આરતી પરમાર (રુપ)
આરતી પરમાર (રુપ) કલેક્શન
આરતીબેન રૂપેશભાઈ પરમાર
(1)
"વિશ્વકર્મા સમાજ અને મહિલા સશક્તિકરણ"
આપણે સૌ પ્રથમ પહેલા ભગવાન વિશ્વકર્મા દાદા ને ઓળખે !
વિશ્વકર્મા દાદા દુનિયાના સૌથી પહેલા મોટા આર્કિટેક છે વિશ્વકર્મા દાદાએ ભગવાન શ્રીકૃષ્ણની દ્વારિકા , રાવણ ની શ્રીલંકા , ભગવાન કૃષ્ણનું સુદર્શન ચક્ર તેમજ ઘણા મંદિરોનું નિર્માણ કર્યું છે.
આપણે ધન્યતા અનુભવે છે કે આપણે ભગવાન વિશ્વકર્મા ના વંશજો છે એટલે જ તો કહેવાયું છે કે આપણા લોહીમાં , સંસ્કારમાં શિલ્પકલા , ચિત્રકળા અન્ય કલાઓનો ભંડાર સમાયેલો છે . હસ્તકલા હોય કે શિલ્પકલા કે પછી કાપડમાં કલાકારી હોય કે માટીમાં કંડારી કલાકારી લાકડું હોય કે લોખંડ અદ્ભુત કલા કરી આપણે વિશ્વકર્મા સમાજની આગવી ઓળખાણ થાય છે.
પહેલાના સમય માં સ્ત્રીઓને તુચ્છ અને અબળા માનવામાં આવતી હતી. અત્યારે આધુનિક સમયમાં એવું રહ્યું નથી. અત્યારે એક સ્ત્રી પણ પુરુષ સમોવડી બની આપણા સમાજનું નામ રોશન કરે છે .પહેલાના સમય માં પણ ભરતગુંથણ , મોતી વર્ક હોય કે ભાતીગળ ભાત પાડીને ખૂબ જ મોટા પ્રમાણમાં પારંગત હતી પરંતુ સ્ત્રીઓને ત્યારે માન સન્માન આપવામાં આવતું ન હતું.
અત્યારે દીકરીઓ ભણી ગણીને એક આર્કિટેકનું કામ ખૂબ જ ચપળતા થી કરી શકે છે .સારી એવી ઊંચી પોસ્ટમાં કામ કરી શકે છે .જેવી કે આર્કિટેક્ચર ,ફેશન ડિઝાઈનર જેવા કામ કરીને આપણા સમાજનું નામ રોશન કરે છે. અને પોતાના પરિવારને પાલવવામાં સશક્ત છે. એમાં દીકરીઓ તો માં રાંદલ , લીલનદેવીથી ક્યાં કોઈ અજાણ છે આપણા સમાજની દીકરીઓ કોઈ સામાન્ય દીકરી નથી એક પવિત્રતા અને અનેક ખુમારીના દાખલા છે. એટલે જ તો દીકરી એક શક્તિ સ્વરૂપા છે.
ખૂબ જ ભણી ગણીને આપણા વિશ્વકર્મા સમાજની અને મા-બાપનું નામ ઉજ્જવળ બનાવી એક સ્ત્રીપાત્ર
ને સશક્ત બનાવી આગવી પહેચાન બનાવે છે . એક સ્ત્રી ધારે તો પિયર સાસરીયા અને પોતાના પરિવાર બાળકોને સારું એવું ભવિષ્ય આપી શકે છે . બાળકો પાસે મા બનીને પતિ સાથે કામમાં હાથ મિલાવીને એક પાર્ટનર ની જેમ અને વડીલો સાથે વડીલોની શક્તિ બનીને સરળતાથી બધી જ ફરજો નિભાવી શકે છે. એટલે જ તો કહેવાયું છે કે "નારી તું નારાયણી" .
અત્યારે ડોક્ટર કે પછી રાજ્યસભાની ખુરશી હોય કે, રમત ગમત ભરતગુંથણ કે પછી , પોલીસ કર્મચારી ,વકીલ , જજ સુધી બધી જ જગ્યાએ સ્ત્રીનું આગવુ સ્થાન છે. આધુનિક યુગમાં સ્ત્રીપાત્ર કમજોર નથી પણ શક્તિ સ્વરૂપા છે . આર્થિક અને સામાજિક રૂપે સ્વતંત્ર બની છે.
સ્ત્રી હવે અપરાધીન રહી નથી તે મહિલાઓ હવે શિક્ષણ માં અને સમાન અધિકાર અને નિર્ણય લેવાની શક્તિ રાખે છે. સ્ત્રીઓને જેટલી સ્વતંત્રતા મળી છે એનાથી આત્મસન્માન આત્મનિર્ભર અધિકાર, સમાનતા થી સમાજ તથા ધંધા રોજગારમાં પણ વિકાસ થાય છે .
તુ જ છે જન્મદાયિની માતા
તુ જ છે સરસ્વતી
તુ જ છે દુર્ગાને અને શક્તિ સ્વરૂપા
તુ જ છે લક્ષ્મીને નારાયણી
તુ જ છે અન્નપૂર્ણા
તુ જ છે ભાગ્ય વિધાતા
(2)
"પ્લેન ક્રેશ ની વ્યથા"
હર્ષ ઉલ્લાસથી ચાલ્યા અમે જોવા
પરદેશ ની વાટ
સપના હતા ઉંચા અમારા પૂરા કરવા જવું હતું
પરદેશ ની વાટ
વડીલો હતા ઉમંગમાં કે મળશુ વહાલ સોયાને
પરદેશ ની વાટ
બાળકો જાણે ઉડિયા પતંગિયાની જેમ ખીલખીલાટમાં
પરદેશ ની વાટ
આશાઓની કલિયો લઈને પકડી હતી
પરદેશ ની વાટ
કે ખીલશે ત્યાં ગુલાબ સપનાઓના
પરદેશ ની વાટ
પણ ક્યાં ખબર હતી કે ઉડતા પહેલા જ કપાશે અમારી પાંખ
કલી ને ક્યાં ખબર હતી કે કરમાં શું અમે ખીલતા પહેલા
આ વિકરાળ ને મરણિયા ચીસ સાંભળીને હૃદય કપાણા અમારા આજ
આમ પામર માનવીના કાળજા કમપી ગયા જોયું આ રોળાતા આગમાં મા ના કાળજા ના કટકા
બાપના ખંભા ને , બહેન ના ભાઈ ને , કન્યાના કોડ
શું ભગવાન ને કે તું ક્યારથી થયો આવો નિર્દય કે જીવાડીયુ નહીં એક બાળ
જાને જુઠાડા તારા કરતાં તો આ પૃથ્વીના માનવ છે દયાના સાગર , વિશ્વાસ અમારા ખોયા તે
અમે તો ઘણું ખોયું છે આ આગમાં , તારી જો જોળીમાં હોય તો આપ અમારા રો રોળાયેલા રતન ....
રડી રડી ને સુકાણા છે આંખોના સમુદ્ર
વાટ વહાલ સોયા ની જોઈને સુકાણા છે નેત્ર
ઓમ શાંતિ શાંતિ શાંતિ ....
🙏😥 😔😭🙏
આરતી રૂપેશ પરમાર
(3)
"મા ના હૃદય ની વાત"
પ્રભુ યે આપી એક અનમોલ ભેટ ને નથી રાખ્યો ખુશી નો કોઈ પાર....
એ ખુશી ને પડી નજર ને રૂઠિયા રામ.
પ્રભુ કહે આપ પાછી મને એ ખુશી ત્યારે એ મા લડી રામ સાથે... ને કહે કે આપેલી ભેટ તો મનુષ્ય પણ પાછી લેતો નથી તારે ક્યા ખોટ છે ખજા ને !
કે લૂંટવા આવ્યો મારી ખુશી ...?
ને લડાય લાગી મા ની પ્રભુ સાથ કે જુઠા ઠેકડી થાશે દુનિયા માં તારી કે તું આવ્યો લૂટવા આપેલી ખુશી...
ને લડાય લાગી માં ની પ્રભુ સાથે !
હારી ગયો હરિ ને જીતી ગઈ મા આપી
પછી અમૂલ્ય ભેટ !
એ તુ છે મારી જા...... (મારી દિકરી )
(4)
"એક બાપની દીકરી પ્રત્યે વિદાય વેદના "
સોપુ છું મારા કાળજા ના કટકાને
એને સંભાળીને રાખજો ....
સોપુ છું મારા અંગના અંગને
એનું જતન કરજો ....
સોપુ છુ મારા હૃદયના ધબકારને
સાચવીને રાખજો....
સોપુ છું મારા હાસ્ય રણકારને
પ્રેમથી પાલવજો ....
સોપુ છો મારા આંગણાની સુગંધને
એને મહેકતી રાખજો ....
સોપુ છું મારા આંગણાના છોડને જોજો મૂર્જાઈ ન જાય એનું પ્રેમનું
સિચન કરજો ....
મારું સર્વસ્વ તો આપી દીધું તમને હવે આ બાપ પાસે નથી રહ્યું કઈ લઈને જાઓ છો મારા જીવનના તારને.......
(5)
"પુસ્તકની આત્મકથા"
હું એક પુસ્તક છું મારો પણ એક જમાનો હતો. હું પણ ખૂબ જ મોટા મોટા પુસ્તકાલયોમાં તેમજ પુસ્તક મેળામાં મારું વેચાણ થતું. લોકો મને ખુશી ખુશી લેવા આવતા .અને મને ખૂબ જ આનંદ થતો. લોકો સમય કાઢીને મારું વાંચન કરતાં .દાદા-દાદી મારું વાંચન કરતા કરતા પૌત્ર-પૌત્રીઅને કે નાતીન-નાતિને આ જ્ઞાનની વાર્તાઓ સંભળાતા. કહેતા કે છોકરાઓ પણ ખુશીથી સાંભળતા ખૂબ જ આનંદમય વાતાવરણ લાગતુ મોટાઓને પણ માન સન્માન મળતું .
પણ હવે ???
પણ હવે તો શું વાત કહું ખૂબ જ દુઃખ થાય છે આજની પેઢીઓને જોઈને હવે તો મોબાઈલ આવી ગયા છે હું એમ નથી કહેતું કે મોબાઈલ ખરાબ વસ્તુ છે.પણ આજની પેઢીઓને એનું ખૂબ જ ખરાબ રીતે વ્યસન થઈ ગયું છે .પરંતુ કોઈ વસ્તુની
"અતિની કોઈ ગતિ નથી હોતી "
અમે તો ક્યાંક લાઇબ્રેરીમાં ખૂણામાં ધૂળ ખાઈએ છીએ અમારી કોઈ સંભાળ સુધા લેવા પણ આવતા નથી. ખરીદવાની તો વાત દૂર છે. અમને પણ એમ થાય છે કે બે ચાર ભાઈબંધો ભેગા મળીને કોઈ સારું પુસ્તક લઈને વાંચન કરે વાંચીને એકબીજાને સારા પ્રસંગો સંભળાવે પુસ્તકનું જ્ઞાન મેળવે કદાચ આવું બને.......
પણ નહીં અંતે તો મોબાઈલ નું ભૂત સવાર છે નાના છોકરાઓ થી માંડીને મોટા યુવાન યુવતીઓ હોય કે પછી વૃદ્ધો બધા જ આમાં શામિલ છે. એ પણ એમાંજ વ્યસ્ત છે જાણે અમારું તો સાવ અસ્તિત્વ જ લુપ્ત થતું જાય છે.
હું કાઈ આધુનિકરણની ટીકા નથી કરતું પણ મારું પણ તમારી જીવન શૈલીમાં સ્થાન આપો. મારામાં પણ જ્ઞાન સફર વાર્તાઓ રમતગમત કે મોજ મસ્તી છુપાયેલી છે. કાશ મારુ પણ આધુનિક દુનિયામાં સ્થાન હોત !
આરતી રૂપેશ પરમાર
(6)
"મોબાઈલની સાઇડ ઇફેક્ટ"
ક્યાંથી શરૂઆત કરવી એ કઈ સમજાતું નથી આજની પેઢીઓ આંખ બંધ કરીને આંધળી ડોટ મૂકી છે મોબાઇલને બદનામ કરવા એમાંથી સારું શીખવાનું તો દૂર પણ ખરાબ વધારે શીખી રહ્યા છે.
એક બાળકની વાત કરીએ તો એને પણ મોબાઈલનું ભૂત સવાર છે ખાવામાં આવવામાં સુવડવામાં, રમાડવામાં કે જમાડવામાં આંખ ખોલો તો મોબાઈલ જોઈએ છે . બાળકને ક્યાં ખબર છે કે આનાથી મારી આંખ કાન બુદ્ધિમાં કાટ લાગવાનો છે . પણ આપણે જેને એની તરફ દોરીએ છીએ એમાં બાળક બિચારું શું કરે?
અત્યારના યુવાન- યુવતીઓનુ તો શું કરવું? જાણે સારું સાંભળવાનું કે જોવાનું કે વડીલોને માન સન્માન આપવામાં ઉપર તો જાણે એક લોક લાગી ગયો છે . મગજની વિચારશક્તિ સાવ ખરાબ થઈ ગઈ છે. મા બાપની લાગણી અને પ્રેમનો ગેરલાભ ઉઠાવીને મોબાઇલ માંથી મળી રહેલા નાચક વેડા તરફ દોરાઈ રહ્યા છે બે ચાર ભાઈબંધો દોસ્તારો ભેગા થઈને મોબાઈલો જોવે છે મોબાઈલ જોઈને એમાંથી ખરાબ વિચાર - વિકાર આવતા અનેક દીકરીઓ ને અને મા બાપ ની જીંદગી બરબાદ કરી નાખે છે. સતત દૂર વિચાર ના વિસ્ફોટકો ફાટ્યા કરે છે.
એક પ્રસંગ કહું છું, એક દાદા દાદી બિચારા બીમાર હતા એ એક અલગ રૂમમાં બેડ પર સૂતા અને ભગવાનનું નામ લે. વહુ યુવાન દીકરા દીકરીઓ ઘરમાં ઘણા બધા , પણ બધા પોતપોતાના કામમાં વ્યસ્ત બા બિચારા બધાને બોલાવ્યા કરે પણ કોઈ ધ્યાનમાં લેય નહીં કામ હોય ત્યાં સુધી કામકાજમાં અને પછી ફોનમાં વ્યસ્ત. બધાને એવું લાગે કે આ તો બાર સાવ નવરા છે એ તો બોલાવ્યા કરે પણ આવું વિચારવાનું કારણ શું હતું? "મોબાઈલ" વહુ દીકરીઓ દીકરાઓ કાનમાં ઈયરફોન કે હેડફોન નાખીને કામમાં વ્યસ્ત હોય છોકરાઓ ભાઈબંધ દોસ્તાર માટે અને મોબાઈલમાં જોવામાં વ્યસ્ત હોય દાદી વિચાર કરે આ બધા શું જોતા હશે? શું કરતા હશે ?કોઈ ને મારી માટે સમય નથી . એક દિવસ દાદી બધાને સાદ પાડતા રહ્યા કોઈનું ધ્યાન રહ્યું નહીં અને દાદી રામચરણ સીધાવી ગયા એ પણ કોઈનું ત્યાં ધ્યાન રહ્યું નહીં .
બીજી એક પતિની વાત કરીએ તો :- તે એને પણ ક્યાં એક પત્ની કે બાળકો માટે સમય છે એનું ધ્યાન ધંધામાં અને મોબાઇલમાં વ્યસ્ત નોકરી ધંધાથી આવ્યા અને ફોન કાઢીને બેસી ગયા . વાત નથી છોકરાની સાંભળવી કે નથી પત્નીની સાંભળવી પત્ની વિચારે છે કે પતિને ક્યાં મારી માટે કે છોકરા માટે સમય છે એમ કરતાં કરતાં ધીમે ધીમે પતિ પત્ની અને બાળકો સાથે વાત થવા નું બંધ થઈ જાય છે અંતે સંબંધોમાં તો તિરાડ આવી જાય છે અને તે છૂટાછેડા સુધી વાત પહોંચી જાય છે .એટલે પછી કહે છે કે સમય ખરાબ છે .પણ સમય તો એની ગતિમાં ચાલ્યા કરે છે પણ તમે ખોટી જગ્યાએ વ્યસ્ત છો. છોકરાઓને આવીને પૂછતા નથી કે બેટા આજે શું જમ્યા? આજે શું ભણ્યા? તમે આજે શું કર્યું? આજે એટલું આવીને પૂછે તો છોકરાઓને પણ બીક રહે કે પપ્પા આવીને પૂછશે માટે આપણે આપણું કાર્ય કરવું પડશે તો એમાં ઘણો ફાયદો છે . નથી પત્નીને આવીને પૂછતા કે આજનો દિવસ કેવો ગયો છે. તમારી તબિયત સારી છે? ને આજે તમે શું નવીન કાર્ય કર્યું એવું પૂછવાનું રાખે તો પત્નીને આખા દિવસનો થાક ઉતરી જાય છે. થાકમાં પણ તાજા માજા જેવું અનુભવાય છે. પણ મોબાઈલ ક્યાં કોઈને સાથે રહેવા દે છે.
બાળકો મા બાપના પ્રેમથી ,પત્ની પતિના પ્રેમથી, મા બાપ પુત્રના પ્રેમથી વંચિત રહી જાય છે. અંતે છોકરાઓ મા બાપ કે પત્નીને પ્રેમ કે લાગણી મળતી નથી. આમજ છોકરા ઓ સારા સંસ્કારો થી વંચિત રહી જાય છે ખરાબ વિચાર મા પડી જાય છે. અને મા બાપની વાત માનવાનું બંધ કરી દે છે .પછી ફોન અને દોસ્તારો તરફ વળી જાય છે. પછી ખરાબ બનાવો બનવામાં કંઈ બાકી રહે છે.
આપણા સમાજમાં જુઓ તો અત્યારે દીકરા દીકરીની સગાઈ કે લગ્ન પણ મોબાઈલથી તૂટી જાય છે. તમે આવો ફોન આપ્યો. મારે તો બીજો ફોન જોઈતો હતો. આવી નાની નાની વાતમાંથી અને લાંબા સમય સુધી ફોનમાં પડ્યા રહે અને પછી સગાઈ તૂટે છે અને સંબંધો ખરાબ થાય છે. મોબાઈલ અત્યારે તો જિંદગીનો એક પાર્ટ બની ગયો છે. એનો ઉપયોગ સારામાં પણ થઈ શકે છે. અત્યારે ભણવામાં પણ મોબાઈલ જુએ છે એનાથી આખી દુનિયા જોઈ શકાય છે ઘણા ફાયદા પણ છે ગૃહિણીઓ ઓનલાઈન બિઝનેસ પણ કરી શકે છે .ભરતગુંથણ સીવણ બધું ઓનલાઇન શીખી શકાય છે .એ લેવું હોય તો મોબાઈલમાં પણ ઘણું સારું છે સંદેશા વ્યવહાર બિઝનેસ કરવામાં પણ ફોન સારો કામ લાગે છે. પરંતુ અત્યારે એનો ઉપયોગ કરતા દૂર વ્યવહાર વધારે વધી ગયો.
આરતી રૂપેશ પરમાર
(7)
"શિક્ષણ અને સંસ્કાર નું મહત્વ"
શિક્ષણ આપણી જિંદગીનું મહત્વનું પાસું છે. જીવન જીવવા માટે શિક્ષણનું ખૂબ જ મહત્વ છે .શિક્ષણ એ એક એવો દરવાજો છે કે જે ખોલીને આપણે પ્રગતિના બધા જ દરવાજા ખોલી શકે છે.
ભણવાની કે શીખવાની કોઈ ઉંમર નથી હોતી ફક્ત મનમાં ઉત્સાહ હોવું જરૂરી છે. જો શિક્ષણ સારું હશે તો આપણા સંસ્કાર સારા થશે. સંસ્કાર અને શિક્ષણ આ બે વસ્તુ જો જીવનમાં આવી જાય તો જિંદગી સફળ બની જાય છે . શિક્ષણ આપણને ક્યાંય ઝૂકવા નહીં દે અને સંસ્કાર આપણને ગીરવા નહીં દે . અત્યારે ઘણા છોકરાઓને ભણવું એ ખૂબ જ મોટી મુસીબત લાગવા લાગે છે . પરંતુ એવું નથી થોડા વર્ષ ભણવામાં મહેનત કરીને પછી એ ભણતરનો ફાયદો આપણે આખી જિંદગી મેળવવાનું છે.
