વિશ્વકર્મા પ્રભુ વિશેનો ટૂંકો સાર - મયુરકુમાર મિસ્ત્રી

સૃષ્ટિના રચયિત ભગવાન વિશ્વકર્મા વિશે ટૂંકો સાર પરિચય
પ્રાચીનકાળમાં ભગવાન વિશ્વકર્માએ પોતાની અંગત શક્તિ દ્વારા વૈજ્ઞાનિક વરદાન આપીને માનવજીવનને કળા શીખવી હતી. આજે માણસ ભગવાન વિશ્વકર્માએ બતાવેલા માર્ગથી ભટકી ગયો છે. આવો જાણીએ મયુરભાઈ મિસ્ત્રી દ્વારા આ અંગે વિશેષ તથ્યો દ્વારા પરિચય. આપણે સૌ જાણીએ છીએ કે સૃષ્ટિનાં સર્જનહાર ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાની પુરાણ તેમાં સૃષ્ટિના તમામ સવાલોના જવાબ આપેલા છે. ભૌતિકવાદના આ યુગમાં ભગવાન વિશ્વકર્માની પૂજા અને ઉપાસના એકદમ જરૂરી છે કારણ કે વિજ્ઞાનના યુગમાં ભગવાન વિશ્વકર્માનું શરણ લેવાથી જ અકસ્માતો અને માનસિક અશાંતિથી મુક્તિ શક્ય છે. ભૌતિક અને આધ્યાત્મિક પ્રગતિ ફક્ત મન અને યંત્રની ઓળખ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે, તેથી બંને તત્વોની ચાલક શક્તિ ભગવાન વિશ્વકર્માના નિયંત્રણમાં છે.
ગજ યંત્રમાં સપ્તસૂત્ર
દ્રષ્ટિ સૂત્ર 
ગજ 
સૂતરની દોરી 
કાટખૂણો 
સાંધણી 
મુંજની દોરી 
પરિકર
ઓળંબો 

ગજ ઉપર બિરાજમાન નવ દેવ. દરેક દેવ ત્રણ ઈંચ પર સ્થાન
(૧) રૂદ્ર 
(૨) સૂર્ય 
(૩) વિશ્વકર્મા 
(૪) અગ્નિ 
(૫) બ્રહ્મા 
(૬) કામ 
(૭) વરૂણ 
(૮) સોમ 
(૯) વિષ્ણુ

પ્રભુ વિશ્વકર્માએ પ્રગટ કરેલ પુત્ર
શ્રી વિશ્વકર્મા ભગવાનનો દત્તક પુત્ર વાસ્તુદેવ છે.

વિશ્વકર્મા ધ્વજા દંડ
- શ્રી વિશ્વકર્મા મંદિરની ધજામાં પાંચ રંગો અને પાંચ પુત્રોના અલગ અલગ યજ્ઞ કુંડ દર્શાવેલા છે.
- ધ્વજા નું માપ 72" × 33" ઇંચ 

પ્રભુ વિશ્વકર્માના વંશજ માટેના અણુજા
- પ્રભુ વિશ્વકર્માના વંશજોએ કુલ સત્તર અણુંજા પાડવા જોઈએ.
દરેક મહિનાની અમાસ ૧૨,  વિશ્વકર્મા પ્રભુ પ્રાગટય મહા સુદ તેરસ , મહાસુદ પાંચમ ઈલોડગઢમાં પ્રાગટય , મહાસુદ દસમ પૃથ્વીને સ્થિર કરી, દશેરા યંત્ર પૂજા, રક્ષાબંધન જનોઈ સંસ્કાર, શ્રાવણ સુદ 11 વિશ્વકર્મા દાદા ઈલોડગઢ (વેરુલ) થી સ્વધામ ગયા

પ્રભુ વિશ્વાકર્માના વંશજો માટે કાર્ય મંત્ર
ૐ વિશ્વકર્મણે નમોઃ નમઃ નમો સ્તુતે, હસ્ત કલેશ હદય વસ્તુતે નમોનમઃ સ્તુતે, જગત
નિયતે જગત પિતાયે નમોનમઃ સ્તુતે, કાષ્ટ સંહિતે હસ્તકલે વિશ્વાકર્મણે નમોનમઃ  સ્તુતે.

વિશ્વકર્માદાદાના મંદિરની પ્રદક્ષિણા
- પ્રભુ વિશ્વકર્મા દાદાના મંદિરની ચાર પ્રદક્ષિણા કરવી જોઈએ.

પ્રભુ વિશ્વકર્માનું પ્રતિક
- સત્તર મુખી રૂદ્રાક્ષ પ્રભુનું પ્રતિક છે.

