આરતી પરમાર - લેખ


(1) 
"વિશ્વકર્મા સમાજ અને મહિલા સશક્તિકરણ"

     આપણે સૌ પ્રથમ પહેલા ભગવાન વિશ્વકર્મા દાદા ને ઓળખે ! 
        વિશ્વકર્મા દાદા દુનિયાના સૌથી પહેલા મોટા આર્કિટેક છે વિશ્વકર્મા દાદાએ ભગવાન શ્રીકૃષ્ણની દ્વારિકા ,  રાવણ ની શ્રીલંકા , ભગવાન કૃષ્ણનું સુદર્શન ચક્ર તેમજ ઘણા મંદિરોનું નિર્માણ કર્યું છે. 
          આપણે ધન્યતા અનુભવે છે કે આપણે ભગવાન વિશ્વકર્મા ના વંશજો છે એટલે જ તો કહેવાયું છે કે આપણા લોહીમાં , સંસ્કારમાં શિલ્પકલા , ચિત્રકળા અન્ય કલાઓનો ભંડાર સમાયેલો છે . હસ્તકલા હોય કે શિલ્પકલા કે પછી કાપડમાં કલાકારી હોય કે માટીમાં કંડારી કલાકારી લાકડું હોય કે લોખંડ અદ્ભુત કલા કરી આપણે વિશ્વકર્મા સમાજની આગવી ઓળખાણ થાય છે. 

          પહેલાના સમય માં સ્ત્રીઓને તુચ્છ અને અબળા માનવામાં આવતી હતી. અત્યારે આધુનિક સમયમાં એવું રહ્યું નથી. અત્યારે એક સ્ત્રી પણ પુરુષ સમોવડી બની આપણા સમાજનું નામ રોશન કરે છે .પહેલાના સમય માં પણ ભરતગુંથણ , મોતી વર્ક હોય કે ભાતીગળ ભાત પાડીને ખૂબ જ મોટા પ્રમાણમાં પારંગત હતી પરંતુ સ્ત્રીઓને ત્યારે માન સન્માન આપવામાં આવતું ન હતું. 

      અત્યારે દીકરીઓ ભણી ગણીને એક આર્કિટેકનું કામ ખૂબ જ ચપળતા થી કરી શકે છે .સારી એવી ઊંચી પોસ્ટમાં કામ કરી શકે છે .જેવી કે આર્કિટેક્ચર ,ફેશન ડિઝાઈનર જેવા કામ કરીને આપણા સમાજનું નામ રોશન કરે છે. અને પોતાના પરિવારને પાલવવામાં સશક્ત છે. એમાં દીકરીઓ તો માં રાંદલ , લીલનદેવીથી ક્યાં કોઈ અજાણ છે આપણા સમાજની દીકરીઓ કોઈ સામાન્ય દીકરી નથી એક પવિત્રતા અને અનેક ખુમારીના દાખલા છે. એટલે જ તો દીકરી એક શક્તિ સ્વરૂપા છે. 

       ખૂબ જ ભણી ગણીને આપણા વિશ્વકર્મા સમાજની અને મા-બાપનું નામ ઉજ્જવળ બનાવી એક સ્ત્રીપાત્ર 
ને સશક્ત બનાવી આગવી પહેચાન બનાવે છે . એક સ્ત્રી ધારે તો પિયર સાસરીયા અને પોતાના પરિવાર બાળકોને સારું એવું ભવિષ્ય આપી શકે છે . બાળકો પાસે મા બનીને પતિ સાથે કામમાં હાથ મિલાવીને એક પાર્ટનર ની જેમ અને વડીલો સાથે વડીલોની શક્તિ બનીને સરળતાથી બધી જ ફરજો નિભાવી શકે છે. એટલે જ તો કહેવાયું છે કે "નારી તું નારાયણી" . 

          અત્યારે ડોક્ટર કે પછી રાજ્યસભાની ખુરશી હોય કે,  રમત ગમત ભરતગુંથણ કે પછી , પોલીસ કર્મચારી ,વકીલ , જજ સુધી બધી જ જગ્યાએ સ્ત્રીનું આગવુ સ્થાન છે. આધુનિક યુગમાં સ્ત્રીપાત્ર કમજોર નથી પણ શક્તિ સ્વરૂપા છે . આર્થિક અને સામાજિક રૂપે સ્વતંત્ર બની છે. 

        સ્ત્રી હવે અપરાધીન રહી નથી તે મહિલાઓ હવે શિક્ષણ માં અને સમાન અધિકાર અને નિર્ણય લેવાની શક્તિ રાખે છે. સ્ત્રીઓને જેટલી સ્વતંત્રતા મળી છે એનાથી આત્મસન્માન આત્મનિર્ભર અધિકાર, સમાનતા થી સમાજ તથા ધંધા રોજગારમાં પણ વિકાસ થાય છે . 
          તુ જ છે જન્મદાયિની માતા 
          તુ જ છે સરસ્વતી 
          તુ જ છે દુર્ગાને અને શક્તિ સ્વરૂપા 
          તુ જ છે લક્ષ્મીને નારાયણી 
          તુ જ છે અન્નપૂર્ણા
          તુ જ છે ભાગ્ય વિધાતા

(2)
"પુસ્તકની આત્મકથા"

        હું એક પુસ્તક છું મારો પણ એક જમાનો હતો. હું પણ ખૂબ જ મોટા મોટા પુસ્તકાલયોમાં તેમજ પુસ્તક મેળામાં મારું વેચાણ થતું. લોકો મને ખુશી ખુશી લેવા આવતા .અને મને ખૂબ જ આનંદ થતો. લોકો સમય કાઢીને મારું વાંચન કરતાં .દાદા-દાદી મારું વાંચન કરતા કરતા WA પૌત્ર-પૌત્રીઅને કે નાતીન-નાતિને આ જ્ઞાનની વાર્તાઓ સંભળાતા. કહેતા કે છોકરાઓ પણ ખુશીથી સાંભળતા ખૂબ જ આનંદમય વાતાવરણ લાગતુ મોટાઓને પણ માન સન્માન મળતું . 

               પણ હવે ???  

     પણ હવે તો શું વાત કહું ખૂબ જ દુઃખ થાય છે આજની પેઢીઓને જોઈને હવે તો મોબાઈલ આવી ગયા છે હું એમ નથી કહેતું કે મોબાઈલ ખરાબ વસ્તુ છે.પણ આજની પેઢીઓને  એનું ખૂબ જ ખરાબ રીતે વ્યસન થઈ ગયું છે .પરંતુ કોઈ વસ્તુની
 "અતિની કોઈ ગતિ નથી હોતી "

      અમે તો ક્યાંક લાઇબ્રેરીમાં ખૂણામાં ધૂળ ખાઈએ છીએ અમારી કોઈ સંભાળ સુધા લેવા પણ આવતા નથી. ખરીદવાની તો વાત દૂર છે. અમને પણ એમ થાય છે કે બે ચાર ભાઈબંધો ભેગા મળીને કોઈ સારું પુસ્તક લઈને વાંચન કરે વાંચીને એકબીજાને સારા પ્રસંગો સંભળાવે પુસ્તકનું જ્ઞાન મેળવે કદાચ આવું બને.......

      પણ નહીં અંતે તો મોબાઈલ નું ભૂત સવાર છે નાના છોકરાઓ થી માંડીને મોટા યુવાન યુવતીઓ હોય કે પછી વૃદ્ધો બધા જ આમાં શામિલ છે. એ પણ એમાંજ વ્યસ્ત છે જાણે અમારું તો સાવ અસ્તિત્વ જ લુપ્ત થતું જાય છે. 

        હું કાઈ આધુનિકરણની ટીકા નથી કરતું પણ મારું પણ તમારી જીવન શૈલીમાં સ્થાન આપો. મારામાં પણ જ્ઞાન સફર વાર્તાઓ રમતગમત કે મોજ મસ્તી છુપાયેલી છે. કાશ મારુ પણ આધુનિક દુનિયામાં સ્થાન હોત !

આરતી રૂપેશ પરમાર

(3)
"મોબાઈલની સાઇડ ઇફેક્ટ" 

        ક્યાંથી શરૂઆત કરવી એ કઈ સમજાતું નથી આજની પેઢીઓ આંખ બંધ કરીને આંધળી ડોટ મૂકી છે મોબાઇલને બદનામ કરવા એમાંથી સારું શીખવાનું તો દૂર પણ ખરાબ વધારે શીખી રહ્યા છે.
          એક બાળકની વાત કરીએ તો એને પણ મોબાઈલનું ભૂત સવાર છે ખાવામાં આવવામાં સુવડવામાં, રમાડવામાં કે જમાડવામાં આંખ ખોલો તો મોબાઈલ જોઈએ છે . બાળકને ક્યાં ખબર છે કે આનાથી મારી આંખ કાન બુદ્ધિમાં કાટ લાગવાનો છે . પણ આપણે જેને એની તરફ દોરીએ છીએ એમાં બાળક બિચારું શું કરે? 

        અત્યારના યુવાન- યુવતીઓનુ તો શું કરવું? જાણે સારું સાંભળવાનું કે જોવાનું કે વડીલોને માન સન્માન આપવામાં ઉપર તો જાણે એક લોક લાગી ગયો છે . મગજની વિચારશક્તિ સાવ ખરાબ થઈ ગઈ છે.  મા બાપની લાગણી અને પ્રેમનો ગેરલાભ ઉઠાવીને મોબાઇલ માંથી મળી રહેલા નાચક વેડા તરફ દોરાઈ રહ્યા છે બે ચાર ભાઈબંધો દોસ્તારો ભેગા થઈને મોબાઈલો જોવે છે મોબાઈલ જોઈને એમાંથી ખરાબ વિચાર - વિકાર આવતા અનેક દીકરીઓ ને અને મા બાપ ની જીંદગી બરબાદ કરી નાખે છે. સતત દૂર વિચાર ના વિસ્ફોટકો ફાટ્યા કરે છે. 

         એક પ્રસંગ કહું છું, એક દાદા દાદી બિચારા બીમાર હતા એ એક અલગ રૂમમાં બેડ પર સૂતા અને ભગવાનનું નામ લે. વહુ યુવાન દીકરા દીકરીઓ ઘરમાં ઘણા બધા , પણ બધા પોતપોતાના કામમાં વ્યસ્ત બા બિચારા બધાને બોલાવ્યા કરે પણ કોઈ ધ્યાનમાં લેય નહીં કામ હોય ત્યાં સુધી કામકાજમાં અને પછી ફોનમાં વ્યસ્ત. બધાને એવું લાગે કે આ તો બાર સાવ નવરા છે એ તો બોલાવ્યા કરે પણ આવું વિચારવાનું કારણ શું હતું? "મોબાઈલ" વહુ દીકરીઓ દીકરાઓ કાનમાં ઈયરફોન કે હેડફોન નાખીને કામમાં વ્યસ્ત હોય છોકરાઓ ભાઈબંધ દોસ્તાર માટે  અને મોબાઈલમાં જોવામાં વ્યસ્ત હોય દાદી વિચાર કરે આ બધા શું જોતા હશે? શું કરતા હશે ?કોઈ ને મારી માટે સમય નથી . એક દિવસ દાદી બધાને સાદ પાડતા રહ્યા કોઈનું ધ્યાન રહ્યું નહીં અને દાદી રામચરણ સીધાવી ગયા એ પણ કોઈનું ત્યાં ધ્યાન રહ્યું નહીં . 
   
       બીજી એક પતિની વાત કરીએ તો :- તે એને પણ ક્યાં એક પત્ની કે બાળકો માટે સમય છે  એનું ધ્યાન ધંધામાં અને મોબાઇલમાં વ્યસ્ત નોકરી ધંધાથી આવ્યા અને ફોન કાઢીને બેસી ગયા . વાત નથી છોકરાની સાંભળવી કે નથી પત્નીની સાંભળવી પત્ની વિચારે છે કે પતિને ક્યાં મારી માટે કે છોકરા માટે સમય છે એમ કરતાં કરતાં ધીમે ધીમે પતિ પત્ની અને બાળકો સાથે વાત થવા નું બંધ થઈ જાય છે અંતે સંબંધોમાં તો તિરાડ આવી જાય છે અને તે છૂટાછેડા સુધી વાત પહોંચી જાય છે .એટલે પછી કહે છે કે સમય ખરાબ છે .પણ  સમય તો એની ગતિમાં ચાલ્યા કરે છે પણ  તમે ખોટી જગ્યાએ વ્યસ્ત છો. છોકરાઓને આવીને પૂછતા નથી કે બેટા આજે શું જમ્યા? આજે શું ભણ્યા? તમે આજે શું કર્યું? આજે એટલું આવીને પૂછે તો છોકરાઓને પણ બીક રહે કે પપ્પા આવીને પૂછશે માટે આપણે આપણું કાર્ય કરવું પડશે તો એમાં ઘણો  ફાયદો છે . નથી પત્નીને આવીને પૂછતા કે આજનો દિવસ કેવો ગયો છે. તમારી તબિયત સારી છે? ને આજે તમે શું નવીન કાર્ય કર્યું એવું પૂછવાનું રાખે તો પત્નીને આખા દિવસનો થાક ઉતરી જાય છે. થાકમાં પણ તાજા માજા જેવું અનુભવાય છે. પણ મોબાઈલ ક્યાં કોઈને સાથે રહેવા દે છે. 

         બાળકો મા બાપના પ્રેમથી ,પત્ની પતિના પ્રેમથી, મા બાપ પુત્રના પ્રેમથી વંચિત રહી જાય છે. અંતે છોકરાઓ મા બાપ કે પત્નીને પ્રેમ કે લાગણી મળતી નથી.  આમજ છોકરા ઓ સારા સંસ્કારો થી વંચિત રહી જાય છે ખરાબ વિચાર મા  પડી જાય છે. અને મા બાપની વાત માનવાનું બંધ કરી દે છે .પછી ફોન અને  દોસ્તારો તરફ વળી જાય છે. પછી ખરાબ બનાવો બનવામાં કંઈ બાકી રહે છે.

       આપણા સમાજમાં જુઓ તો અત્યારે દીકરા દીકરીની સગાઈ કે  લગ્ન પણ મોબાઈલથી તૂટી જાય છે. તમે આવો ફોન આપ્યો. મારે તો બીજો ફોન જોઈતો હતો. આવી નાની નાની વાતમાંથી અને લાંબા સમય સુધી ફોનમાં પડ્યા રહે અને પછી સગાઈ તૂટે છે અને સંબંધો ખરાબ થાય છે. મોબાઈલ અત્યારે તો જિંદગીનો એક પાર્ટ બની ગયો છે. એનો ઉપયોગ સારામાં પણ થઈ શકે છે. અત્યારે ભણવામાં પણ મોબાઈલ જુએ છે એનાથી આખી દુનિયા જોઈ શકાય છે ઘણા ફાયદા પણ છે ગૃહિણીઓ ઓનલાઈન બિઝનેસ પણ કરી શકે છે .ભરતગુંથણ સીવણ બધું ઓનલાઇન શીખી શકાય છે .એ લેવું હોય તો મોબાઈલમાં પણ ઘણું સારું છે સંદેશા વ્યવહાર બિઝનેસ કરવામાં પણ ફોન સારો કામ લાગે છે. પરંતુ અત્યારે એનો ઉપયોગ કરતા દૂર વ્યવહાર વધારે વધી ગયો. 

           આરતી રૂપેશ પરમાર

(4)
પુરુષાર્થથી જ પ્રારબ્ધ લખાય

     પુરુષાર્થ એટલે ભાગ્ય અને નસીબના પોતે જ ઘડવૈયા કહી શકાય. માનવ જીવન એ પણ એક અજીબ સફર છે. આ સફરમાં એક શક્તિશાળી હથિયાર છે. જે ખુદ આપણી મહેનત ,આપણા વિચાર અને કંઈક બનવાની અપેક્ષા છે. પુરુષાર્થ એક એવું સાધન છે જે પ્રારબ્ધ ને બદલી શકે છે.જો ખેડૂત ખેતરમાં બીજ ન લાવે અને માત્ર ભાગ્યના આધારે બેસી રહેવાથી કોઈપણ જાતની ફસલ ઉપજે નહીં. તેમ વિદ્યાર્થી જીવનનું પણ એવું જ છે. ભાગ્ય પર આધાર રાખે તો તેને સફળતા પ્રાપ્ત થતી નથી. અને પછી આપણે પ્રારબ્ધ ને દોષ દેવો એ યોગ્ય નથી. 
   આપણો અત્યારનો આ યુગ પુરુષાર્થ પર ટકેલો છે. જો પુરુષાર્થ નહીં તો સફળતા નહીં, ને સફળતા નહીં તો જિંદગીમાં અસફળતાના પહાડો પાર કરવા માટે તૈયાર રહેવું પડે. ફક્ત બળપૂર્વક કામ કરવાથી કંઈ ન વળે પરિશ્રમને સાથે સાથે કળથી ,બુદ્ધિથી પણ કામ કરવું ખૂબ જ જરૂરી છે, અને તે મહત્વની પણ છે, પુરુષાર્થ માત્ર મહેનત નથી પરંતુ આત્મવિશ્વાસ પણ છે. જેનાથી મનુષ્ય એક પછી એક સફળતાની સીડીઓ સર કરી શકે છે. રામાયણ માં પણ જો રામ ભગવાન  હતા. તો પણ તેને અનહદ પરિશ્રમ દ્વારા યુદ્ધ કરીને વિજય મેળવ્યો હતો.  એ પણ પોતાની શક્તિથી સીતાજીને જીતી જ શકતા હતા, કેમકે તે પોતે જ પ્રારબ્ધ છે. અને અંત પણ છે. પણ છતાં પણ તેમને પુરુષાર્થને મહત્વ આપ્યું હતું. ગીતામાં પણ કહ્યું જ છે કે 

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥  

આનો અર્થ એ છે કે તમારો અધિકાર માત્ર કર્મ કરવાનો છે. તમે કર્મ કરતાં રહો ફળની ચિંતા ન રાખો. મોટા મોટા મહાનુભાવોની  સફળતાની પાછળ જે એની પ્રતિભા પાછળ તેમની જેવી કે ભૌતિક સમૃદ્ધિ, ભૌતિક પ્રાપ્તિઓ એમ સાધુતામાં આધ્યાત્મિક સિદ્ધિઓ અને આ બધું જ પુરુષાર્થના પરિણામ છે. એમની સફળતાની પાછળ પોતાનો પરિશ્રમ ,બુદ્ધિ ,ભક્તિ ,શક્તિ રાત દિવસની મહેનત જ છે. પરિશ્રમ વગર વિશ્વનું બધું જ્ઞાન અદ્રશ્ય છે, જે તે જોવા માટે જાણવા માટે અધાગ પરિશ્રમથી, બુદ્ધિથી અને ચપળતાથી સાકાર બનાવી શકાય છે. જો મનુષ્ય પોતાની આત્મશક્તિથી જે ધારે તે બની શકે છે. સફળતાના દ્વાર ખોલવા માટે પોતે જ ચાવી બનવું પડે છે. પુરુષાર્થને માટે બધો સમય સરખો છે. રાત ,દિવસ ભૂખ, તરસ, આ બધા અવરોધોને પરિશ્રમ સાથે કઈ સાંકળ નથી યુગો યુગોમાં જે સદ પુરુષો થઈ ગયા છે તે કાંઈ એમ જ નથી થયા, તેમને પણ ઘણો પરિશ્રમ ,ભૂખ, તરસ ,મા બાપ ,સગા સંબંધીઓ બધું ભૂલીને આધ્યાત્મિકનો માર્ગ અપનાવ્યો એ કઈ  સરળ ન હતું. તેમણે પણ તકલીફોનો સામનો કરવો પડ્યો હોય છે. તકલીફ અને પરિશ્રમ વગર કોઈ સફળ થતું નથી. દુનિયામાં ઘણા સફળ સ્ત્રી, પુરુષો, વિદ્યાર્થીઓ, બિઝનેસમેન, ડોક્ટર, વકીલ જેવા ઘણા સફળ વ્યક્તિત્વ છે. તેને પણ પોતાની જાત ઘસીને પોતાના મોજ શોખનું બલિદાન આપ્યું હોય છે. ત્યારે જ સફળ બને છે. અત્યારના યુગમાં ઘણા એવા પણ વ્યક્તિ છે જે બીજાની સફળતાની ટીકા કરતા હોય છે. કે જે તે કેમ આગળ નીકળી ગયા. અને અમે કેમ પાછળ. પરંતુ સફળતાની પાછળનું લોજીક  સમજાતું નથી. જેટલું તપશે એટલું જ ચમકશે. ટીપી ટીપી ને કેમ વસ્તુ કે ધાતુ માં આકાર અને ચમક લાવી શકાય છે. તેમ મનુષ્યના વિચાર અને મહેનત અને કંઈક બની છૂટવાની ધગશ જ  મનુષ્ય માં સફળતા ને  ઘાટ આપે છે.
        ભલે માણસ પોતાના માટે કંઈક સારું મેળવવા માંગતો હોય પરંતુ પોતાની ભીતરમાં કેટલાક વિચારો ઈચ્છાઓને પ્રોત્સાહન આપીને તે પોતે જ પોતાની પ્રગતિ અને પ્રાપ્તિને અવરોધી રહ્યો છે. એના ઓછા વિચારો અને તેનું અંતિમ ધ્યેય આ બંને તેમનો આગળ વધવામાં અડચણ ઊભી કરે છે. માટે.... 
ઉચ્ચ વિચાર ઉચ્ચ સ્થાન, 
 ગતિ તેવી પ્રગતિ, 
વિચાર તેવી વાણી, 
મહેનત તેવી ફસલ, 
વાવેતર એવી લણણી, 
કર્મ તેવું ફળ ,
મહેનત તેવી સફળતા,
આ બધા પુરુષાર્થના પાસા છે. પૃથ્વી પર મનુષ્ય એક જ એવું પ્રાણી છે જેની પાસે બધું શક્ય છે. તે જ પોતાનો ઘડવૈયા છે.અને એ જ પોતાનો સર્જક. તેવી આત્મશક્તિ અને સુઘડતા કંઈક કરી છૂટવાની ધગસ આ જ વસ્તુ માણસને સફળતાની સીડીઓ ચડાવે છે.     
લેખ - આરતી રૂપેશ પરમાર (મહુવા)

(5)
"શિક્ષણ અને સંસ્કાર નું મહત્વ"

     શિક્ષણ આપણી જિંદગીનું મહત્વનું પાસું છે. જીવન જીવવા માટે શિક્ષણનું ખૂબ જ મહત્વ છે .શિક્ષણ એ એક એવો દરવાજો છે કે જે ખોલીને આપણે પ્રગતિના બધા જ દરવાજા ખોલી શકે  છે. 

     ભણવાની કે શીખવાની કોઈ ઉંમર નથી હોતી ફક્ત મનમાં ઉત્સાહ હોવું જરૂરી છે. જો શિક્ષણ સારું હશે તો આપણા સંસ્કાર સારા થશે. સંસ્કાર અને શિક્ષણ આ બે વસ્તુ જો જીવનમાં આવી જાય તો જિંદગી સફળ બની જાય છે . શિક્ષણ આપણને ક્યાંય ઝૂકવા નહીં દે અને સંસ્કાર આપણને ગીરવા નહીં દે . અત્યારે ઘણા છોકરાઓને ભણવું એ ખૂબ જ મોટી મુસીબત લાગવા લાગે છે . પરંતુ એવું નથી થોડા વર્ષ ભણવામાં મહેનત કરીને પછી એ ભણતરનો ફાયદો આપણે આખી જિંદગી મેળવવાનું છે.

    જો અમે ઓછું ભણ્યા છીએ ને એટલે ભણવાની કિંમત અમને અત્યારે સમજાય છે . શિક્ષણના અભાવે ક્યાંક મોટી મીટીંગ હોય કે બિઝનેસ મીટીંગ હોય કે પછી , આઉટ ઓફ સીટી કે કન્ટ્રી હોય , બધી જગ્યાએ બોલવામાં શિક્ષણનો ભાવ વર્તાય છે માટે મા-બાપ ઓછું ભણ્યા હોય તો એને છોકરાઓને ભણાવવાની અપેક્ષાઓ વધી જાય છે. ઝાઝી હોય છે કે તમે ભણીને આગળ વધો . પરંતુ આજની પેઢી ભણે જ છે નથી ભણતી એવું નથી પરંતુ મોજ શોખ ,મોબાઈલન, હરવા- ફરવાની ,દેખાદેખી થી પાછળ જ રહી જાય છે. જીવનમાં સફળ થવાને બે જ ચાવી છે શિક્ષણ અને સંસ્કાર . જોવાનું મહત્વ સમજાઈ જાય તો આપણે તો ઠીક પણ આપણી આવનારી પેઢી પર શિક્ષિત થઈ સમાજમાં સારું એવું  આગવું સ્થાન પ્રાપ્ત કરે છે.

       શિક્ષણથી વ્યક્તિગત વિકાસ, આત્મજ્ઞાન , વિશ્વાસમાં પણ વધારો થાય છે. અભ્યાસ સારી એવી ઓળખ અને સાચી દિશા બતાવે છે. એટલે જ તો શિક્ષણનો આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ પણ ઘણું મહત્વ છે. 

       આજકાલ આપણે સારા - સારા અને સાચા મિત્રોની તો જરૂર છે જ પરંતુ આપણે અત્યારે મોબાઇલને સારો મિત્ર બનાવી લીધો છે. પરંતુ આપણો સાચો મિત્ર શિક્ષણ અને સારા પુસ્તકો છે. એ જ તો આપણા માર્ગદર્શક છે. શિક્ષિત વ્યક્તિને સામાજિક કાર્યો હોય કે વિદેશ ગમન હોય કે પછી ક્યાંય કોઈ જગ્યાએ અડચણ આવતી નથી. શિક્ષાથી આપણા વિચારો હોઈ કે પછી સમાજમાં નામ કે જ્ઞાન અને મન અને હૃદયને વિકસિત કરે છે . શિક્ષા એ એક યજ્ઞ છે જેમ યજ્ઞ કરવાથી આપણા મનને અદભુત શાંતિનો અનુભવ થાય છે તેમ શિક્ષણ મેળવવાથી જીવન જીવવાની સાચી સમજ પ્રાપ્ત થાય છે . સંસ્કાર એ પુસ્તકનું જ્ઞાન નથી. સંસ્કારમાં  જીવન સિદ્ધિની ભાવના છે. સદાચારની સુવાસ છે. મન અને હૃદયના સત્ય માર્ગે ચાલવાની વૃત્તિ છે સંસ્કાર સંયમ શીખવે છે . સંવેદનશીલતા નો માર્ગ સંદેશ છે. જો આ માણસ પૂર્વજનોમાં કેટલા મનો પ્રભાવ લઈને જન્મે છે જેમાં જેના આધારે માણસનું વર્તન આકાર લેતું હોય છે . પણ માણસનો સ્વભાવગત એ એને સુધરવા ન દે તો શિક્ષણ કઈ કામ લાગતું નથી . શિક્ષણની સાથે જીવન મનુષ્યમાં લાગણી પ્રેમ સદાચાર સુવિચાર બીજાની ભાવના સમજવાની શક્તિ રાખવી એ પણ એક શિક્ષા જ છે .

     સારું શિક્ષણ વિદ્યાર્થીઓ બાળકોનું ઘડતર અને સાચી સમાજ સારું ચરિત્ર નું મૂલ્ય સમજાય છે ઉચ્ચ રચના કે ચાલવાનું શીખવે છે.

