શ્રી વિશ્વકર્મા પ્રભુએ લોહાર પુત્ર માટે ગરલ કુંડ બનાવ્યો

શ્રી વિશ્વકર્મા પ્રભુએ લોહાર પુત્ર માટે ગરલ કુંડ બનાવ્યો
આ કુંડ રાજસ્થાન ના ઝુંઝુનું સ્થિત છે
શ્રી વિશ્વકર્મા જી ના મોટા પુત્ર મનુ દેવ જેઓ લોહ કર્મ ના વિદ્વાન છે. તેઓ દ્વારા જે વંશ આગળ વધ્યો તે લોહાર, તરખાન, પંચાલ જેવા અન્ય નામથી પણ ઓળખવામાં આવે છે.
વાત કરીએ ગરલ કુંડની તો આ સ્થળ રાજસ્થાન ના ઝુંઝુનું જિલ્લામાં આવેલ છે. પહેલા ના જમાનામાં આ વિસ્તારમાં ખૂબ વિશાળ જંગલ હતું. પ્રભુ વિશ્વકર્મા ના સમયમાં આ સ્થળ ઊંચું હતું, એટલે તેમણે તેમના મોટા પુત્ર મનુને ત્યાં પરિવાર સાથે લોખંડ ના કામ માટે મોકલવામાં આવ્યા હતા. ત્યાં તેઓ કામ ખૂબ જિમ્મેદારી પૂર્વક કુહાડી, રંબા, દાતરડા, હળ, ત્રિકમ જેવા ઓજારો બનાવી રાખતા હતા. ત્યાં આસપાસના ખેડૂતો આવી ઓજારો લઈને તેઓનું કામકાજ કરતા હતા, પણ સાથે ચિંતાનો વિષય પણ હતો. આ સ્થળ પર પાણીની ખુબ અછત હતી તેથી મનુ દેવ તેમના પિતા શ્રી વિશ્વકર્મા જી ને વિનંતી કરી યાદ કરે છે કે મને પિતા શ્રી દર્શન આપો. ત્યારે પુત્ર ના આહવાન પર ભગવાન વિશ્વકર્મા પ્રગટ થાય છે પુત્ર મનુ શું જોઈએ છે, ત્યારે મનુએ કહ્યું પિતા શ્રી અહીંયા પાણીની ખુબ અછત છે.