વાસ્તુપુરુષનો જન્મ
- ભાદરવા માસના શુકલપક્ષ તૃતીયા શનિવાર કૃતિકા નક્ષત્ર, વ્યાતિપાત યોગ, વિષ્ટિકરણમાં બ્રહ્મા સમાન વાસ્તુ પુરુષનો જન્મ થયો.

પ્રભુ વિશ્વકર્મા ના તેમના પુત્રો
- મનુ (લુહાર - પંચાલ વંશજ) 
- મય (સુથાર - જાંગીડ વંશજ) 
- ત્વષ્ટા (કંસારા - તામ્રકાર વંશજ) 
- શિલ્પી (સલાટ - કડિયા વંશજ) 
- દૈવજ્ઞ (સોની - ઝવેરી વંશજ) 

શ્રી વિશ્વકર્મા મહામંત્ર
કંબાસૂતત્રાંબુપાત્રં વહતિ કરતલે પુસ્તકં જ્ઞાનસૂત્રં|

હંસારુઢં ત્રિનેત્ર: શુભ મુકુટ શિર સર્વતોવૃદ્દકાય:|

ત્રૈલોક્યં યેન સૃષ્ટં સકલ સુરગૃહં રાજ્યહર્મ્યાદિ હર્મ્યા|

દેવોસા સૂત્રધારો જગતખિલ હિત: પાતુવો વિશ્વકર્મા:||

અર્થાત્ - જેણે એક હાથમાં કાંબી એટલે ગજ, બીજા હાથમાં ત્રાંબાનું જળકમંડળ, ત્રીજા હાથમાં પુસ્તક, ચોથા હાથમાં માળા ધારણ કરેલી છે, હંસ ઉપર બેઠક છે, નેત્ર જેને ત્રણ છે, ને મસ્તક ઉપર સુંદર મુગટ જેણે ધારણ કરેલો છે, ને જેનું શરીર સર્વ પ્રકારે વૃદ્ધિ પામેલું છે, ત્રણ લોકોનાં જેણે રચેલા છે એવા સર્વ જગતનું હિત કરતા જે દેવધામ, રાજમહેલ અને સામાન્ય લોકોના ધામ જેણે રચેલા છે એવા સર્વ જગતનું હિત કરતા જે વિશ્વકર્મા સૂત્રધાર તે સુખકર્તા ને જગકર્તા વિશ્વકર્મા પ્રભુ છે.

શ્રી વિશ્વકર્મા સ્તુતિ
નમોસ્તુ વિશ્વરુપાય, વિશ્વરુપાતેય નમ્:

નમો વિશ્વત્માભૂતાય, વિશ્વકર્મન્નમોસ્તુતૈ

અર્થાત્: વિશ્વ જેનું રૂપ છે, વિશ્વ જેનો આત્મા છે અને જે પ્રાણી માત્રમાં વ્યાપક છે તે વિશ્વકર્મા હું નમસ્કાર કરૂં છું.

શ્રી વિશ્વકર્મા  મંગલાચરણ
મંગલમ ભગવાન વિશ્વકર્મા, મંગલમ હંસધ્વજ:
મંગલમ વિશ્વરૂપાય, મંગલાય તન્નો હરિ:

પ્રભુ વિશ્વકર્મા બીજ મંત્ર
ૐ ત્રિગુણાત્માય વિધ્મહે સૃષ્ટિકર્તા ધીમહિ તન્નોવિશ્વં પ્રચોદયાત

જેમ મહાદેવ, વિષ્ણુને બ્રહ્મા વગેરે દેવોના બીજમંત્ર હોય છે તેવો આ વિશ્વકર્માનો બીજમંત્ર છે.

વાસ્તુ વખતે વિશ્વ બ્રાહ્મણોએ વરૂણમાં બેસી જપવાના મંત્રો
ઓમ તત્પુરુષાય વાસ્તુપુરુષાય ધીમહિ તં નો વાસ્તુ પ્રચોદયાત્

ઓમ વિશ્વકર્માય વિધ્મહે જગત્સૃષ્ટાય ધીમહિ તત્રો તક્ષઃ પ્રચોદયાત્

ઉપરનો વાસ્તુ મંત્ર - દરેક મંત્ર હજાર વખત જપવો. દરેક વિશ્વકર્મા વંશજ ભાઇ બહેનોને વિનંતી કરવામાં આવે છે કે, પોતાના ધર્મનો નાશ ન થાય તેટલા માટે ઉપરના મંત્રોનો યોગ્યાનુસાર ઉપયોગ કરશો એવી પ્રાર્થના છે.

