આરતી પરમાર - સુવીચાર શેર

(1) સાચો રસ્તો હંમેશા કઠિન હોય છે પણ, અંતે સારું સાચું સ્થાન પ્રાપ્ત કરાવે છે.
-આરતી પરમાર (રૂપ) 

(૨) આજે કઠિન સમય પણ સાચો અને હંમેશા આવતીકાલનો આનંદ અપાર છે. 
-આરતી પરમાર (રૂપ) 

(૩) ભગવાન સારો સમય બધાને આપે છે પણ, એનો સદુપયોગ યોગ્ય સમયે કરવો એ જ સાચી સમજણ છે. 
-આરતી પરમાર (રૂપ) 

(૪) વાણીમાં મીઠાશ અને લાગણી હોય તો, સત્યને શોધવા તો જવું પડતું નથી આપોઆપ સામે આવે છે.
-આરતી પરમાર (રૂપ) 

(૫) અધીરા અને અધૂરા મન ની ક્યાંય પૂર્ણતા નથી.
-આરતી પરમાર (રૂપ) 
(૬) પરિસ્થિતિ નહીં પણ સારા સમય અને યોગ્ય નિર્ણય જ માણસને મજબૂત સજ્જન બનાવે છે. 
-આરતી પરમાર (રૂપ) 

(૭) જીવનના ઊંચા એ પહોંચવું મુશ્કેલ નથી મુશ્કેલ તો એ ઊંચાઈએ પહોંચીને પછી માનવી બન્યા રહેવું.
-આરતી પરમાર (રૂપ) 

(૮) જે સમય શીખવે છે તેને દુનિયાની કોઈ પુસ્તક શીખવી શકતું નથી.
-આરતી પરમાર (રૂપ) 

(૯) મન શુદ્ધ હોય તો દરેક દ્રષ્ટિ પવિત્ર લાગે નહીં તો પ્રકાશમાં પણ અંધકાર દેખાય. 
-આરતી પરમાર (રૂપ) 

(૧૦) શાંત પાણી ઊંડું હોય છે તેમ શાંત મન પણ મજબૂત હોય છે. 
-આરતી પરમાર (રૂપ) 

(૧૧) તકલીફ ત્યારેજ આવે જ્યારે માણસની ક્ષમતા ઓછી ને ઈચ્છાઓ વધી જાય છે.
-આરતી પરમાર (રૂપ) 

(૧૨) જીવનમાં ક્યારે એટલા ના તૂટી જવું કે ઉભા જ ન થઈ શકીએ, કારણ કે દરેક અંધકારની પાછળ સવારની ઉજવળ કિરણ હોય છે.
-આરતી પરમાર (રૂપ) 

(૧૩) મોટા સપનાઓને હાસલ કરવાની શરૂઆત નાના પગલા થી જ થાય છે.જે મોટી સફળતાની સીડી ચડાવે છે. 
-આરતી પરમાર (રૂપ) 

(૧૪) માણસનું મૂલ્ય તેની વસ્તુઓથી નહીં નથી થતું પણ ,તેના અપનાવેલા વલણથી થાય છે.
-આરતી પરમાર (રૂપ) 

(૧૫) સાહિત્ય એ માનવ હૃદયનો અરીસો છે, જેમાં સમાજની સાચી છબી ના દર્શન થાય છે. 
-આરતી પરમાર (રૂપ) 

(૧૬) સાહિત્ય જાગરણ ની એવી જ્યોત છે ,જે અજ્ઞાનના અંધકાર અને પ્રકાશિત કરે છે. 
-આરતી પરમાર (રૂપ) 

(૧૭) મનથી બોલેલું સત્યથી હંમેશા સમજણની જીત થાય છે,કારણ કે લાગણીઓ જ મનનું ભાષાંતર છે.
-આરતી પરમાર (રૂપ) 

(૧૮) પુસ્તક ખોલતા લોકો ડરે છે, કેમ કે ત્યાં સચ્ચાઈનો સામનો કરવો પડે છે ત્યાં મનોરંજન નું સ્થાન નથી.
-આરતી પરમાર (રૂપ) 

