કાષ્ઠ કલા : પ્રાચીન થી આધુનિક સુધીની સુંદર યાત્રા

કાષ્ઠ કલા : પ્રાચીન થી આધુનિક સુધીની સુંદર યાત્રા
 
    કાષ્ઠ કલા એટલે લાકડામાં પ્રાણ ફૂંકવાની કળા, ભારતીય સંસ્કૃતિમાં લાકડું પ્રાકૃતિક પદાર્થ નથી, પરંતુ જીવન કલા અને આધ્યાત્મિકતાનો અખંડ ભાગ છે. માનવ જીવનની શરૂઆતથી જ લાકડું આશ્રમ, સાધન શસ્ત્ર અને શણગાર તરીકે ઉપયોગમાં આવ્યું છે. સમય સાથે લાકડું માનવની સર્જનાત્મકતા નું માધ્યમ બન્યું છે. કાષ્ઠ કલા રૂપે વિકસ્યું છે. આજે હવન અને યજ્ઞ જેવી પવિત્ર વિધિઓમાં વપરાતા લાકડાઓ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ પ્રાપ્ત કર્યું છે. આ નિબંધમાં કાષ્ઠ કલા ની પ્રાચીન થી આધુનિક યાત્રા તથા હવનમાં વપરાતા લાકડાના મહત્વના વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો છે.

પ્રાચીન કાળની કાષ્ઠ કળા - 
વૈદિક યુગમાં લાકડાનો ઉપયોગ યજ્ઞ વિધિ સંવિધાન આશ્રમોના કુટીર,રથો અને યજ્ઞ સામગ્રી માટે થતો. ઋગ્વેદ અને યજુર્વેદમાં સમિધ પુગ અને દંડનો ઉલ્લેખ મળે છે. તે સમયે કારીગરોને તક્ષ અથવા  તક્ષણ  કહેવામાં આવતા કાષ્ટકળા સાથે ધાર્મિક શુદ્ધતા અને વિધિની પવિત્રતા જોડાયેલી હતી. પુરાણીક અને મહાકાવ્ય યુગ એટલે કે રામાયણ અને મહાભારતના અનેક ઉદાહરણો મળે છે, કે રથો ,ધનુષ્ય રાજ સિંહાસન, મંડપ અને આશ્રમોના લાકડાના માળાઓનો ભવ્ય રચનાઓથી સજ્જ હતી. વિશ્વકર્મા દેવે શિલ્પીના દેવ તરીકે માનવામાં આવ્યા છે, તે કાષ્ઠ કલા ને દિવ્ય મહત્વ આપ્યું છે. પોતાના હસ્તે કંડારેલા દેવોના અદભુત મહેલો,શસ્ત્રો,સાધનો બધું જ વિશ્વકર્મા દાદા એજ અર્પણ કર્યું છે.  

પ્રાચીન મંદિરે સ્થાપત્ય માં કાષ્ઠ કળા - 
આજકાલ જે મંદિરો પથ્થરોના જોવા મળે છે, તેના મૂળ સ્વરૂપો માં લાકડાનો ઉપયોગ વ્યાપક હતો.ખાસ કરીને છત, દરવાજા ,મંડપ થાંભલા અને તોરણો  લાકડા માંથી બનાવાતા. ઓડિશા, કેરળ ગુજરાત અને હિમાલય વિસ્તારમાં લાકડાના મંદિરની  શૈલી હતી. કોતરણી માં દેવી દેવતાઓ યક્ષ, ગંધર્વ આ પ્રકૃતિના તત્વો અને લોકજીવન દર્શાવવામાં આવતું. 

રાજાશાહી અને લાકડાની વૈભવતા - 
પ્રાચીન રાજમહેલમાં લાકડાનું કામ વૈભવ અને સત્તાનું પ્રતિક હતું. સિંહાસન રાસ દરબાર મંચ શયનખંડના થાંભલા, ખંભા ઝરોખા અને નકશી, કામની ઉત્તમ સાક્ષી છે. લાકડા પર સોનાની સજાવટ, રંગકામ અને ચિત્રકલા પણ થતું.

