્પણ અને આધ્યાત્મિકતામાં તીવ્રતા દેખાય છે. મીરાંબાઈની ભક્તિમાં સાચો પ્રેમ ઈશ્વર સાથે હતો. જેથી કરીને દુનિયા કઈ કરી શકતી ન હતી. મીરાબાઈ રાજમહેલમાં જન્મેલી હોવા છતાં તેમણે વૈભવ છોડીને ભક્તિનો માર્ગ અપનાવ્યો. મીરાબાઈ નો પ્રેમ કૃષ્ણ હતો. એવી જ રીતે શબરીની ભક્તિ નિર્દોષ ભાવની હતી. જેથી કરીને તે રોજ રામની રાહ જોતા. રાહ જોતા જોતા વૃદ્ધ થઈ ગયા પણ મનમાં એક જ આશા હતી કે રામ આવશે. તેમણે વિશ્વાસ છોડ્યો નહીં. જ્યારે ત્યાં રામ આવ્યા ત્યારે બોર ચાખીને અલગ મુકેલા ક્યાંક રામના મોઢે કડવા કે ખાટા બોર ના આવે. પછી તેમણે મીઠા બોર અર્પણ કર્યા. આ ઘટનાથી સમજાય છે કે ઈશ્વર એ ભાવના ના નહીં હદયની શુદ્ધિ ભક્તિ પ્રિય હોય છે. તેમજ સરસ્વતી, લક્ષ્મી, દુર્ગા ત્રણેય સ્ત્રી તત્વ. સરસ્વતી જ્ઞાન, કલા અને બુદ્ધિનું પ્રતીક છે. ભાષા, સંગીત વિચાર, શિક્ષણ અને શક્તિ નો કૃપાવિધ છે. મન પ્રકાશિત કરે છે. માત્ર ધન નહીં પરંતુ સંતુલન સોભાગ્ય અને સકારાત્મક પણ લક્ષ્મી તત્વ આપે છે. જ્યારે દુર્ગા સ્વરક્ષણ અને અન્યાય સામે ઊભા રહેવા માટે શક્તિનું પ્રતીક છે. જેથી કરીને સ્ત્રીને પાલન અને રક્ષણ સમજાઈ તે રૂપે માન આપવામાં આવે છે.
ભક્તિ માત્ર ભાવના નથી તે આત્માને શુદ્ધ કરવાની પ્રક્રિયા છે. ભક્તિ માણસને અહંકારથી દૂર રાખે છે સમભાવનો ભાવ સાથે ત્યારે શીખવવાની તૈયારી જન્મે છે. આટલી ભક્તિ જ્ઞાન સુધી પહોંચવાનો માર્ગ બને છે. જ્યારે હદયથી ભક્તિ ભરાય છે. ત્યારે મન શાંત બને છે, ત્યારે મનમાં સાચું જ્ઞાન ઉતરે છે. આ પ્રકાશ જ્ઞાન છે એટલે ભક્તિથી કરેલી આરાધના એ જ્ઞાન ખોલે છે.
સ્ત્રી માં રહેલી ક્ષમા અને કરુણા એ દરેક સ્ત્રીનું અંગ છે. સ્ત્રીની હૃદયમાં સૂરજ રીતે ક્ષમા અને કરુણાના ગુણ વસે છે. તે સંબંધોને તોડવા કરતા જોડવાનું વધુ મહત્વ આપે છે. કોઈ ભૂલ થાય તો તેને સમજ સાથે માફ કરવાની તેની ભાવના પરિવારમાં શાંતિ મેળવે છે. માતા, બહેન મિત્ર તરીકે સ્ત્રીએ સ્વભાવ સમાજમાં મમતા અને માનવતાની વધારતી જોવા મળે છે. ક્ષમા બંને મનને હળવું બનાવે છે.
સ્ત્રી ને આવનારી પરિસ્થિતિનો અણસાર આવી જવો એ કોઈ નાની વાત નથી. તેને વાતાવરણ અનુસાર લોકોના વર્તન અને પરિસ્થિતિના ફેરફારો ઝડપથી અનુભવી લે છે. આ કારણે ઘણી વખત તેને આવનારી સ્થિતિનો અંદાજ પહેલા જ આવી જાય છે. માતૃત્વના સભ્યોની લાગણીઓ, જરૂરિયાતો અને સંભવિત મુશ્કેલીઓનો તે પહેલાં વિચાર કરે છે.
