વિશ્વકર્મા નિબંધ સ્પર્ધા - 2025
(1)
નિબંધનું શીર્ષક: વર્તમાન સમયમાં વિશ્વકર્મા ભગવાન ની ઉપાસના નુ મહત્વ
નામ:- વર્ષા જઈભાઈ રાઠોડ
નંબર:- 7874069179
ઈમેલ:- rvj0281@gmail.com
એડ્રેસ:- સેલવાસ યોગી મિલન સોસાયટી ઉતન ફળિયા દાદર નગર હવેલી વાપી ગુજરાત
વિશ્વકર્મા : આર્ય વાસ્તુપરંપરાના પ્રથમ આચાર્ય. વિશ્વકર્મા શિલ્પાચાર્ય તરીકે ઓળખાય છે. તેઓ પ્રજાપતિ, કરુ, તક્ષક અને સુધન્વા તરીકે પણ ઓળખાય છે. Ex ભગવાન નરનારાયણના અંશાવતાર તરીકે તેમની ગણના થાય છે. આથી શ્રી વિશ્વકર્માના પ્રાકટ્યને કોઈ જાણી શક્યું નથી. વિશ્વકલ્યાણના અર્થે વિશ્વકર્માએ અનેક અવતાર ધારણ કરેલા છે. એમ મનાય છે કે શ્રી વિશ્વકર્મા પ્રભાસમાં સોમનાથથી પ્રગટ થયા ત્યારે તેમનો બીજો અવતાર હતો. મહાભારત પ્રમાણે તેઓ લાવણ્યમયીના ગર્ભમાંથી ઉત્પન્ન થયા હતા. વિશ્વકર્મા દેવોને તુષ્ટ કરવા પ્રગટ થયા હોવાથી તેઓ ‘ત્વષ્ટા’ તરીકે પણ ઓળખાયા. આમ વિરાટ(નરનારાયણ)થી વિશ્વકર્માના દસ અવતારો પણ થયા હોવાનું મનાય છે.
વિશ્વકર્માએ વાસ્તુવિદ્યા સ્વયં બ્રહ્મા પાસેથી પ્રાપ્ત કરી હતી. તેઓ દેવોના સ્થપતિ હતા. દેવ-સ્થપતિ વિશ્વકર્મા ઉપરાંત કાલાન્તરમાં બીજા બે વિશ્વકર્મા થયા, જે વાસ્તુવિદ્યાના આચાર્ય તરીકે પ્રસિદ્ધ થયા. આ બે પૈકી એક ઉત્તરાપથના અને બીજા દક્ષિણાપથના હતા. ‘વિશ્વકર્મા પ્રકાશ’ ઉત્તરાપથની વાસ્તુવિદ્યાનું વર્ણન કરે છે, જ્યારે ‘વિશ્વકર્મીય શિલ્પ’ દક્ષિણાપથની વાસ્તુવિદ્યાનું નિરૂપણ કરે છે.
સૃદૃષ્ટિના આદિ ભગવાન તરીકે પણ શ્રી વિશ્વકર્મા ઓળખાય છે. વિશ્વકર્માના પિતા આઠમા વસુપ્રભાસ ઋષિ હતા; જ્યારે તેમની માતા દેવગુરુ બૃહસ્પતિની બહેન યોગસિદ્ધિ હતી. એ રીતે વિશ્વકર્મા એ બૃહસ્પતિના ભાણેજ પણ ખરા.
વિશ્વકર્મા દેવોના શિલ્પી અને શિલ્પશાસ્ત્રના કર્તા તરીકે જાણીતા છે જ, ઉપરાંત ઔદ્યોગિક શિલ્પકલાના સર્જનહાર પ્રજાપતિ છે. સર્વ દેવોના આચાર્ય અને આઠ પ્રકારની સિદ્ધિઓના પ્રજાપતિ પણ વિશ્વકર્મા છે : શિલ્પ-સ્થાપત્યકલા, ચિત્રકલા, કાષ્ઠકલા, મૂર્તિકલા, પ્રાસાદનિર્માણ વગેરે કલાઓના જન્મદાતા પણ તેઓ છે. તેમણે દેવો માટે વિવિધ સુંદર આભૂષણો તથા દિવ્ય વિમાનોનું પણ સર્જન કર્યું છે. આ ઉપરાંત ઇન્દ્ર, યમ, વરુણ વગેરેની વિશાળ સભાઓ તેમજ પાંડવોની ઇન્દ્રપ્રસ્થ સભાનું નિર્માણ પણ તેમણે કરેલું.
વિશ્વકર્માએ શિવની કૈલાસપુરી, ઇન્દ્રની અમરાવતી, કુબેરની અલકાવતી, રાવણની લંકા તથા કાશીપુરી વગેરેનું પણ સર્જન કરેલું. પુષ્પક વિમાન પણ તેમનું સર્જન હતું. વિશ્વકર્માએ શ્રીકૃષ્ણના કહેવાથી વૃંદાવનની પણ રચના કરી હતી. વળી તેમના અંશાવતાર નલ-નીલે રામેશ્વરનો સેતુબંધ બાંધ્યો હતો. એમ કહેવાય છે કે વિશ્વનું પ્રત્યેક કર્મ જે કરે છે તે શ્રી વિશ્વકર્મા.
સ્થાપત્ય ઉપરાંત વિશ્વકર્માએ વિવિધ પ્રકારનાં અસ્ત્ર-શસ્ત્ર, શક્તિ, સુદર્શનચક્ર, ધનુષબાણ, ત્રિશૂળ, વજ્ર વગેરેની પણ રચના કરી છે. વિશ્વકર્મા દેવોના પુરોહિત છે તેથી પ્રતિમાવિધાનની દૃષ્ટિએ તેમના મસ્તક પર મુગટ, જટાજૂટ અને સોહામણી શ્વેત દાઢી છે. ચતુર્ભુજ સ્વરૂપના વિશ્વકર્માના એક હાથમાં ગજ, બીજા હાથમાં સૂત્ર (દોરી), ત્રીજામાં જળપાત્ર અને ચોથા હાથમાં પુસ્તક ધારણ કરેલું છે. તેમનું વાહન હંસ છે.
વિશ્વકર્માની પત્નીનું નામ વિરોચન(રચના)દેવી હતું. તેઓ પ્રહ્લાદનાં પુત્રી હતાં. વિરોચનદેવીવિશ્વકર્મા દ્વારા જગતના કલ્યાણ અર્થે પાંચ પુત્રરત્નો ઉત્પન્ન થયેલા; જેમાં (1) મનુ – લુહાર (2) મય – સુથાર (3) ત્વષ્ટા – કંસારા કામ કરનાર (4) શિલ્પી – કડિયાકામ કરનાર અને (5) દેવજ્ઞ – સોની. વળી ‘વાસ્તુ’ તેમનો દત્તક પુત્ર હતો. વિશ્વકર્માએ ‘વાસ્તુ’ દ્વારા ‘શ્રી વિશ્વકર્મા પ્રકાશ’, ‘સ્થાપત્ય દેવ’ જેવા મહામૂલ્ય ગ્રંથોની રચના કરાવી હતી.
વિશ્વકર્માએ માનવજીવનનો પ્રકૃતિ સાથે સુભગ સમન્વય કરીને પૃથ્વી પર નદીઓ, સરોવરો, તળાવ, પર્વતો, વૃક્ષો વગેરેની પણ રચના કરી હતી. વળી લુહારીકામ, સુથારીકામ, માટીકામ, ધાતુકામ, કડિયાકામ વગેરે ઉદ્યોગો અને ઉદ્યમો આમજનતાને શીખવ્યા હતા, વળી વિવિધ ઓજારો કેવી રીતે બનાવવાં અને કેવી રીતે વાપરવાં તે પણ તેમણે શીખવ્યું હતું.
ગુજરાતમાં વિશ્વકર્માનો મહિમા વિશેષ છે. માઘ સુદ-13ના રોજ વિશ્વકર્મા જયંતી ઊજવાય છે. વિશ્વકર્માનું વિશાળ મંદિર ઓગણજના રસ્તે આવેલું છે. દર અમાસે અમાસવ્રતધારી અમાસ ભરવા અહીં આવતા હોય છે. આ ઉપરાંત વિશ્વકર્માની વિશાળ પ્રતિમા ઇલોરા ગુફા નં. 10માં આવેલી છે. શિલ્પીઓ અને સલાટોનું તે તીર્થસ્થળ છે.
વર્ષા રાઠોડ
સેલવાસ વાપી
(2)
નિબંધનું શીર્ષક : વિશ્વીકરણના યુગમાં વિશ્વકર્મા સમાજની સામાજિક અને આર્થિક સ્થિતિ
નામ : દીપા પંચાલ (પિત્રોડા)
શબ્દ સંખ્યા : 700-1000
મોબાઈલ નંબર : 9179203288
ઈમેલ એડ્રેસ : panchaldeepa31@gmail.com
આથી હું દીપા પંચાલ આપને જણાવું છું. કે આપે યોજેલ સ્પર્ધાનાં તમામ નિયમોને મેં જાણી પ્રમાણીને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે. નિબંધ સ્પર્ધા માટે પ્રસ્તુત કરેલ નિબંધ તે મારો મૌલિક નિબંધ છે. અન્ય કોઈપણ માધ્યમ દ્વારા તે પ્રકાશિત થયેલ નથી. તેમ છતાં પણ જો કોઈપણ માધ્યમમાં તે ઉપલબ્ધ હશે તો તેનાં જવાબદાર અમે પોતે ગણાય છું. તેમાં આયોજક શ્રી અને નિર્ણાયક શ્રી ની કોઈપણ જવાબદારી રહેશે નહીં. આયોજક શ્રી અને નિર્ણાયકો દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે અમને મંજૂર રહેશે. તેમની સામે અમે કોઈપણ પ્રકારનો વિવાદ કરીશું નહીં. તેની હું દીપા પંચાલ પોતે આપને બાંહેધરી આપું છું.
આપનો વિશ્વાસુ
દિપા પંચાલ
નામ - દીપા પંચાલ
એજ- ૨૬
પિતાજી નું નામ - શ્રી દિનેશ પંચાલ
Contact -9179203288
Address - ગુજરાતી ગલી, સ્ટેશન રોડ, રાચગઢ,( છત્તિસગઢ )૪૯૬૦૦૧
વૈશ્વીકરણના યુગમાં વિશ્વકર્મા સમાજની સામાજિક અને આર્થિક સ્થિતિ
વિશ્વકર્મા ભગવાનને શ્રદ્ધાપૂર્વક માનીને જતાં વિશ્વકર્મા સમાજે સદીઓથી હસ્તકલા, શિલ્પકલા, ઔદ્યોગિક કૌશલ્ય અને નિર્માણ ક્ષેત્રે પોતાની અનોખી છાપ છોડી છે. આજે જ્યારે વિશ્વિકરણનો યુકાળ છે, ત્યારે વિશ્વકર્મા સમાજની સામાજિક અને આર્થિક સ્થિતિમાં પણ નોંધપાત્ર ફેરફારો દેખાઈ રહ્યા છે.
વિશ્વીકરણ એટલે કે વિશ્વ એક નાનકડી બસ્તી બની ગયો છે, એ વાત સચોટ છે. ટેકનોલોજીના વિકાસ, નવા ઉદ્યોગો, આંતરરાષ્ટ્રીય વેપાર અને નવી જીવનશૈલીના કારણે દરેક સમાજને નવા અવસરો અને પડકારો બંનેનો સામનો કરવો પડી રહ્યો છે. દુનિયાની હદો હવે વણમાટી થઈ ગઈ છે અને એક ગામડાનો કારીગર પણ આજે આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાની હસ્તકલા વેચી શકે છે.
વિશ્વકર્મા સમાજ મૂળથી કારીગરીના ઉસ્તાદ તરીકે ઓળખાય છે — ચારે તરફ સ્થાપત્યકલા, લોખંડકામ અને મશીનરી ક્ષેત્રે તેમની મહારત જગવિખ્યાત છે. આજના વૈશ્વિક યુગમાં આ કુશળતાનો વધતો માગ વધારાના અવસરો ઊભા કરી રહી છે. ખાસ કરીને વૃદ્ધિ પામતી અર્થવ્યવસ્થાઓ અને વૃદ્ધિ પામતા શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને ટેક્નિકલ સર્વિસિસ માટે વિશ્વકર્મા સમાજના લોકો માટે ઊંડા અવસરો સર્જાયા છે.
પરંતુ, સાથે-સાથે કેટલીક પડકારો પણ છે. વિશ્વીકરણના દબાણ હેઠળ પરંપરાગત હસ્તકલા અને જાતકામોની માંગ ઘટી ગઈ છે. મશીન દ્વારા ત્વરિત ઉત્પાદન થવાના કારણે હસ્તકલા પર આધારિત જીવિકા જોખમમાં પડી છે. અનેક વખત સ્થાનિક કારીગરો આંતરરાષ્ટ્રીય કંપનીઓના મોટા ઉત્પાદનો સાથે સ્પર્ધા કરી શકતા નથી. પરિણામે, ઘણા સભ્યોએ પરંપરાગત વ્યવસાય છોડીને નોકરીઓ અથવા નવનવા વ્યવસાય તરફ ઝુકાવ કરવાનો નિર્ણય લીધો છે.
આજના યુગમાં શિક્ષણ અને ટેક્નોલોજીની ભૂમિકા સૌથી મહત્વની બની છે. વિશ્વકર્મા સમાજના યુવાનો એ સમજ્યા છે કે માત્ર પરંપરાગત કુશળતાથી પૂરતું નહીં ચાલે, પણ નવી ટેક્નિકલ જ્ઞાન અને વ્યવસાયિક અભ્યાસ પણ જરૂરી છે. તેથી ઘણા યુવાનો એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર, મશીન ડિઝાઇન, અને આઈટી જેવા ક્ષેત્રોમાં આગળ વધતા જોવા મળે છે.
વિશ્વકર્મા સમાજના અનેક સગાંઓએ નાના ઉદ્યોગો સ્થાપી અને આજના વૈશ્વિક બજારના માગ અનુસાર પોતાની સેવાઓને આધુનિક બનાવી છે. કેટલાક સગાંઓએ ઈ-કોમર્સ દ્વારા પોતાનું વેચાણ વધાર્યું છે અને પોતાની હસ્તકલા વિશ્વભરમાં પહોંચાડી છે. આ એક મોટી સિદ્ધિ છે કે જે સમગ્ર સમાજની આર્થિક સ્થિતિમાં સુધારો લાવવાનો પ્રયાસ કરી રહી છે.
સામાજિક દ્રષ્ટિએ જોવાં જાય તો, વિશ્વીકરણના કારણેઓ ખુલા સંચાર મળવાને લીધે, સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું ગયું છે. પહેલા કેવળ પારંપરિક રીતિ-રિવાજો પર આધાર રાખતો સમાજ હવે વૈજ્ઞાનિક અને આધુનિક વિચારસરણી તરફ આગળ વધી રહ્યો છે. પરંતુ સાથે સાથે જીવન મૂલ્યો, સંસ્કાર અને પરંપરાનું જતન રાખવાની ભૂમિકા પણ ખુબ અગત્યની બની છે.
વિશ્વકર્મા સમાજના મંદિરો અને સમુહ મંડળીઓ દ્વારા શિક્ષણ, આરોગ્ય, વ્યવસાય વિકાસ જેવા ક્ષેત્રોમાં ઘણી યોજનાઓ હાથ ધરાઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં સ્કોલરશિપ્સ, કુશળતા વિકાસ કેન્દ્રો અને વ્યવસાયિક તાલીમ કેન્દ્રો શરૂ થયા છે, જેના કારણે યુવાનો માટે નવી દિશાઓ ખુલી રહી છે.