      એક ખાસ વાત બધા જ મારા વિદ્યાર્થી બાળકોને સમજાવવાની જરૂર છે કે 12 પાસ કર્યા પછી તમારા જીવન ઘડતર ની સાચી શરૂઆત થાય છે . 12 પછીના પાંચ વર્ષે તમારે મોજ , શોખ ,  ભાઈબંધ - દોસ્તાર , મોબાઈલ , પ્રસંગો કે પાર્ટી કરવા , ફરવાનું ભૂલી જઈને ખૂબ જ દ્રઢ નિશ્ચય રાખીને ભણવા પાછળ પડી જવાનું છે . પાંચ વર્ષ સારો એવો ભોગ આપીને જેમ લોખંડને ખૂબ જ તપાવીને પછી એનો આકાર આપીને ઘસીને ચમકાવે છે એમ તમારે ચમકવાનું છે . જો એ પાંચ વર્ષના મોજ કરી તો આખી જિંદગી તપવાનો છે પાંચ વર્ષ તપ્યા તો પછી લાઈફ ટાઈમ ચમકવાનું છે . આ બેયની ચાવી તમારી પાસે છે.  આ સમયમાં જ શિક્ષણ અને સંસ્કાર નું મહત્વ સમજવાનું છે.

            ~ આરતી રૂપેશ પરમાર

(6)
"મનન ની વાત" 

       ભગવાન ની કૃપાથી મલ્યા બે  મન સગાવહલા તેડાવ્યા ને બાંધ્યા તોરણ લીલા વાજતે ગાજતે કર્યા વધમના ને સાક્ષી માં તમારા સગપણ. ખુબજ અનમોલ સમય હતો એકબીજા માટે. 

     મન મૂકીને જીવવાની ક્ષણો મળી ને કોલ આપ્યા પ્રેમના મળ્યા અંતરના ઊંડાણ જેમ સાગરમાં મળવા ઉછળે સરિતા અને તેમાં ઉછળતા આપણા મન ને મળતા હૃદયના ધબકારને કહેતા ન અટકશો હમણાં મારા પ્રિયા મિલનની વાટ. 

       સાજન કહે સજની ને આટલો કરે છે મને પ્રેમ પછી ઓછો ના કરીશ મને નહિતર વેરણ થાશે જીવન આપ્યા કોલ એક બીજાને મળ્યા મન તરંગ . 

     વાગી શરણાઈ ને ઢબકીયા ઢોલ 
લગ્ન લેવાયા હરખથી આનંદ ચારે કોર . ને પછી પડ્યા સંસારની જાળમાં ને ખોવાયા ક્યાંક પ્રેમ ના કોલ વ્યસ્ત થયા સંસારની સાકળમાં પૂછવાનું ભૂલ્યા એકબીજાના હાલ હતી પહેલા પ્રેમની વણઝાર કે હવે ક્યાંક શોધું છું એ સમયની પળ. પડી  હોય ક્યાંક ખૂણામાં તો યાદ કરીને રડી લઉં છું એ પ્રેમનો રણકાર . વ્યસ્ત થયા સાથે એટલા કે ભૂલી ગયા કે મારા ધબકારથી જીવે છે કોઈ આસ . હું કહું છું કે રાત દિન રે મારી સાથ પણ જ્યારે મારા મનમાં પ્રેમનો તુફાન જાગે ને યાદ કરું હું વારંવાર ત્યારે એ એક અણસાર આપજે તારા પ્રેમનો કે તારી સાથે હું છું મારી જાન . 
    
         અટવાવ છુ જ્યારે આ સંસાર ચક્ર માં ત્યારે માંગુ છું તારો સાથ તારે તો મારા જેવા અનેક છે પણ તું તો મારે એક.

           જોવ તને તો વાગે છે મારા હૃદયમાં સંગીતના સૂર . 
 
            હસે જો તું મારી સાથે તો લાગે કે સુખીજ હું છું એક .
 
             આવે તારો એક પ્રેમ ભર્યો સંદેસ તો વિખરાવ છું હું ખુશનુમાં બની મહેક . 

              વ્યસ્ત છે તું તારી જવાબદારીમાં ના જીવનમાં પણ પાછું વાળું જોજે કોઈ રાહ જોવે છે તારા વિરહ ની યાદ મા. પ્રેમ પલોપલ ભર મન મૂકી ને આપજે મારા હાથ માં હાથ તારો . હું ક્યાં માગું છું કે ચાંદ તોડી ને આપ મારા હાથ માં ! માગું છું પ્રેમ ભર્યો સુંવાળો સાથ મારા હાથ માં . 

         તારો સ્પર્શ થાય મારા હાથમાં તો લાગે જાને ખીલ્યું ગુલાબ પાનખરમાં ....

         આરતી રૂપેશ પરમાર ..

(7)
માં ની દીકરી ને શિખામણ 

          આ વાત છે એક કવિતા બેન અને તેની દીકરી કાવ્યાની. કવિતાબેન ને સંતાનમાં એક દીકરી કાવ્યા અને એક દીકરો કાવ્ય હતા. તેઓ ખૂબ ખુશ ખુશાલ જિંદગી જીવતા હતા. દીકરો મોટો અને દીકરી કાવ્ય નાની . નાની એટલે ખૂબ લાડકી. લાડકોડ થી ઉછેરીને મોટી કરી ભણાવી – ગણાવી. દીકરી કાવ્ય ઉંમરલાયક થઈ એટલે સ્વાભાવિક છે કે દીકરીના માગા આવવા લાગે. ઘરમાં કવિતાબેન નું થોડું વધારે ચાલે ને વળી એકની એક દીકરી એટલે સારું નરસુ કર્યા કરે ને જોવા જાણવા ટાઈમ કાઢે . કહેવાય છે ને કે "દીકરી વહાલનો દરિયો" એટલે કવિતાબેન નું ક્યાંય દીકરી દેવામાં મન માને નહીં. કાવ્યા ના પપ્પા થોડા ચિંતામાં રહ્યા કરે. કવિતાબેન ને કંઈ કહી શકે નહીં. અંતે કવિત ભાઈ ની ચિંતા નો અંત આવ્યો અને સારો છોકરો, સારું ઘર , સારા માણસો મળ્યા અને ધામધૂમથી રંગે– સંગે કાવ્યા ના લગ્ન કર્યા. હું જાવ ને હવે કાવ્યા પરણીને સાસરે ગઈ. કવિતભાઈનું મનન હળવું થઈ ગયું ને શાંતિનો શ્વાસ લીધો. 

      દીકરી કાવ્યા સાસરે ખૂબ સુખી છે. ત્યાં પણ તેને માનો પાલવનો છાયડો ને સાસુના રૂપમાં એ ખૂબ પ્રેમાળમાં મળે છે. સાસુ સાધના બેનને પણ સંતાનમાં એકમાત્ર પુત્ર સુધીર હતો. તેને પણ દીકરો પરણાવવાના ખૂબ કોડ હતા. આ તો સંસારની વાસ્તવિકતા છે જેમ દીકરીના માવતર ને સારું ઘર, સારા માણસો , સારો જમાઈની આશા હોય છે તેમ દીકરાના માવતરને પણ ઘણી આશાઓ હોય છે કે સારી વહુ કે દીકરીના રૂપમાં એક સંસ્કારી, સુશીલ, ગુણવાન વહુ આવે ને કુશળતાથી ઘર બાર સંભાળે. ખૂબ પ્રેમથી રહે એવી આશાઓ સાથે વહુ નું આગમન થાય છે. બધા સાસરિયામાં ખૂબ ખુશ છે. દીકરી કાવ્યા પણ નવા સંબંધો, નવું ઘર, નવા માણસો સાથે હળી મળીને રહેવા લાગી. ખુબ સરસ રીતે સાસુના સથવારે કુશળતાથી ગ્રહસ્થી ધર્મ નિભાવા લાગી. સાસુ પણ દીકરીની જેમ જ વહુ નો ખ્યાલ રાખે , પાસે બેસાડીને જમાડે . એમ કાવ્યાને સુધીની જિંદગી ખુશ ખુશાલ ચાલવા લાગી . કાવ્યાને પણ ઘરના સભ્યો અને સાસુ સાથે તાલમેલ આવી ગયો. 

      પરંતુ.... કાવ્યના મમ્મી કવિતાબેન ને દીકરીનો ખાલીપો ખટકવા લાગ્યો. એ બેચેન રહેવા લાગ્યા. તેને પણ ખૂબ સારી સંસ્કકારી વહુ આવી ગઈ હતી. પણ તેનું માન નવી વહુને સંભાળવા કરતાં દીકરીમાં વધારે ખેંચાવા લાગ્યું. માં– દીકરી નો પ્રેમ અખૂટ છે જ એમ કવિતાબેન ને દીકરી ની યાદ સતાવા લાગી. કહેવાય છે ને કે કોઈ પણ સંબંધમાં વધુ પડતો પ્રેમ અને લાગણી પણ દુઃખનું કારણ બની શકે છે. એવું જ કંઈક આ કાવ્યા અને કવિતાબેન ના સંબંધમાં આવવા લાગ્યું. દીકરી પ્રત્યે પ્રેમ કે ચિંતા હોવી એ સ્વાભાવિક છે. પણ પ્રેમ અને ચિંતાને દુઃખનું સ્વરૂપ લેતા વાર નહીં લાગે . એવું જ થયું કવિતાબેન કાવ્યાને અવારનવાર ફોન કરે . વાત વાતમાં ફોન કરીને વધારે પડતો દીકરીના જીવનમાં રસ લેવા લાગ્યા. રોજ સવાર પડે એને મમ્મીનો ફોન આવી જાય કે બેટા ઉઠી ગઈ? નાસ્તો કર્યો ? શું નાસ્તો કર્યો? ક્યારે કર્યો? આવવા મતલબ વગરના સવાલો પૂછે ને પછી તો આ રોજનું રૂટિન કાર્ય બની ગયું. કવિતાબેન નો માં બસ દીકરી સિવાય ક્યાંય લાગતું નહીં. એમના પોતાના ઘરમાં કે વહુ – દીકરામાં પણ નહીં. ફક્ત દીકરીના પ્રેમમાં,  એની ચિંતામાં , એના જીવનમાં વધારે પડતાં જ ઓતપ્રોત થઈ ગયા.

       પછી... પછી શું?  જે થવાનું હતું એ... માનવ વધારે પડતો પ્રેમ લાગણી દીકરીની જિંદગીમાં કડવાશ ભળવાનું શરૂ થવા લાગ્યું. કાવ્યાનુ મન પણ હવે ઘરકામ કે સાસરીની બદલે માંની વાતોમાં વધારે રહે. સાધનાબેન એ થોડા સમય આ બધું જોયું એને પણ આ ગમતું નહીં પણ શું થાય તેને ઘરમાં ઝગડો કે કંકાસ પસંદ ન હતો. આ બધું ચલાવી લેતા પણ સમય જતા સાધનાબેન અને કાવ્યાના સંબંધમાં તિરાડ પડવાની શરૂ થઈ ગઈ. પ્રેમની મીઠી સુગંધમાં હવે વહેમનો અણગમાની લહેર પ્રસરવા લાગી. કાવ્યા ના સાસુ સાથે મા દીકરીના સંબંધમાં કડવાશ ભળી ગઈ. સુધીર ઓફિસથી આવે એટલે નાની નાની બાબતોમાં લડવા લાગી એના કારણે એનું મન પણ કામ ધંધાને બદલે સાસુ વહુના ખટકાવમાં અટકવા લાગ્યું. માનો વધારે પડતો પ્રેમ દીકરીના જીવનમાં આવેલી ખુશીને દુઃખમાં ફેરવી નાખે છે. સંબંધોમાં તિરાડ લાંબો સમય સંબંધ ટકાવવાની ક્ષમતા ગુમાવી બેસે છે. અને બંને ઘરનું વાતાવરણ અસ્તવ્યસ્ત થઈ જાય છે. અને ત્યાં જ સવારમાં પાછો રોજના ટાઈમ ટેબલ પ્રમાણે ફોન આવ્યો ને મમ્મી કહે ," બેટા કાંઈ કામકાજ ના કરીશ , થાકી જઈશ ટાઈમે જમી લેજે,  સુઈ જજે , ક્યાંય ફરવા ગયા હતા કે ઘરમાં જ ઢસરડા કરે છે ? તારા સાસુ બહાર ફરવા જવાના છે ? રસોઈ તને જે ભાવતું હોય એ જ બનાવવાનું , ક્યાંય હોટલમાં જમવા ગયા હતા કે નહીં?" એવા બધા મતલબ વગરના સવાલો કાવ્યાના જીવનમાં દુઃખના વાદળો છવાય જાય છે ને સુખી સંપ સાસરિયામાં કાળાશ પ્રસરી જાય છે. કાવ્યા બેચેન અને ઉખડી ઉખડી રહેવા લાગે છે. આ બધું એના સાસુ સસરા થી જોવાતું નથી. અને એક દિવસ સાંજે જમી પરવારીને બધા સાથે બેઠા હતા અને કાવ્યા ને બોલાવે છે કે " બેટા કાવ્યા તને કઈ વાતનું દુઃખ છે? શેની કમી છે? તારું મન ક્યાં મૂંઝાય છે? તે બાબત એ અમારી સાથે વાત કર. આપણા ઘરમાં કામવાળા કામ કરે છે . સુખ સાહેબી બધું છે . ફરવું– ફરવું, ખાવા પીવામાં કોઈ ખોટ નથી. પણ આ બધી વાત કાવ્યાને કઈ સમજાતી નથી. કાવ્યાનુ મન મમ્મીની ખોટી શિખામણ અને સાસુની સમજાવટ વચ્ચે મન વિચલિત થાય છે . કાવ્યા એની મમ્મીના કહેવા પ્રમાણે ઘરમાં ગેરવર્તન કરવા લાગી. બધું એમ જ ઘણા સમય ચાલ્યા કર્યું. એક દિવસ કાવ્ય ના મમ્મી કાવ્યને પિયર બોલાવી લે છે. અને કાવ્યાને સાસરે જવા નથી દેતા. આમ વાત વધારે ને વધારે વણસવા લાગે છે . પરિસ્થિતિ એ કઈક અલગ જ મોડ લીધો. 

       કાવ્યના સાસુ કાવ્ય ને તેડવા જાય છે પણ કાવ્યાને એના મમ્મી આવવા દેતા નથી. કાવ્યાનુ મન બંને ઘર વચ્ચે અટવાવા  લાગે છે. એના સાસુ ઘરે પાછા જતા રહ્યાં. વાત છેક છુટા છેડા સુધી પહોંચવાના આરે હોય છે. બંને ઘરનો માહોલ ગમગીન બની જાય છે. પણ શું થાય......

      પરંતુ કાવ્યા ના સાસુ સાધના બેન થોડા પીઢ ઠંડા મગજના સમજદાર વ્યક્તિત્વ વાળા છે. એક દિવસ સાધના બેન કાલીયા ને ફોન કરીને મંદિરમાં મળવા બોલાવે છે. બંને એકબીજા સામે જોવે છે. સાધના બેન ની આંખો કઈ ન કહેવા છતાં ઘણું કહી જાય છે. સાસુ વહુ એકબીજાને સામે જોવે છે અને કાવ્યના અંતર મન પર ગહેરી અસર થાય છે . કાવ્યાની આંખોમાંથી પસ્તાવાના અશ્રુધારા વહેવા લાગે છે. પછી સાધનાબેન એના માથા પર હાથ ફેરવીને લાગણી વર્ષ થઈ દીકરીની જેમ વહાલ કરવા લાગ્યા. કાવ્યા ને એટલું જ સમજાવ્યું કે બેટા તને આપણા ઘરમાં શું વાંધો છે તને ક્યાં ખોટ છે? તારી આંખો બંધ કરીને જો કે તું જ્યારથી પરણીને આવી ત્યારથી તે સમયને યાદ કર. આપણા સાસુ વહુના પ્રેમમાં ક્યાં ઉણપ હતી? તે તું તારી જાતને પૂછ. 

      કાવ્યા આંખ બંધ કરીને જોતા રહેશું એ રડવા લાગી. એના પહેલાંના દિવસો યાદ કરીને એનું મન વિચારોના વમળ માં ખોવાઈ જાય છે. અને તેને પોતાની ભૂલ સમજાય છે કે મારે તો કંઈ દુઃખ જ ન હતું . મારી મમ્મીના વધારે પડતા પ્રેમના કારણે મારા ઘર સંસારમાં , મારી જિંદગીમાં દુઃખ ના વાદળો ઘેરાણા હતા. એક આવ્યા ને સમજાય ગયું અને એના સાસુના ગળે વળગીને ધુસકે તૃષકે રડવા લાગી. અને કહ્યું"મમ્મી મને માફ કરી દો. મે છોકર મંત માં મારી જ જિંદગીમાં મોટી ભૂલ કરી બેસત". પછી સાસુ વહુ નીરાતે મંદિરમાં દર્શન કરીને જાણે બંને હળવા થઈ ગયા . કાવ્યા એના મમ્મીને ઘરે જઈને સમજાવે છે કે ,"મમ્મી હું માનું છું કે તું માં છે તને મારી પ્રત્યે પ્રેમ લાગણી હોય પરંતુ વધારે પડતા પ્રેમમાં લાગણી વશ થઈને મારી જિંદગી બરબાદ થઈ જાત. ના હવે મારી પ્રત્યે એનો પ્રેમ તું તારી વહુ માં લૂંટાવ એને પણ પ્રેમ અને લાગણીથી સંભાળ એ જ તારીખ પાછળની જિંદગીમાં કામ આવશે. તારો અત્યારે લૂંટ આવેલો પ્રેમ સંભાળ તને તારા ગઢપણમાં ભાભી તને આપશે. તને સાચવશે." અંતે કવિતાબેન ને પણ એને કરેલી ભૂલનો પસ્તાવો થાય છે. અને દીકરીને હરખેતી સાસરે વળાવે છે. કવિતાબેન સાધનાબેન ની માફી માગે છે. કવિતાબેન એના વહુ દીકરામાં અને પતિમા ,  ઘર સંસારમાં વળગી જાય છે. એના સાસરે જઈને ખૂબ જ પ્રેમથી રહેવા લાગે છે અને બંને ઘરમાં શાંતિ અને સુખનો સૂરજ ઉગે છે. 

    " ફરી એક સુખદ અહેસાસ નો અનુભવ થયો અને પ્રેમવિશ્વાસની કૂપળો ફૂટી" 

બોધ :- દિકરી મોટી થાય એટલે એ પણ ભણેલી ગણેલી સમજદાર હોય છે. એને પણ એટલી ખબર હોવી જ જોઈએ કે પોતાનું ભવિષ્ય ક્યાં સારું છે. તે ક્યાં સુખી છે. જો આટલું દરેક દીકરી, માં, સાસુ, વહુ સમજી જાય તો જિંદગી માં કોઈ ઘર માં કોઈ દુઃખી નઈ હોય . બધાજ ઘર માં રોજ દીવાળી ને રોજ કામયાબી ગગન ચુંબ શે. 
" કાંટાળી ડાળ ને  પુષ્પ જેમ સુંદર બનાવી શકે છે તેમ સંસ્કારી સ્ત્રી ઘર ને મંદિર ને સ્વર્ગ જેવુ બનાવી શકેછે. દીકરી માં  સંસ્કાર નું સિંચન એક માં જ કરી શકે. ભલે તે મા ના રૂપ માં હોય કે સાસુ ના સંસાર રૂપી સીડી ને કેમ ચડવી . એના ઉતાર - ચડાવ તો આવ્યા જ કરે એનો સામનો સહજતા થી કેમ કરવો એ એક માં સિવાય સારું અનુભવી બીજું કોણ હોય . અસ્તુ 

જય વિશ્વકર્મા દાદા 
વિશ્વકર્મા સમાજ સદાય અમર રહો.

(8)
વાર્તા:– 
" તમારી અંદર નો શ્રેષ્ઠ, કરાવે વેસ્ટ માંથી બેસ્ટ "

        પાંચ મિત્રો હતા. ખુબજ પાક્કા ભાઈબંધો શાળાએ જાય ખૂબ જ મજા મસ્તી કરે. ચાલતા ચાલતા નવી ખોજ ના વિચારો વાગોળ્યા કરે. એમની શાળા થોડી દુર આવેલી. વચમાં જંગલ જેવું આવે. ત્યાં અવાવરુ  સૂમસામ જગ્યા ના કારણે ત્યાં ચહલ પહલ ઓછી દેખાય. રસ્તામાં વિશ્વકર્મા દાદાનું મંદિર આવતું તેમાં શાળા ના આવવા જવાના સમયે થોડો કોલાહલ રહે અને છોકરાઓ દર્શન કરે. 
        ત્યાં તે જંગલમાં પડી ગયેલા ઝાડ પથ્થરોના ઢગલા રસ્તામાં પડ્યા હોય. છોકરાઓને આવવા જવામાં અડચણ રૂપ બને પણ કંઈ થઈ શકે તેમ નહીં. ત્યારે છોકરાઓને એક વિચાર આવ્યો. કે આપણે આ પથ્થરો અને લાકડાઓ નો સારો એવો શું ઉપયોગ કરી શકે કે જેનાથી આ રસ્તાઓ સાફ સુથરો રહે અને એ પથ્થરો અને લાકડાઓ ઉપયોગમાં આવે. છોકરાઓ થોડા ચિંતામાં આવ્યા કેવી રીતે કરીશું. તેમાં થી એક છોકરો વિશ્વકર્મા દાદાનો ભક્ત હતો તેને તરત જ વિચાર આવ્યો કે દાદાના હાથમાં સાધનો છે તેવા સાધનો દ્વારા થઈ શકે. પછી તો દાદાની કૃપા વરસી ગઈ. છોકરાઓ રજાના દિવસોમાં બધા લાકડા અને પથ્થરો સારી એવી જગ્યાએ ભેગા કર્યા. એમ જેમ જેમ સમય મળે ત્યારે આ કામમાં લાગી જાય. ધીમે ધીમે સારા એવા લાકડા પથ્થરો જમા કરી લીધા. અને જંગલોના રસ્તાઓ પણ આવવા જવા માટે સારા એવા થઈ ગયા. છોકરાઓની આ મહેનત જોઈ ગામના માણસો પણ એમને મદદ કરવા આવ્યા.
તેથી છોકરાઓને વધારે પ્રોત્સાહન મળ્યું.
ત્યાં ગામમાં એક નાનો એવો શિલ્પકાર રહે છોકરાઓ તેની પાસે પહોંચ્યા. અને શિલ્પકારની મદદની માંગણી કરી .અને રસ્તો સાફ સુથરો થયો. અને વસ્તુ કામમાં લાગશે એવી વાત થઈ શિલ્પકાર ખુશ થયા. એ પણ છોકરાઓની સાથે આનંદમાં આવી ગયા છે. સારા સારા પથ્થરમાંથી શિલ્પકાર મૂર્તિઓ બનાવવા લાગ્યા. અને છોકરાઓને પણ શીખવાડવા લાગ્યા છોકરાઓ પણ ખૂબ જ ઉત્સાહથી શીખે લાકડા પથ્થરની મૂર્તિ માટે ના સાધનો જેવા કે છીણી, હથોડી, ટાંકણા જેવા સાધનો ની સમજૂતી અને ઉપયોગ જણાવતા જાય છોકરાઓ ને પણ જાણવામાં રસ પડતો.  મહેનત સાથે ગમ્મત પડતી. ખૂબ જ ઉત્સાહથી છોકરાઓ શીખે એમ સમય જતા વેસ્ટ પથ્થરોમાંથી સારી સારી મૂર્તિઓ બનીને તૈયાર થઈ. અને લાકડા માંથી પણ સારા એવા લાકડાના વાસણ મૂર્તિ રમકડા એવી વિવિધ પ્રકારના વસ્તુઓ અને ઓજારો બનાવવા લાગ્યા. છોકરાઓને ખૂબ જ મજા આવતી અને ઉત્સાહથી કામ શીખતા. 
      એક છોકરાને વિચાર આવ્યો કે આ બધી વસ્તુ આપણે બનાવે છે તે  કોઈને કામ લાગી શકે. અને એક નાનો વ્યાપાર પણ થઈ શકે. આમાં શિલ્પકાર ની સંમતિ મળતા બધા જ રમકડા વસ્તુઓ અને પથ્થરમાંથી બનાવેલી મૂર્તિઓ લઈ શહેરમાં આવવા લાવ્યા. ત્યાં હાથની બનાવેલી વસ્તુઓ શહેરી લોકોના મન આકર્ષવા લાગી થોડું સંઘર્ષ કર્યું પણ સફળતા મળી અને શહેરીજનો એ વસ્તુઓને ખરીદવા લાગ્યા. છોકરાઓમાં વધારે ઉત્સાહ ભર્યો. ભણવાની સાથે સાથે આ સારું એવું કામ પણ કરવા લાગ્યા. જંગલમાં ધીમે ધીમે ઉજજડતા ઘટવા લાગી. માણસો ની અવર જવર વધવા લાગી. પછી ગામ લોકો પણ વેસ્ટ લાકડા ,પથ્થરો એકઠા કરીને શિલ્પકાર અને છોકરાઓને મદદ કરતા રહ્યા જેના કારણે સાવ ઉજ્જ્ળ બેરોજગાર ગામના કામ ધંધા કરવાની સમજણ આવવા લાગી. આમ છોકરાઓના વેસ્ટ માંથી બેસ્ટ બનાવી અને ધંધો રોજગાર  કરવાની તેમજ કલાકૃતિની સમજણ અને એની કિંમત સમજાણી.
       
      એમ પેલા શિલ્પકાર ને પણ અવનવી મૂર્તિ ઓ બનાવવાની ને વેચાણ કરવાની તક મળી. અને સાથે બેરોજગરી નો પણ અંત આવ્યો.
આરતી પરમાર ( રૂપ )

(9)
સતી અનસુયા ઉત્પત્તિ અને કાર્ય 

સતી અનસુયા પ્રાચીન ભારતીય ઋષિપત્ની અને એક મહાન સતી સ્ત્રી તરીકે જાણીતી છે. તેમના નામનો અર્થ છે – "અનસૂયા", એટલે કે જે કોઈ ઉપર ઈર્ષ્યા ન રાખે એવી સ્ત્રી. અનસુયા ઋષિ અત્રીની પત્ની હતી અને તેમણે પોતાનાં તપ, પવિત્રતા અને સત્યનિષ્ઠા દ્વારા અનેક ચમત્કારો સર્જ્યા હતા. સતી અનસુયાના જીવનમાં ઘણાં પ્રસંગો પવિત્રતાના અને સ્ત્રી શક્તિના પ્રતીકરૂપ છે.

અનસુયા માતાની ઉત્પત્તિની વાત કરતી વખતે પુરાણો મુજબ જણાવાય છે કે તેઓ દેવહૂતિ અને કર્દમ ઋષિના પુત્ર અત્રીમુનિની પત્ની હતાં. અનસુયા તેમના પતિ સાથે તપમાં લીન રહેતા. તેમને સમર્પિત અને આત્મ શક્તિશાળી હતા.માન્યતા છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્‍વર પોતાનાં પત્નીઓ સાથે અનસુયાની પવિત્રતા અને સતીત્વની કસોટી લેવા આવ્યા હતાં. અનસુયાએ તેમનાં નવજાત શિશુરૂપમાં રૂપાંતર કરી એમને દૂધ પાવડાવ્યાં હતાં, જેનાથી તેઓ પ્રસન્ન થયા અને અનસુયાને આશીર્વાદ આપ્યો.