સમાજમાં અયોગ્યતા, અન્યાય, અંધશ્રદ્ધા ના ભેદભાવ જેવા દુષણો જોવા મળે છે, જેથી કરીને તેનો સામે અવાજ ઉઠાવવાની સાચી શક્તિનું પ્રતીક છે, સ્ત્રી જ્યારે શિક્ષણ, આત્મવિશ્વાસથી ભરેલી અને જાગૃત બને છે ત્યારે તે માત્ર પોતાનું જ નહીં તો બીજાનું વિચારે છે. અને સમાજનું ભલું કરે છે. અન્યાય સામે ઊભી રહીને હિંમત અને દમ માટે લડવાનું સંકલ્પ કરે છે. સમાજને સારો માર્ગ બતાવે છે. સ્ત્રીની શક્તિ માત્ર સહનશીલતા નથી તે પણ યોગ્ય સમયે હિંમત આપે છે. સમાજમાં ખોટા વાદ વિવાદ સામે લડવું એ જ સાચી ભક્તિ અને જાગૃતતા છે.
-રશ્મિ સુથાર
(5) શૂન્યમાંથી સર્જન - સ્ત્રીના આત્મવિશ્વાસની વિજયગાથા
શૂન્યમાંથી સર્જન એટલે માત્ર ખાલી હોવું કે પાસે કશું ન હોવું એવું નથી, પરંતુ એ એક એવી સર્જનાત્મક શક્તિ છે જે વિચાર, કલ્પના, સહનશક્તિ અને હિંમતનું પ્રતીક છે. જ્યારે વ્યક્તિ પોતાનો આત્મવિશ્વાસ જાળવી રાખે છે, ત્યારે બહારની તમામ મર્યાદાઓ નાની પડે છે. સમાજ ભલે તેને શંકાની નજરે જુએ, પરંતુ તેનો મક્કમ આત્મવિશ્વાસ તેને ફરી બેઠો કરે છે. આત્મવિશ્વાસ એ સૌથી મોટી મૂડી છે; તે અભાવની વચ્ચે પણ દિલની દોલત ગુમાવવા દેતો નથી.
ઘરમાં સાધનો ઓછા હોય અને તકલીફો વધુ હોવા છતાં, જે બીજાના દુઃખને સમજે છે અને સાંભળે છે, તે જ સાચી માનવતા છે. એક સ્ત્રી માટે માનવતા એ પૈસા કરતાં મોટી વાત છે. જ્યારે વ્યક્તિ પાસે સુવિધાઓ અને ટેકો હોવા છતાં આત્મવિશ્વાસ ન હોય, તો તે શૂન્ય સમાન છે. સાધનો, પૈસા કે ઓળખાણ લાંબો સમય ટકતા નથી, પરંતુ આંતરિક ઈચ્છાશક્તિ જ કાયમી મૂડી બની રહે છે.
કાર્યની શરૂઆત ઘણીવાર એક નાનકડા વિચાર કે ઘરેલું કૌશલ્ય—જેમ કે સિલાઈ કે રસોઈકામથી થાય છે. આ કૌશલ્યો જ હિંમત જગાડે છે અને અહેસાસ કરાવે છે કે આજની ખરાબ પરિસ્થિતિ કાલ રહેવાની નથી. સફળતાના પાયામાં હારને પણ એક ઈંટ (પાયો) બનાવવી પડે છે. નિષ્ફળતાનું અપમાન કરવાને બદલે તેમાંથી શીખીને પ્રયત્ન ચાલુ રાખવા જોઈએ. ટીકાખોર નજરોને ભૂલ જલ્દી દેખાય છે, પણ આપણે એવું વર્તન ન કરવું જોઈએ કે કોઈને દુઃખ થાય. જેમ બીજ વાવ્યા પછી રોજ તેને ખોદીને જોવાથી છોડ ઉગતો નથી, તેમ કાર્યમાં પણ ધીરજ અનિવાર્ય છે. બીજાને નીચા દેખાડવાના પ્રયત્નો ક્યારેય ન કરવા જોઈએ.