હવે સમય આવી ગયો છે કે, વૈશ્વિક અવસરોનો સંપૂર્ણ ઉપયોગ કરી, પોતાની પરંપરાગત કુશળતાને આધુનિક તાલીમ અને ટેક્નોલોજી સાથે જોડીને વિશ્વકર્મા સમાજ વધુ ઉંચા શિખરો સુધી પહોંચે. આજના યુગમાં માત્ર શારીરિક મહેનત પૂરતી નથી, પણ સ્માર્ટ વર્ક, નેટવર્કિંગ અને વૈશ્વિક દ્રષ્ટિ પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
સમાપન તરીકે કહી શકાય કે, વૈશ્વિકરણના યુગમાં વિશ્વકર્મા સમાજે આપેલ પડકારોને તકમાં ફેરવીને પોતાનું વિશિષ્ટ સ્થાન ઊભું કર્યું છે. જો સમૂહ રીતે શિક્ષણ, વ્યવસાયિક કુશળતા અને પરંપરાગત મૂલ્યો વચ્ચે સંતુલન સાધવામાં આવે, તો વિશ્વકર્મા સમાજ ભવિષ્યમાં એક સમૃદ્ધ અને મજબૂત સમાજ રૂપે ઊભો રહી શકે છે.
જય વિશ્વકર્મા!
(3)
વિષય:-ભવિષ્યનો વિશ્વકર્મા સમાજ: પડકારો અને તકો
પૂર્વભૂમિકા
વિશ્વકર્મા સમાજ એ ભારતીય સમાજનો એક મહત્વપૂર્ણ ભાગ છે,જે પરંપરાગત રીતે લુહારીકામ, સુથારીકામ, સોનીકામ, બાંધકામ અને કડિયાકામ તેમજ હસ્તકલા અને કારીગરી સાથે સંકળાયેલો છે. વિશ્વકર્મા સમાજ ભગવાન વિશ્વકર્માને પોતાના આરાધ્ય દેવ માને છે. પ્રાચીન ગ્રંથોમાં વિશ્વકર્માને સૃષ્ટિના રચયિતા અને દેવોના શિલ્પી તરીકે વર્ણવવામાં આવ્યા છે. વિશ્વકર્મા સમાજનું ભારતીય કલા અને સ્થાપત્યમાં મહત્વનું યોગદાન રહ્યું છે. મંદિરો, મહેલો અને ઐતિહાસિક ઇમારતોના નિર્માણમાં નોંધપાત્ર ફાળો રહ્યો છે. આધુનિક સમયમાં વિશ્વકર્મા સમાજના લોકોએ એન્જિનિયરિંગ, આર્કિટેકચર અને ડિઝાઇન જેવા ક્ષેત્રોમાં સફળતા મેળવી છે.પોતાની મૂળ કુશળતા અને જ્ઞાનને નવા સંદર્ભમાં ઉપયોગમાં લીધું છે.વિશ્વકર્મા સમાજના લોકો પોતાની પરંપરાઓ અને સંસ્કૃતિને જાળવી રાખવા માટે પ્રયત્નશીલ રહે છે. અશોક પંચાલ "નાજુક" દ્વારા લિખિત એક સુંદર પંક્તિમાં વિશ્વકર્મા સમાજનું આદિકાળથી આધુનિક સમૃદ્ધ યુગનું વર્ણન આબેહૂબ રીતે કરવામાં આવ્યું છે *. "હથોડી હાથમાં લઈને ઘડ્યા છે ઘાટ જીવનના, અમે ભઠ્ઠી માંહી ફેંક્યા બધા ઉચાટ જીવનના, પિતામહ વિશ્વકર્માતાતની નાજુક કૃપા વરસી, ક્ષણોમાં ભોંય ભેગા થઈ ગયા કકળાટ જીવનના".* ભવિષ્યનો વિશ્વકર્મા સમાજ એક પરિવર્તનશીલ અને ગતિશીલ સમુદાય હશે. વિશ્વકર્મા સમાજ જે પોતાની કલા, કારીગરી, કૌશલ્ય અને સર્જનાત્મકતા માટે ઓળખાય છે, તે એક એવા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યો છે જે પડકારો અને તકોથી ભરપૂર છે. પરંપરાગત કૌશલ્યોને જાળવી રાખવાની સાથે સાથે આધુનિક ટેકનોલોજી અને બદલાતા સમય સાથે તાલ મિલાવીને વિશ્વકર્મા સમાજ નવી ઉંચાઈઓ સર કરવા તરફ આગળ વધી રહ્યો છે. આજે બદલાતા સમયની સાથે તકનિકી અને સામાજિક પરિવર્તનો આવી રહ્યા છે,ત્યારે વિશ્વકર્મા સમાજે પણ પોતાની જાતને આ બદલાવ સાથે અનુકુલીત કરવી પડશે.
~~*પડકારો:*~~ માનવ જીવન આજે દરેક ક્ષેત્રે અને તબક્કે જટિલ બન્યું છે ત્યારે પડકાર શબ્દ સર્વ સામાન્ય બની ગયો છે. કહેવાય છે કે *"મુશ્કેલીમાં પણ મુકામ શોધે એ વિશ્વકર્મા સમાજ."* આવો જોઈએ કે વિશ્વકર્મા સમાજ કેવા કેવા પડકારોનો સામનો કરીને પોતાના અસ્તિત્વને ટકાવવા વૈશ્વિક બજારમાં આગળ વધી રહ્યો છે.
*૧)પરંપરાગત વ્યવસાય અને આધુનિક ટેકનોલોજી વચ્ચેનું અસંતુલન એક પડકાર:-* ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના આગમનથી ઘણા પરંપરાગત કારીગરીના કામો ઓછા થઈ શકે છે. આ સમાજના લોકો માટે નવા કૌશલ્યો શીખવા અને ટેકનોલોજી સાથે તાલ મિલાવવો એક મોટો પડકાર બની શકે છે. ટેકનોલોજીમાં ઝડપી પરિવર્તન આવી રહ્યું છે જેના કારણે આજે ઉત્પાદન અને કૌશલ્યના ક્ષેત્રોમાં નવી ટેકનોલોજી સાથે કદમથી કદમ મિલાવીને આગળ વધવું જરૂરી બની ગયું છે. પ્રતિદિન પરંપરાગત કૌશલ્યોની માંગ ઘટી રહી છે. કારીગરોને હવે નવી ટેકનોલોજી શીખવાની અને પોતાની કામ કરવાની પદ્ધતિમાં બદલાવ લાવવાની જરૂર છે. જે લોકો આ પરિવર્તનને સ્વીકારવામાં પાછળ રહેશે, તેઓ સ્પર્ધામાં ટકી શકશે નહીં.
*૨)ઓટો મેશન અને રોબોટિક્સના યુગમાં નવીન કૌશલ્યોનું પ્રશિક્ષણ એક પડકાર:-* ભવિષ્યમાં મોટાભાગના કાર્યો ઓટોમેશન અને રોબોટિક્સ દ્વારા થવાથી માનવકાર્યના બદલે યંત્રો દ્વારા કાર્યો થશે જેના કારણે કારીગરોની સ્થિતિ જટિલ બનશે જેના કારણે સર્જનાત્મકતા તરફ વધુ ને વધુ આગળ વધવું પડશે. *૩)માળખાકીય સુવિધાઓનો અભાવ:-* ઘણા કારીગરોને કામ કરવા માટે યોગ્ય જગ્યા, સાધનો અને અન્ય જરૂરી માળખાકીય સુવિધાઓ મળતી નથી. જેના કારણે તેમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા પર અસર પડે છે.વિશ્વકર્મા સમાજના કારીગરો ભારતીય અર્થતંત્ર અને સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે. તેમના દ્વારા કરવામાં આવતું કૌશલ્યપૂર્ણ કાર્ય માત્ર આર્થિક રીતે જ નહીં, પરંતુ આપણી સાંસ્કૃતિક ધરોહરને જાળવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આ પડકારોનો સામનો કરવા માટે તેમને યોગ્ય સમર્થન, તાલીમ અને તકો પૂરી પાડવાની જરૂર છે, જેથી તેઓ આધુનિક સમયમાં પણ પોતાની ઓળખ અને મહત્વ જાળવી રાખે. *૪)સ્થાનિક બજારના સ્થાને વૈશ્વિક બજાર એક પડકાર:-* વૈશ્વિકીકરણના કારણે બજારમાં તીવ્ર સ્પર્ધા જોવા મળી રહી છે. પહેલાંના સમયમાં કાર્યક્ષેત્ર ફક્ત ઘર અને ગામ સુધી સીમિત હતું. વૈશ્વિકરણના યુગમાં મોટા ઉદ્યોગો અને આધુનિક ઉત્પાદન પદ્ધતિઓ સામે ટકી રહેવા માટે વિશ્વકર્મા સમાજના કારીગરોને નવી વ્યૂહરચનાઓ અપનાવવાની જરૂર પડશે.
*૫)નવા નવા કૌશલ્ય અને વિકાસની જરૂરિયાત એક પડકાર:-* ઘણા યુવાનો પાસે ઉચ્ચ શિક્ષણ અને આધુનિક કૌશલ્યો પ્રાપ્ત કરવા માટે પૂરતા સંસાધનો નથી. આના કારણે તેઓ સારી નોકરીઓ અને વિકાસની તકોથી વંચિત રહી જાય છે. સમાજે આ દિશામાં ધ્યાન આપવાની જરૂર છે અને યુવાનો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને કૌશલ્ય વિકાસના કાર્યક્રમો શરૂ કરવા જોઈએ.સમયની માંગ અનુસાર નવી નવી ડિઝાઇન,નવી સામગ્રી અને નવી ટેકનિકો શીખવી પડશે. યુવા પેઢીને આધુનિક કૌશલ્યોથી પરિચિત કરાવવા અને તેમને તાલીમ આપવી એ એક મોટો પડકાર છે.
*૬)પરંપરાગત કળા અને વિસરાતી જતી સંસ્કૃતિને જાળવવી એક પડકાર:-* આધુનિકતાની દોડમાં પોતાની ઓળખ અને પરંપરાગત કળાને જાળવી રાખવી પણ એક મહત્વપૂર્ણ પડકાર છે. યુવા પેઢીને પોતાની સંસ્કૃતિ અને વારસાથી જોડવી જરૂરી છે.
*૭)સંગઠન અને સહકારનો અભાવ એક પડકાર:-* વિશ્વકર્મા સમાજ ભલે મોટો હોય, પરંતુ તેમાં એકતા અને સંગઠનના અભાવને કારણે ઘણીવાર પોતાના હકો માટે અવાજ ઉઠાવવામાં મુશ્કેલી પડે છે. સમાજે રાજકીય, સામાજિક અને આર્થિક સ્તરે એક મજબૂત સંગઠન બનાવવાની જરૂર છે, જે પોતાના સભ્યોના હિતોનું રક્ષણ કરી શકે અને તેમને આગળ વધવામાં મદદ કરી શકે. નાના કારીગરો અને વ્યવસાયોને મોટા પાયે સફળ થવા માટે સંગઠન અને સહકારની જરૂર છે. આજે વિશ્વકર્મા સમાજમાં કાર્ય પધ્ધતિ અંગેની સર્વ સામાન્ય કોઈ વ્યૂહરચના અને સંગઠન નથી જેથી સંગઠનલક્ષી કાર્ય કરવાની દિશામાં હજુ ઘણું કામ કરવાની જરૂર છે. *૮)બદલાતી માંગ અને સ્પર્ધા:-* ગ્રાહકોની પસંદગીઓ અને જરૂરિયાતો સતત બદલાઈ રહી છે. કારીગરો માટે આ નવી માંગને પહોંચી વળવું મુશ્કેલ બની શકે છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં વધતી સ્પર્ધા કારીગરો માટે પોતાના ઉત્પાદનોને વેચવાનું મુશ્કેલ બનાવે છે. આ પડકારો વિશ્વકર્મા સમાજના કારીગરોની કળા અને તેમના જીવનધોરણ પર ગંભીર અસર કરી શકે છે. આ પરિસ્થિતિમાં, તેમને ટેકો આપવા, નવી તાલીમ આપવા અને બજાર સાથે જોડવા માટે નક્કર પગલાં લેવાની તારી જરૂર ઊભી થાય છે. *૯)ઓછો પગાર અને આવકની અસ્થિરતા:-* ઘણા કારીગરોને તેમના કામ પ્રમાણે પૂરતો પગાર મળતો નથી. બાંધકામ જેવા ક્ષેત્રોમાં કામની અનિયમિતતાને કારણે આવકની અસ્થિરતા રહે છે. વધતી જતી મોંઘવારી અને જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધવાથી કારીગરો માટે પોતાનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.અર્થતંત્રમાં મંદી આવે છે ત્યારે બાંધકામ અને ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં કામ ઓછું થઈ જાય છે, જેના કારણે કારીગરો બેરોજગાર બની શકે છે.
*૧૦)સુરક્ષા અને સ્વાસ્થ્યની સમસ્યાઓ એક ગંભીર પડકાર:-* ઘણા કારીગરો જોખમી પરિસ્થિતિઓમાં કામ કરે છે, જેના કારણે તેઓને ઈજાઓ થવાનું અથવા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવાનું જોખમ રહે છે. તેમને ઘણીવાર પૂરતી સુરક્ષા સાધનો અને તબીબી સુવિધાઓ મળતી નથી.સામાજિક સુરક્ષાનો અભાવ જોવા મળે છે જેમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કારીગરોને પેન્શન,વીમો અને અન્ય સામાજિક સુરક્ષાના લાભો મળતા નથી, જેના કારણે તેઓ ભવિષ્યને લઈને ચિંતિત રહે છે.
~~**તકો:-*~~ આધુનિક બજાર એક વૈશ્વિક બજાર બની ગયું છે. આજે દરેક ઉત્પાદકે માર્કેટમાં ટકી રહેવા માટે આંતરરાષ્ટ્રીય બજારમાં કદમથી કદમ મિલાવીને ચાલવું પડે છે. એક નવી આશા અને ઉત્સાહ સાથે જો નવી તકોનું સર્જન કરવામાં આવે તો અનેક પડકારોને પહોંચી શકાય છે.
*૧)નવી ટેકનોલોજીનો ઉપયોગ:-* CAD/CAM, 3D પ્રિન્ટિંગ અને અન્ય આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિશ્વકર્મા સમાજના કારીગરો પોતાની કાર્યક્ષમતા અને ઉત્પાદકતા વધારી શકે છે. તેઓ નવી અને આધુનિક ડિઝાઇન બનાવી શકે છે.
*૨)ઈન્ટરનેટ અને ઈ-કોમર્સ:-* ઓનલાઈન પ્લેટફોર્મ અને ઈ-કોમર્સ દ્વારા કારીગરો પોતાના ઉત્પાદનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેચી શકે છે. આનાથી તેમને નવા બજારો અને ગ્રાહકો સુધી પહોંચવાની તક મળશે.
*૩)કસ્ટમાઇઝેશન, સ્ટાર્ટઅપ્સ અને વિશિષ્ટ ઉત્પાદનો:-* આજકાલ લોકો પોતાની જરૂરિયાત અને પસંદગી અનુસાર કસ્ટમાઇઝ્ડ ઉત્પાદનોની માંગ કરી રહ્યા છે. વિશ્વકર્મા સમાજના કારીગરો પોતાની કુશળતાનો ઉપયોગ કરીને વિશિષ્ટ અને કલાત્મક ઉત્પાદનો બનાવીને એક વિશિષ્ટ સ્થાન બનાવી શકે છે. યુવાનો પોતાના ટેકનોલોજીકલ અને ડિઝાઇન કૌશલ્યોનો ઉપયોગ કરીને નવા સ્ટાર્ટઅપ્સ દ્વારા રોજગારીનું સર્જન કરશે.