સતી અનસુયાના કાર્યમાં મુખ્યરૂપે તપ, પતિસેવા અને સંસાર માટે આદર્શ સ્ત્રીના મૂલ્યોની સ્થાપના છે. એમનું જીવન સર્વોત્કૃષ્ટ સતીત્વ અને નારીશક્તિનું ઊજળું દ્રષ્ટાંત છે. તેઓએ ભગવાન દત્તાત્રેયને જન્મ આપ્યો, જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્‍વરનું સંયુક્ત સ્વરૂપ છે. દત્તાત્રેયના જન્મથી અનસુયાનું સ્થાન ભારતના સાધુ-સંતોમાં અત્યંત શ્રદ્ધાપૂર્વક માનવામાં આવે છે. સતી અનસુયા ને ભગવાન શ્રી વિશ્વકર્મા દ્વારા બનાવેલા સુંદર આભુષણ અપાયા હતા. રામ ભગવાન ભાઈ લક્ષ્મણ સાથે વનવાસ  ગયા ત્યારે સતી અનસુયા ના આશ્રમમાં રોકાયા હતા. ત્યારે અનસુયા માતા એ સીતા માતા ને આશીર્વાદ રૂપે આપ્યા હતા.તે ઉપરાંત માતા સીતા ને વરદાન રૂપે દિવ્ય વસ્ત્ર પણ આપ્યા હતા .તે દિવ્ય વસ્ત્ર શક્તિ હતી કે તે કોઈ દિવસ મલિન ન થાય. આવું આશીર્વાદ રૂપે માતા અનસુયા એ સીતા માતા ને આપ્યા હતા.
આનંદ રામાયણ - વિલાસકાંડ (સર્ગ ૬)
श्लोक १२૫: अनसूया त्वथ प्रादात्सीतायै शुभवाससी। अक्षये च तथा वस्त्रे गन्धांश्चाभरणानि च ॥१२५॥
(આ શ્લોકનો અર્થ: પછી અનસૂયાએ સીતાને શુભ વસ્ત્રો, અક્ષય (ક્યારેય નાશ ન પામે તેવા) વસ્ત્રો, સુગંધિત દ્રવ્યો અને આભૂષણો પ્રદાન કર્યા.)
श्लोक १२६: विश्वकर्मकृते रम्ये नित्यं शुक्लसुगन्धिनी। तपसस्तु प्रभावेण प्राप्ते तेनाद्य देहिना ॥१२६॥
આ શ્લોકનો અર્થ: (આ વસ્ત્રો અને આભૂષણો) વિશ્વકર્મા દ્વારા બનાવેલા, સુંદર, હંમેશાં શ્વેત (નિર્મળ) અને સુગંધિત રહેનારા હતા, જે (અનસૂયા) દેહધારી દ્વારા પોતાના તપના પ્રભાવથી પ્રાપ્ત થયા હતા.)
(આ શ્લોકો સ્પષ્ટપણે દર્શાવે છે કે અનસૂયાએ સીતાજીને જે દિવ્ય વસ્ત્રો અને આભૂષણો આપ્યા હતા, તે વિશ્વકર્મા દ્વારા નિર્મિત હતા અને અનસૂયાએ પોતાના તપના પ્રભાવથી તે પ્રાપ્ત કર્યા હતા.
        આ રીતે સતી અનસુયા નું જીવન સ્ત્રી સમ્માન,પતિ પારાયણ, પતિવ્રતા પવિત્રતા,અને નારી ધર્મ નું પ્રતીક માનવામાં આવે છે.

(10)
અહલ્યા બાઈ – જીવનચરિત્ર

પ્રાચીન ભારતીય મહાકાવ્ય રામાયણમાં અહલ્યા બાઈ (અહલ્યા)નું પાત્ર એક ટૂંકું પરંતુ અત્યંત ગાઢ પ્રેરણાદાયક પ્રસંગ છે. તેની કથા માનવીય ભૂલ, પાપ-પુણ્ય, પ્રાયશ્ચિત્ત અને દિવ્ય કૃપાની પ્રતીકરૂપ છે.
જન્મ અને વિવાહની વાત  કરીએ તો અહલ્યા બાઈનો ઉદ્ભવ અનોખો હતો. બ્રહ્માજીએ પોતાની દિવ્ય શક્તિથી તેને સર્વોત્તમ સૌંદર્ય અને સૌમ્યતા સાથે સર્જી હતી. બ્રહ્માજીએ અહલ્યા બાઈને મહર્ષિ ગૌતમ સાથે વિવાહ કરાવ્યો. ગૌતમ ઋષિનું આશ્રમ મિથિલા પ્રદેશમાં આવેલું હતું. અહલ્યા બાઈ પોતાના પતિ સાથે સાધુજીવન જીવતી હતી.અને પત્ની ધર્મમાં અડગ હતી.
ઇન્દ્ર દ્વારા છેતરપિંડી કરીને
એક દિવસ દેવોના રાજા ઇન્દ્ર અહલ્યા બાઈના સૌંદર્યથી મોહિત થઈ ગયા. તેઓએ ગૌતમ ઋષિનું રૂપ ધારણ કરીને તેમના આશ્રમમાં પ્રવેશ કર્યો.જેમકે
વલ્મીકી રામાયણ મુજબ, અહલ્યા બાઈએ ઓળખ્યું કે આ ઇન્દ્ર છે, પરંતુ માનસિક અહંકાર અને જિજ્ઞાસા ના કારણે તેને સ્વીકાર કર્યો.
અન્ય કથાઓમાં કહેવામાં આવે છે કે ઇન્દ્રે છેતરપિંડી કરી અને અહલ્યાને છેતરી અહલ્યા ના પતિ ઋષિ મુનિ નું રૂપ ધારણ કર્યું જેથી તેને સત્યની ખબર પછી જ પડી.
      ગૌતમ ઋષિ સ્નાનેથી પાછા આવ્યા ત્યારે તેમણે આ દ્રશ્ય જોયું અને અત્યંત ક્રોધિત થયા. અને કઈ પણ વિચાર્યા વગર અહલ્યા ને શાપ આપ્યો. 

શાપ અને તપ
ગૌતમ ઋષિએ ઇન્દ્રને શાપ આપ્યો કે તેના શરીરે હજારો કલંકના ચિહ્નો પડશે (જે પછી હજારો આંખોના રૂપમાં પ્રખ્યાત થયા).
અહલ્યા બાઈને પણ શાપ મળ્યો કે તે વિશ્વથી અદૃશ્ય બની જશે, વાયુ પર જીવશે અને લાંબો સમય ધૂળમાં ઢંકાઈને તપ કરવો પડશે.અને પથ્થરમાં રૂપાંતરિત થઈ થયા. પછી ગૌતમ ઋષિ આશ્રમ છોડીને ચાલી ગયા અને અહલ્યા બાઈએ પથ્થર પ્રતિમા રૂપે વર્ષો સુધી કઠિન પ્રાયશ્ચિત્ત કર્યું.

ભગવાન રામ દ્વારા મુક્તિ
      ઘણા વર્ષો પછી, જ્યારે વિશ્વામિત્ર ઋષિ રામ અને લક્ષ્મણને લઈને મિથિલા જઈ રહ્યા હતા, તેઓ ગૌતમ આશ્રમ આવ્યા. વિશ્વામિત્રે રામને અહલ્યાની કથા કહી અને તેને મુક્ત કરવા વિનંતી કરી.
જેમ જ રામના ચરણ અહલ્યા બાઈના સ્થાન પર પડ્યા ને તેમનું પાપ ક્ષીણ થયું અને તે પોતાના મૂળ રૂપમાં આવી અને તેજસ્વી દિવ્ય સ્વરૂપ બની ગયા. આ જોઈ
ગૌતમ ઋષિએ તેને ક્ષમા આપી ફરીથી પત્ની તરીકે સ્વીકારી  સ્વીકારી લીધા.

કથાનો સાર અને પ્રતીકાત્મક અર્થ
અહલ્યા બાઈની કથા આપણ ને પવિત્રતા અને પતિવ્રતા શીખવે છે:

1. વાસના અને પરિણામ – મનુષ્ય કે દેવ, કોઈપણ હોય તે મોહમાં પડી શકે છે.અને તેના ભયંકર પરિણામો ભોગવવા પડે છે.
2. પશ્ચાતાપ અને મુક્તિ – ખોટું  કર્યા પછી પણ ખરા હૃદયથી પ્રાયશ્ચિત્ત કરવાથી મુક્તિ મળે છે.

3. દિવ્ય કૃપા – ભગવાનની કૃપાથી ભૂતકાળના પાપ ક્ષીણ થઈ શકે છે.

ઉપસંહાર
અહલ્યા બાઈનો પ્રસંગ રામાયણનો માત્ર એક અધ્યાય છે, પરંતુ તેમાં માનવીય જીવનના ઊંડા સત્ય છુપાયેલા છે. ભૂલ, પ્રાયશ્ચિત્ત અને ક્ષમાનો આ પ્રસંગ આજે પણ સમાજ માટે પ્રેરણારૂપ છે. અહલ્યા બાઈનો જીવનપ્રસંગ દર્શાવે છે કે પાપ જેટલું પણ મોટું હોય, સાચી ભક્તિ, તપ અને ભગવાનની કૃપાથી જીવન ફરીથી પવિત્ર બની શકે છે.

(11) 
વિશ્વકર્મા નું સાચું સ્વાતંત્ર્ય રત્ન
શહીદ રામદાસ લોહાર

ભારતની આઝાદી માટેના ઇતિહાસમાં 1942નું વર્ષ સોનાના અક્ષરે લખાયેલું છે. મહાત્મા ગાંધીજીના આહ્વાન પર સમગ્ર દેશમાં “ભારત છોડો” આંદોલનની જ્વાળા પ્રગટ થઈ. આ જ આંદોલનમાં અનેક ક્રાંતિકારીઓએ પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું, જેમાં બિહાર રાજ્યના બક્સર જિલ્લાના ડુમરાંવના એક યુવાન શહીદ રામદાસ લોહારનું નામ ગૌરવથી લેવાય છે.

રામદાસ લોહારનો જન્મ ડુમરાંવના ચૌક રોડ વિસ્તારમાં થયો હતો. તેમના પિતા શ્રી રામનારેણ લોહાર સામાન્ય જીવન જીવતા હતા, પરંતુ રામદાસમાં બાળપણથી જ દેશભક્તિની ભાવના કેળવાઈ હતી. યુવાન વયે જ તેમનું લગ્ન થયું, છતાં દેશસેવાનો જ્યોત તેમના હૃદયમાં પ્રગટ રહી.

16 ઑગસ્ટ 1942ના દિવસે, “ભારત છોડો” આંદોલનની લહેર ડુમરાંવમાં પહોંચેલી. ક્રાંતિકારીઓનો જૂથ અંગ્રેજ સરકારના પ્રતિક તરીકે ઉભેલા જૂના થાણાના મકાન પર તિરંગો ફહેરાવવા નીકળ્યો. આ ક્રાંતિકારી ટોળીમાં રામદાસ લોહાર પણ અગ્રેસર હતા. અંગ્રેજ પોલીસએ દેશભક્તોના હિંમતભર્યા પગલાને અટકાવવા ગોળીબાર કર્યો. આ ગોળીબારમાં રામદાસ લોહાર સાથે કપિલ મુની, ગોપાલ કહાર અને રામદાસ સોનાર પણ શહીદ થયા.

તેમનું બલિદાન વ્યર્થ ગયું નહીં. આ ઘટનાએ ડુમરાંવ અને આસપાસના વિસ્તારોમાં આઝાદીની ચિંગારીને જ્વાળામુખી બનાવી. આજ સુધી 16 ઑગસ્ટના દિવસે ડુમરાંવમાં શહીદ રામદાસ લોહાર તથા તેમના સાથીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. ઘટનાસ્થળે સ્મારક ઊભું કરવામાં આવ્યું છે, જે આજે પણ દેશપ્રેમ અને બલિદાનની યાદ અપાવે છે.

શહીદ રામદાસ લોહારનું જીવન આપણને શીખવે છે કે દેશપ્રેમ માટે વય, ઘર-પરિવાર કે ભૌતિક સુખ-સગવડ કરતાં પણ મોટું કશું નથી. તેઓએ દર્શાવેલું અડગ સાહસ અને ત્યાગ આજના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત  છે.
લેખ - આરતી પરમાર
શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ

(12)
મા ના સપનાની સાચી વારસદાર : દીકરી

દુનિયામાં સૌથી પવિત્ર, સૌથી નિસ્વાર્થ અને સૌથી મમતા ભરેલું સ્થાન જો કોઈનું છે તો તે માતાનું છે. મા પોતાનાં સંતાન માટે જીવનભર સંઘર્ષ કરે છે. પોતાનાં સપનાં, ઈચ્છાઓ, શોખ અને આરામનો ત્યાગ કરીને તે સંતાનનું ભવિષ્ય ઉજળું બનાવે છે. પરંતુ ઘણીવાર મા પોતાનાં જીવનમાં આગળ વધવાની તક ગુમાવી દે છે. એવી પરિસ્થિતિમાં દીકરી, જે પોતે મા ના જીવનનું પ્રતિબિંબ છે, એની સાચી શક્તિ અને સહાયિકા બનીને મા ને ફરીથી આગળ ધપાવે છે.

દીકરી અને મા વચ્ચેનો સંબંધ માત્ર લોહીનો સંબંધ નથી, તે હૃદયથી હૃદયને જોડતો સંબંધ છે. દીકરી બાળપણથી જ મા ને સમજવાની કોશિશ કરતી હોય છે. એને ખબર હોય છે કે મા કેટલી મહેનત કરે છે, કેટલો ત્યાગ કરે છે અને કેટલા સપનાં અધૂરાં રાખે છે. દીકરી પોતાના વિકાસ સાથે સાથે મા ના અધૂરાં સપનાંઓને પણ પૂરાં કરવા માંગે છે.

આજના યુગમાં અનેક ઉદાહરણો જોવા મળે છે કે જ્યાં દીકરીએ મા નો હાથ પકડીને એને ફરીથી શિક્ષણ અપાવ્યું છે, નોકરી કે વ્યવસાયમાં પ્રોત્સાહિત કર્યું છે, અથવા કોઈ કળા કે શોખમાં આગળ વધાર્યું છે. ઘણીવાર સમાજ મા ને પાછળ ખેંચે છે – “આ વયે તું શું કરશે?”, “હવે તારા માટે મોડું થઈ ગયું છે” – પરંતુ દીકરી એ અવરોધો સામે દીવાલ સમાન ઉભી રહીને મા ને હિંમત આપે છે. દીકરીના બે શબ્દો – “મા, તું કરી શકે છે, હું તારા સાથે છું” – મા ના જીવનમાં નવી ઉજાસ ફેલાવી દે છે.

દીકરી એ મા માટે ફક્ત સંતાન નથી, પણ સાચી સખી અને માર્ગદર્શક છે. દીકરી મા ની લાગણીઓ વધારે ઊંડાણથી સમજે છે, કારણ કે પોતે પણ સ્ત્રી છે. દીકરીને ખબર પડે છે કે મા કેટલી વાર પોતાનાં સ્વપ્નો દબાવી દે છે, માત્ર કુટુંબ માટે. તેથી દીકરી એ સપનાંઓને ફરી જીવંત કરવા માટે મા ને પ્રોત્સાહિત કરે છે.

એક પ્રસંગ યાદ આવે છે – એક ગરીબ ગામમાં રહેતી મા પોતાની દીકરીને અભ્યાસ કરાવતી હતી. દીકરીએ અભ્યાસમાં સફળતા મેળવી, પછી એણે પોતાની મા ને કહ્યું – “મા, હવે તું પણ ફરી શાળા જઈશ. તું અધૂરી રહી ગઈ, પણ હવે હું તને પૂર્ણ કરાવીશ.” એ દીકરીએ પોતાની મા ને શાળામાં દાખલ કરી, એને વાંચતા-લખતા શીખવાડ્યું અને આખરે મા એ પણ શિક્ષણ પૂર્ણ કર્યું. આ માત્ર એક કથા નથી, પણ આજના સમયમાં અનેક સ્થળે આવાં ઉદાહરણો જોવા મળે છે.

દીકરી એ મા નો ગર્વ છે, પણ સાથે સાથે મા ની પ્રેરણા અને શક્તિ પણ છે. દીકરી એ મા માટે ક્યારેક મિત્ર બને છે, ક્યારેક શિક્ષક બને છે, તો ક્યારેક સાથીદારી. દીકરી પોતાની માતાની પ્રગતિને પોતાનો જ વિજય માને છે.

અંતમાં કહી શકાય કે –
“દીકરી એ મા નું બીજું જીવન છે. જેમ મા દીકરીને આગળ વધારવા પોતાનું બધું સમર્પિત કરે છે, તેમ દીકરી પણ મા ને આગળ વધારવા માટે પોતાની આખી દુનિયા અર્પણ કરી દે છે.”

મારી સાચી સખી 
મારી સુખ દુઃખ ની સહેલી
મારા અંતર મન ને વાંચનાર
મારી પ્રગતિ નું પ્રથમ પાત્ર
મારી દીકરી....

આરતી રૂપેશ પરમાર
શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ

(13)
પ્રતિભાવ 
શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ ના કમિટી સભ્ય આરતીબેન પરમાર દ્વારા ઉપરોક્ત લેખ રજૂ કરવામાં આવ્યો ત્યારે પ્રતિભાવ આપવાનું મન થયું. 
આ લેખ વાંચ્યો ખૂબ આનંદ થયો. તમે મા અને દીકરીના સંબંધ ને ખૂબ જ ઊંડાણપૂર્વક અને લાગણીસભર શબ્દોમાં વર્ણવ્યો છે. લેખની શરૂઆત માં તમે માતૃત્વની પવિત્રતાથી કરી અને દીકરી કઈ રીતે માના અધૂરા સપનાને પૂરા કરવામાં મદદ કરે છે, તે વાતને સચોટ રીતે રજૂ કરી છે તે મને ખૂબ ભાવનાત્મક લાગ્યું. 
ખાસ તો, તમે જે ઉદાહરણો આપ્યાં છે કે દીકરી કઈ રીતે માને ફરીથી શિક્ષણ કે શોખમાં પ્રોત્સાહિત કરે છે, તે ખૂબ જ પ્રેરણાદાયક છે. 
લેખની ભાષા સરળ અને હૃદયને સ્પર્શી જાય તેવી છે. તમે જે રીતે માને "સખી" અને "માર્ગદર્શક" તરીકે દીકરી જુએ છે, તે વાત દર્શાવી છે, તે આ સંબંધની ગહનતાને ઉજાગર કરે છે. લેખનો અંત પણ ખૂબ જ અસરકારક છે, જ્યાં તમે કહો છો કે "દીકરી એ માનું બીજું જીવન છે."
લેખ ખરેખર વિચારપ્રેરક છે અને સમાજને એક સકારાત્મક સંદેશ આપે છે. તમારી આ કલમને સલામ.
જય શ્રી વિશ્વકર્મા 💐

(14)
*✨ પતિ–પત્નીનું હૃદયબંધન : પ્રેમ અને વિશ્વાસની અનંત યાત્રા ✨*

જીવન એક અજાણી સફર છે. આ સફરમાં ક્યારેક સૂર્યપ્રકાશ હોય છે તો ક્યારેક ઘનઘોર વાદળો. ક્યારેક હૃદયમાં વસંત ખીલે છે તો ક્યારેક શિયાળાની ઠંડી એકલતા ઘેરી લે છે. તો ક્યારેક પ્રણય ની સુવાસ.પરંતુ આ સફરને સુંદર, સરળ અને જીવંત બનાવે છે એક ખાસ સંબંધ પતિ અને પત્નીનું હૃદય બંધન. જો આ જોડાણ મજબુત હોય તો દુનિયાની કોઈ તાકાત તેને તોડી નથી શકતી.

*દાંપત્ય : અધૂરાપણામાં પૂર્ણતા -*
પત્ની માટે પતિ જ છે જીવદાંડી. પતિની આંખોમાં જોતી વખતે એને પોતાના જીવનનો આધાર દેખાય છે. એના પ્રેમ અને સહારે જ એ પોતાના બધા દુઃખો ભૂલી જાય છે. ભલે બહારથી પત્ની મજબૂત દેખાય, ઘરની જવાબદારીઓ નિભાવે, પરંતુ પતિના સાથ વગર એના મનમાં એક ખાલીપો રહે છે. પતિના બે પ્રેમ ભર્યા શબ્દો જ પત્ની ની આખી જિંદગી ના થાક ઉતારી નાખે છે.
પતિ માટે પણ પત્ની જ જીવનની તાકાત છે. પત્ની વગર પતિનું જીવન સૂકાયેલા વૃક્ષ જેવું લાગે છે . છાંયો વગરનું, ફળ વગરનું. પત્નીનો પ્રેમ એને જીવનમાં ઉર્જા આપે છે, એને માનસિક શાંતિ આપે છે. તેથી જ કહેવામાં આવે છે .પત્ની વગર પતિનું જીવન બંજર સમાન છે અને પતિ વગર પત્ની અધૂરી મૂર્તિ સમાન છે તેનું અસ્તિવ છે પણ અધૂરી ને બેરંગી, નિસ્તેજ , જેમ સુરજ વગર સવાર ને ચાંદની વગર ની રાત.

*વિશ્વાસ અને વફાદારી -*
વિશ્ર્વાસ અને વફાદારી એજ સંબંધની માળા છે પતિ–પત્નીનો સંબંધ માત્ર કાયદો કે સમાજની માન્યતાઓથી બાંધેલો નથી. એ સંબંધ તો વિશ્વાસ અને વફાદારીથી બાંધેલો છે. પત્ની સિવાય પતિને બીજું કોઈ વફાદાર મિત્ર મળી શકે જ નહીં. કેમ કે પત્ની જ એની અંતરની વ્યથા સમજતી હોય છે. ક્યારેક એ એક શબ્દ બોલ્યા વગર પણ પતિની આંખોમાં છુપાયેલું દુઃખ વાંચી લે છે.
તે જ રીતે પતિનો પ્રેમ પત્ની માટે એવો સહારો છે કે જેના પર વિશ્વાસ રાખીને એ દરેક તોફાનનો સામનો કરી શકે છે. જીવનમાં લોકો ઘણાં મળે છે, મિત્રો મળે છે, સગાં મળે છે, પણ જે વફાદારી અને વિશ્વાસ પત્ની પતિ પર રાખે છે અને પતિ પત્ની પર રાખે છે, તે બીજું કોઈ આપી શકે જ નહીં. 

*સુખ–દુઃખમાં અવિનાશી સંગાથ -*
દાંપત્યની સૌથી મોટી સુંદરતા એ છે કે એ માત્ર આનંદના પળોમાં જ નહીં, પરંતુ દુઃખના પળોમાં પણ સાથી બને છે.
જ્યારે પતિ પર મુશ્કેલીઓ આવે ત્યારે પત્ની એની સાથે દીવાલ બની ઊભી રહે છે. એના માટે પ્રાર્થના કરે છે, એને હિંમત આપે છે. જ્યારે પત્ની દુઃખમાં હોય ત્યારે પતિ એની આંખોના આંસુ પોતાનાં હાથથી પોસી ને કહે કે "હું છું ને" છે અને એને ખભો આપે છે બસ આજ જીવન જીવવાની અમૂલ્ય તક લૂંટવી એ એક પ્રસંગ છે.
સાચું દાંપત્ય એટલે એકબીજાના સુખમાં હસવું અને એકબીજાના દુઃખમાં આંસુ વહાવવું.
એકબીજાની પ્રગતિમાં ખુશી જ
પતિ–પત્ની ના એકબીજાના સપનાઓમાં સહભાગી હોય છે. પતિ જો કોઈ લક્ષ્ય તરફ આગળ વધે તો પત્ની એને પ્રોત્સાહન આપે છે. એનું સફળ થવું એને પોતાના માટે સૌથી મોટું ગૌરવ લાગે છે.
તે જ રીતે પત્ની જ્યારે આગળ વધે છે, પોતાના સપનાઓ પૂરા કરે છે, ત્યારે પતિ એની પાછળ ઊભો રહી એને હિંમત આપે છે. પત્નીની પ્રગતિમાં એને પોતાના જીવનની સફળતા દેખાય છે.
દાંપત્યનો સાચો અર્થ એ છે કે એકબીજાની સિદ્ધિમાં સાચો આનંદ માણવો. એક બીજા પર ના અનંત વિશ્વાસ, જેમ પતિ પત્ની માં પ્રેમ એક અસ્તિત્વ ના આધાર છે એમ વિશ્વાસ વગર આ સંસાર રૂપી સમુદ્ર પાર કરી શકતો નથી. જો વિશ્વાસ અને સાથ સાથે હોય તો ગમે તેવા આફત રૂપી વંટોળ ની શક્તિ પણ નાકામ બની જાય છે.બાહરી સુખ તો ઘડી બે ઘડી નો સાથ પણ પતિ પત્નીનો સાથ તો લક્ષ્મી નારાયણ ,રામ સીતા ,શિવ પાર્વતી જેવો પવિત્ર હોય એ સબંધ માં એટલી તાકાત છે પણ એ ત્યારે સફળ બને જ્યારે તે  ને પ્રેમ અને વિશ્વાસની દોર થી જકડેલો હોય. નિસ્વાર્થ ભાવ હોય એક બીજા માટે કઈ કરી છૂટવાની અભરખા હોય, એક બીજાના દુઃખે દુઃખી ને સુખે સુખી હોય. 
 
પત્ની હંમેશા પતિનું દુઃખ અને એના  માં બાપ કુટુંબ પરિવાર ને સહજતા થી તેમાં વણાઈ જાય છે કેમ કે એજ એની દુનિયા  બની જાય છે.પતિ નું ઘર ભલે સામાન્ય પરિસ્થિતિ હોય,  ગમે તેવું દુઃખ હોય કે  તેના કામ કે ઘર પ્રત્યે ની જવાબદારી પૂર્ણ ઈમાનદારી થી  નિભાવે છે.પત્ની નું રદય તુટે છે ક્યારે ? જ્યારે પોતાનું સર્વસ્વ માની ચુકેલી પત્ની જ્યારે પોતાનું પતિનું મન બાહરી માયા માં ધબકવા લાગે ત્યારે તેની માથે  દુઃખ નો પહાડ પડે છે. અને જીવવું વેરણ લાગે છે. દુનિયાનું બધું સુખ ચેન માં મોટા  વંટોળ જેવી આફત આવી જાય છે.  જે  આફત થી બચવું નાકામ બની જાય છે. વિશ્વાસ ની મજબૂત નાવ ડુબવા લાગે છે.એટલે તો કહેવાય છે બંને નો નિસ્વાર્થ પ્રેમ ને વિશ્વાસ જ આ સંસાર રૂપી સમુદ્ર પાર કરવામાં એક બીજાના નાવિક બનવું પડે છે.
 
અંતરમનની એકતા એ પતિ–પત્નીનો સંબંધ માત્ર શરીર કે ઘરના કાર્યો પૂરતો નથી. એ તો અંતરમનની એકતા છે.
પતિ–પત્ની બંને જ્યારે એકબીજાની આંખોમાં નિહાળે છે. ત્યારે એમને એકબીજાના દિલનું આકાશ દેખાય છે.
એકબીજાના હાથમાં પકડેલો હાથ સુરક્ષાનો અહેસાસ આપે છે.
એકબીજાની વાતો સાંભળીને જીવનની થાકેલી સફર સરળ અને સુખ મય આખી દુનિયામાં હું જ સુખી છું એવી સુખદ અનુભતિ લાગે છે.

*નિષ્કર્ષ : પ્રેમની અનંત કવિતા -*
પતિ–પત્નીનું હૃદયબંધન એ જીવનની સૌથી મોટી ભેટ છે. એમાં ત્યાગ છે, વફાદારી છે, વિશ્વાસ છે અને સૌથી અગત્યનું  નિષ્કપટ પ્રેમ છે.
પતિ વગર પત્ની અધૂરી છે, અને પત્ની વગર પતિનું જીવન બંજર છે. બંને મળીને જ જીવન પૂર્ણ બને છે એક બીજા ને કઈ ન કહેવા છતાં અંતર મન વાંચી લે એજ  સાચી લાગણી સાચો પ્રેમ. આ સંબંધ જેટલી નિખાલસતા અને નિસ્વાર્થ ભાવ, એક બીજા પ્રત્યે ની કદર જ ચાર ચાંદ લગાવી દે છે જીવન માં.