સામાજિક અને દૈનિક જીવનના કાષ્ઠ કળા -  
ગ્રામ્ય જીવનમાં લાકડાના રથ, હળ ચાકડી ,ફર્નિચર ,વાસણો અને રમકડા બનાવતા. બાળ રમકડા અને સંગીત વાધ્યો, વીણા ,મૃદગના ભાગો લાકડા માંથી બનતા આમ  કાષ્ઠ કળાની કલાકારી અને ઉપયોગ જીવનના દરેક ક્ષેત્રમાં વ્યાપક હતી.

અર્વાચીન યુગ અને પરંપરા સાથે પરિવર્તન - 
સમય સાથે માનવ જીવનમાં પરિવર્તન આવ્યું. અર્વાચીન યુગમાં કાષ્ઠકલા એ ધાર્મિક ક્ષેત્રથી આગળ વધી ઘરગથ્થુ જીવનમાં સ્થાન મેળવ્યું હતું. લાકડાના પાટલા ,પલાસ ,પથારા ,પારણા પટારા,ફર્નિચર શણગારની વસ્તુઓ લોકપ્રિય બની હતી. કારીગરોએ પરંપરાગત ડિઝાઇન સાથે નવા આકારો અને ઉપયોગીતા માં જોડાયા ગામડામાં આ કળા સાથે નવા નવા આકારો અને ઉપયોગીતા જોડાયા ગામડામાં  રોજગારનું મહત્વપૂર્ણ સાધન બની ગયું છે. ખેડૂતોમાં ઓજારો અને ગાડાઓમાં પણ લાકડાનો ઉપયોગ થતો. આ યુગમાં કળા જીવંત રહી.. કારણ કે તે લોકજીવન સાથે જોડાયેલી છે.

આધુનિક યુગ ટેકનોલોજી અને નવી વિચારધારા - 
આધુનિક સમયમાં મશીનો અને ટેકનોલોજી નો પ્રવેશ થયો. સી એન સી મશીન નું, લેસર કટીંગ અને ડિઝાઇન સોફ્ટવેર માં ઉપયોગથી કાષ્ઠ કલામાં ચોકસાઈ અને ઝડપ આવી છે. લાકડું હવે એન્જિનિયર ,ઇન્ટિરિયર ડિઝાઇન આર્ટ ,પીસ ડેકોરેશન માટેના પોટ,દીવાલ ઘડિયાળ ,શોપીસ ,ગિફ્ટ તરીકે વિશ્વભરમાં ઓળખ પામ્યું છે. સાથે જ ઇકો ફ્રેન્ડલી વિચારધારાના કારણે રિસાયકલ વુડ અને વાંસ જેવી સામગ્રીનો ઉપયોગ વધ્યો છે. આમ પરંપરા અને આધુનિકતાનો સુંદરકાંડ અને નવી ઊંચાઈએ લઈ ગયો. 

હવનના વપરાતા લાકડાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ - 
ભારતીય સંસ્કૃતિમાં હવન અને યજ્ઞનું વિશેષ સ્થાન છે. હવનમાં વપરાતા લાકડાને સમીધા કહેવામાં આવે છે. દરેક લાકડાનું પોતાનું વિશેષ ગુણધર્મ હોય છે. જેમકે પીપળા,સાગ ,આંબા,બેલ અર્જુન, ચંદન જેવા લાકડા યજ્ઞમાં પવિત્ર માનવામાં આવે છે. આ લાકડા સમયે જે ધુમ્ર ઉત્પન્ન થાય છે તે વાયુમંડળને શુદ્ધ કરે છે. અને આયુર્વેદ અનુસાર આ ધુમાડામાં જંતુનાશક અને આરોગ્યવર્ધક ગુણો હોય છે. ચંદનનું લાકડું  શાંત કરે છે. જ્યારે પીપળ અને પલાસના નકારાત્મક ઊર્જાને દૂર કરે છે, એમ માનવામાં આવે છે. 