નાના માણસો અને નાના કાર્યો પાસેથી આપણને ઘણું શીખવા મળે છે. મોટું બનવા માટે હંમેશા નાના કામથી શરૂઆત કરવી પડે છે. ઘણી સ્ત્રીઓ ઘરે બેઠા સિલાઈકામ, રસોઈ કે હેન્ડમેડ વસ્તુઓ બનાવીને શરૂઆત કરે છે. જે કામ શોખ અને લગનથી શરૂ થાય છે, તે ધીમે ધીમે આર્થિક કમાણીનું સાધન પણ બની જાય છે. જેવી રીતે નાનું બીજ એક દિવસ વિશાળ વૃક્ષ બને છે, તેવી જ રીતે આ નાના પ્રયાસો મોટું સ્વરૂપ લે છે. આર્થિક તંગી માણસને અટકાવી શકે છે, પણ ગરીબ નથી બનાવી શકતી; કારણ કે ધાર્મિક અને સાંસ્કૃતિક સંસ્કારો જ સાચું જ્ઞાન અને મર્યાદા શીખવે છે.
મર્યાદા આપણને સીમામાં રહીને સત્ય શીખવે છે. સમજદારીપૂર્વક ઓછા સાધનોનો મહત્તમ ઉપયોગ કરવો એ જ સાચી આવડત છે. જ્યારે માણસ પોતાના સપનાઓને વાસ્તવિકતા અને મહેનત સાથે જોડે છે, ત્યારે તેની કલ્પના હકીકતમાં બદલાય છે, નહીંતર સપના માત્ર હવામાં રહી જાય છે. જ્યારે અંદરની મજબૂતી વધે છે, ત્યારે બહારના અવરોધો આપમેળે ધીમા પડી જાય છે. ઘણીવાર પરિવાર કે સમાજ સાથ ન આપે ત્યારે હારી ગયા હોવાનો અહેસાસ થાય છે, પરંતુ એ જ સમયે ધીરજ રાખવી જરૂરી છે. વિરોધ કરનારા સામે ગુસ્સો કે વાદ-વિવાદ કરવાને બદલે શાંત રહીને સત્ય જાણવાની કોશિશ કરવી જોઈએ; વિરોધ લાંબો સમય ટકતો નથી.
એક સફળ સ્ત્રી જ્યારે અન્ય મહિલાઓને રોજગારી અને હિંમત આપે છે, ત્યારે તે માત્ર પોતાનું ઘર નથી સંભાળતી પણ અનેક ઘરમાં દીવા પ્રગટાવે છે. તે અન્ય સ્ત્રીઓની પીડા સમજે છે અને તેમની સાથે અડીખમ ઉભી રહે છે. ટેકનોલોજીના માધ્યમથી ગરીબ કે ઓછું ભણેલા લોકોને ઓછા ખર્ચે કૌશલ્ય શીખવીને તેમનો આત્મવિશ્વાસ વધારી શકાય છે.
અંતે, પૈસા કરતા જ્ઞાન, નેટવર્ક અને ઈચ્છાશક્તિ એ મોટી મૂડી છે. ટેકનોલોજી જ્યારે ગરીબોની શક્તિ બને, ત્યારે જ સાચી પ્રગતિની દિશા ખૂલે છે.
લેખિકા - રશ્મિ સુથાર (જગાણા)
(6) ભગવાન વિશ્વકર્મા
ભગવાન વિશ્વકર્મા બ્રહ્માંડના સ્વામી છે. કલા કૌશલ્ય અને કારીગરીના દેવ છે. દેવોના શિલ્પી છે. દેવતાઓ માં તેમની પૂજા થાય છે. સમગ્ર પરિવાર તેમજ વિશ્વકર્માના વંશજો કારીગરોનું સન્માન તેમજ અનેક પરિવારોમાં પૂજાય છે. ભગવાન વિશ્વકર્મા એ અનેક વિશ્વકર્મા તરીકે અવતાર ધારણ કર્યા છે. બ્રહ્માંડ અને જગતનું તે નિર્માણ અને સંચાલન કરે છે. આદિ નારાયણ જગતની રચના કરવાની ઈચ્છાએ કમળમાંથી પ્રગટ થયા. આજે પણ વિશ્વકર્માના કેટલા વંશજો પોતાની કલાથી વિશ્વકર્મા તરીકે ઓળખે છે.
વિશ્વવરેણય વિશ્વકર્માય ધીમહિ તંનો વિશવરુપ પ્રચોદયાત.
-રશ્મિ સુથાર
જય વિશ્વકર્મા .
(7) તમારી પ્રગતિનો સાચો સારથી તમારો મિત્ર
લેખિકા - રશ્મિ સુથાર
મિત્ર એટલે તમારી ખામીઓ જાણીને પણ તમારી સાથે ઉભો રહે તે મિત્ર કહેવાય. તમારી સફળતા પર ખુશ થઈને સાથ આપે, સુખ દુઃખ તેમજ છાયા બનીને શાંતિ આપે, સમય સાથે શાંતિ, વિશ્વાસ અને લાગણીઓ સમજે તે સાચો મિત્ર કહેવાય. મિત્ર માત્ર મનોરંજન નહીં પણ માર્ગદર્શન આપે છે તે મિત્ર કહેવાય. માત્ર હસાવતો હોય એ મહત્વનું નથી પણ તે યોગ્ય દિશા બતાવતો હોય સાચો માર્ગ પર લઈ જતો હોય, મનોરંજન ક્ષણિક મજાક મસ્તી આનંદ કરતો હોય. તે સમયે સમયે કોઈપણ જાતની ભૂલ થશે ત્યારે ગૂંચવણ સમયે જોડે રહે. સપના સાકાર કરવા માટે
તે સાથ આપે છે. પ્રગતિનો આધાર કહી શકાય. પરિસ્થિતિને બહાના ક્યારેય નથી આપતો. જવાબદારી યાદ કરાવે અને તેને પૂરી કરવામાં મદદ કરે છે, સમયની કિંમત શીખવાડે , પ્રોત્સાહન આપે અને સપનાઓ પર હસતો નથી તેમાં તે રસ્તો શોધવામાં સાથ આપે છે. અભિમાન કે ભૂલ સાચું બોલનાર મિત્ર અભિમાનના કોઈ કાર્ય કરે ત્યારે અભિમાન વગર તેનામાં અભિમાન ન છોડી જાય તેથી કરીને તેને સાચો માર્ગ બતાવે છે. તેને ભૂલ થાય તો તેને અટકાવે છે દિલની જીવથી સાચવે છે, મિત્રને ખુશ કરવા માટે મીઠું નહીં તેની સામે સત્ય બોલીને સુધારવાની કોશિશ કરે છે. સંગત નો પ્રભાત જીવનની દિશા નક્કી કરે છે. સારી સંગત તે પ્રગતિ કરાવે પ્રેરણા આપે. ભૂલ બતાવે પણ અપમાન ના કરે, લક્ષ્ય તરફ સહકાર, શિષ્ટ, મહેનત અને સકારાત્મક શીખવવા મદદ કરે છે. જ્યારે ખરાબ સંગત માં સમય બગડે, ખોટી આદતો પાડે, બહાના બનાવે, પ્રયત્ન તેમજ આત્મવિશ્વાસ ખોવડાવે તે મિત્ર નથી. સારું હોય કે ખરાબ સંગતમાં ફક્ત સાથ નહીં પણ સ્વભાવ અને સફળતા બનાવે. હિંમત આપી ફરી મેદાનમાં ઉતારવા માટે નવજીવન આપે છે. માર્ગ કઠિન હોય તો પણ ચાલનાર હિંમત આપીને લક્ષ સુધી પહોંચાડે છે. અને હાર સમયે પણ નીચે પડેલા ને જ્યારે આવી હિંમત મળે ત્યારે ઊભા થતા લોકો ઇતિહાસ રચે છે. મિત્ર અરીસા જેવો મળવો મુશ્કેલ છે. તે તમારો ચહેરો નહીં સ્વભાવ જુએ છે. ખુશીમાં સાથ આપીને ભૂલમાં ચૂપ ના રહે, કડવું બોલે પણ સાચું બોલે, મશ્કરી ના કરે ને લાગણી સમજી તે મિત્રોનો સાચો પ્રતિબિંબ છે. આપણને આપણાથી જ ઓળખાવે છે. એકબીજા ઉપર અતૂટ વિશ્વાસ કરે છે અને તે સંબંધ મજબૂત કરે છે. કોઈપણ જાતે શંકા કે શબ્દો કરતા સમજણ અને ભાવનાઓ સમજે, ભૂલ થાય ત્યારે સમજાવે નહીં પરંતુ પરિસ્થિતિ સમજણ આપે અને સાચો માર્ગ આપે છે. સુખના ભાગીદારી હોય પણ દુઃખના ભાગીદાર ઓછા જોવા મળે છે. સુખમાં તાળી પાડવા વાળા વધારે હોય પણ દુઃખમાં હાથ પકડનાર ઓછા જોવા મળે. તમારા અંદરનો મિત્ર એ જ આત્મવિશ્વાસ કહેવાય. જ્યારે બહારથી હારી ગયેલો માણસ હોય ત્યારે અંદરથી તૂટી જાય છે તો પણ પોતાનો વિશ્વાસથી ફરી ઊભો થાય છે. ત્યારે મિત્રના કહેલા શબ્દોનો અંદરથી અવાજ આવે કે હંમેશા સાથે રહીને હું કરી શકીશ. એજ આત્મવિશ્વાસ એજ અંદરની શક્તિ માણસને એકલો રહેવા નથી દેતો અને નબળો પણ થવા નથી દેતો. એની તાકાત બનીને ઉભો રહે છે. ટીકા પચાવવાની તાકાત એટલે સાચી અંદરની શક્તિને મજબૂત બનાવે, ટીકા સાંભળીને તૂટી જવું પણ અંદરની શક્તિ આપણને તૂટવા નથી દેતી. કુરુક્ષેત્રમાં અર્જુનને કૃષ્ણની સારથી તરીકે સાચું પરિણામ આપ્યું કે જ્યારે જીવનના રથ લગામ સાચા માણસના હાથમાં હોય ને માર્ગદર્શન સાચું આપે ત્યારે રસ્તો કઠિન હોય તેને પણ સરળ બનાવે છે સાથે સંકટ સમયે સાથે રહે તે સાચો સાથી કહેવાય. નિષ્ફળતા માટે હાથ પકડે તે સાચો સારથી અને સફળતા સમયે સાચો સાથ તેમજ તકલીફમાં હારે કે તૂટે નિરાશ થાય તો પણ તે સંભાળે, ઉભો રહે, ફરી આગળ વધવાની હિંમત આપે, ને સાચો માર્ગ બતાવે એ સમયે મળેલો સાથ ની સબંધ સચ્ચાઈ બતાવે છે. મિત્રનો એક હૂંફ એટલે થાકેલા મન પર ઠંડકનો સ્પર્શ કરાવે. ચિંતામાં શાંતિથી વાત કરીને ઉભો રહે છત્તાં એને મજબૂત બનાવે. અહંકાર ને ઓગાળીને તેમજ નમ્રતા લાવે તે જ સાચો મિત્ર. સાચો મિત્ર નાનો નથી બતાવતો પણ અંદરથી ખોટા અહંકારને ઓગાળીને માનવતા શીખવાડે છે. ખોટા રસ્તે જતા અટકાવે છે. ધીમે ધીમે તેને સચ્ચાઈ તરફ માર્ગ બતાવે છે. સાચે તમારી પ્રગતિનો સાચો સારથી મારા લેખમાં જણાવેલ અનેક મુદ્દાઓ થી પારખી શકાય છે. આજની આ દુનિયામાં સાચા સારથી ભાગ્યની વાત કહી શકાય. જમાનો ખૂબ ફાસ્ટ થઈ ગયો છે એમ સંબંધો અને મિત્રો પ્રગતિ ના સાચા સારથી કેવી રીતે બની શકે. પણ એમાં થી આપણો સારથી શોધવો એજ જીવનનો પર્યાય છે.
લેખિકા - રશ્મિ સુથાર (જગાણા)
(8) સ્વ શોધની સફળ મારી હું સાથેની મુલાકાત
સ્વ એટલે પોતાની અંદરની વિશ્વની ઓળખવાની યાત્રા. પોતાની જાતમાં પ્રશ્ન કે જવાબ મળી રહે તે આત્મા તે પોતે જ છે. દુનિયાની અપેક્ષાઓ સંતોષવા અને જવાબદારીઓના ભાર ઘણા હોવાથી આપણે પોતાની જાતને ભૂલી જઈએ છીએ, બીજાને ખુશ રાખવા તેને શાંતિ આપવા પાછળ પોતે કોણ છીએ? તે ભૂલી જઈએ? બીજાની ફરજ અને સબંધ જળવાઈ રહે તે માટે પોતે આપણે ભૂલી જઈએ. એકલતા એટલે જ્યારે આપણી આજુબાજુ બધા હોય આપણને ના સમજે ત્યારે ખાલીપણું લાગે, ત્યારે મનમાં દુઃખ, તરસ અને લાગણી રહે છે મને સાથ મળતો નથી એકલતાનો બંને ભાર અનુભવાય ત્યારે એકાંત જેવું લાગે. એકાંતમાં જ્યારે થોડો સમય પોતાના લોકો સાથે શાંતિ, વિચાર, વાતો કરીને સમય પસાર કરીએ ત્યારે મન હળવું થાય છે. એકાંતમાં મને