દેવતણખી દાદા - અલખનો આરાધ
શ્રી ગણેશાય નમઃ
જય વિશ્વકર્મા દાદા
ફિલ્મ નું નામ : – દેવતણખી દાદા - અલખનો આરાધ.
લેખન : – આરતી પરમાર
ગીત : – આરતી પરમાર
સંવાદ : – આરતી પરમાર
📽️ Film starts 📽️
🎞️ Scene 1 : -- જન્મ થી સમાધિ સુધી
➡️દાદાનો જન્મ અને બાળપણ
➡️ગુરુ શોભાજી મહારાજ સાથેનો પ્રથમ સંપર્ક
➡️લિરલબાઈનો જન્મ અને ચમત્કારિક પ્રસંગો
➡️ગુરુ આશીર્વાદ અને દાદાની સમાધિ સુધીની યાત્રા
🟢ઓપનિંગ સોંગ:– "પરોઢ થયું ને પંખી જાગે"
🔴# પ્રભાત નો સમય -
⚪ગાય , બાળકો , વૃદ્ધો પ્રભાત ની ઠંડક માણે છે.
➡️ અંબા ભગત અને મુળીબાઈના ઘરમાં દિવ્ય કથા શરૂ થાય છે.
⚪ Scene 2 :-- "ગુરુ શાંતિનાથનું આગમન"
➡️ INT - આંબા ભગત નું ઘર
➡️ આંબા ભગત અને મુળીબાઈ ભજનમાં લિન છે.
🗣️ મુળીબાઈ બોલે છે : પ્રભુ આપના છતાં ધૂળ થી અમારું ઘર ધન્ય થયું .
🗣️ ગુરુ શાંતિનાથ બોલે છે : "ગુરુ શાંતિનાથ આશીર્વાદ આપે છે " અને કહે છે "દેવી તમારા મનન માં પુત્ર પામવાની ઈચ્છા હું જાણું છું . તમારી ભક્તિ ફળીભુત થવાની છે . તમારે ત્યાં પુત્ર નો જન્મ થશે . જન્મતા ની સાથે તેના મુખે થી "ૐ" નો પ્રણય નાદ થશે .
( ગુરુ આશીર્વાદ આપે છે અને ગિરનાર તરફ રવાના થાય છે. )
(મુળીબાઈ ને ગર્ભાઅવસ્થા આવે છે)
’આકાશ માં વીજળી ની જબક ’
’બહાર વરસાદ ધીમી ધારે છે . ઘર માં દીવો ટમ-ટમે છે. ’
’મૂળીબાઈ પ્રસવ પીડા માં છે ’
’ આસ–પાસ સ્ત્રીઓ સહાય કરે છે. ’
⚪ scene 3 :-- " વીરાજી નો જન્મ"
➡️ ("એક રડતું બાળક, ઘણી બધી સ્ત્રીઓ , ઘર માં હર્ષ નું વાતાવરણ , ઘરમાં પ્રકાશ ફેલાઈ છે , બાળક જન્મતાની સાથે "ૐ" નો નાદ થાય છે . " )
➡️"આંબા ભગત અને મુળીબાઈ આનંદ થી રડી પડે છે "
🗣️ આંબા ભગત બોલે છે : " દેવી આતો આપડા ઘરે સાક્ષાત ગુરુજીના આશીર્વાદ પુત્ર રૂપે મળ્યા છે ."
⚪ Scene 4 :-- "વીરાજી નું બાળપણ"
➡️‘૭ વર્ષ ની ઉંમરે ગામ માં જ બ્રાહ્મણ પાસે જ્ઞાન લેતા દ્રશ્યો '
➡️ ’ પિતાજી ને લુહારી કામ માં મદદ અને સાધુ સંતોની સેવા કરે છે અને ભજન કીર્તન માં લિન રેય છે . ’
➡️ ’૧૨ વર્ષ ની ઉંમરે અગ્નિ દેવનું ધ્યાન દરે છે અને અગ્નિ દેવ પ્રસન્ન થાય છે. ’
🗣️ અગ્નિ દેવ બોલે છે : "વત્સ વરદાન માંગ હું તારી નિસ્વાર્થ ભક્તિ થી ખુબ જ પ્રસન્ન છું. "
🗣️ વીરાજી બોલે છે : "અમારો ધંધો અગ્નિનો છે . અગ્નિથી અમારી રક્ષા કરજો ."
🗣️ અગ્નિ દેવ બોલે છે : "તથાસ્તુ"
➡️(’ અગ્નિ દેવ તથાસ્તુ કહી આશિર્વાદ આપે છે ’)
⚪ Scene 5 : " વીરાજી ના લગ્ન "
➡️ મુળીબાઈ અને આંબા ભગત વાર્તાલાપ કરે છે કે, "હવે આપડા વીરાજીની લગ્ન ની ઉંમર થવા લાગી છે તો આપડે ગુરુજી ના આશીર્વાદ લઈ ને વીરાજી ના લગ્ન એક સુકન્યા સાથે કરાવી દયે તો આપડા મનન ને શાંતિ થઈ "
🗣️ આંબા ભગત બોલે છે : "ગુરુ એના સમયે કરી જ દેશે આપડે તો ફક્ત નિમિત બનવાનું છે "
"લાંબા ગામ માં શ્યામજી ભગત રહે છે , તેમના દીકરી મીનલબાઈ સાથે વીરાજી ના લગ્ન માટે વાત ચલાવ્યે "
⚪ Scene 6 :-- "વીરાજીના લગ્ન માટે તૈયારી "
(ગામડાનું વાતાવરણ, શણગારેલા ગાડા બળદ , ગામની સ્ત્રીઓ લગ્ન ગીત ગાઈ છે )
( ’લગ્ન નો માહોલ’ )
( ’ધામ ધૂમ થી લગ્ન’)
⚪ Scene 7 :-- " ગુરુ દીક્ષા"
🗣️ આંબા ભગત બોલે છે : " ગુરુજી અમને ખુબજ સંસ્કારી અને સુશીલ વહુ મળી છે. અમારી ઇચ્છા છે કે વીરાજી અને મીનળદે ને ગુરુદીક્ષા આપીને જ જાવ "
🗣️ ગુરુ શાંતિનાથ બોલે છે : " વીરાજી અને મીનળ દે ને દીક્ષા આપવા માટે તેમના સમર્થ ગુરુ શોભાજી મહારાજ પધારશે "
⚫ ( ગીત – ગુરુ રે વિનાની આ હાટડી અધૂરી )
➡️ ( ’એટલુ કહી ગુરુ ગિરનાર તરફ રવાના’ )
⚪ Scene 8 :-- "આંબા ભગત અને મુલીબાઈની સમાધિ"
➡️ ( આંબા ભગત અને મુળીબાઈ તાનપુરા સાથે ભજન કરે છે )
