Posts

Showing posts from January, 2026

કાષ્ઠ કલા : પ્રાચીન થી આધુનિક સુધીની સુંદર યાત્રા

* કાષ્ઠ કલા : પ્રાચીન થી આધુનિક સુધીની સુંદર યાત્રા *      કાષ્ઠ કલા એટલે લાકડામાં પ્રાણ ફૂંકવાની કળા, ભારતીય સંસ્કૃતિમાં લાકડું પ્રાકૃતિક પદાર્થ નથી, પરંતુ જીવન કલા અને આધ્યાત્મિકતાનો અખંડ ભાગ છે. માનવ જીવનની શરૂઆતથી જ લાકડું આશ્રમ, સાધન શસ્ત્ર અને શણગાર તરીકે ઉપયોગમાં આવ્યું છે. સમય સાથે લાકડું માનવની સર્જનાત્મકતા નું માધ્યમ બન્યું છે. કાષ્ઠ કલા રૂપે વિકસ્યું છે. આજે હવન અને યજ્ઞ જેવી પવિત્ર વિધિઓમાં વપરાતા લાકડાઓ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ પ્રાપ્ત કર્યું છે. આ નિબંધમાં કાષ્ઠ કલા ની પ્રાચીન થી આધુનિક યાત્રા તથા હવનમાં વપરાતા લાકડાના મહત્વના વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો છે.  **પ્રાચીન કાળની કાષ્ઠ કલા:* *વૈદિક યુગમાં લાકડાનો ઉપયોગ યજ્ઞ વિધિ સંવિધાન આશ્રમોના કુટીર,રથો અને યજ્ઞ સામગ્રી માટે થતો. ઋગ્વેદ અને યજુર્વેદમાં સમિધ પુગ અને દંડનો ઉલ્લેખ મળે છે. તે સમયે કારીગરોને તક્ષ અથવા  તક્ષણ  કહેવામાં આવતા કાષ્ટકળા સાથે ધાર્મિક શુદ્ધતા અને વિધિની પવિત્રતા જોડાયેલી હતી. પુરાણીક અને મહાકાવ્ય યુગ એટલે કે રામાયણ અને મહાભારતના અનેક ઉદાહરણો મળે છે, કે રથો ,ધનુષ્ય રાજ ...

રાણી દિદધા

લોહાર વંશની મહારાણી દિદ્દા  રાણી દિદ્દા કાશ્મીરની શક્તિશાળી, સાહસિક અને વિવાદાસ્પદ શાસિકા તરીકે ખ્યાતનામ હતી. રાણી દિદ્દા નું શાસનકાળ: ૯૫૮-૧૦૦૩ ઈ.સ. એ ભારતીય ઇતિહાસના સૌથી પ્રભાવશાળી અને વિવાદાસ્પદ શાસકોમાંના એક છે. કલ્હણ પંડિતે તેમને 'રાજતરંગિણી' માં એક એવી રાણી તરીકે વર્ણવ્યા છે જેમણે પોતાની શારીરિક મર્યાદાઓને પરાસ્ત કરી અડધી સદી સુધી કાશ્મીર પર રાજ કર્યું. શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ ના સંસ્થાપક અને લેખક તરીકે હું મયુરકુમાર મિસ્ત્રી દ્વારા અનેક પ્રતિભા ને તેમની જીવની અને પ્રમાણિત લેખ દ્વારા પ્રસારિત કર્યા છે આજે પણ એવી એક પ્રતિભા વિશે આપ સૌ સમક્ષ ખૂબ પ્રમાણિત અને પુરાવા સભર લેખ લખવાની કોશિશ કરી રહ્યો છું. તો આવો જાણીએ એવી એક શાસક જે અનેક નામથી ઓળખાય છે. જન્મ તારીખ ૧૭ જાન્યુઆરી, ઈસ. ૯૨૪ (ઐતિહાસિક અંદાજ મુજબ). રાણી દિદ્દાનું જન્મ સ્થળ લોહારકોટ આજે વર્તમાન પુંચ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર તરીકે ઓળખાય છે. તેઓ લુહાર વંશ ના ક્ષત્રિય હતા. તેઓના પિતાનું નામ રાજા સિંહરાજ (પુંચના શાસક) અને માતા રાજા ભીમદેવ શાહીની પુત્રી (કાબુલના પ્રખ્યાત હિન્દુ શાહી વંશ) ના પુત...