જો અમે ઓછું ભણ્યા છીએ ને એટલે ભણવાની કિંમત અમને અત્યારે સમજાય છે . શિક્ષણના અભાવે ક્યાંક મોટી મીટીંગ હોય કે બિઝનેસ મીટીંગ હોય કે પછી , આઉટ ઓફ સીટી કે કન્ટ્રી હોય , બધી જગ્યાએ બોલવામાં શિક્ષણનો ભાવ વર્તાય છે માટે મા-બાપ ઓછું ભણ્યા હોય તો એને છોકરાઓને ભણાવવાની અપેક્ષાઓ વધી જાય છે. ઝાઝી હોય છે કે તમે ભણીને આગળ વધો . પરંતુ આજની પેઢી ભણે જ છે નથી ભણતી એવું નથી પરંતુ મોજ શોખ ,મોબાઈલન, હરવા- ફરવાની ,દેખાદેખી થી પાછળ જ રહી જાય છે. જીવનમાં સફળ થવાને બે જ ચાવી છે શિક્ષણ અને સંસ્કાર . જોવાનું મહત્વ સમજાઈ જાય તો આપણે તો ઠીક પણ આપણી આવનારી પેઢી પર શિક્ષિત થઈ સમાજમાં સારું એવું આગવું સ્થાન પ્રાપ્ત કરે છે.
શિક્ષણથી વ્યક્તિગત વિકાસ, આત્મજ્ઞાન , વિશ્વાસમાં પણ વધારો થાય છે. અભ્યાસ સારી એવી ઓળખ અને સાચી દિશા બતાવે છે. એટલે જ તો શિક્ષણનો આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ પણ ઘણું મહત્વ છે.
આજકાલ આપણે સારા - સારા અને સાચા મિત્રોની તો જરૂર છે જ પરંતુ આપણે અત્યારે મોબાઇલને સારો મિત્ર બનાવી લીધો છે. પરંતુ આપણો સાચો મિત્ર શિક્ષણ અને સારા પુસ્તકો છે. એ જ તો આપણા માર્ગદર્શક છે. શિક્ષિત વ્યક્તિને સામાજિક કાર્યો હોય કે વિદેશ ગમન હોય કે પછી ક્યાંય કોઈ જગ્યાએ અડચણ આવતી નથી. શિક્ષાથી આપણા વિચારો હોઈ કે પછી સમાજમાં નામ કે જ્ઞાન અને મન અને હૃદયને વિકસિત કરે છે . શિક્ષા એ એક યજ્ઞ છે જેમ યજ્ઞ કરવાથી આપણા મનને અદભુત શાંતિનો અનુભવ થાય છે તેમ શિક્ષણ મેળવવાથી જીવન જીવવાની સાચી સમજ પ્રાપ્ત થાય છે . સંસ્કાર એ પુસ્તકનું જ્ઞાન નથી. સંસ્કારમાં જીવન સિદ્ધિની ભાવના છે. સદાચારની સુવાસ છે. મન અને હૃદયના સત્ય માર્ગે ચાલવાની વૃત્તિ છે સંસ્કાર સંયમ શીખવે છે . સંવેદનશીલતા નો માર્ગ સંદેશ છે. જો આ માણસ પૂર્વજનોમાં કેટલા મનો પ્રભાવ લઈને જન્મે છે જેમાં જેના આધારે માણસનું વર્તન આકાર લેતું હોય છે . પણ માણસનો સ્વભાવગત એ એને સુધરવા ન દે તો શિક્ષણ કઈ કામ લાગતું નથી . શિક્ષણની સાથે જીવન મનુષ્યમાં લાગણી પ્રેમ સદાચાર સુવિચાર બીજાની ભાવના સમજવાની શક્તિ રાખવી એ પણ એક શિક્ષા જ છે .
સારું શિક્ષણ વિદ્યાર્થીઓ બાળકોનું ઘડતર અને સાચી સમાજ સારું ચરિત્ર નું મૂલ્ય સમજાય છે ઉચ્ચ રચના કે ચાલવાનું શીખવે છે.
એક ખાસ વાત બધા જ મારા વિદ્યાર્થી બાળકોને સમજાવવાની જરૂર છે કે 12 પાસ કર્યા પછી તમારા જીવન ઘડતર ની સાચી શરૂઆત થાય છે . 12 પછીના પાંચ વર્ષે તમારે મોજ , શોખ , ભાઈબંધ - દોસ્તાર , મોબાઈલ , પ્રસંગો કે પાર્ટી કરવા , ફરવાનું ભૂલી જઈને ખૂબ જ દ્રઢ નિશ્ચય રાખીને ભણવા પાછળ પડી જવાનું છે . પાંચ વર્ષ સારો એવો ભોગ આપીને જેમ લોખંડને ખૂબ જ તપાવીને પછી એનો આકાર આપીને ઘસીને ચમકાવે છે એમ તમારે ચમકવાનું છે . જો એ પાંચ વર્ષના મોજ કરી તો આખી જિંદગી તપવાનો છે પાંચ વર્ષ તપ્યા તો પછી લાઈફ ટાઈમ ચમકવાનું છે . આ બેયની ચાવી તમારી પાસે છે. આ સમયમાં જ શિક્ષણ અને સંસ્કાર નું મહત્વ સમજવાનું છે.
~ આરતી રૂપેશ પરમાર
(8)
"મનન ની વાત"
ભગવાન ની કૃપાથી મલ્યા બે મન સગાવહલા તેડાવ્યા ને બાંધ્યા તોરણ લીલા વાજતે ગાજતે કર્યા વધમના ને સાક્ષી માં તમારા સગપણ. ખુબજ અનમોલ સમય હતો એકબીજા માટે.
મન મૂકીને જીવવાની ક્ષણો મળી ને કોલ આપ્યા પ્રેમના મળ્યા અંતરના ઊંડાણ જેમ સાગરમાં મળવા ઉછળે સરિતા અને તેમાં ઉછળતા આપણા મન ને મળતા હૃદયના ધબકારને કહેતા ન અટકશો હમણાં મારા પ્રિયા મિલનની વાટ.
સાજન કહે સજની ને આટલો કરે છે મને પ્રેમ પછી ઓછો ના કરીશ મને નહિતર વેરણ થાશે જીવન આપ્યા કોલ એક બીજાને મળ્યા મન તરંગ .
વાગી શરણાઈ ને ઢબકીયા ઢોલ
લગ્ન લેવાયા હરખથી આનંદ ચારે કોર . ને પછી પડ્યા સંસારની જાળમાં ને ખોવાયા ક્યાંક પ્રેમ ના કોલ વ્યસ્ત થયા સંસારની સાકળમાં પૂછવાનું ભૂલ્યા એકબીજાના હાલ હતી પહેલા પ્રેમની વણઝાર કે હવે ક્યાંક શોધું છું એ સમયની પળ. પડી હોય ક્યાંક ખૂણામાં તો યાદ કરીને રડી લઉં છું એ પ્રેમનો રણકાર . વ્યસ્ત થયા સાથે એટલા કે ભૂલી ગયા કે મારા ધબકારથી જીવે છે કોઈ આસ . હું કહું છું કે રાત દિન રે મારી સાથ પણ જ્યારે મારા મનમાં પ્રેમનો તુફાન જાગે ને યાદ કરું હું વારંવાર ત્યારે એ એક અણસાર આપજે તારા પ્રેમનો કે તારી સાથે હું છું મારી જાન .
અટવાવ છુ જ્યારે આ સંસાર ચક્ર માં ત્યારે માંગુ છું તારો સાથ તારે તો મારા જેવા અનેક છે પણ તું તો મારે એક.
જોવ તને તો વાગે છે મારા હૃદયમાં સંગીતના સૂર .
હસે જો તું મારી સાથે તો લાગે કે સુખીજ હું છું એક .
આવે તારો એક પ્રેમ ભર્યો સંદેસ તો વિખરાવ છું હું ખુશનુમાં બની મહેક .
વ્યસ્ત છે તું તારી જવાબદારીમાં ના જીવનમાં પણ પાછું વાળું જોજે કોઈ રાહ જોવે છે તારા વિરહ ની યાદ મા. પ્રેમ પલોપલ ભર મન મૂકી ને આપજે મારા હાથ માં હાથ તારો . હું ક્યાં માગું છું કે ચાંદ તોડી ને આપ મારા હાથ માં ! માગું છું પ્રેમ ભર્યો સુંવાળો સાથ મારા હાથ માં .
તારો સ્પર્શ થાય મારા હાથમાં તો લાગે જાને ખીલ્યું ગુલાબ પાનખરમાં ....
આરતી રૂપેશ પરમાર ..
(9)
માં ની દીકરી ને શિખામણ
આ વાત છે એક કવિતા બેન અને તેની દીકરી કાવ્યાની. કવિતાબેન ને સંતાનમાં એક દીકરી કાવ્યા અને એક દીકરો કાવ્ય હતા. તેઓ ખૂબ ખુશ ખુશાલ જિંદગી જીવતા હતા. દીકરો મોટો અને દીકરી કાવ્ય નાની . નાની એટલે ખૂબ લાડકી. લાડકોડ થી ઉછેરીને મોટી કરી ભણાવી – ગણાવી. દીકરી કાવ્ય ઉંમરલાયક થઈ એટલે સ્વાભાવિક છે કે દીકરીના માગા આવવા લાગે. ઘરમાં કવિતાબેન નું થોડું વધારે ચાલે ને વળી એકની એક દીકરી એટલે સારું નરસુ કર્યા કરે ને જોવા જાણવા ટાઈમ કાઢે . કહેવાય છે ને કે "દીકરી વહાલનો દરિયો" એટલે કવિતાબેન નું ક્યાંય દીકરી દેવામાં મન માને નહીં. કાવ્યા ના પપ્પા થોડા ચિંતામાં રહ્યા કરે. કવિતાબેન ને કંઈ કહી શકે નહીં. અંતે કવિત ભાઈ ની ચિંતા નો અંત આવ્યો અને સારો છોકરો, સારું ઘર , સારા માણસો મળ્યા અને ધામધૂમથી રંગે– સંગે કાવ્યા ના લગ્ન કર્યા. હું જાવ ને હવે કાવ્યા પરણીને સાસરે ગઈ. કવિતભાઈનું મનન હળવું થઈ ગયું ને શાંતિનો શ્વાસ લીધો.
દીકરી કાવ્યા સાસરે ખૂબ સુખી છે. ત્યાં પણ તેને માનો પાલવનો છાયડો ને સાસુના રૂપમાં એ ખૂબ પ્રેમાળમાં મળે છે. સાસુ સાધના બેનને પણ સંતાનમાં એકમાત્ર પુત્ર સુધીર હતો. તેને પણ દીકરો પરણાવવાના ખૂબ કોડ હતા. આ તો સંસારની વાસ્તવિકતા છે જેમ દીકરીના માવતર ને સારું ઘર, સારા માણસો , સારો જમાઈની આશા હોય છે તેમ દીકરાના માવતરને પણ ઘણી આશાઓ હોય છે કે સારી વહુ કે દીકરીના રૂપમાં એક સંસ્કારી, સુશીલ, ગુણવાન વહુ આવે ને કુશળતાથી ઘર બાર સંભાળે. ખૂબ પ્રેમથી રહે એવી આશાઓ સાથે વહુ નું આગમન થાય છે. બધા સાસરિયામાં ખૂબ ખુશ છે. દીકરી કાવ્યા પણ નવા સંબંધો, નવું ઘર, નવા માણસો સાથે હળી મળીને રહેવા લાગી. ખુબ સરસ રીતે સાસુના સથવારે કુશળતાથી ગ્રહસ્થી ધર્મ નિભાવા લાગી. સાસુ પણ દીકરીની જેમ જ વહુ નો ખ્યાલ રાખે , પાસે બેસાડીને જમાડે . એમ કાવ્યાને સુધીની જિંદગી ખુશ ખુશાલ ચાલવા લાગી . કાવ્યાને પણ ઘરના સભ્યો અને સાસુ સાથે તાલમેલ આવી ગયો.
પરંતુ.... કાવ્યના મમ્મી કવિતાબેન ને દીકરીનો ખાલીપો ખટકવા લાગ્યો. એ બેચેન રહેવા લાગ્યા. તેને પણ ખૂબ સારી સંસ્કકારી વહુ આવી ગઈ હતી. પણ તેનું માન નવી વહુને સંભાળવા કરતાં દીકરીમાં વધારે ખેંચાવા લાગ્યું. માં– દીકરી નો પ્રેમ અખૂટ છે જ એમ કવિતાબેન ને દીકરી ની યાદ સતાવા લાગી. કહેવાય છે ને કે કોઈ પણ સંબંધમાં વધુ પડતો પ્રેમ અને લાગણી પણ દુઃખનું કારણ બની શકે છે. એવું જ કંઈક આ કાવ્યા અને કવિતાબેન ના સંબંધમાં આવવા લાગ્યું. દીકરી પ્રત્યે પ્રેમ કે ચિંતા હોવી એ સ્વાભાવિક છે. પણ પ્રેમ અને ચિંતાને દુઃખનું સ્વરૂપ લેતા વાર નહીં લાગે . એવું જ થયું કવિતાબેન કાવ્યાને અવારનવાર ફોન કરે . વાત વાતમાં ફોન કરીને વધારે પડતો દીકરીના જીવનમાં રસ લેવા લાગ્યા. રોજ સવાર પડે એને મમ્મીનો ફોન આવી જાય કે બેટા ઉઠી ગઈ? નાસ્તો કર્યો ? શું નાસ્તો કર્યો? ક્યારે કર્યો? આવવા મતલબ વગરના સવાલો પૂછે ને પછી તો આ રોજનું રૂટિન કાર્ય બની ગયું. કવિતાબેન નો માં બસ દીકરી સિવાય ક્યાંય લાગતું નહીં. એમના પોતાના ઘરમાં કે વહુ – દીકરામાં પણ નહીં. ફક્ત દીકરીના પ્રેમમાં, એની ચિંતામાં , એના જીવનમાં વધારે પડતાં જ ઓતપ્રોત થઈ ગયા.
પછી... પછી શું? જે થવાનું હતું એ... માનવ વધારે પડતો પ્રેમ લાગણી દીકરીની જિંદગીમાં કડવાશ ભળવાનું શરૂ થવા લાગ્યું. કાવ્યાનુ મન પણ હવે ઘરકામ કે સાસરીની બદલે માંની વાતોમાં વધારે રહે. સાધનાબેન એ થોડા સમય આ બધું જોયું એને પણ આ ગમતું નહીં પણ શું થાય તેને ઘરમાં ઝગડો કે કંકાસ પસંદ ન હતો. આ બધું ચલાવી લેતા પણ સમય જતા સાધનાબેન અને કાવ્યાના સંબંધમાં તિરાડ પડવાની શરૂ થઈ ગઈ. પ્રેમની મીઠી સુગંધમાં હવે વહેમનો અણગમાની લહેર પ્રસરવા લાગી. કાવ્યા ના સાસુ સાથે મા દીકરીના સંબંધમાં કડવાશ ભળી ગઈ. સુધીર ઓફિસથી આવે એટલે નાની નાની બાબતોમાં લડવા લાગી એના કારણે એનું મન પણ કામ ધંધાને બદલે સાસુ વહુના ખટકાવમાં અટકવા લાગ્યું. માનો વધારે પડતો પ્રેમ દીકરીના જીવનમાં આવેલી ખુશીને દુઃખમાં ફેરવી નાખે છે. સંબંધોમાં તિરાડ લાંબો સમય સંબંધ ટકાવવાની ક્ષમતા ગુમાવી બેસે છે. અને બંને ઘરનું વાતાવરણ અસ્તવ્યસ્ત થઈ જાય છે. અને ત્યાં જ સવારમાં પાછો રોજના ટાઈમ ટેબલ પ્રમાણે ફોન આવ્યો ને મમ્મી કહે ," બેટા કાંઈ કામકાજ ના કરીશ , થાકી જઈશ ટાઈમે જમી લેજે, સુઈ જજે , ક્યાંય ફરવા ગયા હતા કે ઘરમાં જ ઢસરડા કરે છે ? તારા સાસુ બહાર ફરવા જવાના છે ? રસોઈ તને જે ભાવતું હોય એ જ બનાવવાનું , ક્યાંય હોટલમાં જમવા ગયા હતા કે નહીં?" એવા બધા મતલબ વગરના સવાલો કાવ્યાના જીવનમાં દુઃખના વાદળો છવાય જાય છે ને સુખી સંપ સાસરિયામાં કાળાશ પ્રસરી જાય છે. કાવ્યા બેચેન અને ઉખડી ઉખડી રહેવા લાગે છે. આ બધું એના સાસુ સસરા થી જોવાતું નથી. અને એક દિવસ સાંજે જમી પરવારીને બધા સાથે બેઠા હતા અને કાવ્યા ને બોલાવે છે કે " બેટા કાવ્યા તને કઈ વાતનું દુઃખ છે? શેની કમી છે? તારું મન ક્યાં મૂંઝાય છે? તે બાબત એ અમારી સાથે વાત કર. આપણા ઘરમાં કામવાળા કામ કરે છે . સુખ સાહેબી બધું છે . ફરવું– ફરવું, ખાવા પીવામાં કોઈ ખોટ નથી. પણ આ બધી વાત કાવ્યાને કઈ સમજાતી નથી. કાવ્યાનુ મન મમ્મીની ખોટી શિખામણ અને સાસુની સમજાવટ વચ્ચે મન વિચલિત થાય છે . કાવ્યા એની મમ્મીના કહેવા પ્રમાણે ઘરમાં ગેરવર્તન કરવા લાગી. બધું એમ જ ઘણા સમય ચાલ્યા કર્યું. એક દિવસ કાવ્ય ના મમ્મી કાવ્યને પિયર બોલાવી લે છે. અને કાવ્યાને સાસરે જવા નથી દેતા. આમ વાત વધારે ને વધારે વણસવા લાગે છે . પરિસ્થિતિ એ કઈક અલગ જ મોડ લીધો.
કાવ્યના સાસુ કાવ્ય ને તેડવા જાય છે પણ કાવ્યાને એના મમ્મી આવવા દેતા નથી. કાવ્યાનુ મન બંને ઘર વચ્ચે અટવાવા લાગે છે. એના સાસુ ઘરે પાછા જતા રહ્યાં. વાત છેક છુટા છેડા સુધી પહોંચવાના આરે હોય છે. બંને ઘરનો માહોલ ગમગીન બની જાય છે. પણ શું થાય......
પરંતુ કાવ્યા ના સાસુ સાધના બેન થોડા પીઢ ઠંડા મગજના સમજદાર વ્યક્તિત્વ વાળા છે. એક દિવસ સાધના બેન કાલીયા ને ફોન કરીને મંદિરમાં મળવા બોલાવે છે. બંને એકબીજા સામે જોવે છે. સાધના બેન ની આંખો કઈ ન કહેવા છતાં ઘણું કહી જાય છે. સાસુ વહુ એકબીજાને સામે જોવે છે અને કાવ્યના અંતર મન પર ગહેરી અસર થાય છે . કાવ્યાની આંખોમાંથી પસ્તાવાના અશ્રુધારા વહેવા લાગે છે. પછી સાધનાબેન એના માથા પર હાથ ફેરવીને લાગણી વર્ષ થઈ દીકરીની જેમ વહાલ કરવા લાગ્યા. કાવ્યા ને એટલું જ સમજાવ્યું કે બેટા તને આપણા ઘરમાં શું વાંધો છે તને ક્યાં ખોટ છે? તારી આંખો બંધ કરીને જો કે તું જ્યારથી પરણીને આવી ત્યારથી તે સમયને યાદ કર. આપણા સાસુ વહુના પ્રેમમાં ક્યાં ઉણપ હતી? તે તું તારી જાતને પૂછ.