ત્યારે પ્રભુ વિશ્વકર્માએ લોખંડ ગાળવાવાળા ગરલને બોલાવવા કહ્યું હતું અને તે પછી ગરલના હસ્તે માટી ખોદવાનું કામ શરૂ કરવામાં આવ્યું. પ્રભુ વિશ્વકર્માજી એ ખોદાયેલ માટી તરફ ધ્યાન કેન્દ્રિત કરતા પાણીની ધારા વહેવા લાગી હતી. તે જગ્યાએ કુંડ બનાવ્યું અને તે કુંડનું નામ લોહાર ગરલ કુંડ રાખવામાં આવ્યું. પાણીની સમસ્યા હલ થતાં મનુ દ્વારા પિતા વિશ્વકર્મા ને કહ્યું અહીંયા નિવાસ કરવા હેતુ ભવન બનાવી આપો. ત્યારે પ્રભુ વિશ્વકર્મા એ ભવન બનાવી આપ્યું. તે પછી મનુ પરિવાર અને સાથીઓ સાથે ત્યાં નિવાસ કરતા હતા. સમય વિતવા લાગ્યો અને ત્યારે એક શિકારી પ્રભુ વિશ્વકર્મા પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે પ્રભુ મેં મારી આખી જિંદગીમાં ખૂબ પ્રાણીઓ અને જાનવરોને માર્યા છે અને તેનું ભક્ષણ પણ કર્યું છે. અને હવે મારા શરીર પર એવો રોગ થયેલ છે જે ઘણા સમયથી સારવાર કરાવ્યા બાદ પણ મટી શક્યો નથી. ત્યારે મને કોઈએ કહ્યું કે તે ઘણા જીવોની હત્યા કરી છે અને આ રોગ કોઈ દવા દ્વારા નહીં મટી શકે એટલે તમે ભગવાન વિશ્વકર્મા પાસે જાવ, એટલે હું તમારી પાસે આવ્યો છું. હું બહુ દુઃખી છું મને ન રાત્રે આરામ થાય છે કે ન દિવસે પ્રભુ હું શું કરું આપ તો અનેક ના દુઃખ દૂર કરો છો મારા પણ દુઃખ દૂર કરો. ત્યારે ભગવાન વિશ્વકર્મા એ કહ્યું રણ વિસ્તારમાં ઝુંઝુનું ગામ પાસે ગરલ કુંડ આવેલ છે ત્યાં તું સ્નાન કરજે અને સાથે અષ્ટાક્ષર મંત્ર  ૐ વિશ્વકર્મણે નમઃ જાપ કરવાથી તારી તમામ શરીર પીડા દૂર થઈ જશે. તે એજ રીતે કરવા લાગ્યો અને ત્યારબાદ તેની શારીરિક પીડા દૂર થઈ. ત્યારબાદ આ વાત અન્ય લોકો સુધી પહોંચવા લાગી કે લોહાર ગરલ કુંડમાં સ્નાન કરવાથી હત્યા દોષ દ્વારા લાગેલ રોગ દૂર થાય છે. તે સમયે જીવોની હત્યા બહુ મોટા પ્રમાણમાં લોકો દ્વારા થતી હતી. તેથી હત્યા દ્વારા થતાં રોગીઓની સંખ્યા વધતી જતી હતી. આ કુંડ માં સ્નાન કરવા વાળાની સંખ્યા બહુ મોટી ભીડ થવા લાગી હતી.
ભગવાન સૂર્ય ના વિવાહ ભગવાન વિશ્વકર્મા ના પુત્રી રાંદલ (સંજ્ઞા) સાથે થયા. અને ત્યારે સૂર્યના અસહ્ય તાપ ના કારણે રાંદલ ઘરે પરત આવી ગયા હતા. ત્યારે સૂર્ય દેવ આ લોહાર ગરલ કુંડ આવીને પ્રભુ વિષ્ણુની ભક્તિ આરાધના કરી હતી. ત્યારે વિષ્ણુ પ્રગટ થાય છે ત્યારે કહે છે કે માંગો જે વરદાન માંગવું હોય તે પૂર્ણ થશે. ત્યારે સૂર્ય દેવએ કહ્યું કે હું મારી પત્ની સાથે રહી શકું તેવા આશીર્વાદ આપો. વિષ્ણુ દ્વારા તથાસ્તુ આશીર્વાદ મળ્યા બાદ સૂર્ય તેમના પત્ની સાથે તે જગ્યાએ રહ્યા હતા. તે સમયથી આ લોહાર ગરલ કુંડ ને સૂરજ કુંડ નું નવું નામ મળ્યું. કારણ કે અહીંયા સૂર્ય અને તેમના પત્ની એ ઘણો સમય સુધી વસવાટ કર્યો હતો. સમય વિતવા લાગ્યો અને ત્રેતા યુગ શરૂઆત થઈ ગઈ.