ગજાનન મિસ્ત્રી

મહારાજા સયાજીરાવ ના શિલ્પી મિત્ર - ગજાનન સુથાર  લેખક - મયુરકુમાર મિસ્ત્રી (મોડાસા)  મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) એ પોતે કળા અને કૌશલ્યના કદરદાન હતા. તેમના શાસનકાળ દરમિયાન વડોદરામાં અનેક હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહન મળ્યું હતું. સયાજીરાવની વિશેષતા એ હતી કે તેઓ જાતિ કે જ્ઞાતિ જોવાને બદલે વ્યક્તિની આવડત જોતા હતા. તેઓ ઘણીવાર આ કારીગરોની મુલાકાત લેતા અને તેમને વિદેશી ટેકનોલોજી શીખવા માટે શિષ્યવૃત્તિ આપીને મોકલતા હતા. એટલે જ સયાજીરાવે કળાભવન એટલે કે ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ ની સ્થાપના કરી હતી જેથી સ્થાનિક કારીગરો પોતાની કળા નવી પેઢીને શીખવી શકે જેથી તેમની અંદરની કળા બહાર આવી શકે.  દરેક વખતે નવી જાણકારી નવી પ્રતિભા લઈને તમારી સમક્ષ હું એટલે કે આપનો મયુરકુમાર મિસ્ત્રી મોડાસા થી આ આ વખતે પણ મને એક એવી પ્રતિભા વિશે લખવાની શોધ કરવાની અને જાણવાની જિજ્ઞાસા થઈ એટલે એના ઉપર શોધ સંશોધન કરવાનું શરૂ કર્યું અને આખરે મને પ્રાપ્ત થયેલ માહિતી ને હું મારા શબ્દો દ્વારા અહીંયા તે પ્રતિભા ને લેખ દ્વારા સમાજ સમક્ષ મૂકવાનો વિચાર આવ્યો છે. એવી જ એક એવી પ્રતિભા વિશે આજે જાણીએ.  ગજાનન મિસ્ત્રી...

હાલાજી અને કાલાજી લુહાર - હાલોલ-કાલોલના સ્થાપક

Image
હાલાજી અને કાલાજી લુહાર - હાલોલ-કાલોલના સ્થાપક ગુજરાતનો ઇતિહાસ માત્ર રાજા-મહારાજાઓના વિજયગાનથી જ નહીં, પણ એવા કર્મયોગીઓના પુરુષાર્થથી પણ ભરેલો છે જેમણે સમાજ અને નગરના નિર્માણમાં પાયાનું યોગદાન આપ્યું છે. પંચમહાલ જિલ્લાનું પ્રગતિશીલ શહેર 'હાલોલ' આવા જ એક મહાન શિલ્પી અને વીર પુરુષ હાલાજી લુહારના નામનું સ્મરણ કરાવે છે. સાથે સાથે ગુજરાતનો ઇતિહાસ પણ અનેક શૂરવીરો અને શિલ્પીઓના સમન્વયથી બનેલો છે. પંચમહાલ જિલ્લાના બે પ્રગતિશીલ શહેરો જે આજે ઈન્ડસ્ટ્રીયલ ઝોન અને કુદરતી સૌંદર્ય અને સાથે સાથે માં મહાકાળી શક્તિપીઠ પાવાગઢ ના કારણે જાણીતા એવા હાલોલ અને કાલોલ તરીકે પ્રખ્યાત છે. આ શહેરો એકબીજા સાથે માત્ર ભૌગોલિક રીતે જ નહીં પણ ઐતિહાસિક રીતે પણ એકરૂપ જોડાયેલા છે. આ બંને શહેરોની સ્થાપના પાછળ વિશ્વકર્મા વંશના બે તેજસ્વી પુત્રો હાલાજી લુહાર અને કાલાજી લુહારનો પુરુષાર્થ અને ગાથા રહેલી છે. જે આજે હું સમાજ અને સાહિત્ય ક્ષેત્રે જાણકારી માટે પ્રમાણિત લેખ રૂપે રજૂ કરી રહ્યો છું.  ઐતિહાસિક પુરાવાઓ અને જ્ઞાતિની પરંપરાગત વંશાવલીઓ (બારોટોના ચોપડા) મુજબ તેમના મૂળ વિશેની વિગતો નીચે મુજબ હું વર્ણન ક...