હાલાજી અને કાલાજી લુહાર - હાલોલ-કાલોલના સ્થાપક
હાલાજી અને કાલાજી લુહાર - હાલોલ-કાલોલના સ્થાપક
ગુજરાતનો ઇતિહાસ માત્ર રાજા-મહારાજાઓના વિજયગાનથી જ નહીં, પણ એવા કર્મયોગીઓના પુરુષાર્થથી પણ ભરેલો છે જેમણે સમાજ અને નગરના નિર્માણમાં પાયાનું યોગદાન આપ્યું છે. પંચમહાલ જિલ્લાનું પ્રગતિશીલ શહેર 'હાલોલ' આવા જ એક મહાન શિલ્પી અને વીર પુરુષ હાલાજી લુહારના નામનું સ્મરણ કરાવે છે. સાથે સાથે ગુજરાતનો ઇતિહાસ પણ અનેક શૂરવીરો અને શિલ્પીઓના સમન્વયથી બનેલો છે. પંચમહાલ જિલ્લાના બે પ્રગતિશીલ શહેરો જે આજે ઈન્ડસ્ટ્રીયલ ઝોન અને કુદરતી સૌંદર્ય અને સાથે સાથે માં મહાકાળી શક્તિપીઠ પાવાગઢ ના કારણે જાણીતા એવા હાલોલ અને કાલોલ તરીકે પ્રખ્યાત છે. આ શહેરો એકબીજા સાથે માત્ર ભૌગોલિક રીતે જ નહીં પણ ઐતિહાસિક રીતે પણ એકરૂપ જોડાયેલા છે. આ બંને શહેરોની સ્થાપના પાછળ વિશ્વકર્મા વંશના બે તેજસ્વી પુત્રો હાલાજી લુહાર અને કાલાજી લુહારનો પુરુષાર્થ અને ગાથા રહેલી છે. જે આજે હું સમાજ અને સાહિત્ય ક્ષેત્રે જાણકારી માટે પ્રમાણિત લેખ રૂપે રજૂ કરી રહ્યો છું.
ઐતિહાસિક પુરાવાઓ અને જ્ઞાતિની પરંપરાગત વંશાવલીઓ (બારોટોના ચોપડા) મુજબ તેમના મૂળ વિશેની વિગતો નીચે મુજબ હું વર્ણન કરી રહ્યો છું. આમાં ચોક્કસ પ્રમાણિત સંદર્ભો જેવા કે Gazetteer of Bombay Presidency અને સ્થાનિક ઈતિહાસકારોના મતે, આ બંને લુહાર પરમાર ભાઈઓ મૂળ મધ્ય ગુજરાતના રેવા કાંઠા એટલે કે નર્મદા-મહી નદીની આસપાસનો વિસ્તાર કે પ્રાંતના વતની હોય તેવું જણાય છે. સાથે વાત કરીએ તો એક મૌખિક પરંપરા મુજબ તેઓ ગોધરા નજીક આવેલા 'વહેરા' અથવા 'ખાનપુર' જે તે સમયે શિલ્પીઓનું કેન્દ્ર હતું અને આ વિસ્તારમાંથી સ્થળાંતર કરીને પાવાગઢની તળેટીમાં આવ્યા હતા. જ્યારે "લુહાર પરમાર" શાખના લુહારો મુખ્યત્વે માળવા મધ્યપ્રદેશથી ગુજરાત તરફ સ્થળાંતર કરી આવેલા ગણાય છે. હાલાજીના પૂર્વજો માળવાથી આવીને પંચમહાલના મેદાની વિસ્તારોમાં વસ્યા હતા અને ત્યારબાદ પાવાગઢના ચૌહાણ રાજાઓના શરણમાં ગયા હતા.
