Posts

Showing posts from April, 2026

અકબંધ વસિયત

અકબંધ વિરાસત  એક એવી સાંજ કાળી ડિબાંગ હતી જે ન થવાનું થાય એવા એંધાણ લઈને આવી હતી. આકાશમાં વાદળો એકબીજા સાથે અથડાઈ રહ્યા હતા અને એક તરફ સમાજ અને વર્તુળ માં સમીરના અવસાનના સમાચાર વાયુવેગે પ્રસર્યા હતા. સમીર જે માણસ આખું જીવન એક રહસ્ય બનીને જીવ્યો, જેણે ક્યારેય પોતાના મનની વાત કોઈને કહી નહીં, તે આજે હૃદયરોગના એક જોરદાર હુમલામાં દુનિયા છોડી ગયો હતો. સમીરના અચાનક વિદાયના સમાચારની કડવાશ ભળેલી હતી. હજુ ગઈકાલે જે માણસ હસતો-રમતો હતો, જેની શિસ્ત અને શાંતિથી આખું ઘર ગુંજતું હતું, તે આજે સફેદ ચાદર નીચે કાયમ માટે પોઢી ગયો હતો. સમીરનો પરમ મિત્ર દિપક એજ રાત્રે સમીરની મિત્ર સંગીતા ને ફોન દ્વારા જાણ કરી ત્યાંથી નીકળી જવાનું કહ્યું હતું. અને સીધા દ્વારકા ભેગા થઈને સમીરના ઘરે જઈશું. તે જૂનાગઢથી સીધો જ દ્વારકા દોડી આવ્યો હતો. અને સંગીતા બોટાદથી સીધી દ્વારકા આવી પહોંચી. બંનેની આંખોમાં રાતભરના ઉજાગરા અને મિત્રને ગુમાવ્યાનો અસહ્ય શોક હતો. બીજી તરફ, સંગીતા જે વર્ષોથી સમીરને મૌન પ્રેમ કરતી હતી, તે પણ સમાચાર સાંભળતા જ સ્તબ્ધ થઈ ગઈ હતી. સમીરના ઘરે પહોંચતા જ તેણે જોયું કે ઘરના સભ્યો રડી રહ્યા હતા, પણ એ રુદનમા...