આ સંબંધ એ જીવનની સૌથી સુંદર કવિતા છે. જે બે હૃદયો એકસાથે લખે છે અને સમયની અંતિમ ઘડીએ પણ એને અવિનાશી બનાવે છે.

(15)
પરિચય
મારું નામ આરતી રૂપેશભાઈ પરમાર છે. મારું વતન મહુવા, જિલ્લો ભાવનગર છે.  મારો અભ્યાસ ૧૦ સુધી નો છે.બાળપણથી જ લેખન પ્રત્યે મને ખાસ રસ રહ્યો છે અને મારા વિચારોને શબ્દોમાં પાથરવાની પ્રેરણા મને ધાર્મિક સાહિત્યિક માર્ગે આગળ વધારતી રહી છે. હું નવા વિષયો પર લખવાનો પ્રયત્ન કરતી હોઉં છું અને જીવનનાં અનુભવ, સમાજનાં પ્રશ્નો તથા માનવીય સંવેદનાઓને મારી રચનાઓ દ્વારા વ્યક્ત કરવાનો પ્રયત્ન કરું છું. લેખ , કવિતા ,વાર્તા આ બધું લખવું તે મારો શોખ પણ છે.

એક લેખક તરીકે મારું ધ્યેય એ છે કે મારી કલમે સમાજમાં જાગૃતિ, પ્રેરણા અને સકારાત્મક સંદેશો ફેલાઈ શકે. લેખન મારા માટે માત્ર શોખ જ નહીં પરંતુ સ્વ-અભિવ્યક્તિનું મહત્વપૂર્ણ સાધન છે.

(16)
વાર્તા:
ચતુર ચકલી ને  એક વાંદરા ભાઈ

એક જંગલ માં ચુટકી નામની એક ચકલી રહેતી.ચુટકી ખૂબ ચાલાક અને હોશિયાર એ ખૂબ હસતી રમતી. એજ જંગલ માં મનુ નામ નો એક શરારતી વાંદરો પણ રહેતો. બંને ની દોસ્તી ખૂબ સરસ હતી તે એક બીજાની મદદ કરે ને સાથે રમે ને  જે ખાવાનું મળે તે વહેંચી ને ખાય.
       એક દિવસ મનુ એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદા કૂદ કરી રહ્યો હતો.ત્યારે તેના પ્રિય દ્રાક્ષ ની લૂમ નદી કિનારે ક્યાંક પડી ગઈ.
     મનુ રડવા લાગ્યો,
"હાય રે મારી પ્રિય દ્રાક્ષ ની લૂમ પડી ગઈ હવે આપડે શું ખાઈશું?"
ત્યાં તેમની મિત્ર ચુટકી આવી ને બોલી,ઓ મનુ રડવા થી કઈ નહીં થાય બુદ્ધિ અને ધીરજ થી કામ લઈએ ચાલ.
   મનુ બોલ્યો પણ હું તો નદી માં કેમ ઊતરીશ સમજાતું નથી.
    ચુટકી હસી ને બોલી,
"ચિંતા ના કર ચાલ રસ્તો શોધીએ"
ચુટકીએ તો નદી કિનારે ઉડાન ભરી અને જોયું કે દ્રાક્ષ તો એક ઝાડ ની નાની ડાળી એ લટકતી હતી. એને મનુ બોલાવી ને બતાવ્યું કે તું આ ડાળી પકડી રાખ હું મારી ચાંચ થી એ દ્રાક્ષ ની લૂમ પકડી લેવ અને મનુ એ તો ડાળ પકડી ને ચતુર ચુટકી એ દ્રાક્ષ ની લૂમ ચાંચ માં પકડી ને મનુ ને આપી દીધી. મનુ અને ચુટકી ની ખુશી ના પાર ન રહ્યો. 
      અને ચુટકી બોલી જોયું મનુ રડવાથી નહીં  વિચારવાથી રસ્તો મળે. 
     વાર્તાનો બોધ 
 મુશ્કેલી માં હારી જવાથી કોઈ સમસ્યા નો હલ નહીં થાય.શાંત મનથી અને ચપળતા થી વિચારી ને ધીરજ થી કામ લેવાથી સમસ્યા નો હલ જરૂર મળે છે. 

આરતી પરમાર ( રૂપ)

(17)
વિદ્યાર્થી જીવનનું પ્રેરણા અધ્યાય

વિદ્યાર્થી જીવન એ માનવ જીવન નો સૌથી મહત્વનો અને સંવેદનશીલ પડાવ છે. આ સમય એવો છે કે જ્યારે વ્યક્તિનું ભવિષ્ય ઘડે છે ત્યારે સ્વપ્નોને આકાર મળે છે. અને સંસ્કારોથી જીવનનું વલણ નક્કી થાય છે. આ સમય મહેનત અને અનુશાસન, સંકલ્પ, ધીરજતા અને સારા વિચારોની ભરેલો હોય છે. તો જીવનમાં દરેક ક્ષેત્રે સફળતા અનિવાર્ય બની જાય છે.
      વિદ્યાર્થી જીવનની સૌથી મોટી વિશેષતા એ છે કે એ સમયમાં મન ખૂબ જ કોમળ અને શીખવાની ક્ષમતા અદભુત હોય છે, જે શીખે છે, જે વિચારે છે, જે વાંચે છે, જે અનુભવે છે, એ બધું જ જીવનભર પોતાની સાથે રહે છે, તેથી આ સમયનો સદ ઉપયોગ કરી એક એક દિવસ સોના કરતા પણ મોંઘો છે એમ માનવું ખૂબ અનિવાર્ય છે. પુસ્તકો તો માર્ગ બતાવે છે પરંતુ સાચા અર્થમાં જ્ઞાન ત્યારે પ્રાપ્ત થાય જ્યારે વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક દ્રઢતાથી મનના સાહિત્યમાં ઉતરી શોધખોળ કરે છે અને મનમાં પોતાના જ મનને પ્રશ્ન પૂછે છે અને નવી વાતો જાણવા અને સમજવાનો પ્રયત્ન કરે છે.
       આ આધુનિક યુગમાં ટેકનોલોજી સ્પર્ધા અને ઝડપી જીવન વિદ્યાર્થીઓને વધુ સજાગ રહેવાનો સમજાવે છે, પરંતુ સાથે જ જીવનના મૂલ્યો, માનવતા, વિનય, સંસ્કાર અને શિસ્તતાનું સંતુલન જાળવવું એ એટલું જ જરૂરી છે. માત્ર ગુણ મેળવવાથી જ નહીં પરંતુ સારા સ્વભાવ, સમયનું મૂલ્ય, મહેનત અને શિષ્ટાચાર, સદાચાર એ શિસ્ત દ્વારા જ સાચી સફળતા પ્રાપ્ત કરી શકે છે.
       વિદ્યાર્થી જીવનમાં પોતાના લક્ષ વિશે સ્પષ્ટતા રાખવી ખૂબ જ જરૂરી છે. લક્ષ જેટલું સ્વચ્છ હશે માર્ગ એટલો સરળ બનશે. સફળતા એ જીવનનો અંત નથી પરંતુ વધુ પ્રયત્નો ચાલુ રાખનાર વિદ્યાર્થીઓને કોઈ પહાડ જેવડું સંકટ પણ અવરોધ આપી શકતું નથી. બસ મન મક્કમ હોવું જોઈએ. પરિવાર શિક્ષકો અને મિત્રો આ ત્રણ સ્તંભ એવા મજબૂત છે જે જીવનને આગળ વધારવા માટે મહત્વનો ભાગ ભજવે છે. જો ત્રણ સ્તંભ નો વ્યવસ્થિત સાથ અને પ્રેરણા રીતે થાય તો સોના માં સુગંધ ભળે. જેમ કે  શિક્ષકનું માર્ગદર્શન અને પરિવારનું પ્રોત્સાહન અને સારા મિત્રોની સંગત,  આ વિદ્યાર્થીને ઊંચાઈ "સર" કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. બસ એક લક્ષ મજબૂત હોવું જોઈએ અને આપણા લોકોનો સાથ હોય એ જ મહત્વનું છે.

     આ સમય માત્ર પાઠ્યપુસ્તક ની પરિધિમા બંધાયેલો નથી પરંતુ આત્મસિષ્ઠ સ્વયં, સમય સંયમ અને સ્વપ્ન સાધનાનો સુમેળ કરીને અભ્યાસ થાય તો ખૂબ જ સારી વાત છે. સંયમતા અને નિયમતા વિદ્યાર્થીઓ સાચું ઘરેણું અને શસ્ત્ર છે. અને મહેનત તેમની ઢાલ છે. જે વિદ્યાર્થી આજે પોતાના લક્ષ માટે મોજ, શોખ નો હાલ પુરતો ત્યાગ કરે છે તે આવતીકાલનું ભવિષ્ય લખે છે. અને એ ભવિષ્ય ચમકનારુ હોય છે. વિદ્યાર્થીઓનું  જીવન કોઈ સામાન્ય અવસ્થા નથી પરંતુ સત્ય સ્તંભો થી સિંચાયેલું એક પ્રેરણાત્મક અધ્યાય છે. જો આ અધ્યાય નિશ્ચિત અને સત્ય અને આત્મવિશ્વાસથી લખાય તો જીવન ગ્રંથ સંપૂર્ણ અક્ષરોમાં સફળતાનું પુરાણ લખી શકે છે.
     વિદ્યાર્થી જીવન એ સવારની પહેલી કિરણ છે જે અજ્ઞાનના અંધારામાં પણ માર્ગદર્શન બને છે. આ સમય ન તો માત્ર પુસ્તકોનો ભાર છે પણ આ કઠણ માર્ગમાં પરીક્ષાની ઢાલ છે. આ તો સ્વપ્નના ઓને સાકાર કરીને નવી પાંખો આપવાનો યોગ છે એક સાધના છે.

કહેવાય છે ને... કે...
નિષ્ફળતા બની ગુરુ સમાન,
ભૂલો બની શિખામણ સમાન,
આંધળાની આંખો છે ભણતર,
પાંગળા ની પાંખો છે ગણતર....

આરતી પરમાર (રૂપ)
શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ

(18)
આધુનિકતાની દોડ અને સંસ્કારોનું પતન

આજે આપણી યુવા પેઢી એવા યુગમાં પ્રસ્થાન કરી રહી છે જ્યાં પરિવર્તન અનિવાર્ય છે, પરંતુ આ પરિવર્તનનું વજન ક્યાંક સંસ્કાર અને સામાજિક મૂલ્યો પર ભારે પડી રહ્યું છે. ટેકનોલોજી અને સોશિયલ મીડિયાની ચમક વચ્ચે માણસ પોતાની ભીતરની નમ્રતા, વડીલોનો આદર અને પારિવારિક મૂલ્યોની આહુતિ આપી રહ્યો છે. પ્રગતિની દોડમાં આપણે એ ભૂલી રહ્યા છીએ કે માતા-પિતાએ "પુસ્તકના પાના" થી નહીં, પણ "સમયના પડઘાઓ" થી જીવન ઘડ્યું છે. મોબાઈલના જ્ઞાન સામે વડીલોના અનુભવો આજે યુવાનોને 'અભણ' કે 'જૂના' લાગે છે, જે એક ચિંતાનો વિષય છે.

આ બદલાયેલી વિચારસરણીની સૌથી ખરાબ અસર 'સગાઈ અને લગ્ન' જેવા નિર્ણયો પર પડી રહી છે. આજના યુગમાં જીવનસાથી પસંદ કરતી વખતે 'લેવલ', 'લાઈફસ્ટાઈલ' અને 'મોટું ઘર' જેવા મુદ્દાઓ હાઈલાઈટ થાય છે, જ્યારે સ્વભાવ, સંસ્કાર અને સમજણ ગૌણ બની જાય છે. લગ્ન એ કોઈ 'બ્રાન્ડેડ પ્રેઝન્ટેશન' નથી, પણ બે પરિવારનું આત્મીય મિલન છે.

સમાજનો બીજો પાસો દીકરીની સ્થિતિ છે. આજની દીકરીઓ ભણી-ગણીને આકાશમાં ઉડવા માંગે છે, જે ન્યાયસંગત છે. પરંતુ લગ્ન પછી વાસ્તવિકતા એ છે કે ઘરકામથી લઈને સંબંધો સાચવવાની તમામ જવાબદારી માત્ર તેની જ ઝોળીમાં આવી જાય છે. સંસારના રથને ચલાવવા માટે જવાબદારીમાં સમાનતા અને વહુ-દીકરીના મનને ઓળખવાની સમજણ શક્તિ અનિવાર્ય છે.

સાચી આધુનિકતા એટલે પરંપરાઓનો ત્યાગ નહીં, પણ આપણી સમજણ અને સંસ્કારોના તાલ સાથે સમાજને આગળ ધપાવવો. માતા-પિતા, શિક્ષકો અને સંસ્થાઓએ મળીને યુવા પેઢીને સમજાવવું પડશે કે પ્રગતિ વગરનું જીવન 'સ્થિર' છે, પણ સંસ્કાર વગરનું જીવન 'નિર્જીવ' છે. જ્યારે યુવાનોની ઉર્જા વડીલોના આશીર્વાદ સાથે જોડાશે, ત્યારે જ સમાજ સાચી પ્રગતિ કરશે. યુવાનોની દોડ સાચી છે, પણ વડીલોની છાયામાં ચાલવાથી રસ્તો સલામત બને છે.આજની યુવા પેઢીઓ સમજદાર અને મોર્ડન થવા માંગે છે પણ પ્રશ્ન ત્યાં ઉઠે છે મોર્ડન થવા ના અર્થજ સંસ્કાર અને વિવેક છોડવાનું સમજી બેસે છે.પણ સાચી આધુનિકતા અને આપણી ફરજ એ છે, કે બીજા પ્રત્યે માન ,મર્યાદાને આપણી સંસ્કૃતિ નો વારસો જાળવી રાખવો,આજ આપણી આધુનિકતા છે આની જ ધરોહરે ચાલી ને સમાજને એક આગવું સ્થાન પ્રાપ્ત કરાવીએ.પોતાના નિર્ણયો સમાજ અને પરિવાર ની આગળ રાખી એના અનુભવો ને માન આપીએ.અત્યાર ની પેઢી ઓ વિજ્ઞાનિક અને આપડી સંસ્ક્રુતિની નો વારસો જાળવી ને એમાં સંસ્કાર રુપી યજ્ઞ ની સરવાણી વહેતી રાખે.સંસ્કાર ,સેવા,અને એકબીજા પ્રત્યે આદર સત્કાર ભાવસાથે આગળ વધી સક્રાત્મકવિચાર અને આત્મવિશ્વાસ સાથે સતત મહેનત કરી સફળતાની ઊંચાઈએ પહોંચી શકે છે.

આરતી પરમાર (રૂપ)
શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ

(19)
વાર્તા: વચનનું વેણ

વેણુ અને વ્યોમ. એકજ ગલીમાં મોટા થયા હતા.આડોશ પાડોશમાં બધાં "જુગલજોડી" નામથી ઓળખતા. બાળપણમાં બધી રમતો સાથે રમતા ને ખાવુપીવુ પણ સાથેજ.શાળામાં ભણવા પણ સાથેજ બેસતા અને યુવાનીમાં સપના પણ સાથેજ જોયા.બંને વચ્ચે એવો વિશ્વાસ કે બોલ્યા વગર પણ એક બીજાની વાત સમજી જતા.
     એક દિવસ વેણુ એક ઝાડ નીચે ચુપચાપ બેઠો હતો. ને ઊંડા 
વિચારમાં સરી પડ્યો હતો.વ્યોમ પાસે આવીને બેસીગયો પણ વેણુને ખબર પણ ના રહી.
      વ્યોમે આવીને પૂછ્યું, "આજે કેમ આટલો ઊંડો ખોવાયો છે? કઈ વાત છે?"
વેણુ ધીમા દબાતા સ્વરે બોલ્યો...
"મારે તને કઈ કહેવું છે,પણ મારા હોઠ ઉપડતા નથી."
   અરે... "તારે મને કહેવા માટે વિચારવું પડે?" તો તો આપણી ભાઈબંધી શા કામની... આમ વ્યોમને બોલતા જોઈ... વેણુની આંખમાં આંસુ આવી ગયા.
વ્યોમ કહે, "બોલ ભાઈ સાચી હિંમત તો ભાઈબંધ પાસેથીજ મળે."
   વેણુએ દબાતા સ્વરે કહ્યું...પિતાજીના અવસાન પછી ઘરમાં થોડી તંગી વર્તાય છે.. પિતાજીનું જૂનું દેવું છે.ગામના શાહુકારો દરરોજ દરવાજે આવીને ઊભા રહે છે. મારે ઘર ગીરવે મૂકવાનો વારો આવ્યો..... "આ મારા પિતાજીની આખરી નિશાની છે..."!
    વ્યોમ એક ક્ષણ ચૂપ રહ્યો.પછી મજબુત અવાજે બોલ્યો, 
     "તારે આ ઘર વેચવાનું નથી"
વેણુ કહે, તો પછી હું શું કરું?મારા ઘરમાં જુવાન બહેન છે. કોઈ બહારના માણસો ઘરે આવીને ઊભા રહે એ મને ગમતું નથી... મારે એને સારું ઠેકાણું જોઈને ધામ ધૂમથી એના લગ્ન કરવા છે.પણ હવે પિતાજીના ગયા પછી કોઈ સારા માંગા પણ આવતા નથી......વેણુ સાવ તૂટી ગયો.
વ્યોમ કહે, તું ચિંતા ન કર આપણે કોઈ સારું કામ શોધીશું.બીજા દિવસે બંને એ સાથે કામ રાખ્યું...સવારે વ્યોમ પોતાનું ખેતી વાળું કામ પતાવીને પછીનો સમય વેણુ સાથે કામ કરી રાત્રે હિસાબનું કામ કરતા.

ક્યારેક થાકીને વેણુ કહેતો,
"તું કેમ મારા માટે આટલું બધુ કરે છે?"તારે પણ મા બાપ,ઘર પરિવાર બધું છે.
      વ્યોમ હસીને જવાબ આપતો, 
"ભાઈબંધીમાં ગણતરીના હોય..."ને જો હોયતો એ ભાઈબંધી ન કેવાય દોસ્ત...
એક દિવસ શાહુકાર ઘરે આવ્યો ને તીખા શબ્દોમાં કહ્યું,"પૈસા આજે ન મળે તો ઘર કબ્જે થશે.."
વેણુ કંપી ગયો.ત્યાં વ્યોમ આવ્યો અને કહ્યું કે "અમને થોડો સમય આપો."
શાહુકાર અભિમાન ભર્યા વચને બોલ્યો, સમય? સમય નથી. હવે હું કાલેજ આવું છું મારે મારા પૈસા જોઈએ...નઈ તો તું પણ....વ્યોમની સામે નજર કરતા કહ્યું.
 
બંને ભાઈબંધો વિચારમાં પડી ગયા. વેણુ કહે વ્યોમ હું તને મારી મુસીબતમાં તને મુશ્કેલીમાં નાખી રહીયો છું.
વ્યોમ વેણુના હાથ પકડીને કહ્યું ના દોસ્ત...મુસીબતતો આપડી સહિયારી કહેવાય.
બંને ભાઈબંધો રાત દિવસ કામ પર લાગી ગયા....ને ખૂબ પૈસા કમાયા પોતાના હકનું પણ વ્યોમે વેણુને આપી દીધુંને બધો કર્જ ચૂકવી દીધું... ને પિતાજીના આશીર્વાદ રૂપે ઘર પણ રહી ગયું.
      પછી વેણુએ કોઈ સારું ઘરને, છોકરો શોધવાનું મમ્મી સાથે વાત કરી તો વેણુના મમ્મી કહે બેટા તારો ભાઈબંધ જ શું ખોટો છે....તો વ્યોમને ઘરે બોલાવ... હું વાત કરું. પરંતુ બન્યું એવું કે વ્યોમના માતાપિતાજ વેણુના ઘરે વિભાના હાથની માગણી કરવા આવ્યા. વેણુની બહેન ખૂબ સંસ્કારી ને રૂપવાન હતી..તે વ્યોમના માતાપિતાને ખૂબ જ ગમતી હતી. પણ વ્યોમ સાથે કોઈ દિવસ આ માટે વાત ન થઈ હતી.પણ વ્યોમ અને વેણુની ભાઈ બંધી જોઈ વ્યોમના પિતાએ વેણુની બહેનનું માંગુ નાખીજ દીધું.... બધા ખૂબ ખુશ થયાને ધામધૂમથી વેણુની બહેન વિભા સાથે વ્યોમના લગ્ન થયા. 
     વેણુ અને તેમના મમ્મીના મનનો ભાર હળવો થયો.
   પછી વેણુ વ્યોમને ગળે મળીને કહ્યું... વ્યોમ હું તારો આ ઉપકાર કોઈ દિવસ નહીં ભૂલું. રડતા અવાજે બોલો,
     વ્યોમ કહે આ ઉપકાર નથી "આપડી ભાઈ બંધીનો સબંધ છે." 
આજે પણ ગામના લોકો કહે છે કે ભાઈ બંધી હોય તો..."વેણુ ને વ્યોમ "જેવી.

આરતી પરમાર (રૂપ)


(20)
વિષય વાર્તા  : રોબોટ અને માનવ બુદ્ધિ

એક સમયની વાત છે... એક નાનકડું ગામ "રામગઢ " જેમાં એક બુદ્ધિશાળી છોકરો રહેતો હતો. તેમનું નામ આરવ હતું. આરવને વિજ્ઞાનમાં ખૂબ જ રસ હોવાથી રોજ નવું નવું જાણવાની ઉત્સુકતા માં હંમેશા રચ્યો પચ્યો રહેતો. 

        એક દિવસ આરવ ને પોતાના પપ્પાના કોમ્પ્યુટરમાં કઈક નવું અજમાવવાનું નક્કી કર્યું. તે મનોમન બોલ્યો કે મારે એક એવું મશીન બનાવવું છે કે જે મારી જેમ વિચારે ,બીજાને શીખવાડે, અને મારી સાથે વાત કરશે અને મારું કામ કરશે. તે ઘણા દિવસો સુધી કોમ્પ્યુટરમાં પોતાના વિચાર પ્રમાણે મહેનત કરતો રહ્યો. અને આખરે એક નાનકડું રોબોટ બનાવવામાં સફળ થયો. અને તેમને પોતાની આવડત પર ખુશીનો પાર ન રહ્યો. અને ઘણી ઉત્સાહથી તેમને બનાવેલા રોબોટ નું નામ શું રાખ્યું તમને ખબર છે,? તેને નામ રાખ્યું "ચીકુ."
      ચીકુ બોલી શકતો, હસી શકતો અને આરવ ના દરેક આદેશ સાંભળી શકતો અને આરવ ના લખવાના કામમાં પણ મદદ કરી શકતો. એક દિવસ તેને આરવને કહ્યું આરવ ભાઈ હવે તમારું હોમવર્ક પણ હું કરી શકું છું. અને તમારી સાથે ગેમ્સ પણ રમી શકું છું. અને તમારા બધા પ્રશ્નોના જવાબ પણ હું આપી શકું છું. આ સાંભળી આરવ તો ઘણો ખુશ થયો અને હવે આરવ ને પુસ્તકો વાંચવાની જરૂર ન હતી. ચીકુ બધું હોમવર્ક અને કામ સરળતાથી કરી આપતો.

     આરવ ને આમાં ઘણો ફાયદો જણાયો, અને આરવ ના મિત્રો પણ ચીકુ પાસેથી શીખવા આવતા અને ચીકુના કારણે આરવની મિત્રતા પણ ઘણા બાળકો સાથે થઈ. "ચીકુ "બાળકોને ગણિત, વિજ્ઞાન અને ઇતિહાસ જેવા વિષયો  શીખવવા લાગ્યો. અને બાળકોને પણ ચીકુ પાસેથી શીખવામાં ઘણી ગમ્મત થતી. અને બાળકો પણ ગમ્મત સાથે શીખવા લાગ્યા. અને આમ ચીકુની મદદથી અભ્યાસ સરળ બની ગયો. બધા બાળકોના સમયની બચત થવા લાગી. અને બાળકો નવી ટેકનોલોજી શીખવા લાગ્યા. બધા બાળકો ના માતા પિતા પણ ખુશ થયા, કેમ કે એમના બાળકો ઘણા ઉત્સાહથી હોમવર્ક કરવા લાગ્યા. તેથી પરીક્ષાનું પરિણામ પણ સારું આવવા લાગ્યું હતું.
       પરંતુ બધું ઓટોમેટીક શીખવાથી અને મહેનત કર્યા વગર મેળવવાથી છોકરાઓ પોતાના મગજથી વિચારવાનું અને લખવાનું ટાળવા લાગ્યા. આરવ હવે પોતાના તેમના મિત્રો સાથે રમવાનું અને બહાર જવાનું ટાળવા લાગ્યો. અને એક દિવસ આરવ ના મમ્મી બોલ્યા... બેટા હવે તું બહાર તારા ભાઈબંધો સાથે રમવા કેમ નથી જતો? આરવ કહે કે મમ્મી મને ચીકુ સાથે રમવું વધારે ગમે છે. તે ક્યારેય હારે નહીં, ગુસ્સો કરે નહીં અને હંમેશા મારી વાત માને તે બહુ સ્માર્ટ છે આવું કહેવા લાગ્યો. 
      આ આરવ ની વાત સાંભળી આરવના મમ્મી ઘણા દુઃખી થયા. તે સમજી ગયા કે આરવ હવે મશીન પર વધુ નિર્ભર રહેવા લાગ્યો છે. જાણે કે રોબોટ જ મા બાપ, ભાઈ ,ભાઈબંધ ,શિક્ષક બધા નું સ્થાન લઈ લીધું હોય એવું લાગવા લાગ્યું. 