કાવ્યા આંખ બંધ કરીને જોતા રહેશું એ રડવા લાગી. એના પહેલાંના દિવસો યાદ કરીને એનું મન વિચારોના વમળ માં ખોવાઈ જાય છે. અને તેને પોતાની ભૂલ સમજાય છે કે મારે તો કંઈ દુઃખ જ ન હતું . મારી મમ્મીના વધારે પડતા પ્રેમના કારણે મારા ઘર સંસારમાં , મારી જિંદગીમાં દુઃખ ના વાદળો ઘેરાણા હતા. એક આવ્યા ને સમજાય ગયું અને એના સાસુના ગળે વળગીને ધુસકે તૃષકે રડવા લાગી. અને કહ્યું"મમ્મી મને માફ કરી દો. મે છોકર મંત માં મારી જ જિંદગીમાં મોટી ભૂલ કરી બેસત". પછી સાસુ વહુ નીરાતે મંદિરમાં દર્શન કરીને જાણે બંને હળવા થઈ ગયા . કાવ્યા એના મમ્મીને ઘરે જઈને સમજાવે છે કે ,"મમ્મી હું માનું છું કે તું માં છે તને મારી પ્રત્યે પ્રેમ લાગણી હોય પરંતુ વધારે પડતા પ્રેમમાં લાગણી વશ થઈને મારી જિંદગી બરબાદ થઈ જાત. ના હવે મારી પ્રત્યે એનો પ્રેમ તું તારી વહુ માં લૂંટાવ એને પણ પ્રેમ અને લાગણીથી સંભાળ એ જ તારીખ પાછળની જિંદગીમાં કામ આવશે. તારો અત્યારે લૂંટ આવેલો પ્રેમ સંભાળ તને તારા ગઢપણમાં ભાભી તને આપશે. તને સાચવશે." અંતે કવિતાબેન ને પણ એને કરેલી ભૂલનો પસ્તાવો થાય છે. અને દીકરીને હરખેતી સાસરે વળાવે છે. કવિતાબેન સાધનાબેન ની માફી માગે છે. કવિતાબેન એના વહુ દીકરામાં અને પતિમા , ઘર સંસારમાં વળગી જાય છે. એના સાસરે જઈને ખૂબ જ પ્રેમથી રહેવા લાગે છે અને બંને ઘરમાં શાંતિ અને સુખનો સૂરજ ઉગે છે.
" ફરી એક સુખદ અહેસાસ નો અનુભવ થયો અને પ્રેમવિશ્વાસની કૂપળો ફૂટી"
બોધ :- દિકરી મોટી થાય એટલે એ પણ ભણેલી ગણેલી સમજદાર હોય છે. એને પણ એટલી ખબર હોવી જ જોઈએ કે પોતાનું ભવિષ્ય ક્યાં સારું છે. તે ક્યાં સુખી છે. જો આટલું દરેક દીકરી, માં, સાસુ, વહુ સમજી જાય તો જિંદગી માં કોઈ ઘર માં કોઈ દુઃખી નઈ હોય . બધાજ ઘર માં રોજ દીવાળી ને રોજ કામયાબી ગગન ચુંબ શે.
" કાંટાળી ડાળ ને પુષ્પ જેમ સુંદર બનાવી શકે છે તેમ સંસ્કારી સ્ત્રી ઘર ને મંદિર ને સ્વર્ગ જેવુ બનાવી શકેછે. દીકરી માં સંસ્કાર નું સિંચન એક માં જ કરી શકે. ભલે તે મા ના રૂપ માં હોય કે સાસુ ના સંસાર રૂપી સીડી ને કેમ ચડવી . એના ઉતાર - ચડાવ તો આવ્યા જ કરે એનો સામનો સહજતા થી કેમ કરવો એ એક માં સિવાય સારું અનુભવી બીજું કોણ હોય . અસ્તુ
જય વિશ્વકર્મા દાદા
વિશ્વકર્મા સમાજ સદાય અમર રહો.
(10)
"મા ના હૃદય ની વાત"
પ્રભુએ આપી એક અનમોલ ભેટ ને નથી રાખી ખુશી નો કોઈ પાર....
એ ખુશી ને પડી નજર ને રૂઠિયા રામ.
પ્રભુ કહે આપ પાછી મને એ ખુશી ત્યારે એ મા લડી રામ સાથે...
ને કહે કે આપેલી ભેટ તો મનુષ્ય પણ પાછી લેતો નથી તારે ક્યા ખોટ છે ખજા ને !
કે લૂંટવા આવ્યો મારી ખુશી ...?
ને લડાય લાગી મા ની પ્રભુ સાથ કે જુઠા ઠેકડી થાશે દુનિયા માં તારી કે તું આવ્યો લૂટવા આપેલી ખુશી...
ને લડાય લાગી માં ની પ્રભુ સાથે !
હારી ગયો હરિ ને જીતી ગઈ મા આપી
પછી અમૂલ્ય ભેટ !
એ તુ છે મારી જીવ......
(મારી દિકરી )
- આરતી રૂપેશ પરમાર
(11)
વાદળ ને પણ વરસવું પડે છે
ધરતી ને મળવા માટે પછી..... મહેકે છે
ધરતી ના કણ કણ.
(આરતી પરમાર)
(12)
પિતા એટલે પોતાની જાત સળગાવી ને ઘર માં રોશની પાથરે એ પિતા.
પિતા એટલે પોતાના સપના ની આહુતિ આપીને સંતાન ના જીવન માં જ્યોત પ્રગટા વે એ પિતા .
પિતા એટલે સંતાનો ની જીંદગી મહેકાવવા ઘસાતું ચંદન એ પિતા.🙏🏻
(13)
મારે તો ક્રિષ્ન મન કો ભાયો.
આસ કરું મેં ઓર કિસ કી ઓ કાન્હા
મેરે તો ક્રિષ્ન મન કો ભાયો
આસ ન દુજી ઈન નેનન કો
મારે તો મન ક્રિષ્ન મન કો ભાયો
બનું મે તેરી ભક્ત કે દાસી
મેરે તો ક્રિષ્ન મન કો ભાયો
મેતો તેરી ઝાખી કી પ્યાસી
મેરે તો ક્રિષ્ન મન કો ભાયો
દુઃખ મેં ભી સુખ લાગે ઇસ મનકો
મેરે તો ક્રિષ્ન મન કો ભાયો
તેરી પ્રેમ ભક્તિ સે ભ્રમણા ભાગી
મેરે તો ક્રિષ્ન મન કો ભાયો
માયા ના મોહ કોઈ ઇસ જીવન સે
મેરે તો ક્રિષ્ન મન કો ભાયો.
આશા ન તૃષ્ણા મોહ ન માયા
મેરે તો ક્રિષ્ન મન કો ભાયો
(આરતી પરમાર "રુપ" )
(14)
લોખંડ ના કાટ લાગેલા એરિયા ને ઘાટ આપવા માટે અને ચમકવા માટે અંગારા માં તપવું પડે છે ને પછી અને ચમક વા માટે એરણ પર હથોડા ન ઘા સહન કરવા પડે છે ને પછી મનપસંદ ઘાટ રંગ લાવે છે. એમ વિદ્યાર્થીઓ નું આવુજ છે ભવિષ્યમાં કઈ બનવા માટે તનતોડ મહેનત કરીજ જ મનપસંદ વ્યક્તિત્વ ઘડી શકાય છે
(15)
મજેવડી ધામ રૂડા ગામ છે રે
ત્યાં છે કાઈ દેવતણખીજી ના ધામ. રે દેવતણખી દાદા નેજા ફરકાવ્યા નિજ ધર્મ ના.....
દાદા ને ઘરે દીકરી પ્રગટ થયા
નામ રાખ્યા લીરલદે જેવા નામ રે દેવતણખી દાદા નેજા ફરકાવ્યા નિજ ધર્મ ના.
આશરા ના ધર્મ દેવે રાખ્યા
જમાડે કઈ સાધુ સંતો ની જમાત રે દેવતણખી દાદા નેજા ફરકાવ્યા નિજ ધર્મ ના..
વાયત ના વેલા પધાર્યા
આવ્યા છે કાઈ ગુરુ દેવાયાત વેલ રે
દેવતણખી દાદા
નેજા ફરકાવ્યા નિજ ધર્મ ના...
ધારે આવ્યા ને ધારા ભાંગ્યા
પૂછે છે કે લુહારો ન દ્વાર રે
દેવતણખી દાદા નેજા ફરકાવ્યા નિજ ધર્મ ના..
દેવતણખી દાદા ના દ્વાર પધાર્યા
સાંધી આપો કાંઈ ધરા કેરી ધાર રે
દેવતણખી દાદા
નેજા ફરકાવ્યા નિજ ધર્મ ના....
કેમ કરી વીરા ધરો સાંધશુ
પાળીયા છે કાઈ અગિયારસના એકતા
દેવતણખી દાદા
નેજા ફરકાવ્યા નિજ ધર્મ ના..
તમે દયો ઘણ તણા ઘા રે દેવાપંડિત પંડિત
અમે એકતા પાળીયા અગિયારશ ના રે દેવતણખી દાદા નેજા ફરકાવ્યા નિજ ધર્મ ના...
ક્રોધ કરી ને ઘણ મારિયા
એરણ ગયા છે પાતાળ રે દેવતણખી દાદા નેજા ફરકાવ્યા નિજ ધર્મ ના...
ઘૂંટી ઉપર ધરા સંધ્યા
રાખ્યા છે ગુરુજી માં માન રે
દેવતણખી દાદા
નેજા ફરકાવ્યા નિજ ધર્મ ના....
ભક્ત ની વારે ભગવાન થયા
રાખી છે ભક્ત કેરી લાજ રે દેવતણખી દાદા
નેજા ફરકાવ્યા નિજ ધર્મ ના....
(16)
कहे अर्जुन घबराया हुं में
कहे अर्जुन घबराया हुं में
मैं कैसे मारूं ऐ सब स्वजन हमारा
दादा काका मामा भाई सब हैं हमारा कैसे करूं सहार उनका
हे पार्थ इतना क्यों हो घबराते
हूं खडा में साथ तुम्हारे
यह हैं पहले से ही नाशवंत
है मरे हुए सब यह
उठाओ धनुष बनो निर्भय तुम
मैं हूं कर्ता फिर तुम क्यों हो डरता
चढ़ाव प्रत्यनशा लडो तुम युद्ध
मैं खड़ा हु साथ तुम्हारे
वरना लाओ धनुष लडु में साथ उनके
तोड़ू में प्रतिज्ञा मेरी
हुआ अर्जुन खड़ा धरा धनुष हांथ
कारण मेरे प्रतिज्ञा तोड़ो क्यों तुम्हारी
दो ज्ञान मुझे अंधकार मय लगे यह सृष्टि
तब धरा विराट स्वरूप प्रभु ने
दि दिव्य दृष्टि अर्जुन को
दिखाई सब नाशवंत सृष्टि।
तब मोह माया भागी मन से
किया युद्ध अर्जुन ने पुरे बल से
कौरवी सेना संहारी अर्जुन ने।
आरती परमार
(17)
વાર્તા:–
" તમારી અંદર નો શ્રેષ્ઠ, કરાવે વેસ્ટ માંથી બેસ્ટ "
પાંચ મિત્રો હતા. ખુબજ પાક્કા ભાઈબંધો શાળાએ જાય ખૂબ જ મજા મસ્તી કરે. ચાલતા ચાલતા નવી ખોજ ના વિચારો વાગોળ્યા કરે. એમની શાળા થોડી દુર આવેલી. વચમાં જંગલ જેવું આવે. ત્યાં અવાવરુ સૂમસામ જગ્યા ના કારણે ત્યાં ચહલ પહલ ઓછી દેખાય. રસ્તામાં વિશ્વકર્મા દાદાનું મંદિર આવતું તેમાં શાળા ના આવવા જવાના સમયે થોડો કોલાહલ રહે અને છોકરાઓ દર્શન કરે.
ત્યાં તે જંગલમાં પડી ગયેલા ઝાડ પથ્થરોના ઢગલા રસ્તામાં પડ્યા હોય. છોકરાઓને આવવા જવામાં અડચણ રૂપ બને પણ કંઈ થઈ શકે તેમ નહીં. ત્યારે છોકરાઓને એક વિચાર આવ્યો. કે આપણે આ પથ્થરો અને લાકડાઓ નો સારો એવો શું ઉપયોગ કરી શકે કે જેનાથી આ રસ્તાઓ સાફ સુથરો રહે અને એ પથ્થરો અને લાકડાઓ ઉપયોગમાં આવે. છોકરાઓ થોડા ચિંતામાં આવ્યા કેવી રીતે કરીશું. તેમાં થી એક છોકરો વિશ્વકર્મા દાદાનો ભક્ત હતો તેને તરત જ વિચાર આવ્યો કે દાદાના હાથમાં સાધનો છે તેવા સાધનો દ્વારા થઈ શકે. પછી તો દાદાની કૃપા વરસી ગઈ. છોકરાઓ રજાના દિવસોમાં બધા લાકડા અને પથ્થરો સારી એવી જગ્યાએ ભેગા કર્યા. એમ જેમ જેમ સમય મળે ત્યારે આ કામમાં લાગી જાય. ધીમે ધીમે સારા એવા લાકડા પથ્થરો જમા કરી લીધા. અને જંગલોના રસ્તાઓ પણ આવવા જવા માટે સારા એવા થઈ ગયા. છોકરાઓની આ મહેનત જોઈ ગામના માણસો પણ એમને મદદ કરવા આવ્યા.
તેથી છોકરાઓને વધારે પ્રોત્સાહન મળ્યું.
ત્યાં ગામમાં એક નાનો એવો શિલ્પકાર રહે છોકરાઓ તેની પાસે પહોંચ્યા. અને શિલ્પકારની મદદની માંગણી કરી .અને રસ્તો સાફ સુથરો થયો. અને વસ્તુ કામમાં લાગશે એવી વાત થઈ શિલ્પકાર ખુશ થયા. એ પણ છોકરાઓની સાથે આનંદમાં આવી ગયા છે. સારા સારા પથ્થરમાંથી શિલ્પકાર મૂર્તિઓ બનાવવા લાગ્યા. અને છોકરાઓને પણ શીખવાડવા લાગ્યા છોકરાઓ પણ ખૂબ જ ઉત્સાહથી શીખે લાકડા પથ્થરની મૂર્તિ માટે ના સાધનો જેવા કે છીણી, હથોડી, ટાંકણા જેવા સાધનો ની સમજૂતી અને ઉપયોગ જણાવતા જાય છોકરાઓ ને પણ જાણવામાં રસ પડતો. મહેનત સાથે ગમ્મત પડતી. ખૂબ જ ઉત્સાહથી છોકરાઓ શીખે એમ સમય જતા વેસ્ટ પથ્થરોમાંથી સારી સારી મૂર્તિઓ બનીને તૈયાર થઈ. અને લાકડા માંથી પણ સારા એવા લાકડાના વાસણ મૂર્તિ રમકડા એવી વિવિધ પ્રકારના વસ્તુઓ અને ઓજારો બનાવવા લાગ્યા. છોકરાઓને ખૂબ જ મજા આવતી અને ઉત્સાહથી કામ શીખતા.
એક છોકરાને વિચાર આવ્યો કે આ બધી વસ્તુ આપણે બનાવે છે તે કોઈને કામ લાગી શકે. અને એક નાનો વ્યાપાર પણ થઈ શકે. આમાં શિલ્પકાર ની સંમતિ મળતા બધા જ રમકડા વસ્તુઓ અને પથ્થરમાંથી બનાવેલી મૂર્તિઓ લઈ શહેરમાં આવવા લાવ્યા. ત્યાં હાથની બનાવેલી વસ્તુઓ શહેરી લોકોના મન આકર્ષવા લાગી થોડું સંઘર્ષ કર્યું પણ સફળતા મળી અને શહેરીજનો એ વસ્તુઓને ખરીદવા લાગ્યા. છોકરાઓમાં વધારે ઉત્સાહ ભર્યો. ભણવાની સાથે સાથે આ સારું એવું કામ પણ કરવા લાગ્યા. જંગલમાં ધીમે ધીમે ઉજજડતા ઘટવા લાગી. માણસો ની અવર જવર વધવા લાગી. પછી ગામ લોકો પણ વેસ્ટ લાકડા ,પથ્થરો એકઠા કરીને શિલ્પકાર અને છોકરાઓને મદદ કરતા રહ્યા જેના કારણે સાવ ઉજ્જ્ળ બેરોજગાર ગામના કામ ધંધા કરવાની સમજણ આવવા લાગી. આમ છોકરાઓના વેસ્ટ માંથી બેસ્ટ બનાવી અને ધંધો રોજગાર કરવાની તેમજ કલાકૃતિની સમજણ અને એની કિંમત સમજાણી.
એમ પેલા શિલ્પકાર ને પણ અવનવી મૂર્તિ ઓ બનાવવાની ને વેચાણ કરવાની તક મળી. અને સાથે બેરોજગરી નો પણ અંત આવ્યો.
આરતી પરમાર ( રૂપ )
(18)
વિશ્વકર્મા દાદા ના મહિમા અપરંપાર છે
વિષ્ણુ ભગવાન એમ બોલ્યા રચવી છે કે સૃષ્ટિ તણા ઘાટ રે વિશ્વકર્મા દાદા સૃષ્ટિ રચી ટાંકણા ની અણીયે
પાંડવો વનવાસની વાટ ગયા
ત્યાં રચ્યા કઈ ઇન્દ્રપ્રસ્થ રાજ રે
વિશ્વકર્મા દાદા સૃષ્ટિ રચી ટાંકણા ની અણીયે
કાનાએ ગોકુળ છોડી વૃંદાવન ગયા ત્યા વસાવ્યું નગર વૃંદાવન રે વિશ્વકર્મા દાદા સૃષ્ટિ રચી ટાંકણા ની અણીયે
સુદર્શનચક્ર દાદા એ ઘડિયા
આપ્યા છે કઈ વિષ્ણુજી ને હાથ રે વિશ્વકર્મા દાદા સૃષ્ટિ રચી ટાંકણા ની અણીયે
સોનાની દ્વારિકા બનાવી
કરી એમાં અદ્ભુત કલાકારી રે વિશ્વકર્મા દાદા સૃષ્ટિ રચી ટાંકણા ની અણીયે
(19)
આવેલ મનખો સુધારો રે ગુરુજી મારા આવેલ મનખો સુધારો રે
ગુરુ વિના નો આ દેહ નકામો
રૂપ ના રંગ એમાં એવો ખોટો રે
આકયો ભક્તિ ના તેજ એમાં પૂરો રે ગુરુજી મારા આવેલ મનખો સુધારો રે.....
હુરે અગ્નાની ભટકું ભવર માં
સાચો રસ્તો બતાવો રે ગુરુજી મારા આવેલ મનખો સુધારો રે.....j
નિજ ધર્મ ના પાઠ બતાવો
રદય કમલ માં ઝાખી તમારી
જ્યોત એવી પ્રગટાવો રે ગુરુજી મારા આવેલ મનખો સુધારો રે...
મન રૂપી તગડો એવો રે લીધો
ભક્તિ નો માર્ગ એવો રે ચીંધ્યો
તોડી અજ્ઞાનની બેડી રે ગુરુજી મારા આવેલ મનખો સુધારો....
ગુરુ રે મળ્યા ને લત એવી લાગી
ઓહમ સોહમ ની જ્યોત જાગી રે
ગુરુજી મારા આવેલ મનખો સુધારો ..
(20)
વિશ્વકર્મા દાદા ના મહિમા અપરંપાર
વિષ્ણુ ભગવાન સાદ કરે સૃષ્ટિના સર્જનહાર ને, .
રચવા છે કઈ સૃષ્ટિ તણા ઘાટ રે,
વિશ્વકર્મા દાદા સૃષ્ટિ રચી ટાંકણાની અણીયે....
પાંડવો ખાંડવની અઘરી વાટ ને,
ત્યાં રચ્યા કઈ ઇન્દ્રપ્રસ્થ રાજ રે,
વિશ્વકર્મા દાદા સૃષ્ટિ રચી ટાંકણા ની અણીયે....
કાન્હાએ ગોકુળ છોડી વૃંદાવનની વાટ ને,
ત્યાં વસાવ્યું નગર વૃંદાવન રે,
વિશ્વકર્મા દાદા સૃષ્ટિ રચી ટાંકણા ની અણીયે......
સુદર્શનચક્ર દાદા એ ઘડિયા ને,
આપ્યા છે કઈ વિષ્ણુજી ને હાથ રે
વિશ્વકર્મા દાદા સૃષ્ટિ રચી ટાંકણા ની અણીયે......
સોનાની દ્વારિકા દાદા એ બનાવી.
કરી એમાં અદ્ભુત કલાકારી રે
વિશ્વકર્મા દાદા સૃષ્ટિ રચી ટાંકણા ની અણીયે....
સોનાની લંકા દાદાએ બનાવી.
ઘડિયા એમાં કોર કાંગરા ના ઘાટ રે
વિશ્વકર્મા દાદા સૃષ્ટિ રચી ટાંકણા ની અણીયે.