*૪)સરકારની સહાય અને યોજનાઓ:-* સરકાર દ્વારા કારીગરો અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓનો લાભ લઈને સમાજના લોકો પોતાનો વિકાસ સાધી શકે છે. *૫)સહયોગ અને ભાગીદારી:-* અન્ય ઉદ્યોગો અને નિષ્ણાતો સાથે સહયોગ કરીને વિશ્વકર્મા સમાજના લોકો નવી તકો ઊભી કરી શકે છે. ડિઝાઇનર્સ, એન્જિનિયર્સ અને માર્કેટિંગ નિષ્ણાતો સાથે ભાગીદારી કરવાથી નવા વિચારો અને બજાર સુધી પહોંચવામાં મદદ મળી શકે છે. *૬)પર્યાવરણને અનુકૂળ અભિગમ:-* ભવિષ્યમાં ટકાઉ વિકાસ અને પર્યાવરણની જાળવણી બહુ જ અગત્યની બની રહેશે. વિશ્વકર્મા સમાજના કારીગરો પણ ઇકો ફ્રેન્ડલી સામગ્રી અને ઉત્પાદન પદ્ધતિઓ અપનાવશે તો વિપુલ તકોનું સર્જન કરી શકશે. *૭)વૈશ્વિક ઓળખ:-* વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાના કારણે વૈશ્વિક ઓળખ ઊભી કરવી વધુ સરળ બની છે. યુવા પેઢીને પરંપરાગત અને આધુનિક કૌશલ્યોથી પરિચિત કરાવીને વૈશ્વિક ફલક પર અનેક રોજગારીની તકો સર્જવામાં વિશ્વકર્મા સમાજ પાયાની ભૂમિકા અદા કરશે. *૮)કૌશલ્ય આધારિત વ્યવસાયોમાં અવિરત માંગ:-* આજે પણ સુથારીકામ, લુહારીકામ, સોનીકામ, અને મૂર્તિકળા જેવા પરંપરાગત કૌશલ્યોની માંગ યથાવત છે,જે લોકો પાસે આ કૌશલ્યો છે તેઓ પોતાના વ્યવસાય દ્વારા સારી આવક મેળવી શકે છે.
*૯)બાંધકામ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે તકો:-* દેશના વિકાસ સાથે બાંધકામ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સતત વિકાસ થઈ રહ્યો છે. આ ક્ષેત્રે વિશ્વકર્મા સમાજના લોકો માટે કડિયાકામ, ફિટિંગ, વેલ્ડિંગ જેવા કામોમાં રોજગારીની ઘણી તકો ઉપલબ્ધ છે. *૧૦)નાના પાયાના ઉદ્યોગો દ્વારા રોજગારીનું સર્જન:-* સરકાર દ્વારા નાના પાયાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. વિશ્વકર્મા સમાજના લોકો પોતાના કૌશલ્યનો ઉપયોગ કરીને નાના વર્કશોપ અથવા ઉત્પાદન એકમો શરૂ કરી શકે છે. ~~*નિષ્કર્ષ :-*~~ સમગ્ર ચર્ચાને અંતે કહી શકાય કે આવનારો સમય વિશ્વકર્મા સમાજનો હશે. દેશ અને દુનિયાના વિકાસમાં વિશ્વકર્મા સમાજની ભૂમિકા મહત્વની રહેશે. ભવિષ્યનો વિશ્વકર્મા સમાજ ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ, ઉદ્યોગ સાહસિકતા અને સામાજિક સમરસતાના આધારે સમસ્ત વિશ્વને સાથે લઈને એક નવી ઉંચાઈ પ્રાપ્ત કરશે. પોતાની સર્જનશક્તિ અને કઠોર પરિશ્રમથી આ સમાજ માત્ર પોતાનો જ નહિ, પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. બસ જરૂર છે માત્ર સમય સાથે બદલાવાની અને નવી તકોને ઓળખીને તેનો વધુને વધુ લાભ લેવાની. કલા અને કૌશલ્યના બળે વિશ્વકર્મા સમાજ ભવિષ્યમાં પણ પોતાની આગવી ઓળખ જાળવી રાખશે. *લેખક:-ડૉ. કુંતલ એમ.પંચાલ (પ્લોટ નંબર ૮, કૃષ્ણનગર સોસાયટી, રાજકોટ રોડ, સિહોર જી.ભાવનગર મો.૯૦૩૩૬૧૮૬૬૫)*
લેખન કરનારનું નામ : ડૉ. કુંતલ મહેશભાઈ પંચાલ
સરનામું :પ્લોટ નંબર ૮, કૃષ્ણનગર સોસાયટી, રાજકોટ રોડ, સિહોર પિન: ૩૬૪૨૪૦
શહેરનું નામ:સિહોર
તાલુકા: સિહોર
જિલ્લો : ભાવનગર
મો.નં.૯૦૩૩૬૧૮૬૬૫
બાંહેધરી પત્ર
નામ : ડૉ. કુંતલ મહેશભાઈ પંચાલ
નિબંધનું શીર્ષક :ભવિષ્યનો વિશ્વકર્મા સમાજ: પડકારો અને તકો
મોબાઈલ નંબર: ૯૦૩૩૬૧૮૬૬૫
ઉંમર : ૩૭
આથી હું ડૉ. કુંતલ મહેશભાઈ પંચાલ આપને જણાવું છં, કે આપે યોજેલ સ્પર્ધાના તમામ નિયમોને મેં જાણી પ્રમાણીને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે. નિબંધ સ્પર્ધા માટે પ્રસ્તુત કરેલ નિબંધ તે મારો મૌલિક નિબંધ છે. અન્ય કોઈપણ માધ્યમ દ્વારા તે પ્રકાશિત થયેલ નથી. તેમ છતાં પણ જો કોઈપણ માધ્યમમાં તે ઉપલબ્ધ હશે તો તેનાં જવાબદાર અમે પોતે ગણાય છું. તેમાં આયોજક શ્રી અને નિર્ણાયકશ્રીની કોઈપણ જવાબદારી રહેશે નહીં. આયોજક શ્રી અને નિર્ણાયકો દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે અમને મંજૂર રહેશે. તેમની સામે અમે કોઈપણ પ્રકારનો વિવાદ કરીશું નહીં. તેની હું ડૉ.કુંતલ એમ.પંચાલ પોતે આપને બાંહેધરી આપું છં.
આપનો વિશ્વાસુ
આખુ નામ: ડો. કુંતલ મહેશભાઈ પંચાલ
(4)
"સમાજ સુધારણા અને વિકાસમાં વિશ્વકર્મા સમાજની યુવા પેઢીની ભૂમિકા"
વિશ્વકર્મા સમાજ પૌરાણિક કાળથી જ વિશ્વના શ્રેષ્ઠ શિલ્પકારો અને નિર્માણકર્તાઓ તરીકે ઓળખાયો છે. મંદિરો, મહેલો, શિલ્પો અને વિવિધ ઐતિહાસિક સ્થાપત્યોમાં તેમના કાર્યની ઝાંખી જોવા મળે છે આ વિશ્વકર્મા સમાજ એટલે ભગવાન વિશ્વકર્માના પાંચ પુત્રો જેમના નામ મનુ,મય,ત્વસ્ટા, શિલ્પી અને દૈવજ્ઞ છે તેમના દ્વારા રચાયેલો સમાજ.જે ભારતનો એક મહત્ત્વપૂર્ણ શ્રમજીવી અને સર્જનાત્મક સમાજ છે, વિશ્વકર્મા સમાજ હંમેશા શ્રમ, કુશળતા અને નિર્માણના પ્રતીક તરીકે ઓળખાયો છે. જે વર્ષોથી શ્રમ નિપુણતા અને કલામાં આગળ રહ્યો છે. ભારતીય સંસ્કૃતિ અને ઈતિહાસમાં વિશ્વકર્મા સમાજનો વિશિષ્ટ અવકાશ રહ્યો છે. વિશ્વમાં ભલેને ગમે ત્યાં પણ જઈએ, આપણું મૂળ આપણું ગૌરવ છે ને આવા શ્રેષ્ઠ વારસાની માલિકી ધરાવતા સમાજ માટે અનિવાર્ય છે કે આ વારસાનું જતન થાય પરંતુ સાથે સાથે બદલાતા જતાં સમયની સાથે સમાજને પણ બદલાવાની જરૂર પડે છે. વિશ્વકર્મા સમાજ, આજે નવી દિશામાં આગળ વધવા માટે તૈયાર છે અને આવા પરિવર્તન માટે સૌથી વધુ જવાબદારી સમાજની યુવા પેઢી પર હોય છે. યુવાનોની ઊર્જા, નવા વિચારો અને કર્મઠતા સમાજ સુધારણા અને વિકાસ માટે મજબૂત આધારસ્તંભ બની શકે છે.યુવાનોમાં પોતાને સાબિત કરવાની તાકાત છે. તેઓ મુશ્કેલીઓ સામે લડી શકે છે અને નવી દિશાઓ શોધી શકે છે. યુવાનો એ સમાજનું ભવિષ્ય છે અને તેઓના વિચારો અને કાર્યોથી જ સમાજની ગતિ અને દિશા નિર્ધારિત થાય છે.અને આપણી યુવા પેઢીની જવાબદારી છે કે તેઓ આપણી સંસ્કૃતિનું જતન કરે, વતનના વારસાને જીવંત રાખે અને નવો વિશ્વાસ જગાવે. સમાજના યુવાનો જ છે જે આધુનિક જગતની માંગ પ્રમાણે સમાજને નવી દિશા આપી શકે છે. સમાજના વિકાસ અને સુધારણા માટે, વિશેષરૂપે યુવા પેઢીની ભૂમિકા અનન્ય અને અત્યંત મહત્વપૂર્ણ બની છે. આજે વિશ્વકર્મા સમાજ માટે પણ સમયની માંગ છે કે તેની યુવા પેઢી આગળ આવે, સુધારણા લાવે અને વિકાસના નવા મોડલ રચે. આજના સમયમાં વિશ્વકર્મા સમાજની યુવા પેઢી સમાજ સુધારણા અને વિકાસમાં એક દીવો બની શકે તેમ છે, જે પોતાની સકારાત્મક વિચારધારા, મહેનત અને નવીનતા દ્વારા સમાજને નવી ઊંચાઈઓએ લઈ જઈ શકે છે. જેના માટે જરૂરી છે કે તેઓ સંકલ્પબદ્ધ બને અને સક્રિય ભૂમિકા ભજવે અને આજે, જયારે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે, ત્યારે વિશ્વકર્મા સમાજની યુવા પેઢી પાસે પણ એક અનોખી તક છે –સમાજમાં સુધારણા કરવાની અને વિકાસના નવા દરવાજા ખોલવાની….
વિશ્વકર્મા સમાજે માત્ર ભૌતિક માળખાં જ બનાવ્યાં નથી, પણ સમાજના મૂલ્યો અને સંસ્કૃતિનું નિર્માણ પણ કર્યું છે. સમાજના લોકોએ પોતાની મહેનત, પ્રામાણિકતા અને શિસ્તને જીવનમુલ્યરૂપે સ્વીકાર્યા છે. આજે જ્યારે સમગ્ર વિશ્વમાં ટેક્નોલોજી અને નવીનતાની દહાડો સંભળાઈ રહી છે, ત્યારે વિશ્વકર્મા સમાજની યુવા પેઢી પાસે પણ અપૂર્વ તકો છે. વિશ્વકર્મા સમાજના યુવાનો આજે શિક્ષણ ક્ષેત્રે નવી ઉંચાઈઓ સર કરી રહ્યા છે. ઉચ્ચ શિક્ષણ, ટેક્નિકલ સ્કિલ્સ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે તેઓ સમાજમાં જાગૃતિ અને ઉન્નતિ લાવી શકે છે. સુશિક્ષિત યુવાનો સમાજમાં સુધારણા માટે કાર્ય કરી શકે છે અને અન્ય લોકોને પણ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરી શકે છે. વિશ્વકર્મા સમાજની યુવા પેઢી પાસે આજે શિક્ષણ, તકનીક જેવા સાધનો ઉપલબ્ધ છે જેનો તેઓ યોગ્ય દિશામાં ઉપયોગ કરીને સાથે કેટલીક જવાબદારીઓનું વહન કરીને સમાજ સુધારણા અને વિકાસમાં પોતાની ઐતિહાસિક ભૂમિકા ભજવી શકે છે.
હવે વાત જવાબદારીની આવે તો તમને લાગશે એવી કઈ જવાબદારીઓ હશે વળી, હા કોઈ પણ કામ નાનું હોય કે મોટું એમાં જવાબદારીઓ તો ચોક્કસપણે રહેલી છે. હવે આ જવાબદારીઓ એટલે શિક્ષણ અને જ્ઞાનનું સમાજના છેવાડાના માનવી સુધી પ્રસારણ, સમાજના નૈતિક મૂલ્યો અને સંસ્કારોનું સંવર્ધન, અવનવી ટેક્નોલોજીનું જ્ઞાન અને તેનો ઉપયોગ,સામાજિક જવાબદારી ની સાથે સેવાકાર્ય, નેતૃત્વ અને સંગઠન: પોતે પણ આગળ વધો, રસ્તો બનાવો અને સમાજના લોકો ને પણ આગળ લાવવા નો પ્રયત્ન કરતા રહો....આમ ઉપરોક્ત તમામ જવાબદારીઓ વિષે વિગતે વાત કરું તો સમાજના યુવાનો માટે સૌપ્રથમ અને મહત્વપૂર્ણ જવાબદારી છે - શિક્ષણ હાંસલ કરવું અને તેને સમાજના અન્ય યુવા સુધી પહોંચાડવું. સમાજનો દરેક યુવા શિક્ષિત બને તથા કોઈ પણ વ્યક્તિ શિક્ષણ થી વંચિત ન રહી જાય તે બાબતે સમાજમાં જાગરૂકતા લાવવી. સમાજનાં યુવાનો ને જો શિક્ષણ લેવા બાબતે કોઈ મુશકેલી પડતી હોય તો આ માટે આર્થિક અને સામાજિક રીતે જે પણ સહયોગ આપી શકાય તે માટે હંમેશા તૈયારી રાખવી અને તેઓને મદદ પૂરી પાડવી. સમાજનો દરેક યુવાન ઉચ્ચ અભ્યાસ મેળવી શકે , ઉચ્ચ શિક્ષા દ્વારા તેઓ સમાજમાં જાગૃતિ લાવી શકે છે. અને આ રીતે સમાજમાં જ્ઞાનના પ્રકાશની રોશની ફેલાવી શકાય છે. ટેક્નિકલ કૌશલ્ય અને નવી ટેક્નોલોજીનો પ્રભાવશાળી ઉપયોગ કરી શકે તેવી સપોર્ટ સીસ્ટમ ઉભી કરી શકાય. નવાઅભ્યાસક્રમો, ટેક્નોલોજી અને વ્યાવસાયિક કુશળતામાં આગળ વધીને સમાજ માટે એક આદર્શ ઉદાહરણ રચી શકે છે. આજનો યુગ ડિજિટલ યુગ છે. વિશ્વકર્મા સમાજના યુવાનો માટે જરૂરી છે કે તેઓ IT, AI, Robotics, 3D Printing જેવી નવી ટેક્નોલોજી આત્મસાત કરે અને પોતાના વ્યવસાયોમાં તેનો સશક્ત ઉપયોગ કરે અને આજની આ આધુનિકતા અને વૈશ્વિકીકરણ વચ્ચે પણ પોતાની ઓળખ જાળવી રાખે તે જરૂરી છે સાથે સાથે યુવાનોએ પોતાના પરંપરાગત મૂલ્યો જેમ કે મહેનત, પ્રામાણિકતા, નમ્રતા અને સહ્યોગિતાનું પણ પાલન કરે અને સમાજમાં આ મૂલ્યોનું સંવર્ધન કરવું પણ એટલું જ જરૂરી છે.યુવાનો માત્ર પોતાના જીવન માટે નહીં, પણ સમગ્ર સમાજ માટે જવાબદાર છે. આરોગ્ય કેમ્પ, શિક્ષણ સહાયતા, સ્વચ્છતા અભિયાન, વૃદ્ધાશ્રમોમાં સેવાકાર્ય, વગેરેના માધ્યમથી તેઓ સમાજમાં પોઝિટિવ બદલાવ લાવી શકે છે.
