વિશ્વકર્મા દૈનિક સાહિત્ય

(1) 
વિશ્વકર્મા તંત્રોક્ત મંત્રો

૧. મૂળ મંત્ર
ૐ વિશ્વકર્મણે નમઃ ॥

૨. દીક્ષા મંત્ર
ૐ આધાર શક્તિપેઢાય नमः ॥

૩. બીજ મંત્ર
ૐ ઋદં સત્યં પરં બ્રહ્મ પુરુષં કૃષ્ણપિંગલમ્ ।
ઊર્ધ્વરેતં વિરૂપાક્ષં વિશ્વરૂપાય વૈ નમઃ ॥

૪. તંત્રોક્ત વિધિથી જપતા વિશેષ મંત્ર
ૐ હ્રીં શક્તિને નમઃ ।
ૐ ક્લીં શિલ્પિને નમઃ ।
ૐ વિશ્વકર્મણે નમઃ ॥

(2) 
🪔 વિશ્વકર્મા પંચમુખી આરતી 🪔

જય વિશ્વકર્મા પ્રભુ, જગતના ઉપકારા ।
પંચમુખ દર્શન આપો, હરજો દુઃખ ભારા ॥ ૧ ॥

હાથમાં શિલ્પ શાસ્ત્ર પવિત્ર, વેદ પુરાણે ગાતા ।
સૃષ્ટિના સર્જનહાર, તુંજ માં સર્વ સમાતા ॥ ૨ ॥

ધ્વજ પચરંગી લહેરે તેજસ્વી, ઘંટા નાદ ગુંજે ।
દીપજ્યોતિ ઝળહળતી, સુગંધ ધૂપ સુગંધે ॥ ૩ ॥

સિદ્ધિ બુદ્ધિ સેવક બને, ભક્તોના દુઃખ હરે ।
કૃપા કરજો દયામય, આનંદ સદા ભરે ॥ ૪ ॥

સપ્ત ઋષિ નમન કરે, નવગ્રહ શીશ ઝુકાવે ।
દેવ દાનવ બધા, તારા ગુણ ગાવા આવે ॥ ૫ ॥

વિદ્યા વિવેક તું આપે, કર્મને ફળે કરાવે ।
ઉદ્યોગ ધંધા વિકાસે, તારા આશીર્વાદે વધાવે ॥ ૬ ॥

સોનું ચાંદી કાંસું લોહ, તારા જ હાથે  ઘડ્યા ।
યંત્ર મંત્ર અને શિલ્પ, તારી જ કૃપાથી બન્યા ॥ ૭ ॥

કર્મયોગનો તું દાતા, શ્રમને આપે માન ।
કામયાબી પગલે ચડે, ભક્ત કરે તારો ધ્યાન ॥ ૮ ॥

ધૂપ દીપ ને નૈવેદ્ય, ફૂલ અર્પું શ્રદ્ધાથી ।
ભક્તિથી ગાયે આરતી, દુઃખ દુરે સર્વ વ્યાથાથી ॥ ૯ ॥

જય વિશ્વકર્મા પ્રભુ, પંચમુખી મહારાજ ।
રક્ષા કરજો દાસની, હવે તો આપો લાજ ॥ ૧૦ ॥ 

આરતી રૂપેશ પરમાર

(3) 
વિશ્વકર્મા સ્તુતિ વંદના

ॐ શ્રી વિશ્વકર્માય નમઃ ॥

વિશ્વનાથ જગતના ધણી,
સૃષ્ટિના સર્જક શ્રી મણી ।
કલા વિદ્યા ના આધીશ,
વિદ્યાધર, ગુણ સંદેશ ।।

લોખંડ, પથ્થર, કાઠ, કાંસું,
સોનાં-ચાંદી ઝળહળતાં ધાંસું ।
યંત્ર-તંત્રના પાયાધાર,
વિશ્વકર્મા જગત આધાર ।।

હસ્તકલા ના જનપાલક,
ઉદ્યોગોના અવતાર નિરાલક ।
કર્મ પ્રેમી ને માર્ગ બતાવો,
સદાચાર નો દીવો પ્રગટાવો ।।

વિદ્યાર્થીને બુદ્ધિ આપો,
કારખાનેદારને શક્તિ આપો ।
શ્રમજીવીઓને સન્માન આપો,
સમૃદ્ધિથી જીવન નિર્વાણ આપો ।।

જય વિશ્વકર્મા, જય જગપાલ,
તમારા ભક્તો રહીયો નિહાળ ।
આણંદ સૌના હૃદયમાં,
વંદન કરીએ શ્રદ્ધાભાવ માં ।।

ॐ વિશ્વકર્માય નમઃ ॥

આરતી રૂપેશ પરમાર

(4) 
વિશ્વકર્મા આરાધના

હે વિશ્વકર્મા ભગવાન,
તમે વિશ્વના મહાન શિલ્પી, સર્વકારણના કારણ,
સૃષ્ટિના સર્જનહાર, વિદ્યા-કલા-શિલ્પના આદિગુરુ।

તમે જ વિધાન કરનાર,
તમે જ ધાતુ, પથ્થર, લાકડું, રત્નને આકાર આપનાર।
હવે અમે નમન કરીએ છીએ તારા ચરણોમાં,
જયારે જયારે સાધનો વાગે, ત્યારે તારી જ યાદ આવે।

કારખાનામાં, ફેક્ટરીમાં, બાંધકામમાં,
જ્યાં જ્યાં સાધનો ખણખણે,
ત્યાં ત્યાં તારું પવિત્ર નામ ગુંજે।

તમે આપ્યા માણસને હાથે કૌશલ્ય,
તમે આપ્યા દિમાગમાં બુદ્ધિ,
અને કર્મમાં આપી શક્તિ।
હે શિલ્પકાર દેવ,
આપ હંમેશા રહેજો અમારી સાથે।