(૧૯) બદલાવ બહારથી નહિ પણ અંતરાત્મા થી થવો જોઈએ ,એ જ સાચી સફળતા આપે છે.
-આરતી પરમાર (રૂપ) 

(૨૦) રસ્તો ગમે એટલો કઠણ હોય પરતું, હિંમત સાથે ચાલો તો કઠિન સમય પણ નત મસ્તક થાય છે.
-આરતી પરમાર (રૂપ) 

(૨૧) મારે શાંતિ ને મારી કમજોરી ના સમજતા, સમય આવે ત્યારે, આ શાંત અવાજ પણ તોફાન બની શકે છે.
-આરતી પરમાર (રૂપ) 

(૨૨) મોહન તારી માયા કાળજે કોરાણી એવી કે, અંતર મન પર ભારી છે તારી માયા ની બલિહારી.
-આરતી પરમાર (રૂપ) 

(૨૩) ઈશ્વરને ઓળખવા માટે માળા કે મંદિરની નહિ પણ, આત્માના આત્મામાં ડૂબકી મારીએ તો  મન મંદિર માં પ્રભુ સાક્ષાત છે.
-આરતી પરમાર (રૂપ) 

(૨૪) મોહન તારામાં શું છે એ કમાલ ને કામણગારી કે, મોહી ગયું આખું મા જગત તારામાં ભૂલી ને ભાન.
-આરતી પરમાર (રૂપ) 

(૨૫) જ્યાં આત્મસભર તા હોય ત્યાં, વ્યક્તિનું ભવિષ્ય મજબૂત અને સક્ષમ હોય છે. 
-આરતી પરમાર (રૂપ) 

(૨૬) જ્યાં સંસ્કાર મજબૂત છે, તે સંપત્તિ અને પ્રતિષ્ઠા સાચી છે. 
-આરતી પરમાર (રૂપ) 

(૨૭) જ્યાં પરિવાર શિસ્ત ભર્યો અને પ્રેમ છે ભર હોય ત્યાં,બાળકનું ભવિષ્ય ઉજવળ હોય છે.
-આરતી પરમાર (રૂપ)
(૨૮) વાદળ ને પણ વરસવું પડે છે 
 ધરતી ને મળવા માટે પછી..... 
મહેકે છે ધરતી ના કણ કણ.
-આરતી પરમાર (રૂપ)

(૨૯) પિતા એટલે  પોતાની જાત સળગાવી ને ઘર માં રોશની પાથરે એ પિતા.
પિતા એટલે પોતાના સપના ની આહુતિ આપીને  સંતાન ના જીવન માં જ્યોત પ્રગટા વે એ પિતા .
પિતા એટલે સંતાનો ની જીંદગી મહેકાવવા ઘસાતું ચંદન એ પિતા.
-આરતી પરમાર (રૂપ)

(૩૦) લોખંડ ના કાટ લાગેલા એરિયા ને  ઘાટ આપવા માટે અને ચમકવા માટે અંગારા માં તપવું પડે  છે ને પછી અને ચમક વા માટે એરણ પર હથોડા ન ઘા સહન કરવા પડે છે  ને પછી  મનપસંદ ઘાટ રંગ લાવે છે. એમ વિદ્યાર્થીઓ નું આવુજ છે ભવિષ્યમાં કઈ બનવા માટે તનતોડ  મહેનત કરીજ જ મનપસંદ વ્યક્તિત્વ ઘડી શકાય છે
-આરતી પરમાર (રૂપ)
(૩૧) ક્યાંક ઝરણું જોઈને માની લેવું ,કે 
ક્યાંક મહાસાગર હશેજ.
એનું નામ "શ્રધ્ધા" 
માટે નાનું મળ્યું છે તો મોટું મળશેજ
-આરતી પરમાર (રૂપ)

(૩૨) ધન્ય ધારા ગુજરાત ની જ્યાં વસે  સુરા ને સંત
ધીંગી ધરતી  ત્યાં લોહી જળે ત્યાં પાળીયા કરે હુંકાર
-આરતી પરમાર (રૂપ)

