સંત પરસરામ (ગુરુ પીપાજી મહારાજ)
સંત પરસરામ (ગુરુ પીપાજી મહારાજ)
સંત પરસ રામ રાજસ્થાનમાં આવેલ નાગૌર જિલ્લાના મેડતા તાલુકાના કલરુ ગામના રહીશ હતા. તેઓ ખાતી સુથાર જ્ઞાતિ ના હતા તેમના પિતાનું નામ હોલારામ હતું બાળપણથી તેઓ બ્રાહ્મણી માતા ની સેવા પૂજા કરતા હતા સંત પીપાજી ની પત્ની સીતા કવરનું પિયર ટોડા (રાજસ્થાન) હતું પરસરામના નાનાનું ગામ ટોડા
હોવાથી ત્યાં સંત મેળાવડામાં જવાનું થયું પરસરામને ગુરુ પીપાજી ના અહી દર્શન થયા અને શિષ્યત્વ પણું સ્વીકાર્યું તેમની એક સાખી પ્રમાણ રૂપ છે.
પીપા પરસ પટંતરા, હુઆ મૂલ ધુરાહ,
હીરે હીરા બેધિયા,. પ્રગટીજ્યોતિ ધરાહ
એક વખત મેડતાના જે તે વખતના રાઠોડ રાજા
કલરુથી મેડતા જતા હતા તેવામાં તેના રથનું પૈડું તૂટી ગયેલ પરસરામ ધ્યાનમાં બેઠા હતા એવી કથા છે. પ્રભુએ પરસરામનુ રૂપ ધારણ કરીને રાજાના રથનું પૈડું ઠીક કરી આપેલ આ ઘટના અંગેની જાણ પરસરામને થયેલ ત્યારે તેમણે કહ્યું
"હું તો મારા ઘરે ભજન માં બેઠો હતો પરમાત્માની લીલા અકળછે.
આ પ્રસંગથી રાજસ્થાન ના લોકો પરસરામને ઓળખતા થયા ગામ લોકો પાસે પરસરામ ની વાણી કે સાહિત્ય નથી.
"સંત પરસરામની અનુભૂતિ સભર વાણી"
જોઈ જોઈ મોહી અચિરજહોઈ, નેડો રામ ન દેખે કોઈ-ટેક
એક નસેઉ ફિરીફિરીથાકે, એકુ એકુ ઊંચે ઊંચે પરબતતા કે ,
નીરપ્રવેશ કરે જલ જોવે તપ તીરથ વ્રત કાયા ખોવે- ટેક
લૂચિત મુન્ની એક જટા બધાવૈ એક ઉરધમુખી અંગ ઝુલાવે,
ભેખ અનેક એક નહીં જાન્યુ આત્મા સરૂપ ધરી પ્રભુ ન પિછાને-ટેક
સાચી કહું ન માને કોઈ પરસ સકલમે દેખ્યા સોઈ
જોઈજોઈ મોહી અચિરજ હોઈ નેડો રામન દેખે કોઈ- ટેક.
આ બાબતમાં ભાવાર્થ એવો છે કે રામ તત્વ સાથે કોઈને લેવાદેવા નથી. તીરથ વ્રત ક્રિયાકાંડ કરીને જીવન ખોઈ નાખે છે અનેક પ્રકારના કહેવાતા સાધુઓ જટા વધારી કેટલાક મુંડન કરાવી ઘણા પ્રકારની ક્રિયાઓ કરે છે પણ એક રામ તત્વને જાણતા નથી. સાચા સંત પાસે જતા નથી.
પરંપરાના પંડિત પુરોહિત મહંતો મઠાધારીઓ મન મુખી મૂર્ખ માણસો નું શોષણ કરે છે સાચી વાત કોઈ માનતું નથી જ્યાં પરંપરાને ભીડ હોય ત્યાં મૂરખા લોકો પહોંચી જાય છે. આ બધો ધર્મના નામે ચાલતો ખેલ જોઇને. સંત પરસરામ ને હસવુ આવે છે કારણ કે ગુરુ બનીને બોધ દેનારા હજુ ખુદ બેહોશ છે.
સંત પરસરામ ની સાખીઓ
( ૧ ) ગુરુ પાણી જયુ પ્રેમ લગાવે , પાવેસો અમરાપદ પાવે ,
પથ્થર પાણી કબહુ ન ભીંજે ગુરુ બીના મૂરખ કયું રીઝે.
( ૨ ) પરસ કહે પાણી બિના તૃપ્તિ કદી ન હોઈ,
રામ ભક્તિ બિન માનવી પાર ન પહુરયો કોઈ
સંત પરસરામે કલરુ ગામે સવંત ૧૫૧૯ ની આસપાસ સમાધિ લીધેલ હાલમાં ઘણા ધર્મપ્રેમી માણસો સમાધિ દર્શને આવે છે. અને દર્શનનો લાભ લે છે.
Comments
Post a Comment