શિવજીના ત્રિશુલ દાદાએ બનાવ્યા. બનાવ્યા.
કઈ યમ કેરા દંડ રે
વિશ્વકર્મા દાદા સૃષ્ટિ રચી ટાંકણા ની અણીયે...
દેવો ના યજ્ઞ કુંડ બનાવીયા.
બનાવ્યા કઈ પુષ્પક વિમાન રે
વિશ્વકર્મા દાદા સૃષ્ટિ રચી ટાંકણા ની અણીયે.....
બ્રહ્માને કમંડળ આપ્યા.
કુબેરને કાંઇ આપી પાલકી રે
વિશ્વકર્મા દાદા સૃષ્ટિ રચી ટાંકણા ની અણીયે.....
ઇન્દ્ર ના વજ્ર દાદાએ ઘડીયા.
આપ્યા કઈ દેવો ને કપિ ધ્વજ રે
વિશ્વકર્મા દાદા સૃષ્ટિ રચી ટાંકણા ની અણીયે...
ત્રિપુર રથ દાદા એ બનાવ્યા.
પરશુરામને આપ્યા ફરશી કેરા અસ્ત્ર રે
વિશ્વકર્મા દાદા સૃષ્ટિ રચી ટાંકણા ની અણીયે....
શિવ ધનુષ દાદા એ ઘડિયા.
ધનુષ તોડી રામ વર્યા સીતા માત રે
વિશ્વકર્મા દાદા સૃષ્ટિ રચી ટાંકણા ની અણીયે....
કાર્તિકેય ને દાદા સહાય થયા.
સ્થાપના કરી કાંઈ વિશ્વકર્મેશ્વર લિંગ ની રે
વિશ્વકર્મા દાદા સૃષ્ટિ રચી ટાંકણા ની અણીયે....
કાષ્ટ પથ્થર ની મૂર્તિ દાદા એ બનાવી.
બનાવ્યા કાંઈ મૂર્તિ ના ભંડાર રે
વિશ્વકર્મા દાદા સૃષ્ટિ રચી ટાંકણા ની અણીએ....
માટી ના પૂતળા બનાવીયા.
શક્તિ પ્રતાપે પુર્યા એમાં પ્રાણ રે
વિશ્વકર્મા દાદા સૃષ્ટિ રચી ટાંકણા ની અણીયે....
વરૂણ પુરી દાદા એ બનાવી.
જળની અંદર બાંધ્યા છે મહેલ રે
વિશ્વકર્મા દાદા સૃષ્ટિ રચી ટાંકણા ની અણીયે....
અલ્કા પુરી દાદા એ બનાવી.
કુબેરે ત્યાં ભર્યા છે ભંડાર રે
વિશ્વકર્મા દાદા સૃષ્ટિ રચી ટાંકણા ની અણીયે...
ઇન્દ્ર પુરી દાદા એ બનાવી.
ત્યાં છે ઇન્દ્ર દેવના રાજ રે
વિશ્વકર્મા દાદા સૃષ્ટિ રચી ટાંકણા ની અણીયે....
પાર્વતી ના લગ્નમંડપ દાદાએ બનાવ્યો.
ત્યાં વરિયા કઈ પાર્વતી ને શિવ રે
વિશ્વકર્મા દાદા સૃષ્ટિ રચી ટાંકણા ની અણીયે....
કિસ્કીનદા નગરી દાદા એ બનાવી.
ત્યાં છે કઈ વાલી, સુગ્રીવના રાજ રે
વિશ્વકર્મા દાદા સૃષ્ટિ રચી ટાંકણા ની અણીયે....
શિવ લોક બ્રહ્મ લોક દાદાએ બનાવ્યા.
ત્યાં છે કઈ દેવોના વાસ રે
વિશ્વકર્મા દાદા સૃષ્ટિ રચી ટાંકણા ની અણીયે....
સ્ફટિક મણી ના નિવાસ બનાવીયા.
ત્યાં છે. કઈ ઉમા પતિનો વાસ રે
વિશ્વકર્મા દાદા સૃષ્ટિ રચી ટાંકણા ની અણીયે....
રત્નજડિત સિંહાસન દાદાએ બનાવ્યા.
ત્યાં છે. કઈ લક્ષ્મીજીના વાસ રે.
વિશ્વકર્મા દાદા સૃષ્ટિ રચી ટાંકણા ની અણીએ....
સોમનાથ મંદિર દાદા એ બનાવ્યા.
ત્યાં છે. કઈ દેવાધિદેવ નો વાસ રે
વિશ્વકર્મા દાદા સૃષ્ટિ રચી ટાંકણા ની અણીયે....
કરંજ પર્વત પર નિવાસ બનાવીયા.
ત્યાં છે. કઈ અગસ્ત મુની ના વાસ રે.
વિશ્વકર્મા દાદા સૃષ્ટિ રચી ટાંકણા ની અણીયે....
હનુમાનજી ને શસ્ત્ર આપ્યા.
આપ્યા કંઈ ચિરંજીવી ના વરદાન રે
વિશ્વકર્મા દાદા સૃષ્ટિ રચી ટાંકણા ની અણીયે....
રામના ધનુષ દાદા એ બનાવ્યા.
આપ્યા કંઈ પુષ્કર વિમાન રે
વિશ્વકર્મા દાદા સૃષ્ટિ રચી ટાંકણા ની અણીયે....
દેવોના આભૂષણ ઘડિયા.
વધાર્યા કઈ દેવ તણા રૂપ રે
વિશ્વકર્મા દાદા સૃષ્ટિ રચી ટાંકણા ની અણીયે....
સતી અનસુયા દિવ્ય કુંડળ આપ્યા.
એણે સોંપ્યા સીતાજી ને હાથ રે
વિશ્વકર્મા દાદા સૃષ્ટિ રચી ટાંકણા ની અણીયે....
રામેશ્વર મંદિર બનાવીયા.
દાદાએ કર્યા પ્રતિષ્ઠાના કામ રે
વિશ્વકર્મા દાદા સૃષ્ટિ રચી ટાંકણા ની અણીયે
આવા અદભૂત અલૌકિક કામ રે
દાદા વિના કોણ કરે પાર રે
વિશ્વકર્મા દાદા સૃષ્ટિ રચી ટાંકણા ની અણીયે......
(21)
રામસેતુ એજ નલસેતુ
આવ્યું સંકટ રામ પર ,
રામ મન દુવિધા ઘણી,
આ વિશાલ સમુદ્ર કરવો પાર કેમ,
પણ કરુણા કરે જો સમુદ્ર દેવ.
જવું સીતા ખોજ માટે,
કરવી લંકા પાર,
હતા ત્યાં બે વીર વાનર,
આવા જગ માં ન બીજું કોઈ.
નલ નીલ બે યોદ્ધા જેવા,
વિશ્વકર્મા ના તે બાળ એવા,
બાલ્યાવસ્થામાં લાગ્યો શ્રાપ,
જળ માં ન ડૂબે પથ્થર એવો શ્રાપ.
વિશ્વકર્મા ના પુત્ર કહેવાય,
અગ્નિદેવ ના અંશ અવતાર,
નલ નીલ ની જ્યાં જ્યોત પ્રગટે,
કરે રામ હૃદયમાં ઉજાસ.
અનુમતિ લઈ શ્રી રામની,
સેતુ રચ્યો રામ નામ પથ્થર થી,
શ્રદ્ધા ને શિલ્પ થી કર્યું કામ,
તરે પથ્થર લઈ રામ નામ.
સો યોજન લાંબો સેતુ,
"રામસેતુ એજ નલસેતુ,"
કરી સમુદ્ર પાર વિરો,
પહોંચી લંકા બેઠા જમાવી ડેરો.
લડ્યા રાક્ષસો સામે વાનરવીર,
અશ્વમેઘ યજ્ઞ એ પણ લાધ્યો તીર,
રામ તણી કરી રક્ષા,
રાક્ષસો ને મારી દીધી શિક્ષા.
વિશ્વકર્મા ના વીર પુત્ર ,
નલસેતુ આપ્યુ આપ્યું સૂત્ર,
શ્રાપ માંથી સર્જન બન્યા,
એને સર્વ વિરો નમ્યા.
(22)
આજ આ પહેલી પ્રગતિ માં પગ માંડ્યો કંઈક અહેસાસ થયો.
આજ આવી દુનિયા જાણી
મન માં ઉલ્લાસ જાગ્યો.
જેમ પહેલા વરસાદ ની ભીનાશ માં
સુગંધ ની શાવર લાધ્યો.
કંઈક બની છૂટવાનો આજ
ઉમળકો મનમાં લાગ્યો.
એમાં છે કોઈ એવું
સપના સાકાર કરવામાં સાથ લાગ્યો.
(23)
સતી અનસુયા ઉત્પત્તિ અને કાર્ય
સતી અનસુયા પ્રાચીન ભારતીય ઋષિપત્ની અને એક મહાન સતી સ્ત્રી તરીકે જાણીતી છે. તેમના નામનો અર્થ છે – "અનસૂયા", એટલે કે જે કોઈ ઉપર ઈર્ષ્યા ન રાખે એવી સ્ત્રી. અનસુયા ઋષિ અત્રીની પત્ની હતી અને તેમણે પોતાનાં તપ, પવિત્રતા અને સત્યનિષ્ઠા દ્વારા અનેક ચમત્કારો સર્જ્યા હતા. સતી અનસુયાના જીવનમાં ઘણાં પ્રસંગો પવિત્રતાના અને સ્ત્રી શક્તિના પ્રતીકરૂપ છે.
અનસુયા માતાની ઉત્પત્તિની વાત કરતી વખતે પુરાણો મુજબ જણાવાય છે કે તેઓ દેવહૂતિ અને કર્દમ ઋષિના પુત્ર અત્રીમુનિની પત્ની હતાં. અનસુયા તેમના પતિ સાથે તપમાં લીન રહેતા. તેમને સમર્પિત અને આત્મ શક્તિશાળી હતા.માન્યતા છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર પોતાનાં પત્નીઓ સાથે અનસુયાની પવિત્રતા અને સતીત્વની કસોટી લેવા આવ્યા હતાં. અનસુયાએ તેમનાં નવજાત શિશુરૂપમાં રૂપાંતર કરી એમને દૂધ પાવડાવ્યાં હતાં, જેનાથી તેઓ પ્રસન્ન થયા અને અનસુયાને આશીર્વાદ આપ્યો.
સતી અનસુયાના કાર્યમાં મુખ્યરૂપે તપ, પતિસેવા અને સંસાર માટે આદર્શ સ્ત્રીના મૂલ્યોની સ્થાપના છે. એમનું જીવન સર્વોત્કૃષ્ટ સતીત્વ અને નારીશક્તિનું ઊજળું દ્રષ્ટાંત છે. તેઓએ ભગવાન દત્તાત્રેયને જન્મ આપ્યો, જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરનું સંયુક્ત સ્વરૂપ છે. દત્તાત્રેયના જન્મથી અનસુયાનું સ્થાન ભારતના સાધુ-સંતોમાં અત્યંત શ્રદ્ધાપૂર્વક માનવામાં આવે છે. સતી અનસુયા ને ભગવાન શ્રી વિશ્વકર્મા દ્વારા બનાવેલા સુંદર આભુષણ અપાયા હતા. રામ ભગવાન ભાઈ લક્ષ્મણ સાથે વનવાસ ગયા ત્યારે સતી અનસુયા ના આશ્રમમાં રોકાયા હતા. ત્યારે અનસુયા માતા એ સીતા માતા ને આશીર્વાદ રૂપે આપ્યા હતા.તે ઉપરાંત માતા સીતા ને વરદાન રૂપે દિવ્ય વસ્ત્ર પણ આપ્યા હતા .તે દિવ્ય વસ્ત્ર શક્તિ હતી કે તે કોઈ દિવસ મલિન ન થાય. આવું આશીર્વાદ રૂપે માતા અનસુયા એ સીતા માતા ને આપ્યા હતા.
આનંદ રામાયણ - વિલાસકાંડ (સર્ગ ૬)
श्लोक १२૫: अनसूया त्वथ प्रादात्सीतायै शुभवाससी। अक्षये च तथा वस्त्रे गन्धांश्चाभरणानि च ॥१२५॥
(આ શ્લોકનો અર્થ: પછી અનસૂયાએ સીતાને શુભ વસ્ત્રો, અક્ષય (ક્યારેય નાશ ન પામે તેવા) વસ્ત્રો, સુગંધિત દ્રવ્યો અને આભૂષણો પ્રદાન કર્યા.)
श्लोक १२६: विश्वकर्मकृते रम्ये नित्यं शुक्लसुगन्धिनी। तपसस्तु प्रभावेण प्राप्ते तेनाद्य देहिना ॥१२६॥
આ શ્લોકનો અર્થ: (આ વસ્ત્રો અને આભૂષણો) વિશ્વકર્મા દ્વારા બનાવેલા, સુંદર, હંમેશાં શ્વેત (નિર્મળ) અને સુગંધિત રહેનારા હતા, જે (અનસૂયા) દેહધારી દ્વારા પોતાના તપના પ્રભાવથી પ્રાપ્ત થયા હતા.)
(આ શ્લોકો સ્પષ્ટપણે દર્શાવે છે કે અનસૂયાએ સીતાજીને જે દિવ્ય વસ્ત્રો અને આભૂષણો આપ્યા હતા, તે વિશ્વકર્મા દ્વારા નિર્મિત હતા અને અનસૂયાએ પોતાના તપના પ્રભાવથી તે પ્રાપ્ત કર્યા હતા.
આ રીતે સતી અનસુયા નું જીવન સ્ત્રી સમ્માન,પતિ પારાયણ, પતિવ્રતા પવિત્રતા,અને નારી ધર્મ નું પ્રતીક માનવામાં આવે છે.
(24)
ક્યાંક ઝરણું જોઈને માની લેવું ,કે
ક્યાંક મહાસાગર હશેજ.
એનું નામ *શ્રધ્ધા *
માટે નાનું મળ્યું છે તો મોટું મળશેજ
....................................................
ધન્ય ધારા ગુજરાત ની જ્યાં વસે સુરા ને સંત
ધીંગી ધરતી ત્યાં લોહી જળે ત્યાં પાળીયા કરે હુંકાર
......................................................
શ્રી માન નથી નીચા વિચાર અમારા
અમને પણ છે ચાહ મિત્રતા ની
પણ મલાજો છે આ દુનિયા નો
આપણા જીવનસાથી નો
હશે મિત્રતા પવિત્ર ગંગા સમાન
પણ જો છવાશે એમાં વહેમ ના વાદળ તો વેરણ થશે જીવન .તૂટશે વિશ્વાસ ના વાદળ તો ... બસ આજ છે કારણ પણ મિત્ર બનવા માટે નથી પડતી જરૂર કોલ ની બસ નિભાવ વાનો હોય શ્રી માન....
....................................................
થશે દુનિયા ના ઘા સહન
પણ આપડા ના ઘા છે ભારી
શરીર ન ઘા ભાળે છે દુનિયા
મન ન ઘા શક્યું ન કોઈ જાણી
....................................................
હું નથી સાથે તો શું મારી અરજ છે સાથે
જરૂર હોય ત્યારે સાંભરજે સાચે
..................................................
મિત્રતા આપણી પુનમ ની ભરતી ને અમાસ ની ઓટ છે,
ના મળે તમારા જેવા મિત્રો તો એ જીવન ભર ની ખોટ છે.
................................................
ગયો એકલા કાર્ય કરવાનો સમય
હવે તો આપણી ટીમ છે. તૈયાર
કરશું કામ મળી સૌ એક જૂથ થઈ
લાવશે રંગ જામશે સૌ સંગ
.................................................
સર્વ સામર્થ્ય ધર્યું પોતાને વંશ,
ગર્વ દુર કરી ટાળ્યો સંશય નો અંશ.
પ્રભુ પતિવ્રતા નાં પતિ સાક્ષાત,
કરે આલોક પરલોક સર્વ વિખ્યાત.
..............................................
રસ્તો મળ્યા પછી પણ ભૂલું પડવું,
તો વાક નથી રસ્તાનો,વાક ફક્ત નથી જે તે સમજવાનો.
................................................
રસ્તા ની મદદ થી તો મંજિલ મળેજ છે.
પણ સરનામું જ ભુલ્યે તો શું...
...............................................
પેન ને પણ બેડી છે. એની ઇચ્છા પ્રમાણે ન ચાલવા દો
....................................................
સલામ છે એ શૂરવીરો ને
પોતાના લોહીનો રંગ ચડાવી
રંગી ધરતી કસુંબલ રંગ
આજ પોતાના બલિદાન નું
ચડ્યું છે જોમ સૌ ને સંગ.
....................................................
છૂપાઈ છુપાઈ ને રોયું હશે સંગમ તીર્થ નું પાણી
આંસુડે ભીજાણી હશે માં ધરતી ની સાડી
રોયું હશે સમુદ્ર જોઈ ભગતસિંહ ની કુરબાન
તોરણ ઝૂલે બારણે તેમ ઝૂલે વીર શહીદ ની ફાંસી
કદાચ પલકારા માં નિદ્રા પણ બી ને ભાગી હશે
પછી પિસ્તોલ ઉઠાવવાની ઝુનુન જાગી હશે
.....................................................
તરવું છે નાવિક ને સમુદ્રમાં પણ સમુદ્ર જ ખાલી છે.તો શું?
મળી એક નાવ પણ માલિક નથી નાવ ના તો શું?
નાવિક ને નથી પસંદ ખાબોચિયા પણ સમુદ્ર દૂર છે એનું શું?
મહા મહેનતે મળ્યો સમુદ્ર પણ જગ્યા નથી નાવિક ની તો શું?
.....................................................
સાહિત્ય એ કાગળ પર લખાતું નથી.તે માણસ ના અંતર માં જીવંત રહેછે.વિચાર અને દિશા બદલે છે.એને અંધકાર માથી પ્રકાશ તરફ પહોંચાડે છે.
....................................................
પરિશ્રમ વગર સફળતા એ સપનું છે અને પરિશ્રમ સાથેનું સપનું એ જ સફળતા છે.
.....................................................
જીવનમાં પડકારો એ માર્ગ રોકવા માટે નથી પણ આપણી ક્ષમતાની પરીક્ષા માટે આવે છે.
.....................................................
સારી વાણીએ જીવનનો શ્રેષ્ઠ આભૂષણ છે.
.....................................................
સમય અને સંજોગો ક્યારેય એકસરખા નથી હોતા પણ ધીરજ અને શ્રદ્ધા રાખનાર હંમેશા જીતે છે.
.....................................................
ગુસ્સો એ આગ જેવો છે સૌપ્રથમ આપણા સંસ્કાર અને આપણને જ બાળીને ભસ્મ કરે છે.
.....................................................
જીવનની પુસ્તક જેવું છે દરરોજ એક નવું પાનું લખાય પણ નવી કહાની ની સાથે.
.....................................................
જીવનનું સાચું સુખ અને શાંતિ એ અંદરનો આનંદ છે બહારની વસ્તુ આમાં ક્યારેય નહીં મળે.
.....................................................
આપણું મન જ્યારે ઈશ્વરની સ્થિતિમાં લઈને થાય ત્યારે બાહ્ય જગતના બધા દુઃખો ક્ષણમાં નાશ પામે છે.
.....................................................
સત્ય ,શાંતિ ઈશ્વર સ્મરણમાં જ છુપાયેલી છે.
.....................................................
સાચી ભક્તિ એ નથી કે આપણે ઈશ્વરને ફક્ત મંદિરમાં જ શોધીએ સાચી ભક્તિ એ છે કે દરેક જીવમાં ભગવાનના દર્શન કરી શકીએ.
.....................................................
માનવ શરીર એ ઈશ્વર પ્રાપ્ત કરવાનું સાધન છે.
.....................................................
જે ભક્ત દુઃખમાં પણ ભગવાનની મરજી સમજે છે તેને સાચી ભક્તિનો સ્વાદ પ્રાપ્ત થાય છે.
.....................................................
કવિતા એ હૃદયની ભાષા છે જે ભાવને આત્મીયતાના શબ્દોનું સ્વરૂપ આપે છે.
.....................................................
સાહિત્ય વગરનું જીવન એ બગીચામાં સુગંધ વગરના પુષ્પ જેવું છે.
.....................................................
લેખક પોતાની કલમથી વિશ્વના વિચાર અને વિશ્વને જ લખી શકે છે.
.....................................................