હવનના વૈજ્ઞાનિક દ્રષ્ટિએ લાભ - 
હવન યજ્ઞને આપણે સામાન્ય રીતે ધાર્મિક વિધિ તરીકે ઓળખીએ છીએ પરંતુ તેની પાછળ ઊંડુ વૈજ્ઞાનિક તર્ક અને પ્રકૃતિ સંગત વિચારધારા છુપાયેલી છે. પ્રાચીન કાળમાં ઋષિઓએ હવનને માત્ર પૂજા પદ્ધતિ તરીકે નહીં,પરંતુ પર્યાવરણ શુદ્ધિકરણ આરોગ્ય, વર્ધન અને માનસિક સંતુલન માટે રચેલી વૈજ્ઞાનિક પ્રક્રિયા તરીકે અપનાવી હતી. 

વાયુમંડળશુદ્ધ - 
હવનમાં પીપળા, ચંદન તથા ઔષધીય લાકડા અને ઘી હવન સામગ્રી બળે છે. બળતા સમયે  ઉત્પન્ન થતો ધુમાડો હવનમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા અને વાયરસને નષ્ટ કરે છે. કાર્બન ડાયોક્સાઇડ દુર્ગંધ અને પ્રદૂષણ ઘટાડે છે. વનમાં વપરાતી સામગ્રીમાં ઔષધીય ગુણો હોય છે. ચંદન, ગુગળ,લોબાન ,લીમડો વગેરેના ધુમાડામાં જંતુ નાશક ગુણ હોય છે. આ ધુમાડો શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશી શ્વાસનળી અને ફેફસાને શુદ્ધ કરે છે. 

કાષ્ઠ કલા અને હવનનું પ્રકૃતિ સાથેનું માનવ બંધન - 
કાષ્ઠ કળા માનવની સર્જનાત્મકતા દર્શાવે છે. જ્યારે હવનમાં વપરાતા લાકડામાંથી લાકડા માનવની પ્રકૃતિ અને પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરે છે. બંનેના લાકડું કેન્દ્ર સ્થાન છે. આવી લાકડું માત્ર સામગ્રી નહીં પરંતુ સંસ્કૃતિનું પ્રતીક બની જાય છે. 

હવન એક વૈજ્ઞાનિક તથા આધ્યાત્મિક પ્રક્રિયા છે તેમાં વપરાતા સાધનો માટે ખાસ પ્રકારના પવિત્ર ઔષધીય લાકડા વાપરવામાં આવે છે.જેથી અગ્નિ ધુમાડો અને ઊર્જા શુદ્ધ અને લાભદાયક બને છે. અલગ અલગ પ્રકારના લાકડા માંથી અલગ અલગ એનું વપરાશ અને ઉપયોગ આપણે વિસ્તારથી જાણીશું.

હવન કુંડ - 
હવન કુંડમાં લાકડું પીપળો, વડ,શાલ માંથી બનાવવામાં આવે છે. 
મહત્ત્વની વાત કરીએ તો ગરમી સહન કરવાની શક્તિ વધુ હોય છે અને લાંબા સમય સુધી ટકાઉ અને પવિત્ર માનવામાં આવે છે યજ્ઞની ઉર્જા ને કેન્દ્રિત રાખે છે.

સમિધ રાખવાની પેટી - 
સમિધ રાખવાની પેટી આંબા સાગ અને બીલ ના લાકડા માંથી બનાવવામાં આવે છે. સંમીધાને શુદ્ધ અને સુકી રાખે છે જીવાણુઓથી રક્ષણ કરી પવિત્રતા જળવાય છે.

યમદંડી - 
હવન માટે લાકડું બેસાડવાની ડંડી. જે પીપળો પલાસ અને બેલ માંથી બનાવવામાં આવે છે. યમદંડની સિદ્ધિ અને મજબૂત રચના હોય છે. અગ્નિ કાર્ય માટે સુરક્ષિત અને ધાર્મિક રીતે પવિત્ર માનવામાં આવે છે.

સ્ત્રુવ સૂચા - 
આહુતિ આપવા માટેની લાકડાની ચમચી તરીકે ઓળખાય છે. તે ચંદન, સાગ અને બેલના કાષ્ઠ માંથી બને છે. ઘી અને હવન સામગ્રી માટે યોગ્ય માનવામાં આવે છે. સુગંધ અને શુદ્ધતા હોય છે. તેથી ધાતુની સરખામણીમાં ગરમી શોષે છે.

