પ્રેમ સાહેબ (ગુરુ જીવણ સાહેબ)
પ્રેમ સાહેબ (ગુરુ જીવણ સાહેબ)
“ પૂર્વની પ્રીતે પુરા ગુરુ મળ્યા ”
પ્રેમ સાહેબ રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીના હતા તેઓ કડિયા જ્ઞાતિ ના હતા તેમનો જન્મ સવંત ૧૮૪૮ પોષ વદ બીજના દિવસે થયેલ તેમના પિતાનું નામ પદ માજી અને માતાનું નામ સુંદરબાઈ હતું તેમના ગુરુ દાસી જીવણ સાહેબ હતા.
પ્રેમ સાહેબ માં પ્રેમની જ્યોતિ પ્રગટ થઈ તેમાં ગુરુ પ્રત્યેનીસેવાએ અગત્યનો ભાગ ભજવ્યો પોતે કોટડા સાંગાણી થી ઘોઘાવદર કાયમ જીવણ સાહેબની સેવા તથા સત્સંગ માટે જતા હતા ગમે તેવી પરિસ્થિતિમાં પણ સાંજના ઘોઘાવદર પ્રેમ સાહેબ પ્રેમ રસ પીવા પહોંચી જતા ગુરુ પણ અસંખ્ય યુગના યોગી હતા જેથી પ્રેમ સાહેબ પુરણ પદ પામી આનંદ રૂપી બની ગયા એક એવી વાત છે કે પ્રેમ સાહેબ ને પુત્ર રત્નની ખોટ હતી જે જીવણ સાહેબ એ તેઓને ત્યાં વશરામ સાહેબ રૂપે ફરી દેહધારણ કરી તેમની ઇચ્છા સંતોષી
પ્રેમ સાહેબ પાસે કોઈ જ્ઞાતિ અંગેના ભેદભાવ હતા નહીં ભેદભાવ હોય તેને સદગુરૂનો રંગ લાગતો પણ નથી પ્રેમ સાહેબના જીવનમાં એક ભંગી સમાજના વ્યક્તિ દાસ વાઘો ગામ વાછરા તાલુકો ગોંડલ તેમને જગાડીયા તે પ્રસંગ અદભુત છે એક વખત પ્રેમ સાહેબ ઘોડા ઉપર બેસી બહાર જતા હતા તેવામાં દાસ વાઘાને તેમના સમાજના લોકોએ કહ્યું કે વાઘા ભગત તમે ખૂબ ભજનો ગાવ છો ખૂબ જ્ઞાન ચર્ચા કરો છો ઘણા લોકો ને તમે જ્ઞાનની વાત કરી હરાવોછો પરંતુ એક વખત પ્રેમ સાહેબ સાથે ચર્ચા કરી આવો તો માનીએ કે તમે ખરા જ્ઞાની છો વાઘા ભગતને મનમાં એવું થયું મારી પાસે ભજન નો ભંડાર છે ભજનોના અર્થ પણ ખ્યાલમાં આવે છે અમે તો ઋષિ કુળ છીએ ભજન તો અમારી નસેનસમાં વહે છે આત્મા અમર છે જન્મતો નથી મરતો નથી એ વાતની શાન હું જાણું છું પ્રેમ સાહેબ તો કડિયા નો દીકરો અને જ્ઞાનમાં મારા જેટલી થોડી ખબર પડે તેમ છતાં જ્ઞાતિજનો કહેછેતો જરા મળી લવ આપણે કાંઈ ઘટતું નથી ૬૦ વર્ષ થઈ ગયેલ છે જેમાં ઘણા વર્ષો તો ભજન ગાવા માં જ્ઞાન ચર્ચા કરવામાં વિતાવ્યા છે તુંરત અંદરથી મન કહેવા લાગ્યું વાંઘા ભગત હજી વાર છે હજી કબીર સાહેબ, રામદેવપીર જેવી અંદર સ્થિતિ નથી એક વખત પ્રેમ સાહેબ ને મળી જ્ઞાન ચર્ચા કરવામાં શું વાંધો છે વાઘા ભગત તૈયાર થઈ પ્રેમ સાહેબ ને મળવા ગયા છે રસ્તા વચ્ચે બંને ગુરુ શિષ્યનો મેળાપ થયો. પ્રેમ સાહેબ ને પ્રણામ કરી વાઘા ભગત ઉભા રહી પોતાની ઓળખ આપી પોતે ભજનના પ્રેમીછે એવું કહી આત્માની અમરતા અંગેના સિદ્ધાંતો રજુ કરવા લાગ્યા પ્રેમ સાહેબ કરુણાસભર દ્રષ્ટિ વાઘા ભગત તરફ ફેંકતા કહેવા લાગ્યા વાઘા ભગત આપતો પુરા જ્ઞાની છો મારા સામે જુઓ વાઘા ભગતે પ્રેમ સાહેબની આંખમાં જોયું ત્યાં એક પ્રેમની જ્યોતિ જગારા મારતિ જોઈ આંખમાંથી અમી વરસી રહ્યું હતું એક જ દ્રષ્ટિ વાઘા ભગત ઉપર પડતા