જો સમાજને યોગ્ય દિશા આપવી છે, તો સૌ પ્રથમ સમાજના યુવાનોને સંગઠિત થવું પડશે. આજે એકતા, સહકાર અને સંગઠનશક્તિની સમાજમાં લોકો વચ્ચે જરૂર છે. વિશ્વકર્મા સમાજના યુવાનો યુથ ફોરમ, એજ્યુકેશનલ ટ્રસ્ટ અને સમાજસેવી સંગઠનોમાં જોડાઈ નેતૃત્વનો ભાર ઉઠાવી શકે છે. સામૂહિક પ્રયાસો તથા સેવાકાર્યો દ્વારા તેઓ પોતાના તથા સમાજના હક અને હિત માટે અવાજ ઉઠાવી શકે છે અને સમાજમાં નવી દિશા આપી શકે છે.. યુવા મંચો, દ્વારા સમગ્ર સમાજને સશક્ત બનાવવાની જવાબદારી આપણા ઉપર છે. અને તેના થકી સમાજ માટે નવી દિશા નિર્ધારિત કરી શકાય છે. વિવિધ યુવા મંચો, સામાજિક સંગઠનો અને સેવા પ્રવૃત્તિઓ દ્વારા તેઓ સમાજના તમામ વર્ગો સાથે જોડાઈ વિકાસના કાર્યો કરી શકે છે. વિશ્વકર્મા સમાજમાં પણ ઘણા એવા મહાનુભાવો થયા છે જેમણે પોતાના કાર્યથી સમાજને પ્રેરણા આપી છે. આજના યુવાનોએ એવા પ્રેરણાદાયી વ્યક્તિઓના જીવનમાંથી કંઇક શીખવું જોઈએ. શિક્ષણક્ષેત્ર, ઉદ્યોગજગત કે સમાજસેવામાં સિદ્ધિ મેળવેલા સમાજના પૂર્વજોના પગલાંઓનું અનુસરણ કરીને તેઓ પોતાનું આગવું સ્થાન બનાવી શકે છે. હા પણ આજના યુગમાં યુવાનો સામે માત્ર તકો જ નહિ તકો ની સાથે પડકારો પણ રહેલા છે. આ પડકારો એટલે રોજગારીની અછત,ટેક્નોલોજીના સતત બદલાતા ટ્રેન્ડસ,સામાજિક અને આર્થિક અસમાનતા,પરંપરાગત વ્યવસાયોના અવસાનનો ખતરો. આવા પડકારો સામે યુવાનોએ અનુકૂલન કરવાની, નવી રીતોને વિચારવાની અને સતત પોતાનું કૌશલ્ય વધારવાની જરૂર છે. જો તેઓ આ પડકારોને અવસર તરીકે જોઈ શકશે, તો તેઓના પોતાના વિકાસનો માર્ગ સરળ થશે સાથે સાથે સમાજના વિકાસ માટે પણ યોગ્ય રાહ ચિંધી શકશે. આમ સમાજના યુવાનો માટે ઘણા એવા ક્ષેત્રો છે જ્યાં તેઓ પોતાની પ્રતિભા અને શક્તિનો સારો ઉપયોગ કરી શકે છે. જેમ કે, નવો વ્યવસાય શરૂ કરી રોજગારીનું સર્જન કરવું જે માટે યુવાનો પોતના સ્ટાર્ટઅપ્સ ખોલીને, લઘુ ઉદ્યોગોને ટેકો આપી, પોતાના હાથમાં મશાલ લઇ શકે છે સમાજના યુવાનો પોતાની કુશળ હસ્તકલા અને કૌશલ્યનો ઉપયોગ કરી નવા વ્યવસાય શરુ કરી શકે છે, પોતાનાં વ્યવસાયમાં નવા આયામ ઉમેરી શકે છે જેનાથી ન માત્ર પોતાનું પરંતુ સમગ્ર સમાજનું આર્થિક સ્તર ઉંચું ઉઠી શકે છે જે અન્ય યુવાનો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની શકે છે.શિક્ષણ ક્ષેત્ર શિક્ષક, પ્રોફેસર, ટ્રેનર બની આગળની પેઢીને તૈયાર કરવી.સાંસ્કૃતિક સંવર્ધન: લોકકલા, શિલ્પકલા, અને સ્થાપત્યના ક્ષેત્રે નવું સર્જન કરવું.ટેક્નોલોજી ક્ષેત્ર: નવા સોફ્ટવેર, એપ્લિકેશન અને ટેકનોલોજિકલ ઇનોવેશનમાં જોડાવું.સેવામાં: NGO, સેવાભાવી સંસ્થાઓ અને સમાજસેવામાં પોતાનું યોગદાન આપવું.જાહેર સેવા : અભ્યાસમાં સ્નાતકની પદવી મેળવી જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી સરકારશ્રીમાં વિવિધ વિભાગોમાં ઉચ્ચપદ પ્રાપ્ત કરી દેશ ,રાજ્યની સાથે સમાજની સેવા કરવી.આમ .આ રીતે સમાજનો યુવાવર્ગ સમાજના વિકાસમાં પોતાનો અમૂલ્ય ફાળો અને યોગદાન આપી શકે છે.
છેલ્લે એટલું જ કહીશ કે વિશ્વકર્મા સમાજના યુવાનોમાં અમર્યાદિત શક્તિ અને ક્ષમતા છે. યોગ્ય દિશામાં અને શ્રેષ્ઠ આશય સાથે કામ કરતાં તેઓ સમાજને નવી ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે.અને આજે સમયની માંગ પણ છે કે વિશ્વકર્મા સમાજની યુવા પેઢી સંકલ્પબદ્ધ બને, શિક્ષણ, આધુનિકતા અને સંસ્કારનો સમન્વય સાધે અને વિશ્વકર્મા સમાજને આધુનિક ભારતના વિકાસમાં ગૌરવપૂર્ણ સ્થાન અપાવે ને આ માટે એક પ્રેરણાદાયી સંદેશ થકી એટલું જ કહીશ કે વિશ્વકર્મા સમાજના દરેક યુવાને યાદ રાખવું જોઈએ - "જ્યાં ઇચ્છા હોય, ત્યાં જ માર્ગ મળે છે" જ્યાં ઉત્સાહ હોય, ત્યાં વિજય નક્કી જ છે. અમે વિશ્વકર્મા સમાજના યુવાનો છીએ - સમાજ માટે પરિવર્તનના દૂત…..
"યુવા જગશે, વિશ્વકર્મા સમાજ બદલાશે!"
જય વિશ્વકર્મા!
લેખન : સુથાર ઉમાકાન્ત દિલીપભાઇ
સરનામું : ઇ-૪૦૨ ,શ્રી અંબિકા રેશીડેન્શી ,ગુડા ગાર્ડનની સામે ,હોટેલ બેલેન વાળી ગલી ,ન્યું વાવોલ ,
ગાંધીનગર, પીન -૩૮૨૦૧૬
મો.નં ૯૭૨૪૦૨૮૬૪૦
બાંહેધરી પત્ર
નામ : સુથાર ઉમાકાન્ત દિલીપભાઇ
નિબંધનું શીર્ષક : "સમાજ સુધારણા અને વિકાસમાં વિશ્વકર્મા સમાજની યુવા પેઢીની ભૂમિકા"
શબ્દ સંખ્યા : આશરે ૧૨૦૦ શબ્દો
મોબાઈલ નંબર : ૯૭૨૪૦૨૮૬૪૦
ઈમેઈલ એડ્રેસ : udmevada@gmail.com
આથી હું સુથાર ઉમાકાન્ત દિલીપભાઇ આપને જણાવું છં, કે આપે યોજેલ સ્પર્ધાના તમામ નિયમોને મેં જાણી પ્રમાણીને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે. નિબંધ સ્પર્ધા માટે પ્રસ્તુત કરેલ નિબંધ તે મારો મૌલિક નિબંધ છે. અન્ય કોઈપણ માધ્યમ દ્વારા તે પ્રકાશિત થયેલ નથી. તેમ છતાં પણ જો કોઈપણ માધ્યમમાં તે ઉપલબ્ધ હશે તો તેનાં જવાબદાર અમે પોતે ગણાય છું. તેમાં આયોજક શ્રી અને નિર્ણાયક શ્રી ની કોઈપણ જવાબદારી રહેશે નહીં. આયોજક શ્રી અને નિર્ણાયકો દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે અમને મંજૂર રહેશે. તેમની સામે અમે કોઈપણ પ્રકારનો વિવાદ કરીશું નહીં. તેની હું સુથાર ઉમાકાન્ત દિલીપભાઇ પોતે આપને બાંહેધરી આપું છં.
આપનો વિશ્વાસુ
સુથાર ઉમાકાન્ત દિલીપભાઇ
(5)
વિશ્વકર્મા ભગવાન અને કારીગરો: એક અતૂટ સંબંધ
"શ્રમ અને સર્જનનો મહિમા ઘણો મોટો,
કારીગરોના કૌશલ્યનો શ્રમ થકી ખીલે ગલગોટો
કાર્ય તણી મહેક ફેલાતી આ સૃષ્ટિ મહીં,
દાદા અને કારીગરોના સંબંધનો અતૂટ જોટો."
ભારત અતિ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. જ્યાં ભારત એટલે કે વિશ્વરૂપી મહેલમાં ભગવાનના પૂજન માટેની નક્કી કરેલી જગ્યા એટલે કે વિશ્વમંદિર. ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસામાં શ્રમ, શ્રદ્ધા અને ભક્તિનું અદકેરું મહત્વ છે. શ્રમ અને સર્જનશક્તિના પિતામહ સ્વરૂપ એટલે વિશ્વકર્મા ભગવાન અને વિશ્વકર્મા વંશજો એટલે કે કારીગરોના આરાધ્ય દેવ.
વિશ્વકર્મા ભગવાનની ઓળખ ભારતના પ્રાચીન ગ્રંથો અને પુરાણોમાં જોવા મળે છે. વિશ્વકર્મા એટલે સૃષ્ટિકર્તા કે જેઓ શિલ્પકલામાં નિપુણ અને શિલ્પકલાના પ્રથમ પ્રણેતા હતા. મહાભારત, રામાયણ, સ્કંદપુરાણ અને અન્ય પૌરાણિક સાહિત્યમાં તેમને બ્રહ્મા દ્વારા સર્જાયેલા શિલ્પશાસ્ત્રના જાણકાર તરીકે ઓળખવામાં આવ્યા છે. ફક્ત શિલ્પોનું જ નિર્માણ નહિ પરંતુ સમગ્ર બ્રહ્માંડના બંધારણના સર્જનહાર દાદા છે.
શિલ્પકલા, સ્થાપત્યકલા, ચિત્રકલા, કાષ્ઠકલા, મૂર્તિકલા, પ્રાસાદ નિર્માણ વગેરે કલાઓના જન્મદાતા એટલે વિશ્વકર્મા દાદા. વિશ્વકર્મા દાદાએ ઇન્દ્રની અમરાવતી નગરી, શિવની કૈલાશપુરી, પાંડવોની ઇન્દ્રપ્રસ્થ નગરી, કુબેરની અલકાવતી, કૃષ્ણની દ્વારકા, રાવણની લંકા જેવી વૈભવી નગરોનું નિર્માણ પણ તેમણે જ કરેલું છે.
તેમણે દેવો માટે વિવિધ કલાત્મક સુંદર આભૂષણો તથા દિવ્ય વિમાનોનું પણ સર્જન કર્યું છે ઇન્દ્ર, યમ, વરુણ વગેરેના વિશાલ સભાખંડોનું નિર્માણ પણ તેમણે કરેલું છે.
સ્થાપત્ય ઉપરાંત વિશ્વકર્માદાદાએ વિવિધ પ્રકારના શસ્ત્ર-શાસ્ત્ર, સુદર્શન ચક્ર, ધનુષબાણ, ત્રિશૂલ, વજ્ર વગેરેની રચના કરી છે, આથી જ તેમને બ્રહ્માંડના પ્રથમ ઈજનેર અને શ્રેષ્ઠ નિર્માતા તરીકેની માન્યતા આપવામાં આવી છે
વાસ્તુશાસ્ત્ર તેમજ માનવજીવન ઉપયોગી વિજ્ઞાનના પ્રણેતા માનવામાં આવે છે. તેમ જ આર્ય વાસ્તુ પરંપરાના પ્રથમ આચાર્ય શિલ્પાચાર્ય તરીકે ઓળખાય છે. વિશ્વકલ્યાણના અર્થે દાદાએ અનેક અવતાર ધારણ કરેલ છે. નરનારાયણના અવતાર તરીકે પણ તેમની ગણના થાય છે. દેવોને તુષ્ટ કરવા પ્રગટ થયા હોવાથી તેઓ 'ત્વષ્ટા' તરીકે પણ ઓળખાય છે.
વિશ્વકર્મદાદાના પિતાશ્રી વસુપ્રભાસ ઋષિ અને તેમના માતા બૃહસ્પતિના બહેન યોગસિદ્ધિ(અંગીરસી), વિશ્વકર્માની પત્નીનું નામ વિરોચન દેવી એટલે કે રચનાદેવી કે જેઓ કૃતિદેવી તરીકે પણ ઓળખાય છે. દાદા દેવોના પુરોહિત છે, તેમના મસ્તક પર મુગટ, મુખ પર સોહામણી શ્વેત દાઢી છે. એક હાથમાં ગજ, બીજા હાથમાં સૂત્ર, ત્રીજા હાથમાં જળપાત્ર અને ચોથા હાથમાં પુસ્તક ધારણ કરેલ છે. તેમનું વાહન હંસ છે જે સ્વચ્છતા અને પવિત્રતાનું પ્રતીક છે.
આ સૃષ્ટિ જે ક્ષણે સર્જાઈ એ ક્ષણથી શ્રમ અને સર્જન એકબીજાના પૂરક બની ગયા છે. જે સૃષ્ટિના સ્થાપનારા વિશ્વકર્માદાદા શ્રમ અને કલ્પનાના પૂજારી છે. દાદાએ માનવજીવનનો પ્રકૃતિ સાથે સુભગ સમન્વય કરીને પૃથ્વી પર નદીઓ, સરોવરો, પર્વતો, વૃક્ષો વગેરેની પણ રચના કરી. દાદા મનુષ્યના ચાર લક્ષણો જેવા કે પુરુષાર્થ, ધર્મ, અર્થ અને મોક્ષની સિદ્ધિ કરાવે છે.
કારીગરો અને વિશ્વકર્મદાદાનો સંબંધ અતૂટ સંબંધ છે. કારીગરો પોતાના શ્રમ થકી સમાજમાં નવી કૃતિઓ રચે છે.એમાં એમની પાછળ દાદાના આશીર્વાદ અને શીખ રહેલા છે. દાદા અને કારીગરો વચ્ચેનો સંબંધ માત્ર ધાર્મિક શ્રદ્ધાનો નહિ, પરંતુ શ્રમ, સર્જન, કલ્પના અને સાધનાનો જીવંત સંબંધ છે. કારીગરોની મહેનત, શ્રમ અને સર્જનના મૂળમાં સ્વયંમ દાદાનું તત્વ પ્રગટ થતું જોવા મળે છે. દાદાના આશીર્વાદ તેમ જ સંકલ્પના માર્ગદર્શન રૂપે દ્રશ્યમાન થાય છે.