મૂસળ/ઉખળ - 
હવનમાં સામગ્રી પીરસવા માટેનું સાધન તરીકે ઓળખાય છે. મજબૂત અને ટકાવ હોવાથી કોઈપણ રાસાયણિક પ્રતિક્રિયા થતી નથી, અને તેથી સામગ્રીની શુદ્ધતા જળવાય છે. 

હવન આસન(હવનમાં બેસવાનો બાજોઠ) - 
તે સાગ, બેલ અને પીપળાના લાકડા માંથી બને છે. ભૂમિમાંથી આવતી નકારાત્મક ઊર્જાથી રક્ષણ આપે છે અને શરીરમાં સ્થિરતા અને એકાગ્રતા વધારે છે અને પ્રકૃતિ સાથે સીધો સંપર્ક ધરાવે છે.

પૂજા માટેની ચોકી - 
સાગ,પીપળો અને આંબાના લાકડા માંથી બને છે.

પોક્ષણી - 
પોક્ષણીએ લાકડાથી બનાવેલું ખાસ ચમચા પાત્ર જેવું સાધન છે. જેનો ઉપયોગ હવન દરમિયાન પવિત્ર જળ છાંટવા માટે  પોક્ષણીનો ઉપયોગ થાય છે. તે સમી પલાસ ,ખરાદ ,પીપળો આ લાકડા વૈદિક દ્રષ્ટિએ શુદ્ધ અને સાત્વિક માનવામાં આવે છે અને યજ્ઞ સામગ્રીના સાધનો બનાવવામાં ઉપયોગ થાય છે. પાઠશાળા શુદ્ધ કરવા હવન અને હવન યજ્ઞ કુળની આસપાસ જળ છાંટવા સામગ્રી પર જળ પોક્ષણ કરવા અને દેવતાઓના આવાહન પહેલા અને અંતે પવિત્ર કરવા માટે થાય છે. યજ્ઞની પૂર્ણતા માટે પ્રક્ષણી અનિવાર્ય છે.

ચટવાલ સમ્ય - 
ચટવાલ સમીધા હવન યજ્ઞ તથા વૈદિક ક્રિયાઓમાં વપરાતું લાકડાનું સાધન છે. તેનો ઉપયોગ અગ્નિ કુંડમાં સમિધા હવન સામગ્રી અથવા લાકડાને સ્પર્શ કર્યા વિના ઉઠાવવા અને સરકાવવા કે ગોઠવવા માટે થાય છે. તે એની બનાવટ ચંદન ખાખરા પીપળો વડને સાગના લાકડા માંથી બનાવવામાં આવે છે. તો ગૃહ હવન લગ્ન વિધિ નવચંડી યજ્ઞ મહાયજ્ઞ ધાર્મિક અનુષ્ઠાનોમાં ઉપયોગ થાય છે. અગ્નિદેવને પવિત્ર રીતે આહુતિ આપવા માટે ચટ્વાર શમ્યા સહાયક બને છે.હાથથી સીધો સ્પર્શ ન થાય તે માટે તેનો ઉપયોગ શાસ્ત્રિક માનવામાં આવે છે.

પરિપલ્લવ - 
પરી પલ્લવ એક લાકડાની ચમચી જેવી કરચલી ચમચી હોય છે. જેમાં ઘી અથવા હવન સામગ્રી લઇ અગ્નિમાં અર્પણ કરવામાં આવે છે. તેનો ઉપયોગ યજ્ઞ અથવા હવન વખતે ઘી અગ્નિમાં ચડાવવામાં કામ લાગે છે. સુગંધિત દ્રવ્યો અથવા સમિધા યોગ્ય રીતે અર્પણ કરવામાં અને મંત્રોચ્ચાર સાથે આહુતિ આપવા માટે થાય છે.તે પીપળો ,બેલ ,સાગ અથવા અન્ય પવિત્ર લાકડા માંથી બને છે. લાકડાનું સાધન હોવાથી તે પંચતત્વ સાથે જોડાયેલું માનવામાં આવે છે. લોખંડ કે ધાતુ ની જગ્યાએ લાકડું વાપરવાથી યજ્ઞની પવિત્રતા જળવાય છે વૈજ્ઞાનિક રીતે લાકડું તાપ ને સહન કરે છે. અને ઘી સાથે પ્રતિક્રિયા કરીને સુગંધિત વાયુઓ ઉત્પન્ન કરે છે.