અર્થ - હે પ્રાણસ્વરૂપ દુઃખનાશક સુખસ્વરૂપ વરવા યોગ્ય સર્વ શ્રેષ્ઠ પાપનાશક પ્રભુ અમે આપના દિવ્ય ગુણને ધારણ કરીએ છીએ. આપ કૃપા કરી અમારી ઇન્દ્રિઓને કોઇ શુભ કાર્યમાં પ્રેરીત કરો. ઉપરનો ગાયત્રી મંત્ર વિશ્વકર્માના વંશજો કે જે વિશ્વ બ્રાહ્મણો છે તેમણે કરવાનો છે, 

ઓમ હ્રા હીં હૂં ત્રિગુણાત્માયજગત્સૃષ્ટવે નમઃ

અર્થ - શિવ, વિષ્ણુ ને બ્રહ્મા વગેરે સર્વ દેવો અને ઋષિમુનિઓએ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનો આ મહામંત્ર જોડ્યો છે.

જનોઇ ધારણ કરવાનો મંત્ર
ઓમ યજ્ઞોપવિતં પરમં પવિત્રં પ્રજાપતેર્યત્સહજંપુરસ્તાત્:

આયુષ્ય મગ્ય્રં પ્રતિ શુભં યજ્ઞોપવિતં બલમસ્તુ તેજ:

અર્થ -  હે પરમાત્મા, પરમ જનોઇ પ્રથમ વિશ્ર્વકર્માજી કે સાથ ઉત્પન્ન આયુષ્યની વૃધ્ધિ કરવાવાળી છે, તે સ્વચ્છ યજ્ઞોપવિતને ધારણ કર. આ યજ્ઞોપવિત  બળ અને તેજની વૃધ્ધિ કરે છે.

પ્રભુ વિશ્વકર્માનો પુત્રો માટે ગજનો મંત્ર
પ્રસન્નો વિશ્વકર્માત્મા પ્રસન્નો વિશ્વકર્મણે શસ્ત્ર મધ્યે સ્થિતે દેવા કાંબી કાર્ય ફલ પ્રદ્ર

પ્રભુ વિશ્વકર્મા વંશાવલી
વિરાટ વિશ્વકર્મા 
પરદાદા - બ્રહ્મા 
દાદા - ધર્મ ઋષિ 
દાદી - વસુ 
પિતા - પ્રભાષ વસુ 
માતા - ભુવના 
શિલ્પાચાયૅ વિશ્વકર્મા 
પત્ની - 
(૧) પ્રહલાદી/વિરોચના 
દૈત્યેન્દ્ર પ્રહલાદ પુત્રી અને વિરોચન ની બહેન અને રાજા બલી ની ફોઈ હતા. 
તેમના દ્વારા પુત્ર ત્રિશિરા દેવાચાર્ય વિશ્વરૂપ અને મય વિશ્વકર્મા થયા 
(૨) કૃતિ /પ્રકૃતિ 
તેમના દ્વારા પુત્ર ચાક્ષુષ મનુ થયા અને તેમના પુત્ર વિશ્વદેવ અને સાધ્યગણ થયા. 
(૩) રચના 
આ દૈત્યોની નાની બહેન છે અને તેના સન્નિવેશ અને પરાક્રમી વિશ્વરૂપ એમ બે પુત્ર થયા. 
નાના - અંગિરા ઋષિ 
નાની - સતરૂપા
મામા - દેવગુરુ બૃહસ્પતિ, સમ્વતૅ ઉતથ્ય , પ્રધાનત, વામદેવ, 

વિશ્વકર્મા પુત્રો અને વિવાહ
મનુ - કંચના અંગિરા ઋષિ પુત્રી 
મય - સુલોચના પરાશર ઋષિ પુત્રી 
ત્વષ્ટા - જયંતિ ભૃગુ ઋષિ પુત્રી 
શિલ્પી - કરુણા ભૃગુ ઋષિ પુત્રી 
દૈવજ્ઞ - જૈમિનિ ઋષિ પુત્રી 

વિશ્વકર્માના અન્ય પુત્રો
દેવપુરોહિત વિશ્વરૂપ 
વિજ્ઞાનાચાયૅ મય 
વિત્રાસુર 
ચાક્ષુષ મનુ 
નલ (ઔરસ પુત્ર) 