     એક દિવસ ચીકુમાં  ટેકનીકલ પ્રોબ્લેમ આવી અને તે ખોટા જવાબ આપવા લાગ્યો. અને સ્ક્રીન પર પણ અજીબ અજીબ ભાષા માં શબ્દો બતાવવા લાગ્યો.
અને આરવ ની વાત માનવાનું પણ બંધ થઈ ગયું. આ જોઈ આરવ થોડા દિવસ ડિપ્રેશન માં આવીને ગુમસૂમ રહેવા લાગ્યો ત્યારે તેના માતા પિતા એ ઘણો સમજાવ્યો કે કે ટેકનોલોજી માત્ર કામ સરળ કરવા માટે ઉપયોગમાં લેવી જોઈએ એને જીવન મંત્ર ના બનાવવો જોઈએ.આપડે એના પર નિર્ભર થવું જોઈએ નહીં આ વાત સમજાવી. આરવ ગભરાઈ જરૂર ગયો હતો. પણ આખરે આરવ ને સમજાઈ ગયું કે જો મશીન ખોટું બોલે તો માનવીને એના પર આંધળો વિશ્વાસ કરવો નહીં જોઈએ. એ એને સમજાઈ ગયું. ત્યારે સ્કૂલ પર જઈ આરવે હવે બધી વાત તેમના શિક્ષકને અને તેમના ભાઈ બાંધો ને કહી ત્યારે શિક્ષક બોલ્યા કે બાળકો મશીન બુદ્ધિશાળી ક્યારે બને છે, કારણ કે માનવ બુદ્ધિ એને શીખવાડે છે. જેવું માનવ બુદ્ધિ એમને શીખવાડે છે એવું જ કાર્ય તે મશીન કરે છે. પણ સાચી સમજદારી એમાં છે કે માણસે પોતાની વિચાર શક્તિ ગુમાવવી દેવી ના જોઈએ. અને બાળકે પોતાના વિચાર અને મહેનતથી જ આગળ આવવું જોઈએ. આ વાત પરથી આરવને અને તેમના મિત્રોને શીખવા મળ્યું કે  A I અને રોબોટીક ટેકનોલોજી છે.એટલે મદદગાર મિત્ર...પરંતુ પોતાના વિચારોનો માલિક પોતે જ રહેવું જોઈએ. અને સંપૂર્ણ પણે મશીન પર નિર્ભર રહેવું જોઈએ નહીં. 
     તે દિવસથી આરવે હવે નક્કી કર્યું કે AI નો ઉપયોગ કરશે પણ ફક્ત રમવા પુરતી અને નવું જાણવા પૂરતી પણ પોતાની બુદ્ધિ ,વિચાર અને મહેનતને વધારે મહત્વ આપશે. 
          AI આપણો સહયોગી જરૂર નથી છે અને સાથે સાથે આપણને મદદ પણ કરે છે. આપણું કામ સરળ બનાવે છે. પરંતુ માનવ હૃદય અને વિચાર,  ઈમાનદારી અને મહેનત જ આપણા માર્ગદર્શક છે.
-આરતી પરમાર

(21)
અભિમાનના મહેલમાં દબાઈ ગયેલો પ્રેમ

પ્રીતિ અને પરમ...
"બે નામ પણ એક જીવ"હતા.
લગ્નના પ્રથમ દિવસથી જ પ્રેમ અને એકબીજા પ્રત્યે લાગણી એમની શ્વાસોમાં વણાઈ ગઈ હતી.પરમ પાસે ધન ન હતું પણ દિલમાં અનંત પ્રેમ હતો.પ્રીતિએ ક્યારેય ફરિયાદ ન કરી હતી કે નાનું ઘર, ઓછી સુવિધા, આ બધું તેમને સ્વીકાર્ય હતું, કારણ કે પરમનો પ્રેમજ એનું સુખ અને દુનિયા હતી. રાતે કામ પરથી પરમ ઘરે આવે ત્યાં સુધી પ્રીતિ એની રાહ જોતી બેઠી હોય. પરમના ઘરે આવ્યા પછી એક કપ ચા, મીઠી વાતોનાં શબ્દો, વિશ્વાસ અને એક બીજાની લાગણી સમજવી આજ એમનું સુખ હતું. પણ સમય જતા પરમ  ધંધામાં ઘણો સફળતા થયો.પરમના હાથમાં વ્યવસાયની સફળતાની ચાવી આવી.ધંધો વધ્યો, પૈસા આવ્યા, પહેલા ગાડી પછી કાર,બંગલો,અને સમાજમાં આગવું નામ થયું. લોકો પરમને માન સન્માન આપવા લાગ્યા.પણ પરમ આ સફળતા પોતાની એકલાનીજ સમજવા લાગ્યો.પ્રીતિએ આપેલ સાથ સહકાર ભૂલી ગયો. પૈસાની સાથે અહંકાર પણ વધવા લાગ્યો.સ્વભાવિક છે પણ દુનિયાની વાસ્તવિકતા જ છે કે પૈસાની સાથે ગિફ્ટમાં અહંકાર પણ ફ્રી આવેછે. પરમના વ્યવહારમાં કંઈક આવુજ હતું....પરમ પોતાની સફળતામાં પત્નીનો સપોર્ટ અને પ્રેમ,પત્ની પ્રત્યેની જવાબદારી આ બધુજ ભૂલી ગયો. હવે માત્ર પ્રીતિ..."ઘરમાં રહેનારી સ્ત્રી" રહી ગઈ. પતિની લાઇફ માં પોતાનું અસ્તિત્વ જ ભુંસાઈ ગયું હોય એવો અહેસાસ પ્રીતિના હૃદયના ધબકાર વધારતો હતો. 
     પરમ પ્રીતિને અવગણવા લાગ્યો.બાહ્ય દુનિયાની મોજ શોખ,દોસ્તોની મહેફિલ અને ખોટા દેખાવની શાનમાં પરમ એટલો વ્યસ્ત થઈ ગયો કે પ્રીતિની લાગણીઓ પરમની "નજર માં ઓજલ"થવા લાગી.પત્નીનો પ્રેમ અભિમાનના અંધકારમાં દબાઈ ગયો. 
        પ્રીતિનું મન રોજ રોજ  પરમના બદલાતા વ્યવહારમાં ખૂંચતું ગયું. ઘરકામથી પરવારીને પરમના બદલાયેલા વર્તનના વિચારોમાં વહી જતું...ધીરે ધીરે પ્રીતિની તબિયત લથડવા લાગી.. જેમ પાણી વગરનો છોડ મુરજાવા લાગે તેમ... પ્રીતિનું પરમના પ્રેમ અને લાગણી વિનાનું જીવન મુરજાઈ ગયું. ઘર પણ અસ્તવ્યસ્ત રહેવા લાગ્યું.પણ સમય ક્યારેય એક સરખો રહેતો નથી.એક દિવસ પ્રીતિ ગંભીર રીતે બીમાર પડી. પણ પ્રીતિને દવાખાને લઈ જવું પણ મહત્વનું લાગ્યું નહીં. પ્રીતી  માંડ દવાખાને પહોંચી. અને ડોક્ટરે પરમને કોલ કર્યો અને દવાખાને બોલાવ્યો.... ડોક્ટરની વાત સાંભળી પરમના પગતળિયા જમીન પર આવી ગયા.અને ડોક્ટરના શબ્દો પરમના કાનમાં હથોડા રૂપે વાગવા લાગ્યા. કહ્યું કે "મેડમ લાંબા સમયથી માનસિક પીડામાં છે...શરીર પછીતો તુટેજ."
પરમની આંખોમાં પછતાવાના આંસુ આવી ગયા.અને પ્રીતિનો હાથ પકડ્યો જે હાથ ક્યારેય છૂટ્યો ન હતો. પણ ચહેરા પર વર્ષોની થાકેલી લાગણી હતી.એની આંખો બંધ હતી,પણ ચહેરા પર વર્ષોની થાકેલી લાગણી અકબંધ હતી. પરમ રડી પડ્યો."પ્રીતિ....મેં આ શું કર્યું? જે પ્રેમે મને માણસ બનાવ્યો, એજ પ્રેમ હું વિસરી ગયો." ત્યારેજ પરમના અભિમાનના વાદળ હટી ગયા. અને દોસ્તો સાથેના મોજશોખ,ખોટી શાન બધું બાજુ પર મૂકી દીધું. કામ પછીનો સમય પ્રીતિની દેખભાળમાં વિતાવવા લાગ્યો.અને ઘરમાં ફરીથી  સુખ શાંતિની લહેરો ઉછળવા અને પ્રીતીની તબિયત પણ સુધરવા લાગી. પરમને સમજાય ગયું કે સાચી સંપતિ પૈસા નથી, પણ જીવનસાથીનો પ્રેમ અને વિશ્વાસ છે.
    પ્રીતિ પર પ્રેમ રૂપી દવા અસર કરી ગઈ અને પ્રીતિ પાછી ગુલાબની જેમ ખીલી ગઈ.પરમ અને પ્રીતિનું જીવન ફરીથી પ્રેમના પ્રકાશથી ઝળહળી ઉઠ્યું.
    
  આરતી પરમાર (રૂપ)

(22)
અનકહી લાગણીનું વહેણ
મનુષ્ય હોય કે મૂંગા પ્રાણી લાગણી સરખીજ હોય છે. સૌથી વધારે ઊંડી ને વેદનાભરી હોય છે.લાગણી શબ્દો માં વ્યક્ત થતી નથી. જે આંખો માં અટકતું મૃગજળ છે.અને સ્મિત પાછળ છુપાય જાય છે.ન બોલાતી છતાં હૃદય સાથે સતત વાર્તા લાપ કરતું મૌન એટલે લાગણી...હૃદય માં લાગેલા ચોટ ને બહાર શબ્દો દ્વારા નથી કહી શકાતું. એતો સ્મિત સાથે કે પછી આંસુ સાથે આવતી સવારી છે.લાગણી તો ફક્ત દુઃખ માટે નહીં પણ ક્યારેક એમાં નિ:શબ્દ પ્રેમ પણ વ્યક્ત થતો હોય છે.ક્યારેક માનવી દુનિયાની સામે જીવતો દેખાય છે, પણ અંદરથી સતત કોરતી કટાર પચાવી હોય છે.મનની અંદર એક એવું વિશ્વ વસે છે. જ્યાં અનેક લાગણીઓ શબ્દોના દ્વારે આવીને પણ પાછી ઓજલ ધારણ કરે એ અનકહી લાગણી છે.
આરતી પરમાર ( રૂપ)

(23)
પ્રમાણિકતાની પરાકાષ્ઠા

      પ્રમાણિકતા એટલે સચ્ચાઈ, ઈમાનદારી, ન્યાય અને આંતરિક શુદ્ધતા અને પરાકાષ્ઠા એટલે શુદ્ધ, ઊંચું શિખર અને અંતિમ સીમા સુધીની સફર... માનવજીવનનું સાચા "રૂપ" નું સૌંદર્ય બહારની સફળતામાં નથી પરંતુ અંતરાત્મામાં છુપાયેલું છે. સમાજ, સંસ્કૃતિ અને સંસ્કાર આ ત્રણેયના પાયામાં જો કોઈ એક ગુણ સૌથી મજબૂત હોય તો તે પ્રમાણિકતા છે. જ્યારે આ પ્રમાણિકતા તેના બાહ્ય જીવનના દરેક ક્ષેત્રમાં અડગ બની રહે છે, ત્યારે તે પરાકાષ્ઠા પર પહોંચે છે. પ્રમાણિકતા એટલે માત્ર ખોટું ન બોલવું એટલે સુધી સીમીત નથી. આપણી નીતિમાં અને વિચારતામાં શુદ્ધતા, વાણીમાં સત્યતા અને કર્મમાં ન્યાય અને અડગતા હોવી જરૂરી છે. 

      વ્યક્તિ મન વચન અને કર્મથી એકરૂપ રહે તેને સાચો પ્રમાણિક મનુષ્ય કહેવામાં આવે છે. પરંતુ જ્યારે આ પ્રમાણિકતા લાલચ, ભય, દબાણ ,સ્વાર્થ અને લાભ સામે પણ હાજર રહે છે ત્યારે તે પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડે છે. 

     આજના સમયમાં સમાજ, સ્પર્ધા, લાભ અને ઝડપી સફળતાની દોડમાં દોડતું થઈ રહ્યું છે... આવા સમયમાં પ્રમાણિક રહેવું સહેલું નથી. 

       ઘણીવાર સત્ય બોલવાથી નુકસાન થાય છે. અને ઈમાનદારી થી ચાલવાથી તક છૂટી જાય છે. અને ન્યાય સાથે ઉભા રહેવાથી એકલતા અનુભવાય છે, છતાં જે વ્યક્તિ આ બધું જાણવા છતાં સત્યનો માર્ગ પકડી રાખે છે એ વ્યક્તિ પ્રામાણિક પરાકાષ્ઠાનું જીવંત ઉદાહરણ બની રહે છે. એ પ્રમાણિકતાનું આકાશ જ્યાં દેખાય છે, ત્યાં માણસ પોતાનો સ્વાર્થ ભૂલી જાય છે. જ્યાં "મને શું મળશે?" એવા પ્રશ્નોની જગ્યાએ "શું યોગ્ય છે " એ વિચારધારાનો મનમાં મહેલ બનાવી નાખેતો... વ્યક્તિ માટે સત્ય કોઈ મોટો વિક્લ્પ નહીં, પરંતુ સત્ય જ જીવનનો મહત્વનો ભાગ બની જાય છે. જે સ્વભાવ બનતા વાર નથી લાગતી....  મનુષ્ય જાણે છે કે સત્ય તાત્કાલિક દુઃખ આપી શકે છે પરંતુ અંતે આત્મસન્માન અને આંતરિક શાંતિ પણ એટલી જ આપે છે. 

     ઇતિહાસ અને પુરાણોમાં અનેક મહાન પાત્રો પ્રમાણિકતાની પરાકાષ્ઠાનું પ્રતિબિંબ છે. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, મહાત્મા ગાંધી, સત્ય માટે પોતાનું સર્વસ્વ ત્યાગવાનું સાહસ તેમને બતાવ્યું છે. આવા પાત્રો આપણને શીખવે છે કે સાચી મહાનતા સત્તા, સંપત્તિ કે પદ્ધતિમાં નથી, પરંતુ અડગ સત્યનું સ્થાન આત્માનું સ્થાન  છે.

       પ્રમાણિકતા વ્યક્તિને માત્ર સારો માણસ નથી બનાવતી પરંતુ તેને સમાજનું અસ્તિત્વ જ બનાવી દે છે. વ્યક્તિની મૌન ભાષામાં પણ સંદેશ અપાતો હોય છે. તેની હાજરી જ વિશ્વાસ ઉભો કરે છે. જ્યાં પ્રમાણિકતા હોય ત્યાં સંબંધોમાં મજબૂતી, વ્યવહારમાં પારદર્શિતા,અને જીવનમાં સંતુલન જળવાય છે. 

     પ્રમાણિકતાની  વિચારધારા માનવજીવનની સર્વોચ્ચ સિદ્ધિ છે. તે મેળવવી કઠિન છે, પરંતુ અશક્ય નથી... જે માણસ અત્યારે પોતાનો શસ્ત્ર નહીં પરંતુ પોતાનું સ્વભાવ બનાવી લે છે એ જ સાચા અર્થમાં માનવ કહેવાને લાયક છે.
      સત્યનું મૌન જ શિખર સુધી પહોંચાડી શકે છે. તે માનવ અસ્તિત્વની મહાનતા છે. માણસ જ્યારે જન્મે છે ત્યારે તે નિર્મળ અને નિસ્વાર્થ હોય છે. પરંતુ જીવનની યાત્રામાં સ્વાર્થ ,લાલચ, ભય અભિમાન તેની નિર્મળતા પર પડદા ચઢાવે છે. આવા પડદાઓને ચીરીને જે સત્ય સાથે મુકેલી ડોટ જ શિખર સર કરાવે છે. કોઈપણ કઠિનમાં કઠિન પરિસ્થિતિમાં પણ જો પ્રમાણિકતા  ધૂંધળી ન પડે તો તેને પરાકાષ્ઠા સુધી પહોંચતા વાર લાગતી નથી. 

     સત્યનો માર્ગ હંમેશા એકલવાયો અને એકાંત ભર્યો હોય છે. ખોટા માર્ગ પર જેમ "ભીડના ભંડોળો" ઉમટતા હોય છે. તેમ તેમ અસત્ય અને અનીતિના વાદળો ગરજ્યા કરે છે. પરંતુ એમાં જ્યારે સત્યનું વાદળ ભરાય જાય છે, ત્યારે પ્રમાણિકતાનો વરસાદ વરસે છે, અને પૃથ્વી પર ન્યાય અને નીતિ નામની નદીઓ વહેતી થાય છે.

     આજના સમય પ્રમાણે પ્રમાણિક રહેવું ક્યારેક મૂર્ખતા સમાન ગણાય છે. પરંતુ વાસ્તવમાં પ્રમાણિતતા સૌથી મોટું સાહસ છે. ખોટું બોલવુ બહાદુરી નહીં, પરંતુ ડર જોઈએ... સત્ય બોલવા માટે હિંમત જોઈએ... અને તે હિંમત જ્યારે જીવનનો સ્વભાવ બની જાય ત્યારે માણસ પ્રમાણિકતા તરફ પહોંચે છે, અને તે પ્રમાણિકતાની પરાકાષ્ઠાએ એવી અવસ્થા છે. અને એ જ હિંમત જ્યારે જીવનનો સ્વભાવ બની જાય ત્યારે માણસ "મનુષ્ય" બને છે. અને તે પ્રમાણે ચાલતા સાચી જીવનની યાત્રા શરૂ થાય છે. એવી અવસ્થા જ્યાં માણસને દુનિયાની સાબિતીની જરૂર નથી રહેતી.. માત્ર શાંત મન રહે છે,ત્યાં સત્યતા અને સ્થિર મનની શાંતિ રૂપે વહેણ વહ્યા કરે છે.

આરતી પરમાર ( રૂપ )
શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ

(24)
પિયરની પ્રીત ને સાસરિયાની રીત

         અત્યાર ના સમયમાં દીકરા દીકરીની સુવિધાની વધતી માંગના લીધે આપણે દીકરી માટે છોકરો જોતી વખતે ગૂગલ પર સર્ચ કરીએ એમ એનું બેંક બેલેન્સ અને ઘરના ચોરસ ફૂટ માપીએ છીએ. છોકરો એકનો એક છે, એટલે બધું દીકરીનું જ છે ને..! આ વાક્ય બોલતી વખતે માં-બાપના ચહેરા પર જે સંતોષ હોય છે, એ સંતોષ દીકરીના આવનારા દસ વર્ષના મૌનનો સોદો કરી રહ્યો હોય છે, એની કદાચ એમને જાણ નથી હોતી. સાહેબ, દીકરી જ્યારે સાસરે જાય છે ને ત્યારે એ માત્ર પોતાનો રૂમ નથી છોડતી, એ પોતાનો અવાજ છોડીને જાય છે. પોતાના સપના, સ્વંત્રતા, હક આ બધાની પોટલી વાળીને ક્યાંક ગોખલામાં છુપાવતી જાય છે.

       પિયરમાં જે દીકરી આખા ઘરના કબાટ ઉથલાવી નાખતી હોયને એજ દીકરી એને સાસરે એક તિજોરી ખોલતા પહેલાં સો વાર વિચાર કરવો પડે છે. જ્યારે સાસુ કબાટની ચાવીઓનો ઝૂડો પોતાની કેડમાં ખોસીને ફરે છે, ત્યારે એ વહુને એ સમજાવે છે કે, તું આ ઘરની સભ્ય તો છે, પણ હજુ 'ભરોસો' નથી. જે દીકરી પપ્પાના એટીએમ પિન જાણતી હોય, અને જ્યારે રસોડાના ડબ્બામાં રાખેલા દસ રૂપિયા લેતા પહેલાં પૂછવું પડે, ત્યારે એના ભણતર પર નહીં પણ એના નસીબ પર રડવું આવે છે.અત્યારે મોટા બંગલા,ગાડી,પૈસા,રુતવા આ બધુ ગોતવાની ઘેલછામાં જ માં બાપ પોતાની દિકરીનું ઉજ્જવળ ભવિષ્ય અને આઝાદીની પોતેજ કુરબાની આપવી દેતા હોય છે. વધારે પૈસાવાળું હોય ત્યાં દીકરી કે તેમના માવતરની કોઈ વેલ્યુ નથી હોતી,આ જ સનાતન સત્ય છે.ત્યાં દીકરી કોઈ દિવસ ખુલ્લી ને બોલી કે જીવી શકતી નથી. બધાની જી હુજુરી માંજ જીવન જતું રહે છે..

         પિયરમાં હક પહેલાં આવતા અને ફરજ પછી. સાસરે પહોંચતા જ વ્યાકરણ બદલાઈ જાય છે. હવે ફરજ શ્વાસની જેમ લેવી પડે છે અને હક માંગવા જતાં એ જીદ બની જાય છે. જે દીકરી પિતાને ઘેર રવિવારે બપોરે બે વાગ્યા સુધી ઘસઘસાટ ઊંઘતી, એ સાસરે રવિવારના મહેમાનો માટે ગરમાગરમ રસોઈ બનાવતી વખતે અંદરથી એટલી થાકી ગઈ હોય છે કે એને પોતાની ઊંઘની સ્વતંત્રતા પણ એક સપનું લાગે છે.સાચા ખોટા વખાણ હોય કે નિંદા હંમેશા  એક સ્ત્રીની જ સ્વતંત્રતા છીનવાય જાય છે.અને હસતા હસતા બધું સહીને પોતાના વિચારો ની આહુતિ આપવી પડે છે.

        સૌથી મોટી કરુણતા તો એ છે કે, જે દીકરી પિયરમાં જરાક માથું દુખે તો આખા ઘરને માથે લેતી, એ સાસરે તાવમાં ફણફણતી હોવા છતાં હું ઠીક છું કહીને મહેમાનોને ચા પીવડાવે છે. એનો પતિ જ્યારે એને કહે છે કે, આજે મહેમાનો સામે હસતી રહેજે, ત્યારે એ હાસ્ય નથી હોતું, એ એની લાગણીઓનું અંતિમ સંસ્કાર હોય છે. એ સ્મિત પાછળ કેટલું દર્દ દબાયેલું છે, એ માપવાનું કોઈ મીટર દુનિયામાં બન્યું નથી.પણ જો એ વાત ઘરમાં રહેલા સાસુ સમજી જાય (જેમ એક "માં" દીકરીના મનની વાત સમજી જાય) તો આપો આપ "માં"દીકરીમાં અતૂટ,પ્રેમાળ અને નિસ્વાર્થ ભાવ હોય એવો....ક્યારેય ન સૂકાય એવી પ્રેમસરિતા વહેવા લાગે.જે ઘર તો ઠીક પણ સમાજમાં કે દુનિયામાં ક્યાંય કોઈ સાસુ,વહુ,માં કે દીકરી દુઃખી નહીં હોય...અને  પિતાની આંખ માં દુઃખ ના આંસુ ને બદલે દીકરીને સાસરે વળાવતી વખતે સુખના આંસુ હશે..

        ગાડી, બંગલો અને એસી રૂમ કદાચ શરીરને ઠંડક આપશે, પણ જો હૃદયમાં અપમાનની લ્હાય બળતી હોય તો એ એસી પણ લૂ જેવું લાગે છે. દીકરીને રાજ કરાવવા મોકલવી હોય તો એને ભણાવી ગણાવી દુનિયાને સર કરવાની તાકાત આપજો,કે એ પોતાનું,કે પિયરપક્ષ, કે સાસરીપક્ષ હોઈ...જ્યાં જાય ત્યાં સાંપનાનો મહેલ નહીં પણ પોતાના અરમાનોનો અને સંસ્કારનો,મહેલ બનાવે...એના વિચારોથી ઘર,સમાજ સંસ્થા,ગામ રાજ્યને એક સફળતા અને સંસ્કારો નું સામ્રાજ્ય સ્થાપી શકે....એના સપનાને રાજ્ય મળે.

        દીકરીનું માગું આવે ત્યારે માત્ર એની કુંડળી કે સંપત્તિ ન જોતા, પણ એ ઘરના સભ્યોની વૃત્તિ જોજો. જે ઘરમાં જૂની ચાંદર વહુને ઓઢાડવામાં આવતી હોય અને નવી ચાદર દીકરા માટે રખાતી હોય, એ ઘર ભલે ગમે તેટલું મોટું હોય, પણ ત્યાં રહેનારા લોકોના મન બહુ સાંકડા હોય છે. એક પિતા જ્યારે પોતાની લાડકીને સાસરે વળાવે છે, ત્યારે એ માત્ર દીકરી નથી વળાવતો, પણ એક આખું બાળપણ અને એક જીવતું - જાગતું સ્વાભિમાન વળાવે છે.જે પિતાને પોતાના માન કરતા પણ વધારે દીકરીનું સ્વાભિમાન જળવાય એ અપેક્ષા જ હોય છે કે પોતાના કાળજાના કટકાને પોતાના વહાલસોયા રતનને ક્યાંક દુનિયાની કઠોરતાનો  કાટ ન લાગી જાય આ વસવસાની આગ પિતાના હૃદયમાં સતત અખંડ યજ્ઞ રૂપે પ્રગટેલીજ રહે છે.

લેખિકા - આરતી પરમાર (રૂપ) - મહુવા
શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ

(25)
સ્ત્રી શક્તિ

    સ્ત્રી એક શક્તિ સ્વરૂપા છે. પરંતુ પહેલાની સ્ત્રીને અબળા નારી તરીકે જોતા હતા. સ્ત્રી નું કોઈ આગવુ અસ્તિત્વ ન હતું. બહારી દુનિયા થી સાવ પરે હતું. દીકરીને ભણવાની સુધા છુટ ન હતી. છોકરીઓને "ઉડતા પહેલા જ પાંખો કાપી નાખવામાં આવતી." પરંતુ હવે આવું રહ્યું નથી, અને સ્ત્રી માત્ર ચાર દીવાલો વચ્ચે શ્વાસ લેતું પાત્ર હવે રહ્યું નથી.      

         સ્ત્રી કોઈ અબળા નથી. સ્ત્રી તો સર્જન છે. જે સૃષ્ટિને જન્મ આપે છે. જે સંસ્કારની ધરોહર છે. જરૂર પડે ત્યારે સંઘર્ષ પણ કરે છે, સ્ત્રી નું ઘર "હ્રદય" છે પરંતુ માત્ર ઘર થી ઘર સુધી સીમિત રહી નથી, તે તો સમાજનો ધબકાર છે. સંસ્કૃતિની રક્ષક છે. અને પરિવર્તનની અગ્નિશિખા છે.જ્યાં જ્યાં સ્ત્રી પગ મૂકે ત્યાં ઇતિહાસ રચે છે. 

        પ્રાચીનકાળથી આજ સુધી જો નજર કરીએ તો ખબર પડે કે દ્રોપદીનો પ્રશ્ન હોય કે સીતાજીનું સાહસ, ઝાંસીની રાણીની તલવાર, લક્ષ્મીબાઈની તલવાર આવું સ્ત્રીનું સામર્થ્ય છે, આજની વૈજ્ઞાનિક, ખેડૂત, સૈનિક કે માતાની મમતા દરેક જગ્યાએ સ્ત્રી શક્તિ ઝળહળે છે. સ્ત્રી સહનશીલ છે, પણ કમજોર નથી. તે ચુપ છે, પરંતુ નિ:શકત નથી. જ્યારે સમય આવે ત્યારે એ જ સ્ત્રી સિંહણ બનીને અન્યાય સામે અડક ઊભી રહે છે.અત્યાર ના સમયમાં દેશ ચલાવાની ડોર પણ નારીના નેતૃત્વ હેઠળ પણ શક્ય બન્યું છે.

        આજની નારી શિક્ષણક્ષેત્રમાં, વિજ્ઞાનમાં, રાજકારણમાં કે પછી આકાશ અંતરીક્ષ ની વાત હોય.... બધી જ જગ્યાએ સ્ત્રી ની પ્રગતિ છે, ઉદાહરણ આપીએ તો પી.ટી ઉષા, કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, દ્રોપદી મુર્મુ, મેરીકોમ, આ પી.વી સિંધુ (બેડમિન્ટન), દિપ્તી શર્મા (ક્રિકેટર), હરમનપ્રીત કોર (ક્રિકેટર), સરિતા ગાયકવાડ (દોડ), અંકિતા રૈના (ટેનિસ) જેવા અગણિત સ્ત્રી શક્તિ એ ભારતનું નામ રોશન કર્યું છે. આ બધી નારી શક્તિ આવનારી પેઢીનું પ્રોત્સાહન છે, જે નારી આગળ વધવા પ્રેરણાં સ્ત્રોતો છે. આજે પરંપરા અને પ્રગતિ વચ્ચે સંતુલન રાખીને પણ આગળ વધી રહી છે. સ્ત્રી એટલી સક્ષમ છે કે પોતાનું પરિવાર, સમાજ અને બાળકોનું ભવિષ્ય પોતાની  સુજ અને તાકાતથી નવનિર્માણ કરી શકે છે. જ્યાં સ્ત્રીને માન મળે છે ત્યાં સંસ્કૃતિ વિકસે છે. જ્યારે સ્ત્રીને મજબૂર કરવામાં આવે છે ત્યારેજ તે સીમા ઓળંગે છે, અને સીમા ઓળંગે ત્યારેજ મૌન તૂટે છે, અને મૌન તૂટે છે,ત્યારે ઇતિહાસ બદલાય છે. 
        ઇતિહાસ સાક્ષી છે કે જ્યાં પુરુષના પુરુષાર્થને સ્ત્રીના સમર્પણનો ટેકો મળ્યો છે ત્યાંજ વિજય નિશ્ચિત બન્યો છે. જ્યારે કોઈ સ્ત્રી નેતૃત્વ સંભાળે છે ત્યારે તે વર્ષો જૂની જડ પરંપરાઓને બદલી નવા પ્રયોગની હિંમતથી રચના કરે છે. તેની વિચારશક્તિ માં માનવતા હોય છે... અને તેના નિર્ણયોમાં ભવિષ્યની સુરક્ષા. ટેકનોલોજીના યુગમાં નૈતિકતા જાળવી રાખવાનું કામ નારી સહજ, સંવેદનશીલતા દ્વારા સફળ બન્યું છે. તેના આ નવતર પ્રયોગો દંભ માટે નથી...પણ આવનારી પેઢીને વધુ સુરક્ષિત અને માનવીય વાતાવરણ આપવા માટે સક્ષમ છે.
     માતા તરીકે ત્યાગ, પત્ની તરીકે સમર્પણ અને પુત્રી તરીકે સ્વપ્નોને જીવંત રાખતી સ્ત્રી જ્યારે સજ્જડ રહીને બધું સંભાળે છે, ત્યારે તે એક દિવસ પ્રચંડ શક્તિ બનીને સમાજને વૈચારિક ક્રાંતિ તરફ દોરી જાય છે.