શ્રમ અને સર્જનના દેવ તરીકે દાદાની પૂજા થાય છે. કારીગરો અને શ્રમજીવીઓ માટે પૂજનીય તો છે જ સાથોસાથ શ્રમ અને સર્જનતાના વરદાતા પણ છે. મહેનત, શ્રમ, શ્રદ્ધા અને કુશળતાથી જ વિકાસ અને સમૃદ્ધિ શક્ય છે. વિશ્વકર્મા વંશજોને કલા સર્જનના પિતામહ તરફથી દરેક કાર્યમાં શ્રદ્ધા, નિષ્ઠા અને કુનેહ જેવા ગુણો વારસામાં મળેલ છે. દાદાએ પોતાના પુત્રોને લુહારકામ, સુથારીકામ, કડીયાકામ, શિલ્પકામ વગેરે ઉદ્યોગો માટેનું જ્ઞાન પ્રદાન કર્યું છે, વળી વિવિધ ઉદ્યોગો માટેના ઓજારોનો ઉપયોગ કેવી રીતે કરવો? ક્યાં કરવો? અને એની જાળવણી કઈ રીતે કરવી? એની પણ સમજ આપી. તેઓએ માત્ર સ્થાપત્ય નહિ પણ સામાજિક રચના માટે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. દાદાએ પોતાના પુત્રોને સાત સૂત્રો આપ્યા છે, જે દ્રષ્ટિ, ગજ, દોરી, અવલંબ, કાટખૂણો, સાંધણી, ધ્રુવકમટી આ સાત સૂત્રો એ જ દાદાના આપેલ પરમ આશીર્વાદ રૂપ છે. જે આજ સુધી જીવંત છે એથી જ વિશ્વકર્મા વંશજો(દાદાના સંતાનો) હંમેશા શ્રમ અને કાર્યક્ષમતાને વધુ મહત્વ આપે છે. કારીગરો એક એવા કૌશલ્યવાન શ્રમિકો છે જે હસ્તકલા, શિલ્પકલા, કાષ્ઠકલા અને મશીનરી ક્ષેત્રે નિષ્ણાંત છે. સમાજની ભૌતિક અને સાંસ્કૃતિકયાત્રામાં તેઓનો મહત્વપૂર્ણ અને અમૂલ્ય ફાળો રહેલ છે.
કારીગરો પોતાના કૌશલ્યથી સામાજિક અને આર્થિક વિકાસમાં યોગદાન આપતા રહ્યા છે. તેઓ સુથારીકામ, લુહારીકામ, કડીયાકામ, સોનીકામ, શિલ્પકામ એવા વિવિધ ઉદ્યોગો સાથે સંકડાયેલા છે. એ પોતાના કર્તવ્ય થકી વિશ્વની પ્રગતિમાં ભાગીદારો રહ્યા છે. દાદાના આ સંતાનો વિના સમાજની સંરચના અધૂરી છે.
આજથી હજારો વર્ષ પહેલા પણ જ્યારે આધુનિક મશીનરી ઉપલબ્ધ નહોતી ત્યારે પણ કારીગરો પોતાની આગવી હૈયાસૂઝ દાદાના આશીર્વાદ, મહેનત તેમ જ પોતાના કૌશલ્ય દ્વારા વૈભવી મહેલ, મંદિર, શિલ્પસ્થાપત્ય અને નગરોનું નિર્માણ કરતા હતા. તેઓ માત્ર કારીગર તરીકે નહિ પરંતુ કલા માટેના જીવંત ઉદાહરણો હતા.
દાદાના પૌરાણિક પ્રસંગો પુરાણો અને કથાઓમાં આલેખાયેલા છે. વિશ્વકર્મા વંશજો માટે આ કથાઓ ફક્ત કથાઓ નથી પણ શ્રમમાં શ્રદ્ધા અને સિદ્ધિ માટેની પ્રેરણા છે. આ વિશ્વકર્મા વંશજોના કારીગરો દાદાને પરિપૂર્ણ દેવ તરીકે પોતાના જીવનમાં પ્રસ્થાપિત કરે છે. કારીગરો રોજિંદા જીવનમાં પણ દાદાનું સ્મરણ કરે છે. કારીગરો એ દાદાના વંશજો છે, સંતાનો છે, દાદાના ક્લાશિક્ષણના ખરા વારસદાર છે.
તેઓ કોઈપણ કાર્ય શરૂ કરતાં પહેલાં સાધનો અને મશીનરીઓ, ઓજારોની પૂજા કરે છે, એટલે કે દાદાને તો પૂજ્ય માને છે, પણ કલાકારીગરીમાં વપરાતા સાધનો પણ કારીગરો માટે પૂજ્ય છે. કારીગરો સદાય એવું માનતા આવ્યા છે કે જે સાધનો થકી આપણાં કામમાં સફળતા મળે છે, માટે આપણા માટે તે પણ પૂજ્ય ગણાય. જો સાધનો જ ન હોય તો કોઈપણ કાર્ય સિદ્ધ થતું નથી. સાધનો છે તો કાર્યમાં સફળતા છે. એથી જ કાર્યમાં વપરાતા સાધનોને સાફ-સુથરા રાખે છે, સજાવે છે અને મંત્રોચ્ચાર દ્વારા પૂજા-અર્ચના કરે છે. મંદિરો અથવા કાર્યક્ષેત્ર પર વિશ્વકર્મા ભગવાનની મૂર્તિ કે તસ્વીર પ્રસ્થાપિત કરીને નિયમિત પૂજાપાઠ કરીને કામની શરૂઆત કરે છે.
મહાસુદ તેરસને દિવસે કારીગરો પોતાના ઓજારોની વિશેષ પૂજા કરે છે. ખરેખર! આ કારીગરોની સરાહનીય પ્રથા છે. તેઓ એવું વિચારે છે કે ઓજારો થકી આપણને નામ, કામ, અને દામ મળે છે, જો ઓજારો જ ન હોત તો કોઈ પણ કલાકૃતિનું સર્જન અશક્ય જ બનત! આ દિવસે દરેક કારીગરના હ્ર્દયમાં એક નવી આશા અને નવી ઉર્જાનો સંચાર થાય છે અને વિચારે છે કે આપણે પણ દાદાના અનુયાયી છીએ, અમે પણ દાદાની જેમ સર્જનના યજ્ઞમાં પોતાનું યોગદાન આપશે. તેથી તે દાદાની પૂજાની સાથોસાથ ઓજારોની પણ વિધિવત પૂજા કરે છે અને ઓજારો અને મશીનરીઓ પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરે છે. મહાસુદ તેરસને દિવસે સંપૂર્ણ પણે કામ બંધ રાખે છે એટલે કે ‘અણોજો’ રાખે છે અને બધા વિશ્વકર્મા વંશજો એટલે કે કારીગરો સ્નેહ મિલન સાથે પ્રીતિ ભોજન કરે છે અને દાદાના ગુણગાન ગાય છે.
આજના આધુનિક યુગમાં જ્યારે ટેકનોલોજી અને મશીનરીઓ કારખાનામાં પ્રવેશ કર્યો છે, ત્યારે પણ કારીગરોની ભૂમિકા યથાવત છે. જેમ-જેમ ટેકનોલોજી આગળ વધી છે તેમ-તેમ કારીગરોની કામગીરીનું સ્વરૂપ બદલાયું છે. યાંત્રિક પ્રક્રિયાઓ પાછળ પણ કારીગરના શ્રમ અને નિષ્ણાત કુશળતા હંમેશા જરૂરી રહી છે, ટૂંકમાં જમાના પ્રમાણે ઓજારો બદલાતા રહ્યા અને કારીગરો નવી કાર્ય પ્રણાલીમાં ગોઠવાતા ગયા. વાસ્તવિકતામાં આજે તેઓ જૂની કલાકારી સાથે નવી ટેક્નોલોજીની મજબૂતતા લાવી રહ્યા છે અને સમાજ માટે નવી સર્જનાત્મકતાઓ ઘડી રહ્યા છે.
કારીગરો સમાજના એ અંગો છે, જેના હસ્તકૌશલ્ય અને મહેનતથી સૃષ્ટિની ભવ્યાતિભવ્ય સુવિધાઓ સર્વે મેળવી શક્યા છે. કારીગરો અને વિશ્વકર્મપ્રભુનો સંબંધ અતૂટ અને સદીઓ જૂનો છે. તેઓ વિચારે છે કે આપણે દાદાના અંશ છીએ સંતાનો છીએ તો અમે કલાના પૂજારી થઈશું અને કલાને જીવંત રાખીશું.
જ્યાં સુધી સૃષ્ટિ છે, ત્યાં સુધી વિશ્વકર્મા ભગવાન અને કારીગરો વચ્ચેનો સંબંધ અતૂટ રહેશે. કારણ કે જ્યાં સુધી સર્જન રહેશે ત્યાં સુધી શ્રમ રહેશે. જ્યાં શ્રમ અને સર્જન છે ત્યાં વિશ્વકર્મા ભગવાનનું પ્રાગટય અવશ્ય રહેવાનું જ કારીગરના પ્રત્યેક હથોડાના ધબકમાં વિશ્વકર્મા ભગવાનનો મંત્રોચ્ચાર હોય છે. કોઈપણ સમૃદ્ધ સમાજનો આધાર માત્ર વિચારશક્તિથી નહિ, પણ શ્રમશક્તિ અને કૌશલ્યથી મજબૂત બને છે અને એ કારીગરોના હસ્તકૌશલ્યથી સંભવ બને છે.
વિશ્વકર્મા ભગવાન અને કારીગરોનો અતૂટ સંબંધ શ્રદ્ધાનો, શ્રમનો અને સર્જનનો અવિભાજ્ય તાંતણો છે જ્યારે એક કારીગર પોતાના હસ્તકૌશલ્યથી કંઇક સર્જે છે ત્યારે તે માત્ર સર્જન નથી કરતો પરંતુ તે વિશ્વકર્માના આશીર્વાદને જીવંત બનાવી રહ્યો છે.
ગુજરાતના સુથાર સમાજના કારીગરોએ પારંપારિક કલામાં ઊંડો અભ્યાસ કરી વારસાગત કુશળતા સાથે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. આજે તેમના વંશજો પણ આ કલાને નવી ટેકનોલોજી સાથે જોડીને વૈશ્વિક બજાર સુધી લઈ જઈ રહ્યા છે.
"સૃષ્ટિનું અદભુત સર્જન દાદા વિશ્વકર્મા,
શ્રમ થકી સર્જનની કલા ફેલાવી જગતભરમાં.
પાંચ પુત્રોને બક્ષી કલા, ને પોતાના કરી સ્થાપ્યા,
તમારો જયકાર ગુંજે દાદા સચરાચરમાં."
*બાહેંધરી પત્ર*
*નામ:* ભારતી લાલજી વડગામા
C/O અમૃતલાલ સચાણિયા,
ખંભાળિયા રોડ,
મેહુલ સિનેમા પાછળ,
મયુર પાર્ક, પ્લોટ નં. 16
'અમર દિપ'
જામનગર 361006
મો.9974028646
*નિબંધનું શીર્ષક:* વિશ્વકર્મા ભગવાન અને કારીગરો: એક અતૂટ સંબંધ
*શબ્દ સંખ્યા:* 1273
*મોબાઈલ નંબર:* +91 99740 28646
*ઈમેઈલ એડ્રેસ:* blvadgama@gmail.com
આથી હું ભારતી લાલજી વડગામાં આપને જણાવું છું કે આપે યોજેલ સ્પર્ધાના તમામ નિયમોને મેં જાણી પ્રમાણીને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે. નિબંધ સ્પર્ધા માટે પ્રસ્તુત કરેલ નિબંધ તે મારો મૌલિક નિબંધ છે. અન્ય કોઈપણ માધ્યમ દ્વારા તે પ્રકાશિત થયેલ નથી. તેમ છતાં પણ જો કોઈપણ માધ્યમમાં તે ઉપલબ્ધ હશે તો તેનાં જવાબદાર અમે પોતે ગણાય છીએ. તેમાં આયોજકશ્રી અને નિર્ણાયકશ્રીની કોઈપણ જવાબદારી રહેશે નહીં. આયોજકશ્રી અને નિર્ણાયકો દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે અમને મંજૂર રહેશે. તેમની સામે અમે કોઈપણ પ્રકારનો વિવાદ કરીશું નહીં. તેની હું ભારતી લાલજી વડગામા પોતે આપને બાંહેધરી આપું છં.
આપની વિશ્વાસુ,
(ભારતી લાલજી વડગામા)
(6)
વિશ્વકર્મા ભગવાન અને કારીગરો :એક અતૂટ સંબંધ
~ હિતેન્દ્ર મેવાડા
વિશ્વમાં બે જ ભગવાન એવા છે જેઓ પુરુષ હોવા છતાંય તેમના નામની પાછળ "માં" શબ્દ લાગે છે.એક બ્રહ્માં અને બીજા વિશ્વકર્મા. કારણ કે આ બે ભગવાનોએ માં બનીને સુષ્ટિનું સર્જન કર્યું છે, તેનું લાલન-પાલન કરીને તેનો ઉછેર કર્યો છે. વિશ્વકર્મા ભગવાન એટલે નિર્માણ અને સર્જનના દેવતા, વાસ્તુશાસ્ત્રના પિતા, દેવતાઓના ઈજનેર.
વિશ્વકર્મા ભગવાનને શિલ્પ,સ્થાપત્ય અને કલાત્મકતાના વિશેષજ્ઞ માનવામાં આવ્યા છે. વિષ્ણુ ભગવાનનું સુદર્શન ચક્ર, શિવજીનું ત્રિશૂળ,ઇંદ્રનું વજ્ર, રાવણનું પુષ્પક વિમાન...જેવા દેવતાઓના શસ્ત્રો અને અનેક કલાત્મક વસ્તુઓ વિશ્વકર્મા ભગવાનના કરકમળની કારીગરી છે.એ ઉપરાંત આભૂષણો,રથ,વિમાન,રમકડા...જેવી હજારો વસ્તુઓનું સર્જન પ્રાચીન યુગમાં વિશ્વકર્મા ભગવાન કરી ચુક્યા છે. સૃષ્ટિનું સર્જન, ઉછેર અને વિધ્વંશ જેમના થકી થાય છે એવા બ્રહ્માં, વિષ્ણુ અને મહેશ માટે રહેઠાણની વ્યવસ્થા કરવાની જ્વાબદારી વિશ્વકર્માએ નિભાવી હતી. બ્રહ્માં માટે બ્રહ્મપૂરી, વિષ્ણુ માટે વૈકુંઠ અને મહેશ માટે કૈલાશપૂરી નું નિર્માણ ભગવાન વિશ્વકર્માના વરદ હસ્તે થયેલું હતું.
કહેવાય છે કે લંકા સુધી પહોંચવા માટે સેતુ બનાવવાનો પ્રસંગ આવ્યો ત્યારે પ્રભુ શ્રીરામે વિશ્વકર્માની સહાયતા માંગી હતી.એ જ રીતે કૃષ્ણ ભગવાન માટે અલૌકિક નગરી દ્વારિકાનું નિર્માણ અને પાંડવો માટે ઇન્દ્રપ્રસ્થ નગરી પણ વિશ્વકર્માનું સર્જન હતું. પ્રાચીન કથા મુજબ મૂળે તો ભગવાન શંકરે પાર્વતીને ભેટ આપવા માટે વિશ્વકર્મા ભગવાનને આજ્ઞા આપીને સોનાની લંકા બનાવી હતી.જેની ગૃહપ્રવેશની વિધિ કરાવવા માટે બ્રાહ્મણ તરીકે રાવણને બોલાવાયો હતો.પરંતુ સોનાની લંકા ના સ્થાપત્ય નો બેનમૂન નજારો જોઈને રાવણને મનમાં થયું કે આવી અદ્દભુત નગરી તો મારી પાસે જ હોવો જોઈએ.એટલે ગૃહપ્રવેશની વિધિ કરાવ્યા પછી રાવણે કપટ કરીને દક્ષિણામાં લંકા માંગી લીધી હતી. આમ સતયુગમાં જોવા મળતી દરેક અલૌકિક અને બેનમૂન નગરીઑ, મહેલો અને સ્થાપત્યો વિશ્વકર્મા ભગવાનની કળા કારીગરના ઉત્તમ ઉદાહરણ છે.