લેખક કલાકાર પોતાને આ શબ્દોના બાણ થી પથ્થરને પણ તોડી શકે છે.
.....................................................
સાહિત્ય એ સત્ય સુંદરતા અને શાશ્વતતા નું સંગમ તીર્થ છે.
.....................................................
જ્યાં નવા શબ્દો જીવંત બને છે ત્યાં સાહિત્યનો ભાવ દર્શિત થાય છે.
.....................................................
સાહિત્યએ મનુષ્યના હૃદયના કંડારેલા ભાવને બહાર પ્રદર્શિત કરે છે.
.....................................................
તારે છે ખાલી કૂવા ની શોધ પણ ,
પડ્યો ભૂલો તું ભરેલા કૂવાની ઓટ.
.....................................................
વાણી થી ટળે વેર,
ને વાણી થી બંધાય વેર
જો સમજે વાણી તો
નથી કોઈના મનમાં દ્વેષ
......................................................
એમાં કોઈદી નથી જશ
કે નથી કદર,બસ બીજાંને
દુઃખી નઈ થવાં દેવના ,
આપડું જે થઈ તે રેવાનું બીજાને વશ
......................................................
તું માંગે તે આપી નઈ શકું
તમે દુઃખી થતા જોઈ નઈ શકું
આ ધર્મ સંકટમાંથી ઉગાર મને
છે મિત્રતા ની કસમ તને
......................................................
માગી ને મિત્રતા નો સાથ
કરી બેઠો તું ઇશ્ક
ન કર તું દુઃખી મને ને તને
ખુશ છે મિત્રતા તો
શું કામ છંછેડવા મન
......................................................
વરસાવતા રહો આરતી મથે,
કયારેક વરસ સે ઘન ઘોર ઘટા બની.
ત્યારે એ ઘટા ની ઓટ માં,
તણાઈ જાશે ગમ ના પહાડો,
ને ખીલશે સદાબહાર ફૂલો👍🏻💐
......................................................
"શિક્ષણનું મૂલ્ય ડિગ્રીમાં નથી, પરંતુ સમાજને પ્રેરણા આપવા અને બીજાને શીખવવાની ક્ષમતામાં છે.
ઘણાં શિક્ષિત હોવા છતાં માર્ગ ગુમાવે છે,
અને ઘણાં અજાણ્યા હોવા છતાં બીજાને સાચો માર્ગ બતાવે છે."
.............................................
અડગ મન
અડગ મન રાખે મજબૂત,
મળે સફળતા થઈ એક જૂત.
સંકટ આવે નહિ ડરે,
હિંમતથી આગળ પગ ભરે.
પર્વત જેવું સ્થિર રહે,
લક્ષ્ય હાંસલ ચોક્કસ કરે.
(25)
પ્રેમ નો સુગમ સ્પર્શ
તારી આંખો માં છલકે ચાંદની ના સાગર,
મારો શ્વાસ પણ થાય તારા અસ્તિત્વ ના આગર.
તારી વાતો માં વસે વસંત ના રંગ,
મારા હૃદય માં વાગે પ્રેમ ના તરંગ.
તારી સ્મિત માં ફુટે સવાર નો પ્રકાશ,
મારી દુનિયા છે. તારા હોવાનો અહેસાસ.
તારા હોવાનો અહેસાસ લાગે જાણે,
પહેલા વરસાદ ની મહેક તી સુવાસ.
તું છે જીવવાનું જગત બહાનું મારે,
મારી હર એક ધડકન માં છે તારો આવાસ.
આરતી પરમાર (રૂપ)
(26)
અહલ્યા બાઈ – જીવનચરિત્ર
પ્રાચીન ભારતીય મહાકાવ્ય રામાયણમાં અહલ્યા બાઈ (અહલ્યા)નું પાત્ર એક ટૂંકું પરંતુ અત્યંત ગાઢ પ્રેરણાદાયક પ્રસંગ છે. તેની કથા માનવીય ભૂલ, પાપ-પુણ્ય, પ્રાયશ્ચિત્ત અને દિવ્ય કૃપાની પ્રતીકરૂપ છે.
જન્મ અને વિવાહની વાત કરીએ તો અહલ્યા બાઈનો ઉદ્ભવ અનોખો હતો. બ્રહ્માજીએ પોતાની દિવ્ય શક્તિથી તેને સર્વોત્તમ સૌંદર્ય અને સૌમ્યતા સાથે સર્જી હતી. બ્રહ્માજીએ અહલ્યા બાઈને મહર્ષિ ગૌતમ સાથે વિવાહ કરાવ્યો. ગૌતમ ઋષિનું આશ્રમ મિથિલા પ્રદેશમાં આવેલું હતું. અહલ્યા બાઈ પોતાના પતિ સાથે સાધુજીવન જીવતી હતી.અને પત્ની ધર્મમાં અડગ હતી.
ઇન્દ્ર દ્વારા છેતરપિંડી કરીને
એક દિવસ દેવોના રાજા ઇન્દ્ર અહલ્યા બાઈના સૌંદર્યથી મોહિત થઈ ગયા. તેઓએ ગૌતમ ઋષિનું રૂપ ધારણ કરીને તેમના આશ્રમમાં પ્રવેશ કર્યો.જેમકે
વલ્મીકી રામાયણ મુજબ, અહલ્યા બાઈએ ઓળખ્યું કે આ ઇન્દ્ર છે, પરંતુ માનસિક અહંકાર અને જિજ્ઞાસા ના કારણે તેને સ્વીકાર કર્યો.
અન્ય કથાઓમાં કહેવામાં આવે છે કે ઇન્દ્રે છેતરપિંડી કરી અને અહલ્યાને છેતરી અહલ્યા ના પતિ ઋષિ મુનિ નું રૂપ ધારણ કર્યું જેથી તેને સત્યની ખબર પછી જ પડી.
ગૌતમ ઋષિ સ્નાનેથી પાછા આવ્યા ત્યારે તેમણે આ દ્રશ્ય જોયું અને અત્યંત ક્રોધિત થયા. અને કઈ પણ વિચાર્યા વગર અહલ્યા ને શાપ આપ્યો.
શાપ અને તપ
ગૌતમ ઋષિએ ઇન્દ્રને શાપ આપ્યો કે તેના શરીરે હજારો કલંકના ચિહ્નો પડશે (જે પછી હજારો આંખોના રૂપમાં પ્રખ્યાત થયા).
અહલ્યા બાઈને પણ શાપ મળ્યો કે તે વિશ્વથી અદૃશ્ય બની જશે, વાયુ પર જીવશે અને લાંબો સમય ધૂળમાં ઢંકાઈને તપ કરવો પડશે.અને પથ્થરમાં રૂપાંતરિત થઈ થયા. પછી ગૌતમ ઋષિ આશ્રમ છોડીને ચાલી ગયા અને અહલ્યા બાઈએ પથ્થર પ્રતિમા રૂપે વર્ષો સુધી કઠિન પ્રાયશ્ચિત્ત કર્યું.
ભગવાન રામ દ્વારા મુક્તિ
ઘણા વર્ષો પછી, જ્યારે વિશ્વામિત્ર ઋષિ રામ અને લક્ષ્મણને લઈને મિથિલા જઈ રહ્યા હતા, તેઓ ગૌતમ આશ્રમ આવ્યા. વિશ્વામિત્રે રામને અહલ્યાની કથા કહી અને તેને મુક્ત કરવા વિનંતી કરી.
જેમ જ રામના ચરણ અહલ્યા બાઈના સ્થાન પર પડ્યા ને તેમનું પાપ ક્ષીણ થયું અને તે પોતાના મૂળ રૂપમાં આવી અને તેજસ્વી દિવ્ય સ્વરૂપ બની ગયા. આ જોઈ
ગૌતમ ઋષિએ તેને ક્ષમા આપી ફરીથી પત્ની તરીકે સ્વીકારી સ્વીકારી લીધા.
કથાનો સાર અને પ્રતીકાત્મક અર્થ
અહલ્યા બાઈની કથા આપણ ને પવિત્રતા અને પતિવ્રતા શીખવે છે:
1. વાસના અને પરિણામ – મનુષ્ય કે દેવ, કોઈપણ હોય તે મોહમાં પડી શકે છે.અને તેના ભયંકર પરિણામો ભોગવવા પડે છે.
2. પશ્ચાતાપ અને મુક્તિ – ખોટું કર્યા પછી પણ ખરા હૃદયથી પ્રાયશ્ચિત્ત કરવાથી મુક્તિ મળે છે.
3. દિવ્ય કૃપા – ભગવાનની કૃપાથી ભૂતકાળના પાપ ક્ષીણ થઈ શકે છે.
ઉપસંહાર
અહલ્યા બાઈનો પ્રસંગ રામાયણનો માત્ર એક અધ્યાય છે, પરંતુ તેમાં માનવીય જીવનના ઊંડા સત્ય છુપાયેલા છે. ભૂલ, પ્રાયશ્ચિત્ત અને ક્ષમાનો આ પ્રસંગ આજે પણ સમાજ માટે પ્રેરણારૂપ છે. અહલ્યા બાઈનો જીવનપ્રસંગ દર્શાવે છે કે પાપ જેટલું પણ મોટું હોય, સાચી ભક્તિ, તપ અને ભગવાનની કૃપાથી જીવન ફરીથી પવિત્ર બની શકે છે.
(27)
શું કામ ખેલવો હું એ તું
તું એ હું નો શતરંજ,
ચાલ્યો જાસે સમય
સમય ને ગોતવામાં,
જીવી લે આજને આજ
જે છે તારી સંગાથમાં,
કાલ નું કોણ જાણે આ
દુનિયા ની રંજ માં,
નથી ખેલવો હું તે તું
તું તે હું નો શતરંજ,
ખેલશું ને જીતશે હું તો
દુઃખ થશે તું ને
જીતશે તું તો પણ
દુઃખ છે હું ને.
(28)
શ્યામ ચાલ્યો કયા તું ,છોડી ગોકુળ નગરિયા,
વ્રજની ગલિયો કરી ગોઝારી, ધાર્યું તે શું સાંવરિયા.
મન તો બાંધ્યું તારા ચીત સાથે, અજાણ છે તું કયા,
રોકાઈ જાને મારા વ્હાલમ, દયા થોડી દર્શાવી જા.
કદમ ડાળે બેસતા કેવા, એવી વાતો યાદ કરતો જા,
જળ ભરવા ના બહાના કીધા, મળવા કાજ તમે સા.
તારા પગલા ના રણકાર વિના, ના થાય પરોઢ ,
ગોપીઓ ના ચીર ચોર્યા, થયો તું ચીત ચોર સા.
રોકાઈ જાને મારા વ્હાલમ, થોડી કરીએ વાતું,
વૃંદાવન ગામ રઢિયાળું ,નહી ફાવે તને મથુરાની વાટું.
રોક ને આ રથ રઢિયાળા,છોડ ઘોડા ની રાશું ,
દલડાં ઉપર ચાલે આ રથ,છૂપું નથી દુઃખ મારું.
છોડી ગોકુળ જેવું ગામ, હવે લીધી મથુરા ની વાટ,
સખા ઓ નો સાથ છોડી, ચાલ્યા મથુરાની વાટ.
સુના સમુહ ગોવાળ ના ,શરીર માં નથી રહ્યા પ્રાણ,
ગોપીઓ વિરહ ની વાટમાં, જેમ સૂકી નદીમાં વહાણ.
થાશે ના તું આટલો નિર્દય, તું તો છે દયા નિધાન ,
કેમ નઈ શક્યો ઓળખી, તેં વેદના ના કપરા વિધાન.
વિશ્વકર્મા નું સાચું સ્વાતંત્ર્ય રત્ન
શહીદ રામદાસ લોહાર
ભારતની આઝાદી માટેના ઇતિહાસમાં 1942નું વર્ષ સોનાના અક્ષરે લખાયેલું છે. મહાત્મા ગાંધીજીના આહ્વાન પર સમગ્ર દેશમાં “ભારત છોડો” આંદોલનની જ્વાળા પ્રગટ થઈ. આ જ આંદોલનમાં અનેક ક્રાંતિકારીઓએ પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું, જેમાં બિહાર રાજ્યના બક્સર જિલ્લાના ડુમરાંવના એક યુવાન શહીદ રામદાસ લોહારનું નામ ગૌરવથી લેવાય છે.
રામદાસ લોહારનો જન્મ ડુમરાંવના ચૌક રોડ વિસ્તારમાં થયો હતો. તેમના પિતા શ્રી રામનારેણ લોહાર સામાન્ય જીવન જીવતા હતા, પરંતુ રામદાસમાં બાળપણથી જ દેશભક્તિની ભાવના કેળવાઈ હતી. યુવાન વયે જ તેમનું લગ્ન થયું, છતાં દેશસેવાનો જ્યોત તેમના હૃદયમાં પ્રગટ રહી.
16 ઑગસ્ટ 1942ના દિવસે, “ભારત છોડો” આંદોલનની લહેર ડુમરાંવમાં પહોંચેલી. ક્રાંતિકારીઓનો જૂથ અંગ્રેજ સરકારના પ્રતિક તરીકે ઉભેલા જૂના થાણાના મકાન પર તિરંગો ફહેરાવવા નીકળ્યો. આ ક્રાંતિકારી ટોળીમાં રામદાસ લોહાર પણ અગ્રેસર હતા. અંગ્રેજ પોલીસએ દેશભક્તોના હિંમતભર્યા પગલાને અટકાવવા ગોળીબાર કર્યો. આ ગોળીબારમાં રામદાસ લોહાર સાથે કપિલ મુની, ગોપાલ કહાર અને રામદાસ સોનાર પણ શહીદ થયા.
તેમનું બલિદાન વ્યર્થ ગયું નહીં. આ ઘટનાએ ડુમરાંવ અને આસપાસના વિસ્તારોમાં આઝાદીની ચિંગારીને જ્વાળામુખી બનાવી. આજ સુધી 16 ઑગસ્ટના દિવસે ડુમરાંવમાં શહીદ રામદાસ લોહાર તથા તેમના સાથીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. ઘટનાસ્થળે સ્મારક ઊભું કરવામાં આવ્યું છે, જે આજે પણ દેશપ્રેમ અને બલિદાનની યાદ અપાવે છે.
શહીદ રામદાસ લોહારનું જીવન આપણને શીખવે છે કે દેશપ્રેમ માટે વય, ઘર-પરિવાર કે ભૌતિક સુખ-સગવડ કરતાં પણ મોટું કશું નથી. તેઓએ દર્શાવેલું અડગ સાહસ અને ત્યાગ આજના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે.
લેખ - આરતી પરમાર
શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ
(30)
દેવકી રડે સંકટ જેલમાં,
ક્યારે આવશો દીકરા મારા.
અંધકાર મટાડો આવો મારા જાયા,
મુજ જીવન આવી તમે પ્રકાશો.
વિનવે તાત હાથ જોડી,
નાથ તમે દયા ધરાવો.
કેદ ના તોડી તાળા ,
મુકત કરો કેદ થી વ્હાલા.
જોવે ગોકુળ ગામ વાટ તમારી,
વાહરે આવો શ્યામ મુરારી.
અધીરા થયા મન અમારા,
પધારો મથુરા ને દ્વાર.
કુબડીએ ઘસ્યા ચંદન તમ કાજ,
સુગંધ ભળી એમાં મોહક મોહન રાય.
વાર ના લગાડશો વ્હાલા હવે,
તરસે મનડું તમ દર્શન કાજ.
(31)
વ્યથા ન વહાણ ડૂબે તો સારું,
કથા નો સિદ્ધાંત સમજાય તો સારું,
કહેલી વેદના સમજાય જાય તો સારું,
જેમ રહીએ તેમ સાથે રહીએ તો સારું
પામવાની ઇચ્છા છોડાય તો સારું,
નઈ તો વિયોગ ની વેદના સહાય તો સારું,
ઉડાન ની ઇચ્છા ની પાંખો કપાઈ નઈ તો સારું
બાકી તો જે ધાર્યું ધરણીધેરે એ નિશ્ચિત છે,
પણ એની નિમિત કોઈ આપડું બને નઈ તો સારું.
(32)
મારી મમ્મી
મારી મમ્મી જેવુ કોઈ નહીં
મારી મા જેવી કોઈ બીજી મા નહીં
માં ની મમતા જેવી કોઈ નહીં
માં આપડા હર સાથ માં છે
મમ્મી રોજ કામ કરે પણ છોકરા આડા આવે તોય તે મમ્મી કઈ નથી કેતા
અમે ગમે એટલું બગાડી એ તોય મમ્મી થોડુક જ ખીજાય છે
મમ્મી ના લેખક થી મોટા વિચાર છે
મમ્મી બોવ ખીજાતા નથી
હું મમ્મી ને બહુજ પ્રેમ કરું છું
(33)
એ.... સાંભળ વાલમ ના......
ઉંબરે ઊભી હું તો બોલ વાલમના સુણું રે લોલ,
ઘરમાં સૂતીયે હું તો એને જ ગુણું રે લોલ,
આવશે ક્યારે વાલમ મારો, વાટ નિરખે આંખલડી મારી,
હું તો વાલમની વાટ જોવું રે લોલ....
એ.... સાંભળ વાલમ ના......
આંખમાં કાજલ આંજ્યું મેતો,કાનમાં કુંડળ પહેર્યા રે લોલ,
હાથમાં ચૂડો સજીયો રૂડો ,ચણિયાચોળી પહેર્યા રે લોલ,
પગમાં ઝાંઝર પહેરાવશે મને, નાચી ઉઠે પાયલડી મારી,
હું તો વાલમની વાટ જોવું રે લોલ....
એ.... સાંભળ વાલમ ના......
જુવારના છે રોટલા વાલમ, સાથે માખણ લીધાં રે લોલ,
લાગે મીઠા વાલમ જી બોલ રે લોલ,
ખેતરની પાળે જમશું ભેળા,કરશું મીઠી વાતલડી રે
હું તો વાલમની વાટ જોવું રે લોલ.....
એ.... સાંભળ વાલમ ના......
આંબા ડાળે હિંચકો બાંધી,સાથે આપણે ઝૂલશું રે લોલ,
હાથમાં હાથ નાખી રૂડા,ગીતડાં પ્રેમનાં ગાશું રે લોલ,
મીઠી વાતું માણશું આજે,સાંભળ વાતું મારી રે લોલ
હું તો વાલમની વાટ જોવું રે લોલ.....
એ.... સાંભળ વાલમ ના......
આંબા ડાળે કોયલ બોલે,ટહુકો મીઠો લાગે રે લોલ,
વાલમ આવીશ કયારે તું યાદ તારી સતાવે રે લોલ,
વાટલડી જોઈ થાકી હું તો, આવજે સાજન વેલો રે
હું તો વાલમની વાટ જોવું રે લોલ....
એ.... સાંભળ વાલમ ના......
સપનામાં શમણાં ને સાજણ ના આવે રે લોલ,
વાત કહેતા હું તો લાજુ રે લોલ,
સહેલી સરોવર પાળે મેણાં મારે, ને તડપે આંતલડી મારી,
હું તો વાલમની વાટ જોવું રે લોલ.....
એ.... સાંભળ વાલમ ના......
અષાઢી બીજ ના આણા આવ્યા , આણે સાજન આવ્યો રે લોલ,
એવા શમણા આવે મને, કહેતા લાજુ આવે રે લોલ,
વરસાવી જા મન મૂકીને, આજ ઘેરાઈ વાદલડી મારી,
હું તો વાલમની વાટ જોવું રે લોલ.....
એ.... સાંભળ વાલમ ના......
હાથ માં મેંદી રચી મેતો, ગજરો માથે ગૂથ્યો રે લોલ.
ઢેલ ની સાથે નાચું હુ તો મન ડોલાવી ને લોલ,
સુરજ કેરા તાપ લગાડી, બની અજવાળી ચાંદલડી મારી,
હું તો વાલમની વાટ જોવું રે લોલ.....
એ.... સાંભળ વાલમ ના......
ઘોડલે ચડીને વાલમ મારા આવજો રે લોલ,
તમારા વિના એક પળ ના જીવશું રે લોલ,
આવશે એક દી' વાલમ મારો જીવશું મન મૂકી ને
હું તો વાલમની વાટ જોવું રે લોલ.....
એ.... સાંભળ વાલમ ના......