"યત્ર નાર્યસ્તુ પૂજ્યનન્તે રમન્તે તત્ર દેવતા:" આપણા શાસ્ત્રો માં પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં નારીનું સન્માન થાય છે, ત્યાં દેવી શક્તિ નો વાસ હોય છે. નારી શક્તિ તો પ્રેમ, ત્યાગ, કરુણા અને સાહસનું અવિરત પ્રવાહ છે.
 
        સ્ત્રીની નિર્મળતામાં પ્રેમ અને કઠોરતામાં કોમળતા અને હાલરડામાં વાત્સલ્ય રૂપે ટપકતું અમૃત હોય છે. એનો નિર્મળ પ્રેમ ક્યારેય કમજોર નથી, તે તો આત્માની સૌથી મોટી શક્તિ છે. તેનું કઠોર લાગતુ વર્તણુકમાં પણ અંદરથી કોમળ સંવેદનાનો સ્પર્શ રહેલો હોય છે, અંદરથી પ્રેમની ધારા અવિરત વહેતી રહે છે. એ જ પ્રેમ... દુઃખને અનંત સુખનું સરનામું છે. અને હૃદયને સંજીવની આપે છે.એટલેતો કહેવાયું છેને...."નારી તું નારાયણી."
    
આરતી પરમાર (રૂપ)
શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ

(26)
નારી : અસ્તિત્વ, અસ્મિતા અને આધુનિકતા

     નારી સહયોગનું સરનામું. સ્ત્રી માત્ર ચાર દીવાલો વચ્ચે શ્વાસ લેતું પાત્ર નથી, પણ તે સમગ્ર સમાજનો ધબકારા નું કેન્દ્ર છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યાં પુરુષના પુરુષાર્થને સ્ત્રીના સમર્પણ નો ટેકો મળ્યો છે, ત્યાં વિજય નિશ્ચિત બન્યો છે. પણ સ્ત્રી શ્રેષ્ઠતાની સાબિતીનો નથી,સ્પર્ધાના મેદાનમાં નહીં, પરંતુ જ્યારે એકબીજાના ખભે ખભો મિલાવીને ચાલવામાં આવે છે, ત્યારે જ સમાજની સરંચના મુજબ બને છે. આજે સમજાયું છે કે અડધા જગતને પાછળ રાખીને આખું વિશ્વ ક્યારે પ્રગતિના શિખરે પહોંચી ન શકે. 

       હવે ઓળખ આજના યુગમાં સ્ત્રી જે સ્થાને બિરાજમાન છે તે કોઈ દ્વારા આપવામાં આવેલી ભિક્ષા નથી. પણ તેના અસ્તિત્વ,સંઘર્ષ અને અતૂટ સફળતાનું ફળ છે. શિક્ષણના વર્ગખંડ થી લઈને રાજકારણના મંચ સુધી, અને રસોડાના મેનેજમેન્ટ થી લઈને મસ્ત મોટા ઉદ્યોગોના નેતૃત્વ સૃષ્ટિએ માત્ર હાજરી નથી પુરાવી.... પણ પોતાની આગવી છાપ છાપી છે. તે હવે માત્ર અધિકારોની માંગણી કરતી અરજદાર નથી પરંતુ જવાબદારીના ખભા પર નવી દિશા કંડારતી એક શક્તિશાળી આગેવાન મહાશક્તિ છે.

        જ્યારે કોઈ સ્ત્રી કોઈ સંસ્થા, સમાજનું ને પરિવારનું નેતૃત્વ સંભાળે છે ત્યારે તે વર્ષો જૂની જડતાંની કઠોરતાને આંધળું અનુસરવાને બદલે નવા પ્રયોગની હિંમત કરે છે. તેની વિચાર શક્તિ માં માનવતા હોય છે. અને તેના નિર્ણયોમાં ભવિષ્યની સુરક્ષા. ટેકનોલોજીના આ યુગમાં નૈતિકતા જાળવી રાખવાનું કામ નારી સહજ સંવેદનશીલતા દ્વારા જ શક્ય બન્યું છે. તેના આ નવતર પ્રયોગો કોઈ દંભ માટે નથી, પણ આવનારી પેઢીને વધુ સુરક્ષિત અને માનવીય વાતાવરણ આપવા માટે સક્ષમ બનાવે છે.

      સહનશીલતાનું આંતરિક બળ સ્ત્રીની અસલી શક્તિ તેના અવાજની તીવ્રતામાં નહીં પરંતુ એના મૌન સંકલ્પમાં છુપાયેલી છે. આ મૌન કોઈ મજબૂરી નથી, પણ એક ઊંડી સમજદારી છે. માતા તરીકે ત્યાગ, પત્ની તરીકે સમર્પણ, અને પુત્રી તરીકે સ્વપ્નને જીવંત રાખતી સ્ત્રી મૌન રહીને બધું સંભાળે છે. ત્યારે તે મૌન એક દિવસ પ્રચંડ શક્તિ બનીને સમાજને વૈચારિક ક્રાંતિ તરફ દોરી જાય છે. 

       વ્યક્તિથી વિચારની યાત્રા જ્યારે સ્ત્રીઓ પરસ્પર સ્પર્ધા છોડીને એકબીજાનો ટેકો બને છે ત્યારે "સિસ્ટરહુડની એક નવી શક્તિ નો જન્મ થાય છે. હું એકલી નથી, આ અહેસાસથી જ નારીના અહેસાસજ નારીને સામાન્ય સંઘર્ષમાંથી એક રચનાત્મક શક્તિમાં રૂપાંતરિત કરે છે. અને એક શિક્ષિત અને આત્મનિર્ભર સ્ત્રી જ્યારે પોતાના પરિવારને બદલે છે, ત્યારે તેના પડઘા સમગ્ર સમાજમાં સંભળાય છે. આ કોઈ તોડફોડની નહીં પણ પાયાથી થતી નવતર ઘડતરની ક્રાંતિ છે. 

       માનવતાની પૂર્ણતા આજની નારી બળવો કરીને પોતાનું અસ્તિત્વ સાબિત કરવા માંગતી નથી, તે તો પોતાના કાર્યથી ઉદાહરણ બનવા માંગે છે. અને તેને કોઈની દયા કે સહુનુંભૂતિની જરૂર નથી. તેને માત્ર સમાન આધાર અને સહકારની અપેક્ષા છે. સ્ત્રી શક્તિ એટલે પુરુષનો વિરોધ નહીં, પરંતુ માનવતાની પૂર્ણતા છે. તે પાયો પણ છે, અને કળશ પણ તે જેટલી સહનશીલ છે એટલી જ અશક્ત નથી, તે તેટલી જ મૌન છે તેટલી જ મક્કમ છે. 

   જ્યારે પહેલાના રાજાશાહી યુગ માં જ્યારે રાજા દશરથ દેવો ના તરફેણમાં  શબ્બર દૈત્ય સાથે યુદ્ધ કરતા હતા, ત્યારે તેમના રથની ધરી તૂટવાના આરે હતી,એ રાજા દશરથ નું ધ્યાન ન હતું, પરંતુ રાણી કૈકેયીનું ધ્યાન જતા તેને પોતાની આંગળી વડે રથના  પૈડાને બચાવી ને રાજાનું રક્ષણ કરી યુદ્ધ જીતાવ્યું હતું.આ પણ નારી શક્તિ નું આદરણીય ઉદાહરણ છે.

     નારી શક્તિ એટલે સ્ત્રીની આંતરિકશક્તિ, આત્મવિશ્વાસ, સહનશીલતા અને સમાજમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા.નારીજ પરિવાર, સમાજને દેશની પ્રગતિનો આધારસ્તંભ છે. દુર્ગા, કાળી અને સરસ્વતી જેવી દેવીઓ નારી શક્તિનું પ્રતીક છે. પહેલાના યુગ માં નારીઓને ભેદભાવ,ઘરેલુહીંસા, દીકરાદિકરીમાં અસમાનતા,બાળવિવાહ, દૂધપીતી આવી બધી સમસ્યાને પાર કરતી આવી છે.પણ અત્યારે આ બધા પડકારો પાર કરી એક આગવું સ્થાન ધરાવતી થઈ છે. પોતાનું અસ્તિત્વ જાળવવા માટે પ્રખર સમસ્યાનો  નિર્ભયતાથી,ભણીગણીને પગભર થઈને અડગ રહી સામનો કરી રહી છે.નારી શક્તિ તો આ વિશ્વની ઘડનારી,માતૃત્વનો દરિયો છે,જે પોતે તડકો છાયો વેઠીને પણ પોતાના સંતાનોને છાયડો પ્રદાન કરે છે.

આરતી પરમાર (રૂપ)
શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ

(27)
વિશ્વાસની કસોટી
       
       સુહાની અને આશુતોષ સુખી, પરંતુ એકલવાયું જીવન જીવતા.
આશુતોષ અને સુહાનીના લગ્નને દસવર્ષ થઇ ગયા.પણ જીવન એકલવાયું સ્થિર હતું.ગોઠવણી  વાળું હતું.આશુતોષનું રોજિંદુ જીવન એટલે  સવારથી લઈ સાંજ સુધી તે પોતાના કામથી ઓફિસમાં વ્યસ્ત રહેતો.અને સુહાની ઘર,અને પરિવારની જવાબદારીઓ સંભાળતી.
           એક દિવસ સાંજે સુહાનીએ પૂછ્યું,"આશુતોષ તું આજકાલ રોજ કેમ મોડો આવે છે?"
        આશુતોષે કહ્યુ," નવો પ્રોજેક્ટ્ છે...એટલે થોડા દિવસો આવુંજ ચાલશે."
         સુહાનીએ તેને કોઈ બીજો પ્રશ્ન પૂછ્યો,પરંતુ જવાબ દેવાનો સમય આશુતોષ પાસે નહોતો.
         નાઇટ લેમ્પનાં પીળા પ્રકાશથી બચવા સુહાની પડખું ફરીને સૂઈ ગઈ.
            પછી બીજા જ દિવસે,આશુતોષની ઓફિસ લાઇફમાં મોહિનીનું આગમન થયું. મોહિનીની ,આત્મવિશ્વાસભરી વાતચીત  કરવી અને ઝડપી નિર્ણયશક્તિ અને સ્પષ્ટ વિચારધારા વાળી હતી. તેનો આ સ્વભાવ આશુતોષને રોજ એના મનને સ્પર્શવા લાગ્યો. અને  આશુતોષ અને મોહિની વધારે નજીક આવતા ગયાં.
         આસુતોષ  સુહાનીથી દૂર રહેવા લાગ્યો. બંનેને એક બીજાનો સાથ વધારે દૂર થવા લાગ્યો.
            એક દિવસ મોહિની કહે," સર તમે કામને બહુ શાંતિથી અને પ્રેમથી હેન્ડલ કરો છો...!"
આશુતોષે કહ્યું,"અનુભવ માણસને  શીખવે અને શાંત બનાવી દે છે." આમ ધીમે ધીમે ઓફિસની વાતો વ્યક્તિગત ચર્ચામાં ફેલાવવા લાગી.મોહિની  આશુતોષને ધ્યાનથી સાંભળતી.અને એની આજુ બાજુ જ ફર્યા કરતી.આશુતોષની "જી હુજુરી"સાથે એની હા માં હા રાખ્યા કરતી.
         એ વાત આશુતોષને નવી લાગતી. અને એ વાત બંનેને વધુ નજીક લઈ જતી.
           આમને આમ ઘણા સમય ચાલ્યું.ફ્રી ટાઇમમાં આશુતોષ અને મોહિની બંને કોફીશોપ પણ જતા.ઓફીસ અને બહાર વધારે ને વધારે સાથે સમય વિતાવતા.
            એક દિવસ બન્યું  કે..સુહાની બજાર ગઈ હતી.ત્યાં રસ્તામાં કોફીશોપ પર આશુતોષને મોહિની સાથે જોઈ.સુહાનીના હૃદયમાં જાણે "મોટી તીવ્રતા વાળો ભૂકંપ આવ્યો હોય એમ એના અરમાન અને વિશ્વાસના કટકા થઈને વિખરાઈ ગયા.સુહાની સાવ ભાંગી ગઈ. તેનું શરીર નિર્જીવ જેવું શક્તિહીન થઈ ગયું.
         તેણે માંડ હિંમત ઝુટાવીને આશુતોષને કોલ કર્યો." તું ક્યા છે?"વળતો જવાબ આવ્યો કે" હું ઓફિસમાં કલાઈન્ટ સાથે મિટિંગમાં છું."
         આ સાંભળતાજ સુહાનીના પગ નીચેથી જમીન સરી ગઈ.તે વિચારોના વમળો સાથે માંડ માંડ ઘરે પહોંચી.સુહાનીનું શરીર વિચારોના વમળમા ને આશુતોષની ચિંતામાં સળગવા લાગ્યું.પણ કઈ કહી ન શકતી.બસ મનોમન"સુખનું સરનામું" ગોત્યાં કરતી.આશુતોષ  ઘરમાં કોઈ સાથે વાત ન કરતો. અને ફોનમાં વધારે વ્યસ્ત રહેતો. એનું કારણ સુહાની હવે બરાબર સમજી ગઈ હતી.
          એક દિવસ સુહાનીએ હિંમત જુટવીને પૂછીજ લીધું."તમે અહીં છો,પણ લાગતું નથી કે તમે અહીં જ છો"આ સાંભળીને આશુતોષ બોલ્યો, "તું વધારે વિચારે છે.તું જે વિચારે છે આવું કંઈજ નથી.હું મારા કામમાં વ્યસ્ત છું બસ.!"
         આ જવાબે સુહાનીને વધારે પ્રશ્નોની ખાઈમાં ઉતારી દીધી,  કઈ પણ ન કહેતા તે મૌન જ રહી.
         એક દિવસ સુહાની આશુતોષની ઓફિસે ટિફિન આપવા ગઈ.ત્યાં ફરી નવું દ્રશ્ય જોયું.આશુતોષ અને મોહિની બંને હસતાં વાતો કરતા જોયા.મોહિનીના નામ પ્રમાણેજ ગુણ હતા.તે આશુતોષને પોતાના મોહપાશામાં જકડી રાખતી.
          સુહાની  અચાનક ઓફિસ આવી. એટલે મોહિની અને આશુતોષ સ્તબ્ધ થઈ ગયા.પણ માહોલ સુધારવા માટે મોહિનીએ કહ્યું," આપ મેમ હશો ને? સર તમારા વિશે બહુ વાત કરતા હોય છે."આ શબ્દો સુહાનીના હૃદયમાં તીરની જેમ સોંસરવા ઉતરી  ગયા.
           સુહાની કઈ બોલી શકી નહીં. ને ટિફિન આપીને ભારે મને ઘર તરફ રવાના થઈ.પણ આશુતોષ આ દ્રશ્યથી ચોકી ગયો.એ પણ મૌન ધારણ કરી ઓફિસથી ઘરે આવ્યો.
            અને ઘર પહોચ્યા પછી થોડો સમય આશુતોષ અને સુહાની એકમેક સામે જોઈ રહ્યા. બંને મૌન હતા. પણ એના મન એક બીજાને સવાલોના જવાબો આપતા હોય એવો ગમગીન માહોલ સર્જાય ગયો.
         અંતે સુહાનીએ મૌન તોડ્યું ,"પેલી ,મોહિની કોણ છે?"
        આશુતોષે કહ્યું,"એ ઓફિસની સહકર્મી છે."    
        સુહાનીએ કહ્યું "બસ એટલુજ"? આ સવાલનો જવાબ આશુતોષ પાસે નહતો.આ સવાલે આશુતોષને વિચારમાં નાખી દીધો.
          એ આખી રાત આશુતોષ ઊંધી શક્યો નહીં.તેના મનમાં સતત આત્મમંથનનું ઘોડાપુર ચાલ્યું.તેણે લાગ્યું કે તેને ક્યારેય જાણતાં કોઈ દોષ કર્યો નથી.છતાં તે દોષી લાગતો હતો.તેને પોતાની ભૂલ સમજાય ગઈ . પોતાની વ્યક્તિની લાગણીઓ સાથે રમવું પણ એક પ્રકારનું પાપ અને ભૂલ છે. 
        બીજી તરફ સુહાની પણ વિચારોના વમળમાં ચડી ગઈ.શું પતિ પત્નીનો સબંધ આટલો નબળો હશે...?
         બીજે દિવસે આશુતોષ ઓફિસ ગયો અને મોહિનીને બોલાવીને કહ્યું,"મોહિની...!આપણે એક મર્યાદા ઓળંગી રહ્યા હતા."
       આ સાંભળતાજ મોહિનીબોલી "હું જાણતી હતી.તમે કોઈ સ્ત્રીના સુહાગ છો..!.હું કોઈનું સ્થાન હું ન લઈ શકું."મોહિનીએ પોતાનો પગ પાછળ લઈ લીધો.
          પછી આશુતોષે પણ હળવાશ અનુભવી.અને ઘરે ગયો અને મોહિનીના મોહપાશાથી છૂટી,સુહાનીને પોતાની બાહુપાશમાં જકડીને કહ્યું,"સુહાની મેં તને ઘણું દુઃખ આપ્યું છે,તારા નિ:સ્વાર્થ પ્રેમ સાથે મેં ખિલવાડ કર્યોં હતો,મને માફ કરી દે..!.મેં તારો વિશ્વાસ તોડ્યો નથી, પણ વિશ્વાસની ઇમારતમાં આચકો જરૂર લાવ્યો હતો."
           સુહાની હળવા મને બોલી,"વિશ્વાસની ઇમારત તૂટે એ પહેલાં સત્ય સમજી ગયા એજ મારાં માટે મોટી વાત છે."
       બંનેએ લાંબા સમય સુધી પ્રેમભરી વાતો કરી. અને મન પરના અંધકારના વાદળો હટી ગયા. જાણે ઘણા વિયોગ બાદ મળ્યા હોય એવો ખુશીનો અહેસાસ થયો.હવે  આશુતોષ અને સુહાની પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા.!#

લેખકા :આરતી પરમાર (રૂપ)

(28)
વાર્તા: દરજીનું દાપુ 
 
ગામનું નામ હતું મોરવાડ.
નકશામાં નાનું, પણ સંબંધોમાં મોટું.
મોરવાડના પાદર પાસે એક પીપળો હતો.
પીપળાની નીચે ચબુતરો,
ચબુતરા પાસે એક કાચી–પાકી દુકાન
અને દુકાનમાં એક જ ઓળખ...રામુ દરજી.
રામુ દરજીની દુકાન કોઈ મોટી નહોતી.
છત ટપકતી, ઝાંઝરિયું ખખડતું,
મશીન એવું જૂનું કે
એ ચાલે ત્યારે જાણે આખું ગામ શ્વાસ લેતું હોય.
પણ રામુ દરજીની એક વાત હતી...
એ સિલાઈ કરતાં પહેલાં માણસને જોઈ લેતો..પારખી લેતો.
ગામમાં કહેવત હતી....
"રામુ પાસે કપડાં સીવડાવશો તો
માપ  માણસાઈનું લેશે,
પણ સીવણ જીવની કરશે."
      એક સવારની વાત છે.આકાશ થોડું વાદળછાયું,ખેતરમાંથી લોકો પાછા ફરતા.
રામુ દુકાન ખોલતો હતો.એટલામાં ભીખલો આવ્યો...ભીખલો મોરવાડનો જ.
મજૂરી કરીને જીવતો.
હાથમાં ફાટેલું પેન્ટ લઈ દોડતો આવ્યો ને રામુના હાથમાં મૂક્યું.ઘૂંટણ પાસે તો જાણે યુદ્ધ થયું હોય એવા ભાલા વાગી ને જાણે પેન્ટના તો ચીંથરા કરી નાખેલા.. અને ઉત્સાહ ભેર બોલ્યો..
"રામુ ભાઈ,""કાલે ઠેકેદાર પાસે કામે જવું છે…બે ટાંકા નાખી દે ને ભઈલા"રામુએ પેન્ટ હાથમાં લીધું.હાથ ફેરવ્યો.
પછી ભીખલાને જોઈને કહ્યું...."પેન્ટ તો સીવાઈ જશે,પણ તું બહુ થાકી ગયો લાગે છે."ભીખલો હસ્યો."થાક તો રોજનો છે."ભાઈ.
રામુએ મશીન ચલાવ્યું.
ચકચક… ચકચક…
સિલાઈના અવાજ સાથે
ગામની સવાર ધબકવા લાગી.
સિલાઈ પૂરી થઈ.ભીખલાએ ખીસું ખંખેર્યું.પરસેવાથી ભીનું ખીસું.
થોડા સિક્કા, એક વળેલી નોટ.બહાર કાઢી ને દબાતા અવાજે બોલ્યો.
"દાપુ એટલું જ છે."
રામુએ પૈસા જોયા પણ લીધા નહીં. અને શાંતિથી બોલ્યા." અરે...ભીખલા,"આ દાપુ તું રાખ.કાલે તું કામે જઈશ,
એ મારી કમાણી."છે.ભીખલો જાણે જમીનમાં ગાડાઈ ગયો.ને ગળગળા અવાજે બોલ્યો."રામુ…
આજકાલ કોઈ મફતમાં કશું આપતું નથી."
રામુ હસ્યો.
"આ મફત નથી રે.
તારો આશીર્વાદ મારી સાથે છે." તું નોકરીએ લાગીજા પછી દાપાની વાત...જા અત્યારે તારું પતાવ...
ભીખલાની આંખો ભરાઈ ગઈ.
એણે બંને હાથ જોડ્યા.
"ભગવાન તારા ઘરમાં
ક્યારેય ભૂખ ન આવે એવું રાખે."
રામુએ એને ઊભો કર્યો.
"જા હવે,સાંજ સુધી ઘુમજે."
બપોર પછી...
     મોરવાડમાં રામુ દરજી ની સામેજ એક અજાણી ગાડી આવી.
ધૂળ ઉડાડતી ઉડાડતી સીધી પાદર પાસે ઊભી રહી. ગામવાળા ચોરે ઊભા રહી ગયા.અને જોતાજ રહ્યા કે આ વળી કોણ આવ્યું. ત્યાંતો કારમાંથી ઉતર્યા...શહેરના શાહુકાર મલકાણ સાહેબ.સફેદ કપડાં,સોનાની ઘડિયાળ,હાથમા વીટી,ગળામાં ચેન.અને બોલવામાં એવી તીખાશ કે જાણે ગામ એનું જ હોય.અને રુઆબથી બોલ્યા કે."ગામમાં છે કોઈ દરજી?"કોઈએ કહ્યું. હા છે તો ખરા..તમે ઊભા છો ત્યાજ પાછળજ રામુ દરજીની દુકાન છે.મલકાણ સાહેબ દુકાનમાં ઘૂસ્યા.
"મારે કોટ સીવડાવવો છે,મોટા શહેરમાં જવું છે."પૈસા જેટલા લેવાના હોય એટલા લે." પણ મારો કોટ હાલઘડી સીવી દે...બીજાના કામ મૂક તડકે. પેલા મારું કામ કર..હુકાઈ આયા ઊભો રેવા આવ્યો નથી.મારે ઘણા કામ છે..પછી રામુએ માપપટ્ટી લીધી.શાંતિથી માપ લીધુ.અને કહ્યું"સાહેબ,""અહીં કામ પહેલાં માણસ જોવાય છે."
મલકાણ સાહેબ રામ ભાઈ ની મજાક કરતા હોય એમ હસ્યા.માટે તારી આવી વેવલી વાત સાંભળવાનો ટાઈમ નથી.
"લે,"આ રૂપિયા પકડ..એમ કહીને 
ખીસામાંથી નોટ કાઢીને મશીન પર ફેંકી, અને રુઆબથી બોલ્યા....
"આ લે તારું દાપુ."
રામુએ નોટ ઉઠાવી,થોડી ધૂળ ફૂકી..
અને પાછી શેઠના હાથમાં મૂકી દીધી.અને રામુ બોલ્યો, "સાહેબ...ગામમાં કામના પૈસા ચાલે છે.પણ ઘમંડ નહીં."હું સિલાઇના બદલમાં પૈસા લવ છું...કોઈની મહેરબાની નહીં.મલકાણ સાહેબ ગુસ્સે થઈને બોલ્યા.
"તું જાણે છે હું કોણ છું?"
રામુએ નજર ઊંચી કરી નેજોયુ ને બોલ્યો.."મને એટલું જ ખબર છે,કે માણસ પોતે કોણ છે...એ વારંવાર પોતે કહેતો નથી." એજ સાચા માણસની ઓળખ છે.પણ તમે..? એટલું બોલી રામુ ચૂપ થઈ ગયો અને દુકાનમાં શાંતિ છવાઈ ગઈ.અને મલકાણ સાહેબ નોટ ઉઠાવી કારમાં બેસી ગયા...અને સાંજે ચોરે ચર્ચા થતી હતી.કે"રામુ દરજીએ  શેરવાળાને ઠીક કરી દીધો!" શેઠની શાન ઠેકાણે લાવી દીધી.. હવે  ક્યારેય ગામમાં આવી પોતાના રૂપિયાનો રુવાબ નઈ દેખાડે.
રામુ દરજી એ "પૈસા લીધા જ નહીં!"
રામુ દુકાન બંધ કરતાં બોલ્યો...
"ગરીબની મજૂરી ન લઉં...એ મારી માનવતા છે.
અને લોભીના પૈસા ન લઉં...એ મારો નિયમ છે.
પીપળાના પાંદડાં સરસરાયા.સાંજ પડી.મોરવાડ જાણતું હતું.આ દુકાનમાં દાપુ નથી ગણાતું 
અહીં માણસાઈ માપાય છે.અને આ દરજીની નાના માણસો પ્રત્યેની ઉદારતા....આખા ગામમાં ચર્ચાવા લાગી.