જ્યાં જ્યાં મજૂર પરસેવો પાડી મહેનત કરે,
જ્યાં જ્યાં ઈજનેર વિચારે નવા વિચાર,
જ્યાં જ્યાં કારીગર હાથથી રચે નવું સર્જન,
ત્યાં ત્યાં તું જ વસે છે,
તું જ પ્રેરણા, તું જ શક્તિ, તું જ આશ્રય।

હે વિશ્વકર્મા ભગવાન,
તમે જ રાજમહેલ બનાવ્યા, તમે જ ઋષિ આશ્રમ રચ્યા,
તમે જ દેવોના વિમાન, સ્વર્ગના દ્વાર,
અને અસુરોના મહલ ઊભા કર્યા।

તમારી વિના કશું બને નહીં,
તમારી વિના કશું ટકે નહીં।
તું જ દિશા, તું જ દીપ,
તું જ છે સૃષ્ટિના દરેક આકારનો મૂળ આધાર।

અમે આજે તારી ભક્તિ કરીએ છીએ,
અમારા મનને નિર્વિકાર બનાવો।
કર્મમાં શ્રદ્ધા આપો,
બુદ્ધિમાં જ્ઞાન આપો,
અને જીવનમાં સમૃદ્ધિ આપો।

હે શિલ્પી દેવ,
અમારા સાધનો હંમેશા સુરક્ષિત રાખજો,
અમારા હાથમાં કદી આળસ ન આવવા દેજો,
અને અમારું પરિશ્રમ હંમેશાં સોનેરી ફળ આપે તેવું કરજો।

જય વિશ્વકર્મા ભગવાન।
જય સર્જનહાર।
જય મહાશિલ્પી।
જય કલ્યાણકાર।

આરતી રૂપેશ પરમાર

(5) 
શ્રી વિશ્વકર્મા પ્રશસ્તિ

વિના અનંત મંડલ પુરાણ હેમ કુડલા
અનંત બ્રહ્માંડના આલેખક, સોનાથી તેજસ્વી કાયાવાળા.

હિરણ્યહાર સુગમ પ્રભા વિભાતી શોભા
સુવર્ણ હારોથી શોભિત, સુગમ પ્રકાશથી તેજસ્વી.

સુશ્રુત વિભૂષણ ધારણ સુશીલ શાસ્ત્ર
સુંદર આભૂષણ ધારણ કરનાર અને શાસ્ત્રજ્ઞાની.

નામી વિશ્વકર્મા તે બુદ્ધિ શાંતિ મૂર્તિ એવા નામી વિશ્વકર્મા, જે બુદ્ધિ અને શાંતિના સ્વરૂપ છે. ॥૧॥

વેદાંત ગૌરીશંકર જ્ઞાની વિદ્યા સાગર વેદાંત સમજી શકનાર, ગૌરીશંકર જેવો ઊંચો, જ્ઞાનનો સાગર.

સકલ ગુણાનિધાન નામે યશ પ્રગટ્યા
સકલ ગુણોના ખજાના, જેમનું નામ યશ પામે છે.

મહિન્દ્ર નંદન વૃદ્ધ સેવિત પાવન
ઇન્દ્રના પુત્ર, વૃદ્ધો દ્વારા સેવિત, પવિત્ર.

પ્રાણ નાથ વિશ્વકર્મા દેવ શીલ સુદ્ધ પ્રાણના સ્વામી, વિશ્વકર્મા દેવ, જે શુદ્ધ સ્વભાવ ધરાવે છે. ||૨||

કાયાસ્તિત બ્રહ્માંડીક વિભૂતિરૂપ 
બ્રહ્માંડમાં વ્યાપ્ત, કાયારૂપ વિભૂતિના સ્વરૂપ.

કલાપ હાર સુંદર નિકાય રત્નાલંકાર
સુંદર હારોથી શોભિત, રત્નોથી અલંકારિત.

અનુપમ લાવણ્ય શીલ પ્રગટ્યા
અનન્ય લાવણ્ય ધરાવતા, શીલના પ્રતિક.

વિશ્વકર્મા દેવ વિધાન શક્તિધર
એવા વિશ્વકર્મા દેવ, સર્જનશક્તિથી પરિપૂર્ણ. ॥૩॥

(6)
શ્રી વિશ્વકર્માજીની સ્તુતિ

વિશ્વકર્મા વિશ્વકર્મા વિશ્વકર્મા પાહિમામ 

વિશ્વકર્તા જગત્સૃષ્ટા દેવદેવા ત્રાહિમામ્

સૌભાગ્ય સુખસંત્પ્રન્દાતા ભવભયહરણકર્તા પ્રભુ

સુખશાંતિવર્ધન ભયનિકંદન મોહખંડન ત્રાહિમામ્...

દુ:ખદેવનું ભાંગ્યું અહો પળમાં સહુ સુખ અર્પયાં

પૃથુરાજનાં વચને પધાર્યા પૃથ્વીમાં જગદીશ્વરા 

શ્રીકૃષ્ણ વચને દ્વારિકા નિર્માણ કીધી પળમાં

 હે નાથ ! સમરું આપને મમ કોઈ છે ના ખલકમાં..

વાસ્તુને નિજપુત્ર કહીને પદ મહા આપ્યું અહો !

 ઈલોલગઢ પાવન કર્યો પુત્રી ઇલા કાજે અહો !

 પરકાજ સાગર ડહોળિયો અમૃત સમપ્યુ દેવને

સત્ ચિત્ સ્વરૂપ આનંદઘન છો મોક્ષદાતા સંતને...

 વિશ્વકાજે પ્રગટ કીધા પુત્ર પાંચ અનુપ જે

મનુ મય સુપર્ણાદિક અહો સહુકાર્યના કરનાર જે

જે પાંચથી પચ્ચીસ થયા પચ્ચીસથી છે જગ ભર્યું

જે કાર્ય આપે છે કર્યુ તે શ્રેષ્ઠ સૌથી છે ઠર્યુ..

