Posts

Showing posts from December, 2025

દેવતણખી દાદા - અલખનો આરાધ

શ્રી ગણેશાય નમઃ             જય વિશ્વકર્મા દાદા ફિલ્મ નું નામ : – દેવતણખી દાદા - અલખનો આરાધ.  લેખન : – આરતી પરમાર  ગીત : – આરતી પરમાર  સંવાદ : – આરતી પરમાર  📽️ Film starts 📽️  🎞️ Scene 1 : -- જન્મ થી સમાધિ સુધી  ➡️દાદાનો જન્મ અને બાળપણ  ➡️ગુરુ શોભાજી મહારાજ સાથેનો પ્રથમ સંપર્ક  ➡️લિરલબાઈનો જન્મ અને ચમત્કારિક પ્રસંગો  ➡️ગુરુ આશીર્વાદ અને દાદાની સમાધિ સુધીની યાત્રા  🟢ઓપનિંગ સોંગ:– "પરોઢ થયું ને પંખી જાગે"  🔴# પ્રભાત નો સમય -  ⚪ગાય , બાળકો , વૃદ્ધો પ્રભાત ની ઠંડક માણે છે.  ➡️ અંબા ભગત અને મુળીબાઈના ઘરમાં દિવ્ય કથા શરૂ થાય છે.  ⚪ Scene 2 :--  "ગુરુ શાંતિનાથનું આગમન"  ➡️ INT - આંબા ભગત નું ઘર   ➡️ આંબા ભગત અને મુળીબાઈ ભજનમાં લિન છે.  🗣️ મુળીબાઈ બોલે છે : પ્રભુ આપના છતાં ધૂળ થી અમારું ઘર ધન્ય થયું .    🗣️ ગુરુ શાંતિનાથ બોલે છે : "ગુરુ શાંતિનાથ આશીર્વાદ આપે છે " અને કહે છે "દેવી તમારા મનન માં પુત્ર પામવાની ઈચ્છા હું જાણું છું . તમારી ભક્તિ ફળીભુત થવાની છે...

આરતી પરમાર - સુવીચાર શેર

Image
(1) સાચો રસ્તો હંમેશા કઠિન હોય છે પણ, અંતે સારું સાચું સ્થાન પ્રાપ્ત કરાવે છે. -આરતી પરમાર (રૂપ)  (૨) આજે કઠિન સમય પણ સાચો અને હંમેશા આવતીકાલનો આનંદ અપાર છે.  -આરતી પરમાર (રૂપ)  (૩) ભગવાન સારો સમય બધાને આપે છે પણ, એનો સદુપયોગ યોગ્ય સમયે કરવો એ જ સાચી સમજણ છે.  -આરતી પરમાર (રૂપ)  (૪) વાણીમાં મીઠાશ અને લાગણી હોય તો, સત્યને શોધવા તો જવું પડતું નથી આપોઆપ સામે આવે છે. -આરતી પરમાર (રૂપ)  (૫) અધીરા અને અધૂરા મન ની ક્યાંય પૂર્ણતા નથી. -આરતી પરમાર (રૂપ)  (૬) પરિસ્થિતિ નહીં પણ સારા સમય અને યોગ્ય નિર્ણય જ માણસને મજબૂત સજ્જન બનાવે છે.  -આરતી પરમાર (રૂપ)  (૭) જીવનના ઊંચા એ પહોંચવું મુશ્કેલ નથી મુશ્કેલ તો એ ઊંચાઈએ પહોંચીને પછી માનવી બન્યા રહેવું. -આરતી પરમાર (રૂપ)  (૮) જે સમય શીખવે છે તેને દુનિયાની કોઈ પુસ્તક શીખવી શકતું નથી. -આરતી પરમાર (રૂપ)  (૯) મન શુદ્ધ હોય તો દરેક દ્રષ્ટિ પવિત્ર લાગે નહીં તો પ્રકાશમાં પણ અંધકાર દેખાય.  -આરતી પરમાર (રૂપ)  (૧૦) શાંત પાણી ઊંડું હોય છે તેમ શાંત મન પણ મજબૂત હોય છે.  -આરતી પરમાર (રૂપ)...

આરતી પરમાર - લેખ

(1)  "વિશ્વકર્મા સમાજ અને મહિલા સશક્તિકરણ"       આપણે સૌ પ્રથમ પહેલા ભગવાન વિશ્વકર્મા દાદા ને ઓળખે !          વિશ્વકર્મા દાદા દુનિયાના સૌથી પહેલા મોટા આર્કિટેક છે વિશ્વકર્મા દાદાએ ભગવાન શ્રીકૃષ્ણની દ્વારિકા ,  રાવણ ની શ્રીલંકા , ભગવાન કૃષ્ણનું સુદર્શન ચક્ર તેમજ ઘણા મંદિરોનું નિર્માણ કર્યું છે.            આપણે ધન્યતા અનુભવે છે કે આપણે ભગવાન વિશ્વકર્મા ના વંશજો છે એટલે જ તો કહેવાયું છે કે આપણા લોહીમાં , સંસ્કારમાં શિલ્પકલા , ચિત્રકળા અન્ય કલાઓનો ભંડાર સમાયેલો છે . હસ્તકલા હોય કે શિલ્પકલા કે પછી કાપડમાં કલાકારી હોય કે માટીમાં કંડારી કલાકારી લાકડું હોય કે લોખંડ અદ્ભુત કલા કરી આપણે વિશ્વકર્મા સમાજની આગવી ઓળખાણ થાય છે.            પહેલાના સમય માં સ્ત્રીઓને તુચ્છ અને અબળા માનવામાં આવતી હતી. અત્યારે આધુનિક સમયમાં એવું રહ્યું નથી. અત્યારે એક સ્ત્રી પણ પુરુષ સમોવડી બની આપણા સમાજનું નામ રોશન કરે છે .પહેલાના સમય માં પણ ભરતગુંથણ , મોતી વર્ક હોય કે ભાતીગળ ભાત પાડીને ખૂબ જ મોટા પ્રમાણમાં પારંગત...