વિજાજી સુથારની વાત

વિજાજી સુથારની વાત
 આજે આપણે વાત કરવી છે એવા વ્યક્તિની જેમણે ૧૯૭૧માં સર્વસ્વ ગુમાવી ને ભારતમાં આવી ને શૂન્યમાંથી સર્જન કર્યું છે એવા વિજાજી સુથાર વિશે આજે જાણીએ જેઓ પાકિસ્તાનમાં આવેલા થરપારકર જિલ્લાના નગરપારકર તાલુકાના ઓવાણનો વાંઢિયો ગામ આવેલું છે જ્યાં ૬૨ જેટલા દરેક જ્ઞાતિના પરિવારો સમૂહમાં રહેતા હતા.
ઓવાણનો વાંઢિયો ગામમાં ત્રીસ ઘર અનુ.જાતિના હતા એક ઘર ઠક્કરનું હતું તેમજ દશ ઘર દરબાર સોઢાના હતા અને પંદર ઘર સુથારના હતા તેમજ ૫ ઘર બાવાજીના હતા અને એક ઘર રબારીનું હતું અને અમારું આખું ગામ કૂબાનું બનેલું હતું ગોળ ગોળ ભુંગા હતા અને ઉપર ખીપડો નામના વનસ્પતિને કાપીને ભૂંગા ને ઢાંકવામાં આવતું હતું બધાજ લોકોને જમીન મોટા પ્રમાણમાં હતી અમારે નાના મોટા થઈ ને કુલ બત્રીશ ખેતર હતા એટલે કે ૨૫૦ એકર જેટલી જમીન અમારી પાસે હતી અને જમીન રેતાળ હતી,ગામમાં દરેક ને ગાયો ભેસો હતી દરેકને બળદગાડા હતા.બધા જ ગરીબીમાં જીવી રહ્યા હતા પરંતુ દિલ મોટા હતા, અને સાદગીપૂર્ણ અને સંતોષી જીવન જીવતા હતા, પારકરમાં ખેજડો, થોર, કેયડો ,જેવી વનસ્પતિઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે અમે ખેજડામાં થતાં હાઘરાંનું શાક બનાવી ને ખાતા હતા હજી આજે પણ યાદ છે,દરેક જ્ઞાતિના લોકો બધાજ સંપીને રહેતા હતા.જ્યાં વીજાજી પથુજી સુથાર અને તેમનો પરિવાર રહેતો હતો તેઓ જણાવે છે કે સાંજનો સમય હતો સૂરજ આઠમી રહ્યો હતો, ભારત પાકિસ્તાનનું યુદ્ધ ખતમ થઈ ગયું હતું અને જન જીવન થાળે પડી ગયું હતું,પારકર વિસ્તાર એકદમ શાંત હતો ,ત્યાં રેડીયામાં સમાચાર આવે છે શિમલા કરારના લીધે હિન્દુસ્તાન તેનો જીતેલો પ્રદેશ પાછો પાકિસ્તાનને આપી દેવામાં આવશે અને રેડિયો ત્યારે ખાસ કરી ને માહિતી કે નવા સમાચાર સાભળવાનું એક માત્ર સાધન હતું અને પારકરમાં રહેતા દરેક હિન્દુઓના મનમાં એક પ્રકારનો ભય ફેલાયો હતો કે હવે શું થશે?માહોલ એકદમ અફરાતફરી નો આવી ગયો કોઈ પરિવારો બધું જ મૂકી ને રાત્રે ભાગ્ય તો કોઈ સવારે તો કોઈ બીજા દિવસે અમારા જેવા પરિવારો છેલ્લે છેલ્લે બે મહિના પછી પારકરની ધરતીને નમન કરીને ભાગ્યા અને અમે ત્યારે વિચાર્યું કે જો બેલા જશું તો ૧૬ ગાઉંનું રણ આવેલું છે અને ત્યારે રણમાં પાણી હતું તો સૂઈ ગામ બાજુ પણ રણનો રસ્તો હતો એટલે અમે જમીન માર્ગ પસંદ કર્યો અને અમે રાજસ્થાન બાજુ બાકાસર રસ્તે સીધા બાકાસર નીકળ્યા અને અમે બાકા સર ખાતે ત્રણ થી ચાર મહિના રહ્યા અને પછી ત્યાંથી અમે થરાદ ખાતે આવ્યા કારણ કે અમારે સુથાર જ્ઞાતિના લોકો જયપુર બાજુ અને બાકીના થરાદ બાજુ હતા એટલે અમે થરાદ બાજુ ગયા અને થરાદ ખાતે શરણાથીઓ માટે મોટો કેમ્પ આવેલો હતો ત્યાં અમે ૧૯૭૧ થી ૧૯૭૯ સુધી નવ વર્ષ સુધી રહ્યા ત્યાં ભારત સરકાર દ્વારા છાપરા બનાવી આપ્યા હતા અને કેમ્પમાં બધીજ સગવડ આપવામાં આવતી હતી અમને શિયાળામાં ગરમ કપડાં આપેલા તેમજ જમવા માટે કાચો સામાન આપવામાં આવતો હતો.થરાદ ખાતે ત્યારે અમારા સુથારના ૪૨ પરિવારોને ત્યારના નાણામંત્રી બીકે ગઢવી સાહેબ એ જમીન ફાળવી હતી.

