વીશરામસાહેબ. (ગુરુ પ્રેમ સાહેબ )
વીશરામસાહેબ. (ગુરુ પ્રેમ સાહેબ )
“ મારી કોઈ રૂપરેખા નથી. "
વિશરામ સાહેબ ગોંડલ તાલુકાના કોટડાસાંગાણી ગામના હતા તેઓ જ્ઞાતિએ કડિયા હતા તેમના પિતાનું નામ પ્રેમ સાહેબ અને માતાનું નામ મલુબાઈમાહતુ તેઓનો જન્મ સવંત ૧૮૮૨ માં થયેલ. પિતા-પુત્ર બંને સંતત્વ ને પામેલ આવી ઘટનાઓ ખૂબ જ ઓછી બને છે. કબીર સાહેબના પુત્ર કમાલ, ભાણસાહેબના પુત્ર ખીમ સાહેબ, અને પ્રેમ સાહેબના પુત્ર વીશરામ સાહેબ આવી અદભુત ઘટના ખૂબ જ થોડી બને છે.
એક કથા અનુસાર પ્રેમ સાહેબ ને પુત્ર હતો નહીં જેથી આ અંગે જીવણ સાહેબે વચન આપ્યું કે તારે ત્યાં હું વીશરામ સ્વરૂપે આવીશ જેથી એ વચન ના વીશરામ સાહેબ કહેવાયા.વીશરામ સાહેબ એ જીવણ સાહેબ નો બીજો અવતાર છે.
સાહેબની ધારાના સંતોની કંઈ વાણી પર વાત કરવી અને કઈ વાણી ઉપર વાત ન કરવી એ ઘણું જ અઘરું કામ છે.
વીશરામ સાહેબ વાણી દ્વારા જણાવે છે મારા સદગુરુ સાહેબે ભીતર નો ભેદ બતાવ્યો આહંમના અજપા જાપ જપયા પછી મારી સુરતા શૂન્યના ઘરમાં આવી ડાબી બાજુ ચાલ તો શ્વાસ ( ઈગલા) જમણી બાજુ ચાલતો શ્વાસ ( પિંગલા) આ બંને સમાન કરી તેની ઉપર ભીતરના શૂન્યાવકાશમાં જવા સુક્ષમણા સ્વર માં ધ્યાન લગાવ્યું તો મારી અંદર રણકાર થવા લાગ્યો અને તેમાં આનંદ મેળવ્યો ત્રીજા નેત્ર ભૃકુટીમા સુરતા એ આ રણકાર થતાં શબ્દ સાથે જોડી તાર મેળવ્યો અને એક અદભુત અનુભવ થયો ખૂબ જ પોલાણ વાળી ગુફાની જેમ ક્યાંય શરૂઆત કે અંત ન મળે તેવી ગગન ગુફામાં મેં એક આત્મારૂપી ભમરા ને ગુંજન કરતો સાંભળ્યો. એણે એવો નાદ કર્યો કે આખુ બ્રહ્માંડ તેનાથી સતત ગુંજવા લાગ્યું પછી સફેદ, કાળો, લાલ, લીલો અને પીળો રંગ ધ્યાન અવસ્થામાં મને જોવામાં આવ્યા. પરંતુ આ રંગ તો પાંચ તત્વના હતા (પૃથ્વી, જળ, વાયુ, તે જ, આકાશ) આ ભમરો તો એમની ઉપર વગર કાયાએ બિરાજમાન હતો. નવાઈતો એ જોવા મળી કે મારી અંદર અને બહાર દરેક સ્થળે એ ભમરો જ ભમી રહ્યો હતો
બંધ આંખે અંદર અને ખુલ્લી આંખે બહાર ગુંજી રહ્યો છે મારી અંદર બીજા પણાનો ભાવ હતો તે મટી ગયો વીશરામ કહે છે આ અનુભવ પછી મારું મન ભટકતું બંધ થયું અને હવે પ્રેમ સાહેબના શરણે રહી એમના ગુણગાન ગાયા કરું છું. આ બધી કૃપા સદગુરુની છે
વી રામ સાહેબ સ્વરૂપનું દર્શન કરતાં કહેછે હું એવો જોગી છું કે મારુ કોઈ રૂપ કે રેખા નથી સમગ્ર બ્રહ્માંડ મારી અંદર વ્યાપ્ત છે. હું ક્યારેય જન્મ ધારણ કરતો નથી કારણકે મારું હોવાપણું કાયમ છે. બધા રૂપમાં હું જ વ્યાપક છું. હું જન્મતો નથી જેથી મરવાની ચિંતા નથી. આ જન્મ-મરણની જંજાળ મારે નથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, અને શુદ્ર હું નથી . મારો કોઈ વર્ણ
નથી પ્રકૃતિની બે જાતિ છે. પુરુષ અને સ્ત્રી તે પણ હું નથી.