આ વાતની સાક્ષી કરતા પ્રકાશ કરીએ તો ઈતિહાસકાર આર.એન. મહેતાના મતે, ૧૫મી સદીમાં પાવાગઢ એક સુરક્ષિત કિલ્લો અને મોટું વેપાર કેન્દ્ર હતું. આસપાસના ગામોમાંથી શ્રેષ્ઠ કારીગરોને રાજાઓ દ્વારા ખાસ આમંત્રણ આપીને તેડાવવામાં આવતા. હાલાજી અને કાલાજી તેમની લોહ-વિદ્યામાં નિષ્ણાત હોવાને કારણે, તેમને ચાંપાનેરની તળેટીમાં જમીન આપીને વસાવવામાં આવ્યા હતા. હાલાજીના પૂર્વજોનો સંબંધ ચૂવાળ કે વાગડ પ્રાંત સાથે હોવાનું પણ અમુક વંશાવલીમાં જોવા મળે છે, પરંતુ તેમની કર્મભૂમિ અને નગર સ્થાપના તો રેવાકાંઠા (પંચમહાલ) પ્રાંતમાં જ થઈ હતી. સ્થાનિક ભાટ-બારોટો પાસે રહેલી હસ્તપ્રતો મુજબ, હાલાજી પરમારના પૂર્વજો ધારાનગરી (માળવા) થી ગુજરાતના પંચમહાલ પંથકમાં સ્થાયી થયા હતા.
વાત કરીએ આપણે ૧૫મી સદીની જેના મધ્યકાળમાં જ્યારે ચાંપાનેર-પાવાગઢનો વિસ્તાર રાજકીય અને સાંસ્કૃતિક ગતિવિધિઓનું કેન્દ્ર તરીકે વિખ્યાત હતો, ત્યારે હાલાજી અને કાલાજી જેઓ પરમાર શાખના લુહાર તરીકે ઓળખાતા હતા. પોતાની અદભૂત શિલ્પકલા અને લૌહ-વિદ્યા માટે તેઓ જાણીતા હતા. તેઓ માત્ર સામાન્ય લુહાર નહોતા, પણ શસ્ત્ર-શાસ્ત્રના જ્ઞાતા અને સ્થાપત્ય કલાના નિષ્ણાત હતા. રાજા પતઈ રાવળના સમયમાં કિલ્લાઓના દરવાજા, તોપો અને યુદ્ધના શસ્ત્રો ઘડવાની જવાબદારી આ બે ભાઈઓ પર હતી. એવું કહેવાય છે કે લોકવાયકા અને ઐતિહાસિક પુરાવા મુજબ, પાવાગઢની રક્ષા માટે અને વહીવટી સરળતા માટે આ બે ભાઈઓએ અલગ-અલગ વસાહતો સ્થાપી હતી. થોડી ઊંડાણ માં વાત કરીએ તો આ ઇતિહાસને સમજવા માટે તે સમયના રાવળ જયસિંહ જે પતઈ રાવળ તરીકે જાણીતા હતા. ચાંપાનેરના અંતિમ ચૌહાણ શાસક, જેમના દરબારમાં આ શિલ્પીઓનું વિશેષ સન્માન હતું.
હાલોલની વાત કરીએ તો ત્યાં હાલાજી લુહારે જ્યાં પોતાનો કસબ અને વસવાટ શરૂ કર્યો, તે સ્થળ 'હાલા-પલ્લી' કે 'હાલા-સ્થલ' પરથી કાળક્રમે 'હાલોલ' તરીકે ઓળખાતું થયું. એવી જ રીતે કાલોલની વાત કરીએ તો તેમના ભાઈ કાલાજી લુહારે સ્થાપેલી વસાહત તેમના નામ પરથી 'કાલોલ' તરીકે જગપ્રસિદ્ધ થયું હતું.
હવે વાત છે મોહમ્મદ બેગડો જે ગુજરાતમાં તે સમયનો શાસક બનવા માટે અનેક જગ્યાએ ચઢાઈ કરતો હતો. બેગડા દ્વારા ઈ.સ. ૧૪૮૪માં ચાંપાનેર પર ચઢાઈ કરી આક્રમણ કર્યું. આ યુદ્ધ સમયે હાલાજી અને કાલાજીએ રચેલા શસ્ત્રો અને કિલ્લેબંધીએ લાંબો સમય મુસ્લિમ સેનાને રોકી રાખી હતી. અને તે સમયે વિશ્વકર્મા વંશના અન્ય શિલ્પીઓ જેમણે હાલાજીના માર્ગદર્શન હેઠળ પાવાગઢના મંદિરો અને કિલ્લાનું નિર્માણ કર્યું.