➡️ ( વીરાજી અને મીનળદે ભજન માં સુર પૂરે છે )
➡️ ( શાંતિનાથ નું આગમન )
➡️ ( આંબા ભગત અને મુળીબાઈ સમાધિ લે છે )
➡️( વીરાજી અને મીનળ દે માતા પિતા ના ચરણ પકડે છે )
🗣️ ગુરુ શાંતિનાથ બોલે છે : " બન્ને નો યોગ પૂરો થયો છે "
Scene 9 :-- " ગિરનાર યાત્રા "
🗣️ ગુરુ શાંતિનાથ બોલે છે: "હવે ગામ માં ઝગડા થશે , ભાઈ – ભાઈ માં વેર વધશે હવે તમારે અહીંયા રહેવા જેવું નથી , તમે બને પતિ – પત્ની ગિરનાર તરફ પ્રસ્થાન કરો ત્યાં તમને સમર્થ ગુરુ શોભાજી મળશે "
➡️ ( એટલુ કહી ગુરુ શાંતિનાથ અદ્રશ્ય થાય છે )
➡️ ( વીરાજી અને મીનળદે ગિરનાર તરફ જાય છે , ત્યાં દામોદર કુંડ , ભાવનાથ દર્શન કરી 4 પરિક્રમા પૂરી કરે છે . છતાં ગુરુના દર્શન ન થવાથી ખૂબ જ દુઃખ અને થાક ની અનુભૂતિ કરે છે )
➡️ ( વીરાજી અને મીનળદે ગુરુજી ને આરાધ કરે છે ત્યારે ચોથી પરિક્રમા ન અંતે ' ગેબી અવાજ ' સાંભળય છે. ત્યારે ગુરુ શોભાજી મહારાજ દર્શન આપે છે . બને દંપતી ભાવ વિભોર થઇ ગુરુના ચરણો માં પડી જાય છે . ગુરુજી તમને ગિરનાર ની ગુફા માં લઈ જાય છે અને બને ને ફળાહાર કરાવે છે . ત્યાં ગુરુ ઉપદેશ સાંભળે છે. )
🗣️ શોભાજી મહારાજ બોલે છે : " તમે બને પતિ પત્ની ખરું સોનુ છો . તમારી ભક્તિ અને ગુરુ પ્રત્યેની શ્રદ્ધા જોઈ હું ખૂબ પ્રસન્ન થયો "
ગુરુ શોભજી પ્રસન્ન થતાં વીરાજી ને એક મુખી રુદ્રાક્ષ નો પારો આપતા કહે છે કે 🗣️ " અહીં બાજુ માં મજેવડી ગામ છે ત્યાં જઈ બને પતિ પત્ની ઘર વસાવી નિજ્યા ધર્મ નું પાલન કરજો અને કોડ નું કામ શરૂ કરજો , આંગણે આવેલા સાધુ સંતોને જમાડી સેવા કરજો "
➡️ ( બને પતિ પત્ની ગુરુજી ના આશીર્વાદ લઈ ને મજેવડી તરફ રવાના )
Scene 10 :-- "મજેવડી આગમન અને કામકાજ શરૂ "
➡️ (રહેવા માટે એક ઘર મળે છે અને ત્યાં જ કોડ માં ભઠ્ઠીનું કામ શરૂ કરે છે . ભજન ગાતા – ગાતા વીરાજી સૂર્યનારાયણનું ધ્યાન ધરી ભઠ્ઠી સળગાવે છે . સાંજે કામ પૂર્ણ થતા મીનળદે ભઠ્ઠી માંથી રાખ બાર કાઢે છે . રાખ માંથી સોનુ નીકળતા ખુશ – ખુશહાલ થાઈ છે અને ગુરજી નો ઉપકાર માને છે )
🗣️ વીરાજી બોલે છે : "દેવું આ બધું આપડા સમર્થ ગુરુ શોભાજી નો પ્રતાપ છે "
⚫ (ભક્તિમય મ્યુઝિક)
⏹️ *INTERVAL*
Part 2
⚪ Scene 11 :-- "ગુરુ શોભાજી મહારાજ નું આગમન"
🗣️ મીનળદે બોલે છે : "સ્વામી આજે મને ખૂબ હર્ષ ની અનુભૂતિ થાય છે કે જાણે આપણા આંગણે આવશે ગુરુજી મહેમાન બની ને . તમે તમારું ભઠ્ઠીનું કામ શરૂ કરો ત્યાં હું ઘર કામ કરી ગુરુજી ના આગમન ની તૈયારી કરું "
🗣️ વીરાજી બોલે છે : "આજે મારા મનન માં ગુરુને મળવાની તડપ જાગી છે . મારા કાન માં ગુરુ ના ગંગા સમ પવિત્ર વેણ માં ડૂબકી મારવા તત્પર થઈ રહ્યા છે. )
➡️ (‘એટલુ કહી વીરાજી ભજન ગાતા ગાતા ભઠ્ઠી સળગાવે છે ’)
➡️ (ભઠ્ઠી માંથી ખૂબ ધૂમાડો થાય છે અને તણખા ઉડે છે . વીરાજી એના કામ માં લિન છે )
➡️ ( ગુરુ પધારે છે . ગુરુ વીરાજી ની સામે જ ઊભા છે પરંતુ વીરાજી કામ અને ભક્તિ માં લિન છે . ધૂમાડો અને તણખા ઉડવાથી ગુરુ ને જોઈ શકતા નથી )
🗣️ ગુરુ શોભજી બોલે છે :— *“તમે કરી સેવા અને બની ગયા દેવા“*
આ તણખા તમને ઇજા પહોંચાડી શકતા નથી . આજથી તમારું નામ વીરાજી નહીં પણ *દેવતણખી* . આ નામ તમારું યુગો સુધી અમર રહેશે.")
Scene 12 :-- "સંતાન ની ભાવના "
➡️ (પતિ પત્ની ગુરુ ના ચરણ પખાળી ગુરુજી ને આસન આપે છે .)
🗣️ મીનળ દે બોલે છે : "તમે અમારા આંગણે પધારી અમારું આંગણું પવિત્ર કર્યું છે . "
➡️ ( ગુરુજી ને ભોજન કરાવી સત્સંગ કરવા બેસે છે પરંતુ મીનળદે નું મનન લાગતું નથી તેના મનન માં ની:સંતાન ની વ્યથા સતાવે છે . ગુરુ શોભજી ને તેના યોગ બળથી મીનળદે ની વ્યથા સમજી જાય છે .)