વિશ્વકર્મા પ્રભુના પાંચ પુત્રો હતા.જેમને પૃથ્વી ઉપર મોકલતા પહેલાં તેઓ પોતાનું ભરણ પોષણ કરી શકે એ માટે અલગ અલગ હુન્નર ની બક્ષિસ આપી હતી. જેમકે પ્રથમ પુત્ર મનુ એટલે લુહારને લોખંડને લગતી કામગીરી, બીજો પૂત્ર મય એટલે સુથાર ને કાષ્ઠને લગતી કામગીરી એટલે કે સુથારી કામ, ત્રીજો પુત્ર ત્વષ્ટા એટલે કંસારાને તાંબાની ધાતુને લગતી કામગીરી, ચોથો પુત્ર શિલ્પી એટલે કુંભારને માટી કામની કામગીરી અને પાંચમો પુત્ર દેવજ્ઞ કે જેને સુવર્ણ ધાતુને લગતી કામગીરી કરવાની કળા આપી હતી.
વિશ્વકર્મા કારીગર વર્ગના આદર્શ અને આરાધ્ય દેવ છે. કોઈપણ કારીગર માટે વિશ્વકર્મા ભગવાન કૌશલ્ય, સર્જનાત્મકતા અને નવીનતાનું પ્રતીક છે.કારીગરને વિશ્વકર્મા પ્રભુના આશિર્વાદ હોય છે,તેના હાથમાં જન્મજાત કસબ હોય છે.તે કોઈપણ કુદરતી વસ્તુને છોલીને, કાપીને, ટીપીને, ઘસીને કે જોડીને તેને એક નવો આકાર આપી શકે છે અને નવીન વસ્તુનું સર્જન કરી શકે છે.જેમકે સુથાર લાકડાને ઘાટ આપીને તેમાંથી ટેબલ. ખુરશી, કબાટ જેવી અનેક વસ્તુઓ બનાવી શકે છે. તે જ પ્રમાણે કુંભાર માટી માંથી, સોની સોના માંથી અને લુહાર લોખંડ માંથી હજારો વસ્તુઓનું નિર્માણ કરવાનું હુન્નર ધરાવે છે. કારીગર વિના દુનિયા કદાચ આટલી રળિયામણી ના હોત.આપણા ઘર,મંદિર,ઓફિસ કે ઇમારતમાં જોવા મળતી વસ્તુઓને ધ્યાનથી જુઓ, એ દરેક વસ્તુ કોઈ ને કોઈ કારીગરના હાથે નિર્માણ પામી હશે, કોઈ કારીગરની કરામતી આંગળીઓ વડે તેનો ઘાટ ઘડાયો હશે, કોઈ કારીગરે તેનામાં લોહી-પરસેવો રેડીને, મનથી કલ્પનાના રંગો પુરીને તે વસ્તુને આકર્ષક અને મનમોહક બનાવી હશે, આપણી જરૂરિયાત મુજબ તેને કાપીને, છોલીને કે જોડીને ધાટ આપ્યો હશે. કારીગર પાસે સામાન્ય વસ્તુઓને પોતાના હાથના કસબ વડે અસામાન્ય કૃતિઓ બનાવવાનું હુન્નર જન્મજાત હોય છે.
કુદરત તરફથી મળતી દરેક ધાતુ કે વસ્તુ જે સ્વરૂપમાં મળે છે તે જ સ્વરૂપમાં ઉપયોગી પણ નથી હોતી કે સુંદર પણ નથી હોતી. જો લાકડું, માટી કે લોખંડ મૂળ સ્વરૂપમાં જ રહે તો કદાચ એટલા અંશે ઉપયોગી નથી બનતું પરંતુ કારીગરના હાથે તેનું ઘડતર થાય છે ત્યારે તે ઉપયોગમાં લઇ શકાય તેવી વસ્તુ બને છે અને તે વસ્તુનું સૌદર્ય, કીંમત અને ઉપયોગીતા વધી જાય છે. જો કારીગર ના હોય તો કુદરત તરફથી મળેલ દરેક વસ્તુ કદાચ અધૂરી, બિન ઉપયોગી અને બદસુરત રહી જાત.એક પથ્થરને ભગવાનની મુર્તિ બનાવવાની કળા અને કૌશલ્ય વિશ્વકર્મા પ્રભુએ તેમના માનસપુત્રોને વારસામાં આપી છે.
દુનિયા ભલે "ડિજિટલ" બની રહી હોય,દરેક ક્ષેત્રમાં ટેક્નોલોજી અને મશીનરીનો દબદબો વધતો જતો હોય પરંતુ કારીગર વિના આજેપણ કોઈ ઇમારતનું બાંધકામ કે વસ્તુનું સર્જન થઈ શકતું નથી. કારીગરના હાથની બનેલી વસ્તુમાં જે ચોકસાઇ, ટકાઉપણું, નવીનતા અને બારીકાઈ આવે છે તે મશીનથી આવતી નથી.દુનિયામાં જેટલી જરૂર ડોક્ટર કે ઇજનેરની હોય છે એટલી જ જરૂર કારીગરની પણ હોય છે.દુનિયામાં બેરોજગારીનો આંક ભલે વધતો જતો હોય પરંતુ કારીગરના દીકરાની પાસે વિશ્વકર્મા ભગવાન દ્વારા આપવામાં આવેલ કુદરતી બક્ષિસ છે.કારીગર નો દીકરો કદી ભૂખે નથી મરતો. તે પોતાના હાથના હુન્નર વડે સરળતાથી રોજી-રોટી કમાઈ શકે છે અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે છે.તે સ્વયંમ આત્મનિર્ભર હોય છે.એટલુ જ નહિ બીજા લોકોને પણ રોજગારી આપવા માટે સક્ષમ હોય છે.
આધુનિક જમાનામાં વર્ણવ્યવસ્થાનું સ્વરૂપ બદલાયું છે. હવે સોનાનો ધંધો ફ્ક્ત સોની કરે અને સુથારી કામ ફ્ક્ત સુથાર જ કરે કે લોખંડનું કામ લુહાર જ કરે એવું રહ્યું નથી.કોઈપણ વ્યક્તિ કોઈપણ ધંધો કરવા માટે મુક્ત છે.પરંતુ અનુભવે જણાયું છે કે સોની નો દીકરો સોનાનું કામ કરે અને કુંભારનો દીકરો માટીકામ કરે, સુથાર નો દીકરો સુથારીકામ કરે તેની બરાબરી બીજો કોઈ માણસ કરી શકતો નથી. કારણ કે વિશ્વકર્મા ભગવાનની તેના ઉપર સાક્ષાત કૃપા છે. “મોર ના ઈંડા ચીતરવા ના પડે” તે જ રીતે પેઢી બદલાય તેની સાથે પરંપરાગત કળા અને કારીગરીનો વારસો એક પેઢી માંથી બીજી પેઢીમાં આપોઆપ ફેરબદલ થાય છે.સુથાર ના દીકરાને સુથારી કામ શીખવા માટે ક્લાસ ભરવા જ્વું પડતું નથી.તે પિતા,ભાઈ કે કાકા ને કામ કરતા જોઈને તે શીખતો જાય છે.
વિશ્વકર્મા પ્રભુએ કારીગર વર્ગને વરદાનરૂપે ત્રણ ગુણ આપ્યા છે : સર્જનાત્મકતા, સ્વનિર્ભરતા અને સ્વશિક્ષણ. આ ત્રણેય ગુણ તેનામાં જ્ન્મજાત છે. એટલે જ સર્જનશક્તિનો જ્યાં વધુ ઉપયોગ થતો હોય ત્યાં કારીગર નો દીકરો બીજાઓ કરતાં વધુ સફળ થાય છે. જેમકે એંજિનિયરિંગ, આર્કિટેકચર કે ઇંટીરિયર ડેકોરેશનના ક્ષેત્રમાં વિશ્વકર્મા સમાજના યુવાનો અન્ય સમાજના યુવાનો કરતાં વધુ સફળ જોવા મળે છે. કારણ કે સર્જનાત્મકતા તેમને લોહીમાં મળી છે. વાસ્તુશાસ્ત્રની સૌથી સારી સમજ વિશ્વકર્મા સમાજના વ્યક્તિ પાસે હોય છે કારણ કે તે વિશ્વકર્મા પ્રભુની ઘરોહર છે, જે વિશ્વકર્મા સમાજના સંતાનને વારસામાં મળેલ છે. કહેવાય છે કે વિશ્વકર્મા સમાજના બાળકો અને યુવાનોના અક્ષર પણ સુંદર અને મરોડદાર હોય છે.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આધુનિક યુગમાં યુવાપેઢી પરંપરાગત વ્યવસાયો થી દૂર થઈ રહી છે અને "વ્હાઇટ કોલર જોબ" તરફ વધુ આકર્ષાઈ રહી છે. વિશ્વકર્મા ભગવાને જે અદ્ભુત વારસો આપ્યો છે તે કામ જરાપણ ઉતરતું કે નિમ્ન નથી.ખરેખર તો આજના જમાનામાં જ્યારે બાંધકામનું પ્રમાણ સતત વધી રહ્યું છે તે જોતાં એક કારીગર પોતાની કુશળતાથી આર્થિક રીતે પગભર બની શકે છે. આવનારા સમયમાં કદાચ એવી પરિસ્થિતિ ઉભી થશે કે અડધી રાત્રે જરૂર પડશે તો ડોક્ટર સરળતાથી મળી જશે પણ કારીગર નહી મળે. દુનિયા આપણા વ્યવસાયનું સન્માન ત્યારે જ કરશે જયારે આપણે આપણા વારસાગત વ્યવસાયનું સન્માન કરીશું.કારણ કે પરંપરાગત વ્યવસાય થકી જ આપણા સમાજનો યુવાવર્ગ બેકારીના ખપ્પરમાં હોમાતો અટકશે અને મસ્તક ઊંચું કરીને આજીવિકા મેળવી શકશે.વિશ્વકર્મા તેરસ ની ઉજવણીની થીમ હોવી જોઈએ : “શ્રમ નો મહિમા”
વિશ્વકર્મા ભગવાન અને કારીગર વર્ગનો સંબંધ આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને વ્યવસાયિક રીતે ઊંડો અને અનોખો અને અતુટ હોય છે.કારીગર સમાજ અને વિશ્વકર્મા પ્રભુ એક આધ્યાત્મિક અને વ્યવસાયિક બંધનથી જોડાયેલા છે. વિશ્વકર્મા પ્રભુ કારીગર વર્ગ માટે માત્ર આરાધ્ય દેવ નથી, પરંતુ તેમના જીવનનો પ્રેરણાસ્ત્રોત અને આદર્શ છે.પ્રત્યેક કારીગર માટે વિશ્વકર્મા એ ગર્વ અને ગૌરવનું પ્રતિક છે. તે બંને એક સિક્કાની બે બાજુઓ છે.વિશ્વમાં કોઈપણ જગ્યાએ વિશ્વકર્મા ની વાત થશે ત્યારે કારીગર વર્ગને ચોક્કસ યાદ કરવામાં આવશે કારણ કે કારીગર વિનાના વિશ્વકર્મા અને વિશ્વકર્મા વિના કારીગરની કલ્પના પણ થઈ શકે નહિ. વિશ્વકર્મા અને કારીગર વર્ગનો સંબંધ વ્યવસાયિક ઓળખ અને ગૌરવનું પ્રતિક છે.એ જોડાણ ગુરુ અને શિષ્ય સમાન અતૂટ અને અમર છે. જય વિશ્વકર્મા.
બાહેંધરી પત્ર
આથી હું હિતેન્દ્ર કાંતિલાલ મેવાડા બાહેંધરી આપું છું કે મારા દ્વારા મોકલવામાં આવેલ નિબંધ તદ્દન મૌલિક છે અને કોઈપણ જગ્યાએ છપાયેલ નથી.
(7)
વિશ્વકર્મા ભગવાન અને કારીગરો: અતૂટ સંબંધ
આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણા સમાજની વિશ્વકર્મા સમાજની જે આજનો વિશ્વકર્મા સમાજ સસક્ત તો છે. જ પણ આપણી આવતી કાલનો પણ વિશ્વકર્મા સમાજ સસક્ત અને રચનાશીલ હશે. એવુ આપણે સર્વે સ્વપ્ન લઈને બેઠા છીએ.
વિશ્વકર્મા પ્રભુને અઢાર લોકના નિર્માણ કર્તા કહ્યા છે. આજના આ આધુનિક યુગમાં વિશ્વકર્મા સમાજના પુત્રો તરીકેનો ફાળો કેટલો? વિશ્વકર્મા પ્રભુનો અતૂટ સંબંધ કારીગરો સાથે કૅવો છે? એ આવો આપણે પણ જાણીએ વિરાટ વિશ્વકર્મા પ્રભુ વિશે તેના કાર્યો વિશે આપણે જેટલું જાણીએ એટલું રજુ કરીએ.
આ ત્રિલોક જગતની રચના કોણે કરી? અઢાર બ્રહ્માંડ ની રચના કોણે કરી? ધરતી ઉપર નદી, તળાવ, પર્વત, જળ, વાયુ, સમુદ્ર, આકાશ, અને દિશાઓનું નિર્માણ કોણે કર્યું? પૃથ્વીને ડગમગતી સ્થિર કોણે કરી?એ સર્વના રચયિતા કોણ? માતાના ઉદરમાં પશુ, પક્ષી, જડચર, વનચર,અને મનુષ્ય ના ઘાટ કોણે ઘડ્યા? આપણા મનમાં ઘણા બધા પ્રશ્નો ઉપજે છે! તો સ્વર્ગ, પૃથ્વી, પાતાળ આ ત્રણ ભુવનરૂપી ત્રણ લોકોનું નિર્માણ વિશ્વકર્મા પ્રભુએ તો કર્યું છે તેથી તે ત્રિભુવનનાથ કહેવાયા ત્રિભુવનનાથના ગુણ ચરિત્ર અનંત છે. તેને વિરાટ વિશ્વકર્મા પ્રભુથી સહુ કોઈ જાણે છે. તે જ સંસારનું સર્જન કરે છે.
ધર્મ શાસ્ત્રના કથન અનુસાર દેવતાઓના સમસ્ત માનવજીવન સમુદાયના શિલ્પકાર ભગવાન શ્રી વિશ્વકર્મા છે. હિન્દુધર્મમાં વિશ્વકર્મા ભગવાનને નિર્માણ તથા સર્જનના દેવ તરીકે માનવામાં આવે છે. વિશ્વકર્મા અંતર્ગત વિશ્વકર્મા ભગવાન બ્રહ્માજીના પુત્ર ધર્મ સાતમા પુત્ર છે. શ્રી વિશ્વકર્મા જયંતીએ તેમનું પૂજન કરવામાં આવે છે.
સ્થાપત્તિ હિન્દૂ દેવ વિશ્વકર્મા સમર્પિત ઉત્સવ છે. તેમને સ્વયંભુ અને વિશ્વના સર્જક તરીકે માનવામાં આવે છે.