(7)
॥ વિશ્વકર્માષ્ટકમ્ ૧ ॥

નિરઞ્જનો નિરાકારઃ નિર્વિકલ્પો મનોહરઃ ।
નિરામયો નિજાનન્દઃ નિર્વિઘ્નાય નમો નમઃ ॥ ૧ ॥

અનાદિરપ્રમેયશ્ચ અરૂપશ્ચ જયાજયઃ ।
લોકરૂપો જગન્નાથઃ વિશ્વકર્મન્નમો નમઃ ॥ ૨ ॥

નમો વિશ્વવિહારાય નમો વિશ્વવિહારિણે ।
નમો વિશ્વવિધાતાય નમસ્તે વિશ્વકર્મણે ॥ ૩ ॥

નમસ્તે વિશ્વરૂપાય વિશ્વભૂતાય તે નમઃ ।
નમો વિશ્વાત્મભૂથાત્મન્ વિશ્વકર્મન્નમોઽસ્તુ તે ॥ ૪ ॥

વિશ્વાયુર્વિશ્વકર્મા ચ વિશ્વમૂર્તિઃ પરાત્પરઃ ।
વિશ્વનાથઃ પિતા ચૈવ વિશ્વકર્મન્નમોઽસ્તુ તે ॥ ૫ ॥

વિશ્વમઙ્ગલમાઙ્ગલ્યઃ વિશ્વવિદ્યાવિનોદિતઃ ।
વિશ્વસઞ્ચારશાલી ચ વિશ્વકર્મન્નમોઽસ્તુ તે ॥ ૬ ॥

વિશ્વૈકવિધવૃક્ષશ્ચ વિશ્વશાખા મહાવિધઃ ।
શાખોપશાખાશ્ચ તથા તદ્વૃક્ષો વિશ્વકર્મણઃ ॥ ૭ ॥

તદ્વૃક્ષઃ ફલસમ્પૂર્ણઃ અક્ષોભ્યશ્ચ પરાત્પરઃ ।
અનુપમાનો બ્રહ્માણ્ડઃ બીજમોઙ્કારમેવ ચ ॥ ૮ ॥

ઇતિ વિશ્વકર્માષ્ટકં સમ્પૂર્ણમ્ । 


(8)
॥ શ્રીવિશ્વકર્માષ્ટકમ્ ૨ ॥

આદિરૂપ નમસ્તુભ્યં નમસ્તુભ્યં પિતામહ ।
વિરાટાખ્ય નમસ્તુભ્યં વિશ્વકર્મન્નમોનમઃ ॥ ૧॥

આકૃતિકલ્પનાનાથસ્ત્રિનેત્રી જ્ઞાનનાયકઃ ।
સર્વસિદ્ધિપ્રદાતા ત્વં વિશ્વકર્મન્નમોનમઃ ॥ ૨॥

પુસ્તકં જ્ઞાનસૂત્રં ચ કમ્બી સૂત્રં કમણ્ડલુમ્ ।
ધૃત્વા સંમોહનં દેવ વિશ્વકર્મન્નમોનમઃ ॥ ૩॥

વિશ્વાત્મા ભૂતરૂપેણ નાનાકષ્ટસંહારક ।
તારકાનાદિસંહારાદ્વિશ્વકર્મન્નમોનમઃ ॥ ૪॥

બ્રહ્માણ્ડાખિલદેવાનાં સ્થાનં સ્વર્ભૂતલં તલમ્ ।
લીલયા રચિતં યેન વિશ્વરૂપાય તે નમઃ ॥ ૫॥

વિશ્વવ્યાપિન્નમસ્તુભ્યં ત્ર્યમ્બકં હંસવાહનમ્ ।
સર્વક્ષેત્રનિવાસાખ્યં વિશ્વકર્મન્નમોનમઃ ॥ ૬॥

નિરાભાસાય નિત્યાય સત્યજ્ઞાનાન્તરાત્મને ।
વિશુદ્ધાય વિદૂરાય વિશ્વકર્મન્નમોનમઃ ॥ ૭॥

નમો વેદાન્તવેદ્યાય વેદમૂલનિવાસિને ।
નમો વિવિક્તચેષ્ટાય વિશ્વકર્મન્નમોનમઃ ॥ ૮॥

યો નરઃ પઠતે નિત્યં વિશ્વકર્માષ્ટકમિદમ્ ।
ધનં ધર્મં ચ પુત્રશ્ચ લભેદાન્તે પરાં ગતિમ્ ॥ ૯॥

ઇતિ વિશ્વકર્માષ્ટકં સમ્પૂર્ણમ્ ।

(9)
વિશ્વકર્મા મંગલાચરણ

મંગલમ વિશ્વકર્મા દેવ, મંગલમ જગતના ત્રાતા । મંગલમ શિલ્પી સર્વજ્ઞ,મંગલમ કલ્યાણદાતા ॥ ૧ ॥

મંગલમ વેદશાસ્ત્રજ્ઞ, મંગલમ યજ્ઞરૂપ । મંગલમ જગતાધાર, મંગલમ શિલ્પસ્વરૂપ ॥ ૨ ॥

મંગલમ મંદિરો રચનાર, મંગલમ મહેલોના કારક । મંગલમ યંત્રવિદ્યા દાતા,મંગલમ સર્વ ઉદ્ધારક ॥ ૩ ॥

મંગલમ બ્રહ્મજ્ઞાન પ્રેરક, મંગલમ સર્વવિધાકાર । મંગલમ વિશ્વકર્મા પિતા, મંગલમ લોકાધાર ॥ ૪ ॥

મંગલમ સર્વશિલ્પાચાર્ય, મંગલમ સર્વકલા સુપ્રેમી । મંગલમ બ્રહ્માંડ સર્જક, મંગલમ ધર્મપ્રેમી ॥ ૫ ॥