આરામ મળે છે કોઈપણ જાતના વિચારો આવતા નથી. દીકરી, પત્ની , માતા અને કર્મચારી જીવનમાં એક નવી ઓળખ ફરજ સાથે લાગણીઓની સાથે સંકળાયેલા પ્રેમ, સંસ્કાર, સબંધો ને નિસ્વાર્થ રીતે અલગ અલગ સ્વરૂપમાં આવે છે તે આત્મા વિવિધ હેપ્પી વ્યક્તિઓ તેમજ ભૂમિકા ભજતા પોતાની ઓળખ, પોતાના સપનો અને પોતાની ખુશી જીવિત રાખવા માટે છે. જૂની ભૂલો , ગમ અને અણગમ... સમય સાથે બદલાય છે, જે કાલે ખૂબ પ્રિય હતું ,ને આજે એ સામાન્ય લાગે , ક્યારે ગમતું ન હતું ને એ જીવનનો પાઠ બની જાય, પાછળ છૂટી ગયેલી પોતાની છબી ઓળખાતી નથી. કમ અને અળગમ એ મનસુખ સ્વીકારવું કે છોડવું તે ભુલાયેલા શોખ એ આપણું જીવન છે જીવન ફરી જીવવા રાહ જોઈ રહ્યું છે. ડાયરી લખવી એ પોતાની મન સાથેની શાંતિ મન ભરી વાતો ને યાદો નથી પણ એ હાથના ધબકારા છે. તે સમય સાથે કાગળ પણ જીવતો રહે છે, ક્યારે ગુસ્સો, આંસુઓ ના શબ્દ, નાનો સ્મિત, દિવસમાં ઉજાસ અનુભવ શીખવી જાય છે. જ્યારે જુના પાના ફેરો ત્યારે સહન શક્તિને મહેનત અનુભવાય છે. પોતાના અનુભવને સાથે રાખવાનો એટલે અટકવું નહીં ને આગળ વધવું સુખ હોય કે દુઃખ સમજદારી થી ચાલવું. જીવનની કળા છે તેના પર સુખ દુઃખની પહેચાન થાય છે. જીવનની સાચી સમૃદ્ધિ પૈસામાં નહીં, પણ અનુભવની ઊંડાઈમાં છે. પોતાની જાતને માફ કરવું એ આસાન નથી હોતું, પોતાની જાતને માફ કરવું એ આસાન બોલાય એવું શબ્દ નથી ,પણ અંદરની શાંતિ તરફનું સૌથી મોટું પગલું છે, આપણી ભૂલ ન હોવા છતાં આપણે પોતાને ભૂલને વારંવાર યાદ કરીને પોતાને સજા આપતા રહીએ છીએ. સત્ય જાણતા હોવા છતાં તે સમયે સમજણ, નિર્ણય અને ભૂલને પરિસ્થિતિનું પરિણામ માનીએ છીએ. પોતાની માફ કરવું એટલે ભૂલ ભૂલી જવું નહીં પણ પોતાને જાતને એક મોકો આપવો ,જેથી કરીને શાંતિ અનુભવાય. બીજા શું કહે છે? એ ચિંતા છોડીને પોતાની ખુશી શોધવી પોતાના મનની વાત સાંભળવી એ સૌથી પહેલું સાહસ છે પોતાની ખુશી, સપનો, પોતાનો મન મુજબ સ્મિત એ જ આપણી સાચી આઝાદી છે. અપેક્ષાઓના પારથી મને થકવી દે છે જ્યારે આપણે ખુશ રાખવાનો પ્રયત્ન કરીએ ત્યારે પોતાનું મન ક્યાંકને ક્યાંક પાછળ રહી જાય છે તે ભાર રુપીહોય તેઓ અહેસાસ કરાવે છે . તેને હળવું કરવા છોડી દેવું પડે કાં તો પોતાની જાતને ના કરવું પડે. પોતાની જાત સાથેની મુલાકાત તે આપણા સાચા રસ્તે લઈ જાય છે ક્યારેક દુનિયાની સૌથી શાંત અને સત્ય મુલાકાત છે હા મુલાકાતમાં ક્યારેક અફસોસ મળે, ક્યારેક અધૂરા સપના.., સમજ, સતત બદલાઈ રહેલા સમય શીખીને આગળ વધવા માટેની અંદરથી અવાજ આવે ને શાંતિ અનુભવાય તે જ આપણો સાચો અનુભવ સાચો પોતાની જાત ની અનુભૂતિ છે.
Comments
Post a Comment