પવિત્ર શહેર દ્વારકાનું નિર્માણ કર્યું હતું જ્યાં કૃષ્ણે શાસન કર્યું હતું. આ ઉપરાંત તેઓ પાંડવોની માયાસભા અને દેવતાઓ માટે ઘણા શાસ્ત્રોના નિર્માતા હતાં. તેમને એમ પણ દેવી સુથાર કહેવામાં આવે છે. ઋગ્વેદમાં સ્થાપત્ય વેદ ના જનક તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વિશ્વકર્મા દાદા અને કારીગરોનો પણ આ રીતે અતૂટ સંબંધ કહેવામાં આવે છે. કેમકે વિશ્વકર્મા દાદાના કાર્યોને અનુસરીને જ રચનાત્મક કાર્યો કરવાની પ્રેરણા મળે છે.
વિશ્વકર્મા દાદા એક મહાન સર્જક હતાં. વિશ્વકર્મા પ્રભુએ શ્રી કૃષ્ણના કહેવાથી વૃંદાવનની પણ રચના કરી હતી. વળી તેમના અંશાવતાર નલ - નીલે રામેશ્વર નો સેતુ બાંધ્યો હતો. એમ કહેવાય છે કે વિશ્વનું પ્રત્યેક કર્મ જે કરે છે તે વિશ્વકર્મા પ્રભુ સ્થાપત્ય ઉપરાંત વિવિધ પ્રકારના અસ્ત્ર - શસ્ત્ર, શક્તિ સુદર્શન ચક્ર, ધનુષબાણ, ત્રિશુળ, વ્રજ, વગેરેની પણ રચના કરી છે. વિશ્વકર્માએ શિવની કૈલાશપુરી, ઇન્દ્રની, અમરાવતી, કુબેરની અલકાવતી, રાવણની લંકા વિશ્વકર્મા એ વાસ્તુવિદ્યા સ્વયં બ્રહ્મા પાસેથી પ્રાપ્ત કરી હતી.
વિશ્વકર્મા દેવોના શિલ્પી અને શિલ્પશાસ્ત્ર ના કર્તા જાણીતા છે. ઉપરાંત ઔદ્યોગિક શિલ્પકલા ના સર્જહાર પ્રજાપતિ છે. શિલ્પ સ્થાપત્ય કલા, ચિત્રકલા, કાષ્ઠકલા, મૂર્તિકલા, પ્રાસાદ નિર્માણ વગેરે કલાઓનો જન્મદાતા પણ તેઓ છે. આ રીતે એક સર્જનહારનો અતૂટ સંબંધ તેના કારીગરો સાથે રહેવાનો જ આદિ અનાદિકાળથી ચાલી આવતી કલા - કારીગરીમાં વિશ્વકર્માદાદાનો તો હાથ છે.
એકવાર વિશ્વકર્માપ્રભુએ રાવણના કહેવાથી તેની લંકનગરીનુ અદભુત નિર્માણ કર્યું. સોનાની પાટોથી હીરા - ઝવેરાત કલા - કૌશલ્યનો અદભુત નમૂરૂપ જાણે જ્યોતિનો પુંજ હોય તેવું લંકા નગરીનું વિશ્વકર્મા એ નિર્માણ કર્યું. દેવતાઓને પણ સ્વર્ગની શોભા ઝાખી લાગી. આટલી સરસ રચના જોઈને રાવણને અભિમાન ચડી ગયું. પોતે વિચારી લીધું કે મારી તાકાત ભયને લીધે વિશ્વકર્માએ આવુ નિર્માણ કર્યું. એથી કરીને વિવેકભાન ન રહયું. તેથી કરીને વાસ્તુપૂજન કે વિશ્વકર્માદાદાનું પૂજન કર્યું નહિ. રાવણના અભિમાન ઉપર પ્રભુને હસવું આવ્યું.
વિશ્વકર્મા પ્રભુ રાવણના આવા વર્તનથી ખોટું લગાડ્યા વગર શિવજીના કાર્ય માટે પહોંચી ગયા. વિશ્વકર્માની રાહ જોઈને બેઠેલા પાંચસો પંચોતેર કારીગરો આવી ગયા. પ્રભુએ સર્વેને કામે લાગી જવા કહ્યું. પાંચસો પંચોતેર કારીગરોને સંપૂર્ણ કામ આપી શિવજીની ઈચ્છા મુજબનું ભવ્ય શિવાલય બાંધ્યું. સોનુ, રત્ન, હીરા, માણેક, જડીને શીખરબંધ અજોડ મંદિર કંડારવામાં આવ્યું. શિવાલય નુ કાર્ય પૂરું થતા. થતા જ શિવજીને બોલવામાં આવ્યા. શિવજી શિવાલય ને જોઈને ખુબજ પ્રસન્ન થયા. શિવજીને વિશ્વકર્મા પ્રભુ પ્રત્યે અતિ પ્રેમ ઉભરાયો ખુબજ ખુશ થયા. હે! વિશ્વકર્મા પ્રભુ આપ ખુબ જ મહાન છો. પ્રભુ તમે એકદમ સરળ હૃદયના છો. હું ખુબજ પ્રસન્ન છું. આપના પર હે! વિશ્વકર્માપ્રભુ હું તમને સાચા હૃદયથી વચન આપું છું કે તમારા વંશજો જગતમાં મહાન સૂત્રધાર કહેવાશે તમારા વંશજો આદિ વિરાટ વિશ્વકર્મા પ્રભુએ રચેલી સર્વ સૃષ્ટિના આશ્રયદાતા બનશે. આ પૃથ્વી રૂપવાન, ગુણવાન તથા સૌંદર્યવાન તમારા થકી જ થાશે.
તમારા વંશજોએ, સુખી થવા માટે જગતમાં માન કીર્તિ મેળવવા શાસ્ત્રોની પુરી મર્યાદા જાળવવી અને વ્યભિચારથી દૂર રહેવું. કારણ કે વિશ્વકર્માવંશનું સઘળું શરીર મન પવિત્ર રહેશે. આ મારું વિશ્વકર્મા વંશજોને વરદાન છે.
વિશ્વકર્મા દાદાના દરેક પુત્રો જેવા કે સુથાર, સલોટ,કડિયા, લુહાર સર્વેને હથિયાર ની વિધિ કરવા સમજાવે છે. અને બાર મહિનામાં પાંચ અણુજા પાડવાનું દાદા સમજાવે છે. અમાશના દિવસે દાદાનું સ્વરૂપ પ્રગટ્યું હોવાથી અમાશના દિવસે અણુજો પાળવો જોઈએ. બીજો અણુજો મહાસુદ પાંચમના દિવસે પાળવો. તે દિવસે દાદાની મૂર્તિનુ સ્થાપન થયું હોય અને ત્રીજો અણુજો દશેરાના દિવસે પાળવો જોઈએ. દશેરાના દિવસ હથિયાર પૂજાનો દિવસ છે. સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને વિશ્વકર્માદાદાનું ધ્યાન ધરવું. અને હથિયાર ના હાથા કાઢીને એક પાત્રમાં મૂકી શુદ્ધ ભાવથી પૂજન કરવું. પછી તે દિવસે ઉત્થાપન કરીને નવા હાથા બેસાડવા. તેની સાથે નવો ગજ કરવો. ખેરવો લેવો. બત્રીસ હાથ લાબું સુતર લેવું. અને તેના ઉપર વીંટી દેવું ગજ સુતર હાથમા રાખી વિશ્વકર્મા પ્રભુની સામે ઉભા રહી મંત્ર બોલી સાષ્ટાન્ગ પ્રણામ કરવા.
" ૐ ત્રિગુણાતમાય વિદમાહે સૃષ્ટિકર્તા
ધીમહી તન્નો વિશ્વ પ્રાચોદયાત ".
અને ચોથો અણુજો મહાસુદ તેરસને દિવસે ને પાંચમો અણુજો શ્રાવણ સુદ એકાદશીને પાળવો.
જગતનું કલ્યાણ કરનાર વિશ્વકર્માના અવતારો છે. તેમાં ખાસ ત્વષ્ટા વિશ્વકર્મા અને પરિવારનો અદભુત ફાળે છે. બીજા દરેક આવતારોના નામ બદલતા રહે પણ વિશ્વકર્મા પ્રભુનું નામ કદી બદલાતું નથી. તેનો વંશ પણ વિશ્વકર્મા થી જ ઓળખાય છે. વિશ્વકર્મા વંશજોનુ અહોભાગ્ય આ ભારતની મહાનતા કલા - કારીગરી ના નમૂના બદલાશે વિજ્ઞાનના સિદ્ધાંતો બદલે પણ તેને બનાવનાર રચના કરનાર વિશ્વકર્મા નામ નહિ બદલાય. તે તેની પરિવારની પરંપરા વિશ્વકર્મા નામ એક જ રહેશે વિશ્વકર્મા ભગવાન અને તેના કારીગરો નો સંબંધ અતૂટ છે. અને રહેશે.
જેમકે વિશ્વકર્મા દાદાનો કારીગરો ઉપર હાથ હોય છે. અને દાદાનું વરદાન છે. કે જ્યાં પોતાની કલા કારીગરી અજમાવે છે. તે સમાજ તેનાથી ખુશ હોય છે. અને તેનું કૌશલ્ય પણ ઉભરતું જ રહે છે. અને વિશ્વકર્મા દાદાના પુત્રોને કોઈ દિવસ હથિયાર લાગે તો ધનુર નથી ઉપડતું કે નથી ઘા પાકવાનો ભય રહેતો.
યુગો- યુગોથી વિશ્વકર્મા દાદાનો અને કારીગરો નો અતૂટ નાતો જોડાયેલો રહે એવુ દાદા ઈચ્છે છે. જુઓ હું આપણને વિશ્વકર્મા દાદાનો સંદેશો એજ છે કે એકબીજા સંપીને કામ કરજો દાદા હંમેશા એના સંતાનોને સુખી જોવા મોભે છે.
સુખ સમૃદ્ધિ ત્યાં આવે જ્યાં સંપ હોય કામમાં ખંત હોય અને કપરો પરિશ્રમ હોય વિવેક હોય ને નીતિ હોય ત્યાં હૃદયમાં હું વસુ છું.
મુજ કાર્ય કરવા ન કરે કોઈ પાછી પાની,
તેને હૈયે હું રાખું હું આશિષ દવ છાની,
છાની આશિષ જો ફળે તો થઇ જય બેડો પાર,
જો દાદાએ ખોળે લીધા તો થઇ જય ભવપાર,
ખુશી ખુશી સહુ રહેતો દાદા બહુ હરખાય,
આપણ સારા કામ કરીએ તો દાદાના પુત્ર લેખાય,
હળીમળીને કામ કરશો તો રહેશો સુખ પામી,
એકબીજા વણ કામ ન થાય થાય તો રહે ખામી,
ત્યાં તમારું પૂજન થાશે માટે સંપ આદરજો,
આવી સહુ શીખ દીધી ત્યારે થયા સહુ રાજી,
સુખી થાજો સુખી થાજો આશિષ દીધી ઝાંઝી,
માનવ કલ્યાણ કાજે પ્રગટ્યા પ્રભુ જગમાય,
શીદને ઠાલો -ઠાલો મનમાં મનમાં તું મૂંઝાય,
વિશ્વકર્માદાદા એટલે આમાં વિશ્વના સર્જનહાર છે. આપણા વિશ્વકર્મા પ્રભુ વિશે અને એમના રચનાત્મક કાર્ય વિશે જેટલી ગાથા જાણીએ એટલી ઓછી.
વિશ્વકર્મા સંતાનો એજ એમના કારીગરો આપણે દાદાના સંતાનો છીએ. એમના બનાવેલા રાહ પર ચાલવાના દાદાના રચનાત્મક કાર્યો જાણીને આપણે દંગ રહી જઈએ.
તો ચાલો સહુ સાથે મળીને વિશ્વકર્મા પ્રભુ ના કાર્યોને અનુસરીએ. આપણે જય વિશ્વકર્મા ના નાદ સાથે સહુ વિચરીએ હર એક ઘરમાં વિશ્વકર્મા દાદાનું પૂજન થવું જોઈએ. દાદાએ તો આપણને એવી જીવાઈ આપેલી છે કે તેના થકી આપણે સુખી છીએ. માન - અકરામ મળે છે. એક દિવસ એવો આવશે કે આપણા સહુના પ્રયત્ન થી વિશ્વકર્મા દાદાને ખૂણે - ખૂણેથી મહિમા ગવાશે.
વિશ્વકર્માદાદાએ માનવજીવન કલ્યાણ અર્થે બહુ સરસ સંદેશ આપ્યો છે.
પ્રાચીન કાળ માં ભગવાન વિશ્વકર્મા એ પોતાની અનંત શક્તિ દ્વારા વરદાન આપીને માનવજીવન ને જીવવાની કળા શીખવી છે. આજે માણસ માર્ગથી ભટકી ગયો છે. આ ભૌતિકવાદના યુગમાં ભગવાન વિશ્વકર્મા ની પૂજા ઉપાસના જરૂરી છે. કારણ કે ભગવાન વિશ્વકર્માનુ નામ લેવાથી માનસિક અશાંતિથી રાહત મળે છે.
" જય વિશ્વકર્મા
( વર્ષા સી મિસ્ત્રી )(અમદાવાદ )
:બાહેંધરી પત્ર :
નામ :વર્ષા સી મિસ્ત્રી.
નિબંધ નુ શીર્ષક :વિશ્વકર્મા ભગવાન કારીગરો :અતૂટ સંબંધ
શબ્દ સંખ્યા :1229
મોબાઈલ નંબર :8140761048
ઈ મેઇલ એડ્રેસ :------
આથી હું વર્ષા બેન સી મિસ્ત્રી આપને જણાવું છું કે આપે યોજેલ સ્પર્ધા ના તમામ નિયમોને જાણી પ્રમાણીને નિબંધ સ્પર્ધા માં ભાગ લીધો છે નિબંધ સ્પર્ધા માટે પ્રસ્તુત કરેલ નિબંધ મારો મૌલીક નિબંધ છે. અન્ય કોઈ પણ માધ્યમ દ્વારા તે પ્રકાશિત થયેલ નથી.તેમ છતાં કોઈ પણ માધ્યમ માં તે ઉપલબ્ધ હશે તો તેના જવાબદાર અમે પોતે ગણાશું. તેમ તેમાં આયોજક શ્રી અને નિર્ણાયક શ્રી ની કોઈપણ જવાબદારી રહેશે નહિ. આયોજક શ્રી અને નિર્ણાયક દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે અમને મંજુર રહેશે તેમની સામે અમે કોઈપણ પ્રકાર નો વિવાદ કરીશું નહિ તેની હું વર્ષા બેન સી મિસ્ત્રી પોતે આપને બાહેંધરી આપું છું.
આપનો વિશ્વાશુ
વર્ષા સી મિસ્ત્રી.
(8)
વિશ્વકર્મા સમાજ અને મહિલા સશક્તિકરણ :
વિશ્વકર્મા ભગવાન .......
જેમની જરૂર તો સ્વયમ ભગવાનને પણ પડે છે. જ્યારે પણ એમને કોઈ આવાસ બનાવવું હોય... જ્યારે પણ એમને કોઈ સિંહાસન બનાવવું હોય કે પછી કાઈ બીજું બનાવવું હોય... ત્યારે વિશ્વકર્મા ભગવાન જ એમને સહાય કરે છે. આપણે ખુબ જ સૌભાગ્યશાળી છીયે કે આપણે એ વિશ્વકર્મા ભગવાનના અંશ છીએ. ઈશ્વરે બનાવેલી આ સુંદર સૃષ્ટિ આપણે હજી વધારે સુલભ બનાવી શકીએ છીએ.