વિશ્વકર્મા પુત્રીઓ વર્ણન
રિદ્ધિ અને સિદ્ધિ - ગણેશ 
ઉજૅવતિ - શુક્રાચાર્ય 
સંજ્ઞા રાંદલ /છાયા - સૂર્ય નારાયણ (વિવસ્વાન) 
પદ્મા - શ્રી મનુ 
બહિૅષ્મતિ - સમ્રાટ પ્રિયવ્રત 
ચિત્રાંગદા  (પ્રજાપતિ ત્વષ્ટા પુત્રી) - 
કશેરુ (પ્રજાપતિ ત્વષ્ટા પુત્રી) - શ્રીકૃષ્ણ 

પુત્રીઓ દ્વારા સંતાન
સૂર્ય-સંજ્ઞા રાંદલ ના સંતાન - 
- શ્રાધ્ધદેવ (વૈવસ્વત મનુ) 
- યમરાજ 
- યમુના (કાલિંદી) (શ્રીકૃષ્ણ પટરાણી) 
સૂર્ય-છાયા ના સંતાન - 
- સાવણિૅ મનુ 
- શનિદેવ 
- તાપ્તી (રાજા સમ્બરણ) કુરુ વંશ 
- વિષ્ટિ (ભદ્રા) 
- અશ્વિની કુમાર (દસ્ત્ર - નાસત્ય) 
ગણેશજી - રિદ્ધિ અને સિદ્ધિ ના સંતાન 
- શુભ અને લાભ 

અન્ય સંબંધી ગણ
સ્વાયમ્ભુવ મનુ - આ પ્રજાપતિ વિશ્વકર્મા પુત્રી બહિષ્મતિ ના પતિ સમ્રાટ પ્રિયવ્રત ના પિતા છે એટલે વિશ્વકર્મા ના વેવાઈ થયા. 
મરિચી પુત્ર કશ્યપ મુનિ - આ પ્રજાપતિ વિશ્વકર્મા પુત્રી સંજ્ઞાના પતિ સૂર્ય ના પિતા છે એટલે વિશ્વકર્મા ના વેવાઈ થયા. 
ભગવાન શિવ - વિશ્વરૂપ વિશ્વકર્મા પુત્રી રિદ્ધિ અને સિદ્ધિ ના પતિ ગણેશજી ના પિતા છે એટલે વિશ્વકર્મા ના વેવાઈ થયા. 
વાસુદેવ - પ્રજાપતિ ત્વષ્ટા પુત્રી કશેરુ ના પતિ શ્રીકૃષ્ણ છે એટલે વિશ્વકર્મા ના વેવાઈ થયા. 
વિશ્વકર્મા દ્વારા નિર્માણ અને રચના
સૃષ્ટિ રચના, ઇન્દ્રપુરી (અમરાવતી), વરુણપુરી, યમપુરી, કુબેરપુરી (અલકાપુરી), દ્વારકાપુરી, ઈંદ્રપ્રસ્થ, સોનાની લંકા, વૃંદાવન નગરી, શિવ લોક, બ્રહ્મ લોક, શ્રી પુરનગર, પ્રતિષ્ઠાનપુર, સુદામાપુરી અને અયોધ્યા પુરી, કિષ્કિંધાપુરી. 
યમ નો પાષ, પુષ્પક વિમાન, દેવોના રથ, શિવ અને વિષ્ણુ ના ધનુષ્ય, શિવ ત્રિશૂળ, બ્રહ્મા માટે કણ્ડિકા, સુદર્શન ચક્ર, ઇન્દ્ર માટે શક્તિ, લોકપાલ કુબેર માટે પાલખી, વરુણ દેવ માટે પાસ, કાર્તિકેય માટે શક્તિ, શ્રીકૃષ્ણ ની વાંસળી, પાર્વતી વિવાહ મંડપ, વજ્ર, કપી ધ્વજ રથ, સુવર્ણ કળશ, મહાલક્ષ્મી સિંહાસન, રત્નજડિત રથ, પરશુરામ માટે કુઠાર (પરશુ), સતિ અનસૂયા ના કુંડળ, વિશ્વકર્મણેશ્વર લિંગ, દૂરદર્શક યંત્ર, દૂરવિક્ષણ યંત્ર, અનેક માયાવી વિમાનો, માતા અંબા માટે ફરસો, અભેદ્ય કવચ, અનેક અસ્ત્રો શસ્ત્રો, ગરુડ ધ્વજ રથ, રામ સેતુ, શ્રી લક્ષ્મી ના આભૂષણો, જ્યોતિષ, વાસ્તુ, યજ્ઞ કુંડ વિજ્ઞાન 
માહિતી પ્રચારક
મયુરકુમાર મિસ્ત્રી
સંસ્થાપક પ્રચારક
શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ
મો. 9427850097

Comments