🗣️ ગુરુ શોભજી બોલે છે: "દેવી તમને સંતાન પામવાની વ્યથા હું સમજી શકું છું . તમારે ત્યાં નવ માહીના થતા યોગમાયા સ્વરૂપે આષાઢી બીજ ના દિવસે પુત્રી નો જન્મ થશે. તેમના મુખે થી "ૐ" નો પ્રણય નાદ થશે. પુત્રી સ્વરૂપે જન્મેલ યોગમાયા નું નામ લિરલબાઈ રાખજો . " )
➡️ (એટલુ કહી ગુરજી શોભજી ગિરનાર તરફ રવાના થાય છે)
⚪ Scene 13 :-- લીરલબાઈ ને ગુરુ ધારણા
🗣️ ગુરુ શોભજી બોલે છે: " આ અલૌકિક આત્માને ગુરુ ધારણા માટે જુનાગઢ ના સંત લોમ્બડીયા ગુરુ દીક્ષા આપશે. "
➡️ (વાર્તાલાપ ચાલે છે ત્યાં સંત લોમ્બડીયા નું આગમન થાય છે )
➡️ ( મૃદુ સંગીત, પવન અને શાંતિમય વાતાવરણ )
➡️ ( ગુરુ લોમ્બડીયા પધારે છે . પતિ પત્ની તેમને પ્રણામ કરે છે . ગુરુ લોમ્બડીયા લીરલબાઈ ના માથા પર હાથ મૂકે છે . ) અને કહે છે ..
સંત લોમ્બડીયા બોલે છે : "આ એક દેવી શક્તિ છે તે ભૂલેલા ને માર્ગ બતાવશે અને સત્ત ધર્મ પર ચાલતા શીખવશે . આ દીકરી નું નામ યુગો સુધી અમર રહેશે ."
➡️ ( ગુરુ શોભજી અને ગુરુ લોમ્બડીયા ગુરુ દીક્ષા આપી ને ગિરનાર તરફ રવાના થાય છે. )
⚪ Scene 14 :-- બુંદીકોટ ની રાજકુમારી નું મજેવડીમાં આગમન
➡️ લીરબાઈ પારણા માંથી પરચા પૂરે છે તે વાત ગામ માં પણ વાયુવેગે પ્રસરે છે . ગામ જનો લીરબાઇ ના દર્શન કરવા આવે છે . આ વાત બુંદીકોટ ના રાજકુમારી લીલમ દેવી ના કાને વાત જાય છે . તે ચમત્કાર માની લીલમદેવી લીરબાઈ ના દર્શન કરવા આવવા માટે તેમના પિતા રાજા મહારાજ ને વિનંતી કરે છે . )
🗣️ રાજા મહારાજ બોલે છે : "જાઓ પુત્રી તમારી સાથે થોડાં માણસો લઈ મજેવડી તરફ ખુશીથી પ્રસ્થાન કરો "
🗣️ લીલમદેવી બોલે છે : "પિતા મહારાજ જેવી તમારા આજ્ઞા ."
➡️ ( લીલમદેવી દેવી દ્વારકાધીશ ની મૂર્તિ સાથે લઈ ને માનતા રાખે છે કે મારે મજેવડી માં હેમ ખેમ પહોંચીને લીરલબાઈ ના દર્શન થઈ જશે તો હું દ્વારકા દર્શન કરવા આવીશ )
➡️ (દ્વારકાધીશ ની મૂર્તિ અને સૈનિકો સાથે લઈ ને પગ પાળા રવાના થાય છે.)
➡️( લીલમદેવી મજેવડી પહોંચે છે અને દેવતણખી દાદા નું ઘરે પૂછે છે . )
🗣️ લીલમ દેવીનું સ્વાગત કરતા મીનળદેવી બોલે છે કે : "તમે અહીં અમારે દ્વારે પધાર્યા અમારા અહોભાગ્ય"
🗣️ લીલમદેવી બોલે છે : " હું બુંદીકોટ નું રાજકુમારી લીલમદેવી છું . મને લીરલ દેવી ના દર્શન ની અભિલાષા છે."
➡️ ( મીનળદેવી લીલમ દેવીને લીરલબાઈના પારણા પાસે લઈ જાય છે )
➡️ ( લીલમ દેવી લીરલબાઈ ના દર્શન કરી ભાવવિભોર થાય છે.)
➡️ ( લીરલબાઈ પારણા માંથી ઉતરી લીલમ દેવીને અલખનો આરાધ સમજાવે છે )
🗣️ લીલમદેવી બોલે છે: "લીલરબાઈ તમારા દર્શન ની ઈચ્છા પૂરી થતાં હવે હું દ્વારકાધીશના દર્શન કરવા માગું છું."
➡️ લીરબાઈ પારણા માંથી પરચા પૂરે છે તે વાત ગામ માં પણ વાયુવેગે પ્રસરે છે . ગામ જનો લીરબાઇ ના દર્શન કરવા આવે છે . આ વાત બુંદીકોટ ના રાજકુમારી લીલમ દેવી ના કાને વાત જાય છે . તે ચમત્કાર માની લીલમદેવી લીરબાઈ ના દર્શન કરવા આવવા માટે તેમના પિતા રાજા મહારાજ ને વિનંતી કરે છે . )
🗣️ રાજા મહારાજ બોલે છે : "જાઓ પુત્રી તમારી સાથે થોડાં માણસો લઈ મજેવડી તરફ ખુશીથી પ્રસ્થાન કરો "
🗣️ લીલમદેવી બોલે છે : "પિતા મહારાજ જેવી તમારા આજ્ઞા ."
➡️ ( લીલમદેવી દેવી દ્વારકાધીશ ની મૂર્તિ સાથે લઈ ને માનતા રાખે છે કે મારે મજેવડી માં હેમ ખેમ પહોંચીને લીરલબાઈ ના દર્શન થઈ જશે તો હું દ્વારકા દર્શન કરવા આવીશ )
➡️ (દ્વારકાધીશ ની મૂર્તિ અને સૈનિકો સાથે લઈ ને પગ પાળા રવાના થાય છે.)
➡️( લીલમદેવી મજેવડી પહોંચે છે અને દેવતણખી દાદા નું ઘરે પૂછે છે . )
🗣️ લીલમ દેવીનું સ્વાગત કરતા મીનળદેવી બોલે છે કે : "તમે અહીં અમારે દ્વારે પધાર્યા અમારા અહોભાગ્ય"
🗣️ લીલમદેવી બોલે છે : " હું બુંદીકોટ નું રાજકુમારી લીલમદેવી છું . મને લીરલ દેવી ના દર્શન ની અભિલાષા છે."
➡️ ( મીનળદેવી લીલમ દેવીને લીરલબાઈના પારણા પાસે લઈ જાય છે )
➡️ ( લીલમ દેવી લીરલબાઈ ના દર્શન કરી ભાવવિભોર થાય છે.)
➡️ ( લીરલબાઈ પારણા માંથી ઉતરી લીલમ દેવીને અલખનો આરાધ સમજાવે છે )
🗣️ લીલમદેવી બોલે છે: "લીલરબાઈ તમારા દર્શન ની ઈચ્છા પૂરી થતાં હવે હું દ્વારકાધીશના દર્શન કરવા માગું છું."
🗣️ લીરલબાઈ બોલે છે : " બહેન આ મૂર્તિ અહીંયા જ રાખો ત્યાં રસ્તા માં ઘણા ચોર ચપટા હોય છે માટે આ મૂર્તિ અહીંયા જ રાખો."