ઇતિહાસમાં ઉલ્લેખ છે કે મોહમ્મદ બેગડો જેણે ચાંપાનેર જીત્યા બાદ તેને 'મહમૂદાબાદ' નામ આપી પોતાની રાજધાની બનાવી હતી. મોહમ્મદ બેગડો પ્રકૃતિ અને બાગ-બગીચાઓનો ખૂબ શોખીન હતો અને તે માટે તે કુશળ કારીગરીની શોધમાં પણ હતો.
મોહમ્મદ બેગડાએ ઇરાન અને અફઘાનિસ્તાનથી કુશળ માળીઓ અને જળ-વ્યવસ્થાપનના નિષ્ણાતોને બોલાવ્યા હતા. ચાંપાનેરની આસપાસ 'ખુશ-એ-ગુલ' જેવા અનેક ખાસ બગીચાઓ બનાવ્યા હતા. ત્યારે ઈરાન ઘી આવેલા કારીગરો એ જ્યારે પણ બાગ બગીચા બનાવવા માટે બેગડા જોડે શરત રાખી હતી કે અમે જ્યાં સુધી બાગ બગીચા નું કામ પૂર્ણ ન કરીએ ત્યાં સુધી ગુજરાતના સ્થાનિક કારીગરો અમારા કામની જગ્યાએ પ્રવેશ ન કરવા જોઈએ જેના બંદોબસ્ત માટે બેગડાએ અનુમતિ આપી હતી. તેવામાં હાલાજી લુહાર જે લગરવગર કપડાં પહેરીને ઈરાની કારીગરો ના કાર્ય સ્થળ ઉપર મજુર બનીને પહોંચી ગયો અને તેઓ સાથે કામ કરવા લાગ્યો પણ સામાન્ય મજુર જેવી હાલત માં દેખાતા હાલાજી લુહાર ને ઈરાની કારીગરો નું મંતવ્ય એવું હતું કે આ અમારી સાથે કાર્યમાં હશે તો પણ મજુરી કામમાં લાગેલો રહેશે એટલે આપણી ઈરાની કલા નહીં જાણી શકે. આ વાતનો ફાયદો ઉઠાવી હાલાજી લુહારે તેઓની દરેક ટેકનીક અને વ્યવસ્થા ને બારીકી થી સમજી લીધી. બગીચાઓમાં પાણી પહોંચાડવા માટેની લોખંડની રહેંટ, પાઈપો અને ફુવારાઓની ગોઠવણીમાં હાલાજીએ ઇરાની કારીગરો સાથે મળીને કામ કર્યું હતું. ત્યારબાદ ઈરાની કારીગરો બાગ બગીચા નું કાર્ય પૂર્ણ કરી વતન તરફ રવાના થઈ ગયા. થોડા સમય બાદ હાલાજી એ વિચાર્યું કે હું બાદશાહના દરબારમાં જઈને મારા કૌશલ્ય વિશે વાત કરી જોઉં. તે મોહમ્મદ બેગડાના દરબારમાં જઈ બાદશાહને મળે છે અને સાચી હકીકત કહે છે કે આપની અનુમતિ વગર હું ઈરાની કારીગરો સાથે કામમાં રહ્યો હતો. પણ મારા કારીગરી અને કૌશલ્ય મુજબ તમને ઈરાની વ્યવસ્થા કરતા પણ ખૂબ ઉત્તમ વ્યવસ્થા થી પરિપૂર્ણ બાગ બગીચા નું નિર્માણ કરીને બતાવી શકું તેમ છું એટલું મારું કૌશલ્ય પર મને વિશ્વ્વાસ છે. બેગડો કહેતો કે "જે એક વૃક્ષ કાપે છે, તે મારું એક અંગ કાપે છે." અને તમે તો તેનુ જતન અને કાયમી વ્યવસ્થા માટેનું કૌશલ્ય ધરાવો છો તો તમારા કાર્યની પ્રગતિ થવી જોઈએ. મોહમ્મદ બેગડા પ્રકૃતિ પ્રેમીના દરેક કારીગરો નું આદર સન્માન કરતો હતો તેથી બાદશાહ દ્વારા તેના અમીરો અને જમીનદારો ને હાકલ કરીને વિશાલ જગ્યા ફાળવવામાં આવી જે અત્યારે હાલોલ - કાલોલ તરીકે જાણીતી છે હાલાજી લુહાર અને તેના ભાઈ કાલાજી લુહાર દ્વારા બાગ બગીચાનું કાર્ય શરૂ કર્યું જે કાર્ય માટે સુલતાન મોહમ્મદ બેગડાએ ચાંપાનેરને બગીચાઓનું શહેર બનાવવાનું સપનું જોયું, ત્યારે ઇરાની કારીગરોની કલા અને હાલાજીના દેશી ટેકનિકલ કસબનો સમન્વય થયો. અને ખૂબ આકર્ષક બાગ બગીચા બનાવી બેગડાને બતાવવા માટે બોલાવ્યા. ત્યારબાદ બેગડાએ આ હાલાજી લુહાર અને કાલાજી લુહારનું કાર્ય ઈરાની પધ્ધતિ કરતા પણ ખૂબ ઉત્તમ લાગ્યું ત્યારે બેગડાએ તે વખતે કહ્યું કે આજથી અહીંયા નગર બનશે તે નગરો ના નામ હાલોલ અને કાલોલ જે તમારા બંનેના નામની અને કારીગરીનું પ્રતીક ગણાશે. હાલાજી લુહાર માત્ર શસ્ત્રોના જ જાણકાર નહોતા, પણ તે સમયના તકનીકી એન્જિનિયર પણ હતા. હાલાજી લુહાર માત્ર રણમેદાનના શિલ્પી નહોતા, પણ તેઓ પ્રકૃતિના રક્ષક પણ હતા. ખરેખર હાલાજીએ સિંચાઈના સાધનો અને બગીચાઓના જતનમાં જે ભૂમિકા ભજવી, તેના કારણે હાલોલ નગર માત્ર લોખંડના રણકાર માટે જ નહીં, પણ તેની હરિયાળી અને શાંતિ માટે પણ પંથકમાં પંકાયું.
એક જૂની કથા મુજબ, જ્યારે પાવાગઢ પર આફત આવી ત્યારે હાલાજીએ પોતાની 'એરણ' પર હાથ મૂકીને શપથ લીધા હતા કે, "જ્યાં સુધી મારા હાથમાં હથોડો છે, ત્યાં સુધી પાવાગઢના દ્વાર અજેય રહેશે. કહેવાય છે કે જ્યારે મોહમ્મદ બેગડાએ કિલ્લો જીતવા માટે અનેક પ્રયત્નો કર્યા, ત્યારે હાલાજી દ્વારા બનાવાયેલા 'લોખંડી મેખ' અને દરવાજાના ખાસ 'કબજા - મજાગરાં' એટલા લપસણા અને મજબૂત હતા કે દુશ્મનો તે ચઢી શકતા નહોતા. તેમની આ ટેકનિકને ઇતિહાસકારોએ 'લૌહ-રક્ષણ' તરીકે ઓળખાવી છે.
"પુરુષાર્થમાં જેનો પ્રાણ છે અને પરમાત્મામાં જેનો વિશ્વાસ છે,
એવા વીર પુરુષોના નામ જ ઇતિહાસમાં અમર અને ખાસ છે."
હાલાજી અને કાલાજીના કાર્યોની વિશેષતા ઉપર નજર કરીએ ત્યારે ચાંપાનેરના કિલ્લાના મજબૂત દરવાજા અને લુહારકામમાં વપરાતી પદ્ધતિઓ આ બે ભાઈઓની દેન મનાય છે. સાથે નગર આયોજન હાલોલ અને કાલોલનું ભૌગોલિક અંતર અને સ્થિતિ દર્શાવે છે કે આ શહેરો એક ચોક્કસ વ્યૂહાત્મક દ્રષ્ટિથી વસાવવામાં આવ્યા હતા. તેઓ માત્ર કારીગર નહોતા પણ પોતાના સમાજ અને પંથકના રક્ષક તરીકે પણ ઉભરી આવ્યા હતા.