મંગલમ સર્વયજ્ઞસ્વરૂપ, મંગલમ સર્વધર્મપ્રકાશક । મંગલમ શિલ્પી વિશ્વનાથ, મંગલમ સુખસંપત્તિદાતા ॥ ૬ ॥

(10)
વિશ્વકર્મા અનંત સ્વરૂપ સ્તુતિ

શ્રી ગણેશાય નમઃ ।।
ૐ શ્રી વિશ્વકર્મણે નમઃ ।।

જય જય વિશ્વકર્મા દયાળ,
અનંત સ્વરૂપ, અખંડ વિહાળ ।।

સર્વશિલ્પવિદ્યા તું જાણે,
બ્રહ્માંડ રચી જગને ઠાને ।।

અનંત રૂપ તારું અપરંપાર,
જગમાં તું જ શિલ્પી આધાર ।।

ચતુર્ભુજ તું દિવ્ય સુશોભે,
કાંતિ કિરણોથી જગ ઝળહળે ।।

યંત્ર તંત્ર વિદ્યા તું દાતા,
જગતનો તું કારીગર તાતા ।।

વેદશાસ્ત્રનો તું જ સ્વામી,
સર્જન શોભે તારી કામી ।।

લોક ત્રણે તારા પ્રકાશે,
જગત નભે તારા આભાસે ।।

દેવ દાનવ માનવ સાધે,
વિશ્વકર્મા સ્મરણ કર્યે  સાથે ।।

વૃક્ષ, પર્વત ,નદી ,સમુદ્રો,
ઘટ્યા તારા હસ્ત  અનેકો ।।

રથ વિમાન  તમેજ સર્જયા,
દેવને શસ્ત્ર તમેજ આપ્યા ।।

ઇન્દ્રપ્રસ્થ કે દ્વારકાપુર,
સુવર્ણમય ભવન ભરપુર ।।

યજ્ઞસ્થપતિ તું જ કહેવાય,
લોક પિતામહ તું જ ઠરાય ।।

કામધેનુ સમ તું પ્રદાતા,
અનંત ભક્તોને સુખદાતા ।।

શાંતિ, સમૃદ્ધિ, વિદ્યાની સાથે,
કલા કુશળતા તું જ આપે ।।

જય જય વિશ્વકર્મા અખંડ,
ભક્ત જન કરે તને પ્રણમ્યંદ ।।

અનંત સ્વરૂપ તારું વર્ણી ના શકું,
શરણ તારી લઈને ભય હરું ।।

ૐ વિશ્વકર્મણે નમઃ,
ૐ અનંત સ્વરૂપાય નમઃ ।।

આરતી રૂપેશ પરમાર

(11)
🌺 વિશ્વકર્મા પંચ કૌશલ ભજનછંદ 🌺

વિશ્વકર્મા વંદન કરીએ,
શિલ્પી જગના ધામ .

પંચ કૌશલ્ય ગૌરવ ગાતા,
પ્રગટે કલા વિશાલ ॥ ૧ ॥

સુવર્ણ કારી, આભૂષણ શોભે,
સૌંદર્યની છે શાન ॥
સ્ત્રી-પુરુષે આભા પામી,
વૈભવનું વરદાન ॥ ૨ ॥

લોહારી કૌશલ્ય અપરંપાર,
હથિયાર-સાધન દાન ॥
ઉદ્યોગ, રક્ષણ, વિકાસ કરાવે,
લોહારે ગૌરવ પમાડે  ॥ ૩ ॥

સુથારે ઘરો મહેલ બનાવ્યાં,
વાસ્તુના સિદ્ધાન્ત ॥
મંદિર-આશ્રય જગને આપ્યાં,
આવાસ ને આશ્રમ ॥ ૪ ॥

કંસાર ઘરમાં સમૃદ્ધિ લાવે,
તાંબાં-પીતળ વાસણ ॥
આરોગ્યપ્રદ કળા જગ ઝળહળે,
જીવન થાય સુખધાન ॥ ૫ ॥

શિલ્પકારે શિલ્પ કોતર્યાં મંદિરમાં,
કલાકૃતિ ઝળહળતી ॥
પથ્થરમાં પ્રગટે સંસ્કૃતિ,
ભક્તિની જ્યોત ઝળહળતી ॥ ૬ ॥

વિશ્વકર્મા પચ કૌશલ ગૌરવ,
જગમાં અમર કથા ॥
શિલ્પ-કલા વિજ્ઞાન પ્રગટે,
જય વિશ્વકર્મા નાથ ॥ ૭ ॥

“જય જય વિશ્વકર્મા દેવા,
શિલ્પી જગતાધાર ।
પંચ કૌશલ ગૌરવ ગાતા,
નમું તમને વારંવાર ॥

આરતી રૂપેશ કુમાર પરમાર

(12)
🌸 વિશ્વકર્મા પ્રાગટ્ય આરતી 🌸

પ્રગટ પ્રભુ વિશ્વકર્મા દાતા,
જય શિલ્પી જગનાથ ।
સૃષ્ટિના સર્જનહાર પ્રભુ તું,
ભક્ત હિતે અવતાર ધરે તું॥


જય જય વિશ્વકર્મા દાતા,
જય શિલ્પી જગનાથ ।
આરતી વિશ્વકર્મા પ્રાગટ્યની ॥

બ્રહ્મ, વિષ્ણુ, મહેશ ત્રણે,
તારા શિલ્પે શોભે  સર્વે 
દિવ્ય ભવન, વિમાન, ધામ,
તારા હાથે ઘડનાર ॥

જય જય વિશ્વકર્મા દાતા,
જય શિલ્પી જગનાથ ।
આરતી વિશ્વકર્મા પ્રાગટ્યની ॥

સુવર્ણ લંકા ના રચનાર
દ્વારકા ના સર્વ કામ કરનાર ।
ઇન્દ્ર પુરિ અતિ દિવ્ય બનાવ્યાં,
ભવન સૌ સુંદર રચાવ્યા ॥