➡️ (લીલમ કુંવારી નું મૂર્તિ મૂકી ને દ્વારકા દર્શન એ જવું . દ્વારકા મંદિર અને પગપાળા રસ્તો બતાવો . લીલમ કુંવરી નું મન મજેવડી રાખેલી મૂર્તિ માં રહે છે અને મૂર્તિ ની યાદ આવું . દર્શન કરી મજેવડી તરફ રવાના. )
🗣️ લીલમ દેવી બોલે છે :– "બહેન અમે દ્વારકા થી દ્વારકાધીશ ના દર્શન કરી ને આવી ગયા છે . બહેન હવે અમને અમારી દ્વારકાધીશ ની મૂર્તિ પાછી આપો તો અમે બુંદીકોટ જવા રવાના થઈએ."
🗣️ લીરબાઈ બોલે છે :– "બહેન તમારી મૂર્તિ તો ચોરાઈ ગઈ છે "
➡️ ( આ વાત સાંભળીને કુંવરીને ખૂબ જ દુઃખ થયું )
🟠લીરબાઈ નો પરચો :
🗣️ લીરબાઈ બોલે છે :– બહેન હવે આ માયા ન બંધન માંથી મુક્ત થાવ તો જ તમને ભગવાનનો માર્ગ બતાશે . એમ કહી એમની સામે અઢળક સોના ચાંદી ની મૂર્તિઓ નો ઢગલો કરી દીધો .
🗣️ લીલમભાઇ બોલે છે :– "શું બહેન મારા અંતરના દ્વાર ખુલી ગયાં છે . આજ થી તમે જ મારા ગુરુ ."
🗣️ લીરલબાઈ બોલે છે :– "બહેન આ રહી તમારી મૂર્તિ . હવે પ્રભુ ભજન કરતાં કરતાં તમે ખુશી થી તમારા રાજ્ય તરફ જાઓ . અને માયાના બંધન માંથી મુક્ત થઇ પ્રભુ ભજન કરો "
➡️ (પ્રભુ ભજન કરતાં કરતાં કુંવરી નું પોતાના રાજ્ય તરફ પરત ફરે છે. )
⚪ Scene 15 :-- "દેવાયત પંડિત ની કથા"
➡️ ("ગામ – ઓ – ગામ દેવલ દે ને ગોતવા જાય છે ")
➡️ ("દેવાયત પંડિત નું તેમના સાડા સાતસો ચેલાઓ સાથે દેવલ દે ને ગોતવા મજેવડી તરફ આવવું. ")
➡️(" દેવાયત નું ભૂખ , તરસ અને થાક ના લીધે બે બાકળું થવું ")
➡️ (ગામડાનું વાતાવરણ, રફ રોડ)
➡️( મજેવડી આવતા ધારો તૂટવો )
ગીત :– "ધારે આવીને ધારો ભાંગ્યો "
🗣️ દેવાયત પંડિત બોલે છે :– "હે ભગવાન ! આ શું થયું ? હવે હું દેવલ દે ને કેમ કરી ને શોધીશ , ચેલાઓ જાવ ગામ માં કોઈ લુહાર ભગત નું ઘર હોય તો આ ધરો સંધાવી ને લઈ આવો "
➡️ ("ચેલાઓ તૂટેલો ધારો ખંભા પર લઈ ને ગામ તરફ લુહાર ભગત નું ઘર પૂછે છે")
➡️ (ગામ ના એક યુવાન જવાબ આપે છે )
🗣️ પર્સન ૧ બોલે છે :– "ભાઈ આમ સીધા ચાલ્યા જાવ ત્યાં જ દેવતણખી ભગત નું ઘરે આવશે "
➡️ડાયલોગ : "એ ને કોણ ન ઓળખે ! ત્યાં તો સાક્ષાત દેવી દેવતાઓ નો ભાસ છે , રોજ ભક્તિ અને ભજન ની હેલી થાય છે . "
🗣️ સેવક બોલે છે :– "ભલે ત્યારે ભાઈ , તમારી ખૂબ ખૂબ આભાર કહી દેવતણખી દાદા ના ઘરે જાય છે "
➡️("ચેલો દેવતણખી દાદા ને પ્રણામ કરી છે ")
🗣️ દેવતણખીદાદા બોલે છે:– " આજે અગિયારસ નો હફતો હોવાને કારણે કોડનું કામ કરતા નથી , માટે જમવાનું ટાણું હોવાથી તમે ફળાહાર કરો. આવતી કાલે ધરા નું કામ કરી આપીશું"
➡️(ચેલાઓ આજીજી કરી દેવતણખી દાદા ને વિનંતી કરે છે .)
🗣️ દેવતણખીદાદા બોલે છે :– "તમે તમારા ગુરુને અહીં મોકલો તો ધરા નું કામ થઈ શકે ."
➡️ (ચેલાઓ દેવાયત પંડિત પાસે જાય છે અને દેવતણખીદાદા સાથે થયેલી વાત જણાવે છે .)
➡️ ( દેવાયત પંડિત નું ગુસ્સે થવું , દેવાયત પંડિત ગુસ્સે થઈ ને દેવતણખીદાદા ના ઘરે પધારે છે .)
🗣️ દેવાયત પંડિત બોલે છે:– "મારે મારા પત્નીને શોધવા માટે જવું છે . હું કેટલા દિવસો થી ભટકું છું . મારા પત્ની ની ભાળ મળતી નથી . તે મારા થી રીસાય ને નરોહર ગઢ ચાલ્યા ગયા છે . હું ગામો ઓ ગામ શોધતો અહીં સુધી આવ્યો છું . અહીં આવતા ગાડા નો ધરો તૂટી ગયો છે માટે મને સાંધી આપો "
🗣️ દેવતણખીદાદા બોલે છે :– "આજે અગિયારસ હોવાથી અમે ભઠ્ઠી સળગાવતા નથી . "
➡️(વાર્તાલાપ પૂરો થતા દેવાયત પંડિત ધામણ ધામે છે . દેવતણખીદાદા ધરા ના કટકા ભઠ્ઠી માં તપવા મૂકે છે . ધરો લાલ ઘૂમ થાઈ છે . )
🗣️ દેવતણખીદાદા બોલે છે :– "ચાલો ત્યારે દેવાયત . ધરો ના કટકા ગરમ થઈ ગયા છે . હવે કરો ઘણ નો ઘા "
➡️ (દેવાયત પંડિત ગુસ્સે થી ઘણ નો ઘા કરે છે અને એરણ પાતાળ માં સરી જાય છે)
🗣️ દેવાયત પંડિત બોલે છે:– "ચાલો દેવતણખી મારો ધરો સાંધી આપો ."
🗣️ દેવતણખીદાદા બોલે છે :– "હવે ધરો કેમ સંધાય ? એરણ તો પાતાળ ગઈ છે ."
🗣️ દેવાયત પંડિત બોલે છે:– "દેવતણખી તમારા બળ અને પ્રતાપ થી બહાર કાઢો"
🟠 લીરબાઈ નો પરચો:–
🗣️ લિરલબાઈ પારણા માંથી બોલે છે :– "પિતાજી તમે ધરો ઘૂંટી પર રાખી અને કાકા તમે કરો ઘણ નો ઘા એટલે ધરો સંધાય જાય ."
