સંત સુખરામ (ગુરુ દરિયા દાસ મારવાડ વાલે)
સંત સુખરામ (ગુરુ દરિયા દાસ મારવાડ વાલે)
સંત સુખરામ અજમેર તથા નાગોર જિલ્લાની મધ્યમાં આવેલ હર સૌર ગામના હતા તેઓ લુહાર જ્ઞાતિ ના હતા. તેમનો જન્મ સવંત ૧૭૫૮ માં હરસૌર ગામે થયેલ પોતે હિન્દુ હોય મુસલમાન લોકો તરફથી પોતાની તથા માતા-પિતાને ત્રાસ હોવાથી તેમણે ૧૨ વર્ષની ઉંમરે માતા-પિતા સાથે મીરાબાઈ ના મેડતા ગામે રહેવા આવેલ મેડતા માં શિવ વૈષ્ણવ જૈન બધા સંપ્રદાયના માણસો સુમેળ અને શાંતિથી રહેતા હતા. સંસ્કાર વશ સાધુઓની મંડળીમાં ભજન કીર્તન માટે મીરાબાઈ ના ચારભુજા મંદિર જવા લાગ્યા.
એક દિવસ એક ચારણ મંદિરમાં ભજન બોલ્યો , “ હે કોઈ સંતરામ અનુરાગી જાકી સુરત બાદશાહ સે લાગી. " આ ભજન પૂર્ણ થતા આતુરતાપૂર્વક સુખરામે ચારણને સવાલ કર્યો “ આ પદ કયા સંતનું છે ? " અને મારે તેના દર્શન કરવા હોય તો ક્યાં મળે ? ચારણે વાત સાંભળી જણાવેલ કે સંત દરિયા સાહેબ ગામ રેણ મેડતા પાસે આવેલ છે. તે અંગે સંપૂર્ણ માહિતી આપી તુરંત જ રેણ દરિયા સાહેબ ના દર્શને ગયેલ સદગુરુ ને જોતા જ મસ્તક ચરણોમાં નમી ગયું રામ મંત્રની દીક્ષા લીધી ત્યારે સુખરામ ની ઉંમર ૧૭ વર્ષની હતી મેડતા આવી દૂધસાગર ની પાસે સાધના સ્થળ નક્કી કરી ધ્યાંન કરવા લાગ્યા.
દિવસ દરમિયાન લોખંડ ના સાધનો સાથે કામ કરવું અને સદગુરૂના સંતસંગ અર્થે મેડતા થી રેણ સાંજના જવું અને સવારે પરત આવી જવું એ રીતે 12 વર્ષ દરિયા સાહેબ ના સાનિધ્યમાં રહ્યા સંત સુખરામ ની ભકતી અંગેની પ્યાંસ જોઈ ગુરુ દરિયા સાહેબે વચલો રસ્તો કાઢી મેડતા અને રેણ વચ્ચે ખીજડા નું વૃક્ષ સત્સંગ માટે નક્કી કરેલ દરરોજ છ કિલોમીટર ખીજડા એ જવું અને મેડતા પરત આવવું આ ક્રમ વર્ષો સુધી ચાલ્યો એક દિવસ સદગુરૂની કૃપાથી સમાધિ ફલિત થયેલ ૪૮ વર્ષ સુધી સતત સદગુરુના કહ્યા મુજબ નામ સ્મરણ જપ સાધના કરેલ ત્યારે અલૌકીક વાણી પ્રગટેલ.
સંત સુખરામ ની સંત સંગત ની ભલામણ કરતી વાણી જોઈએ.
પદ - ૧
સાધો ભાઈ સંત કી સંગત સુખદાઈ ,
વેદ સંત અહો શ્રુતિ સ્મૃતિ , આપશ્રી મુખ ગાઈ - ટેક.