(34)
પુરુષાર્થથી જ પ્રારબ્ધ લખાય
પુરુષાર્થ એટલે ભાગ્ય અને નસીબના પોતે જ ઘડવૈયા કહી શકાય. માનવ જીવન એ પણ એક અજીબ સફર છે. આ સફરમાં એક શક્તિશાળી હથિયાર છે. જે ખુદ આપણી મહેનત ,આપણા વિચાર અને કંઈક બનવાની અપેક્ષા છે. પુરુષાર્થ એક એવું સાધન છે જે પ્રારબ્ધ ને બદલી શકે છે.જો ખેડૂત ખેતરમાં બીજ ન લાવે અને માત્ર ભાગ્યના આધારે બેસી રહેવાથી કોઈપણ જાતની ફસલ ઉપજે નહીં. તેમ વિદ્યાર્થી જીવનનું પણ એવું જ છે. ભાગ્ય પર આધાર રાખે તો તેને સફળતા પ્રાપ્ત થતી નથી. અને પછી આપણે પ્રારબ્ધ ને દોષ દેવો એ યોગ્ય નથી.
આપણો અત્યારનો આ યુગ પુરુષાર્થ પર ટકેલો છે. જો પુરુષાર્થ નહીં તો સફળતા નહીં, ને સફળતા નહીં તો જિંદગીમાં અસફળતાના પહાડો પાર કરવા માટે તૈયાર રહેવું પડે. ફક્ત બળપૂર્વક કામ કરવાથી કંઈ ન વળે પરિશ્રમને સાથે સાથે કળથી ,બુદ્ધિથી પણ કામ કરવું ખૂબ જ જરૂરી છે, અને તે મહત્વની પણ છે, પુરુષાર્થ માત્ર મહેનત નથી પરંતુ આત્મવિશ્વાસ પણ છે. જેનાથી મનુષ્ય એક પછી એક સફળતાની સીડીઓ સર કરી શકે છે. રામાયણ માં પણ જો રામ ભગવાન હતા. તો પણ તેને અનહદ પરિશ્રમ દ્વારા યુદ્ધ કરીને વિજય મેળવ્યો હતો. એ પણ પોતાની શક્તિથી સીતાજીને જીતી જ શકતા હતા, કેમકે તે પોતે જ પ્રારબ્ધ છે. અને અંત પણ છે. પણ છતાં પણ તેમને પુરુષાર્થને મહત્વ આપ્યું હતું. ગીતામાં પણ કહ્યું જ છે કે
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥
આનો અર્થ એ છે કે તમારો અધિકાર માત્ર કર્મ કરવાનો છે. તમે કર્મ કરતાં રહો ફળની ચિંતા ન રાખો. મોટા મોટા મહાનુભાવોની સફળતાની પાછળ જે એની પ્રતિભા પાછળ તેમની જેવી કે ભૌતિક સમૃદ્ધિ, ભૌતિક પ્રાપ્તિઓ એમ સાધુતામાં આધ્યાત્મિક સિદ્ધિઓ અને આ બધું જ પુરુષાર્થના પરિણામ છે. એમની સફળતાની પાછળ પોતાનો પરિશ્રમ ,બુદ્ધિ ,ભક્તિ ,શક્તિ રાત દિવસની મહેનત જ છે. પરિશ્રમ વગર વિશ્વનું બધું જ્ઞાન અદ્રશ્ય છે, જે તે જોવા માટે જાણવા માટે અધાગ પરિશ્રમથી, બુદ્ધિથી અને ચપળતાથી સાકાર બનાવી શકાય છે. જો મનુષ્ય પોતાની આત્મશક્તિથી જે ધારે તે બની શકે છે. સફળતાના દ્વાર ખોલવા માટે પોતે જ ચાવી બનવું પડે છે. પુરુષાર્થને માટે બધો સમય સરખો છે. રાત ,દિવસ ભૂખ, તરસ, આ બધા અવરોધોને પરિશ્રમ સાથે કઈ સાંકળ નથી યુગો યુગોમાં જે સદ પુરુષો થઈ ગયા છે તે કાંઈ એમ જ નથી થયા, તેમને પણ ઘણો પરિશ્રમ ,ભૂખ, તરસ ,મા બાપ ,સગા સંબંધીઓ બધું ભૂલીને આધ્યાત્મિકનો માર્ગ અપનાવ્યો એ કઈ સરળ ન હતું. તેમણે પણ તકલીફોનો સામનો કરવો પડ્યો હોય છે. તકલીફ અને પરિશ્રમ વગર કોઈ સફળ થતું નથી. દુનિયામાં ઘણા સફળ સ્ત્રી, પુરુષો, વિદ્યાર્થીઓ, બિઝનેસમેન, ડોક્ટર, વકીલ જેવા ઘણા સફળ વ્યક્તિત્વ છે. તેને પણ પોતાની જાત ઘસીને પોતાના મોજ શોખનું બલિદાન આપ્યું હોય છે. ત્યારે જ સફળ બને છે. અત્યારના યુગમાં ઘણા એવા પણ વ્યક્તિ છે જે બીજાની સફળતાની ટીકા કરતા હોય છે. કે જે તે કેમ આગળ નીકળી ગયા. અને અમે કેમ પાછળ. પરંતુ સફળતાની પાછળનું લોજીક સમજાતું નથી. જેટલું તપશે એટલું જ ચમકશે. ટીપી ટીપી ને કેમ વસ્તુ કે ધાતુ માં આકાર અને ચમક લાવી શકાય છે. તેમ મનુષ્યના વિચાર અને મહેનત અને કંઈક બની છૂટવાની ધગશ જ મનુષ્ય માં સફળતા ને ઘાટ આપે છે.
ભલે માણસ પોતાના માટે કંઈક સારું મેળવવા માંગતો હોય પરંતુ પોતાની ભીતરમાં કેટલાક વિચારો ઈચ્છાઓને પ્રોત્સાહન આપીને તે પોતે જ પોતાની પ્રગતિ અને પ્રાપ્તિને અવરોધી રહ્યો છે. એના ઓછા વિચારો અને તેનું અંતિમ ધ્યેય આ બંને તેમનો આગળ વધવામાં અડચણ ઊભી કરે છે. માટે....
ઉચ્ચ વિચાર ઉચ્ચ સ્થાન,
ગતિ તેવી પ્રગતિ,
વિચાર તેવી વાણી,
મહેનત તેવી ફસલ,
વાવેતર એવી લણણી,
કર્મ તેવું ફળ ,
મહેનત તેવી સફળતા,
આ બધા પુરુષાર્થના પાસા છે. પૃથ્વી પર મનુષ્ય એક જ એવું પ્રાણી છે જેની પાસે બધું શક્ય છે. તે જ પોતાનો ઘડવૈયા છે.અને એ જ પોતાનો સર્જક. તેવી આત્મશક્તિ અને સુઘડતા કંઈક કરી છૂટવાની ધગસ આ જ વસ્તુ માણસને સફળતાની સીડીઓ ચડાવે છે.
લેખ - આરતી રૂપેશ પરમાર (મહુવા)
(35)
🌸 सच्चा कृष्णभक्त वही है 🌸
सच्चा कृष्ण-भक्त वही है, जो परिस्थिति को दे मान,
सुख-दुख आये चाहे जैसे, मन में अभिमान न ठाने ॥
तूफ़ानों में भी धीरज धारे, हरि-नाम को थामे,
श्याम-स्मरण में डूबा रहता, चाहे जग क्या कहे ॥
परस्त्री को माता माने, परपुरुष को भाई,
दृष्टि पवित्र, हृदय पवित्र, वाणी सदा सुहाई ॥
परधन को हाथ न लगाये, परगृह में न जाये,
सत्य-वचन ही मुख से बोले, सेवा-पथ अपनाये ॥
माया-मोह न बाँध सके जो, वैरागी उसका मन,
कृष्ण-मुरारी की भक्ति में ही, रंगा रहे जीवन ॥
अगर कभी मन डगमग हो जाये, परपुरुष की ओर,
तो जीवन से बेहतर है, त्याग दूँ यह श्वास और शरीर को छोड़ ॥
कृष्ण-कृपा से ऐसा भक्त, जग में महान कहलाये,
नंदलाल भी गदगद होकर, चरणों में उसे अपनाय .
आरती परमार
(36)
🌸 કાન્હા, હું તો તારી ભક્તિમાં રંગાઈ 🌸
કાન્હા, હું તો તારી ભક્તિમાં રંગાઈ,
મોરલી ના મધુર સ્વરે, અંતર આત્મા હરખાઈ.
તારા નામના રંગમાં રંગી, ભૂલી ગઈ જગ સારો,
મને તો શ્યામ, તું જ તું જ દેખાયે, તું જ સહારો .
સુખે દુઃખે સમભાવ રાખું, મન સ્થિર તારા ચરણમાં,
દરેક શ્વાસે સ્મરણ કરું છું,શ્યામ તુંજ મારાં મનમાં .
ગોપાલ, તારી દયાથી જીવન, પવિત્ર થતું જાય,
તારા ચરણોમાં લાગી રહું, ભક્તિ ના સુર લહેરાય.
હે નંદલાલ, ગિરધારી પ્રભુ, શરણ તારા આવી,
મારા હૈયાની વાંસળી વગડે, તારી કૃપા સાથે ભાવી .
કાન્હા, હું તો તારી ભક્તિમાં રંગાઈ,
મોરલી ના મધુર સ્વરે, અંતર આત્મા હરખાઈ.
ભીડ ભાંગજે ભક્ત કેરી,સદાય રહેજે સાથ,
અડધી વાતે આવજે વહાલા, લેવા મારી ભાળ.
સુખ દુઃખ પાપ પુણ્ય , કરું અર્પણ તારે હાથ,
અંત સમયે આવી ઊભો રેજે, દેજે અંતમાં જ્ઞાન.
કાન્હા હુતો તારી ભક્તિ માં રંગાઈ,
મોરલી ના મધુર સ્વરે,અંતર આત્મા હરખાઈ.
(37)
🌸 **કાન મારી નથડીનો ચોર** 🌸
કાન મારી નથડીનો ચોર, નથડી મારી આપી દે હો, મુરલીના મધુરા સૂર, હૈયું મારું હરખાવી દે હો…
મારી આંખમાં કાજલ ઘેલું,મારા નયનમાં તારીછબી, સપનામાં પણ તું જ દેખાય,તારા લાગે ના મન ઘડી.
કાન મારી નથડીનો ચોર, નથડી મારી આપી દે હો, પ્રેમના રંગથી હૈયું રંગી, જીવન મારું ભરી દે હો…
વૃંદાવનના વનમાં શ્યામ, રાસ રમતા ખોય નથડી ગોપી સાથે ગોપાલ રમે,ત્યાં પ્રેમની ગંગા વહે આજ.
કાન મારી નથડીનો ચોર, નથડી મારી આપી દે હો, હરિભક્તિની વેઢી ચડાવી,નયનમાં સમાવીદે.આજ
તારા નામની માળા ગૂંથી, હૈયામાં મૂર્તિ તારી ધરી, સાચી પ્રીતના બંધનમાં શ્યામ,જીવન તને અર્પણ કરી હા.આજ
કાન મારી નથડીનો ચોર, નથડી મારી આપી દે હો,
સોનેરી નથડી નહી તો,પ્રેમની નથડી પહેરાવી દે આજ.
આરતી પરમાર (રૂપ)
(38)
વિશ્વકર્મા દાદા ભજન
ધ્રુવપદ (સાર)
હે વિશ્વકર્માદાદા વંદુ તમને,તમેછો ઘડવૈયા જગતના
વિદ્યા-કલા દાતા,શિલ્પી રચિતા, તમેજ હે વિધાતા.
સૃષ્ટિના સર્જનહાર, બ્રહ્માંડમાં શિલ્પી વ્યાપી,
વેદોમાં વર્ણાયા, કીર્તિ અખંડ તમારી ખ્યાતિ.
સોનાં-ચાંદી, લોહા પથ્થર,રૂપ આપો દાદા સુંદર,
હસ્તે સાધન શોભે પવિત્ર, કરશો કૃપા અમર.
ભક્તો પર વરસાવો દયા,દૂર કરો સંસાર ની વ્યથા,
વંદન કરીએ ભાવભરી, સાંભળો પ્રભુ પ્રાર્થના અમારી
શિલ્પી સમાજ વંદે પ્રભુ, હૃદયદીપ પ્રગટે ઉરમાં,
જય કાર કરે સૌ નિરંતર,આશીર્વાદ આપો અંતરના.
બાળ ને તમારા અતૂટ છે શ્રદ્ધા તમ પર હે દાતા,
રાખજો એની શ્રદ્ધા નું માન પ્રભુ એવી ચાહું આશા.
(39)
હેજી વાલા અંતરના આરાધે
(અલખધણી જાગજો ભજન)
હેજી વાલા અંતરના આરાધે,
અલખધણી જાગજો…
લેજો મારા આઇખાની સંભાળ રે,
અંતરના આરાધે અલખધણી જાગજો…
હેજી મારા અંતરમાં જ્યોતિ જગાડો,
માયાના બંધન બધા તોડો…
પીવડાવો અમૃતના પાન રે,
અંતરના આરાધે અલખધણી જાગજો...
હેજી વાલા છોડવા મારે આ મોહ રે,
લેવો મારે નિજધર્મનો સાથ…
માયા મોહના બંધન તોડો રે,
અંતરના આરાધે અલખધણી જાગજો…
હેજી વાલા કાળ કરાર આવે ત્યારે,
ઘેરવા કોઈ સાથ ના આપે…
અલખધણીના ચરણુ આપજો રે,
અંતરના આરાધે અલખધણી જાગજો...
એજીવાલા સંતવાણી અમૃત છલકાવે,
એને અંતરમાં ધારજો…
સાધના-ભક્તિ હૃદયમાં રાખજો,
અંતરના આરાધે અલખધણી જાગજો…
હેજી વાલા આરાધ સાંભળતા,
બેલી આવ્યા ને ઉજાસ છવાયા…
અંધકાર હટ્યા,
અંતરના આરાધે અલખધણી જાગજો…
(40)
વિઘ્નહર્તા વંદન અમારા ,જ્યોતિ પ્રગટાવો અંતર,
સિદ્ધિ-બુદ્ધિ વરસાવજો, થાય સુખી સૌ ઘરકુંટુંબ. ॥૧॥
લાડકા લંબોદર બાપા, ગૌરીસૂત વિધ્ન નિવારક,
મૂષક વાહન સદા સાથી, દૈવી શક્તિના આધારક. ॥૨॥
મોદક પ્રિય મંગલકારક, સુખ-સમૃદ્ધિના દાતા,
જે પામે શરણ તમારા , આંગન સદા સુખ છલકાતા ॥૩॥
આવો બાપ્પા હૃદયે વસજો, દુર કરો કષ્ટ અપરંપાર,
ગણનાયક શ્રી વિઘ્નહર્તા, કરજો કૃપા અવિરત અપાર ॥૪॥
🙏 ગણપતિ બાપ્પા મોરિયા 🙏
(41)
🌸 ફક્ત મિત્ર છો, બીજું કંઈ નહીં 🌸
તું સાથે હોય ત્યારે હૃદય હળવું લાગે,
વાતોમાં તારા સ્નેહનો સાગર વહે છે.
પણ સમજું છું મનમાં, આ સંબંધની રેખા,
ફક્ત મિત્ર છો, બીજું કંઈ નહીં.
હાસ્યમાં તારી સાથે દિવસ રંગીન બને,
દુખમાં તારી વાતો આત્માને શાંત કરે.
પણ આ નજીકતાનો પોતાનો નિયમ છે,
ફક્ત મિત્ર છો, બીજું કંઈ નહીં.
સપનામાં કદી ન આવે તારો રૂપ પરાયણ,
એ તો સખાપણાની મર્યાદા જાળવે છે.
જીવનમાં તું છે વિશ્વાસનો આધાર,
ફક્ત મિત્ર છો, બીજું કંઈ નહીં.
સમય ફરશે, દિવસો બદલાશે,
પણ આ મિત્રતાનો દીપક કદી ન બુઝાશે.
તું છે અને રહેશે આ મિત્ર ની ચાહ પર,
ફક્ત મિત્ર છો… બીજું કંઈ નહીં.
આરતી રૂપેશ પરમાર
(42)
✨ મારો લાલો છે લટકાળો ✨
મારો લાલો છે લટકાળો,,
હારે તારા લટકે જાવ વારી
યશોમતી ચિત્ત હરખાવતો,
માખણ ચોરી મટકી ફોડી,
તારા વાકડિયા કેશે ગુથાણી હુતો,
તારા ગુલાબી ગાલ માં ટપકું ભારી
તારી ચટકતી ચાલે મોહી હુતો,
તારા પગમાં મોજડી ભારી
ગોપી સાથે કરે રમઝટ,
વાંસળીના સ્વરે મનને મોહિત કરે,
કાજલ કાળી આંખ નિરાળી,
પ્રેમના સાગરમાં સૌને તરાવે.
ગોપી ના મન મોહ નારો
સાવરિયા શ્યામ ગોપાળ,
નટખટાઈ માં સૌને વ્હાલો,
હૈયામાં વસે ગોપી ગોપાલ.
મારો લાલો છે લટકાળો,
દિવ્ય પ્રેમનો રૂપકલો,
નટવર નંદ બાબા નો લાલો
મારા મનમાં સદા રમતો વહાલો.
આરતી રૂપેશ પરમાર
(43)
સ્ત્રી
નહી ઝુકે કદી પવનની જેમ,
નહી વળે કોઈ અસત્ય સામે,
સત્યને સાથી બનાવી ચાલે,
સ્ત્રી એ ચરિત્રની દીવા સમે.
તોફાનો વચ્ચે હિમાલય જેવી,
મજબૂત રહી એ દીપ પ્રગટાવે,
સહનશક્તિનું સાક્ષાત રૂપ,
માનવતાને માર્ગ બતાવે.
સૌંદર્યથી નહિ, ચરિત્રથી મહાન,
એનું મૂલ્ય સદીઓ સુધી રહે અડગ,
માયા મોહમાં ના વહેતી કદી,
એનું જીવન બને પવિત્ર સૂર્યોદય.
સમાજના બંધનો તોડી આગળ વધે,
પરંતુ સંસ્કારનું ગૌરવ ન ખોવે,
સંભાવનાની સીમા એ જ રાખે,
જગતની આદર્શ દીકરી બનીને.
જેના ચરણે ધરા ધન્ય બને,
જેના આચરણથી પરિવાર સજીવન,
એવા ચરિત્ર , સંભાળનાર સ્ત્રી,
છે અમરતા, છે પ્રેરણાનું જીવન.
આરતી રૂપેશ પરમાર
(44)
મા ના સપનાની સાચી વારસદાર : દીકરી
દુનિયામાં સૌથી પવિત્ર, સૌથી નિસ્વાર્થ અને સૌથી મમતા ભરેલું સ્થાન જો કોઈનું છે તો તે માતાનું છે. મા પોતાનાં સંતાન માટે જીવનભર સંઘર્ષ કરે છે. પોતાનાં સપનાં, ઈચ્છાઓ, શોખ અને આરામનો ત્યાગ કરીને તે સંતાનનું ભવિષ્ય ઉજળું બનાવે છે. પરંતુ ઘણીવાર મા પોતાનાં જીવનમાં આગળ વધવાની તક ગુમાવી દે છે. એવી પરિસ્થિતિમાં દીકરી, જે પોતે મા ના જીવનનું પ્રતિબિંબ છે, એની સાચી શક્તિ અને સહાયિકા બનીને મા ને ફરીથી આગળ ધપાવે છે.
દીકરી અને મા વચ્ચેનો સંબંધ માત્ર લોહીનો સંબંધ નથી, તે હૃદયથી હૃદયને જોડતો સંબંધ છે. દીકરી બાળપણથી જ મા ને સમજવાની કોશિશ કરતી હોય છે. એને ખબર હોય છે કે મા કેટલી મહેનત કરે છે, કેટલો ત્યાગ કરે છે અને કેટલા સપનાં અધૂરાં રાખે છે. દીકરી પોતાના વિકાસ સાથે સાથે મા ના અધૂરાં સપનાંઓને પણ પૂરાં કરવા માંગે છે.
આજના યુગમાં અનેક ઉદાહરણો જોવા મળે છે કે જ્યાં દીકરીએ મા નો હાથ પકડીને એને ફરીથી શિક્ષણ અપાવ્યું છે, નોકરી કે વ્યવસાયમાં પ્રોત્સાહિત કર્યું છે, અથવા કોઈ કળા કે શોખમાં આગળ વધાર્યું છે. ઘણીવાર સમાજ મા ને પાછળ ખેંચે છે – “આ વયે તું શું કરશે?”, “હવે તારા માટે મોડું થઈ ગયું છે” – પરંતુ દીકરી એ અવરોધો સામે દીવાલ સમાન ઉભી રહીને મા ને હિંમત આપે છે. દીકરીના બે શબ્દો – “મા, તું કરી શકે છે, હું તારા સાથે છું” – મા ના જીવનમાં નવી ઉજાસ ફેલાવી દે છે.