દાસ વાઘા નો જન્મ થયો તેણે પ્રેમ સાહેબ ને પગથી માથા સુધી નીરખી જોયા ત્યાં તો ઉધાર જ્ઞાન ઉડી ગયું પોતે કોઈ અલૌકિક દુનિયામાં પહોંચી ગયા અને ખ્યાલ આવી ગયો કે હું સદગુરુ પ્રેમ સાહેબ પાસે અજ્ઞાની છું આતો પુરા પરમાત્માને પીયગયાછે પ્રેમ સાહેબના પગે પડી દાસ વાઘાએ આશિષ માગ્યા ગુરુએ તે જ ક્ષણે માથે હાથ મૂકી સાહેબ ધારામાં દાસ વાઘાને દીક્ષિત કર્યા પ્રેમ સાહેબે સવંત ૧૯૧૯ માં રાજકોટ મુકામે સમાધિ લીધી
પ્રેમ સાહેબ કહેછે પરમાત્માના દર્શનની વાત કઈ નાની નથી કે આખા સમૂહને થાય તેમ નથી એ ઘર ખૂબ દૂર છે ખરા જ્ઞાનીઓ પણ તેમના દર્શનની પ્રતિક્ષા કરી ઉભા રહેછે
સંસારી માણસ મોહરૂપી માછલી ખાવા માં ગુલતાન થયો છે જેથી પરમાત્મા રૂપી મોતી ખાવાનું ભૂલી ગયો સંત નો રંગ સલિનને લાગ્યો નહિ જ્યારે સાધુ ધ્યાન અવસ્થામાં પોતાના સ્વરૂપમાં ખુબજ ઊંડાણમાં ગયો ત્યાં આનંદ રૂપે જળ અપરંપાર ઉઘરાઈ રહ્યું હતું હવે કાલ્પનિક ઝાંઝવાના જળની આશા નથી હવે પ્રેમ સાહેબ કહે છે અંતર આકાશમાંથી સત શબ્દ નું સ્વાતિ જળ સતત વરસી રહ્યું છે તે સીધું જ પીય લઉં છું સંસારરૂપી સાગર છે તેમાં સાધક સીપ સમાન છે તે સદગુરુના અમૃત વચન નું સેવન કરે છે એ જ શબ્દ સ્વાતિ જળ છે સતત એ આત્મહીરલો કાયામાં બોલી રહ્યો છે ધ્યાન સમાધિ માં આકાશ આપમેળે ગાજી રહ્યું છે એ શુન્ય નાદ સાંભળતા મન આનંદમાં ગરકાવ થઇ ગયું સુક્ષમણા નાડીથી આનંદ રસ આવવા લાગ્યો છે જીવણ સાહેબ મળ્યા તેથી પ્રેમ રસ નો નશો ચડી ગયો આથી મને પોતાની ઓળખ થઈ ગઈ
પ્રેમ સાહેબ કહે છે પહેલા હું સંસારના વાસનાના રસને ભોગવતો પરંતુ જ્યારથી જીવણ સાહેબ જોગી જડીગયા ત્યારથી ભગવાનના રસને ભોગવવા લાગ્યો છું નિજાનંદ એ બ્રહ્મ રસ છે પણ આ ધ્યાનની કલા મારા ગુરુએ જતન કરીને જણાવી યોગમાં પરિપક્વ કરાવ્યો જેથી મારી નાડીઓ હવે નીરોગી થઈ ગઈ જેમાં કોઈ જાતની ગ્રંથિઓ રહી નહીં અને નાડયુ પ્રાણથી ભરપુર થઈ ગઈ મારી સુરતા આવતા જતા શ્વાસ સાથે ચાલવા લાગી એટલે અજંપા જપ થવા લાગ્યા ત્યાં તો મારી સુરતા શરીરની મનની પાર, શુન્ય આકાશમા પહોંચી ગઈ ત્યાંથી સુરતા આગળ જઈ શકે તેમ નહોતી જેથી મનવીહીન બની આનંદના ઘરમાં આસન જમાવી બેસી ગયો ત્યાં તો અંતર આકાશમાં વગર દીવે જલમલ જ્યોતિનો પરમ પ્રકાશ જોવા મળ્યો આ ઘટના પછી મારી વિષય વાસના એની મેળે ઝટપટ મટી ગઈ પુરા બ્રહ્માંડમાં પરમાત્માની દિવ્યજ્યોતિ દેખાવા લાગી મારી ઈચ્છા રાગ-દ્વેષ મટી વૈરાગી બની ગઈ પ્રેમ સાહેબ કહે છે મારી પૂર્વ જન્મની પ્રીત હતી જેથી પુરા સદગુરુ જીવણ સાહેબ જેવા અનેક યુગના યોગી મળ્યા જેથી પરમાત્માને નજરોનજર જોયા આથી અંતરની આધિ વ્યાધિ ઉપાધિ મટી ગઈ અને શંકા પણ ટળી ગઈદાસ વાઘા તથા વિશ્રામ સાહેબને જગાડનાર પ્રેમ સાહેબ ને મારા કોટી કોટી વંદન.
Comments
Post a Comment