આ યુગમાં બે અવતાર એક સમયે થયા હતા. એક ભગવાન રામચંદ્ર જે ચૌદ કલાઓ સાથે સંપૂર્ણ અવતાર અને બીજા ભગવાન પરશુરામ કે જેઓ દ્વારા અઢાર વખત ક્ષત્રિયોનો નાશ કરેલ હતો. તેમને પણ ઘણી હત્યાઓ કરવાના કારણે હત્યા દોષ રોગ થયેલ હતો તેઓ પણ આ લોહાર ગરલ કુંડ માં સ્નાન કરી હત્યા દોષ દૂર કર્યો હતો અને તેમના ફરસા ને પણ અહીં સ્વચ્છ કરી પવિત્ર કરેલ હતો. ખૂબ મોટા પ્રમાણમાં લોકો દ્વારા આ કુંડ માં સ્નાન કરી તેમના દોષ દૂર કર્યા હતા. સમય વિતવા લાગ્યો તેમ તેમ દ્વાપર યુગ પણ આવી ગયો. તે યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ જેઓ પોતે ચૌદ કલાઓ અને સોળ શક્તિઓ ના અધિપતિ હતા. ભગવાન વિષ્ણુના અવતાર હતા. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે અઢાર ખુહની સેના યુદ્ધ માં મૃત્યુ પામ્યા હતા. ખુહની તેને કહેવામાં આવે છે જે રસ્તા પર કોઈ મોટી સેના ને પસાર થવાનું હોય અને તે રસ્તામાં કૂવો હોય અને તે કૂવા પાસે થી આ સેના નીકળે અને સેનામાં નીકળેલ એક એક સૈન્ય ના પગની ઉડતી ધૂળ દ્વારા આ કૂવો ભરાઈ જાય તેને ખુહની સેના કહેવાય છે. આ એક એવી ગણતરી છે જે તે સમયે કરવામાં આવી હતી. મહાભારતમાં અઢાર ખુહની સેના પાંડવો દ્વારા મૃત્યુ પામી હતી. ત્યારે શ્રી કૃષ્ણએ પાંડવોને કહ્યું કે તમારા દ્વારા એવા વ્યક્તિઓની હત્યા થઈ છે જે તમારા ગુરુ સમાન હતા. તે લોકોની હત્યા થવાના કારણે તમને બ્રહ્મ હત્યા દોષ લાગ્યો છે. આ દોષ કોઈ દવા, માફી કે સાધન દ્વારા નહીં ઉતરી શકે. તમારે આ દોષ ભોગવવો પડશે. ત્યારે અર્જુન દ્વારા શ્રી કૃષ્ણ ને આજીજી કરી પૂછવામાં આવ્યું કે આ દોષનું નિરાકરણ બતાવો. ત્યારે શ્રી કૃષ્ણ એ કહ્યું તમે લોહાર ગરલ કુંડ માં સ્નાન કરો ત્યાં તમામ પ્રકારના હત્યા દોષ દૂર થાય છે. ત્યાં પહોંચી પાંડવો એ લોહાર ગરલ કુંડ માં સ્નાન કરી દોષ મુક્ત થયા. ત્યારે તેઓને લાગેલ બ્રહ્મ હત્યા દોષ દૂર થાય છે.
આજે આ કુંડ રાજસ્થાન ના ઝુંઝુનું જિલ્લામાં આવેલ છે. સમય જતાં એ કુંડ ને સરોવર નું નામ આપી દીધેલ છે. જેથી તેમાં અનેક લોકો સ્નાન કરી શકે. દરેક સમયે અહીંયા લોકોની ભીડ જોવા મળતી હોય છે. કારણ કે જે સંસારમાં સુખી અને દુઃખી બંને છે, તો કોઈ કોઈ જે ધર્મ અનુસરણ માં લાગ્યા છે અને જે મહાપુરુષો ના સ્મરણ માં લાગ્યા છે તેઓ પરમ સુખી છે. આ કુંડ રાજસ્થાન માં યુગો યુગો થી સ્થાઈ છે હવે આ જગ્યાએ ઘણા મંદિરો સ્થાપિત થઈ ગયા છે. જેનામાં જેટલું જોર તે પ્રમાણે અહીં મંદિરો બંધાતા ગયા અને માન્યતા શરૂ થઈ ગઈ હતી. ખરેખર આ સ્થળનું મહત્વ ભગવાન વિશ્વકર્મા ની અપાર લીલાઓ અને આશીર્વાદ દ્વારા આ પરંપરા હજુ સુધી ચાલી રહી છે.
સંદર્ભ - શ્રી વિશ્વકર્મા મહાપુરાણ
સંકલન - મયુરકુમાર મિસ્ત્રી
શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ

Comments

Popular posts from this blog

श्रीलंका मे रावण काल ​​का विश्वकर्मा ध्वज

રામસેતુ - એક જીવંત ધરોહર

देवताओं के पुरोहित विश्वकर्मा पुत्र आचार्य विश्वरूप