વિર વરજાંગ સુથાર નો પાળીયો
વિર વરજાંગ સુથાર નો પાળીયો ઉત્તર ગુજરાતના સુઇ ગામથી ભાભર જતા રસ્તા મા આવતુ રૂની ગામ રૂની ગામ અને એમાં જનોઈ ધારી ગુર્જર સુથાર નું ઉજળું ખોરડું પણ પરિવાર માથે અણધારી આફત આવી હતી કારણ કે સંતોકબેન ના પતિ નું અકાળે અવસાન થયું હતું . સંતાન માં એક જ દીકરો અને નાનપણ માં પતિ નો સંગાથ છૂટી ગયો. અને જગત માં સંપતિ વિના જીવવું સહેલું હોય પણ જ્યારે વિધવાપણા માં જીવન કાઢવું બહુ દોયાલું હોય .સંતોકબેન ને જીવવું ઝેર લાગતું હતું પણ કેલૈયા કુંવર જેવા દીકરા સામુ જોઈ ને ઈ બાઈ બસ એના માટે જાણે જીવતી હોય એવું જીવન ગુજારે છે . માં અને બાપ એમ બેઉ જવાબદારીઓ સંતોક બેને ખભે ઉપાડી લીધી. બસ મન માં એકજ હામ છે કે મારા વરજાંગ ને મોટો કરી ને એને લાડે કોડે પરણાવી ને એનું ઘર બંધાઈ જાય તો હું મૂઈ મગતે જાઉં ( મને સ્વર્ગ મળશે આવો અર્થ થાય ) બસ રાત દી દીકરા ને હેત કરે છે . વરજાંગ પણ જાણે શ્રવણ હોય એમ માની દરેક વાત માને અને પોતાની માની આજ્ઞા પાલન કરે . બસ દિવસો પસાર થતા જાય છે . પોતાના વારસાગત વ્યવસાય એટલે સુથારી કામ બાળપણ થી જ સુથારી કામ માં પારંગત. નીત નવા ઘાટ ઘડે વિશ્ર્વકર્મા ના બેય ...