    ૧૯૭૯માં અમે થરાદ ખાતે થી આડેસર ખાતે આવેલા સોઢા કેમ્પમાં આવ્યા અને દરેક શરણાથીઓ ને ભારત સરકાર દ્વારા ૧૦ એકર જમીન ફાળવવામાં આવી હતી તો અમને બાભણસર ખાતે આપવામાં આવી અને પાકિસ્તાનથી આવેલા લોકો ને અહીંયા આડેસરની આસપાસમાં,બાભણસર,આડેસર,ડેચાહરી, નાદા, વિજાપર આ બધાજ ગામોમાં દસ,દસ એકર જમીન આપવામાં આવી હતી. આડેસર પાસે આવેલા સોઢા કેમ્પને અમે કાયમી માટે અમારું વતન બનાવી લીધું અને અમારા હાલે સોઢા કેમ્પમાં સુથારના ૨૨ ઘર આવેલા છે,તેમજ બાકીના સોઢા રાજપૂતોના આવેલા છે.સોઢા કેમ્પ આડેસર ખાતે પાકિસ્તાનથી આવેલામાં અમારે પરિવારમાં જીવિતમાં હાલે કાજાજી લાલાજી સુથાર, ભૂરાજી લુભાજી સુથાર,અને હું વિજાજી પથૂજી સુથાર છીએ જેમને ૧૯૭૧ ની તમામ ઘટના યાદ છે.અમારે સગાં સંબંધીઓ અમુક ત્યાં રહી ગયા છે જેમાં અમારે કુટુંબી ભાઈ ના ચાર ઘર છે અને એક ઘર મારી માસી નું પણ ત્યાં રહી ગયું છે.   
      ૧૯૭૧માં પાકિસ્તાનથી અમારે સુથારના ત્રણ હજાર ઘર જયપુર થી કચ્છના કપુરાશી સુધીમાં હિન્દુસ્તાનમાં આવેલા હતા,જેમાંથી વાગડમાં ૧૫૦ ઘર હાલે અલગ અલગ જગ્યા એ રહે છે. થરપારકરમાં એક દાને ધાંધલ ગામ આવેલું હતું જે મેઈન રસ્તા ઉપર આવેલું ગામ હતું ત્યાં લોહાણા પરિવારો મોટા પ્રમાણમાં રહેતા હતા,અને અમારે પારકરમાં ત્યારે બળદગાડું પરિવહન માટે એક માત્ર સાધન હતું ક્યારેક ક્યારેક મહિનામાં એક વખત મોટી ગાડીઓ આવતી હતી કેરોસીન લઈ ને જે ગાડીઓમાં બહાર ની બાજુ વિલ આવેલા હતા એટલે ધૂળમાં પણ એ વાહન ચાલતું હતું.અમે ત્યારે બળદગાડું સીસમ નામના વૃક્ષના લાકડામાંથી બનાવવામાં આવતું હતું, જે લાકડું લેવા માટે અમારે પારકરમાંથી લોકો છેક અંજાર અને હારીજ આવતા હતા.તેમજ કપડાં ગોળ ખાંડ વગેરે લેવા માટે બળદગાડું લઈ ને બેલા આવતા હતા.ત્યારે મોટા ભાગનું પરિવહન બળદગાડાં દ્વારા થતું હતું.

      વીજાજી સુથાર જણાવે છે કે અમારે પરિવારમાંથી મંગલભાઈ સુથાર જે અમારા સગાં સંબંધીઓને મળવા માટે ૨૦૦૮ માં પાકિસ્તાન જઈ આવેલ છે. વિજાજી સુથાર જણાવે છે કે અમે જ્યારે ૧૯૭૧ માં આવેલા ત્યારે પાકિસ્તાન સરકાર દ્વારા હિજરતીઓ ને પાછા બોલાવવા માટે પાકિસ્તાન સરકાર વતી થી અમરકોટ રાણા ચંદ્રસિંહ સોઢા સૂઈગામ આવેલા અને બધાજ ને મળેલા હતા ત્યારે તેમની સાથે પાકિસ્તાન સરકારના અધિકારીઓ પણ હતા એટલે રાણા ચંદ્રસિંહ એ ત્યાની ભાષામાં શાનમાં કહેલું કે  "ગદે એનું એ છે"  "અથર બીજા"

એટલે કે પાકિસ્તાનમાં એનું એજ છે તમે આવતા નહિ આ તો મારે સરકાર વતી થી આવવું પડે હું સરકારમાં છું એટલે એમ શાનમાં લોકોને સમજાવી દીધું હતું.
હાલે વિજાજી સુથાર જણાવે છે કે અમારે બધાજ પરિવારો ભારતમાં સુખી સંપન્ન છે, અને માનભેર જીવી રહ્યા છીએ તેનો અમને અતિ આનંદ છે.

(forwarded) 
પ્રચાર - શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ

Comments

Popular posts from this blog

श्रीलंका मे रावण काल ​​का विश्वकर्मा ध्वज

રામસેતુ - એક જીવંત ધરોહર

देवताओं के पुरोहित विश्वकर्मा पुत्र आचार्य विश्वरूप