વિજાજી સુથારની વાત
વિજાજી સુથારની વાત આજે આપણે વાત કરવી છે એવા વ્યક્તિની જેમણે ૧૯૭૧માં સર્વસ્વ ગુમાવી ને ભારતમાં આવી ને શૂન્યમાંથી સર્જન કર્યું છે એવા વિજાજી સુથાર વિશે આજે જાણીએ જેઓ પાકિસ્તાનમાં આવેલા થરપારકર જિલ્લાના નગરપારકર તાલુકાના ઓવાણનો વાંઢિયો ગામ આવેલું છે જ્યાં ૬૨ જેટલા દરેક જ્ઞાતિના પરિવારો સમૂહમાં રહેતા હતા. ઓવાણનો વાંઢિયો ગામમાં ત્રીસ ઘર અનુ.જાતિના હતા એક ઘર ઠક્કરનું હતું તેમજ દશ ઘર દરબાર સોઢાના હતા અને પંદર ઘર સુથારના હતા તેમજ ૫ ઘર બાવાજીના હતા અને એક ઘર રબારીનું હતું અને અમારું આખું ગામ કૂબાનું બનેલું હતું ગોળ ગોળ ભુંગા હતા અને ઉપર ખીપડો નામના વનસ્પતિને કાપીને ભૂંગા ને ઢાંકવામાં આવતું હતું બધાજ લોકોને જમીન મોટા પ્રમાણમાં હતી અમારે નાના મોટા થઈ ને કુલ બત્રીશ ખેતર હતા એટલે કે ૨૫૦ એકર જેટલી જમીન અમારી પાસે હતી અને જમીન રેતાળ હતી,ગામમાં દરેક ને ગાયો ભેસો હતી દરેકને બળદગાડા હતા.બધા જ ગરીબીમાં જીવી રહ્યા હતા પરંતુ દિલ મોટા હતા, અને સાદગીપૂર્ણ અને સંતોષી જીવન જીવતા હતા, પારકરમાં ખેજડો, થોર, કેયડો ,જેવી વનસ્પતિઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે અમે ખેજડામાં થતાં હાઘરાંનું શાક બનાવી ને ખ...