જય જય વિશ્વકર્મા દાતા,
જય શિલ્પી જગનાથ ।
આરતી વિશ્વકર્મા પ્રાગટ્યની ॥

શિલ્પ કલાના આદિ ગુરુ તું,
જગમાં નામ અધાર તું.
ભક્તોને સંકટમાંથી ઉગારતા
કરુણા નિધાન  ભગવંતા ॥

જય જય વિશ્વકર્મા દાતા,
જય શિલ્પી જગનાથ ।
આરતી વિશ્વકર્મા પ્રાગટ્યની ॥ 

આરતી રૂપેશ પરમાર

(13)
🌺✨ દેવ શિલ્પી સૃજન ગીત ✨🌺

દેવ શિલ્પી વિશ્વકર્મા, તું જગતનો આધાર,
સૃષ્ટિના સર્જનહાર, તારી કલાઓ અપરંપાર॥ ૧ ॥

આકાશ, પૃથ્વી, જળધિ, અગ્નિ, પવન તારી રચના,
વેદો ના દરેક મંત્રમાં, તારી જ છબીના ચિન્હ ॥ ૨ ॥

સુવર્ણ મહેલ ઇન્દ્રનો, તમેજ સુંદર ઘડ્યો,
કુબેરનો અલૌકિક ભવન, તમેજ શણગાર્યો ॥ ૩ ॥

અલય વિષ્ણુનો શેષનાગ પર, બાંધ્યો સિંહાસન,
કૈલાસ પર શિવ શક્તિનો, રચ્યો પરમ આવાસ॥ ૪ ॥

રાવણ ની સુવર્ણ લંકાપુરી, તારાં હાથે જળી ,
દેવો ના યજ્ઞમંડપોમાં, કૌશલ થી યશ સ્વરુપે મળી, ॥ ૫ ॥

હાથમાં તારા શિલ્પશાસ્ત્ર, આંખમાં જ્ઞાનનો દીપ,
સર્જનના દરેક કાર્યમાં, તું જ તો આદિ અનંત રૂપ ॥ ૬ ॥

પથ્થર લોહ લાકડાંમાં, તું પ્રાણ ભરી પળમાં આપે,
રંગ, રૂપ, કળા, કૌશલ્યથી, જગમાં શોભા સ્થાપે ॥ ૭ ॥

ભક્તિ તારી આરતી કરે, ગાયે ગૌરવગાન,
શિલ્પી સમાજ તારા કારણે, પામે માન ॥ ૮ ॥

દેવ શિલ્પી વિશ્વકર્મા, વંદું તારી મહિમા અપાર, 
અમને આપ તું કૌશલ્ય, બુદ્ધિ, ભક્તિ નું  વરદાન ॥ ૯

આરતી રૂપેશ પરમાર

(14)
ગીત : વિશ્વકર્મા નવ સૃજન યુવા ધ્વનિ 

વિશ્વકર્મા નવ સૃજન ધ્વનિ, યુવા શક્તિનો અવાજ,
નવ દિશા, નવ આશા લઈને, કરી રહ્યા આરંભ આજ ॥

શ્રમ જ્ઞાનની જ્યોતિ લઈને, ઉજળા પંથ બનાવીએ,
અંધકારને હરાવીને, નવી સવાર જગાડીએ.
એકતા, કર્તવ્ય, સંકલ્પ  અમારો સાચો શસ્ત્ર,
યુવાનીના હાથમાં આજે, ભવિષ્યનો છે સ્ત્રોત ॥

વિશ્વકર્મા નવ સૃજન ધ્વનિ, યુવા શક્તિનો અવાજ,
નવ દિશા, નવ આશા લઈને, કરી રહ્યા આરંભ આજ ॥

વિશ્વકર્મા પરંપરાનો ગૌરવ, હૃદયે રાખી ધ્યેય,
સર્જન, શ્રમ ને કલ્યાણથી, લખીએ નવા અધ્યાય.
વિશ્વને આપીએ સંદેશો, શ્રમ જ છે મહાન,
શિલ્પી સંસ્કૃતિ અમર રહેજે, જગમાં સદા પ્રધાન ॥

વિશ્વકર્મા નવ સૃજન ધ્વનિ, યુવા શક્તિનો અવાજ,
નવ દિશા, નવ આશા લઈને, કરી રહ્યા આરંભ આજ ॥

યુવાનો ઊઠો, વધો આગળ, તોડો જડતા રે,
સકારાત્મક કાર્યોથી જ, દેશ પ્રગતિ કરે.
જ્ઞાન, વિજ્ઞાન, શ્રમને લઈને, પ્રગતિનો દીવો,
વિશ્વકર્મા ના વંશજ છીએ, અમર રહે આ જીવૉ ॥

વિશ્વકર્મા નવ સૃજન ધ્વનિ, યુવા શક્તિનો અવાજ,
નવ દિશા, નવ આશા લઈને, કરી રહ્યા આરંભ આજ ॥

આરતી રૂપેશ પરમાર

(15)
🌸 વિશ્વકર્મા શતકમ 🌸

શ્લોક ૧
विश्वकर्मा महाशिल्पिन्, विश्वसृष्टि विधायक ।
वेदशास्त्रप्रवीणाय, नमस्ते जगताधिप ॥

👉 અર્થ:
હે વિશ્વકર્મા દેવ! તમે મહાન શિલ્પી છો, સમગ્ર વિશ્વની સૃષ્ટિનું આયોજન કરનાર છો.
વેદ અને શાસ્ત્રોમાં પ્રવીણ, જગતના અધિપતિ એવા આપને હું નમન કરું છું.