(૩૩) શ્રીમાન નથી  નીચા વિચાર અમારા 
અમને પણ છે ચાહ મિત્રતા ની 
પણ મલાજો છે આ દુનિયા નો
આપણા જીવનસાથી નો 
હશે મિત્રતા પવિત્ર ગંગા સમાન 
પણ જો છવાશે એમાં વહેમ ના વાદળ તો  વેરણ થશે જીવન  .તૂટશે વિશ્વાસ  ના વાદળ તો ... બસ આજ છે કારણ પણ  મિત્ર બનવા માટે નથી પડતી જરૂર કોલ ની બસ નિભાવ વાનો હોય શ્રી માન.... 
-આરતી પરમાર (રૂપ)

(૩૪) થશે દુનિયા ના ઘા સહન 
પણ આપડા ના ઘા છે ભારી 
શરીર ન ઘા ભાળે છે દુનિયા
મન ન ઘા શક્યું ન કોઈ જાણી
-આરતી પરમાર (રૂપ)

(૩૫) હું નથી સાથે તો શું મારી અરજ છે સાથે
જરૂર હોય ત્યારે સાંભરજે સાચે
-આરતી પરમાર (રૂપ)

(૩૬) મિત્રતા આપણી પુનમ ની ભરતી ને અમાસ ની ઓટ છે,
ના મળે તમારા જેવા  મિત્રો તો એ  જીવન ભર ની ખોટ છે.
-આરતી પરમાર (રૂપ)

(૩૭) ગયો એકલા કાર્ય કરવાનો સમય
હવે તો આપણી ટીમ છે. તૈયાર 
કરશું કામ મળી સૌ એક જૂથ થઈ 
લાવશે રંગ જામશે સૌ સંગ
-આરતી પરમાર (રૂપ)

(૩૮) સર્વ સામર્થ્ય ધર્યું પોતાને વંશ,
ગર્વ  દુર કરી ટાળ્યો સંશય નો અંશ.
-આરતી પરમાર (રૂપ)

(૩૯) પ્રભુ પતિવ્રતા નાં પતિ સાક્ષાત,
કરે આલોક પરલોક સર્વ વિખ્યાત.
-આરતી પરમાર (રૂપ)

(૪૦) રસ્તો મળ્યા પછી પણ  ભૂલું પડવું,  
તો વાક નથી રસ્તાનો,વાક ફક્ત નથી જે તે સમજવાનો.
-આરતી પરમાર (રૂપ)

(૪૧) રસ્તા ની મદદ થી તો મંજિલ મળેજ છે.
પણ સરનામું  જ ભુલ્યે તો શું...
-આરતી પરમાર (રૂપ)

(૪૨) પેન ને પણ બેડી છે. એની ઇચ્છા પ્રમાણે ન ચાલવા દો
-આરતી પરમાર (રૂપ)

(૪૩) સલામ છે એ શૂરવીરો ને
પોતાના લોહીનો રંગ ચડાવી 
રંગી ધરતી  કસુંબલ રંગ 
આજ પોતાના બલિદાન નું
ચડ્યું છે જોમ  સૌ ને સંગ.
-આરતી પરમાર (રૂપ)

(૪૪) છૂપાઈ છુપાઈ ને રોયું  હશે સંગમ તીર્થ નું પાણી
આંસુડે ભીજાણી  હશે માં ધરતી ની સાડી 
રોયું હશે સમુદ્ર જોઈ ભગતસિંહ ની કુરબાન
તોરણ ઝૂલે બારણે તેમ ઝૂલે વીર શહીદ ની ફાંસી 
કદાચ પલકારા માં નિદ્રા પણ બી ને ભાગી હશે
પછી પિસ્તોલ ઉઠાવવાની  ઝુનુન જાગી હશે
-આરતી પરમાર (રૂપ)

(૪૫) તરવું છે નાવિક ને સમુદ્રમાં પણ સમુદ્ર જ ખાલી છે.તો શું?
મળી એક નાવ પણ  માલિક નથી નાવ ના તો શું?
નાવિક ને નથી પસંદ ખાબોચિયા પણ સમુદ્ર દૂર છે એનું શું?
મહા મહેનતે મળ્યો સમુદ્ર પણ જગ્યા નથી નાવિક ની તો શું?
-આરતી પરમાર (રૂપ)

(૪૬) સાહિત્ય એ કાગળ પર લખાતું નથી.તે માણસ ના અંતર માં જીવંત રહેછે.વિચાર અને દિશા બદલે છે.એને અંધકાર માથી પ્રકાશ તરફ પહોંચાડે છે.
-આરતી પરમાર (રૂપ)

(૪૭) પરિશ્રમ વગર સફળતા એ સપનું છે અને પરિશ્રમ સાથેનું સપનું એ જ સફળતા છે. 
-આરતી પરમાર (રૂપ)

(૪૮) જીવનમાં પડકારો એ માર્ગ રોકવા માટે નથી પણ આપણી ક્ષમતાની પરીક્ષા માટે આવે છે.
-આરતી પરમાર (રૂપ)

(૪૯) સારી વાણીએ જીવનનો શ્રેષ્ઠ આભૂષણ છે. 
-આરતી પરમાર (રૂપ)

(૫૦) સમય અને સંજોગો ક્યારેય એકસરખા નથી હોતા પણ ધીરજ અને શ્રદ્ધા રાખનાર હંમેશા જીતે છે. 
-આરતી પરમાર (રૂપ)

(૫૧) ગુસ્સો એ આગ જેવો છે સૌપ્રથમ આપણા સંસ્કાર અને આપણને જ બાળીને ભસ્મ કરે છે. 
-આરતી પરમાર (રૂપ)

(૫૨) જીવનની પુસ્તક જેવું છે દરરોજ એક નવું પાનું લખાય પણ નવી કહાની ની સાથે. 
-આરતી પરમાર (રૂપ)
(૫૩) જીવનનું સાચું સુખ અને શાંતિ એ અંદરનો આનંદ છે બહારની વસ્તુ આમાં ક્યારેય નહીં મળે. 
-આરતી પરમાર (રૂપ)

(૫૪) આપણું મન જ્યારે ઈશ્વરની સ્થિતિમાં લઈને થાય ત્યારે બાહ્ય જગતના બધા દુઃખો ક્ષણમાં નાશ પામે છે. 
-આરતી પરમાર (રૂપ)

(૫૫) સત્ય ,શાંતિ ઈશ્વર સ્મરણમાં જ છુપાયેલી છે. 
-આરતી પરમાર (રૂપ)

(૫૬) સાચી ભક્તિ એ નથી કે આપણે ઈશ્વરને ફક્ત મંદિરમાં જ શોધીએ સાચી ભક્તિ એ છે કે દરેક જીવમાં ભગવાનના દર્શન કરી શકીએ.
-આરતી પરમાર (રૂપ)

(૫૭) માનવ શરીર એ ઈશ્વર પ્રાપ્ત કરવાનું સાધન છે. 
-આરતી પરમાર (રૂપ)

(૫૮) જે ભક્ત દુઃખમાં પણ ભગવાનની મરજી સમજે છે તેને સાચી ભક્તિનો સ્વાદ પ્રાપ્ત થાય છે. 
-આરતી પરમાર (રૂપ)

(૫૯) કવિતા એ હૃદયની ભાષા છે જે ભાવને આત્મીયતાના શબ્દોનું સ્વરૂપ આપે છે. 
-આરતી પરમાર (રૂપ)

(૬૦) સાહિત્ય વગરનું જીવન એ બગીચામાં સુગંધ વગરના પુષ્પ જેવું છે. 
-આરતી પરમાર (રૂપ)

(૬૧) લેખક પોતાની કલમથી વિશ્વના વિચાર અને વિશ્વને જ લખી શકે છે. 
-આરતી પરમાર (રૂપ)

(૬૨) લેખક કલાકાર પોતાને આ શબ્દોના બાણ થી પથ્થરને પણ તોડી શકે છે. 
-આરતી પરમાર (રૂપ)

(૬૩) સાહિત્ય એ સત્ય સુંદરતા અને શાશ્વતતા નું સંગમ તીર્થ છે.
-આરતી પરમાર (રૂપ)

(૬૪) જ્યાં નવા શબ્દો જીવંત બને છે ત્યાં સાહિત્યનો ભાવ દર્શિત થાય છે. 
-આરતી પરમાર (રૂપ)

