વિશ્વકર્મા પ્રભુ વિશેનો ટૂંકો સાર - મયુરકુમાર મિસ્ત્રી
સૃષ્ટિના રચયિત ભગવાન વિશ્વકર્મા વિશે ટૂંકો સાર પરિચય પ્રાચીનકાળમાં ભગવાન વિશ્વકર્માએ પોતાની અંગત શક્તિ દ્વારા વૈજ્ઞાનિક વરદાન આપીને માનવજીવનને કળા શીખવી હતી. આજે માણસ ભગવાન વિશ્વકર્માએ બતાવેલા માર્ગથી ભટકી ગયો છે. આવો જાણીએ મયુરભાઈ મિસ્ત્રી દ્વારા આ અંગે વિશેષ તથ્યો દ્વારા પરિચય. આપણે સૌ જાણીએ છીએ કે સૃષ્ટિનાં સર્જનહાર ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાની પુરાણ તેમાં સૃષ્ટિના તમામ સવાલોના જવાબ આપેલા છે. ભૌતિકવાદના આ યુગમાં ભગવાન વિશ્વકર્માની પૂજા અને ઉપાસના એકદમ જરૂરી છે કારણ કે વિજ્ઞાનના યુગમાં ભગવાન વિશ્વકર્માનું શરણ લેવાથી જ અકસ્માતો અને માનસિક અશાંતિથી મુક્તિ શક્ય છે. ભૌતિક અને આધ્યાત્મિક પ્રગતિ ફક્ત મન અને યંત્રની ઓળખ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે, તેથી બંને તત્વોની ચાલક શક્તિ ભગવાન વિશ્વકર્માના નિયંત્રણમાં છે. ગજ યંત્રમાં સપ્તસૂત્ર દ્રષ્ટિ સૂત્ર ગજ સૂતરની દોરી કાટખૂણો સાંધણી મુંજની દોરી પરિકર ઓળંબો ગજ ઉપર બિરાજમાન નવ દેવ. દરેક દેવ ત્રણ ઈંચ પર સ્થાન (૧) રૂદ્ર (૨) સૂર્ય (૩) વિશ્વકર્મા (૪) અગ્નિ (૫) બ્રહ્મા (૬...