દીકરી એ મા માટે ફક્ત સંતાન નથી, પણ સાચી સખી અને માર્ગદર્શક છે. દીકરી મા ની લાગણીઓ વધારે ઊંડાણથી સમજે છે, કારણ કે પોતે પણ સ્ત્રી છે. દીકરીને ખબર પડે છે કે મા કેટલી વાર પોતાનાં સ્વપ્નો દબાવી દે છે, માત્ર કુટુંબ માટે. તેથી દીકરી એ સપનાંઓને ફરી જીવંત કરવા માટે મા ને પ્રોત્સાહિત કરે છે.
એક પ્રસંગ યાદ આવે છે – એક ગરીબ ગામમાં રહેતી મા પોતાની દીકરીને અભ્યાસ કરાવતી હતી. દીકરીએ અભ્યાસમાં સફળતા મેળવી, પછી એણે પોતાની મા ને કહ્યું – “મા, હવે તું પણ ફરી શાળા જઈશ. તું અધૂરી રહી ગઈ, પણ હવે હું તને પૂર્ણ કરાવીશ.” એ દીકરીએ પોતાની મા ને શાળામાં દાખલ કરી, એને વાંચતા-લખતા શીખવાડ્યું અને આખરે મા એ પણ શિક્ષણ પૂર્ણ કર્યું. આ માત્ર એક કથા નથી, પણ આજના સમયમાં અનેક સ્થળે આવાં ઉદાહરણો જોવા મળે છે.
દીકરી એ મા નો ગર્વ છે, પણ સાથે સાથે મા ની પ્રેરણા અને શક્તિ પણ છે. દીકરી એ મા માટે ક્યારેક મિત્ર બને છે, ક્યારેક શિક્ષક બને છે, તો ક્યારેક સાથીદારી. દીકરી પોતાની માતાની પ્રગતિને પોતાનો જ વિજય માને છે.
અંતમાં કહી શકાય કે –
“દીકરી એ મા નું બીજું જીવન છે. જેમ મા દીકરીને આગળ વધારવા પોતાનું બધું સમર્પિત કરે છે, તેમ દીકરી પણ મા ને આગળ વધારવા માટે પોતાની આખી દુનિયા અર્પણ કરી દે છે.”
મારી સાચી સખી
મારી સુખ દુઃખ ની સહેલી
મારા અંતર મન ને વાંચનાર
મારી પ્રગતિ નું પ્રથમ પાત્ર
મારી દીકરી....
આરતી રૂપેશ પરમાર
શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ
(45)
પ્રતિભાવ
શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ ના કમિટી સભ્ય આરતીબેન પરમાર દ્વારા ઉપરોક્ત લેખ રજૂ કરવામાં આવ્યો ત્યારે પ્રતિભાવ આપવાનું મન થયું.
આ લેખ વાંચ્યો ખૂબ આનંદ થયો. તમે મા અને દીકરીના સંબંધ ને ખૂબ જ ઊંડાણપૂર્વક અને લાગણીસભર શબ્દોમાં વર્ણવ્યો છે. લેખની શરૂઆત માં તમે માતૃત્વની પવિત્રતાથી કરી અને દીકરી કઈ રીતે માના અધૂરા સપનાને પૂરા કરવામાં મદદ કરે છે, તે વાતને સચોટ રીતે રજૂ કરી છે તે મને ખૂબ ભાવનાત્મક લાગ્યું.
ખાસ તો, તમે જે ઉદાહરણો આપ્યાં છે કે દીકરી કઈ રીતે માને ફરીથી શિક્ષણ કે શોખમાં પ્રોત્સાહિત કરે છે, તે ખૂબ જ પ્રેરણાદાયક છે.
લેખની ભાષા સરળ અને હૃદયને સ્પર્શી જાય તેવી છે. તમે જે રીતે માને "સખી" અને "માર્ગદર્શક" તરીકે દીકરી જુએ છે, તે વાત દર્શાવી છે, તે આ સંબંધની ગહનતાને ઉજાગર કરે છે. લેખનો અંત પણ ખૂબ જ અસરકારક છે, જ્યાં તમે કહો છો કે "દીકરી એ માનું બીજું જીવન છે."
લેખ ખરેખર વિચારપ્રેરક છે અને સમાજને એક સકારાત્મક સંદેશ આપે છે. તમારી આ કલમને સલામ.
જય શ્રી વિશ્વકર્મા 💐
(46)
🌸 શ્યામ તું એટલો ના કર શૃંગાર 🌸
શ્યામ તું એટલો ના કર શૃંગાર,
મન મારું લોભે તારૂ રૂપ વારંવાર…
નજર તને લાગે ના કહીં,
રક્ષે તને યશોદા મૈયાં તહીં…
ગોકુળમાં તારો રંગ છવાય,
રૂપ તારી ઝાંખી થી મન હરખાઈ.
મોરપંખી મુખટ તારી શોભે,
વેણુની ધૂન ગોકુળને લોભે…
પીળા પીતાંબર ઝળહળ થતી,
તારા દર્શને મન થાય અતી આનંદી.
રાધા સાથે રાસ રમાવું,
પ્રેમરસે જગને તરાવું…
જ્યાં જુઓ ત્યાં શ્યામ તું જ દેખાય,
ભક્ત હૃદય તારા ચરણે ઝુકાય .
ચંદન અખંડિત તને સુગંધે,
વૃત્તિ ભક્તિમાં તને બાંધે…
શરણ તારી લે જન જન પ્રાણ,
તારા વિન છે બધું સુનસાન .
આરતી રૂપેશ પરમાર
(47)
✒️
કવિએ કલમ પકડી, ગર્વથી લખ્યો છંદ,
વિચાર્યું “હું જ છું મહાન, હું જ છું અદ્વિતીય પ્રચંડ”એવું ગુમાન.
શબ્દો પર કર્યાં હક્ક, ભાવ પર રાખ્યો અહંકાર અનંત,
પણ હૈયા ખાલી હોય, તો કવિતા બને બિનસાર અપંગ.
અભિમાનમાં ડૂબેલો, કવિ ભૂલી જાય સત્ય,
શબ્દો નહીં ગુંજે કદી, જો ન હોય શિષ્ટતા ભાવ ગત્ય.
કવિતા એ તો સેવા છે, જનમાનસની વ્યથા,
અહંકારથી લખાય તો એ, રહે ફક્ત ખાલી કથા.
કવિ જો નમ્ર બને, તો શબ્દો થાય પ્રકાશ,
દિલથી નીકળે તો જ કવિતા, આપે સૌને સ્વાદ રસ અનુપ અપાર.
યાદ રાખ કવિ, કલમ તારી દાન છે,
અભિમાનથી નહીં, પ્રભુની કૃપાથી તું પ્રદાન છે.
આરતી પરમાર
(48)
🌹 મનપસંદ વગર કેમ ચાલે? 🌹
મનપસંદ નામ વગર કેમ ચાલે,
પુસ્તક ના રંગ જ ફિક્કો દેખાયે.
હૈયાના હરિયાળા બગીચામાં,
ખીલેલા ફૂલ સુકાઈ જાયે.
હર એક કવિતા,લેખ,કે પુસ્તક,
મન પસંદ નામ થી પૂરું લાગે.
હસતા ચહેરા, મીઠાં મેળા.
વિના તો આકાશ નિર્જન લાગે,
તેમ મનપસંદ નામ વિના અધૂરું લાગે
વર્ષો નો સાથ એનો, આનાથી જ ઉજ્જ્વળ
એ વગર તો જગ ખાલીજર.
સાચે જ કહેવા મન આલાપે –
મનપસંદ નામ વગર કેમ ચાલે? 🌸
(49)
મારી દીકરી મારી સહેલી
દીકરી એ તો દિકરી નથી માત્ર, એ તો જીવનનો શ્વાસ છે,
મારી ગોદમાં ખીલેલી કળી, પણ હૃદયમાં વસેલી સહેલી ખાસ છે.
ક્યારેક એ નાની બાળકી બનીને મારી ગોદમાં સુઈ જાય,
તો ક્યારેક મારી જ આંખોમાં છુપાયેલા આંસુઓને પોચા કરી જાય.
મારી હાસ્યની કારણ એ જ છે,
મારા મનનો આનંદ એ જ છે,
ક્યારેક એ દીકરી છે, ક્યારેક એ મિત્ર,
બન્ને રૂપમાં એની સુગંધ એ જ છે.
મારી થાકેલી સાંજમાં એ સંગીત બની ગુંજે,
મારા તૂટી પડેલા મનને એ મીઠા શબ્દોમાં પૂરે,
ક્યારેક એ મારો ગુસ્સો સહન કરે,
તો ક્યારેક એ જ મને શાંતિથી સમજાવે.
દીકરી મારી સહેલી, એનું મન એક આદર્શ અરીસો,
જેમાં હું જોઈ શકું મારું બાળપણ, મારું ભવિષ્ય, મારો વિશ્વાસો,
મારી વાતોનું એ સંગ્રહાલય છે,
મારા સપનાનું એ સાથીત્વ છે.
જ્યારે હું એકલી થઈ જાઉં,
એના હાસ્યથી ઘર મહેકી જાય,
જ્યારે હું ચિંતામાં ડૂબી જાઉં,
એનો હાથ પકડીને બધી ચિંતા દૂર થઈ જાય.
એ મારી ચા સાથેની વાતો છે,
એ મારી રહસ્યમય સાથી છે,
મારી દીકરી મારી દુનિયા છે,
અને મારી સહેલી એ મારી જ દીકરી છે. 🌹
આરતી પરમાર (રૂપ)
(50)
મિત્રતા એ જીવનનો સરસ અહેસાસ છે,
છુપાવવીના પડે એવી આદર્શ મિત્રતા.
સુખમાં પણ સાથ, દુઃખમાં પણ સાથ,
સાચી મિત્રતા તો ભગવાન નો આશિષ છે.
લાલચ નહી, સ્વાર્થનો અણસાર પણ નહી,
ખરી લાગણીનો જ એ નિરંતર શ્વાસ છે.
અંધકારમાં દીપ સમો પ્રકાશ આપે,
મિત્રતા એ જીવનનો સાચો વિશ્વાસ છે.
શબ્દ વિના પણ હૃદયને સ્પર્શી જાય,
મિત્રતા એ ઈશ્વરનો દિવ્ય અવકાશ છે.
આરતી પરમાર (રૂપ)
(51)
📝ઉપહાર📝
ઉપહાર તો તૂટે, ત્યારે,
કિંમત એની ઘટી જાય,
પણ ચોપડી નો સ્નેહ અમર,
હૈયામાં સદાય રહી જાય.
સોનાની નહીં, રૂપાની નહીં,
ચોપડી ની કિંમત ઊંચી છે,
ચોપડી ભલે સસ્તી હોય,
લાગણી એમાં મૂલ્યવાન છે.
સ્મૃતિઓથી ભરેલાં ક્ષણો,
હૃદયમાં દીપ જલાવે,
ચોપડી નહીં, લાગણી જ છે,
જે જીવનને સાચું બનાવે.
કંઈક મળશે જાણવા તેમાં,
જેમાં હું છું અજાણ જેમાં,
ચોપડી છે સાચો સાથી એમાં,
ઉપહાર છે અમૂલ એમાં.
આરતી પરમાર ( રૂપ)
(52)
કાન્હા મારગ મારો મેલ
કાન્હા છેડલો મારો છોડ,
કેડો મારો મેલ,
સાસુડી મેણા બોલે રે,
વાંસળી તું વગાડે મીઠી,
ગોપીઓ દોડી આવે,
પણ તારા છેડાછેડાથી,
મારા ઘરમાં વાતો થાય છે રે
મોરપીછ તારો મલકે મસ્તક,
રંગીલો નટવરરાજ,
તારી સાથે રમતાં રમતાં,
ભૂલી જાઉં હું તો ભાન રે.
સખીઓ મારી હશે સાસુજી મેણા બોલે,
કાન્હા તું તો સાંભળ વ્હાલા,
મારી ફરિયાદ જરા રે.
રાધા કહે"કાનુડા સાંભળ,
મારી છે નાની વિનંતી,
છેડછાડ દુનિયા જાણેછે,
કાન્હા મારગ મારો મેલ રે.
ગોપી ગોપી નામ તું લેતો,
મટુકી મારી ફોડતો,
મહીડા મારા ઢોળતો,
નણંદબાઈ મેણા બોલે રે.
કાન્હા બોલે"રાધા મોરી,
તું છે પ્રાણપ્યારી,
સાસુડીના મેણા છોડ,
સખી તું મારી પ્યારી રે.
કાન્હા છેડલો મારો છોડ
કેડો તું ના રોક,
જવું મારે મથુરા ગામ
દાણ દેવા ને કાજ રે.
કાન્હા મારી નવી છે સાડી,
લીધી મારા નણંદી ના વીરે
ફાટશે તો થશે જોયા જેવી,
સખી હુતો તારી પ્યારી રે.
મારી ગોળી ના ફોડ,
મારા મહિડા જાય ઢોળાઇ,
મારે ઘરે જાજા કામ,
હું સખી તારી પ્યારી રે
મારે ગોંદરે જાજા કામ,
મારા છોરું જોવે વાટ,
છેડલો મારો છોડી દે,
મારગ મારો મેલી દે રે.
કરુ જશોદા ને ફરિયાદ,
હવે નથી તું નાનો બાળ,
કેમ કરે આવા તું કામ.
મારે જવું નંદ ભુવન રે.
આરતી પરમાર ( રૂપ)
(53)
🌺 દીકરી – ઘરનો દીવો 🌺
દીકરી મારી મોટી જાસે રે સાસરે, ઘરની વાટો સુની થઈ જાસે, હાસ્ય ભર્યા એ પગલાંનો સંગાથ નહિ મળશે ત્યારે રે.
મમતા ભરેલા પાલવ મારો ભીંજાય જાશે, દીકરી મારી ઘરનો દીવો, પ્રેમનો ઉજાસ રે.
મારા હૃદયની આશા, જીવનનો વિશ્વવાસ, એના સ્વરે ભરી જાય ઘરનાં આંગણાની સંગીતમય સુવાસ રે.
એ સુવે તો સાંજ ઢળે ને જાગે તો સવાર, બાળપણથી લઈને યુવાની સુધીની એ યાદો, રંગોળી સમાન રંગીન છે રે.
ક્યારેક ગોદમાં સૂઈ જતી નાની પ્યારી સી ગુડીયા, આજે બની છે રાજાની રાણી રૂપવતી રે.
મારા આંગણે ખીલેલો ફૂલ આજે પરમાળે જશે, પણ એની સુગંધ હંમેશાં ઘરમાં વસેલી રહેશે રે.
એના વિના ઘર તો ઘર નહિ, પણ એ છે પારકા ઘર ની આશ, એનું સુખ જ છે મારા જીવનનો ઉજાસ રે.
દીકરી એ તો ઈશ્વરની અમૂલ્ય ભેટ, મમતા, પ્રેમ, ત્યાગનો સુંદર તેહવાર, જ્યાં જાય ત્યાં પ્રકાશ ફેલાવે, એ જ તો ઘરનો સાચો દીવો કહેવાય.
આરતી પરમાર (રૂપ)
(54)
🌺 બંધ દરવાજાની આડમાં 🌺
બંધ દરવાજાની આડમાં ધબકે છે બે દિલ,
એકબીજાની ધડકન સાંભળે છે સ્પષ્ટ,
પણ હાલ પૂછવામાં આવે છે અટકળ,
ઈગો ના ઘા માં મન થાય છે કષ્ટ.
અંદરથી ચિંતા સમુદ્ર જેવી ઉછળે,
"કેવી હશે એ હાલત?" વિચાર આવે વારંવાર,
પણ હોઠ પર તાળાં લગાવી બેઠા,
જતાવી ન શકે એ પ્રીતિનો વહેવાર.
એક પળમાં આંખો ભીની થઈ જાય,
હૈયું કહી બેસે "હું તારી ચિંતા કરું છું",
પણ મૌનનો આ ઘેરો પડછાયો,
હોઠો પરથી એ શબ્દો સરકી જાય છે.
ભરોસો છે, પ્રેમ તો અકબંધ છે,
શંકા કે દગો કોઈ છાયા નથી,
ફક્ત અહંકારનો એ ઝાકળિયો પડદો,
જેને દૂર કરવાનો હિંમત છે છતાં ઈગોને માન છે.
રાત્રીના એકલતા ભર્યા સમયે,
બન્ને દિલ એકસાથે પ્રાર્થના કરે,
"કાશ એ બોલી જાય એક વાક્ય,
અને આ અંતર સદા માટે સરે."
પણ સવાર થાય, રોજિંદા વળગણ આવે,
અને ફરી એજ મૌન ઘેરાય,
પ્રેમ તો જીવી રહ્યો છે દરેક ધડકનમાં,
પણ શબ્દોમાં છે ઇગો,અધુરો સાથ માં જીવવાની છે રાત.
બંધ દરવાજાની આડમાં ધડકે બે દિલ,
પ્રેમથી તો ધબકે સતત,
પણ અહંકારની નાની દિવાલે,
બાંધ્યો છે પ્રેમ ને મૌનનો કાવ્ય અડગ.
જીવવું છે થોડુ ખબર છે એ મન ને
તો શું કામ દુઃખ દેવું આ જીવનને
જીવન પથ પર ચાલવું છે સાથે પણ..
એક મેક થવું નથી સમજણ ની વાતે.
આરતી પરમાર (રૂપ)
(55)
🌌 થાકેલા વિચારોની વાર્તા 🌌
દિવસ પૂરો થાય છે, રાત ઊંઘી નથી,
વિચારોની લહેરો મનની નદીમાં અટકી નથી.
એક ખૂણેથી બીજાં ખૂણાં સુધી,
સવાલો તણાઈ જાય છે અનંત માર્ગ સુધી.
મન કહે છે“હવે આરામ જોઈએ”,
પણ વિચારો તો ઝંઝાવાત સમા પીછો કરે.
પાછળનાં પસ્તાવો, આવતીકાલની ચિંતા,
દરેક ક્ષણે નવું જ કશોક મનને ગુંથાય.
ક્યારેક હાસ્ય પાછળ છુપાયેલું આંસુ દેખાય,
ક્યારેક શાંતિમાં પણ વાદળોનું ભારણ રહે જાય.
દિલ કહે “બસ હવે થોભી જા”,
પણ મગજની આ દોડ કદી રોકાતી નથી.
થાકેલા વિચારોનું ભારણ હળવું થવા દો,
મનને પણ ક્યારેક નિશ્ચલ થવા દો.
જ્યાં શબ્દો ન પહોંચે, ત્યાં મૌન બોલે,
જ્યાં ચિંતા ન આવે, ત્યાં આત્મા ડોલે.
અંતરના આકાશમાં શાંતિની ચાંદણી ઉતરશે,
હૈયાની થાકેલી પાંખો ફરી ઉડાન ભરશે.
વિચારોને છોડીને એક પળનો વિરામ લો,
જિંદગીને નવી સવારનો સંદેશો આપો.
આરતી પરમાર (રૂપ)
(56)
સાહિત્ય ની સુગંધ
આજે ખીલી છે મહેફિલ સાહિત્યની,
હવા પણ મસ્ત છે રંગીન કાવ્યની.
સુગંધ પ્રસરી છે તમારા આગમનની,
ઝળહળે છે રાત કવિતાના ચાંદની.
એક એક ફૂલ હતું છૂટું આ બગીચામાં,
પણ બની ગઈ ગુલદસ્તા જેવી મહેફિલ નિશામાં.
તમારી હાજરીએ ઉમંગોને નવું રંગ આપ્યો,
પ્રેમના શબ્દોએ સાહિત્યને સંગીત બનાવી દીધું.
આરતી પરમાર (રૂપ)
(57)
🌸 સાહિત્ય આત્માનો સ્વર 🌸
સાહિત્ય શબ્દ નથી માત્ર,
હૃદયનો એ ધબકાર છે,
લાગણીઓનો ઝરણો બની,
સમાજમાં પ્રકાશ પાથરે છે.