🗣️ દેવતણખીદાદા બોલે છે :– "જય શોભજી મહારાજ . હવે કરો પંડિત ઘા"
➡️( આ જોઈ પંડિત આશ્ચર્ય પામે છે . ત્યારે દેવાયત પંડિત જય શોભજી મહારાજ બોલી ઘણ નો ઘા કરે છે અને ધરો સંધાય જાય છે . ધરો સંધાય જતા દેવાયત પંડિત અને દેવતણખી દાદા ગળે ભેટી પડે છે.)
🗣️ દેવાયત પંડિત બોલે છે:– "આપડે તો બંને ગુરુ ભાઇઓ છીએ. હવે મારી ભીતરની ભ્રમણા અને અભિમાન ઓગળી ગયા છે "
➡️ (એમ કહીને પશ્ર્ચાત્તાપ અનુભવે છે)
➡️ (અગિયારસ ની ફળાહાર કરી ભજન કરવા બેઠે છે )
🗣️ દેવતણખીદાદા બોલે છે :– "તમારે જુનાગઢ માં ક્યાં જવું છે ? "
🗣️ દેવાયત પંડિત બોલે છે:– "મેં મારા પત્ની દેવલ દે ઉપર ખોટી શંકા કરી હતી તેથી તે રીસાય ને નરોહર ગઢ ચાલ્યા ગયા છે . ત્યારે મને કહેતા ગયા હતા કે જ્યારે તમારા ભીતરની ભ્રમણા અને અભિમાન થું મુક્ત થઈ મારી ઉપર વિશ્વાસ આવે ત્યારે મને લેવા નરોહર ગઢ ચાલ્યા આવજો . હું ગામ ઓ ગામ ફરી વળ્યો પણ મને ક્યાંય દેવલ દે દેખાણા નથી "
ગીત :– " "
🗣️ દેવતણખીદાદા બોલે છે :– "અરે એનો રસ્તો તો પારણા માં પોઢેલ મારી દીકરી લીરલ જ બતાવશે "
(પરંતુ દેવતણખીદાદા પંડિત ને પારણા પાસે લય જાય છે . દેવાયત ને જોતા જ લીરબાઇ બોલે છે )
🗣️ લીરબાઇ બોલે છે :– "પધારો કાકા"
➡️( અવાજ સાંભળતા જ દેવાયત પંડિત ના મન માં વીજળી જેવો ચમકાર થાય છે )
🗣️ લીરબાઈ બોલે છે :– "હવે જોવો કાકા તમારા અંતર મન માંથી પછતાવો થતો હોય અને તમારા આંખ પર થી વહેમ ના પડદા ઉતરી ગયા હોય તો હું તમને નરોહર ગઢ નો રસ્તો બતાવું . પરંતુ તમારે અહીં થોડો સમય રોકાઈ જવું પડશે "
🗣️ દેવાયત પંડિત બોલે છે:– "પરંતુ બેટા લીરલબાઈ મારી સાથે સાડા સાતસો ચેલાઓ નો સંગ che "
➡️(લીરબાઈ ના મન માં વિચાર આવે છે કે , તેના સાડી સાતસો માં રહેલા ઢોંગી ચેલાઓ ની પરીક્ષા લેવાની સમય આવી ગયો છે . )
🗣️ લીરબાઈ બોલે છે :– "કાકા તમારા બધા જ ચેલાઓ ને અલગ અલગ કામ સોંપી દયો. "
🗣️ દેવાયત પંડિત બોલે છે (બધાં ચેલાઓ ને ભેગા કરી ને) :– "ચેલાઓ , તમારે કાચું સીધું લેવા ગામ માં ઘરે ઘરે લેવા જવનું છે . થોડા ચેલાઓ ને જંગલ માં રહેવા માટે જગ્યા સાફ કરવાની છે , થોડા ચેલાઓ અહીં તંબુ તાણવા નું કામ સોંપે છે . થોડા ચેલાઓ ને રસોઈ બનાવવા નું કામ સોંપે છે ."
🗣️ લીરબાઈ બોલે છે:-"પિતાજી સવા મણ મીઠા ની ખીર તૈયાર કરાવડાવો ."
🗣️ દેવાયત પંડિત બોલે છે:– " બધા ચેલાઓ ભોજન પ્રસાદ લેવા બેસી જાવ પછી પ્રસાદ લીધા પછી ભજન કીર્તન કરીએ."
➡️ (બધા જ ચેલાઓ જમવા બેસે છે અને મીઠા વાળી ખીર ખાતા ઢોંગી ચેલાઓ ના પેટ માં ગડબડ)
( દેવાયત પંડિત, લીરલબાઈ, મીનળદેવી, દેવતણખી દાદા અને સાધુ સંતો બધા લોકો ભજન કીર્તન કરે છે )
ભજન :– "ભાડા નું મકાન મારું"
➡️ (રાતો રાત ચેલાઓ ભાગી જાય છે , તેમા થી ચાર ચેલાઓ નું રહેવું . ચાર ચીલો નું નામ : હાલો , હૂરો, ધ્રાંગો અને રણવીર . આ ચાર ચેલાઓ રહે .)
🗣️ દેવાયત પંડિત બોલે છે:– "હાલાં, હુરા બધા જ ચેલાઓ ને અહીં બોલાવો"
🗣️ હાલો , હૂરો બોલે છે :– " બધા જ ચેલાઓ રાતો રાત ભાગી ગયા છે . ફક્ત અમે ચાર ચેલાઓ છે . "
➡️(ચાર ચેલાઓ અને પંડિત દેવતણખી દાદા ના ઘરે આવે છે.)
🗣️ લીરબાઈ બોલે છે:– "કાકા ચાર ચેલાઓ ને કહો કે અહીં સુરંગ ખોદે ત્યાં જ નારોહર ગઢ છે "
➡️(દેવાયત પંડિત ચાર ચેલાઓ ને સુરંગ ખોદવાનો આદેશ આપે છે )
🗣️ લીરલબાઈ બોલે છે :– "સુરંગમાં આગળ કાગ સળગાવતા જાવ અને તેના પર ચેલાઓ સુતા જાય અને તેની ઉપર પંડિત પગ દઈને ચાલતા જાય"
➡️ (જેમ જેમ ચેલાઓ સુતા જાય છે તેમ તેમ ચારેય ચેલાઓને નરોહરગઢમાં ગુરુ શોભાજી મહારાજ અને દેવલ દે ના દર્શન થતા જાય છે)
➡️(દેવતણખીદાદા ના પરચા થી ચેલાઓને આગ બાળી શકતી નથી અને ઠંડા હિમ જેવો અનુભવ થાય છે. પરંતુ પંડિતને દેવલ દે કે ગુરુ શોભાજીના દર્શન થતા નથી )
🗣️ દેવાયત પંડિત બોલે છે:– "હે શોભાજી મહારાજ મારા મનથી મારા અને ભીતરના પાપથી તારો અને મને તમારા અને દેવલ દેના દર્શન કરાવો . હું તમારી અને દેવલ દે ની ક્ષમા માંગુ છું હું છ–છ મહિનાથી તમારી ખોજમાં દિવસ રાત ભટકું છું મારા અજ્ઞાનના પ્રતાપે તમારી પર શંકા થઈ હવે મને માફ કરો અને દર્શન આપો."
