Posts

વિશ્વકર્મા પ્રભુ સાહિત્ય

Image
શ્રી વિશ્વકર્મા મહામંત્ર કંબાસૂતત્રાંબુપાત્રં વહતિ કરતલે પુસ્તકં જ્ઞાનસૂત્રં| હંસારુઢં ત્રિનેત્ર: શુભ મુકુટ શિર સર્વતોવૃદ્દકાય:| ત્રૈલોક્યં યેન સૃષ્ટં સકલ સુરગૃહં રાજ્યહર્મ્યાદિ હર્મ્યા| દેવોસા સૂત્રધારો જગતખિલ હિત: પાતુવો વિશ્વકર્મા:|| અર્થાત્ - જેણે એક હાથમાં કાંબી એટલે ગજ, બીજા હાથમાં ત્રાંબાનું જળકમંડળ, ત્રીજા હાથમાં પુસ્તક, ચોથા હાથમાં માળા ધારણ કરેલી છે, હંસ ઉપર બેઠક છે, નેત્ર જેને ત્રણ છે, ને મસ્તક ઉપર સુંદર મુગટ જેણે ધારણ કરેલો છે, ને જેનું શરીર સર્વ પ્રકારે વૃદ્ધિ પામેલું છે, ત્રણ લોકોનાં જેણે રચેલા છે એવા સર્વ જગતનું હિત કરતા જે દેવધામ, રાજમહેલ અને સામાન્ય લોકોના ધામ જેણે રચેલા છે એવા સર્વ જગતનું હિત કરતા જે વિશ્વકર્મા સૂત્રધાર તે સુખકર્તા ને જગકર્તા વિશ્વકર્મા પ્રભુ છે. શ્રી વિશ્વકર્મા મંગલાચરણ  મંગલમ ભગવાન વિશ્વકર્મા, મંગલમ હંસધ્વજ: મંગલમ વિશ્વરૂપાય, મંગલાય તન્નો હરિ: શ્રી વિશ્વકર્મા બીજ મંત્ર  ઓમ ત્રિગુણાત્માય વિધ્મહે સૃષ્ટિકર્યા ધીમહિ તન્નોવિશ્વં પ્રચોદયાત જેમ મહાદેવ, વિષ્ણુને બ્રહ્મા વગેરે દેવોના બીજમંત્ર હોય છે તેવો આ વિશ્વકર્માનો બીજમંત્ર છે. વાસ્તુ વખતે વિશ્વ...

વિજાજી સુથારની વાત

Image
વિજાજી સુથારની વાત  આજે આપણે વાત કરવી છે એવા વ્યક્તિની જેમણે ૧૯૭૧માં સર્વસ્વ ગુમાવી ને ભારતમાં આવી ને શૂન્યમાંથી સર્જન કર્યું છે એવા વિજાજી સુથાર વિશે આજે જાણીએ જેઓ પાકિસ્તાનમાં આવેલા થરપારકર જિલ્લાના નગરપારકર તાલુકાના ઓવાણનો વાંઢિયો ગામ આવેલું છે જ્યાં ૬૨ જેટલા દરેક જ્ઞાતિના પરિવારો સમૂહમાં રહેતા હતા. ઓવાણનો વાંઢિયો ગામમાં ત્રીસ ઘર અનુ.જાતિના હતા એક ઘર ઠક્કરનું હતું તેમજ દશ ઘર દરબાર સોઢાના હતા અને પંદર ઘર સુથારના હતા તેમજ ૫ ઘર બાવાજીના હતા અને એક ઘર રબારીનું હતું અને અમારું આખું ગામ કૂબાનું બનેલું હતું ગોળ ગોળ ભુંગા હતા અને ઉપર ખીપડો નામના વનસ્પતિને કાપીને ભૂંગા ને ઢાંકવામાં આવતું હતું બધાજ લોકોને જમીન મોટા પ્રમાણમાં હતી અમારે નાના મોટા થઈ ને કુલ બત્રીશ ખેતર હતા એટલે કે ૨૫૦ એકર જેટલી જમીન અમારી પાસે હતી અને જમીન રેતાળ હતી,ગામમાં દરેક ને ગાયો ભેસો હતી દરેકને બળદગાડા હતા.બધા જ ગરીબીમાં જીવી રહ્યા હતા પરંતુ દિલ મોટા હતા, અને સાદગીપૂર્ણ અને સંતોષી જીવન જીવતા હતા, પારકરમાં ખેજડો, થોર, કેયડો ,જેવી વનસ્પતિઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે અમે ખેજડામાં થતાં હાઘરાંનું શાક બનાવી ને ખ...