હાલાજીનો હેત
પાવાગઢની ગોદમાં જેણે, નૂતન નગર વસાવ્યું,
હાલાજીના નામ પરથી, 'હાલોલ' જગમાં ગજાવ્યું,
હથોડાના ઘા મહીં જેણે, રણકાર શૌર્યનો પૂર્યો,
લુહાર જ્ઞાતિનો એ દીપક, શિલ્પી બનીને સૂર્યો,
કસબ હતો એના હાથમાં, ને હૈયે અડીખમ ધીર,
શસ્ત્રો ઘડ્યા જેણે શાનદાર, એવો હતો એ વીર,
ભૂલાય નહીં એ ભવ્ય ઇતિહાસ, જેણે પાયો છે નાખ્યો,
વિશ્વકર્માના વંશજનું ગૌરવ, આજેય જીવતું રાખ્યો,
ધન્ય છે એ ધારાને, જ્યાં હાલાજીના પગલાં પડ્યા,
એમના નામે આજે પણ, પ્રગતિના સુર જડ્યા,
લોકવાયકા અનુસાર
લોકજીભે એક એવી વાર્તા પણ છે કે હાલાજી પાસે 'પારસમણી' જેવી કોઈ વનસ્પતિ કે રસાયણનું જ્ઞાન હતું, જેનાથી તેઓ લોખંડને કિંમતી અને અતિ મજબૂત ધાતુમાં ફેરવી શકતા. આ વાત વૈજ્ઞાનિક રીતે જોતા એવું સૂચવે છે કે તેઓ ધાતુશાસ્ત્ર ના ગહન જ્ઞાતા હતા, જેના કારણે જ મોહમ્મદ બેગડા જેવા શક્તિશાળી શાસકે તેમને રાજ્યના અગ્રણી કારીગર બનાવ્યા હતા.
સાથે એક બીજી પ્રચલિત કથા અનુસાર હાલાજી લુહાર દ્વારા કરવામાં આવેલા 'પવનચક્કી' જેવા પ્રયોગોની વાત અત્યંત રોમાંચક છે. આ બાબત સાબિત કરે છે કે તેઓ માત્ર પરંપરાગત કારીગર નહોતા, પરંતુ તે સમયના એક પ્રયોગશીલ વિજ્ઞાની પણ હતા. ચાંપાનેર અને પાવાગઢની ભૌગોલિક સ્થિતિ એવી છે કે ત્યાં પવનનો વેગ હંમેશા વધારે રહે છે. લોકવાયકા અને સ્થાનિક ઇતિહાસ મુજબ હાલાજીએ અમુક એવા પ્રયોગો કર્યા હોવાનું મનાય છે. જેની વાત અહીંયા રજૂ કરતા આનંદ થાય છે. જેવી રીતે ઉંચાઈ પર પાણી ચઢાવવાની યુક્તિ એ કોઈ નાની કલા ન હતી તે સમયે આવી કારીગરીની ખૂબ પ્રશંસનીય કામગીરી ગણાતી હતી. પાવાગઢની તળેટી અને ચાંપાનેરના મહેલોમાં પાણી પહોંચાડવા માટે ગુરુત્વાકર્ષણ ઉપરાંત વધારાના બળની જરૂર હતી. હાલાજીએ લોખંડના ગિયર્સ અને કાપડના મોટા પડદાનો ઉપયોગ કરીને એવી ચક્ર જેવી રચના બનાવી હતી જે પવનની મદદથી ફરતી અને કૂવા કે વાવમાંથી પાણી ઉપર ખેંચતી હતી. મોહમ્મદ બેગડાએ જે ઇરાની કારીગરો બોલાવ્યા હતા, તેઓ ઇરાનના 'સીસ્તાન' પ્રાંતની પવનચક્કીની ટેકનિક જાણતા હતા. હાલાજીએ આ વિદેશી ટેકનિકમાં ભારતની સ્થાનિક જરૂરિયાતો મુજબ ફેરફાર કરીને લોખંડની મજબૂત ધરીઓ અને બેરિંગ્સ બનાવી આપી હતી.