વીશ રામ સાહેબ કહેછે હું આકાશ, પવન, પાણી, પૃથ્વી તે જ કે તારા પણ નથી કારણકે એ તો મારા પંચમહાભૂત નો ખેલ છે. એ તો મારાથી પેદા થયા છે. એ હું કેવી રીતે હો ઉ. ચંદ્ર સૂર્ય એ પણ હું નથી કારણકે મારી અંદરથી જ જ્ઞાન નીકળે છે તે હું કેવી રીતે હોઉ ખુબી તો એવી છે કે જ્યાં જ્યાં હું નથી એવું કહું છું તે તમામ રૂપોમાં હું જ વાસ કરું છું. છતાં ખુબી
એ વિછે કે બધાથી ન્યારો રહું છું. મારો પાર હજી સુધી કોઇ પામી શકયું નથી. કબીર સાહેબ કે હું પોતે મારૂ માપ કાઢી શક્યા નથી.
વીશ રામ સાહેબ નામાચરણમાં કહેછે. આકાશ જેવું સ્વરૂપ છે છતાં તેનાથી પરછુ હું વ્યાપક વસ્તુ છું એક અક્ષરમાં કહે તેનો ઈશારો યોગીઓને કર્યો છે ઓમ એકોઈ બાવન પૈકી નો અક્ષર નથી છતાં ઓમકાર પણ હું નથી હું તો બધાથી પર જીભે કહી શકાય નહીં તેવો મૌનનો સાગર છું
વીશ રામ સાહેબ આ વાણીમાં એક કડી માં કહેછે કે
આવું ન જીવુ મરૂ નહીં જનમુ નહીં જન્મ જંજીરા હું.
વીશ રામ સાહેબે બે આરતી ની ભેટ આપી છે. બંને આરતીમાં અનાહત નાદનો મહિમા વર્ણવ્યો છે. આ
આરતી સતત બ્રહ્માંડ માં વાગી રહી છે. જેનો સ્વાદ મારા સંતો શિવાય કોઈ લઈ શકે તેમ નથી. આતમ દેવને કળી શકાય તેમ નથી. અવિનાશી છે જેની યોગીઓ, મુનિઓ બંદગી કરેછેએ આરતી કોઈ ઝાલરકે ડંકા થી વાગતી નથી કોઈ વગાડનાર પણ નથી. એતો શૂન્યાવકાશમાં સતત આપમેળેટકરાવ વિના વાગી રહીછે મારી રગેરગમાં તેનો રણકાર થઈ રહ્યો છે. તેની જ્ઞાનરૂપી અખંડ જ્યોત જળહળીરહેલ છે જ્યાં રૂ કે ઘી નથી એવી અદ્વેત રમત એવી છે કે આ જ્યોતિને બુ જાવાનો કોઈ ભય નથી. આ આરતી એક પણ પળ બંધ રહેતી નથી.વીશરામ સાહેબ તેના ગુણ ગાય રહ્યા છે. સદગુરુ ને પુંજતા કહે છે મારા ભીતર માં પરમાત્મા ના મિલન માટે ની ઝંખના પુર્ણ થઈ છે.
વીશ રામ સાહેબ એટલે જેણે તમામ સાધના પૂરી કરી હોય તેવા મહાયોગી ભક્તજન જ્ઞાની માટે વિશ્રામ ની જગ્યા, વીશ રામ સાહેબે દેહ ત્યાગ સવંત ૧૯૩૩
માગશર સુદ બીજને શુક્રવારે રાજકોટમાં કર્યો.વીશરામ સાહેબની સમાધિ કોટડા સાંગાણી તાલુકે ગોંડલ ખાતે આવેલ છે.વીશરામ સાહેબની સમાધિ પાસે પુત્ર માધવ સાહેબની સમાધિ પણ આવેલ છે.
પ્રેમના સાગર એવા સિદ્ધ સંત વીશ રામ સાહેબ ને મારા કોટી કોટી વંદન.
Comments
Post a Comment