ઋતુ પાત્ર - 
ઋતુપાત્ર હવન યજ્ઞ અને વૈદિક વિધિઓમાં વપરાતું એક ખાસ લાકડાનું પાત્ર છે. તેમાં ઘી હવન સામગ્રી અર્પણ કરવામાં આવે છે, તે પલાસ, સમી, ચંદન અથવા અન્ય પવિત્ર લાકડા માંથી બનાવવામાં આવે છે હવનમાં ઋતુપાત્રને પકડીને આહુતિ આપવા માટે અનુકૂળ આકાર ધરાવે છે. ઋતુપાત્રથી આપવામાં આપેલી આહુતિ પ્રકૃતિના ચક્ર સાથે સંવાદ સ્થાપિત છે. એવું માનવામાં આવે છે, પંચમહાભૂત જેવું કે (પૃથ્વી જળ, અગ્નિ, વાયુ ,આકાશ) સાથે સંતુલન રાખે છે. યજ્ઞને શુદ્ધતા શાસ્ત્રીક અને અસરકારક બનાવે છે.
ઓવલી મંથ (ઉતરારણી) - 
ઓવલી મંથ અને ઉતરારની હવન યજ્ઞ દરમિયાન ઉપયોગમાં લેવાતા પરંપરાગત કાસ્ટ સાધન છે. આ સાધનો યજ્ઞ સંસ્કાર ને યોગ્ય રીતે ચલાવવા માટે મહત્વના માનવામાં આવે છે.

સોમગ્રહ - 
સોમગ્રહ એ લાકડામાંથી બનેલું એક ખાસ સાધન છે,જેમાં હવન સામગ્રી અલગ અલગ ખાનામાં રાખવામાં આવે છે. યજ્ઞ કે હવન સમયે વિવિધ સામગ્રી વ્યક્તિગત રીતે રાખવામાં માટે અને યજ્ઞ ક્રિયા દરમિયાન સામગ્રીને અગ્નિમાં અર્પણ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. તે સમી, ખદીર, શમ્યા જેવા પવિત્ર લાકડા માંથી બનાવવામાં આવે છે. સોમ શબ્દનો અર્થ દિવ્ય રસ અમૃત પવિત્ર તત્ત્વ થાય છે તે સમી, ખદીર ,પલાસ અથવા અન્ય પવિત્ર લાકડા માંથી બનાવવામાં આવે છે.

કદંભ પાત્રી - 
કદંભ પાત્રી એ એક જ લાકડામાં જોડાયેલા અનેક નાના પાત્રો ધરાવતો સાધન છે. તેનો ઉપયોગ હવન વખતે વિવિધ પ્રકારની હવન સામગ્રી, ઘી ,સમીધા વગેરે મંત્રોચ્ચાર સાથે ક્રમબદ્ધ રીતે અગ્નિમાં આહુતિ આપવા માટેનો અને સમગ્ર બ્રહ્માંડના તત્વો નું પ્રતીક માનવામાં આવે છે.
 પ્રાચીન શાસ્ત્રો અનુસાર પીપળો, બેલ, વડ, પલાસ જેવા વૃક્ષોમાંથી દેવી તત્વ વસે છે. તેથી હવનમાં લાકડાનો ઉપયોગ કરવાની કરવાથી વધુ પવિત્ર અને અસરકારક બને છે. હવનમાં વપરાતા લાકડાના સાધનો માત્ર પરંપરાગત વસ્તુઓ નથી, પરંતુ વૈજ્ઞાનિક રીતે પસંદ કરાયેલા પ્રાકૃતિક સાધનો છે. તે શરીર, મન અને પર્યાવરણ આ ત્રણેય માટે લાભદાયક છે. આવીજ હજારો વર્ષોથી આ પરંપરા અવિરત ચાલી આવી છે. 
 
લેખિકા - આરતી પરમાર
શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ

Comments

Popular posts from this blog

આરતી પરમાર (રુપ)

વિશ્વકર્મા પ્રભુ સાહિત્ય

સંત શ્રી દેવતણખી બાપા અને સતિ લીરલબાઈ નું જીવન ચરિત્ર