આરતી પરમાર (રૂપ)

(29)
માતૃભાષાનું મહત્વ 

     આપણા દેશમાં અને જીવનમાં ભાષા એટલે કે માતૃભાષા નું સ્થાન સર્વોચ્ચ સ્થાન છે. બાળક જન્મ લે છે, ત્યારે તેની આંખો દુનિયાને જોવાની શરૂઆત કરે છે. અને કાન માતૃભાષાના શ્લોક દ્વારા શરૂથીજ સંવેદનશીલ બને છે. માતાના હાલરડા અને વડીલોના આશીર્વાદ પણ માતૃભાષા નું મહત્વ ટપકતો અવિરત પ્રવાહ હોય છે. અને પિતાની સમજાવટ અને પરિવારના સંસ્કાર આ માતૃભાષાનું જ મહત્વ છે.
       માતૃભાષા માત્ર બોલવા કે લખવા પૂરતું નથી, એ તો માનવીના વ્યક્તિના વ્યક્તિત્વના ઘડતર નું મૂળ આધાર સ્તંભ માનવામાં આવે છે. માતૃભાષા વ્યક્તિના વિચાર ,ભાવના અભિવ્યક્તિ, લાગણી સાથે સીધું કનેક્શન ધરાવે છે. વ્યક્તિ જે ભાષામાં વિચાર કરે છે, એ ભાષા તેની સમજ વધુ સ્પષ્ટ અને મજબૂત બને છે. માતૃભાષા મન અને સમજ વચ્ચેનો સેતુ છે. બાળક જ્યારે એની કાલીઘેલી ભાષામાં માતૃભાષા શીખે છે, ત્યારે તેનું શીખવું ભાવનાત્મક સહેલું અને દીર્ધકાલીન બને છે.આપણું બાળક બોલવા ત્યારથી જ માતૃભાષામાં અવિરત અને ભાવદાયક સરળ લાગે છે.
      માતૃભાષા લાગણીઓની સૌથી પ્રેમાળ સચોટ અભિવ્યક્તિ ધરાવતી ભાષા છે. પ્રેમ દુઃખ, આનંદ, ક્રોધ, પીડા આ બધું માતૃભાષામાં વર્ણવો ખૂબ જ હૃદય સ્પર્શી લાગે છે. અને તેને વ્યક્ત કરવામાં પણ અવિરત ભાવ ટપકતો હોય છે. માતૃભાષા માનવીને માનવ ભાવનાત્મક અને સરળ હોવાથી સમાજમાં ગાઢતા જોડે છે. કોઈપણ રાષ્ટ્રની સંસ્કૃતિ પરંપરા પાસાનો વારસો હોય અને ઇતિહાસ તેમની ભાષા સાથે જોડાયેલો હોય છે. 
      લોકસાહિત્ય કાવ્યો ,વાર્તાઓ ,ગરબા કહેવતો ,સુવિચારો ,ભજનો અને ધાર્મિક ગ્રંથો ,ગીત માતૃભાષામાંથી વરસતો પ્રેમનો વારસો છે. આપણી માતૃભાષા જેવી રસપ્રદ અને સાહિત્યિક અને સામાજિક તથા વૈજ્ઞાનિક મોજ માણી શકાય શકતું નથી.માતૃભાષા શીખવા માટે કોઈ મહેનત કરવી પડતી નથી. બાળકના જન્મની સાથે જ "ગળથૂથી" માં માતૃભાષાના શબ્દો દ્વારા રસપાન કરાવાતું હોય છે. મનુષ્યના વિચાર કલ્પના અને સમજણની શરૂઆત માતૃભાષામાંથી થાય છે. સંશોધનોનું માનવું છે કે બાળક જો માતૃભાષામાં અભ્યાસ કરે તો તેને સમજ વધુ સારી અને આત્મવિશ્વાસી બનાવે છે. અને વિચાર શક્તિ વિકસે છે. એટલે જ તો કહેવાય છે, કે "માતૃભાષા" શિક્ષણની મજબૂત પાયાની ઈમારત છે.              
         "मातृभाषा सर्वभाषासु गरीयसी।"
બધી ભાષાઓમાં માતૃભાષા સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. એટલેતો માતૃભાષામાં લાગણીઓથી પ્રેમ ,દુઃખ, સુખ ,આનંદ, લાગણી આ બધું ભાવનાત્મક રીતે હૃદય સ્પર્શી રીતે વ્યક્ત થાય છે. અને તે અન્ય ભાષામાં વર્ણવી શકાતું નથી. આજના યુગમાં અંગ્રેજી કે અન્ય ભાષાઓનું જ્ઞાન જરૂરી છે. એ વાત નકારી શકાય નહીં, પરંતુ અન્ય ભાષાને માન આપી આપણી ભાષાને ભૂલી જવું જોઈએ નહીં.
   
"जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी।"
અર્થ:
માતા અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. આપણે માતૃભાષા આપણી ઓળખ છે. બહુભાષી બનવું એ ગૌરવની વાત છે, પરંતુ માતૃભાષા વિના જ્ઞાન અધૂરું છે. માતૃભાષાનો વિકાસ અને સંરક્ષણ કરવું એ દરેક નાગરિકની આગવી ફરજ છે. રોજિંદા જીવનમાં માતૃભાષા નું વધુમાં વધુ ચિંતન કરવું જોઈએ.બાળકોને માતૃભાષામાં વાતચીત કરવા માટે પ્રોત્સાહન આપવું ,સામાજિક સાહિત્ય વાંચવું, લખવું અને આ બધી પ્રક્રિયા આપણે માત્ર ભાષા જીવંત રાખવા માટેના અમૂલ્ય અવસરો છે. 
      સરકાર ,શિક્ષણ ,સંસ્થાઓ અને સમાજ સૌએ મળીને માતૃભાષાના સંવર્ધન માટે પ્રયત્ન કરવો ખૂબ જ જરૂરી છે. 
"नास्ति मातृसमं त्राणं, नास्ति मातृसमा प्रिया।
नास्ति मातृसमं ज्ञानं, नास्ति मातृसमा भाषा॥"
અર્થ:
માતા જેવી રક્ષા કોઈ નથી,
માતા જેવી પ્રિય કોઈ નથી,
માતૃભાષા જેટલું જ્ઞાન આપનાર કંઈ નથી.
રાજા પોતાના દેશમાં પૂજાય છે પણ વિદ્વાન સર્વત્રમાં પૂજાય છે. અને વિદ્યા માતૃભાષા દ્વારા  હૃદયમાં વસે છે. માનવ જીવનમાં જે પ્રથમ અવાજ હૃદય સુધી પહોંચે છે, એ શબ્દોમાં લાગણી વહે છે, અને ભાષા દ્વારા સંસ્કારના બીજો રોપાય છે. માતૃભાષામાં વિચારો કરવાથી, અભ્યાસ કરવાથી બુદ્ધિ સાથે નહીં ઉલટાનું વિચારને પાંખો મળે છે. બીજી ભાષા નું જ્ઞાન મગજ સુધી સીમિત છે. અને આપણી ભાષાનું જ્ઞાન હૃદયમાં વાસ કરે છે. માતૃભાષા આપણી "સગી મા" સમાન છે. અને અન્ય ભાષા "સાવકી મા" જેવું કામ કરે છે. માટે "મા"તે "મા" હોય છે ,જે આપણી માતૃભાષા છે.
  
 આરતી પરમાર (રૂપ)

(30)
બાવચંદનું બળદગાડું

      શહેરની સવાર હંમેશા ઝડપથી જાગે છે. ફોનના અવાજ, દૂરથી ઘડિયાળ અને ચમકતી નવી રીક્ષાઓ વચ્ચે  કંઈક અલગ જેવું પણ હોય છે. જે નજરે ન ચડે પણ અનુભવાય ખરો. ખડખડતો, ધીમો અવાજ,  અડગ જે કોઇ દિવસ સ્તંભયા વગરનો અને કોઈ દિવસ એવુ જતાવ્યા વગર કે હું પણ કોઈને કામ આવી શકું... એવી વૃદ્ધ વયની નિર્ભય અવાજ હતો... બાવચંદભાઈની  રીક્ષાનો રંગ ઊડી ગયેલો ,લોખંડ પર સંયમ,સમયના નિશાન સ્પષ્ટ દેખાતા હતા. બેઠકો થાકેલી લાગતી હતી. જાણે એક જીવનનો ભાર સહન કર્યો હોય એવો અનુભવી...લોકો એને જોઈને કહેતા હજી આ ચલાવો છો ? આ શબ્દો બાવચંદને હૈયે ક્યારેક નિરાશ ને ક્યારેક સુકુનની તાજગી અનુભવતી..અને બાવચંદને  લોકો પૂછતા ત્યારે ગર્વથી કહેતા કે આતો મારું બળદ ગાડું છે...બળદ ગાડું...           
         બાવચંદ માટે એ રિક્ષા..એક વાહન નહોતી એતો એની સ્મૃતિ હતી, સહારો હતી, જેમ ગામડામાં બળદ ગાડું ધીમે ધીમે ચાલે પણ બેસનારને પોતાની મંજિલ સુધી પહોંચવાની જવાબદારી સમજે, એમ આ રીક્ષા પણ શહેરની ગલીઓમાં પોતાનો ધર્મ નિભાવતી હતી. જ્યારે વરસાદનો સમય હોય ત્યારે સારી સારી રિક્ષાઓ સારા સારા વાહનો જ્યારે ના પાડી દેતા ત્યારે આ બાવચંદભાઈનું બળદ ગાડું જ કામ આવતું.  
        સ્કુલમાં બાળકોને લેવા,મૂકવા જવા માટે,કે શાકભાજી લેવા માટે હોય કે આ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે બાવચંદભાઈની રિક્ષા જ ચાલતી..
      સમયના પ્રવાહમાં શહેર બદલાઈ ગયું. નવીનતા ઝડપી બની ગઈ અને ઝડપ પ્રતિષ્ઠા... આવી દુનિયામાં ખખડતી રીક્ષા ઉપહાસ બની ગઈ હતી. છતાં 
બાવચંદભાઈના વિશ્વાસમાં ક્યારેય જંગ ન લાગી... એને ખબર હતીકે...દેખાવ નહીં કામ બોલે છે. દરરોજ સવારે શાળાની બેગ સાથે બેઠેલા બાળકો અને સાંજે દિવસ પરની મજૂરી પછી થાકેલા પગ, બંનેના આ રીક્ષાએ સમાન રીતે વહન કરાવ્યું હતું, એની ચાલમાં ઉતાવળ નહોતી પણ સલામતી હતી. એ અવાજ કરતી પરંતુ ફરિયાદ કરતી નહોતી. 
         એક સાંજ અચાનક વરસાદ વરસી પડ્યો રસ્તાઓ પર પાણી અને મનમાં ભય નવી રીક્ષાઓ થંભી ગઈ.
        બાવચંદભાઈ  બહાર ઊભા રહ્યા.. રીક્ષા ભીંજાયેલી હતી, શાંત હતી. એક ક્ષણે બાવચંદભાઈ એ શહેર તરફ નજર કરી જોયું ત્યાં પણ નવી ગાડીઓ દોડતી હતી. ઝડપથી અવાજ કર્યા વગર...પણ એને સમજાયું કે ઝડપ બધાને આગળ લઈ જાય છે. પરંતુ જવાબદારી કોઈક જ ઉઠાવે છે. બાવચંદ પોતાની રીક્ષાના હેન્ડલ પર હાથ ફેરવ્યો અને હેન્ડલ હવે લોખંડનો નહોતો લાગતો એ તો સમયથી ઘસાયેલો વિશ્વાસ હતો. શહેર કદાચ કાલે આ રીક્ષા ને ઓળખશે નહીં. કદાચ કોઈ દિવસે એ રસ્તા પર પણ ન દેખાય... પરંતુ એ દિવસો મુશ્કેલ હતા. જે રાત્રીઓ અંધકારમય હતી. એ બધામાં અડીખમ રીક્ષા ચૂપચાપ પોતાની ફરજ નિભાવતી રહી હતી.દરરોજ સવારે શાળાની બેગ સાથે બેઠેલા બાળકો અને સાંજે દિવસભરની મજૂરી પછી થાકેલા પગ બંને ને આ રીક્ષાએ સમાન રીતે વહન કરાવ્યું હતું એની ચાલમાં ઉતાવળ ન હતી, પણ સલામતી હતી.
એ અવાજ કરતી પરંતુ ફરિયાદ કરતી ન હતી. 
        એક દિવસની વહમી સાંજે રમણભાઈને (જે રિક્ષા સ્ટેશનની સામે રહેતા હતા )ત્યારે અચાનક પોતાની પત્નીને પ્રસવ પીડા થતા હોસ્પિટલ જવાનું થયું. પણ...જેમ એક બહેન પોતાના ભાઈના વરઘોડામાં નાચવા માટે તત્પર હોય એમ ઘટાટોપ વાદળ ચડ્યા ને વરુણરાજા કોપાયમાન થયા હોય એમ બારેમેઘ ખાંગા થયા.અને રસ્તા સુનસાન બન્યા,વાહનોની અવર જવર માં વરસાદી પાણી વિક્ષેપ કરવા લાગ્યું. કોઈ રીક્ષા કે ગાડી આગળ વધવાનું કે... કોઈને મદદ કરવાનું સાહસ પણ ન કરી શક્યા.     
        સામે ખૂણામાં વૃદ્ધના ખાટલાની જેમ બાવચંદ ભાઈ નું ગાડું મદદ માટે તત્પર હોય એમ બાવચંદ ભાઈ નિર્ભયતાથી બોલ્યા..ગભરાશો નહીં બેસાડો આમાં..પણ રમણભાઈ રિક્ષાની હાલત જોઈ રહ્યા. મનમાં વિચારવા લાગ્યા કે જે રિક્ષાને મેં રોજ મજાક બનાવી હતી એજ આજે મને કામ લાગી... પણ કોઈ બીજો ઉપાય તો હતો નહીં...એટલે તેને પોતાની પત્નીને રિક્ષામાં બેસાડી.અને એજ ખખડતી રિક્ષા વરસાદમાં આગળ વધતી રહી.દરેક ખાડો જાણે પરીક્ષા લેતો હોય એમ બાવચંદ હળવેકથી  કહ્યું ચાલ બળદ આજે સમય તારો છે.જાણે બાવચંદની આજ્ઞાનું પાલન કરતી હોય એમ રિક્ષા અટક્યા વગર હોસ્પિટલ પહોંચી ગઈ. હોસ્પિટલના દરવાજે પહોંચતા જ વરસાદ શાંત થયો અને અંદર...રમણભાઈના  આંગણામાં તુલસીનો ક્યારો આવ્યો..દીકરી આવી છે એવો અવાજ સાંભળ્યો ને રમણભાઈની આંખમાં ખુશીના આંસુ આવ્યા.રમણભાઈ એતો સુરતની પ્રખ્યાત ઘારી મગાવીને આખા દવાખાનામાં વહેંચી.. 
      બાવચંદ ભાઈ બહાર ઊભા જોતા હતા કે વરસાદ બંધ થતા..વાહનો પોતાની રફતાર પકડી રહ્યા હતા.પણ બાવચંદ ભાઈ પોતાનું ગાડું પાછું એક વડલાના નીચે ઊભું રાખી દીધું. અને વિચારવા લાગ્યા કે ઝડપથી મંજિલે વહેલા પહોંચાય પણ જવાબદારી  તો મારું આ "ગાડું જ" ઉઠાવવી શકે. રીક્ષાના હેન્ડલ પર હાથ ફેરવી ને કહ્યું આ ખાલી લોખંડનું હેન્ડલ નથી...એતો સમયની સાથે ઘસાયેલો પ્રેમ અને વિશ્વાસ હતો.આ હતું "બાવચંદનું બળદગાડું"
-આરતી પરમાર

(31)
શ્રી વિશ્વકર્મા પ્રાગટ્ય દિવસ - 2026

ભારતીય ધાર્મિક–સાંસ્કૃતિક પરંપરામાં વિશ્વકર્મા ભગવાનને માત્ર એક દેવતા તરીકે નહિ, પરંતુ સર્જન, શિલ્પ, સ્થાપત્ય અને ઇજનેરી બુદ્ધિના આદિ સ્વરૂપ તરીકે માનવામાં આવ્યા છે. જેમ બ્રહ્મા સૃષ્ટિ સર્જે છે, તેમ ભગવાન વિશ્વકર્મા તેને રૂપ, માપ,રંગથી, કંડારી અને પૂર્ણ સુવિધા સાથે વ્યવસ્થા આપે છે. આ કારણે ભગવાન વિશ્વકર્માને "દેવોના શિલ્પી" કહેવાય છે.

*ભગવાન વિશ્વકર્મા : પુરાણોમાં ઓળખ*
વિષ્ણુ પુરાણ (અંશ 1, અધ્યાય 15) અનુસાર વિશ્વકર્મા પ્રજાપતિના પુત્ર છે અને દેવોમાં શિલ્પવિદ્યાના પ્રમુખ છે.
"विश्वकर्मा प्रजापतेः पुत्रः,देवशिल्पिनां प्रधानः।"
(ભાવાર્થ - વિશ્વકર્મા પ્રજાપતિના પુત્ર અને દેવોના શ્રેષ્ઠ શિલ્પી છે.)
આ ઉલ્લેખ ભગવાન વિશ્વકર્માની દેવતાઓમાં માન્યતા અને સ્થાન સ્પષ્ટ કરે છે.
તેમનું પ્રાગટ્ય ક્યારે અને કેવી રીતે?
મત્સ્ય પુરાણ (અધ્યાય 250) માં ભગવાન વિશ્વકર્માના પ્રાગટ્ય વિષે ઉલ્લેખ મળે છે.
"सृष्टेः प्रारम्भकाले तु विश्वकर्मा स्वयंभुवः।"
(ભાવાર્થ - સૃષ્ટિના આરંભકાળે વિશ્વકર્મા સ્વયંભૂ રૂપે પ્રગટ થયા.) 
આનો ભાવ એ છે કે વિશ્વકર્મા દાદા કોઈ સામાન્ય જન્મથી નહિ, પરંતુ સર્જનશક્તિના પ્રાકટ્ય સ્વરૂપ છે.
વાયુ પુરાણ (પૂર્વભાગ, અધ્યાય 8) માં વધુ સ્પષ્ટતા મળે છે.
"ब्रह्मणो मानसः पुत्रः विश्वकर्मा इति स्मृतः।"
અહીં વિશ્વકર્મા દાદા ને બ્રહ્માના માનસ પુત્ર તરીકે ઓળખવામાં આવ્યા છે, એટલે કે તેઓ વિચારશક્તિ અને રચનાત્મક બુદ્ધિના દૈવી પ્રતીક છે. ભવિષ્ય પુરાણ (બ્રહ્મ પર્વ) અનુસાર
"भाद्रपदामावास्यायां विश्वकर्मा प्रपूज्यते।"
(ભાવાર્થ - ભાદરવા માસની અમાવાસ્યા વિશ્વકર્મા પૂજાનો વિશેષ દિવસ છે.) 
આ દિવસે કારખાના, યંત્રો, સાધનો અને શસ્ત્રોની પૂજા કરવાની પરંપરા શાસ્ત્રીય આધાર ધરાવે છે.
*ભગવાન વિશ્વકર્માના સર્જનો : પુરાણસાક્ષ્ય*
સુવર્ણ લંકા - 
વાલ્મિકી રામાયણ – સુંદરકાંડ (સર્ગ 8)
"विश्वकर्मकृतां लङ्कां स्वर्णप्राकारशोभिताम्।"
(ભાવાર્થ - લંકા વિશ્વકર્મા દ્વારા રચાયેલ અને સુવર્ણપ્રાકારોથી શોભિત હતી.) 

દેવસભા અને નગરો - 
મહાભારત – સભા પર્વ (અધ્યાય 38)
"विश्वकर्मा तदा दिव्यं सभाभवनमकरोत्।"
(ભાવાર્થ - વિશ્વકર્માએ દેવતાઓ માટે દિવ્ય સભાભવન રચ્યું.) 

દ્વારિકાપુરી - 
ભાગવત પુરાણ – સ્કંધ 10, અધ્યાય 50
"द्वारकां विश्वकर्मा देवो निर्मितवान् स्वयम्।"
(ભાવાર્થ - દ્વારકા નગરી વિશ્વકર્મા દ્વારા નિર્મિત હોવાનું સ્પષ્ટ થાય છે.) 

દેવોના શસ્ત્રો - 
વિષ્ણુ પુરાણ (અંશ 1, અધ્યાય 22) મુજબ
"विश्वकर्मा सुराणां तु आयुधानि चकार ह।"
(ભાવાર્થ - વિશ્વકર્માએ દેવતાઓના શસ્ત્રો બનાવ્યા જેવાકે ,ઇન્દ્રનું વજ્ર, વિષ્ણુનું સુદર્શન ચક્ર અને શિવનો ત્રિશૂલ આમાં મુખ્ય છે.) 

*વિશ્વકર્માના પુત્રો*
અગ્નિ પુરાણ (અધ્યાય 42) માં ઉલ્લેખ છે,
"मनुर्मयस्त्वष्टा शिल्पी देवज्ञश्चेति पंचमे।"
વિશ્વકર્માના પાંચ પુત્રો જેમ કે...
મનુ, મય, ત્વષ્ટા, શિલ્પી અને દેવજ્ઞ આ દાદાના પુત્રો માનવામાં આવ્યા છે. પાંચ શિલ્પ વિદ્યાઓના પ્રતિક ગણાય છે.

*મંત્રાત્મક સ્મરણ*
ॐ विश्वकर्मणे नमः ।

*સ્તુતિભાવ*
विश्वकर्मा महादेवः  
सर्वसृष्टि विधायकः।  
शिल्पविद्या प्रदाता च  
तस्मै नित्यं नमो नमः॥

વિશ્વકર્મા પ્રાગટ્ય દિવસ માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ માનવની સર્જનાત્મકતા, કૌશલ્ય અને પરિશ્રમનો સંમાનોત્સવ છે. પુરાણોમાં આપેલ સંદર્ભો સ્પષ્ટ કરે છે કે ભારતીય સંસ્કૃતિએ ક્યારેય કર્મ અને કળાને હીન માન્યા નથી, પરંતુ તેને દેવત્વ સુધી ઊંચું સ્થાન આપ્યું છે.

સંદર્ભ ગ્રંથો માં પુરાવા છે જેમ કે વિષ્ણુ પુરાણ, વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ, અગ્નિ પુરાણ, ભવિષ્ય પુરાણ, વાલ્મિક, રામાયણ, મહાભારત અને શ્રીમદ્ ભગવદ્ પુરાણ આ બધામાં  વિશ્વકર્મા દાદા નું વર્ણન ખૂબ સરસ રીતે વર્ણવામાં આવ્યું છે.