આપડી માટે આશ્ચર્ય નઈ પણ ગર્વ લેવા જેવી વાત છે કે વિશ્વકર્મા સમાજ ....મહિલા સશક્તિકરણ માટે ઘણું ઘણું વિચારે છે. એ વિરલાઓના તો પોખણા છે જ... જે ભારતની સીમા પર રહીને આપણા ભારતની રક્ષા કરે છે જેના લીધે આપણે ઘરે શાંતિથી સુઈ શકીએ છીએ.
પણ તમે વિશ્વકર્મા સમાજના વીરલા.... જેણે સ્ત્રી ગર્વ થી ઉઠી શકે..અને ગર્વ થી જીવી શકે ..... તમે એ દિશા તરફ પગલાં માંડ્યા છે તમારા પણ એટલા જ પોખણ છે મારા વીરલાઓ.....!
સ્ત્રીને સશક્ત થવા માટે સૌથી પહેલા આર્થિક રીતે આત્મનિર્ભર થવું જોઈએ.... અને થવું જ જોઈએ...! અને આપણે બહુ જ સુંદર યુગમાં જીવી રહ્યા છે .જ્યાં સ્ત્રીને આગળ વધવા માટે ઘણા રસ્તાઓ છે... ઘણી દિશાઓ છે... અને એમાંથી એને ક્યાં જવું છે , એ ...એ...જાતે નક્કી કરી શકે છે. સ્ત્રી માટે સૌથી સુંદર ઘરેણું એનૂ આત્મસન્માન હોવું જોઈએ. હવે સીતા ની જેમ પતિની પાછળ પાછળ પગલાં માડશું... એનાથી નહીં ચાલે.... હવે તો પતિના ખભા ના ખભે મેળાવીને ચાલશું ત્યારે જ કામ થશે.... પછી આર્થિક રીતે હોય .....સામાજિક રીતે હોય.... કે લાગણી ની રીતે હોય.... બધ્ધે જ .
કોઈ બી દીકરીએ પોતાની 25 વર્ષની ઉંમર પહેલા આ ત્રણ વસ્તુ શીખી લેવી જોઈએ..... કોઇબી એક વાહન ચલાવતા શીખી લેવું જોઈએ..... પોતાની કારકિર્દી કઈ દિશામાં લઈ જવી છે એ નક્કી કરી લેવું જોઈએ..... અને કયા પણ એક ઘર બહાર પોતાના નામની નેમ પ્લેટ ફ્યુચરમાં લાગે એ દિશા તરફ ડગલા માંડી લેવા જોઈએ.. .... અને આની માટે શિક્ષણ એક માત્ર રસ્તો છે... જો આપણે શિક્ષિત હશુ તો આપણને નિર્ણયો લેવાની સારી એવી સુજબુજ હશે અને ક્ષમતા પણ....
આ તો શબ્દોની મર્યાદા ના લીધે આટલું લખી શકાય છે બાકી ...પૃથ્વી કેરો કાગળ હોય ...અને સાગર કેરો ખડિયો અને જો હું લખ્યા કરુને તો એ પાર આવે એટલું લખાય........
स्त्री का सबसे सुंदर श्रींगार......
उसका स्वाभिमान है.....
....... जिसका सामान केवल शिक्षा है
.......anita.....
નામ : અનિતા ધર્મેશ ગોહિલ
ઉમર: . 39
નિબંધ શીર્ષક : વિશ્વકર્મા સમાજ અને મહિલા સશક્તિકરણ
શબ્દ સંખ્યા: 2244
મોબાઈલ નંબર : 9773596688
ઈમેલ એડ્રેસ : anitagohil929@gmail.com
: બાંહેધારી પત્ર:
આથી હું અનિતા ગોહિલ આપને જણાવું છું છે કે આપે યોજેલ સ્પર્ધાના તમામ નિયમોને મેં જાણી પ્રમાણી ને મેં નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે. નિબંધ સ્પર્ધા માટે પ્રસ્તુત કરેલ નિબંધ તે મારો મૌલિક નિબંધ છે. અન્ય કોઈ બી માધ્યમ દ્વારા તે પ્રકાશિત થયેલ નથી. તેમ છતાં તે કોઈ પણ માધ્યમમાં ઉપલબ્ધ હશે તો એની જવાબદાર હું પોતે ગણાવું છું. તેની જવાબદારી આયોજક શ્રી કે નિર્ણાયક શ્રી ની રહેશે નહીં. આયોજક શ્રી કે નિર્ણાયકો દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશેએ અમને મંજૂર રેહશે. તેમની સામે અમે કોઈ પણ પ્રકારના વિવાદ કરીશું નહીં. તેની હું અનિતા ગોહિલ આપને બહેંધારી આપું છું.
આપની વિશ્વાસુ
અનિતા ગોહિલ
(9)
*નિબંધ* :-
"સમાજ સુધારણા અને વિકાસમાં વિશ્વકર્મા સમાજની યુવા પેઢીની ભૂમિકા"
વિશ્વકર્મા સમાજ ભારતની શિલ્પકલા, હસ્તકલા, અને ઇજનેરી ક્ષેત્રમાં અનન્ય યોગદાન ધરાવતો સમાજ છે. આ સમાજનું ઇતિહાસથી લઇને આજદિન સુધી ભારતીય સંસ્કૃતિ અને વિકાસમાં નોંધપાત્ર યોગદાન રહ્યું છે. સમાજના વિકાસ અને સુધારણાના કાર્યમાં યુવાનોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. યુવાનોની ઉર્જા, જુસ્સો અને નવીન વિચારો સમાજને નવી દિશામાં આગળ વધારવા માટે મદદરૂપ થાય છે. આ નિબંધમાં આપણે વિશ્લેષણ કરીશું કે વિશ્વકર્મા સમાજની યુવા પેઢી કેવી રીતે સમાજ સુધારણા અને વિકાસમાં યોગદાન આપી શકે છે.
*શિક્ષણનું મહત્વ અને તેના પ્રસારણમાં યુવાનોની ભૂમિકા*
વિશ્વકર્મા સમાજમાં શિક્ષણનું પ્રસારણ યુવા પેઢી માટે એક મહત્વપૂર્ણ મુદ્દો છે. જો યુવાનો શિક્ષિત થાય તો તેઓ સમાજમાં જાગૃતિ લાવી શકે છે. પરંપરાગત વ્યવસાયો સાથે આધુનિક ટેકનોલોજીનો સમન્વય કરીને તેઓ નવી ઉન્નતિ તરફ મોખરે રહે છે. STEM (સાયન્સ, ટેકનોલોજી, ઇજનેરી, અને મેથ્સ) ક્ષેત્રમાં યુવાનો પોતાની ક્ષમતાનો ઉપયોગ કરીને સમાજને ટેકો આપી શકે છે.
"કર તમન્ના આકાશને પાથરવાની, વિશ્વકર્મા યુવાન છે અમને કદી હાર ન માનવી."
આ સાથે જ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા પરંપરાગત હસ્તકલા અને કૌશલ્યને વૈશ્વિક સ્તરે પહોંચાડી શકાય છે. આ માટે, વિશ્વકર્મા યુવાનો શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાઈને પોતાનું જ્ઞાન વધારી શકે છે અને અન્ય યુવાઓને પ્રેરિત કરી શકે છે.
*પરંપરા અને આધુનિકતાનો સમન્વય*
વિશ્વકર્મા સમાજનો મુખ્ય ગુણધર્મ તેની પરંપરાગત કળાઓ અને કુશળતામાં છે. યુવા પેઢી આ કળાઓને જાળવી રાખીને તેને આધુનિક સમયમાં ઉપયોગી બનાવી શકે છે. પરંપરાગત કૌશલ્ય અને આર્કિટેક્ચરને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને યુવાનો વૈશ્વિક બજારમાં નવું સ્થાન મેળવી શકે છે.
"પ્રગતિના માર્ગે પથરાતી પરંપરાઓ, યુવાનીના હાથે થાય છે નવી શરૂઆતો."
આ પ્રત્યે યુવા પેઢી જાગૃત રહે તો સમાજના અર્થતંત્રમાં મોટો ફેરફાર લાવી શકાય છે. તેઓ આ કળાઓનું સંશોધન કરી તેના આધારે નવી વસ્તુઓ વિકસાવી શકે છે, જે સમગ્ર સમાજ માટે લાભદાયી સાબિત થાય છે.
*ઉદ્યોગ અને ઉદ્યોગસાહસમાં યુવાનોની ભૂમિકા*
વિશ્વકર્મા સમાજના યુવાનો વ્યવસાય અને ઉદ્યોગના ક્ષેત્રમાં નવી તકો શોધી શકે છે. પરંપરાગત હસ્તકલા સાથેની નવી ટેકનિકોને સ્વીકારીને તેઓ સ્ટાર્ટઅપ અને નાના ઉદ્યોગો શરૂ કરી શકે છે. આ કામથી સમાજના લોકો માટે રોજગારીની તકો ઊભી થાય છે અને આર્થિક સમૃદ્ધિમાં વધારો થાય છે.
"વિશ્વકર્મા યુવાનના કૌશલ્યની વાત છે, જે દેશને નવી ઊંચાઈઓ સુધી લઈ જાય છે."
*સામાજિક સેવામાં આગેવાની*
યુવા પેઢી સામાજિક સેવા અને સેવા પ્રવૃત્તિઓમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. આરોગ્ય સેવાનો પ્રચાર, સ્વચ્છતા અભિયાન, શિક્ષણ પ્રસારણ, અને લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા માટે તેઓ મહત્વપૂર્ણ કાર્ય કરી શકે છે.
"યુવાનીનો હોશ અને સેવાની તાકાત, વિશ્વકર્મા યુવાનનો છે આકારાતો સંદેશ."
*પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ*
વિશ્વકર્મા યુવાનો પર્યાવરણ સંરક્ષણ માટે પણ નવીન પ્રયાસો કરી શકે છે. પર્યાવરણ સાથે જોડાયેલા પરંપરાગત ઘાટ-નકશાઓ અને ટકાઉ સામગ્રીના ઉપયોગ દ્વારા તેઓ પ્રાકૃતિક તંત્રને જાળવી રાખી શકે છે. આ સાથે જ પર્યાવરણીય ચેતનાના પ્રસાર દ્વારા યુવા પેઢી ટકાઉ વિકાસમાં યોગદાન આપી શકે છે.
"પ્રકૃતિના રક્ષણમાં છે યુવાનોની છબી, સર્વોત્તમ બનાવે જગતને, જીવંત રાખે ધરતી."
*નેતૃત્વ અને નૈતિક મૂલ્યો*
યુવા પેઢી માટે નેતૃત્વનો વિકાસ અને નૈતિક મૂલ્યોનું પાલન ખૂબ જ જરૂરી છે. સમાજના યુવાનોએ સમાજના વિકાસ માટે આદર્શ પથદર્શક તરીકે આગળ આવવું જોઇએ.
"નેતૃત્વના માર્ગે ચાલે જો યુવાન, વિશ્વકર્મા સમાજ થશે સર્વોપરી પ્રધાન."
*રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન*
વિશ્વકર્મા યુવાનો રાષ્ટ્રીય સ્તરે પણ વિકાસમાં યોગદાન આપી શકે છે. ઇજનેરી, આર્કિટેક્ચર, અને તકનીકી ક્ષેત્રમાં તેઓ નવા સંશોધન કરી શકે છે અને રાષ્ટ્રીય ઔદ્યોગિકીકરણમાં ભાગ લઈ શકે છે. તેઓ મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવા અભિયાનોમાં સહયોગ આપી શકે છે.
"યુવા હાથે મમળાતું દેશનું ભાગ્ય, વિશ્વકર્મા યજ્ઞે ઉઠાવ્યું પ્રગતિનું કાર્ય."
*સંશોધન અને નવીનતા*
વિશ્વકર્મા સમાજના યુવાનો સંશોધન અને નવીનતા ક્ષેત્રમાં પણ મહત્વનું યોગદાન આપી શકે છે. પરંપરાગત કૌશલ્ય સાથે સંશોધનને જોડીને તેઓ વૈશ્વિક સ્તરે નવા મૉડલ રજૂ કરી શકે છે. આ ઉપરાંત, યુવાનોએ વિવિધ ક્ષેત્રોમાં નવી તકનીકો વિકસાવવી જોઈએ જે પર્યાવરણીય પરિબળોને જાળવી રાખે છે અને સમાજના તમામ વર્ગો માટે લાભદાયી થાય છે.
*નિષ્કર્ષ*
વિશ્વકર્મા સમાજની યુવા પેઢી સમાજ સુધારણા અને વિકાસ માટે અનિવાર્ય છે. તેમની ઉર્જા, કૌશલ્ય, અને જુસ્સા દ્વારા તેઓ સમાજને નવી ઊંચાઈએ લઈ જઈ શકે છે. પરંપરા અને આધુનિકતાનું મિશ્રણ જાળવી, તેઓ ન કેવળ પોતાનું જીવનસ્તર સુધારી શકે છે પરંતુ સમગ્ર સમાજના સર્વાંગી વિકાસ માટે પણ પાયો મૂકી શકે છે.
"વિશ્વકર્મા યુવાન છે સમાજની શાન, આકારશે નવું ભારત, જલાવશે પ્રગતિની જ્યોત."
સમાજના દરેક યુવાને પોતાની જવાબદારી સમજી, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને નેતૃત્વ ક્ષમતાઓ દ્વારા વિશ્વકર્મા સમાજના ઉત્કર્ષ માટે કાર્ય કરવું જોઈએ. જો યુવા પેઢી દૃઢ સંકલ્પ અને સમર્પણથી કાર્ય કરશે, તો વિશ્વકર્મા સમાજને નવી ઊંચાઈ પર લઈ જવામાં કોઈ શંકા નહિ રહે.
બાંહેધરી પત્ર
નામ :- પૂર્વેશકુમાર પ્રહલાદભાઈ પંચાલ
નિબંધનું શીર્ષક :- "સમાજ સુધારણા અને વિકાસમાં વિશ્વકર્મા સમાજની યુવા પેઢીની ભૂમિકા"
મોબાઈલ નંબર :- 8866118415
ઉંમર : - 37 વર્ષ
લેખન કરનારનું નામ :-
પૂર્વેશકુમાર પ્રહલાદભાઈ પંચાલ
સરનામું :-
બી- ૧૦૨, સોલિટેર હિલ્સ, નવા નરોડા
શહેરનું નામ:- અમદાવાદ
તાલુકો :- AMC
જિલ્લો :- અમદાવાદ
મો.નં. - 8866118415
આથી હું પૂર્વેશકુમાર પ્રહલાદભાઈ પંચાલ આપને જણાવું છં, કે આપે યોજેલ સ્પર્ધાના તમામ નિયમોને મેં જાણી પ્રમાણીને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે. નિબંધ સ્પર્ધા માટે પ્રસ્તુત કરેલ નિબંધ તે મારો મૌલિક નિબંધ છે. અન્ય કોઈપણ માધ્યમ દ્વારા તે પ્રકાશિત થયેલ નથી. તેમ છતાં પણ જો કોઈપણ માધ્યમમાં તે ઉપલબ્ધ હશે તો તેનાં જવાબદાર હું પોતે ગણાઈશ. તેમાં આયોજક શ્રી અને નિર્ણાયકશ્રી ની કોઈપણ જવાબદારી રહેશે નહીં. આયોજકશ્રી અને નિર્ણાયકો દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે અમને મંજૂર રહેશે. તેમની સામે અમે કોઈપણ પ્રકારનો વિવાદ કરીશું નહીં. તેની હું પૂર્વેશકુમાર પ્રહલાદભાઈ પંચાલ પોતે આપને બાંહેધરી આપું છં.
આપનો વિશ્વાસુ
પૂર્વેશકુમાર પ્રહલાદભાઈ પંચાલ
Comments
Post a Comment