હું... પરિવાર.... ગામ..... સમાજ અંતે તરસ્યો

હું... પરિવાર.... ગામ..... સમાજ અંતે તરસ્યો 
એક ગામમાં કૂવો બનવાની યોજના એક મિત્ર મંડળ દ્વારા હાથ ધરવામાં આવી.

કૂવો ખોદવાનું કામ શરૂ થયું ત્યાં તો..... 
વાંધો ઉઠયો....! 

- કૂવાની જગ્યા અશુભ છે. 
- કૂવાની જગ્યાનો માલિક હું રહીશ જમીન મારી છે. 
- કૂવાની બાજુના ઘરમાં તકલીફ આવશે.
- કૂવામાં પાણી ડહોળું આવશે.
- કૂવામાં પાણી ખારું આવશે.
- સરકારી ગ્રાન્ટ માં રોડા નાખ્યા.
- મિત્ર મંડળ માં ફૂટ પાડી.

.......... અંતે કૂવો અને પાણી બંને થી વંચિત આખું ગામ તરસ્યું ટળ્યું. હવે ગામમાં ચર્ચાઓ થઈ કે કૂવો ખોદાયા પહેલા આટલી માથાકૂટ અને આટલી ખેંચતાણ...!

એક વરિષ્ઠે કહ્યું સારું થયું મિત્ર મંડળે કામ બંદ કરી નાખ્યું તોજ તરસ્યા ને પાણીની સમસ્યાનો ખ્યાલ આવશે.

અંતે કૂવો તો દૂર પણ હજુ સુધી રોડા નાખીને કામ બંદ કરાવનારા એ ગામમાં બીજો કૂવો ખોદી ન શક્યા.

કારણ એજ કે ગામ ના લોકોને તરસ્યા રહેવું જ પસંદ છે.

©️મયુરકુમાર મિસ્ત્રી
વિશ્વકર્મા (રાષ્ટ્રીય) ધર્મ પ્રચારક

Comments

Popular posts from this blog

श्रीलंका मे रावण काल ​​का विश्वकर्मा ध्वज

રામસેતુ - એક જીવંત ધરોહર

देवताओं के पुरोहित विश्वकर्मा पुत्र आचार्य विश्वरूप