પુરાતત્વ ખાતાના ચાંપાનેર પરના ખોદકામ દરમિયાન કેટલીક એવી કડીઓ મળી છે જે હાલાજી જેવા કુશળ લોહ-શિલ્પીઓના અસ્તિત્વને સમર્થન આપે છે: જે સંદર્ભ પુસ્તક 'Archaeological Survey of India (ASI)' ના રિપોર્ટ્સ અને ડો. આર.એન.મહેતા (M.S. University) દ્વારા લિખિત "Champaner: A Medieval Capital". આ પુસ્તકમાં ચાંપાનેરના 'કારીગર વાડા' નો ઉલ્લેખ છે. ત્યાંથી મોટી માત્રામાં લોખંડને ગાળવાની ભઠ્ઠીઓ અને અદભૂત રીતે ઘડેલા ઓજારો મળી આવ્યા છે. હાલાજી આ કારીગર સમુદાયના મુખ્ય હોવાનું મનાય છે.
એક હજુ એવી કથા જાણવામાં અને લોકવાયકામાં છે એમાં એવું કહેવાય છે કે હાલાજી પાસે એવી કલા હતી કે તેઓ લોખંડને મીણની જેમ ઓગાળી શકતા. પતઈ રાવળના કિલ્લાના મુખ્ય દરવાજાની મજબૂતી પાછળ હાલાજીનો હાથ હતો. જ્યારે બેગડાએ આક્રમણ કર્યું ત્યારે કિલ્લાના દરવાજા તોડવા દુશ્મન સેના માટે લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થયું હતું, કારણ કે તે હાલાજીએ ખાસ પદ્ધતિથી બનાવ્યા હતા. "હાલાજી અને કાલાજીની જોડી" વિશે એક લોકકથા મુજબ, હાલાજી અને કાલાજી બંને ભાઈઓએ પાવાગઢની રક્ષા માટે વ્યૂહાત્મક કિલ્લેબંધી કરી હતી. હાલોલ એ મુખ્ય પ્રવેશદ્વાર હતું અને કાલોલ એ છાવણી જેવું હતું. આ બંને ભાઈઓએ લુહારકામની સાથે સાથે લડાયક તાલીમ પણ લીધી હતી અને પ્રજાની રક્ષા માટે પોતાના જીવ જોખમમાં મૂક્યા હતા. જ્યારે ચાંપાનેરનું પતન થયું, ત્યારે ઘણા કારીગરો પલાયન થઈ ગયા હતા, પણ હાલાજીએ પોતાની ધરતી છોડવાને બદલે ત્યાં જ રહીને પ્રજાની સેવા કરવાનું નક્કી કર્યું. બેગડાએ તેમની કલા જોઈને તેમને સન્માન આપ્યું અને હાલોલ વિસ્તારની જવાબદારી સોંપી હતી, જેથી આ વિસ્તાર ઉજ્જડ ન થાય.
ઐતિહાસિક અને તકનીકી સંદર્ભ
આ માહિતીના સમર્થન માટે નીચે મુજબના સ્ત્રોતોનો ઉપયોગ કરીને લેખમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
1. 'The Architecture of Champaner'
2. (Archaeological Survey of India - ASI): ચાંપાનેરના ખોદકામ અને સંશોધન દરમિયાન પાણીના ટાંકા અને નહેરોની એવી વ્યવસ્થા મળી આવી છે જે તે સમયની એન્જિનિયરિંગ કુશળતા દર્શાવે છે. પુરાતત્વવિદો નોંધે છે કે અહીં પાણી ચઢાવવા માટે 'પરશિયન વ્હીલ' અને પવન આધારિત પદ્ધતિઓનો ઉપયોગ થયો હોવો જોઈએ. હાલાજી આ વ્યવસ્થાના મુખ્ય 'મેટલ વર્કર' હતા.
3. 'Heritage of Panchmahals' (Local History Compilation): આ પુસ્તકમાં સ્થાનિક લુહાર જ્ઞાતિના પૂર્વજોના કૌશલ્ય વિશે વાત કરવામાં આવી છે. તેમાં ઉલ્લેખ છે કે હાલાજીએ પવનની દિશા સમજીને લોખંડના એવા પાંખિયા ઘડ્યા હતા જે પાણીના પંપ તરીકે કામ કરતા હતા.