(૬૫) સાહિત્યએ મનુષ્યના હૃદયના કંડારેલા ભાવને બહાર પ્રદર્શિત કરે છે.
-આરતી પરમાર (રૂપ)

(૬૬) તારે છે ખાલી કૂવા ની શોધ પણ ,
પડ્યો ભૂલો તું ભરેલા કૂવાની ઓટ.
-આરતી પરમાર (રૂપ)

(૬૭) વાણી થી ટળે વેર,
ને વાણી થી બંધાય વેર
જો સમજે વાણી તો
નથી કોઈના મનમાં દ્વેષ
-આરતી પરમાર (રૂપ)
(૬૮) એમાં કોઈદી નથી જશ
કે નથી  કદર,બસ બીજાંને 
દુઃખી નઈ થવાં દેવના ,
આપડું જે થઈ તે રેવાનું બીજાને વશ
-આરતી પરમાર (રૂપ)

(૬૯) તું માંગે તે આપી નઈ શકું 
તમે દુઃખી થતા જોઈ નઈ શકું
આ ધર્મ સંકટમાંથી ઉગાર મને 
છે મિત્રતા ની કસમ તને
-આરતી પરમાર (રૂપ)

(૭૦)માગી ને મિત્રતા નો સાથ 
કરી બેઠો તું ઇશ્ક   
ન કર  તું દુઃખી મને ને તને 
ખુશ છે મિત્રતા  તો
શું કામ છંછેડવા મન
-આરતી પરમાર (રૂપ)

(૭૧) વરસાવતા રહો આરતી માથે,
કયારેક વરસ સે ઘન ઘોર ઘટા બની.
ત્યારે એ ઘટા ની ઓટ માં,
તણાઈ જાશે ગમ ના પહાડો,
ને ખીલશે સદાબહાર ફૂલો👍🏻💐
-આરતી પરમાર (રૂપ)

(૭૨) "શિક્ષણનું મૂલ્ય ડિગ્રીમાં નથી, પરંતુ સમાજને પ્રેરણા આપવા અને બીજાને શીખવવાની ક્ષમતામાં છે.
ઘણાં શિક્ષિત હોવા છતાં માર્ગ ગુમાવે છે,
અને ઘણાં અજાણ્યા હોવા છતાં બીજાને સાચો માર્ગ બતાવે છે."
-આરતી પરમાર (રૂપ)

(૭૩) અડગ મન 
અડગ મન રાખે મજબૂત,
મળે સફળતા થઈ એક જૂત.
સંકટ આવે નહિ ડરે,
હિંમતથી આગળ પગ ભરે.
પર્વત જેવું સ્થિર રહે,
લક્ષ્ય હાંસલ ચોક્કસ કરે.
-આરતી પરમાર (રૂપ)

(૭૪) તમેજ ગુરુ ને તમેજ માર્ગદર્શક,
તમેજ લેખક ના સર્જક,
તમેજ આપી  કાવ્ય ની ઉડાન, 
તમેજ રચી કલમ લેખન ને ભરી ઉડાન,
-આરતી પરમાર (રૂપ)

છંદ 
(૭૫) સમયને કદાચ કોઈ હરાવી શકતું નથી આજ દિન સમજ્યા થી છે બચાવ, જે અડગ રહ્યો તે તુંટીયો ભરપેટ.

(૭૬)  દુનિયા થી થાકી જઈએ તો તારા દ્વાર પર તારો વટ છે, હે કાન્હા તારા દ્વાર પર આવશે તો એ શાંતિ ની વાટ છે.

(૭૭) કર્મ કરજો શ્રદ્ધાથી શ્રદ્ધા રાખવી સાથ, ભલે થાય મોઢું પણ ભગવાન છોડશે નહીં સાથ.

(૭૮) રડિયો ઘણો હું દુનિયા પાસે મળ્યું નહીં કંઈ ત્યાં, એકવાર પાયે પડી બોલ્યો" પ્રભુ"એને ભરી ગઈ  જોલી ત્યાં.