शहिद रामदास लोहार

Image
शहीद रामदास लोहार  16 अगस्त 1942 को डुमरांव के पुराना थाना पर तिरंगा लहराने के उद्देश्य से आजादी के दिवानों की टोली निकल गई थी। अंग्रेजी हुकूमत भी पूरी तैयारी में थी। जुलूस जैसे ही पुराना थाना पहुंचा। अंग्रेजों की पुलिस जुल्म पर उतारु हो गई। भीड़ को आक्रामक देख थानेदार ने गोलियों की बौछार कर दी। अंग्रेजों की पुलिस की गोली खाकर डुमरांव के चार सपूत शहीद हो गये थे। लेकिन, अंतिम सांस लेने के पहले तिरंगा लहरा दिया और हंसते-हंसते अपनी शहादत दे दी। शहीदों ने जिस स्थल पर अपने प्राण त्यागे थे। अब उस थाने का अस्तित्व मिट गया है। अब यहां भव्य पार्क बन चुका है। उस पार्क में चारों शहीदों की प्रतिमा स्थापित हो गई हैं। यह कोई मामूली प्रतिमा नहीं है। शहीदों की प्रतिमा आने वाली पीढ़ियों को देश के प्रति समर्पण का संदेश देती है। तिरंगा लहराने में हुए थे शहीदः सन 1942 में महात्मा गांधी के आह्वान पर शहर से लेकर गांवों के • खेत खलिहानों तक अंग्रेजी हुकूमत के जुल्मों ए सितम के खिलाफ आंदोलन जोरों पर चल रहा था। इसके साथ ही अंग्रेजों भारत छोड़ो का नारा जन-जन की आवाज बन चुका था। आंदोलनकारियों की ...

રામસેતુ - એક જીવંત ધરોહર

Image
રામસેતુ - એક જીવંત ધરોહર પ્રસ્તાવના આપ સૌ જાણો છો કે આપણા દેશમાં આવા અનેક વંશ, વારસા અને ધરોહરો છે જે આજે પણ સનાતનની વાસ્તુકલા, કલા, બાંધકામ, કૌશલ્ય, યાત્રા , પ્રસંગો, તહેવારો, ધર્મ, ગાથાઓ, પૌરાણિક, પ્રાચીન, આધુનિક, વૈદિક, વીરતા, સાહિત્યના રૂપમાં જોવા મળે છે. તેમને યોગ્ય ઓળખ મળવી જોઈએ અને આપણા પૂર્વજોએ બનાવેલ વારસાને વિકસિત અને વિકાસશીલના માર્ગ પર મૂકવો જોઈએ. મેં આ પુસ્તક વિવિધ પ્રકારના ગ્રંથો, પુરાણો, લેખકના લેખો, માન્ય પુસ્તકો, સરકારી સુધારાઓ, અનેક સંદર્ભો અને પુરાતત્વીય સર્વેક્ષણો અનુસાર લખવાનો પ્રયાસ કર્યો છે. મારા દ્વારા એકત્ર કરાયેલી સાહિત્યિક સામગ્રીમાંથી કોઈ વિષય પર ગ્રંથ બની શકે કે કેમ તે મને ખબર ન હતી, પરંતુ થોડી રુચિ, મહેનત અને ઉપર આપેલા સંદર્ભોની મદદથી તે શક્ય બન્યું છે. આજે આપણા દેશની ધરોહરને આદરપૂર્વક લખવી, સાચવવી અને વાંચવી જોઈએ. મારા આ પુસ્તકમાં વાલ્મીકિ રામાયણ, વિશ્વકર્મા અંશાવતાર નલ, વીર હનુમાનજી, ભગવાન શ્રીરામ અને ભગવાન વિશ્વકર્મા સાથે સંબંધિત વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. હું પોતે વિશ્વકર્મા બ્રાહ્મણ સમાજમાંથી છું અને આ પુસ્તક વિશ્વકર્મા સમ...