શ્લોક ૨
यज्ञरूप महादेव, लोकधातृ विभावन ।
कल्याणदायकायैव, वन्दे शिल्पिवरं विभो ॥

👉 અર્થ:
હે દેવ! તમે યજ્ઞ સ્વરૂપ છો, તમે જ લોકના પોષક છો.
તમારા હસ્તે સર્જન થકી સૃષ્ટિનું કલ્યાણ થાય છે.
હું તમને વંદન કરું છું, હે મહાન શિલ્પિ.

શ્લોક ૩
सर्वयन्त्रप्रवर्तारं, सर्वलोकनियन्तारम् ।
सुवर्णरत्ननिर्माता, विश्वकर्मा नमोऽस्तु ते ॥

👉 અર્થ:
હે વિશ્વકર્મા! તમે સર્વ યંત્રોને ચલાવનાર છો,
સમગ્ર લોકનો નિયંત્રણ કરનાર છો.
સુવર્ણ, રત્નો તથા અદ્ભુત રચનાઓના નિર્માતા, તમને નમન છે.

શ્લોક ૪
सेतुबन्धविनिर्मातः, पुष्पकस्य विधायक ।
इन्द्रासनप्रदाता त्वं, शिल्पिनां श्रेष्ठतां गतः ॥

👉 અર્થ:
હે દેવ! તમે જ રામસેતુ (નલ-નીલ દ્રારા)નું નિર્માણ કરાવનાર છો,
તમે પુષ્પક વિમાનનું સર્જન કર્યું,
ઇન્દ્રનું દિવ્ય આસન આપનાર છો,
શિલ્પીઓમાં શ્રેષ્ઠ સ્થાન ધરાવો છો.

શ્લોક ૫
सर्वलोकप्रदीपाय, शिल्पिनां पतये नमः ।
विश्वकर्मण्यमृतायै, मम सौख्यं प्रयच्छ मे ॥

👉 અર્થ:
હે દેવ! તમે સમગ્ર જગતને પ્રકાશિત કરનાર દીપક સમાન છો,
તમને નમન છે, હે શિલ્પિઓના અધિપતિ.
હે અમર સ્વરૂપ વિશ્વકર્મા, મને સુખ-શાંતિ અને કલ્યાણ પ્રદાન કરો.

શ્લોક ૬
वेदवेदाङ्गपूज्याय, विश्वरूपाय ते नमः ।
अनन्ताय सदा तुभ्यं, शिल्पेश्वर नमोऽस्तु ते ॥

👉 અર્થ:
વેદો તથા વેદાંગોથી પૂજ્ય એવા હે દેવ!
વિશ્વરૂપ ધારણ કરનાર, અનંત, અવિનાશી સ્વરૂપે રહેનાર,
હે શિલ્પેશ્વર, તમને નમન છે.

🌺 ફળશ્રુતિ (લાભ):
આ વિશ્વકર્મા શતકમ નું નિત્ય પાઠ કરવાથી –
શિલ્પ, કલા, વિજ્ઞાન, ઈજનેરી, વ્યવસાય અને કાર્યમાં સિદ્ધિ મળે છે. ઘરમાં સમૃદ્ધિ, શાંતિ અને સુખની વૃદ્ધિ થાય છે.
જીવનમાં સૃજનાત્મક શક્તિ અને નવી વિચારશક્તિ મળે છે.

(16)
શ્રી વિશ્વકર્મા મહામંત્ર

કંબાસૂતત્રાંબુપાત્રં વહતિ કરતલે પુસ્તકં જ્ઞાનસૂત્રં|
હંસારુઢં ત્રિનેત્ર: શુભ મુકુટ શિર સર્વતોવૃદ્દકાય:|
ત્રૈલોક્યં યેન સૃષ્ટં સકલ સુરગૃહં રાજ્યહર્મ્યાદિ હર્મ્યા|
દેવોસા સૂત્રધારો જગતખિલ હિત: પાતુવો વિશ્વકર્મા:||

અર્થાત્ - જેણે એક હાથમાં કાંબી એટલે ગજ, બીજા હાથમાં ત્રાંબાનું જળકમંડળ, ત્રીજા હાથમાં પુસ્તક, ચોથા હાથમાં માળા ધારણ કરેલી છે, હંસ ઉપર બિરાજમાન છે, જે ત્રિનેત્ર ધારી છે, ને મસ્તક ઉપર સુંદર મુગટ જેણે ધારણ કરેલો છે, ને જેનું શરીર વૃદ્ધ કાયા છે, ત્રિલોક રચયિતા છે. એવા સર્વ જગતનું હિત કરતા જે દેવાધિદેવ , રાજમહેલ અને સામાન્ય લોકોના ધામ જેણે રચેલા છે. એવા સર્વ જગતનું હિત કરતા જે વિશ્વકર્મા સૂત્રધાર તે સુખકર્તા ને જગકર્તા વિશ્વકર્મા પ્રભુ છે.

(17)
🌸 વિશ્વકર્મા ગાયત્રી મંત્ર 🌸

ॐ विश्वकर्मणे विद्महे
महाशिल्पाय धीमहि ।
तन्नो विश्वकर्मा प्रचोदयात् ॥

📖 ગુજરાતી અર્થ:
હે સર્વશક્તિમાન વિશ્વકર્મા દેવ!
અમે તમારું ધ્યાન કરીએ છીએ, તમે મહાન શિલ્પી છો,
હે દેવ! અમને સદબુદ્ધિ અને સદ્ગુણો પ્રદાન કરો.

(18)
🕉️ વિશ્વકર્મા ધ્યાન મંત્ર 🕉️

विज्ञानबुद्धि सम्पन्नं सर्वशिल्पप्रवर्तकम् ।
विश्वकर्मणमायान्तं वन्देऽहं जगतां गुरुम् ॥

📖 ગુજરાતી અર્થ:
જે જ્ઞાન અને વિજ્ઞાનથી સંપન્ન છે,
જે તમામ શિલ્પ અને કલાઓના પ્રર્વતક છે,
એવા સર્વજગતના ગુરુ વિશ્વકર્મા ભગવાનને હું વંદન કરું છું.