➡️(દેવલ દે નો ગેબી અવાજ આવે છે)
🗣️ દેવલ દે બોલે છે:– "હે પંડિત આજે તમારી આંખે જે પઠાણ દેખાય છે તે આપણા ગુરુ શોભાજી જ છે."
➡️ (છતાં પણ પંડિત વિચારે છે કે મારી આંખે મને કેમ દગો આપે છે મારા ગુરુદેવને હું ન ઓળખું)
🗣️ દેવલ દે બોલે છે:– "હે ગુરુ શોભાજી મહારાજ હવે આ પંડિતના ભીતરની ભ્રમણા ભાંગી ગઈ છે માટે હવે એમને દર્શન આપો"
➡️(દેવલ દે ના કહેવાથી ગુરુ શોભાજી શંકર ભગવાનના સ્વરૂપમાં આવીને પંડિતને દર્શન આપે છે)
⚪Scene 16 :– " દેવતણખી દાદા ના ઘરે સાધુ વેશ એ ગુરુ શોભાજી પધારે છે "
🗣️ મીનળ દે બોલે છે :– "ભઠ્ઠી માંથી રાખ ઉપાડ ઉપાડીને મારું માથું દુઃખી જાય છે."
🗣️ સાધુ બોલે છે :– " તમારા માથાના દુખાવા નું દર્દ હું હમણાં જ તમને દૂર કરી આપું છું . જે રુદ્રાક્ષનો પારો તમારા મંદિરમાં રાખેલો છે તે મને આપી દો એટલે તમારી બધી જ તકલીફ દૂર થઈ જાય"
➡️ (મીનલ દે તે પારો લાવી સાધુ મહારાજના હાથમાં આપે છે અને પ્રણામ કરે છે.)
➡️(હવે કોડમાંથી જે રાખ નીકળતી હતી તે રાખને બદલે હવે ત્યાંથી પથરા કોલસા નીકળે છે)
➡️ ( દેવતણખીદાદા ઘરે પધારે છે)
🗣️ મીનળ દે બોલે છે:– "ભગત આજે આંગણે કોઈ સંત આવ્યા હતા અને એમને મારી તકલીફ દૂર કરી"
🗣️ દેવતણખીદાદા બોલે છે :– "બેબી તમારે વળી શેનું દુઃખ ? "
🗣️ મીનળ દે બોલે છે:– "ભગત રાખના ટોપલા ઉપાડ ઉપાડીને મારું માથું દુખતું હતું તે મેં પહેલા સાધુ મહારાજને જણાવ્યું તેમને કહ્યું કે મંદિરના જે રુદ્રાક્ષ નો પારો રાખ્યો છે તે મને આપી દો એટલે રાખ નીકળવા ને બદલે ત્યાંથી કોલસા અને પથરા નીકળશે"
🗣️ દેવતણખીદાદા બોલે છે :– "દેવતણખી દાદા મનમાં બધું સમજી જાય છે અને કહે છે કે તમે બહુ જ મોટી ભૂલ કરી છે જે રાખ નીકળતી હતી તેમાં તો સોનુ નીકળતું હતું. એ સોનાના જ પ્રતાપે આપણને સાધુ સંતોને જમાડી રહ્યા હતા હવે સોનુ નીકળશે નહીં તો આપણે સાધુ સંતોને કેવી રીતે જમાડશું ?"
➡️(આ વચનો સાંભળી મીનળ દે ને ખૂબ જ દુઃખ અને પછતાવો થાય છે . અને રડે છે.)
🗣️ મીનળ દે બોલે છે:– "સ્વામી મારાથી બહુ જ મોટી ભૂલ અને અપરાધ થયો છે મને માફ કરો."
➡️(દેવતણખી દાદા તેના યોગપ્રતાપ થી સમજી જાય છે કે હવે મીનળદેનો યોગ પૂરો થવા આવ્યો છે અને મિનલ દે દેવતણખી દાદા ના ચરણોમાં વંદન કરી અને પોતે સમાધિસ્ત થાય છે.)
➡️(વિનંતી સમાધિ લે છે ત્યારે બધા સાધુ સંતો ભજન ભક્તિ કીર્તન કરે છે . ત્યાં ભજન માં લોયણ માં પણ પધારે છે . )
(લોયણ માં અને લીરલબાઈ ની ઉંમર ૧૧ વર્ષ ની બતાવી )
➡️ (થોડા જ સમયમાં દેવતણખી દાદા ગામ-ઓ - ગામથી સાધું સંતો , લોયણમાં, તથા હાલો, હુરો, ધ્રાંગો અને રણવીર બધા ને તેડાવે છે અને બધા ને ભક્તી ભજન કરવાનું કહે છે . લોયણમાં ને આર્શીવાદ આપે છે. હાલો, હુરો , ધ્રાંગો અને રણવીર ને સમાધિખોદવાનો આદેશ આપે છે. અને ચારેયને પોતાનો ધર્મ પ્રચાર કરી અને તમારે નિજીયા ધર્મનો પાલન કરી સાધું સંતો ને જમાડી અલખ નો આરાધ જગાડજો . અબીલ ગુલાલ , કંકું , ધૂપ, દિપ , ફૂલ થી લિરલભાઈ અને દેવતણખી દાદા સમાધી લેઈ છે. )
🗣️ દેવતણખીદાદા બોલે છે :– "નકળંગી નાથ અવતાર લેશે (એવી સમાધિ માથું આગમવાણી થાઈ છે "
➡️(દેવાયત પંડિત નું સંપૂર્ણ આગમવાણી નું ભજન )
(બોલવા માટે ના પરચા , background music )
બોલવા માટે ના પરચા
૧) પોરબંદર પાસે બોખીરા ગામ છે ત્યાં દેવતણખી દાદા નું મોટું સુશોભિત મંદિર છે. પોરબંદરના આપણા જ્ઞાતિના ભાઈઓના સહકારથી મંદિર બનાવેલું છે. ત્યાં વર્ષો જૂની સમાધિ હતી ત્યા પૂર્ણધાર કરી અને દેવતણખી દાદા અને લીરલબાઈ નું મંદિર સ્થાપના કરેલ છે
* જ્યારે વીરાજી બોખીરામાંથી નીકળી ગિરનાર જાય છે ત્યારે તેમના પડોશી ભક્ત જોધાજી તેમને થોડી સુધી મૂકવા જાય છે અને ત્યારે વચન માંગે છે કે ભક્ત વિરાજી ક્યારેય અમોને દર્શન આપવા પધારશો વિરાજી વચન આપે છે એક વખત જરૂર તમને મળવા આવીશ. જ્યારે દેવતણખીજી મજેવડીમાં સમાધિ લે છે ત્યારે બરાબર મેઘા મેરને દર્શન આપે છે. અને ત્યાં મળે છે રામરામ કરે છે. અને થોડા સમય ત્યાં સત્સંગ કરી રવાના થાય છે ત્યારે જોધા મેર ને બીજે દિવસે ખબર પડે છે કે જે વિરાજી મને મળવા આવ્યા હતા તેને તો બે દિવસ પહેલા સમાધિ લીધી છે. ત્યારે આ સાંભળતા જોધા મહેર ધન્યતા અનુભવે છે.