કઈ બાર ઇન્દ્ર સુખ ભોગ્યા , ફેર ચોરાસી પાઈ ,
આત્મજ્ઞાન ઉદય નહીં જબતક તબલગ ગોતા ખાઈ ,
આત્મજ્ઞાન ઉદય હોવકી , ચાર ઉપાય હે ભાઈ ,
સમતા સંતોષ વિચાર વિવેક તલ કર્મ કમીૅ રહી નહિ કાઈ .
જો જન સત્સંગમે આવે પાર બ્રહ્મ મિલ જાઈ ,
કહ સુખરામ ભયા અબ નિરભે , સંત સંગત સુખદાઈ-ટેક .
સંત સુખરામની સત્ય થી ભરપુર સખીઓ જોઈએ.
સાખી
( ૧ ) ભક્તિ કરે કોઈ સુરવા , કાયર કો નહિ કામ ,
કાયર કંપે ખડભડે , કામ પડ્યા સુખરામ.
( ૨ ) પશુ-પંખી મનખા કહા , કહા ઉચ્ચ અરુ નીચ ,
સમજ દેખ સુખરામ કહે , આતમ સબ કે બીચ .
( ૩ ) જન દરિયા દાદુ જૈસા ગોરખ જૈસા જ્ઞાન ,
અંદર કલા કબીરકી , શુદ્ધ બુદ્ધ ધુવ કા ધ્યાન .
( ૪ ) શબ્દ સુણો સુખરામ કહ , સલ સંતન કો સાથ ,
જો ચાહે દીદાર કુ , તો રામ ભજો દિન રાત.
( ૫ ) દેખાદેખી ભગતી સબ , કરતા હૈ સબ કોઇ ,
કષ્ટ પડ્યા સુખરામ કહ , ઝાડ નહિ જિલે સોય .
( ૬ ) અડસઠ તીર્થ સબ કરો , દેખો સબહી ધામ ,
બીના રામ સુખરામ કહ , સરેન એકો કામ .
( ૭ ) જ્ઞાન દિખાવે ઔરકુ , ઉલ્જીયા આપ અજ્ઞાન ,
સદગુરુ બિન સુખરામ કહ , ભુલિયા નામ નિધાન.
( ૮ ) હંસી ખેલ નહી હોગી , રામ ભક્તિ સુખરામ
રામ ભજે વિષયા તજે , ખરાખરી કા કામ .
( ૯ ) બાતો કર કર બહ ગયા , બાતો સે સરેન કામ ,
રામ રટ્યા બિન ના કરે , કર્મ કલંક સુખરામ .
( ૧૦ ) ભેખ દેખ જગમે ઘણા , ઘર ઘર ફિરે અનેક ,
રામ રતન સુખરામ કહ , સાધુ જન કોઈ એક .
( ૧૧ ) ઉપર જોગી તન કિયા ભીતર રોગ જીવ ,
ભજન બીન ભટકત ફીરે , પરત ન પાવે પીર .
સંત સુખરામે જોધપુર મહારાજ બખતસિંહ ને ઉપદેશ આપેલ ત્યારે તેના અંગ રક્ષક સેનાપતિ હેમસિંહ તથા અંગરક્ષક અર્જુનસિંહે પણ દીક્ષા લીધી.
સંવત ૧૮૨૩ ફાગણ વદ અગિયારસને દિવસે ૬૫ વર્ષનું આયુષ્ય ભોગવી સુખરામ નિર્વાણ પામ્યા. સંતોએ ઉપયોગમાં લીધેલ વસ્તુઓ પાઘડી , ગ્લાસ , અંગરખો , વગેરે રામધામ શ્રી દેવલ રેણીગેટ મેડતા શહેરમાં દર્શનાર્થે રાખવામાં આવેલ છે.
*સંત સુખરામને વંદન . 🙏🏻*
એલ. એમ. ભટ્ટી ( અમરેલી ) ના *જય સીતારામ.* 🙏🏻
Comments
Post a Comment