🌸 આ મંત્ર રોજ સવારે ધ્યાનમાં અથવા પૂજામાં બોલવાથી બુદ્ધિ, કળા, શિલ્પ તથા કાર્યમાં સિદ્ધિ મળે છે.

(19)
બીજ મંત્રો

✨ વિશ્વકર્મા બીજ મંત્ર ✨

ॐ ऐं श्रीं वीं विश्वकर्मणे नमः ॥

👉 “ऐं” જ્ઞાનશક્તિનું બીજ છે, “श्रीं” સમૃદ્ધિ અને કલ્યાણનું પ્રતીક છે, “वीं” શક્તિ અને પરાક્રમનું બીજ છે, અને “विश्वकर्मणे नमः” દ્વારા સર્વ સર્જનહાર ભગવાન વિશ્વકર્માને નમન થાય છે.

🙏 આ મંત્ર જપવાથી શિલ્પકલા, વિજ્ઞાન, ઉદ્યોગ-વ્યવસાયમાં પ્રગતિ, ઘર-કારખાનામાં સુખ-શાંતિ અને કૌશલ્યની વૃદ્ધિ થાય છે.

✨ વિશ્વકર્મા મનુ બીજ મંત્ર ✨

“ॐ ह्रौं ह्रीं ह्रूं विश्वकर्मणे मनवे नमः ॥”

📖 અર્થ :
“ॐ” – પરમબ્રહ્મનો પ્રતીક
“ह्रौं” – પ્રલય અને સંહાર શક્તિનું બીજ
“ह्रीं” – શક્તિ, ભક્તિ અને કલ્યાણનું બીજ
“ह्रूं” – સર્જન અને રક્ષણની શક્તિ

“विश्वकर्मणे मनवे नमः” – વિશ્વના શિલ્પી, મનુ સ્વરૂપ ભગવાન વિશ્વકર્માને નમન. 
🙏 આ મંત્રના જાપથી સર્જનશીલતા, કૌશલ્ય, બુદ્ધિ તથા વંશવૃદ્ધિનો આશીર્વાદ મળે છે.

🙏🏻 "વિશ્વકર્મા મય બીજ મંત્ર"🙏🏻

વિશ્વકર્મા દેવના મય (મય / શિલ્પ-વિદ્યા-પ્રવર્તક રૂપ) માટે જે બીજમંત્ર પ્રચલિત છે તે આ રીતે ઉચ્ચારવામાં આવે છે 

🔱 વિશ્વકર્મા મય બીજ મંત્ર

ॐ मयं विश्वकर्मणे नमः ॥

અથવા વિશિષ્ટ શિલ્પી શક્તિ માટે પ્રયોગ થતો બીજ મંત્ર:

ॐ ह्रीं श्रीं क्लीं मयं विश्वकर्मणे नमः ॥

અર્થ
ॐ – પરમબ્રહ્મ
ह्रीं – દૈવી શક્તિ, ચેતના
श्रीं – સમૃદ્ધિ, કલ્યાણ
क्लीं – આકર્ષણ અને એકાગ્રતા
मयं – માયા, શિલ્પ, કલા અને વિદ્યા
विश्वकर्मणे नमः – સર્વજ્ઞ શિલ્પી વિશ્વકર્માને નમન

👉 આ મંત્રનો જપ ખાસ કરીને કલા, શિલ્પ, ડિઝાઇન, ઈજનેરી, સ્થાપત્ય જેવા ક્ષેત્રોમાં કુશળતા અને સફળતા મેળવવા માટે કરવામાં આવે છે.

✨ વિશ્વકર્મા ત્વષ્ટા બીજ મંત્ર ✨

ત્વષ્ટા ભગવાન (શિલ્પકાર દેવેતા, વિશ્વકર્માના રૂપ)નો આ ગુપ્ત બીજ મંત્ર માનવામાં આવે છે.
બીજ મંત્ર ટૂંકો, અને શક્તિશાળી હોય છે.

🔱 મંત્ર:

ॐ त्‍वष्ट्रे नमः॥

(ઓમ ત્વષ્ટ્રે નમઃ॥)

👉 અર્થ: "હે ત્વષ્ટા! જગતના સર્જનહાર, તમને નમન છે."

આ મંત્રનો જાપ શિલ્પકલા, નવી સર્જનશક્તિ, કૌશલ્ય, ધન અને સમૃદ્ધિ માટે શુભ માનવામાં આવે છે.

✨ વિશ્વકર્મા શિલ્પી બીજ મંત્ર ✨

વિશ્વકર્મા ભગવાનને શિલ્પી, સર્વશક્તિમાન સર્જનહાર અને દેવતાઓના દેવશિલ્પી કહેવાય છે.
તેમનો શિલ્પી બીજ મંત્ર ખૂબ જ ટૂંકો પરંતુ ગૂઢ શક્તિથી ભરેલો છે.

🔱 મંત્ર :

ॐ वं विश्वकर्मणे नमः॥

(ઓમ વં વિશ્વકર્મણે નમઃ॥)

👉 અહીં "वं (વં)" એ શિલ્પી શક્તિનું બીજ અક્ષર છે.

અર્થ:
“હે વિશ્વકર્મા! સર્વશ્રેષ્ઠ શિલ્પી, જગતના સર્જનહાર – તમને વંદન છે.”

🔮 ફળ:
કારીગરી, શિલ્પ, કલા, ડિઝાઇન તથા હસ્તકલા ક્ષેત્રમાં સફળતા આપે છે.
કામમાં સૂક્ષ્મતા, નિપુણતા અને સર્જનશીલતા વધે છે.
ધન, સમૃદ્ધિ અને સુખનું વરદાન આપે છે.

