વિશ્વકર્મા થવું પડે

વિશ્વકર્મા થવું પડે 
લોખંડને ટીપવું ઓગાળવું આધુનિક સહેલું છે,
પણ, એને ઘાટ માં ઘડાવવા તો,
          લુહાર  થવું  પડે...

કાષ્ઠને કાપવું છોલવું આધુનિક સહેલું છે,
પણ, કાષ્ઠ કલા કરવા માટે તો ,
         સુથાર થવું  પડે...

તાંબાના વાસણ બનાવવા આધુનિક સહેલું છે,
પણ, તામ્રકલા માટે આખરે તો, 
       કંસારા થવું  પડે...

પથ્થર ટાંકવો ટાંચવો આધુનિક સહેલો છે, 
પણ, મૂર્તિમાં પ્રાણ ભરવા તો, 
         શિલ્પી થવું  પડે...

આભૂષણો પહેરવા સજાવવા તો આધુનિક સહેલા છે, 
પણ, ઘાટ ઘડવા માટે તો, 
      સોની થવું  પડે...

વિશ્વકર્માને ભજવા સહેલા છે,
પણ, એની ચૌસઠ કલાઓ માટે,
      વિશ્વકર્મા થવું  પડે...

આધુનિક બનીને ઉદ્દેશો આપવા સહેલા છે,
પણ, સંગઠિત વિકાસશીલ બનવા માટે તો,
      સમાજને એક થવું પડે..!

©️ મયુરકુમાર મિસ્ત્રી
સંસ્થાપક પ્રચારક
વિશ્વકર્મા સાહિત્ય ભારત

Comments

Popular posts from this blog

श्रीलंका मे रावण काल ​​का विश्वकर्मा ध्वज

રામસેતુ - એક જીવંત ધરોહર

देवताओं के पुरोहित विश्वकर्मा पुत्र आचार्य विश्वरूप