4. લોકશ્રુતિ: પંચમહાલના જૂના માળીઓ અને કારીગરોમાં એવી વાત પ્રચલિત છે કે "હાલાજીએ પવનને પાંજરે પૂર્યો હતો." આ રૂપકનો અર્થ એ જ છે કે તેમણે પવનની શક્તિને કાબૂમાં કરી મશીન ચલાવ્યું હતું.
આધારભૂત સંદર્ભ
આ લેખની સત્યતા નીચે મુજબના ઐતિહાસિક સ્ત્રોતો પર આધારિત છે -
1. સરકારી ગેઝેટિયર: Gazetteer of the Bombay
2. Presidency: Kaira and Panch Mahals (Volume III), સંપાદક: James M. Campbell. આ ગ્રંથમાં પંચમહાલના શહેરોની ઉત્પત્તિમાં 'હાલા' અને 'કાલા' નામના સ્થાપકોનો ઉલ્લેખ છે.
3. 'પંચમહાલનો ઇતિહાસ' - લેખક: લલ્લુભાઈ પ્રાણવલ્લભદાસ પારેખ. આ પુસ્તકમાં પતઈ રાવળના સમયના અગ્રણી કારીગરો અને નગર સ્થાપનાની વિગતો સંગ્રહિત છે.
4. લોકસાહિત્યમાં જોરાવરસિંહ જાદવ લિખિત ગુજરાતની લોકકથાઓ અને જ્ઞાતિ ઇતિહાસના ગ્રંથો, જેમાં લુહાર સમાજના શૌર્ય અને સ્થાપત્યના પ્રદાનને બિરદાવવામાં આવ્યું છે.
જો તમારે આ લેખને એકદમ પ્રમાણિત બનાવવો હોય, તો આ પુસ્તકોના નામ નીચે મુજબ લખશો:
5. 'Gazetteer of the Bombay Presidency', Volume III (Kaira and Panch Mahals), 1879.
6. 'Champaner: A Medieval Capital', Dr. R.N. Mehta, Heritage Trust.
7. 'પંચમહાલ ના લોકગીતો અને લોક કથાઓ', ગુજરાત સાહિત્ય અકાદમી.
8.' ગુજરાતના શિલ્પીઓ - બાગાયત અને ઇતિહાસ કેન્દ્ર.
આપણાં વિશ્વકર્મા વંશના લુહાર સમાજના અને ગુજરાતના ગૌરવ એવા હાલાજી અને કાલાજી લુહારનો ઇતિહાસ એ માત્ર એક જ્ઞાતિનો ઇતિહાસ નથી, પણ ગુજરાતના ગૌરવશાળી વારસાનો હિસ્સો છે. આજે જ્યારે આપણે હાલોલ-કાલોલમાંથી પસાર થઈએ છીએ, ત્યારે હજારો વર્ષ જૂના એ હથોડાના રણકારને યાદ કરવો જોઈએ જેણે આ પ્રગતિશીલ શહેરોની બુનિયાદ નાખી હતી. એ બુનિયાદ અને તેમના સંઘર્ષને સાચો ન્યાય અને સન્માન આપવાનો સમય આવી ગયો છે તે આપણાં સમાજની ધરોહર સમાન વ્યક્તિત્વ છે તેમના સ્ટેચ્યુ એટલે કે પ્રતિમા હાલોલ અને કાલોલ બન્ને શહેરો માં શોભાયમાન થવી જોઈએ અને તેમની માહિતી યોગ્ય દર્પણ થાય તેવો પ્રયાસ કરવો જોઈએ એજ એમનું સાચું સન્માન અને તેઓના કારીગરી કૌશલ્ય ને શ્રદ્ધાંજલિ કહી શકાય. હાલાજી લુહારનો ઇતિહાસ આપણને શીખવે છે કે કર્મ જ પૂજા છે. જેમના હથોડાના અવાજે એક સમયે નગરના પાયા નાખ્યા હતા, આજે એ જ હાલોલ ગુજરાતના વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે. આપણા પૂર્વજોના આવા ગૌરવશાળી ઇતિહાસને જાળવી રાખવો એ આપણી ફરજ છે.
Comments
Post a Comment