* અને બીજો પરચો બાપા એ જમનાવડ ના જાદવ ભક્તને આપ્યો જ્યારે જાદવ ભક્તોને જેલમાં નાખ્યા ત્યારે તે વખતના નવાબને જેલમાંથી છોડી દેવા સ્વપ્નમાં હુકમ કર્યો હતો.
* એક વખત જસદણવાળા લખમણભાઇ દાદાની પ્રેરણાથી અષાઢી બીજ ઉપર આવેલા કે મારે આ વખતે બીજના પ્રસાદના જમણનો ખર્ચ કે જે આવે તે તથા ધજાનો જે દરેક ખર્ચ મારે આપવો છે બન્યું એવું કે વરસાદ કહે મારું કામ એકદમ વરસાદ ચાલુ ને ઉભર નદીમાં બે કાંઠે આવેલા નદીના પૂરમાં કેમ કામ કરવું અને કેમ જવું તે વિચારવાનો વિષય બની પડ્યો તેમના ગામમાંથી ચાર છ ભાઈઓ સામા લેવા પાણીમાં પડીને તેડવા ગયા.ત્યારે બાળ, બચ્ચા, બૈરાઓ સાથે મળી ને બાપાની જય બોલાવી અને નદીમાં સામે કાઠે જવા માટે પાણીમાં પડ્યા અને 200 માણસોએ ઉછળતા પાણીમાં આરામથી સામે કાંઠે પહોંચી ગયા. અને ભીને કપડે જ બાપાના ચરણારવિંદ માં પડી બાપા એ જ હેમખેમ સામે કાઠે પહોંચાડી દીધા માટે તેને દાદા નો ખૂબ ઉપકાર માન્યો.
* ધોરાજી ગામના એક સુતાર કુટુંબના ચુનીલાલ રામજીના એકનો એક દીકરો હતો તે બીમાર પડ્યો કેટલાએ ઉપચાર કર્યા કેટલાય દવાખાના ફેર્યા પણ કંઈ ફેર પડ્યો નહીં. તો મજેવડી દાદા ને ત્યાં ભારોભાર સાકર વેચવાની માનતા રાખી અને દીકરો થોડા જ દિવસમાં સાજો થઈ ગયો. આ આપણને દાદા નો એક ચમત્કારી પરચો જ હતો.
* ભાઈઓ ખરી ટેકથી જે કાર્ય કરીએ છીએ તેમાં જરૂર દેવલોક સહાય કરે છે ધોરાજીમાં આપણા જ્ઞાતિના ભાઈ શ્રી ભાણજી રામજી ગોહેલ તેમને પણ દાદાએ દીકરા ના દીકરાને ઘરે દીકરો ન હતો તેમને પણ દાદા ની માનતા રાખતા તેમને પણ દાદાએ દેવ જેવો દીકરો આપી તેમની ઈચ્છા પૂર્ણ કરી હતી.
* બોમ્બે મા શ્રી મોહનલાલ હીરજી મકવાણા બીલખા વાળા ને આપ્યો બોમ્બે ના તેમના પુત્ર ચુનીલાલના પત્ની એકાએક બીમાર પડી ગયેલા બોમ્બે ના બધા જ ખ્યાતિમાન ડોક્ટરોને બતાવ્યું પણ બધા ડોક્ટરોએ હાથ ધોઈ નાખ્યા હવે આ કેસ બચવું મુશ્કેલ છે તેવું કહેવામાં આવ્યું ત્યારે પણ તેઓએ દાદાને આશરો લીધો અને તેમની પુત્રવધુ એકદમ સાજા થઈ ગયા અને ડોક્ટરે પણ અચરજ પામ્યા.
હાલ 2024 ની વાત કરીએ તો અષાઢી બીજના દિવસે બોખીરા ગામે જ્યારે પહેલી જ અષાઢી બીજ ઉજવવામાં આવી હતી ત્યારે બન્યું એવું કે સાંજે આઠ વાગ્યાના સમયે બરાબર સંતવાણી ચાલતી હતી અને ત્યારે જ ખંભાળિયા થી એક કુટુંબ દાદા ના દર્શન કરવા માટે આવ્યા હતા. દાદાના દર્શન કરીને ઘરે જવા માટે નીકળ્યા હતા ત્યાં જ સામેથી એક બાઈક વાળાએ હડફેટે લીધા અને ત્યાં બેન ને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા ત્યારે ડોક્ટરે કહ્યું કે બહેનને માથામાં હેમરેજ થયું છે. તેમની પરિસ્થિતિ કોમા જેવી થઈ ગઈ છે. બધા દાદાને પ્રાર્થના કરવા લાગ્યા અને બે જ દિવસમાં એમને રિકવરી આવવા લાગી અને જ્યારે બેન ભાનમાં આવ્યા ત્યારે ખબર પડી કે તેમના હાથમાં સોનાની બંગડીઓ હતી. અત્યારે હાથમાં નથી તે થોડા જ દિવસમાં બોખીરા ગામ દાદા ના દેવસ્થાને પાછા આવ્યા તો તેમને શોધ ખોળ કરતા જાણવા મળ્યું કે જ્યાં તે બેન નું એક્સિડન્ટ થયું હતું એ જ જગ્યા પર તેમની બધી જ તૂટેલી સોનાની બંગડીઓ પડી હતી. તે બેન તો ખુશખુશાલ થઈ ગયા અને દાદાનું ખૂબ જ આભાર અને ચમત્કાર માની તેમના દર્શન કર્યા દાદાની કૃપાથી તે સાજા પણ થઈ ગયા અને તેમની ખોવાયેલી કિંમતીવસ્તુ પણ મળી ગઈ. આવો દાદા નો મહિમા અપરંપાર છે.
* જ્યારે બોખીરા ગામમાં મેર સમાજ એ પોતાની ઘરે શેર માટીની ખોટ હોવાથી દીકરો થાય એવી દાદા ને માનતા રાખી હતી. થોડા જ સમયમાં દાદા ની કૃપાથી તેમના ઘરે દીકરાનો જન્મ થતાં તેમને દાદા ને ચાંદીનો મુગટ અને લીરલ દેવીની માટે ચાંદીની દામણી ચડાવી અને ખુબ ખુશ થયા. અને દાદા નો સત્સંગ અને મહિમા અપરંપાર છે.