(૭૯) રક્ત માં વહે સંસ્કાર,છે શુરવીરતા ની જાણ,
જુકી જઈએ મિત્ર પર,ત્યાં શત્રુ  કાંપે થર થર તું જાણ.

(૮૦) તલવારની ધાર કરતાં ધારદાર છે  વેણ નો ભાર, 
જો પીતા આવડે અપમાન નો ઘૂંટડો તો દુનિયા છે કાયમ સર.
-આરતી પરમાર (રૂપ)

દોહા
(૮૧) સાચા માર્ગે ચાલજે સત્યનું રાખજે ભાન, સુખ-દુઃખ બંને સ્વીકારી કર જીવનનું સન્માન.

 (૮૨) સમય છે સાચું સોનુ વેડફે નહીં
માન,
એ પણ પાછી નહિ મળે આ સત્યનું સુ જાણ,

(૮૩) વાણી મીઠી રાખવી શબ્દમાં હોય મલ્હાર, દુશ્મન પણ ભેટી પડે જો હોય વાણીમાં મીઠા છે. 

(૮૪) નાનું નથી કામ કોઈ મહેનત શ્રેષ્ઠ ઉપાય, ટીપે ટીપે સરોવર ભરાય ધીરજ એમાં મહાન.

(૮૫) બોલ પલટાઈ વારમાં વટ ટકે નહીં પલ વાર, માનવી મોટો એ રાખે વટ વચન ધર્મનું માન.

(૮૬) જ્ઞાન વગરનો ગર્વ જે અગ્નિ વગરનો ધૂપ,પોતે બળી બીજાને પણ બાળે એ સમજણ વગરની જાન.
-આરતી પરમાર (રૂપ)
(૮૭) સપનાંઓને સાકાર કરવા માટે પહેલા દુનિયા નહીં,સૌથી પહેલા પોતાનું મન અને ભય ને જીતવું પડે છે.કારણ કે બહારની લડાઈ કરતા અંદર ની લડાઈ  કઠિન હોય છે.જે પોતાની અંદર જીતે છે એને દુનિયા જીતતા કયારેય વાર નથી લાગતી.  
આરતી પરમાર ( રૂપ)

(૮૮) હાથે માળા ને કપાળે તિલક તાણ્યા ઘણા, પણ જો મન માં માયા ને કપટ તો ક્યાં જીવે હરિ પાયા.
-આરતી પરમાર (રૂપ)

(૮૯) હતું બાળપણ ખૂબ જ સરસ લાડ કરવા માટે પણ રડતા આખી રાત,
મોટા થયા ને આખા કાપી નાખે વેણ તો પણ રડાતુ નથી માત્ર લેશ.
-આરતી પરમાર (રૂપ)

(૯૦) જે દુઃખે ભરાયેલું મન, હવે હસતું બને,
સારા વિચારોની છાંયે આનંદ ફૂલે ચમકે,
કેટલીકવાર ફક્ત વાતો બદલે દિશા,
ને કાળું વાદળ બને ઈન્દ્રધનુષ થઈ મહેકે.
-આરતી પરમાર (રૂપ)

(૯૧) હિંમત રાખ, સમયે તોફાન હળવા પડે છે, જયા ધીરજ છે ત્યાં મુશ્કેલી તો રહે છે.
-આરતી પરમાર (રૂપ)

(૯૨) સફળતા મૌન સાથે આગળ વધે છે, ને અસફળતા ની પાછળ છોડી નવી રાહ પકડે છે.
-આરતી પરમાર (રૂપ)

(૯૩) અસફળતા એ માત્ર પ્રારંભ છે,
સફળતા એ અંતિમ ઇમારત છે.
-આરતી પરમાર (રૂપ)

(૯૪)
ગોપી ના મન ની વાત,
જાણી શકયો ના દ્વારિકા ના નાથ,
તો માનવીની શું મજાલ, 
કે વાચી શકે ગોપીના મન ની વાત.
રાધે રાધે 
-આરતી પરમાર (રૂપ)

Comments

Popular posts from this blog

આરતી પરમાર (રુપ)

વિશ્વકર્મા પ્રભુ સાહિત્ય

સંત શ્રી દેવતણખી બાપા અને સતિ લીરલબાઈ નું જીવન ચરિત્ર