✨ વિશ્વકર્મા દેવજ્ઞ બીજ મંત્ર ✨

વિશ્વકર્મા ભગવાનના અનેક રૂપ છે — શિલ્પી, ત્વષ્ટા, દેવજ્ઞ, મંત્રજ્ઞ વગેરે.
તેમનો દેવજ્ઞ રૂપ સર્વજ્ઞાની, વેદશાસ્ત્રજ્ઞ તથા દૈવી વિદ્યા આપનાર માનવામાં આવે છે.

🔱 બીજ મંત્ર:

ॐ ह्रीं विश्वकर्मणे देवज्ञाय नमः॥

(ઓમ હ્રીં વિશ્વકર્મણે દેવજ્ઞાય નમઃ॥)

👉 અહીં “ह्रीं (હ્રીં)” જ્ઞાન, બુદ્ધિ, વાણી અને આધ્યાત્મિક શક્તિનો બીજ અક્ષર છે.

📖 અર્થ:
“હે વિશ્વકર્મા દેવજ્ઞ! તમે સર્વજ્ઞ, વેદજ્ઞ તથા દૈવી વિદ્યા આપનાર છો, તમને નમન છે.”

🌸 ફળ:
જ્ઞાન, બુદ્ધિ અને સ્મરણશક્તિમાં વધારો કરે છે.
વિદ્યા, અભ્યાસ, શિક્ષણ અને તર્કશક્તિ માટે શુભ છે.
આધ્યાત્મિક સમજણ અને મનની એકાગ્રતા આપે છે.

(20)
🌸 શ્રી વિશ્વકર્મા ચોવીસી (ગુજરાતી અર્થ સાથે) 🌸

૧. ॐ विश्वकर्मणे नमः ।
👉 હે વિશ્વકર્મા ભગવાન! તમને નમન છે.

૨. ॐ त्वरिताय नमः ।
👉 હે ત્વરિત! (ઝડપથી કાર્ય કરનાર) તમને વંદન છે.

૩. ॐ त्वष्ट्रे नमः ।
👉 હે ત્વષ્ટા! (સર્જનકર્તા, શિલ્પી દેવ) તમને નમન છે.

૪. ॐ शिल्पिने नमः ।
👉 હે શિલ્પી દેવ! તમને વંદન છે.

૫. ॐ विश्वधात्रे नमः ।
👉 હે જગતને ધારણ કરનાર! તમને પ્રણામ.

૬. ॐ लोकधात्रे नमः ।
👉 હે લોકપાલન કરનાર! તમને વંદન.

૭. ॐ वेदज्ञाय नमः ।
👉 હે વેદજ્ઞ! (વેદનો જ્ઞાન ધરાવતા) તમને પ્રણામ.

૮. ॐ देवज्ञाय नमः ।
👉 હે દેવજ્ઞ! (દૈવી જ્ઞાનના દાતા) તમને નમન.

૯. ॐ मन्त्रज्ञाय नमः ।
👉 હે મંત્રજ્ઞ! (મંત્રોના જ્ઞાતા) તમને વંદન.

૧૦. ॐ सर्वज्ञाय नमः ।
👉 હે સર્વજ્ઞ! (સર્વવિદ્યા ધરાવતા) તમને નમન.

૧૧. ॐ विश्वरूपाय नमः ।
👉 હે વિશ્વરૂપ! સર્વત્ર વ્યાપ્ત સ્વરૂપવાળા, તમને પ્રણામ.

૧૨. ॐ विराटाय नमः ।
👉 હે વિરાટ સ્વરૂપવાળા! તમને નમન.

૧૩. ॐ स्थपतये नमः ।
👉 હે સ્થપતિ! (મુખ્ય શિલ્પી) તમને વંદન.

૧૪. ॐ स्थापत्यविद्याय नमः ।
👉 હે स्थापત્ય વિદ્યાના સ્વામી! તમને પ્રણામ.

૧૫. ॐ विश्वनियन्त्रे नमः ।
👉 હે વિશ્વનિયંત્રક! તમને નમન.

૧૬. ॐ लोकनियन्त्रे नमः ।
👉 હે લોકનિયંત્રક! તમને વંદન.

૧૭. ॐ विश्वेशाय नमः ।
👉 હે વિશ્વેશ! (વિશ્વના સ્વામી) તમને નમન.

૧૮. ॐ जगत्पितृे नमः ।
👉 હે જગતપિતા! તમને પ્રણામ.

૧૯. ॐ विश्वविभवे नमः ।
👉 હે વિશ્વવિભવ! (જગતના વૈભવદાતા) તમને નમન.

૨૦. ॐ दिव्यविभवे नमः ।
👉 હે દૈવી વૈભવદાતા! તમને વંદન.

૨૧. ॐ विश्वशिल्पिने नमः ।
👉 હે વિશ્વશિલ્પી! સમગ્ર બ્રહ્માંડના શિલ્પકાર, તમને નમન.

૨૨. ॐ विश्ववितर्काय नमः ।
👉 હે વિશ્વવિચારોના આચાર્ય! તમને વંદન.

૨૩. ॐ विश्वनायकाय नमः ।
👉 હે વિશ્વના નાયક! તમને પ્રણામ.

૨૪. ॐ ब्रह्मणे नमः ।
👉 હે બ્રહ્મસ્વરૂપ વિશ્વકર્મા! તમને વંદન છે.

🌺 ફળ:
આ ચોવીસીનો ભાવપૂર્વક પાઠ કરવાથી –
જ્ઞાન, કલા, વિદ્યા, હસ્તકલા તથા શિલ્પવિદ્યા વધે છે.
કાર્યમાં સફળતા મળે છે.
જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિની સ્થાપના થાય છે.

Comments

Popular posts from this blog

સંત શ્રી દેવતણખી બાપા અને સતિ લીરલબાઈ નું જીવન ચરિત્ર

વિશ્વકર્મા પ્રભુ સાહિત્ય

महात्मा "अलख" भूरी बाई सुथार