* જામનગર ના ખંભાળિયા ની બાજુમાં ગાત્રાણા ગામે દાદા ના ભાઈબંધ ની દરગાહ આવેલી છે ત્યાં જ દાદાનું પણ સ્થાન છે એવું માનવામાં આવે છે ત્યાંના મુસ્લિમ સમાજના લોકોએ તેની દરગાહ ફરતી ચણતર કામ કરવાનું શરૂ કર્યું પરંતુ બનતું એવું કે જેટલું કામ દિવસે ચણતર કરે એટલું સવાર થતા તે બધું કામ કરેલું પડી જાય આવું બે ચાર વાર બનતા દરગાહના પીરે તેમને તેમના સમાજના ત્યાં સપનામાં જઈને કહ્યું કે મારા બાજુમાં મારા મિત્ર દેવતણખી નું સ્થાન છે ત્યાં તેમની સ્થાપના કરો તો બધું બરાબર થશે. પછી આ વાત માની દાદાની પણ સ્થાપના બાજુમાં કરવામાં આવી અને પછી ચણતર કરવામાં આવ્યું તો બધું બરાબર હતું. આ પણ દાદા નો પરચો જ છે. ત્યાં પણ જાણવા મળ્યું કે કે ત્યાં દાદા નુ સ્થાન હોવાથી ગામના માણસોને એવી શ્રદ્ધા હતી કે ત્યાં કાટી ગયેલા બુઠ્ઠા દાતરડા દાદા ના સ્થાન કે મુકતા રાતે મુકતા તો સવાર થતા તે દાતરડા ની ધાર નીકળી જતી. આ દાદા નો અપરંપાર પરચો છે.
* અત્યારે એ ગાત્રાણા ગામના આપણા જ સમાજના વ્યક્તિ ત્યાં દાદા નુ આશ્રમ ચલાવે છે.
*જ્ય દેવતણખી દાદા*
તારીખ :
પટકથા, ગીત, સંવાદ : આરતી રૂપેશભાઈ પરમાર
સ્થળ: મહુવા જી. ભાવનગર
પ્રતિ, હર્ષદભાઈ સુથાર
ખોડલ ફિલ્મ સ્ટુડિયો
કડી, જી. મહેસાણા
વિષય: દેવતણખી દાદા - અલખનો આરાધ (શ્રી દેવતણખી દાદા જીવન ચરિત્ર) ધાર્મિક ફિલ્મ માટે કથા/સ્ક્રીપ્ટ સુપરત કરવા અંગે બાંહેધરી પત્ર
આ પત્ર દ્વારા, હું આરતી રૂપેશભાઈ પરમાર નીચે મુજબની ધાર્મિક ફિલ્મની મૂળ કથા/સ્ક્રીપ્ટ અને સંવાદો આપને વિચારણા માટે સુપરત કરીએ છીએ અને નીચેની બાંહેધરીઓ અને શરતો સાથે સંમત છીએ:
કથાની વિગતો
વિગત વર્ણન કથાનું શીર્ષક - દેવતણખી દાદા - અલખનો આરાધ (શ્રી દેવતણખી દાદા જીવન ચરિત્ર)
સ્ક્રીપ્ટ / કન્સેપ્ટ / ટ્રીટમેન્ટ / સંવાદો લેખક - આરતી રૂપેશભાઈ પરમાર
મહુવા જી. ભાવનગર
હું આરતી રૂપેશભાઈ પરમાર આથી નીચેની બાબતોની ખાતરી આપીએ છીએ:
આ કથા/સ્ક્રીપ્ટ/સંવાદો /મારા દ્વારા અને મૂળ શ્રી દેવતણખી દાદા જીવન ચરિત્ર પુસ્તકના આધારે તૈયાર કરી લખાયેલા અને સર્જન છે, અને તે કોઈ પણ હાલના પ્રકાશિત કે અપ્રકાશિત સ્ક્રિપ્ટની નકલ નથી.
આ કથાના તમામ અધિકારો (Copyrights) હાલમાં માત્ર મારા/અમારી પાસે જ છે. આ કથા પર કોઈ અન્ય ત્રીજા પક્ષકારનો કોઈ દાવો કે હક નથી.
આ કથામાં આપેલી સામગ્રી, સંવાદો કે વિગતો કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે ધર્મના માન-સન્માનને ઠેસ પહોંચાડતી નથી કે ફક્ત અને ફક્ત સંત ના શ્રેષ્ઠ જીવનને સમાજ સમક્ષ રજૂ કરવા માટે છે સાથે કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કરતી નથી.
આ કથા અગાઉ કોઈ અન્ય નિર્માતા, સ્ટુડિયો કે પ્રકાશન ગૃહને કાયમી ધોરણે સોંપવામાં આવી નથી.
*સ્ટુડિયો/નિર્માતાની માટેની શરતો*
આ કથા સુપરત કરવાના સંદર્ભમાં નીચેની શરતો લાગુ પડશે:
સ્ટુડિયો આ કથાની મૂળ કથામાં સુધારો કે ફેરફાર કરવા માટે સ્વતંત્ર નથી ફક્ત તે સ્ક્રિપ્ટ કથાનો ઉપયોગ કરીને શોર્ટ ફિલ્મ કે ફિલ્મ બનાવવા માટે કે અંગે વિચાર કરી શકે છે.
સ્ટુડિયો/નિર્માતા આ કથાને માત્ર શોર્ટ ફિલ્મના આંતરિક હેતુઓ માટે જ ઉપયોગ કરશે અને કોઈ પણ ત્રીજા પક્ષકારને મારી/અમારી લેખિત મંજૂરી વિના તેની વિગતો જાહેર કરશે નહીં.
જો સ્ટુડિયો આ કથાને માટે કોઈ નિર્ણય નહીં આપે, તો કથાના અધિકારો આપોઆપ લેખકને પરત મળી જશે, સિવાય કે લેખિતમાં સમય વધારવામાં આવે.
જો સ્ટુડિયો/નિર્માતા આ કથાને સ્વીકારે છે અને તેના પર ફિલ્મ બનાવવાનું નક્કી કરે છે, તો હકો હસ્તાંતરણ (Rights Transfer) સાથે વિગતવાર કરાર (Agreement) કરવામાં આવશે. જેમાં બન્ને પક્ષકારની મંજૂરી સાથે કરાર થશે.
હું આરતી રૂપેશભાઈ પરમાર પુષ્ટિ કરીએ છીએ કે મેં આ બાંહેધરી પત્રની તમામ શરતો વાંચી છે, સમજી છે અને સ્વીકારી છે. જે નિર્માતા /સ્ટુડિયો તરફથી પણ વાંચી છે.
લેખક/લેખકોની સહીનિર્માતા/સ્ટુડિયોના અધિકૃત પ્રતિનિધિની સહી અને સિક્કો
લેખકનું નામ: આરતી રૂપેશભાઈ પરમાર
પ્રતિનિધિનું નામ: હર્ષદભાઈ સુથાર
તારીખ:
હોદ્દો:
સાક્ષી (Witnesses): (બંને પક્ષો માટે એક-એક સાક્ષી)
નામ: સહી:
નામ: સહી:
Comments
Post a Comment