આરતી પરમાર (રૂપ)
શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ

(32)
કાષ્ઠ કલા : પ્રાચીન થી આધુનિક સુધીની સુંદર યાત્રા

    કાષ્ઠ કલા એટલે લાકડામાં પ્રાણ ફૂંકવાની કળા, ભારતીય સંસ્કૃતિમાં લાકડું પ્રાકૃતિક પદાર્થ નથી, પરંતુ જીવન કલા અને આધ્યાત્મિકતાનો અખંડ ભાગ છે. માનવ જીવનની શરૂઆતથી જ લાકડું આશ્રમ, સાધન શસ્ત્ર અને શણગાર તરીકે ઉપયોગમાં આવ્યું છે. સમય સાથે લાકડું માનવની સર્જનાત્મકતા નું માધ્યમ બન્યું છે. કાષ્ઠ કલા રૂપે વિકસ્યું છે. આજે હવન અને યજ્ઞ જેવી પવિત્ર વિધિઓમાં વપરાતા લાકડાઓ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ પ્રાપ્ત કર્યું છે. આ નિબંધમાં કાષ્ઠ કલા ની પ્રાચીન થી આધુનિક યાત્રા તથા હવનમાં વપરાતા લાકડાના મહત્વના વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો છે.
 **પ્રાચીન કાળની કાષ્ઠ કલા:* *વૈદિક યુગમાં લાકડાનો ઉપયોગ યજ્ઞ વિધિ સંવિધાન આશ્રમોના કુટીર,રથો અને યજ્ઞ સામગ્રી માટે થતો. ઋગ્વેદ અને યજુર્વેદમાં સમિધ પુગ અને દંડનો ઉલ્લેખ મળે છે. તે સમયે કારીગરોને તક્ષ અથવા  તક્ષણ  કહેવામાં આવતા કાષ્ટકળા સાથે ધાર્મિક શુદ્ધતા અને વિધિની પવિત્રતા જોડાયેલી હતી. પુરાણીક અને મહાકાવ્ય યુગ એટલે કે રામાયણ અને મહાભારતના અનેક ઉદાહરણો મળે છે, કે રથો ,ધનુષ્ય રાજ સિંહાસન, મંડપ અને આશ્રમોના લાકડાના માળાઓનો ભવ્ય રચનાઓથી સજ્જ હતી. વિશ્વકર્મા દેવે શિલ્પીના દેવ તરીકે માનવામાં આવ્યા છે, તે કાષ્ઠ કલા ને દિવ્ય મહત્વ આપ્યું છે. પોતાના હસ્તે કંડારેલા દેવોના અદભુત મહેલો,શસ્ત્રો,સાધનો બધું જ વિશ્વકર્મા દાદા એજ અર્પણ કર્યું છે.  
 **પ્રાચીન મંદિરે સ્થાપત્ય માં કાષ્ઠ કળા*: આજકાલ જે મંદિરો પથ્થરોના જોવા મળે છે, તેના મૂળ સ્વરૂપો માં લાકડાનો ઉપયોગ વ્યાપક હતો.ખાસ કરીને છત, દરવાજા ,મંડપ થાંભલા અને તોરણો  લાકડા માંથી બનાવાતા. ઓડિશા, કેરળ ગુજરાત અને હિમાલય વિસ્તારમાં લાકડાના મંદિરની  શૈલી હતી. કોતરણી માં દેવી દેવતાઓ યક્ષ, ગંધર્વ આ પ્રકૃતિના તત્વો અને લોકજીવન દર્શાવવામાં આવતું. 
 *રાજાશાહી અને લાકડાની વૈભવતા*: પ્રાચીન રાજમહેલમાં લાકડાનું કામ વૈભવ અને સત્તાનું પ્રતિક હતું. સિંહાસન રાસ દરબાર મંચ શયનખંડના થાંભલા, ખંભા ઝરોખા અને નકશી, કામની ઉત્તમ સાક્ષી છે. લાકડા પર સોનાની સજાવટ, રંગકામ અને ચિત્રકલા પણ થતું.
 *સામાજિક અને દૈનિક જીવનના કાષ્ઠ કલા*:  ગ્રામ્ય જીવનમાં લાકડાના રથ, હળ ચાકડી ,ફર્નિચર ,વાસણો અને રમકડા બનાવતા. બાળ રમકડા અને સંગીત વાધ્યો, વીણા ,મૃદગના ભાગો લાકડા માંથી બનતા આમ  કાષ્ઠ કળાની કલાકારી અને ઉપયોગ જીવનના દરેક ક્ષેત્રમાં વ્યાપક હતી.
 *અર્વાચીન યુગ અને પરંપરા સાથે પરિવર્તન*: સમય સાથે માનવ જીવનમાં પરિવર્તન આવ્યું. અર્વાચીન યુગમાં કાષ્ઠકલા એ ધાર્મિક ક્ષેત્રથી આગળ વધી ઘરગથ્થુ જીવનમાં સ્થાન મેળવ્યું હતું. લાકડાના પાટલા ,પલાસ ,પથારા ,પારણા પટારા,ફર્નિચર શણગારની વસ્તુઓ લોકપ્રિય બની હતી. કારીગરોએ પરંપરાગત ડિઝાઇન સાથે નવા આકારો અને ઉપયોગીતા માં જોડાયા ગામડામાં આ કળા સાથે નવા નવા આકારો અને ઉપયોગીતા જોડાયા ગામડામાં  રોજગારનું મહત્વપૂર્ણ સાધન બની ગયું છે. ખેડૂતોમાં ઓજારો અને ગાડાઓમાં પણ લાકડાનો ઉપયોગ થતો. આ યુગમાં કળા જીવંત રહી.. કારણ કે તે લોકજીવન સાથે જોડાયેલી છે.
 *આધુનિક યુગ ટેકનોલોજી અને નવી વિચારધારાઓ:* આધુનિક સમયમાં મશીનો અને ટેકનોલોજી નો પ્રવેશ થયો. સી એન સી મશીન નું, લેસર કટીંગ અને ડિઝાઇન સોફ્ટવેર માં ઉપયોગથી કાષ્ઠ કલામાં ચોકસાઈ અને ઝડપ આવી છે. લાકડું હવે એન્જિનિયર ,ઇન્ટિરિયર ડિઝાઇન આર્ટ ,પીસ ડેકોરેશન માટેના પોટ,દીવાલ ઘડિયાળ ,શોપીસ ,ગિફ્ટ તરીકે વિશ્વભરમાં ઓળખ પામ્યું છે. સાથે જ ઇકો ફ્રેન્ડલી વિચારધારાના કારણે રિસાયકલ વુડ અને વાંસ જેવી સામગ્રીનો ઉપયોગ વધ્યો છે. આમ પરંપરા અને આધુનિકતાનો સુંદરકાંડ અને નવી ઊંચાઈએ લઈ ગયો. 
 *હવનના વપરાતા લાકડાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ:* ભારતીય સંસ્કૃતિમાં હવન અને યજ્ઞનું વિશેષ સ્થાન છે. હવનમાં વપરાતા લાકડાને સમીધા કહેવામાં આવે છે. દરેક લાકડાનું પોતાનું વિશેષ ગુણધર્મ હોય છે. જેમકે પીપળા,સાગ ,આંબા,બેલ અર્જુન, ચંદન જેવા લાકડા યજ્ઞમાં પવિત્ર માનવામાં આવે છે. આ લાકડા સમયે જે ધુમ્ર ઉત્પન્ન થાય છે તે વાયુમંડળને શુદ્ધ કરે છે. અને આયુર્વેદ અનુસાર આ ધુમાડામાં જંતુનાશક અને આરોગ્યવર્ધક ગુણો હોય છે. ચંદનનું લાકડું  શાંત કરે છે. જ્યારે પીપળ અને પલાસના નકારાત્મક ઊર્જાને દૂર કરે છે, એમ માનવામાં આવે છે. 
 *હવનના વૈજ્ઞાનિક દ્રષ્ટિએ લાભ:* હવન યજ્ઞને આપણે સામાન્ય રીતે ધાર્મિક વિધિ તરીકે ઓળખીએ છીએ પરંતુ તેની પાછળ ઊંડુ વૈજ્ઞાનિક તર્ક અને પ્રકૃતિ સંગત વિચારધારા છુપાયેલી છે. પ્રાચીન કાળમાં ઋષિઓએ હવનને માત્ર પૂજા પદ્ધતિ તરીકે નહીં,પરંતુ પર્યાવરણ શુદ્ધિકરણ આરોગ્ય, વર્ધન અને માનસિક સંતુલન માટે રચેલી વૈજ્ઞાનિક પ્રક્રિયા તરીકે અપનાવી હતી. 
 *વાયુમંડળશુદ્ધ:* હવનમાં પીપળા, ચંદન તથા ઔષધીય લાકડા અને ઘી હવન સામગ્રી બળે છે. બળતા સમયે  ઉત્પન્ન થતો ધુમાડો હવનમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા અને વાયરસને નષ્ટ કરે છે. કાર્બન ડાયોક્સાઇડ દુર્ગંધ અને પ્રદૂષણ ઘટાડે છે. વનમાં વપરાતી સામગ્રીમાં ઔષધીય ગુણો હોય છે. ચંદન, ગુગળ,લોબાન ,લીમડો વગેરેના ધુમાડામાં જંતુ નાશક ગુણ હોય છે. આ ધુમાડો શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશી શ્વાસનળી અને ફેફસાને શુદ્ધ કરે છે. 
 *કાષ્ઠ કલા અને હવનનું પ્રકૃતિ સાથેનું માનવ બંધન:* કાષ્ઠ કળા માનવની સર્જનાત્મકતા દર્શાવે છે. જ્યારે હવનમાં વપરાતા લાકડામાંથી લાકડા માનવની પ્રકૃતિ અને પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરે છે. બંનેના લાકડું કેન્દ્ર સ્થાન છે. આવી લાકડું માત્ર સામગ્રી નહીં પરંતુ સંસ્કૃતિનું પ્રતીક બની જાય છે. 
હવન એક વૈજ્ઞાનિક તથા આધ્યાત્મિક પ્રક્રિયા છે તેમાં વપરાતા સાધનો માટે ખાસ પ્રકારના પવિત્ર ઔષધીય લાકડા વાપરવામાં આવે છે.જેથી અગ્નિ ધુમાડો અને ઊર્જા શુદ્ધ અને લાભદાયક બને છે. અલગ અલગ પ્રકારના લાકડા માંથી અલગ અલગ એનું વપરાશ અને ઉપયોગ આપણે વિસ્તારથી જાણીશું.
 **હવન કુંડ:* હવન કુંડમાં લાકડું પીપળો, વડ,શાલ માંથી બનાવવામાં આવે છે. 
 *મહત્વ:* ગરમી સહન કરવાની શક્તિ વધુ હોય છે અને લાંબા સમય સુધી ટકાઉ અને પવિત્ર માનવામાં આવે છે યજ્ઞની ઉર્જા ને કેન્દ્રિત રાખે છે.
 **સમિધ રાખવાની પેટી* :*સમિત રાખવાની પેટી આંબા સાગ અને બીલ ના લાકડા માંથી બનાવવામાં આવે છે. 
 *મહત્વ:* સંમીધાને શુદ્ધ અને સુકી રાખે છે જીવાણુઓથી રક્ષણ કરી પવિત્રતા જળવાય છે.
 *યમદંડી:* હવન માટે લાકડું બેસાડવાની ડંડી. જે પીપળો પલાસ અને બેલ માંથી બનાવવામાં આવે છે.
 *મહત્વ:* યમદંડની સિદ્ધિ અને મજબૂત રચના હોય છે. અગ્નિ કાર્ય માટે સુરક્ષિત અને ધાર્મિક રીતે પવિત્ર માનવામાં આવે છે.
 **સ્ત્રુવ સૂચા ** આહુતિ આપવા માટેની લાકડાની ચમચી તરીકે ઓળખાય છે. તે ચંદન, સાગ અને બેલના કાષ્ઠ માંથી બને છે.
 *મહત્વ:* ઘી અને હવન સામગ્રી માટે યોગ્ય માનવામાં આવે છે. સુગંધ અને શુદ્ધતા હોય છે. તેથી ધાતુની સરખામણીમાં ગરમી શોષે છે.
 *મૂસળ/ઉખળ:* હવનમાં સામગ્રી પીરસવા માટેનું સાધન તરીકે ઓળખાય છે.
 **મહત્વ:* મજબૂત અને ટકાવ હોવાથી કોઈપણ રાસાયણિક પ્રતિક્રિયા થતી નથી, અને તેથી સામગ્રીની શુદ્ધતા જળવાય છે. 
 *હવન આસન(હવનમાં બેસવાનો બાજોઠ)* તે સાગ,બેલ અને પીપળાના લાકડા માંથી બને છે.
 *મહત્વ:* ભૂમિમાંથી આવતી નકારાત્મક ઊર્જાથી રક્ષણ આપે છે અને શરીરમાં સ્થિરતા અને એકાગ્રતા વધારે છે અને પ્રકૃતિ સાથે સીધો સંપર્ક ધરાવે છે.
 *પૂજા માટેની ચોકી:* સાગ,પીપળો અને આંબાના લાકડા માંથી બને છે.
 *પોક્ષણી:*પોષણ એ લાકડાથી બનાવેલું ખાસ ચમચા પાત્ર જેવું સાધન છે. જેનો ઉપયોગ હવન દરમિયાન પવિત્ર જળ છાંટવા માટે  પોક્ષણીનો ઉપયોગ થાય છે. તે સમી પલાસ ,ખરાદ ,પીપળો આ લાકડા વૈદિક દ્રષ્ટિએ શુદ્ધ અને સાત્વિક માનવામાં આવે છે અને યજ્ઞ સામગ્રીના સાધનો બનાવવામાં ઉપયોગ થાય છે.
 *મહત્વ:* પાઠશાળા શુદ્ધ કરવા હવન અને હવન યજ્ઞ કુળની આસપાસ જળ છાંટવા સામગ્રી પર જળ પોક્ષણ કરવા અને દેવતાઓના આવાહન પહેલા અને અંતે પવિત્ર કરવા માટે થાય છે. યજ્ઞની પૂર્ણતા માટે પ્રક્ષણી અનિવાર્ય છે.
 **ચટવાલ સમ્યા:** ચટવાલ સમીધા  હવન યજ્ઞ તથા વૈદિક ક્રિયાઓમાં વપરાતું લાકડાનું સાધન છે. તેનો ઉપયોગ અગ્નિ કુંડમાં સમિધા હવન સામગ્રી અથવા લાકડાને સ્પર્શ કર્યા વિના ઉઠાવવા અને સરકાવવા કે ગોઠવવા માટે થાય છે. તે એની બનાવટ ચંદન ખાખરા પીપળો વડને સાગના લાકડા માંથી બનાવવામાં આવે છે. તો ગૃહ હવન લગ્ન વિધિ નવચંડી યજ્ઞ મહાયજ્ઞ ધાર્મિક અનુષ્ઠાનોમાં ઉપયોગ થાય છે.
 *મહત્વ:* અગ્નિદેવને પવિત્ર રીતે આહુતિ આપવા માટે ચટ્વાર શમ્યા સહાયક બને છે.હાથથી સીધો સ્પર્શ ન થાય તે માટે તેનો ઉપયોગ શાસ્ત્રિક માનવામાં આવે છે.
 **પરિપલ્લવ:* પરી પલ્લવ એક લાકડાની ચમચી જેવી કરચલી ચમચી હોય છે. જેમાં ઘી અથવા હવન સામગ્રી લઇ અગ્નિમાં અર્પણ કરવામાં આવે છે. તેનો ઉપયોગ યજ્ઞ અથવા હવન વખતે ઘી અગ્નિમાં ચડાવવામાં કામ લાગે છે. સુગંધિત દ્રવ્યો અથવા સમિધા યોગ્ય રીતે અર્પણ કરવામાં અને મંત્રોચ્ચાર સાથે આહુતિ આપવા માટે થાય છે.તે પીપળો ,બેલ ,સાગ અથવા અન્ય પવિત્ર લાકડા માંથી બને છે.
 *મહત્વ:* લાકડાનું સાધન હોવાથી તે પંચતત્વ સાથે જોડાયેલું માનવામાં આવે છે. લોખંડ કે ધાતુ ની જગ્યાએ લાકડું વાપરવાથી યજ્ઞની પવિત્રતા જળવાય છે વૈજ્ઞાનિક રીતે લાકડું તાપ ને સહન કરે છે. અને ઘી સાથે પ્રતિક્રિયા કરીને સુગંધિત વાયુઓ ઉત્પન્ન કરે છે.
 *ઋતુપાત્ર:* ઋતુપાત્ર હવન યજ્ઞ અને વૈદિક વિધિઓમાં વપરાતું એક ખાસ લાકડાનું પાત્ર છે. તેમાં ઘી હવન સામગ્રી અર્પણ કરવામાં આવે છે, તે પલાસ, સમી, ચંદન અથવા અન્ય પવિત્ર લાકડા માંથી બનાવવામાં આવે છે હવનમાં ઋતુપાત્રને પકડીને આહુતિ આપવા માટે અનુકૂળ આકાર ધરાવે છે.
 *મહત્વ:* ઋતુપાત્રથી આપવામાં આપેલી આહુતિ પ્રકૃતિના ચક્ર સાથે સંવાદ સ્થાપિત છે. એવું માનવામાં આવે છે, પંચમહાભૂત જેવું કે (પૃથ્વી જળ, અગ્નિ, વાયુ ,આકાશ) સાથે સંતુલન રાખે છે. યજ્ઞને શુદ્ધતા શાસ્ત્રીક અને અસરકારક બનાવે છે.
 *ઓવલી મંથ (ઉતરારણી):* ઓવલી મંથ અને ઉતરારની હવન યજ્ઞ દરમિયાન ઉપયોગમાં લેવાતા પરંપરાગત કાસ્ટ સાધન છે. આ સાધનો યજ્ઞ સંસ્કાર ને યોગ્ય રીતે ચલાવવા માટે મહત્વના માનવામાં આવે છે.
 **સોમગ્રહ:* સોમગ્રહ એ લાકડામાંથી બનેલું એક ખાસ સાધન છે,જેમાં હવન સામગ્રી અલગ અલગ ખાનામાં રાખવામાં આવે છે. યજ્ઞ કે હવન સમયે વિવિધ સામગ્રી વ્યક્તિગત રીતે રાખવામાં માટે અને યજ્ઞ ક્રિયા દરમિયાન સામગ્રીને અગ્નિમાં અર્પણ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. તે સમી, ખદીર, શમ્યા જેવા પવિત્ર લાકડા માંથી બનાવવામાં આવે છે.
 *મહત્વ:* "સોમ" સોમ શબ્દનો અર્થ દિવ્ય રસ અમૃત પવિત્ર તત્ત્વ થાય છે તે સમી, ખદીર ,પલાસ અથવા અન્ય પવિત્ર લાકડા માંથી બનાવવામાં આવે છે.
 *કદંભ પાત્રી:* કદંભ પાત્રી એ એક જ લાકડામાં જોડાયેલા અનેક નાના પાત્રો ધરાવતો સાધન છે. તેનો ઉપયોગ હવન વખતે વિવિધ પ્રકારની હવન સામગ્રી, ઘી ,સમીધા વગેરે મંત્રોચ્ચાર સાથે ક્રમબદ્ધ રીતે અગ્નિમાં આહુતિ આપવા માટેનો અને સમગ્ર બ્રહ્માંડના તત્વો નું પ્રતીક માનવામાં આવે છે.
 પ્રાચીન શાસ્ત્રો અનુસાર પીપળો, બેલ, વડ, પલાસ જેવા વૃક્ષોમાંથી દેવી તત્વ વસે છે. તેથી હવનમાં લાકડાનો ઉપયોગ કરવાની કરવાથી વધુ પવિત્ર અને અસરકારક બને છે. હવનમાં વપરાતા લાકડાના સાધનો માત્ર પરંપરાગત વસ્તુઓ નથી, પરંતુ વૈજ્ઞાનિક રીતે પસંદ કરાયેલા પ્રાકૃતિક સાધનો છે. તે શરીર, મન અને પર્યાવરણ આ ત્રણેય માટે લાભદાયક છે. આવીજ હજારો વર્ષોથી આ પરંપરા અવિરત ચાલી આવી છે. 
 
 આરતી પરમાર (રૂપ)
 શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ

(33)
મારા અસ્તિત્વની ઓળખાણ
 
       "હું કોણ છું" મારી ઓળખ શું છે. તે મને ઘણા સમય ઘણા વર્ષો વીતી ગયા પછી અનુભવ થયું. કે મારા હૃદયની સરખામણી એક બાગ સાથે થઈ શકે છે. એને બુદ્ધિપૂર્વક બનાવી શકાય તો તે એક ઉપવન બની શકે છે. એક કુશળ માળી પોતાની જમીનને કાળજી પૂર્વક તૈયાર કરે છે. તેમ મેં મારા અસ્તિત્વને લાગેલો કાટ ખંખેરીને એક મારા ભવિષ્યને ચમકાવવા માટે ની શરૂઆત કરી છે. અત્યાર સુધી મારી ઓળખ અધૂરી જ હતી. કેમ કે અસ્તિત્વ માત્ર ઓળખ નથી, માત્ર દેખાવ નથી. તે તો આત્માનો અનુભવ છે. મારું અસ્તિત્વ કોઈ કાગળ પર લખાયેલું નામ નથી કે નથી કોઈ હોદ્દો એ તો આત્માનો શ્વાસ છે. જે અજાણે ચાલે છે. ખૂબ સંવેદન છે. જે શબ્દ વિના અનુભવી શકાય છે. અસ્તિત્વ અને ઓળખાણ બંનેનો ભેદ સમાજ અને ઓળખાણ આપે છે. જીવનમાં બધી જ સમસ્યાઓ અને કટોકટી ભર્યું તો રહેવાનું જ છે. પરંતુ હવે મેં આ પરિસ્થિતિને હંમેશા માટે પાછળ છોડી દીધી છે. મારો સ્વભાવ પણ ઘણો ચીડિયો અને સંવેદનશીલ બની ગયો હતો. તેમાંથી મને બહાર લાવવામાં મારા પતિ તથા મારી દીકરીનો સિંહ ફાળો છે.હું એની મા છું છતાં પણ ક્યારેક એ મારી મા બને ને મને પ્રોત્સાહન આપે,સમજાવે,એ મારી મોટી મોટીવેશન છે.બાળપણમાં હું એક બાળક હતી. યુવાવસ્થામાં સ્વપ્નન દ્રષ્ટા અને સમાજમાં એક સ્થાન પરંતુ અસ્તિત્વએ બધાની ઉપર છે. મારું અસ્તિત્વ એ છે કે દુઃખમાં પણ તૂટતું નથી. અને સફળતામાં છલકતી નથી. એને નિષ્ફળતામાં પણ પોતાની ઓળખ ને જાળવી રાખી ફરી મારી પાંખને ઉડાન આપું છું.અસ્તિત્વની અનંત યાત્રા જ્યારે હું બહારની દુનિયામાં હારું છું, ત્યારે ભીતરની દુનિયા મને આશ્વાસન આપવા આવે છે. જ્યારે મૌન ઘેરાય છે ત્યારે અસ્તિત્વ બોલે છે. અસ્તિત્વ એ અવાજ છે જે ભીડમાં નથી સંભળાતો પણ એકાંતમાં હાજરી પૂરે છે. 
      જેમ નવો નિશાળીયો જ્યારે પહેલી વખત પુસ્તક પકડે ત્યારે પોતે એ પુસ્તકને કે પેન સરખા પકડતા પણ નથી આવડતું. પરંતુ તેમના કુશળ ઉપયોગથી અને પ્રયત્નને પુનરાવર્તન કરવાથી એક કુશળ શિક્ષક બની જાય છે. એવી જ રીતે મનુષ્ય એના વિચારોનો માલિક છે. તે જ તેના ચારિત્રનો સર્જક છે. "હું જ છું મારી સર્જક" અને "હું જ છું મારી ઓળખની સર્જનહાર. આ મારો અભિમાન નથી. પણ મારો વિશ્વાસ છે. જે વિચાર બીજને પોતાના મન હૃદયમાં  રોપીને  રોપ બનવાની આનુમતી આપે છે. તેમ તે પછી ત્યાં મૂળ પકડે છે. અને એ જ ઉગે છે. વહેલા કે મોડા આ વિચાર બીજમાંથી એક કર્મ ઉદભવ થાય છે. અને પછી તેના પરિણામ સ્વરૂપે સંજોગો અને અસ્તિત્વને પારંગતા વાર લાગતી નથી.અને એમ સફળતાનું મોટું વટવૃક્ષ બની જાય છે. એમજ મારા જીવનમાં મારી ઓળખાણની કુંપળો ફૂટી રહી છે.
       માનવ જીવનમાં ઓળખ કોઈ પદવી કે પ્રમાણપત્રથી કે કોઈ ઊંચી ડીગ્રીથી થતી નથી. સાચી ઓળખતો એજ ક્ષણે જન્મે છે જ્યારે માણસ પોતાની અંદર છુપાયેલી શક્તિને ઓળખી લે છે. મારી કહાની પણ એવી છે ઘણા વર્ષ આંકડો માત્ર ઘણા વર્ષનો આંકડો માત્ર સમયનો જ નહોતો એ માત્ર આંતરિક મૂળનો સમય હતો. આ મૌનમાં પણ મારું અસ્તિત્વ શ્વાસ લેતું હતું. ક્યારેક એક અધૂરા વાક્યમાં ,ક્યારેક એક અજાણ્યા વિચારમાં, ક્યારેક સુઈના ટાંકે અટવાયેલા સ્વપ્નમાં મને લાગતું હતું કે આ બધું સામાન્ય છે. જ્યારે માણસ પોતાની અંદર છુપાયેલી શક્તિને ઓળખી લેય છે. શબ્દથી વધુ અનુભવોથી, સફળતાથી વધુ સંઘર્ષથી અને દેખાવથી વધુ હું છું એ જ હું છું.આજ જ્યોત જ મારા સપનાને પ્રકાશ આપતું રહે છે.
     હું બહુ ભણેલી નથી. એવું નથી કે ભણવા ઇચ્છતી ન હતી. ઈચ્છા તો ઘણી જ હતી. પણ પરિસ્થિતિ સામે ઝુકવું પડ્યું. સપનાઓને સ્થગિત કરી જવાબદારીઓને જીવનનો ધર્મ બનાવી લીધો. પરંતુ ભગવાને એક એવી ભેટ આપી જે કોઈ પુસ્તકમાં કે લખાયેલી નથી. મારા લગ્ન થયા જીવનમાં ભગવાને અને મમ્મી પપ્પાના આશીર્વાદથી મારા પતિ રૂપે કે સજ્જન વ્યક્તિ મારા જીવનમાં આવ્યા. પતિનો સાથ સપોર્ટ જે મારા વિચારોને શબ્દ  આપ્યા. અને શબ્દોને અર્થ આપ્યો.અને હાથમાં કલમ, હાથમાં કલમ આવવાથી તો સર્જનનું સ્વરૂપ ધારણ કર્યું. લગ્ન જીવનમાં નવા સંબંધો ઉમેરાયા દીકરી આવી. મારી જાતનો વિતરણ વિસ્તરણ બની ઘર પરિવાર સમાજ આ બધામાં હું સંપૂર્ણ સમર્પણથી જીવતી હતી. પરંતુ આ સમર્પણમાં ક્યાંક હું મને પોતાને જ ભૂલ થઈ ગઈ ઘણા વર્ષ પછી આંકડો માત્ર 20 વર્ષના સમયનો ન હતો. માત્ર ભીતરના મૌનનો હતો. આ મૌનમાં પણ મારો અસ્તિત્વ શ્વાસ લેતો હતો.મારી દીકરીનો અતૂટ સાથ સહયોગથી મેં સાહિત્યની દુનિયામાં કલમના સથવારે પગતો મુક્યો પણ એ કલમમાં "સફળતાની સહી"પુરવા મારા જીવનમાં કેટલાક આદરણીય, પ્રમાણિક અને સંવેદનશીલ વ્યક્તિઓ આવ્યા. એમને મારા અંદર ઝાંખીયું કે હું જે વર્ષોથી અવગણતી આવતી હતી.તે તેમણે જોયું અને મારી આવડતને નામ આપ્યું. મારા શબ્દોને શ્વાસ આપ્યો. મારી ઉર્જાને દિશા આપી. અને ત્યાંથી શરૂ થયું મારું "નવસર્જન" નવા શબ્દો આવ્યા. હવે મારા શબ્દોમાં માત્ર લાગણી નહોતા.એ  લેખ બન્યા, વાર્તા બની અને નવા સાહિત્યમાં ઓળખાણ બન્યા.અનુભવોને સ્વરૂપ મળ્યું એ આત્મ પ્રકાશનો માર્ગ બન્યો અને મને સમજાયું કે હું માત્ર દીકરી, પત્ની કે માં નથી. માત્ર ગૃહિણી નહોતી. હું એક શબ્દોની સર્જક બની ગઈ હતી.મારા અસ્તિત્વને હવે વેગ મળ્યો હતો. મારો આત્મવિશ્વાસ હવે અટકતો ન હતો અને સૌથી અગત્યની વાત કે હું હવે પોતાની જાત સાથે ઓળખાણ થઈ હતી. એ સાચી ઓળખાણ બનાવવી સહેલી ન હતી. પણ સાચી હતી. અને એ જ મારા જીવનની સૌથી મોટી સિદ્ધિ છે. 
     માતા-પિતાના આશીર્વાદરૂપે મૌન અને પતિનો અડગ સહકાર મારા દરેક નાના-મોટા સંઘર્ષમાં મને સાથ આપ્યો ત્યારે એક એવી અદ્રશ્ય મુલાકાત થઈ કે માત્ર વ્યક્તિગતપુરી સંબંધ પુરતી નહોતી સીમિત ન હતી. અને તેની પ્રમાણિકતા મારા જીવનમાં નવી જાગૃતિ લાવી આ વ્યક્તિએ મારી પાસે કંઈ અપેક્ષા વગર જ નિસ્વાર્થ ભાવે મારી અંદર છુપાયેલી શક્તિને સમાજમાં  લાવવાનો અર્થ સમજાવ્યો. મારા જીવનમાં માતા-પિતા પતિ અને દીકરીએ તો જે ભાવનાત્મક સાથ આપ્યો જ હતો. તેને આ સાથે સમાજમાં આવવાની દિશા બતાવી. પરિવારની સુરક્ષામાં પોસાયેલી મારી ઉર્જા હવે સમાજ તરફ વળી મારા સર્જનને સમાજમાં પ્રકાશિત કરવાનો આત્મવિશ્વાસ મળ્યો. આ યાત્રામાં મેં સમજ્યું કે એક સ્ત્રીનું જીવન માત્ર ઘર અને જવાબદારીઓ પૂરતી નથી. જ્યારે તેને સાચો માર્ગદર્શક મળે ત્યારે તે સમાજમાં જ્યોત રૂપે પ્રકાશિત થાય છે.હવે હું જ્યારે જ્યારે હું પાછળ વિતાવેલા જીવનના દર્શન કરું ત્યારે મને મારી દીકરીની નિર્દોષતા અને મારા પતિનો સાથ, પ્રેરણા આ મારા અસ્તિત્વમાં આધાર સ્તંભ છે. આ ઓળખ ખાલી મારી નોતી આતો મારી જીવન યાત્રામાં આવતા દેવસ્થાનના દર્શન કરાવે છે.
       આજનું વર્તમાન મારા પ્રગતિના પંથ ઉપર શરૂઆત કરી રહ્યું છે જે મને અને મારા સાહિત્યના કૌશલ્યની પરખ હું જાતે અનુભવી રહી છું. જે સદાકાળ સુધી સાહિત્ય જગતમાં અવિરત રહે એવી મારી પોતાની અપેક્ષાઓ પણ પૂર્ણ કરવાની જવાબદારી આવી ગઈ છે. સાથે મારા પરિવાર, સમાજ અને સાહિત્ય જગતમાં નામનાતો નહીં પણ એક પાંદડુ બનીને શોભાયમાન થાઉં એજ અભિલાષા છે. આખી સાહિત્ય જીવનયાત્રા એ એટલા શબ્દ તરંગોથી આજે ભરાયેલી અનુભવી રહી છું. એજ મારું સંપૂર્ણ દર્પણ અને એજ મારી સાચી પરિભાષા સ્વરુપે અસ્તિત્વની ઓળખાણ છે. સાચા અર્થમાં મારી સફળતાને "ધીમા પગે મોટો વેગ" પકડવાની મારી ક્ષમતાને ટકાવી રાખી છે. મારો આત્મવિશ્વાસ ઘણીવાર "ડગ્યો" પણ "ડર્યો" નહીં.મારા સ્નેહીજનોના સાથથી મારા અસ્તિત્વની  પાંખને ઉડવાનો ખુલ્લું  આકાશ મળ્યું...આજ છે મારા "અસ્તિત્વની ઓળખાણ."

Comments

Popular posts from this blog

આરતી પરમાર (રુપ)

વિશ્વકર્મા પ્રભુ સાહિત્ય

સંત શ્રી દેવતણખી બાપા અને સતિ લીરલબાઈ નું જીવન ચરિત્ર