ભૂતકાળનો વારસો સજાવે,
ભવિષ્યને દિશા બતાવે,
માનવતાનું સંદેશ આપે,
જીવનને નવો અર્થ કરાવે.
ટેકનોલોજીના આ યુગમાં પણ,
શબ્દની અગત્યતા ઘટે નહીં,
શબ્દ જ છે જે દીવો બની,
અંધકારમાં પણ મલકે રહી.
ચાલો, આપણે સૌ મળીને,
સાહિત્યને જીવંત રાખીએ,
આત્માનો આ સ્વર છે પવિત્ર,
પેઢીથી પેઢી સુધી ગુંજતો રાખીએ.
(58)
🌸 દર્શન દયો ગીરધારી 🌸
દર્શન દયો ગીરધારી રે,
હુંતો ચરણ આયો તિહારી રે.
નેણન મારો દર્શન તરસે રે,
ઉઘાડો કમાડ મુરારી રે.
છબી લાગે મનમોહક તારી રે,
ગોપી હૈયે વાગે બાંસુરી પિયારી રે.
મોર મુકુટે તેજ છલકાવે રે,
વૃંદાવન વન મહી રંગ રમાવ રે.
ક્રિષ્ન મુરારી તું ગોવર્ધન ધારી રે,
રાખે ભક્તોને શરણમાં ધારી રે.
પ્રેમની ગંગા હૈયે વહે,
નામ જાપતા દુઃખડા ન રહે.
ચરણ કમળે મસ્તક નમાવું,
જીવન ભર તારીજ ઝાખી કરું.
મારા હૃદયના તાર તું સ્વામી,
ભક્તિની વેધે લખું તારી નામી.
શરણ તારી ગોકુલધારી રે,
બાંધી દો મને ભક્તિની ડોરી રે.
તુજ દર્શન થી ભ્રમણા ભાગી રે
દર્શન દયો ગીરધારી રે
🌼 જય શ્રીકૃષ્ણ 🌼
આરતી પરમાર ( રૂપ)
(59)
સમાજની એકતા
એકતામાં છે શક્તિ અનંત,
સૌ જોડાયે તો બને જીવન સંગઠન.
મારા તારા નો ભેદ ભુલાવી,
પ્રેમ-સ્નેહથી દુનિયા સજાવી.
એકબીજાના સહયોગી બનીએ,
સુખના પળોમાં સંગાથ આપીયે.
વિખવાદ નહીં, ભાઈચારાની વાત,
એજ છે સમાજની સાચી એકતા.
જો સૌ હૃદયે રાખે સમાનતા,
ત્યારે ખીલે સમાજની એકતા.
આરતી પરમાર (રૂપ)
(60)
મહેનત થી સાહિત્યકાર
મહેનતના ઘસારા માં ઘડાય છે કારીગર,
સમયના રંગો ભરી આપે કલાકારનો શણગાર.
ઘરબારની ચિંતા, યુવાનીનો બલિદાન,
મોજ-શોખ ત્યજી લખાય છે અંતરનું ગીત, સાહિત્ય નુંઅનુરાગાન.
હ્રદયના ઘાવમાંથી ઝરે સાહિત્યની કિરણ,
દુઃખ-સુખની વાર્તાઓ બની જાય શાશ્વત સ્મરણ.
એવું નથી કે સહેલાઈથી કોઈ સાહિત્યકાર થાય,
આગમાં તપ્યા વગર સોનામાં તેજ ક્યાંથી.
આરતી પરમાર (રૂપ )
(61)
પહેલી પરોઢ 1
આંબા ડાળે કોયલ બોલી,
કૂકડિયો બોલ્યો પરોઢ.
વાલમ તારી યાદમાં,
જાગી હુતી આખી પરોઢ.
આંખ મારી મીંચાઈ ના,
શમણા આવ્યા પરોઢ.
ઝબૂકી ઝબૂકી જાગુ હુતી,
વાલમ નિરખવા પરોઢ.
મનમાં મલકાણી છવાઈ,
પ્રણયની પહેલી પરોઢ.
સડકે વાગ્યા ડાબલાં,
મહેક ભરી ઉઠી પરોઢ.
કેડે પાતળિયો વાલમ,
મુખે શોભે શામળિયો.
સાવરિયો મારો સોહામણો,
મહેકી ગુલાબી પરોઢ.
ગાલે ખીલી ચાંદીની ચહેક,
નેણલે મારે કાજલ રોળાયું.
વાલમ ને નિરખી હુતો,
થઇ બાવરી ગુલાબી પરોઢ.
આરતી પરમાર (રૂપ)
(62)
શ્યામ સ્મૃતિ
પ્રગતિના પંથે રહું ભલે હું,
હે શ્યામા, ભુલું ના તને કદી હું.
મેળામાં ખોવાઈ જગતના વંટોળે,
યાદ તારી રાખી શકું સદા હું.
જીવનમાં આવે તોફાન કે છાયા,
આશરો તારો જ કરું સદા હું.
વિસારું જો જાણે મરતી પળે પણ,
શ્વાસ સાથે નામ જ તારો લઉં હું.
સુખ – દુઃખના ઘેરા, સફળતા – નિષ્ફળતા,
તારા ચરણમાં જ સમર્પિત રહું હું.
મસ્તક ઉંચું રાખું જગતમાં હસતો,
હ્રદયમાં ભક્તિથી નમ્ર બની રહું હું.
આટલી ક્ષમતા પ્રભુ આપ જે મને, સુખ નો નહીં પણ દુઃખ નો ભાગીદાર બનું હું.
આરતી પરમાર ( રૂપ)
(63)
*✨ પતિ–પત્નીનું હૃદયબંધન : પ્રેમ અને વિશ્વાસની અનંત યાત્રા ✨*
જીવન એક અજાણી સફર છે. આ સફરમાં ક્યારેક સૂર્યપ્રકાશ હોય છે તો ક્યારેક ઘનઘોર વાદળો. ક્યારેક હૃદયમાં વસંત ખીલે છે તો ક્યારેક શિયાળાની ઠંડી એકલતા ઘેરી લે છે. તો ક્યારેક પ્રણય ની સુવાસ.પરંતુ આ સફરને સુંદર, સરળ અને જીવંત બનાવે છે એક ખાસ સંબંધ પતિ અને પત્નીનું હૃદય બંધન. જો આ જોડાણ મજબુત હોય તો દુનિયાની કોઈ તાકાત તેને તોડી નથી શકતી.
*દાંપત્ય : અધૂરાપણામાં પૂર્ણતા -*
પત્ની માટે પતિ જ છે જીવદાંડી. પતિની આંખોમાં જોતી વખતે એને પોતાના જીવનનો આધાર દેખાય છે. એના પ્રેમ અને સહારે જ એ પોતાના બધા દુઃખો ભૂલી જાય છે. ભલે બહારથી પત્ની મજબૂત દેખાય, ઘરની જવાબદારીઓ નિભાવે, પરંતુ પતિના સાથ વગર એના મનમાં એક ખાલીપો રહે છે. પતિના બે પ્રેમ ભર્યા શબ્દો જ પત્ની ની આખી જિંદગી ના થાક ઉતારી નાખે છે.
પતિ માટે પણ પત્ની જ જીવનની તાકાત છે. પત્ની વગર પતિનું જીવન સૂકાયેલા વૃક્ષ જેવું લાગે છે . છાંયો વગરનું, ફળ વગરનું. પત્નીનો પ્રેમ એને જીવનમાં ઉર્જા આપે છે, એને માનસિક શાંતિ આપે છે. તેથી જ કહેવામાં આવે છે .પત્ની વગર પતિનું જીવન બંજર સમાન છે અને પતિ વગર પત્ની અધૂરી મૂર્તિ સમાન છે તેનું અસ્તિવ છે પણ અધૂરી ને બેરંગી, નિસ્તેજ , જેમ સુરજ વગર સવાર ને ચાંદની વગર ની રાત.
*વિશ્વાસ અને વફાદારી -*
વિશ્ર્વાસ અને વફાદારી એજ સંબંધની માળા છે પતિ–પત્નીનો સંબંધ માત્ર કાયદો કે સમાજની માન્યતાઓથી બાંધેલો નથી. એ સંબંધ તો વિશ્વાસ અને વફાદારીથી બાંધેલો છે. પત્ની સિવાય પતિને બીજું કોઈ વફાદાર મિત્ર મળી શકે જ નહીં. કેમ કે પત્ની જ એની અંતરની વ્યથા સમજતી હોય છે. ક્યારેક એ એક શબ્દ બોલ્યા વગર પણ પતિની આંખોમાં છુપાયેલું દુઃખ વાંચી લે છે.
તે જ રીતે પતિનો પ્રેમ પત્ની માટે એવો સહારો છે કે જેના પર વિશ્વાસ રાખીને એ દરેક તોફાનનો સામનો કરી શકે છે. જીવનમાં લોકો ઘણાં મળે છે, મિત્રો મળે છે, સગાં મળે છે, પણ જે વફાદારી અને વિશ્વાસ પત્ની પતિ પર રાખે છે અને પતિ પત્ની પર રાખે છે, તે બીજું કોઈ આપી શકે જ નહીં.
*સુખ–દુઃખમાં અવિનાશી સંગાથ -*
દાંપત્યની સૌથી મોટી સુંદરતા એ છે કે એ માત્ર આનંદના પળોમાં જ નહીં, પરંતુ દુઃખના પળોમાં પણ સાથી બને છે.
જ્યારે પતિ પર મુશ્કેલીઓ આવે ત્યારે પત્ની એની સાથે દીવાલ બની ઊભી રહે છે. એના માટે પ્રાર્થના કરે છે, એને હિંમત આપે છે. જ્યારે પત્ની દુઃખમાં હોય ત્યારે પતિ એની આંખોના આંસુ પોતાનાં હાથથી પોસી ને કહે કે "હું છું ને" છે અને એને ખભો આપે છે બસ આજ જીવન જીવવાની અમૂલ્ય તક લૂંટવી એ એક પ્રસંગ છે.
સાચું દાંપત્ય એટલે એકબીજાના સુખમાં હસવું અને એકબીજાના દુઃખમાં આંસુ વહાવવું.
એકબીજાની પ્રગતિમાં ખુશી જ
પતિ–પત્ની ના એકબીજાના સપનાઓમાં સહભાગી હોય છે. પતિ જો કોઈ લક્ષ્ય તરફ આગળ વધે તો પત્ની એને પ્રોત્સાહન આપે છે. એનું સફળ થવું એને પોતાના માટે સૌથી મોટું ગૌરવ લાગે છે.
તે જ રીતે પત્ની જ્યારે આગળ વધે છે, પોતાના સપનાઓ પૂરા કરે છે, ત્યારે પતિ એની પાછળ ઊભો રહી એને હિંમત આપે છે. પત્નીની પ્રગતિમાં એને પોતાના જીવનની સફળતા દેખાય છે.
દાંપત્યનો સાચો અર્થ એ છે કે એકબીજાની સિદ્ધિમાં સાચો આનંદ માણવો. એક બીજા પર ના અનંત વિશ્વાસ, જેમ પતિ પત્ની માં પ્રેમ એક અસ્તિત્વ ના આધાર છે એમ વિશ્વાસ વગર આ સંસાર રૂપી સમુદ્ર પાર કરી શકતો નથી. જો વિશ્વાસ અને સાથ સાથે હોય તો ગમે તેવા આફત રૂપી વંટોળ ની શક્તિ પણ નાકામ બની જાય છે.બાહરી સુખ તો ઘડી બે ઘડી નો સાથ પણ પતિ પત્નીનો સાથ તો લક્ષ્મી નારાયણ ,રામ સીતા ,શિવ પાર્વતી જેવો પવિત્ર હોય એ સબંધ માં એટલી તાકાત છે પણ એ ત્યારે સફળ બને જ્યારે તે ને પ્રેમ અને વિશ્વાસની દોર થી જકડેલો હોય. નિસ્વાર્થ ભાવ હોય એક બીજા માટે કઈ કરી છૂટવાની અભરખા હોય, એક બીજાના દુઃખે દુઃખી ને સુખે સુખી હોય.
પત્ની હંમેશા પતિનું દુઃખ અને એના માં બાપ કુટુંબ પરિવાર ને સહજતા થી તેમાં વણાઈ જાય છે કેમ કે એજ એની દુનિયા બની જાય છે.પતિ નું ઘર ભલે સામાન્ય પરિસ્થિતિ હોય, ગમે તેવું દુઃખ હોય કે તેના કામ કે ઘર પ્રત્યે ની જવાબદારી પૂર્ણ ઈમાનદારી થી નિભાવે છે.પત્ની નું રદય તુટે છે ક્યારે ? જ્યારે પોતાનું સર્વસ્વ માની ચુકેલી પત્ની જ્યારે પોતાનું પતિનું મન બાહરી માયા માં ધબકવા લાગે ત્યારે તેની માથે દુઃખ નો પહાડ પડે છે. અને જીવવું વેરણ લાગે છે. દુનિયાનું બધું સુખ ચેન માં મોટા વંટોળ જેવી આફત આવી જાય છે. જે આફત થી બચવું નાકામ બની જાય છે. વિશ્વાસ ની મજબૂત નાવ ડુબવા લાગે છે.એટલે તો કહેવાય છે બંને નો નિસ્વાર્થ પ્રેમ ને વિશ્વાસ જ આ સંસાર રૂપી સમુદ્ર પાર કરવામાં એક બીજાના નાવિક બનવું પડે છે.
અંતરમનની એકતા એ પતિ–પત્નીનો સંબંધ માત્ર શરીર કે ઘરના કાર્યો પૂરતો નથી. એ તો અંતરમનની એકતા છે.
પતિ–પત્ની બંને જ્યારે એકબીજાની આંખોમાં નિહાળે છે. ત્યારે એમને એકબીજાના દિલનું આકાશ દેખાય છે.
એકબીજાના હાથમાં પકડેલો હાથ સુરક્ષાનો અહેસાસ આપે છે.
એકબીજાની વાતો સાંભળીને જીવનની થાકેલી સફર સરળ અને સુખ મય આખી દુનિયામાં હું જ સુખી છું એવી સુખદ અનુભતિ લાગે છે.
*નિષ્કર્ષ : પ્રેમની અનંત કવિતા -*
પતિ–પત્નીનું હૃદયબંધન એ જીવનની સૌથી મોટી ભેટ છે. એમાં ત્યાગ છે, વફાદારી છે, વિશ્વાસ છે અને સૌથી અગત્યનું નિષ્કપટ પ્રેમ છે.
પતિ વગર પત્ની અધૂરી છે, અને પત્ની વગર પતિનું જીવન બંજર છે. બંને મળીને જ જીવન પૂર્ણ બને છે એક બીજા ને કઈ ન કહેવા છતાં અંતર મન વાંચી લે એજ સાચી લાગણી સાચો પ્રેમ. આ સંબંધ જેટલી નિખાલસતા અને નિસ્વાર્થ ભાવ, એક બીજા પ્રત્યે ની કદર જ ચાર ચાંદ લગાવી દે છે જીવન માં.
આ સંબંધ એ જીવનની સૌથી સુંદર કવિતા છે. જે બે હૃદયો એકસાથે લખે છે અને સમયની અંતિમ ઘડીએ પણ એને અવિનાશી બનાવે છે.
(64)
*પત્નીનું હૃદય*
પત્નીનું જીવન છે ત્યાગની ગાથા,
દરેક પળે એ લખે પ્રેમની વ્યથા.
મૌન રહી સહન કરે તોફાન,
પણ પતિના સ્મિતે ભુલી જાય નિશાન.
ઘરના બંધનમાં એ જ્યોત બની રહે,
અંતરમાં દુઃખો હોવા છતાં પ્રકાશ ભરી દે.
પત્ની માટે પતિ જ છે જીવાદાંડી,
એના સાથ વિના સુની લાગે જગની ચાંદી.
એની ધડકન પણ પતિના નામે ધબકે,
એનો શ્વાસ પણ એના સુખ માટે જ જીવશે.
સમાજના નિયમો ભલે બાંધી દે સાંકળ,
પણ પતિનો સહારો બને છે એનો સાચો જીવન સ્થંભ.
પતિ-પત્નીનું બંધન છે અવિનાશી પ્રેમની ઓળખ,
એકબીજાને સહારો અને પ્રેમ જ જીવનનો સૌથી મોટો જીવન આધાર.
*આરતી પરમાર ( રૂપ)*
*શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ*
(65)
🌺 વિશ્વકર્મા પ્રાર્થના 🌺
હે વિશ્વકર્મા વંદું તમને,
આવો પધારો હૃદયમાં મારા ॥
શિલ્પ–કળાના આદિદેવ,
સાચા માર્ગે ચલાવો સદા અમને ॥
તમે જ રચ્યો જગત અખંડ,
તમે જ આપ્યો કળાનો પ્રસાર ।।
હાથમાં આપો કુશળતા અમને,
મનને ભરો ભક્તિ ઉદાર દાતા॥
હે વિશ્વકર્મા વંદું તમને,
આવો પધારો હૃદયમાં મારા ॥
દેવ મંદિરથી ગૃહ સુધી,
તમે જ શોભા સર્જી દીધી.
રથ વિમાન, ધામ અદભુત,
તમારી કૃપાથી કલા પ્રફુલ્લિત ॥
હે વિશ્વકર્મા વંદું તમને,
આવો પધારો હૃદયમાં મારા.
શ્રમનું ફળે જીવન અમારું,
સત્કર્મનો માર્ગ ચમકે.
વિશ્વકર્મા પ્રભુ કૃપા કરો,
પ્રેમ–પ્રકાશે જગત ઝળહળે ॥
હે વિશ્વકર્મા વંદું તમને,
આવો પધારો હૃદયમાં મારા ॥
સુખ–સમૃદ્ધિ વરસાવો પ્રભુ,
પ્રેરણા આપો સર્વે જીવને.
ભક્તિ–શક્તિ હૃદયમાં ભરો,
સદા રહો સાથ અમારાં જીવનને ॥
અંતિમ ધ્રુવપદ:
હે વિશ્વકર્મા વંદું તમને,
આવો પધારો હૃદયમાં મારા ॥
આવો પધારો ચિત્તમાં મારા ॥
આવો પધારો જીવનમાં મારા ॥
(66)
🌼 વિશ્વકર્મા પ્રાર્થના 🌼
ધ્રુવપદ (એકસરખું વારંવાર ગાવું):
હે વિશ્વકર્મા વંદું તમને,
આવો પધારો હૃદયમાં મારા ॥
શિલ્પ કળાના દાતા પ્રભુજી,
કુશળતા આપો કરમાં અમારા ।।
જ્ઞાન પ્રગટે બુદ્ધિ અમારે,
પ્રેરણા વરસે મનમાં સારા ॥
હે વિશ્વકર્મા વંદું તમને,
આવો પધારો હૃદયમાં મારા ॥
મહેનત ફળે જીવનમાં પ્રભુ,
શક્તિ ભક્તિ દાન તમે આપો ।।
સત્ય માર્ગે ચાલું હંમેશા,
સફળતાના દ્વાર ખુલે સાપો ॥
હે વિશ્વકર્મા વંદું તમને,
આવો પધારો હૃદયમાં મારા ॥
આરતી પરમાર (રૂપ)
પરિચય
મારું નામ આરતી રૂપેશભાઈ પરમાર છે. મારું વતન મહુવા, જિલ્લો ભાવનગર છે. મારો અભ્યાસ ૧૦ સુધી નો છે.બાળપણથી જ લેખન પ્રત્યે મને ખાસ રસ રહ્યો છે અને મારા વિચારોને શબ્દોમાં પાથરવાની પ્રેરણા મને ધાર્મિક સાહિત્યિક માર્ગે આગળ વધારતી રહી છે. હું નવા વિષયો પર લખવાનો પ્રયત્ન કરતી હોઉં છું અને જીવનનાં અનુભવ, સમાજનાં પ્રશ્નો તથા માનવીય સંવેદનાઓને મારી રચનાઓ દ્વારા વ્યક્ત કરવાનો પ્રયત્ન કરું છું. લેખ , કવિતા ,વાર્તા આ બધું લખવું તે મારો શોખ પણ છે.
એક લેખક તરીકે મારું ધ્યેય એ છે કે મારી કલમે સમાજમાં જાગૃતિ, પ્રેરણા અને સકારાત્મક સંદેશો ફેલાઈ શકે. લેખન મારા માટે માત્ર શોખ જ નહીં પરંતુ સ્વ-અભિવ્યક્તિનું મહત્વપૂર્ણ સાધન છે.
Comments
Post a Comment